મધ્ય ગુજરાતની સાત ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સ જંગલમાં કુદરતના ખોળે સુખનો સમય વિતાવવાની આપે છે વિશિષ્ઠ સુવિધા
જંગલના વૈભવની સુખાનુભુતી કરાવી ને લોકોમાં કુદરત માટેની ઝંખના અને ચાહના વધારવા માટે રાજ્યના વન વિભાગે જંગલની વચ્ચે કે જંગલને અડીને ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સ વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.
આ ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સ અભિગમને અનુસરી ને વન્ય જીવ વિભાગ,વડોદરાએ ખાસ કરીને મધ્ય ગુજરાતના રતન મહાલ અને જાંબુઘોડાના જંગલોમાં અને પક્ષી તીર્થ વઢવાણ સરોવરની સમીપ 7 ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સ અથવા જીવાવરણ વિકાસ કેન્દ્રોની સ્થાપના કરી છે જે જંગલમાં,સરોવર ની સમીપે,કુદરત ના ખોળે સુખનો સમય વિતાવવાની સુવિધા આપે છે.
આ સાઈટ્સ માં વન્ય પ્રાણી સૃષ્ટિ,પ્રકૃતિ અને તેના વૈભવનો જાણે કે ત્રિવેણી સંગમ સધાયો છે.WSON Team
આ ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સ માં વન્ય પ્રાણી સૃષ્ટિ,પ્રકૃતિ અને તેના વૈભવનો જાણે કે ત્રિવેણી સંગમ સધાયો છે જે માતા પ્રકૃતિના સ્નેહની ભીનાશની અનુભૂતિ કરાવવાની સાથે વનસ્પતિ અને પ્રાણી જગતનો પરિચય કરવાની તક આપે છે. જો કે એક કાળજી અવશ્ય લેવાની છે કે આ સ્થળો કુદરતને જાણવા અને માણવા માટેના છે,પ્લાસ્ટિક કે અન્ય પ્રકાર ના કચરાનો ઢગલો કરવા માટે ના કે વનસ્પતિ અને જીવ સૃષ્ટિ ને ડખલ કરવા માટેના હરગિજ નથી.
આપણી સ્વાર્થી માનવીય વૃત્તિ લગભગ વન્યપ્રાણી અને વનસ્પતિઓને સજીવ તરીકે ગણવા માટે ભૂલી જાય છે, પરંતુ આપણે સ્વીકારવું જોઈએ કે વન્યજીવન એ આપણા અસ્તિત્વનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. https://wildstreakofnature.com/international-wildlife-day-would-you-like-to-explore-the-combo-of-wildlife-nature-and-luxury/એવા ઘણા ઓછા પ્રકૃતિપ્રેમીઓ છે જે વન્ય પ્રાણી સૃષ્ટિની સંભાળ રાખે છે. જો આપણે એક જંગલ બચાવિશું તો આપણે હજારો પ્રાણીઓનો જીવ બચાવીશું. ના, આ યોગદાનનો અર્થ ફક્ત પૈસા નથી. વધુ છોડ ઉગાડવા, વન વિસ્તારોને સાફ કરીવા, વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત અને ઇકો-ડેવલપમેન્ટ સાઇટ્સ વગેરે દ્વારા ફાળો આપી શકીએ છીએ.
હવે, તમને પ્રશ્ન થઈ શકે કે ઇકો-ડેવલપમેન્ટ સાઇટ એટલે શું?
vadodarawildlife.in
પ્રાદેશિક અને ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ માટે ઇકો-ડેવલપમેન્ટ સાઇટની સ્થાપના કરવામાં આવી છે. આ ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સ કુદરતી સંસાધનો, તકનીકી પ્રગતિ અને સંગઠનાત્મક સ્વરૂપોનું સંયોજન છે જે કુદરતી ઇકોસિસ્ટમ અને સ્થાનિક સામાજિક-સાંસ્કૃતિક પરિમાણોને માન આપે છે. આ સાઇટ્સ મુલાકાતીઓ માટે માહિતી, શિક્ષણ અને વિકાસ તથા સ્થાનિક સમુદાય માટે આવક, રોજગાર અને વિકાસનો સ્રોત છે.
