વન્યપ્રાણીનો ના બદલાતા સ્વભાવ વન વિભાગ માટે ચેલેન્જ બનતા જાય છે. એટલે જ વન વિભાગ હવે આધુનિક ટેકનોલોજી થી વન્યજીવો ની ગતિવિધિઓ પર નજર રાખી સ્વાભાવના બદલાવવા ના કારણો અંગે દીપડા પર સંશોધન અને અભ્યાસ કરવા પ્રયત્ન કરી રહ્યું છે.
હાલમાં જ વન્યપ્રાણી વિભાગ સાસણગીર દ્વારા એક પ્રોજેક્ટ અંતર્ગત બે દિપડાઓને રેડિયો કોલર પહેરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ રેડિયો કોલરવાળા દિપડાને જંગલમાં મુકત કરાયા છે.
કેટલા દીપડાઓ ને રેડીઓ કોલર પહેરાવવામાં આવશે? આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ પાંચ દીપડાઓને રેડિયો કોલર પહેરાવવામાં આવશે. બે દિપડાને રેડિયો કોલર પહેરાવી પરત જંગલમાં છોડી દેવામાં આવ્યા છે.
દીપડાઓ પર શા માટે કોલર આઈડી?
સાસણ વન્યપ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષક ડો. મોહન રામ જણાવ્યુ છે કે,
1) સિંહ બાદ હવે દિપડાને રેડિયો કોલર પહેરાવતા તેમના રહેણાંક,ખોરાક સહિતની બાબતો પર પૂરતું ધ્યાન રહેશે.
2) વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર થયેલા આ પ્રોજેક્ટના હેતુ અનુસાર રેડિયો-ટેલી મેટ્રિ દ્વારા દીપડાઓની અવરજવર પર ઝીણવટભર્યું નિરીક્ષણ રાખવામાં આવશે.
૩) રેડીયો ટેલી મેટ્રિ દ્વારા સામાન્ય રીતે મુશ્કેલીથી જોવા મળતા આ પ્રાણીની વિવિધ વર્તણુક જેવી કે તેની અવરજવર, પસંદગીના વસવાટના સ્થળ, વધુ પ્રવૃત્ત રહેવાનો સમયગાળો વગેરે જેવી બાબતોની વૈજ્ઞાનિક માહિતી એકત્રિત થઈ શકશે.
રેડિયો કોલર આઈડી થી શુ ફાયદો થશે?
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની આ પ્રાણી બાબતની મહત્વની માહિતી હવે પ્રાપ્ત થઇ શકશે. આ કાર્ય અંતર્ગત પ્રાપ્ત થતી વૈજ્ઞાનિક માહિતી ભવિષ્યમાં માનવ અને વન્ય જીવ વચ્ચેનું ઘર્ષણ નિવારવામાં મદદરૂપ થઈ શકે છે.
કેવી રીતે થશે આ કામગીરી?
આ કામગીરીમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી શ્યામલ ટીકાદર, મુખ્ય વન સંરક્ષક વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢના ડી.ટી.વસાવડા, સાસણ વન્યપ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષક ડો. મોહન રામ ના માર્ગદર્શન હેઠળ વનવિભાગનાં અનુભવી વન્યજીવ પશુચિકિત્સક ડો. જે. પી. દેસાઈ, ડો. ડી. આર. કમાણી અને ડો. દિગ્વીજય રામ અને સ્થાનિક સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કામગીરી દરમિયાન વૈજ્ઞાનિક માહિતીના એકત્રીકરણ અને અન્ય જરૂરી બાબતો અંગેની કામગીરી સાસણ વન્ય જીવ વિભાગના સંશોધન કાર્ય સાથે જોડાયેલા કરશન વાળા અને લહર એસ. ઝાલા, સાયન્ટીફીક આસીસ્ટન્સ દ્રારા કરવામાં આવી હતી.
