નામ અનુસાર રંગ ધરાવતા ગ્રીન મમ્બા સાપ (Greeen Mamba Snake) વિશે જાણો

0

નામ પ્રમાણે લીલો રંગ ધરાવતો આ ગ્રીન મમ્બા સાપ જંગલ કે લીંલોતરીમાં ભળી જાય એવો દેખાય છે.

ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) મોટા ભાગે ઈસ્ટ આફ્રિકાથી લઈને કેન્યા અને ઝિમ્બાબ્વેમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગ્રીન મમ્બા સાપ ખાસ કરીને ગીચ જંગલોમાં અથવા તો ટ્રોપીકલ વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
WSON Team
સામાન્ય રીતે સાપને વૃક્ષ પર ચડવામાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) સહેલાઈથી વૃક્ષ પર ચડી શકે છે. ગ્રીન મમ્બા સાપ નામ પ્રમાણે લીલો રંગ ધરાવતો આ સાપ જંગલની લીલોતરીમાં તેના રંગ મુજબ ભળી જાય છે. નામ અનુસાર રંગ ધરાવતો ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) ની લંબાઈ 1.8 મીટરથી લઈને વધુમાં વધુ 3.7  મીટર જેટલી હોય છે. ગ્રીન મમ્બા સાપની ત્વચા લીસ્સી અને ચમકીલી હોય છે. ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) ના શરીર પર કયારેક ઘેરા લીલા ડાઘ જોવા મળે છે. ગ્રીન મમ્બા સાપ પોતાના શિકાર પર ઘાત લગાવીને શિકાર કરે છે. સાપ તેની ઝડપને કારણે પણ શિકારને આશાનીથી મારી શકવામાં માહિર હોય છે. અન્ય સાપ કરતા ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) ખુબ ઝડપથી સરકે છે. અલબત્ત તેને છંછેડવામાં આવે તો ગ્રીન મમ્બા સાપ કલાકના 7 મીટરની ઝડપે સરકે છે.
WSON Team
ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) સહેલાઈથી વૃક્ષ પર ચડી શકતો હોવાને કારણે તે વૃક્ષ પર રહેલા નાના પક્ષીઓ, દેડકા, જીવડાં તથા અન્ય નાનાં જીવજંતુઓનો શિકાર કરે છે. સામાન્ય રીતે ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) માં માદા મમ્બા સાપ લગભગ 10 થી 15 ઇંડા મુકે છે. લગભગ ત્રણ મહિના પછી ઇંડા માંથી નાના નાના બચ્ચા નિકળે છે. અને તેની લંબાઈ આશરે અડધો મીટર જેટલી હોય છે. સાપનું આયુંષ્ય વધારે માનવામાં આવે છે. ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) નું આયુષ્ય પણ મોટા ભાગે 14 વર્ષનું હોય છે.

ગુજરાતમાં અહીં એશિયાટીક સિંહોનો ગેરકાયદે શો કરનારા શખ્સોને ભારે પડી ગયું

ત્રણ વર્ષ પહેલાં ઊના પંથકમાં ધુંબક વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યા પર એશિયાટીક સિંહને મરઘા ખવડાવવાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં હાથમાં મરઘીને પકડી એશિયાટીક સિંહણને ખવડાવતા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ 8 જેટલા લોકોની અટક કરી હતી. આ ઘટનાનાં કેસ આજે ગિરગઢડાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં 7 શખ્સોને 3 વર્ષથી સખ્ત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બનાવની મળતી વિગત મુજબ, 19 મે 2018નાં ઇલ્યાશ અદ્રેમાન હોથ એ પોતાને સેટલમેન્ટ વિસ્તારમાં મળેલી જગ્યામાં ગેરકાયદેસર રીતે લોકોને ભેગા કર્યા હતા. સેટલમેન્ટવાળી જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ આપી એશિયાટીક સિંહને મરઘાનું મારણ આપ્યું હતું. તેમજ પ્રલોભન આપી શિકારનો ગુનો આચર્યો હતો. ઇલ્યાશ હોથ એ સિંહની કુદરતી અવસ્થામાં વિક્ષેપ પાડ્યો હતો. તેમજ પ્રલોભન આપી એશિયાટીક સિંહની દિનચર્યામાં ભંગ કર્યો હતો. આ ઉપરાંત રવિભાઇ કાંતિભાઇ પાટડીયા (અમદાવાદ), દિવ્યાંગ ઘનશ્યામભાઇ ગજ્જર (અમદાવાદ), રથિન અનિલભાઇ પોપટ (અમદાવાદ), માંગીલાલ ગમીરા મીના (રાજસ્થાન, હાલ ભોજદે તાલાલા)ને ગેરકાયદેસર એશિયાટીક સિંહ દર્શન માટે સગવડતા પુરી પાડી રૂપિયા મેળવ્યા હતા. તેમજ ગેરકાયદેસર એશિયાટીક સિંહની પજવણીની વૃતિ પણ કરી હતી. આ તમામ લોકોની વન વિભાગ દ્વારા તમામની અટક કરવામાં આવી હતી.

શું તમે મદમસ્ત હાથી ( Elephant ) વિશે આટલું જાણો છો ?

0
મહાકાય શરીર અને મદમસ્ત ધીમી ચાલ લાંબી સુંઢ અને લાંબા કાન ધરાવતું પ્રાણી હાથી( Elephant ) પોતાની ધુનમાં મસ્ત રહેતું આ મહાકાય જીવ મોટાભાગે નાના બાળકોથી લઈને મોટેરા લોકોને ગમતું પ્રાણી છે. હાથી( Elephant ) વિશે કાંઈક નવું જાણીએ સામાન્ય રીતે તેની શરીર રચના કાંઈક બીજા પ્રાણીઓ કરતાં ઘણી અલગ હોય છે. હાથી( Elephant ) ની સુંઢમાં હાડકા હોતા નથી પરંતુ સુંઢમાં દોઢ લાખ જેટલા સ્નાયુઓ આવેલા હોય છે. તેની ચામડી એક ઈંચ જેટલી જાડી હોય છે. હાથી( Elephant ) ના સુંઢના છેડે આંગળી જેવો બહાર નિકળેલો અવયવ હોય છે. જેના દ્વારા હાથી( Elephant ) પોતાના શરીર પર લાગેલી ધુળ અને પોતાના શરીરને ખંજવાળી શકે છે. અને પાતોની આંખ સહેલાઈથી સાફ કરી શકે છે. સુંઢના સ્નાયુઓ અતિ સંવેદનશીલ હોય છે. હાથી( Elephant ) પોતાની સુંઢ વડે જમીન પર પડેલી જીણીથી જીણી વસ્તુઓ સહેલાઈથી ઉઠાવી શકે છે. હાથી( Elephant ) એવું પ્રાણી છે જે પાણીમાં લાંબા અંતર સુધી તરી શકે છે. અને પાણીની ગંધ ત્રણ કિલોમીટર દુરથી પારખી શકે છે. અન્ય પ્રાણીઓ કરતા સૌથી ઓછી ઉંઘ હાથી( Elephant ) ઓ લે છે રાત્રી દરમિયાન ઉભા ઉભા જ ઉંધ લઈ લેતા હોય છે. ખાસ કરીને બે જાતો છે એક એશીયન અને બીજી આફ્રિકન છે. આફ્રિકન હાથી( Elephant ) ની શરીર રચના થોડી અલગ હોય છે. એશિયન હાથી કરતા આફ્રિકન હાથીના કાન ત્રણ ગણા મોટા હોય છે. હાથીના કાન શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે. ખાસ કરીને આફ્રિકન હાથી( Elephant ) ઓ બીજા હાથીઓને સંદેશો આપવા માટે કાન હલાવીને સંદેશો આપે છે. જોકે કાન મોટા હોવા છતાં અવાજ સાંભળવામાં નબળા હોય છે. પરંતુ હાથી( Elephant ) ના પગના તળીયા વડે જમીનમાં થતી કંપારી અને દુર થતી હલનચલના અવાજ સાંભળી શકે છે. શરીર રચના મહાકાય હોવાને કરાણે તે બિજા પ્રાણીઓની જેમ ઉછળકુદ કરી શકતું નથી. જોકે હાથી( Elephant ) એક દિવસમાં ત્રણસો લીટર જેટલું પાણી પીવે છે.

