જાણો, 60 કરોડ વર્ષથી દરિયામાં રહેતા આ સૌથી પ્રાચીન જીવ વિશે

0
શરીર વિજ્ઞાન મુજબ ઊંઘ સામાન્ય રીતે મગજ સાથે સંબંધ ધરાવે છે. મગજ થાકે ત્યારે તેના ન્યૂરોન ઊંઘ લાવે છે. જો કે પ્રાચીન દરિયાઇ જીવ જેલીફિશ( Jellyfish ) મગજના હોવા છતાં ઊંઘ લે છે. આ વિશિષ્ટ જીવ પાસે મસ્તિષ્ક અને ચેતાતંત્ર વિકસિત ના ના હોવા છતાં ન્યુરોન વિકસિત કરે છે. એટલું જ નહી તે વિશિષ્ટ ચેતાતંત્ર તરત જ સિગ્નલોને એકશનમાં બદલી નાખે છે. આથી જેલીફિશ( Jellyfish )ની અનેક પ્રજાતિઓ દિમાંગ વગર પણ કામ ચલાવી લે છે. દરિયાકાંઠે ઊંઘી થઇને પડી રહે છે જેલીફિશ
WSON Team
આ અંગે કેલિફોર્નિયા ઇન્સ્ટીટયૂટ ઓફ બાયોલોજીના સંશોધનમાં પણ સાબીત થયું હતું કે જે જીવોમાં નર્વસ સિસ્ટમ નથી હોતી તેને પણ ઉંઘની જરુર પડે છે. કેસીઓપા પ્રજાતિની જેલીફિશ પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગરમાં વધુ જોવા મળે છે. જે 2.5 સેમી જેટલી હોય છે. તે દરિયાકાંઠે ઊંઘી થઇને પડી રહે છે. જયારે તેના ટેટિકલ્સ ઉપરની તરફ હોય છે. જેલીફિશ( Jellyfish ) રાત્રે નિષ્ક્રિય થઇને પડી રહે છે. 60 કરોડ વર્ષથી દરિયામાં રહે છે આ સમુદ્રી જીવ
WSON Team
દિવસની સરખામણીમાં તેની રાતની મુવમેન્ટ 30 ટકા ઓછી હોય છે. જો કે તેને પોતાના શરીરને જગાડીને સક્રિય થવામાં માત્ર ૫ સેકન્ડનો સમય લાગે છે. જેલીફિશ( Jellyfish )ના શરીરમાં 99 ટકા પાણી હોય છે. જેલફિશ( Jellyfish ) તેના શરીરમાં દોરા જેવા રેશાઓની મદદથી ખોરાક લે છે. એશિયન નોમુરા જેલીફિશ( Jellyfish )નું વજન 200 કિલો અને તેના પંખા 2 મીટર જેટલા લાંબા હોય છે. જેલીફિશ( Jellyfish ) તરતી નથી પરંતુ સમુદ્રની લહેરો સાથે આગળ વધતી રહે છે. તે પોતાના શરીરને સંકોચીને અને ફૂલાવીને પ્રતિ કલાક 10 કિમી જેટલી સ્પિડ પેદા કરે છે. નાની જેલીફિશ( Jellyfish )ને કાચબાઓ પોતાનો શિકાર બનાવે છે. ડાયનાસોરના અવશેષ દર્શાવે છે કે તે 23 કરોડ વર્ષથી વધારે જુના નથી.જયારે જેલીફિશ( Jellyfish ) છેલ્લા 60 કરોડ વર્ષથી દરિયામાં રહે છે.