રેડિયો કોલર આઈડી એ ખાસ પ્રકારનો બેલ્ટ છે જેમાં માઈક્રો ચિપ હોય છે જેને લોકેટ કરી પ્રાણી નું લોકેશન સ્થિતિ જાણી શકાય છે. સિંહો અને દીપડાઓ ની વધતી સંખ્યા ફોરેસ્ટ સ્ટાફ માટે ચેલેન્જ બની રહી છે ત્યારે આધુનિક સાધનો દ્વારા તેમના સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી પ્રશંસનનીય છે.
ઈન્દ્રોડા નેચર અને ફોસિલ પાર્ક પ્રસિદ્ધ ઇન્દ્રોડા ગામ સેક્ટર 9 માં આવેલું છે.
ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક ડાયનોસોર ના અવશેષો ના પાર્ક તરીકે પણ જાણીતું છે. આ ઉધ્યાન સરિતા ઉધ્યાન નો એક ભાગ છે. ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્કમાં અહી આપણ ને આ ઉધ્યાન માં પ્રાણીઓ જેવા કે હરણ, સસલા, શાહુડી, જંગલી ડુક્કર તથા ઘણી જાત ના સસ્તન પ્રાણીઓ અને સરિસૃપો જોવા મળે છે.
ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક સહેલાણીઓ માટે આ એક આકર્ષણ નું સ્થળ છે. આખા વર્ષ દરમ્યાન ઘણા સહેલાણીઓ આ ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્કની મુલાકાત લે છે. ખરેખર ઈન્દ્રોડા નેચર પાર્ક એ હરણ ઉધ્યાન અને ડાયનોસોર ઉધ્યાન માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ ડાયનોસોર પાર્ક નું બીજું નામ એ ‘ભારત નું જૂરાસિક પાર્ક છે.
en.wikipedia.org
તે ડાયનોસોર ના ઈંડા માટે દુનિયા નું બીજા નંબર નું ઈંડા સેવન ગૃહ છે. અહિયાં પ્રવાસીઓ ને જોવા માટે જુદા જુદા અને વિવિધ પ્રકાર ના અને ખાસ જાતના ડાયનાસોરના નમુનાઓ અહી રાખવામાં આવે છે. એમાં ટિટોનોસોરસ, ટીગોસોરસ અને અન્ય ઘણી પ્રજાતિઓ ના નમુનાઓ હોય છે.
આ ઉધ્યાન ભારતીય ભૂસ્તરીય મોજણી સંસ્થા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું જે જી.એસ.આઈ ના ટૂંકા રૂપ થી ઓળખાય છે. હાલ ના દિવસો માં તે ઈકોલોજિકલ અને સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે.
ઈન્દ્રોડા નેચર પાર્ક એ લગભગ 400 હેકટર ના વિસ્તારમાં ગાંધીનગર માં ફેલાયેલું છે. આ ઉધ્યાન બે ભાગ માં વહેચાયેલો છે. આ ઉધ્યાન સાબરમતી નદી ના કિનારા ઉપર આવેલો છે. આ ઉધ્યાન નો પશ્ચીમી ભાગ ઈન્દ્રોડા નેચર પાર્ક તરીકે ઓળખાયછે. જ્યારે સાબરમતી નદી નો પૂર્વ વિસ્તાર એ જંગલી પ્રાણીઓ ના ઉપવન તરીકે જાણીતો છે.
commons.wikimedia.org
ઈન્દ્રોડા નેચર પાર્ક જાહેર પ્રજા માટે મંગળવાર થી રવિવાર સુધી સવાર ના 8:00 થી સાંજ ના 6:00 સુધી ખુલ્લો રાખવામા આવેછે . આ ઈન્દ્રોડા નેચર પાર્ક ની અંદર એક પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે. અહી આપણ ને પ્રાણીઓ જેવા કે ચિત્તો, ટપકા વાળું હરણ, સાંબર , વાદળી આખલો , કાળિયાર , ચિંકારા, શિયાળ, ચાર પગ વાળું હરણ, મગર , શાહૂડી અને 180 જાત ના પક્ષીઓ જોવા મળે છે. અહી પક્ષી સંગ્રહાલય ની અંદર 42 જાત ના પક્ષીઓ ની પ્રજાતેઓ જોવા મળે છે.