વડોદરા વન્ય જીવન સંરક્ષણ વિભાગે 7 ઇકો-ડેવલપમેન્ટ સાઇટ્સની રચના વન્ય જીવ વડોદરાના નાયબ વનસંરક્ષક બી.આર.વાઘેલાના નેતૃત્વ હેઠળ થઈ હતી. આ સાઈટ્સ તે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ છે. જેમને પોતાનો સમય જંગલોમાં વિતાવવાનું પસંદ છે. આ સ્થળો માં રતન મહાલના ઉધલ મહુડા, નલધા જાંબુઘોડાના ભાટ, ધનપુરી, કડા, તરગોળ, ડભોઇ નું પક્ષી તીર્થ વઢવાણા છે.
આ ઇકો-ડેવલપમેન્ટ સાઇટ્સ રતનમહાલ અને જાંબુઘોડાના આંતરિક વિસ્તારોમાં સ્થિત છે.WSON Team
આ ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સ પર્યટકો માટે રોકાણ અને પેકેજ માટેની તમામ સુવિધાઓ છે. અહીં એસી / નોન એસી ઓરડાઓ તેમજ ઝૂંપડાઓ છે જેમાં નાસ્તો, લંચ ડિનર અને વન સંશોધન માટે ગાઈડ શામેલ છે. વડોદરા વન્યપ્રાણી વિભાગ દ્વારા પર્યટન વીમાની પણ કાળજી લેવામાં આવી છે. સ્થાનિક સમુદાય દ્વારા આ સાઇટ્સ અને સ્ટે હોમ્સની સંભાળ લેવામાં આવે છે. વડોદરાના વાઇલ્ડલાઇફ વિભાગે આ ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સનું સંચાલન કરીને તેમને રોજગાર અને વિકાસની તક આપી છે. સમુદાય પાસે નફા માટેનું એકાઉન્ટ છે. તેઓ નફાનો ઉપયોગ સાઇટને જાળવવા અને સુવિધાઓ માટે કરે છે. તદુપરાંત, આ સ્થાનિક લોકો નજીકના પર્યટક સ્થળોની સંભાળ રાખે છે. તેઓ સ્વચ્છતા, રોકાણના મકાનોની જાળવણી અને ધાર્મિક અથવા વિકાસલક્ષી પ્રસંગોની કાળજી લે છે. આ સમુદાયો વન્ય જીવન અને પ્રકૃતિના સંરક્ષક છે.
WSON Team
વડોદરાથી જાંબુઘોડા વચ્ચેનું અંતર 80 કિલોમીટર અને વડોદરાથી રતનમહલ 130 કિલોમીટર છે. પ્રવાસીઓ આ તકનો ઉપયોગ લોંગ ડ્રાઇવથી જંગલમાં મિનિ-વેકેશન તરીકે કરી શકે છે. વન્યપ્રાણી પ્રેમીઓ આ સાઇટ્સનું અન્વેષણ કરી શકે છે અને રીંછ, પેન્થર, સિવિટ કેટ, જંગલ રસ્ટી કેટ, હાયના વગેરેને જોઈ શકે છે. કુદરત પ્રેમીઓ દુર્લભ પ્રકારના ઝાડ અને છોડ વિશે વધુ અન્વેષણ કરી શકે છે.
આમ, પારિવારિક મિલન નું આયોજન અને પ્રસંગો ની ઉજવણી કરવા અને જંગલનું અન્વેષણ કરવા માટે તમારા સપ્તાહાંતની યોજના બનાવો. રસ્તાઓ, પેકેજો, સમાવિષ્ટ / બાકાત રાખવાની સૂચિ, સંદર્ભ માટેનાં ચિત્રો, તેમજ http://vadodarawildLive.in/ પર સંપર્કની વિગતો વિશે વિગતવાર માહિતી મળશે.
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં એશિયાટીક સિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લા 2 વર્ષમાં 313 એશિયાટીક સિંહોના મોતનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે. સરકારે વિધાનસભામાં કરેલા સ્વીકાર પ્રમાણે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 એશિયાટીક સિંહ, એશિયાટીક સિંહણ અને એશિયાટીક સિંહ બાળના મોત થયા છે.
વર્ષ 2019 માં 35 સિંહ, 48 સિંહણ અને 71 સિંહ બાળના મોત થયા છે. વર્ષ 2020 માં 36 સિંહ, 42 સિંહણ અને 81 સિંહ બાળના મોત થયા છે. અકુદરતી મૃત્યુના 23 મોત થયા છે.313 મોતમાંથી કુદરતી રીતે 290 એશિયાટીક સિંહ, સિંહણ અને સિંહબાળના મૃત્યુ નોંધાયા છે. અકુદરતી મૃત્યુના 23 મોત થયા છે.