ગુજરાતના આ વિસ્તારમાં હાથીનું ઝુંડ જોવા મળ્યું: લોકોમાં અચરજ સજાર્યુ

ગુજરાતના જંગલ વિસ્તારમાં સિંહ સહિતના જંગલી જાનવર જોવા મળે છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના સાતસનની સીમમાં જોવા ચાર હાથીઓનું ઝુંડ જોવા મળ્યું હતુ. આ બનાવની જાણ થતા વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. વનવિભાગ દ્વારા હાથીઓ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાંતીવાડાના સાતસનની સીમમાં એક સાથે ચાર હાથી જોવા મળ્યાં હતા. એક સાથે ચાર હાથી જોવા મળતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ચારેય હાથી માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જંગલખાતાને પણ નથી ખબર કે કેવી રીતે આ હાથીઓ અહીં એક સાથે આવી ચઢ્યા. ત્યારે તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. અજાણ્યા શખ્સો હાથીઓને અહીં મુકી ગયા હોવાનું ચર્ચાય રહ્યું છે. જેથી વનવિભાગે હાથી અહીં કેવી રીતે આવ્યા અને કોણ લઈને આવ્યું તેની તપાસ આરંભી છે.અચાનક ચાર હાથી જોવા મળતા સ્થાનિકો પરેશાન થઇ ગયા હતા. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફોરેસ્ટ વિભાગે હાથીના માલિકની શોધખોળ ચાલુ કરી છે. બિનવારસી હાલતમાં સાતસનની સીમમાં ચાર હાથી જોવા મળતા લોકો અચરજ પામી ગયા હતા. ફોરેસ્ટ વિભાગે હાથીઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવવસ્થા કરાવી છે.

પ્રાકૃતિક કુદરતને માણવાનો લેવો છે લ્હાવો ? તો પહોંચી જાઓ ગિરનાર જંગલ સફારી માટે

વાઈલ્ડલાઈફને નજીકથી જોવા જાણવાની તક, પ્રાણીઓની સાથે મિત્રતાનો અહેસાસ

ગુજરાત સરકાર ગુજરાતને હવે ટુરિઝમ હબ બનાવવા માંગે છે. જેમ દુનિયાભરના લોકો ખાસ રજાઓ ગાળવા દુનિયાના દુબઇ, સિંગાપોર,પેરિસ કે મોરેક્કો જેવા સ્થળોના આકર્ષણથી પહોંચી જાય છે. તેમ હવે ગુજરાત માં પણ પ્રવાસીઓ પહોંચે એ માટે અનેક આકર્ષણ બનાવાઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતમા સ્ટેચ્યુ ઓફ યુનિટી,એશિયાનો સૌથી ઊંચો રોપ વે અને હવે જૂનાગઢમાં જ ગિરનાર જંગલ સફારી શરૂ કરવામા આવ્યું છે. વાઈલ્ડલાઈફ ને લાઈવડ જોવાનો આ ખાસ મોકો છે. આપણે વાઈલ્ડ ને વાઈલ્ડ જ સમજીએ છીએ પણ ખરેખર એ લાઈવડ છે જેને જોવા જાણવા આવી જંગલ સફારી કરવી જરૂરી છે . ગિરનાર સફારી શરૂ કરવાનો હેતુ:
WSON Team
ગીર સાસણ જૂનાગઢ થઈ 65 કિમિ દૂર છે જેથી પ્રવાસીઓને ખાસ તો સાસણ રોકાવું ન પડે અને સતત વધતા પ્રવાસીઓથી સાસણમાં વનયજીવોને ખલેલ ન પડે તે માટે ખાસ ગિરનાર જંગલમાં સફારી શરૂ કરવામાં આવી છે. દર વર્ષ અનેક પ્રવાસીઓ ગીર સાસણ ની ઓનલાઇન બુકીંગ ન કરાવી શકતા જંગલમાં ફરવાના મોકા થી વંચિત રહી છે જે હવે દરેક પ્રવાસી મેળવી શકે એ માટે ખાસ આ ગિરનાર સફારી શરૂ કરવામાં આવેલ છે. ગિરનાર સફારીના આકર્ષણો:
WSON Team
ગિરનાર જંગલમાં 13 કિમીના આખા રૂટ દરમિયાન કુદરતી નઝરાઓ અદભુત છે, ઇન્દ્રેશવર થી પાતુરણ સુધીના આ સફરમાં હસનાપુર ડેમ, ગાઢ જંગલોમાં વહેતા ઝરણાં અને ચેક ડેમ, ડુંગરાની હારમાળા અને 300 થી પણ વધુ પ્રજાતિઓના ખુબસુરત વન્યજીવન જોવા મળે છે. આ બધું એકસાથે માત્ર બે કલાકમાં માણવા મળે તો ધન્ય થઈ જવાય. ખાસ કરીને જૂનાગઢ પ્રકૃતિની ગોદમાં વસેલું છે એટલે અહીં આવનાર પ્રવાસી કