દરિયાઈ જીવ ડુગોંગ ( Dugong ) વિશે જાણો

0

સુવર મચ્છી, લુલી, સમુદ્ર ગાય વગેરે નામથી પણ ઓળખાય છે. માદા કરતા નર ડુગોંગ નાના હોય છે.

એક થી ચાર મીટરની લંબાઈ ઘરાવતું આ દરિયાઈ પ્રાણી ડુગોંગ છે. તેનું વજન 230 થી 300 કિલોગ્રામ હોય છે. ડુગોંગ ( dugong )નું આયુષ્ય પચાસ વર્ષ કરતા પણ વધુ હોય છે. તેના પ્રજનનનો કોઈ નિશ્ર્ચિત સમય નથી. ડુગોંગનો પેટનો ભાગ સપાટ હોય છે અને તેને ગળું હોતું નથી. શરીર રચનામાં ધડ સાથે જ તેનું માથું જોડાયેલું હોય છે. તેનું ભારેખમ માથું આગળથી દબાયેલું હોય છે. તેની પુંછડી બે ફાંટામાં વહેચાયેલી હોય છે. તેનો ઉપરનો હોઠ મોટો હોય છે. દરિયાઈ સસ્તન પ્રાણી એવી ડુગોંગ સાગર સુંદરી કે સમુદ્રધેનું શ્રેણીમાં સમાવેશ પામેલું છે. સમાન્ય રીતે હિંદ મહાસાગરના બન્ને તરફના દરિયાકાંઠાના ભાગમાં તે જોવા મળે છે. ગુજરાતના દરિયાકાંઠા ઉપરાંત કર્ણાટક, કેરાલા, તામિલનાડુ, રાજયો તેમજ આંદામાન નિકોબાર ટાપુના દરિયાકાંઠે જોવા મળે છે. જોકે કચ્છના અખાત વિસ્તારમાં તેની હાજરી અવાર-નવાર નોંધાઈ છે.
WSON Team
આ પ્રાણીનું આખુ શરીર નળાકાર હોય છે. તેથી તેનો ગળાનો ભાગ અલગ પાડી શકાય તેવો હોતો નથી. ચામડીનો રંગ ઘેરો બદામી રંગનો હોય છે. તેના પર છુટાછવાયા વાળ જોવા મળે છે. ચામડીની નિચે ચરબીનું જાડું સ્તર હોય છે જેને “ બ્લબર “  તરીકે ઓળખાય છે. આગળના ઉપાંગોની જોડી( ફલીપર્સ) મોટી અને હલેસાની જેમ કાર્ય કરે છે. પાછળના ઉપાંગો હોતા નથી. સામાન્ય રીતે બે થી છ ના સમુહમાં રહેનાર પ્રાણી છે. નર અને માદાની કાયમી જોડી બનતી નથી. માદા ડુગોંગ કયારેક એકલી પણ જોવા મળે છે. નર-માદા ઘણીવાર બચ્ચાં સાથે સમુહમાં જોવા મળે છે. ડુગોંગ તેની પુંછડી અને સ્નાયુબધ્ધ શરીરના હલનચલનની મદદથી તરે છે. જેમાં ખાસ કરીને અગ્ર ઉપાંગો સહાયક બને છે. નિદ્રા સમયે તેના માથાના ઉપરનાં નસકોરાં પાણીની બહાર રહે છે. પાણીમાં હોય ત્યારે નસકોરાં પટલની મદદથી બંધ રહે છે. આ એક જ એવું પ્રાણી છે કે જે સંપુર્ણ વનસ્પતિહારી દરિયાઈ સસ્તન પ્રાણી છે. સમુદ્રના તળિયે ઉગેલા ઘાસને ઉખાડીને તેની ડાળીઓ ખાય છે. નિસાચર એવું પ્રાણી આ ડુગોંગ દિવસે આરામ કર છે. અને રાત્રીના સમયે ખોરાક માટે સમુહમાં ફરતું રહે છે. દરિયાની તળિયે ઉગેલી લીલ અને આવૃત બીજધારી દરિયાઈ વનસ્પતિ પણ ખાય છે. ડુગોંગ ( dugong ) ઝડપથી તરી શકતું નથી પણ ધીમે ધીમે દરિયાના તળિયે જઈ ચરતું હોય છે. તેથી તેને “ સમુદ્રગાય “ પણ કહે છે. ઘાસ વધુ હોય તેવા દરિયાઈ ભાગમાં 100 થી વધારે ડુગોંગ સમુહમાં મોટી સંખ્યામાં ચરતી જોવા મળે છે. હાથીની ખુબ જ નજીકનું કુટુમ્બી હોવાનું મનાય છે. ડુગોંગ તીણા અવાજથી વસાહતમાં એકબીજાને સંદેશા પહોચાડતી રહે છે. ડુંગોગના નવજાત બચ્ચા જન્મતાની સાથે પાણીની સપાટી પર તરતાં થઈ જાય છે. માદા સામાન્ય રીતે એક જ બચ્ચાને જન્મ આપે છે. માદા બે વર્ષ સુધી બચ્ચાને સ્તનપાન કરાવે છે. ડુગોંગ 6 થી 10 વર્ષની ઉંમરે પુખ્ત અવસ્થામાં પહોચે છે. જે 50 થી  60 વર્ષનું આયુષ્ય ધરાવે છે. ગુજરાતના ખંભાત અને કચ્છના અખાતમાં જોવા મળે છે.  