Social Media
અકુદરતી મૃત્યુના 23 કિસ્સા નોંધાયા છે. જે ચિંતાનો વિષય છે. અકુદરતી મોત માટે અનેક કારણો રહ્યા છે, જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, ગીરમાં વસતા માલધારીઓ હવે પલાયન કરી રહ્યા છે.
WSON Team
જેના કારણે એશિયાટીક સિંહના કુદરતી ખોરાકમાં ઘટાડો થયો છે. વન વિભાગ આ એશિયાટીક સિંહોને ખોરાક માટે બહારથી મરેલા પશુઓ આપે છે. જેના કારણે એશિયાટીક સિંહોના મોતમાં વધારો થયાનો વિરજી ઠુમરે આક્ષેપ લગાવ્યો હતો. વિરજી ઠુમરે કહ્યું કે, એશિયાટિક સિંહો ગુજરાતનું ગૌરવ છે, ત્યારે આ અંગે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જાે કે કોંગ્રેસી ધારાસભ્યના આ આક્ષેપને વનમંત્રી ગણપતસિંહ વસાવાએ ફગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે, સરકારે એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે અનેક પગલાં ભર્યા છે. જેના કારણે એશિયાટીક સિંહોની વસ્તીમાં વધારો થયો છે. ગુજરાત સરકારના ગંભીર પ્રયાસોના કારણે એશિયાટીક સિંહોની વસ્તી વધી છે.
એશિયાટીક સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવવા સીસીટીવી કેમેરા, મોનીટરીંગ અને ટ્રેકર્સ સહિતના પગલાં લેવાયા છે. અકુદરતી મોત અટકાવવા સરકારે રેપિડ એક્શન ટીમ અને રેસ્ક્યુ ટીમની રચના કરી છે. ચેકિંગ નાકા પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. અસુરક્ષિત કુવાઓને પેરાપીટ વોલ થી સુરક્ષિત કરાયા છે. જેના કારણે અકુદરતી બનાવો ઘટ્યા છે. સરકારે કોઈપણ એશિયાટીક સિંહને અભયારણ્યમાંથી બહાર ન મોકલ્યાનો વનમંત્રીએ દાવો કર્યો છે. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ વિગતો આપી હતી.
દીપડા એની ફૂડ હેબિટ ને લીધે માનવ સાથે ઘર્ષણ માં વધુ આવે છે જ્યારે રીંછ શરમાળ પ્રકૃતિ ને લીધે જાહેરમાં ખૂબ ઓછું આવે છે.
આજે(3 જી માર્ચ) વિશ્વ વન્ય પ્રાણી દિવસ છે અને વન્ય જીવ વિભાગ વડોદરા એ આપણા વિસ્તારના રતન મહાલ અને જાંબુઘોડા ના અભયારણ્યો માં માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ ટળે તે માટે વિશ્વ વન્ય પ્રાણી દિવસના કાર્યક્રમો નું આ સપ્તાહમાં આયોજન કર્યું છે.
WSON Team
તાજેતરમાં જ નારૂકોટ પાસે કોઈ વાહન ની ટક્કર થી ફોર હોર્ન એન્ટિલોપ જેને સ્થાનિક ભાષામાં ફૂકડી કહે છે તેના કરુણ મરણ ની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ખાસ કરીને જે રસ્તાઓ જંગલ કે સંરક્ષિત વન વિસ્તારમાં થી પસાર થાય છે, તેના પર સંધ્યા અને રાત્રીના સમયે વાહનો ખૂબ તકેદારી સાથે અને ઓછી ગતિએ હંકારવામાં આવે એ ઇચ્છનીય છે.
તેમણે જણાવ્યું કે મોટા વન્ય પ્રાણીઓ ની વાત કરવામાં આવે તો વડોદરા https://wildstreakofnature.com/gu/jambughoda-wild-life-sanctuary/વન્ય જીવ વિભાગ હેઠળના જંગલોમાં દીપડા અને રીંછ એ મુખ્ય જંગલી પ્રાણીઓ છે. આ ઉપરાંત તાડ નું વનીયાર, કાળુ વનિયાર,જંગલ બિલાડી અને ઝરખ જેવા વન્ય પ્રાણીઓ છે.રતન મહાલમાં ઉધાલ મહુડાના ઉપર ના ભાગમાં જંગલી કુકડા જોવા મળે છે.