commons.wikimedia.org
અહિયાં લગભગ 65 જાતના પક્ષીઓ જોવા મળે કે જે પોતાનો માળો જંગલી વિસ્તાર જેવા ભાગ ની અંદર બાંધતા હોય છે. અહિયાં એક સર્પ ઉધ્યાન નો વિભાગ પણ છે. તેને સર્પ ઉધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. અહિયાં સર્પ ઉધ્યાન માં સંખ્યાબંધ જેરી અને બિનજેરી સર્પ પણ હોય છે.
અહિયાં દરિયાઈ સસ્તન પ્રાણીઓ ના હાડપિંજરો પણ જોવા મળે છે. સાથે સાથે વાદળી વ્હેલ ના બે હાડપિંજરો પણ છે. જેમાનું એક ડોલ્ફિન નું છે. જ્યારે બીજું વનસ્પતિ આહારી માછલી ડૂગોંગ નું છે. મુલાકાતીઓની જાણ માટે અહિયાં સવિસ્તાર અર્થઘટન ની નોંધ પણ આપવામાં આવી છે. અહી સંખ્યાબંધ દરિયાઈ પ્રાણીઓના અવશેસો પણ મુલાકાતો માટે દર્શાવેલ છે,
બોટનીકલ ઉધ્યાન.gujarattourism.com
બોટનીકલ ઉધ્યાન ની અંદર ઈન્દ્રોડા પાર્ક માં 300 થી વધારે પ્રજાતિ ના જુદા જુદા વૃક્ષો નો બગીચો છે. ત્યાં સંખ્યાબંધ છોડવાઓ વાળું ગ્રીન હાઉસ પણ છે. આ છોડવાઓ ને નિયંત્રિત કરેલી ભેજવાળી પરિસ્થિતી માં રાખવામા આવે છે. વળી કાંટાળા થોર નું ઘર પણ રાખવામા આવ્યું છે કે જ્યાં 200 પ્રજાતિ ની કાંટાળી વનસ્પતી તથા ઔષધિય છોડવાઓ પણ છે. ત્યાં 250 જાતના ઔષધીય છોડવાઓ પણ રાખવામાં આવ્યા છે.
તેમ છતાં હજી પણ આ બોટાનિકલ ઉધ્યાન એ વિકાસ પામી રહ્યો છે. ભવિસ્ય માં ઔષધિય કાંટાળી તથા લતા અને વેલી ના છોડવાઓ એક્ઠા કરી ને ઉગાડવામાં આવશે. આ બધા છોડવાઓ બોટનીકલ ઉધ્યાન માં વધારેલ ભાગ માં ઉગાડવામાં આવશે.
અંતમાં ઈન્દ્રોડા પાર્ક ઉપર એક ઊડતી નજર નાખતા એમ કહેવું યોગ્ય છે કે કુદરત પ્રેમી માણસો માટે બહુ સારી જગ્યા છે. કારણ કે ભાત ભાત ની પ્રજાતિ ના પક્ષીઓ અને પ્રાણીઓ અહી રાખવામાંઆવે છે.
કેવી રીતે પહોચશો.gujarattourism.comરોડ દ્વારા : ગુજરાત ની અંદર સારી રીતે વિકાસ પામેલા રસ્તાઓ ભારતમાં છે. અમદાવાદ એ મોટા ભાગ ના શહેરો અને નગરો સાથે સારી રીતે સંકળાયેલું છે. અગ્રગણ્ય બસ મથકો ગીતામંદિર , કાલુપુર રેલ્વે સ્ટેશન અને પાલડી પાસે આવેલા છે. નિયમિત રૂપ માં બસ ની સેવાઓ ગુજરાત રાજ્ય પરિવહન અને ખાનગી બસ સંચાલકો દ્વારા આખ રાજ્યો માં ગંતવ્ય સ્થાનો માટે ઉપલબ્ધ છે.