મીઠા-ચોખ્ખા પાણીની માછલીઓની પ્રજાતીઓ વિલુપ્ત થવાના કગારે પહોંચી, જાણો કારણ

એક તાજેતરના અધ્યયનમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચોખ્ખા પાણીની એક તૃતીયાંશ માછલીઓ પર વિલુપ્તીનો ખતરો તોળાઈ રહ્યો છે. ધી વર્લ્ડ ફર્ગોટન ફિશ નામના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ રિપોર્ટ જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કામ કરતી 16 સંસ્થાઓએ મળીને તૈયાર કર્યો છે. તેમાં પ્રદૂષણ અને જલવાયુ પરિવર્તનને સૌથી મોટા ખતરાના રૂપમાં સૂચિબદ્ધ કરાયું છે. રિપોર્ટ અનુસાર વૈશ્વિક આધારે લગભગ એક તૃતીયાંશ સાફ પાણીની માછલીઓ લુપ્ત થવાના આરે છે. નવા અહેવાલો અનુસાર વર્ષ 1970 બાદથી પ્રવાસી મીઠા પાણીની માછલીઓની વસ્તી સતત ઘટી રહી છે અને તેમાં 76 ટકા જેટલો ઘટાડો થયો છે જયારે બીજી બાજુ 50 કિલોથી વધુ વજનની માછલીઓ લગભગ દરેક નદીમાંથી વિલુપ્ત થઈ ગઈ છે.1960ના દાયકામાં બ્રિટનમાં ઝડપથી મીઠા પાણીની માછલીઓ વિલુપ્ત થઈ હતી, જયારે યુરોપીય ઈલ માછલી પણ ગંભીર રૂપે ખતરામાં છે. રિપોર્ટ અનુસાર લગભગ 51 ટકા માછલીઓની પ્રજાતીઓ મીઠા પાણીમાંથી મળી આવે છે. આ માછલીઓથી દુનિયાભરના કરોડો લોકોની રોજીરોટી અને ભરણપોષણ થાય છે. મીઠા અને ચોખા પાણીની માછલીની પ્રજાતીઓ વિલુપ્ત થવાને પગલે આવા કરોડો લોકોની રોજી રોટી પર અસર કરી શકે છે.

અવનિ વાઘણને અમારી પરવાનગી લઇને મારવામાં આવી હતી: સુપ્રિમ કોર્ટ

મહારાષ્ટ્રના યાવતમાળમાં સુપ્રીમ કોર્ટે વર્ષ 2018 માં કથિત માનનક્ષભી વાઘણી અવનીની હત્યાના કેસમાં મહારાષ્ટ્રમાં અધિકારીઓ વિરુદ્ધ તિરસ્કારની કાર્યવાહી કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે વાઘણને મારવાની હિલચાલ આ જ હેઠળ ઉભી કરવામાં આવી હતી. દેશના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજેઆઈ એસ.એ. બોબેડે જણાવ્યું હતું કે તેઓ આ કેસ ફરીથી ખોલવા માંગતા નથી, કારણ કે સુપ્રીમ કોર્ટથી વાઘણની હત્યા કરવાની પરવાનગી લેવામાં આવી હતી, અને વાઘની મૃત્યુની ઉજવણીમાં અધિકારીઓ શામેલ ન હતા, પરંતુ ફક્ત ગામલોકોએ તેની ઉજવણી કરી હતી સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટથી વાઘણની હત્યા કરવાની પરવાનગી લેવામાં આવી હતી અને આ ઉપરાંત વાઘના મૃત્યુ પછી ગ્રામજનોએ પણ ઉજવણી કરી હતી. કોર્ટે કહ્યું કે તેનો સરકાર સાથે કોઈ લેવા દેવા નથી અથવા અધિકારીઓએ ઉજવણી કરી નથી, તેથી અમે આ મામલે દખલ કરી શકીએ નહીં. આ પછી, અરજદારે અરજી પાછી ખેંચી લીધી છે, અને સુનાવણી બંધ કરી દેવામાં આવી છે. અરજદાર સંગીતા ડોગરાએ જણાવ્યું હતું કે ઉજવણીમાં અધિકારીઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું, અને તેઓએ તેનો વિરોધ કર્યો ન હતો. ગત સુનાવણીમાં અદાલતે મહારાષ્ટ્ર સરકારના વન વિભાગના મુખ્ય સચિવ વિકાસ ખાર્ગ સહિત નવ અધિકારીઓને અવમાનની નોટિસ ફટકારી હતી. વર્ષ 2018 માં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે વાઘણિયને પહેલા તેને બચાવ કેન્દ્ર તરફ બેભાન કરીને ચલાવવાનો પ્રયાસ કરવો જોઇએ, પરંતુ જો જાનથી બચાવવા માટે તેને મારવા સિવાય કોઈ વિકલ્પ ન હોય તો પણ, મારવા માટે વ્યક્તિને કોઈ ઇનામ આપવું જોઈએ નહીં. સીજેઆઈ એસ.એ. બોબડેએ કહ્યું કે તે વાઘણની હત્યા કરવા બદલ એવોર્ડ આપવા નોટિસ ફટકારી છે.