WSON Team
રતન મહાલમાં 45 જેટલા રીંછ છે તો જાંબુઘોડા માં 8 જેટલા છે. https://wildstreakofnature.com/gu/ratanmahal-sloth-bear-sanctuary/દીપડા ની વસ્તી બંને જંગલોમાં સાર્વત્રિક છે. હાલોલના રેસક્યુ સેન્ટરમાં થી 6 મહિનામાં 29 દીપડા ને જૂનાગઢના શક્કરબાગ આશ્રય ગૃહમાં મોકલવામાં આવ્યાં છે. રીંછ શરમાળ પ્રાણી છે અને અંતરિયાળ જંગલમાં રહેવાનું પસંદ કરે છે.
માનવ સાથે ઘર્ષણ ના પ્રસંગો ઓછા બને છે. જ્યારે દીપડો અવાવરૂ ઘર દેખાય તો ત્યાંય ધામાં નાંખી દે. વળી એ કૂતરાં અને મરઘાં નો શિકાર કરે છે એટલે એની લાલચમાં વસ્તીવાળા વિસ્તારોમાં આવી જાય છે.તેની ફૂડ હેબિટ માં બિલાડી, રોઝના બચ્ચાં પણ આવી જાય.જ્યાં જંગલ ગીચ છે ત્યાં ઘર્ષણ ઓછું રહે છે અને જ્યાં જંગલ પાંખું ત્યાં ઘર્ષણ ની શક્યતા વધે છે. વન્ય પ્રાણીઓ ની એક ખૂબ અલગારી દુનિયા છે.જંગલ એમનું ઘર છે. એટલે માનવ દખલ જેટલી ઓછી કરી શકાય એટલા પ્રમાણ માં સુમેળભર્યું સહજીવન શક્ય બનશે.
Writer: Suresh Mishra, Nature lover and Traveller
વાંસદા રાષ્ટ્રિય ઉધાન ગુજરાતના પ્રસિધ્ધ રાષ્ટ્રિય ઉધાનોમાંનું એક વધુ જાણીતું રાષ્ટ્રિય ઉધાન ગણાય છે. નવસારી જિલ્લામાં આ ઉધાન 23 ચો.કિમી વિસ્તારમાં પથરાયેલું છે. તેમ છતાં તેના નાના વિસ્તારને કારણે તેમાં શંકા ઉભી થવી ન જોઈએ કારણ કે વાંસદા વન્યપ્રાણીઓની વિશાળ વસ્તીનો આશ્ર્ય સ્થાન હોવા વિષે ઓળખાય છે. વાંસદા કે જેના નામ પરથી આ સુરક્ષિત વિસ્તારનું નામાભિધાન કરવામાં આવ્યું છે, તે ડાંગ પ્રદેશનું મહત્વનું વ્યાપારી મથક છે, જ્યાં મોટેભાગે આદિવાસી વસ્તી છે.
અહીં જંગલમાંથી સર્પાકાર પ્રવાહ સહિત વહેતી અંબિકા નદી અને વિશાળ કદના થડિયા ધરાવતા વૃક્ષો આ વિસ્તારની રમણીયતામાં વધારો કરે છે. અહીં દીપડા,નાના કદના વાંદરા, જંગલી ભુંડ, કાળા મો વાળા વાંદરા, સામાન્ય પામ કિવેટ, નાના ભારતિય કિવેટ, ભારતિય શાહુડી, ચાર શિંગડાવાળા હરણ, ભસતા હરણ, જરખ, જંગલી બિલાડી, ઉડતી ખીસકોલી, અજગર, રસેલ્સ જેવા નામથી જાણીતા ઝેરી સાપને જોઈ શકાય છે.
આ ઉપરાંત 155 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ જેમાં ભારતિય કાળા રંગના લક્કડખોદ પક્ષીઓ, પીળી ચાંચવાળા સનબર્ડ, પોમ્પોડોઉર પીજન, મલબાર ટ્રોગ્રોન, શામા, સામાન્ય રાખોડી રંગના ચિલોત્રા, જંગલ બેબલર, અને વૈશ્ર્વિક ઉપેક્ષિત ઘુવડ પણ અહીં જોવા મળે છે. વાનસ્પતિક ઉદ્યાનને બાદ કરતા અહીંની સ્થાનિક આદિવાસી પ્રજા (અને તેમની રહેણી કરણી), ગિરા ધોધ વગેરે અન્ય આકર્ષણનાં કેન્દ્રો છે. આ સ્થળ પર રોકાણ કરવાની વ્યવસ્થા કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે.