સાંસદ પરિમલ નથવાણી સૂચિત પ્રોજેક્ટ લાયનમાં ગીરના એશિયાટીક સિંહો માટે જાણો શું વ્યવસ્થા કરાશે

ભારત સરકાર ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરશે.

ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના પરામર્શમાં તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયનના દસ્તાવેજનો ભાગ છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આપી હતી. પ્રોજેક્ટ લાયનની પરિકલ્પનાનો ઉદ્દેશ્ય એશિયાટીક સિંહના નિર્મૂલનના જોખમને દૂર કરવાનો છે. સાથે એશિયાટીક સિંહની આગામી પેઢીઓનું વૈજ્ઞાનિક પધ્ધતિથી સંવર્ધન થાય તેવા પગલાં લેવાનો છે. આ પ્રોજેક્ટ પાછળનું એક કારણ એવું પણ છે કે, એશિયાટીક સિંહ સાથે નજીકના વિસ્તારમાં રહેતા લોકોનું વન્યપ્રાણીઓ સાથે તાલમેળ રહે અને એશિયાટીક સિંહ સંવર્ધનથી તેમને પણ ફાયદો મળી રહે. પરિમલ નથવાણી સૂચિત પ્રોજેક્ટ લાયનના અમલીકરણની યોજના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં બીમાર અને ઇજાગ્રસ્ત એશિયાટીક સિંહના ઇલાજ માટે ગીરમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની માહિતી, કેનાઈન ડિસ્ટેમ્પર જેવી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ગીરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ-ઇન્ડિયન વેટરીનરી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટનું પેટા કેન્દ્ર શરૂ કરવા સહિતની વિગતો આ યોજનામાં સામેલ છે કે નહીં તે જાણવા માગતા હતા. આ પ્રોજેક્ટમાં ગુજરાત સરકાર દ્વારા મળેલી માહિતી અનુસાર બીમારી અને ઇજાગ્રસ્ત એશિયાટીક સિંહોના ઇલાજ માટે ગીરમાં બે હોસ્પિટલ અને સાત રેસ્ક્યુ સેન્ટર જેવી આરોગ્ય સુવિધાઓ ભવિષ્યમાં ઉપલબ્ધ થશે.  