રેલ દ્વારા : મુખ્ય રેલ્વે સ્ટેશન કાલુપુર વિસ્તાર માં આવેલું છે. આ સ્ટેશન અગ્રણી રાસ્ટ્રિય રેલ્વે પરિપઠ હેઠળ આવેલું છે અને ભારતા ના મુખ્ય શહેરો સાથે જોડાયેલુ છે. જો તમે સાબરમતી નદી ના પશ્ચીમી વિસ્તારમાં હોય તો તમે સહેલાઈ થી ટિકિટ ખરીદવા ને માટે આશ્રમ રોડ પાસે આવેલા ગાંધીગ્રામ સ્ટેશન પર જી સકો છો.
વિમાન દ્વારા : સરદાર વલ્લભ ભાઈ પટેલ એ અમદાવાદ નું આંતર રાષ્ટ્રીય હવાઈ મથક છે જેનું સીધું જોડાણ અમેરિકા, યુ.કે, સીંગાપુર, દુબઈ અને બીજા આંતર રાષ્ટ્રીય કેન્દ્રો સાથે છે. સંખ્યાબંધ રાષ્ટ્રીય ઉડાન પણ અહી થી સેવા માટે તૈયાર છે.
બિલાડીની એક પ્રજાતી જે દેખાવમાં સામાન્ય રીતે ચિત્તા જેવી લાગતી ખુબ જ ચાલાક બિલાડીને સર્વલ કેટ( Serval cat) તરીકે ઓળખવામાં આવે છે. જે આ બિલાડીને સ્મોલ લેપર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ બિલાડી શિકારની બાબતમાં ચિત્તા જેવો જ મિજાજ ધરાવે છે.
સર્વલ કેટ( Serval cat) બિલાડી આફ્રિકાની એક બિલાડીની પ્રજાતી છે આ બિલાડી મુળ આફ્રિકાની છે. ઉપરાંત સર્વલ કેટ( Serval cat) સહરાના રણ વિસ્તાર તથા રેનફોરેસ્ટ તથા ઓકના જંગલોમાં પણ વસવાટ કરે છે. સામાન્ય બિલાડી કરતા એકદમ અલગ દેખાવ ધરાવે છે.
WSON Team
સર્વલ કેટ( Serval cat)ની ઉંચાઈ ૧૮થી ૨૪ ઈંચ અને વજન લગભગ ૮થી ૨૦ કિલોગ્રામ હોય છે. આફ્રિકન સર્વલ કેટ( Serval cat)ના પગ સામાન્ય રીતે લાંબા અને મજબુત હોય છે. માથું સાંકડુ અને સહેજ ખુણા નીકળેલું તેમજ તેના કાન સામાન્ય બિલાડીઓ કરતાં મોટા હોય છે. તેના શરીર પર લાલાશ પડતા ટપકાં અને પટ્ટા હોય છે. જે સર્વલાઈન્સ તરીકે ઓળખવામાં આવે છે.
સર્વલ કેટ( Serval cat) સામાન્ય રીતે વર્ષમાં બે વાર બચ્ચાને જન્મ આપે છે. સામાન્ય રીતે સર્વલ કેટ( Serval cat) એકથી ચાર બચ્ચાને સલામત સ્થળે ગુફામાં જન્મ આપે છે. જોકે પોતના બચ્ચાને સલામત રાખવા માટે ગુફાને પાંદડાઓ દ્વારા ઢાંકીને બચ્ચાને છુપાવે છે.