વાસંદા રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો ઉત્તમ સમ. નવેમ્બરથી માર્ચ ગણાય છે.
મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લામાં એક સમયે રાજવી રજવાડું જાબુંઘોડાનો વિસ્તાર હવે વન્ય વનસ્પતિસૃષ્ટિ અને વન્યપ્રાણીઓથી ભરપુર અભયારણ્ય છે. જાબુંઘોડા જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય 130.38 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. ( થોડો ભાગ વડોદરા જીલ્લામાં પણ છે.) જાબુંઘોડાને 7 ઓગષ્ટ 1989માં આરક્ષિત જાહેર કર્યા બાદ સને 1990 માં ગુજરાત વનવિભાગ દ્વારા જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
જોકે આ જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય ખાતે વડોદરા શહેરના કેનાઈન ગ્રુપ એસોસિએશન તેમજ વડોદર વન્યજીવ વિભાગ દ્વારા બે દિવસીય તા, 26 અને 27 ફેબ્રુઆરી ના રોજ જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્ય સફાઈ ની એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ નો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પ્લાસ્ટિક કે જે પ્રકૃતિ અને પર્યાવરણ અને ત્યાં વસવાટ કરતા જીવો માટે ખૂબ જ હાનિકારક છે. તેની આ વિસ્તાર માંથી પ્લાસ્ટિક અને ઘન કચરાને સાફ કરવો અને તેનો વપરાશ ઓછો કરવાના હેતુ સાથે આ કાર્યમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી સ્વંય સેવકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં અતુલ્ય વારસો ટીમના સભ્યો પણ હાજર રહ્યા હતા.
દિવસેને દિવસે હવે લોકોમાં જંગલ તરફ અને તેની અંદર રહેલી પ્રાણીઓને જાણવાની ઉત્સુકતા વધી રહી છે. ત્યારે દેશના અભયારણ્યો અને પ્રાકૃતિક જગ્યાઓ હવે લોકો માટે પ્રચલિત ટુરિઝમ પ્લેસ બની રહ્યા છે. જેમાં કોઈ જ વાંધો નથી, પરંતુ જ્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકો સિવાયના પર્યટકો જયારે આ જગ્યાની મુલાકાતે આવે છે ત્યારે તેઓ પોતાની સાથે ઘણો જ સમાન લઈને આવે છે. જેમાં ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકની હોય છે. જેના ઉપયોગ પછી જે તે વ્યક્તિ તેને જંગલ વિસ્તાર કે રસ્તામાં જ ફેંકી દેતા હોય છે. આ એક આદત બની ચૂકી છે અને તેને જડ મૂળથી સુધારવાની જરૂર છે. જોકે વ્યક્તિ પોતે પોતાની ભૂલ કબૂલ કરી શકતો હોત તો આજે પ્રધાનમંત્રી ને દેશ માટે સફાઈ અભિયાન ચલાવવાની જરૂર જ ના પડી હોત. અહી દરેક વ્યક્તિ એ પોતાના આસપાસના વિસ્તારની સફાઈ માટે જવાબદાર છે. અને બનવું પડશે અને એક જાગૃત નાગરિક તરીકે દરેક દેશવાસી ફરજ છે.
આ સફાઈ સફાઈ ઝુંબેશ અંતર્ગત કેનાઈન ગ્રુપ એસોસિએશનના પ્રેસીડેન્ટ વિશાલ ઠાકુરે www.wildstreakofnature.com સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે મારા મત મુજબ સફાઈ ના વિષયને બાળપણથી જ ભણતરમાં મૂકવા જોઈએ જે હાલના સમયમાં એક તાતી જરૂર છે. અમે અને અમારી સાથે જોડાયેલ તમામ લોકોએ અભ્યારણ્યની આસપાસના ગામમાંથી સરપંચ સાથે મળીને ગામમાં સતત અવેરનેસ એક્ટિવિટીથી ગ્રામ્ય લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કકરી રહ્યા છીએ. અને ખાસ તો જે લોકો નેચરને સમજે છે કે આવા કુદરતી સ્થળો કે અભયારણ્યોની મુલાકાતે જાય ત્યારે પ્લાસ્ટિકની વસ્તુઓ બને તેટલી ઓછી લઈ જઈએ, ખાસ કરીને પ્લાસ્ટિકની પાણીની બોટલ વગેરે હાલના સમયમાં પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવું ખુબ જ જરૂરી છે જેની શરૂઆત દરેક દેશવાસીઓ એ કરવી પડશે.