પ્રકૃતિ માતા ના હરિયાળા શણગાર માટે આ પરિવારની મહિલાઓ વન વિભાગ માટે ઉછેરે છે રોપા

મહિલા સશક્તિકરણ માં સામાજિક વનીકરણ વિભાગ વડોદરાનું યોગદાન

મમતામયી માતા તરીકે ઉછેર ની કુશળતા મહિલા સમુદાય ને ગળથુંથી માં મળી હોય છે. એ બાળક ના ઉછેર જેટલી જ કુશળતા અને દરકાર થી રોપા ઉછેર કરી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્યના વન વિભાગે સામાજિક વનીકરણ વિભાગના માધ્યમ થી મહિલાઓ દ્વારા રોપા ઉછેર ને વેગ આપવા કિસાન પરિવારો ની મહિલાઓ માટે નર્સરી ઉછેર ની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાએ મહિલા સશક્તિકરણ માં નક્કર યોગદાન ના રૂપમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ વડોદરા જિલ્લામાં 99 જેટલી મહિલાઓ પાસે 19.20 લાખ જેટલાં અને છોટાઉદેપુર જિલ્લામાં 53 જેટલી મહિલાઓ પાસે 8.70 લાખ જેટલાં રોપાઓ નો વિકેન્દ્રિત કિસાન નર્સરી ના અભિગમ હેઠળ ઉછેર કરાવી ને, વ્યક્તિગત લાભાર્થી મહિલાઓ અને મહિલા જૂથોની સદસ્યાઓ ને પૂરક રોજગારી આપી છે. મહિલા સશક્તિકરણ માં અનોખું યોગદાન આપ્યું છે. Social Mediaજે કર ઝુલાવે પારણું એ એટલી જ કુશળતા થી રોપા ઉછેરી શકે એ નર્સરી ની કામગીરી સાથે જોડાયેલી મહિલાઓ એ પુરવાર કર્યું છે એવી લાગણી વ્યક્ત કરતાં સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાના નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા એ જણાવ્યું કે વિકેન્દ્રિત નર્સરી ઉછેર ના અભિગમ હેઠળ કોમ્યુનિટી ફોરેસ્ટ્રી પ્રોજેક્ટ (સી.એફ.પી.),શિડ્યુલ કાસ્ટ ખાસ નર્સરી પ્રોજેક્ટ(એસ.સી.પી.) અને અનુસૂચિત જાતિ મહિલા સ્વસહાયતા જૂથ (એસ.એચ.જી./એસ.સી.ગ્રુપ) હેઠળ કિસાન પરિવારો ની મહિલાઓ પાસે સ્થાનિક માંગ પ્રમાણેના વિવિધ પ્રકારના રોપાઓ નો ઉછેર કરાવવામાં આવે છે જે તેમને વધારાની પૂરક રોજગારી આપીને આર્થિક મજબૂતી આપે છે. આ યોજનાઓ હેઠળ અરજી કરનારી ખેડૂત પરિવારોની મહિલાઓ ને તેમની પાસે જમીન અને પાણીની ઉપલબ્ધિ અનુસાર 5 થી 25 હજાર રોપાઓ સુધીની નર્સરી ફાળવીને રોપા ઉછેર કરાવવામાં આવે છે.રોપા ઉછેર સફળતા સાથે થઈ શકે તે માટે વન વિભાગના ફોરેસ્ટર અને ગાર્ડ આ મહિલાઓ ને જરૂરી ટેકનિકલ ગાઇડન્સ અને સ્થાનિક માંગ અનુસાર કઈ પ્રજાતિઓના રોપા ઉછેરવા તેનું માર્ગદર્શન આપે છે. વડોદરા જિલ્લામાં 99 જેટલી મહિલાઓ પાસે 19.20 લાખ જેટલાં રોપાઓનો ઉછેર Social Mediaનર્સરી શરૂ કરવી,લક્ષ્યાંક અને પ્રજાતિ પ્રમાણે રોપા ઉછેરવા અને ચોમાસાં પહેલા લોકોને ઉછેરેલા રોપાઓ નું વિતરણ કરવું, એ ત્રણ હપ્તામાં નિર્ધારિત સહાયની રકમ વન વિભાગ લાભાર્થી બહેનો ને ચૂકવે છે.લોકોને રોપાઓ નું વિતરણ વિનામૂલ્યે કરવાનું હોય છે.પરંતુ વિતરણ કર્યા બાદ પણ રોપાં લાભાર્થી બહેનો પાસે વધે તો જેને ખાનગી વાવેતર માટે જરૂર હોય તેને વેચાણ કરીને વધારાની આવક મેળવવાની પણ છૂટ આપવામાં આવે છે. પરિશ્રમ,ચીવટ,કાળજી અને કુશળતા એ માતૃ શક્તિ ના લોહીમાં વણાઈ ગયેલા ગુણો છે.રાજ્યનો સામાજિક વનીકરણ વિભાગ હરિયાળા ગુજરાતના સર્જન માટે તેમની આ શક્તિઓનો વિનિયોગ કરાવી રોપાઓ નો ઉછેર કરાવે છે અને તેમને વધારાની આવક મેળવવાની તક આપે છે.નારી સશક્તિકરણ ની આ પહેલ નોંધ લેવા યોગ્ય છે. Writer: Suresh Mishra, Nature lover and Traveller