WSON Team
જોકે લાંબા સમય સુધી એટલે કે એક વર્ષ સુધી પોતાના બચ્ચાને ભોજન કરાવે છે. સર્વલ કેટ( Serval cat) મોટા ભાગે જંગલી બિલાડી હોવાને કારણે નાના પ્રાણીઓનો શિકાર કરે છે. તે મોટા ભાગે પક્ષીઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. કેટલીક બિલાડીઓ દેડકા તેમજ અળસિયાં પણ ખાય છે. જયારે ઘણીવાર તે તીતીઘોડો અને કેટલાક છોડ પણ ખાય છે.
જોકે આની આફ્રીકન પ્રજાતીને પાળી પણ શકાય છે. મોટા ભાગે આફ્રિકલ સર્વલ કેટ( Serval cat) પોતાનો વિસ્તાર નકિક કરીને રહેતી હોય છે. ભાગ્યે જ સર્વલ કેટ પોતાના નકિક કરેલા વિસ્તાર બહાર જોવા મળતી હોય છે.
પેગવીનની તસ્વીરો તો ઘણાં લોકોએ જોઈ હશે. પેગવીનના અવનવા વિડિઓ પણ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ રહ્યા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં એક વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરે પીળા કલરના પેગવીનની તસ્વીરો ખેંચી સોશિયલ મીડિયા ઉપર ચડાવતા લોકો આ તસ્વીરો પાછળ ઘેલા થયા છે. અને આ ફોટાએ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
વર્તમાન સમયે ઇન્ટગ્રામ ઉપર અપલોડ કરતાંની સાથે જ ટ્રેન્ડમાં રહ્યો હતો. પીળા રંગના પેગવીન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ તસવીરો વાઈવસ્ એડમ નામના વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફરે ખેંચી હતી. તેણે જણાવ્યું હતું કે, સાઉથ એટલાન્ટિક આઇલેન્ડ વચ્ચે લગભગ એક લાખ પેગવીન હતા. પરંતુ પીળા રંગનું એક માત્ર પેગવીન હતું. જે અલગ દેખાઈ આવતું હતું.
કાચબા પૃથ્વી પર 20 કરોડ વર્ષ પહેલા પેદા થયેલા પ્રાણીઓ છે.
કાચબા(turtle)ની પ્રજાતિ એક શાંત જીવ તરીકે ઓળખાય છે. ગભરુ અને ડરપોક એવા કાચબાઓ, જેવા પોતાની ઉપર સંકટને અનુભવે કે તરત જ પોતાની ડોકને પોતાની પીઠની અંદર છુપાવી લેતાં હોય છે. પાણીમાં રહેતા કાચબા(turtle) ઘણીવાર રસ્તા ઉપર આવી જાય ત્યારે આવતા જતાં માણસો આ કાચબાને હેરાન કરતાં હોય છે. છતાં આ કાચબા કોઇ પ્રતિક્રિયા આપતાં નથી ઊલટું તે પોતાની ડોકને જ છુપાવી લે છે. જળચર અને સ્થળચર એમની બંને જાત સામાન્ય રીતે વનસ્પતિ આહારી હોય છે.
WSON Team
સૌથી લાંબુ આયુષ્ય ધરાવતા કાચબા(turtle)દરેક જાત પોતાના શરીર ઉપર સખ્ત કવચ ધરાવે છે તેમની અંદરનું શરીર મૃદુ હોય છે. સામાન્ય રીતે નિર્દોષ દેખાય છે, પરંતુ અમેરિકાના દક્ષિણ-પૂર્વ વિસ્તારની નદીઓમાં એલિગેટર સ્નેપિંગ ટર્ટલની એક વિચિત્ર જાત પણ જોવા મળે છે. https://wildstreakofnature.com/green-sea-turtles/આ કાચબા(turtle) કદાવર હોવા સાથે તીક્ષ્ણ દાંત ધરાવતા વિકરાળ જડબાવાળા હોય છે. તેનું જડબું મગરમચ્છ જેટલી તાકાત ધરાવતું હોવાથી જ તેને એલિગેટર ટર્ટલ કહે છે.