બંગાળની ખાડીમાંથી મળી આવી 15 ફુટ લાંબી શાર્ક, જાણો વધુ

ઓડિશામાં, સ્થાનિક માછીમારો, ગ્રામજનો અને વનવિભાગે બંગાળની ખાડીમાં 15 ફુટ લાંબી શાર્ક વ્હેલને જાળમાં ફસાઇ હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુરુવારે માછલીને દરિયામાં છોડવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, આ 1500 કિલો શાર્ક અહીંથી 20 કિલોમીટર દૂર દક્ષિણ ઓડિશાના ગંજામ જિલ્લાના પાટી સોનેપુર નજીક દરિયામાં માછીમારી કરતી વખતે વ્હેલની જાળમાં પકડાયી હતી. શાર્ક વ્હેલ સૌથી જીવંત પ્રાણી વિનાના સસ્તન પ્રાણી (વર્ટેબ્રેટ) સજીવ ગણાય છે. આ ધીમી તરતી માછલીઓ છે, જે પાણીની સપાટીની નજીક તરતી હોય છે કારણ કે તેઓ પ્લેન્કટોન (તરતા સજીવ, સુપર-માઇક્રો સજીવ કે જે મહાસાગરો, નદીઓ, તળાવોના પાણીમાં તરતા હોય છે) માંથી ખોરાક લે છે. તેઓ દર વર્ષે ફેબ્રુઆરી અને મેની વચ્ચે ઓડિશા કિનારે આવે છે.

અજીબ બિમારીનો ભોગ બન્યુ આ હરણ, જાણો શું છે આ હકીકત

હરણને જંગલના સૌથી સુંદર જાનવર તરીકે જોવામાં આવે છે. જે સ્તનધારી જીવની શ્રેણીમાં આવનારૂ પ્રાણી છે. જે ખાસ કરીને ઘાંસના મેદાનમાં મળી આવે છે. હરણ સ્વભાવે અત્યંત ચંચળ હોવાની સાથે દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક લાગે છે. પણ હાલ અમેરિકામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અત્યંત સુંદર દેખાતા આ હરણની આંખોમાં અજીબ પ્રકારની બિમારી જોવા મળી છે. આ બિમારીના કારણે હરણની આંખોમાં વાળ ઉગી નિકળ્યા છે. જેને જોઈને ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો પણ હૈરાન થઈ ગયા છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ટેનેસીમાં એક હરણ જોવા મળ્યુ છે. જેની બંને આંખોમાં વાળ ઉગી નિકળ્યા છે. જેને કારણે તે જોઈ પણ શકતુ નથી. હરણની આંખોમાં આઈબોલ્સ વાળ ઉગી નિકળ્યા છે. આ વાળ તેની ચામડી પર ઉગતા વાળ જેવા છે. તેનાથી તેની કોર્નિયા, આઈરિશ અને પ્યૂપિલ ત્રણેય જગ્યાએ વાળનું સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. આ જ કારણે કેટલાય લોકોને નવાઈ લાગે છે કે, આખરે આ થયુ કેવી રીતે.
Social Media
આ બિમારીને વન્યજીવ નિષ્ણાંતો ડરમોયડ કહે છે. ખાસી કરીને આવું જ એક બૈનાઈન ટ્યૂમર કારણે પણ થતું હોય છે. કારણ કે, સામાન્ય રીતે આ એક ટ્યૂમર શરીરમાં અન્ય ભાગોમાં જોવા મળે છે. પણ હરણની આંખોમાં આ પ્રકારનું ટ્યૂમર નવાઈ પમાડે તેવુ છે. જે હરણની આંખોમાં સ્કિન ટિશ્યૂ બની ગયુ છે. જેના કારણે તેને આઈબોલ્સની ઉપર વાળ ઉગી નિકળ્યા છે. વાઈલ્ડલાઈફ રિસોર્સ એજન્સી બાયોલોજિસ્ટ સ્ટર્લિંગ ડૈનિયલ્સ જણાવે છે કે, હવે સમસ્યાના કારણે હરણ ભલે રાત-દિવસમાં ભેદ કરી શકે, પણ તે જોઈ શકતુ નથી. જેના કારણે તે કઈ દિશામાં જઈ રહ્યુ છે, તેનો પણ ખ્યાલ આવતો નથી. તમામ એક્સપર્ટ એ નથી જાણી શક્યા કે, આખરે તેની આંખોમાં વાળ કઈ રીતે ઉગ્યા. જો કે, હાલમાં હરણની તપાસ થઈ રહી છે અને તેની સારવાર ચાલુ છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે આ બિમારીનો કોઈ ઈલાજ નથી, તેથી હરણને વધારે તકલીફ થઈ રહી છે.