WSON Team
સૌથી વધુ આયુષ્ય ભોગવતા પૃથ્વી પર 20 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓ છે. તેના શરીર પર રક્ષણ માટે સખત કવચ હોય છે. પાણીમાં રહેલા કાચબા(turtle)ને ટર્ટલ અને જમીન પર રહેતા કાચબાને ટોર્ટસ કહે છે. જમીન પર રહેતા કાચબા વનસ્પતિ આહારી છે. પાણીના કાચબા(turtle) વનસ્પતિ અને જળચર જીવ એમ સર્વભક્ષી છે.
પૃથ્વી પર ચાર ઇંચના બોગ ટર્ટલથી માંડીને 700 કિલો વજનના લેધરી ટર્ટલ જોવા મળે છે. જમીન પર રહેતા 100 થી 150 વર્ષ જીવે છે. કાચબાના શરીર પરનું કવચ એક જ પેટર્નના 60 હાડકાનું બનેલું હોય છે. જોખમના સમયે કાચબો મોં અને પગ કવચમાં સંકોરી લે છે. કાચબા(turtle) સૌથી ધીમે ચાલનાર પ્રાણી છે.
WSON Team
પાણીમાં રહેલા કિનારાના ખડકની બખોલમાં રહે છે. તેના પગના પંજા પહોળા હલેસા જેવા હોય છે. જમીન પર રહેતા કાચબાના પગમાં પાંચ આંગળી હોય છે. તેમાં તીક્ષ્ણ નખ હોય છે. તે જમીન ખોદી દર બનાવી રહે છે. કાચબા(turtle) નાક વડે નહીં પણ મોં પહોળું કરી ગળા વડે ગંધ પારખે છે.
જોકે કાચબા(turtle) વિશે વાત કરીએ તો શાંત સ્વભાવની સાથે સાથે કાચબાની અમુક પ્રજાતિ માંસાહારી અને આક્રમક સ્વભાવની હોય છે જેને એલિગેટર સ્નેપિંગ કાચબા(turtle) તરીકે ઓળખવામાં આવે છે.
WSON Team
એલિગેટર સ્નેપિંગ ટર્ટલ લાંબુ અને મોટું ગળું ધરાવે છે. તેમનું ગળું એક શસ્ત્ર સમાન હોય છે. તેના શરીર પર સખત ભિંગડા હોવાથી તે ડાયનોસર જેવો દેખાય છે. આ કાચબા(turtle) માથું ઊંચું કરીને મોં ફાડે ત્યારે તેના તીક્ષ્ણ દાંત દેખાતા હોવાથી તે વિકરાળ દેખાય છે. આ માંસાહારી હોય છે. તેની આંખની ફરતે પીળા રંગનું ચક્ર હોય છે.
WSON Team
આ કાચબા(turtle)ની શિકાર કરવાની રીત ગજબની છે. તેની જીભ લાલ રંગની અને લાંબી ભૂંગલી જેવી હોય છે. આ પ્રજાતિના કાચબા(turtle) ખુલ્લું મોં રાખીને પડયો રહે છે. તેની જીભ સાપોલિયાની જેમ સળવળતી હોય છે. કોઈ માછલી જીભને જંતુ સમજી પકડવા આવે કે તરત જ કાચબા(turtle)નો શિકાર બની જાય છે. કાચબા(turtle) આમ તે જીભ દ્વાર માછલીને લલચાવી તેનો શિકાર કરે છે.
WSON Team
આ પ્રજાતિ સામાન્ય રીતે 80 થી 100 કિલો વજનના જોવા મળ્યા છે. કાચબા(turtle) પાણીમાં તરતી વખતે પણ તે ઝડપથી શિકાર કરે છે. આ કાચબા(turtle) અમેરિકાના ઘણા ઝૂમાં જોવા મળે છે. અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જોકે આ કાચબા(turtle)ને નજીકથી જોવાનો પ્રયાસ કરવો મૂર્ખામી જ ગણાશે.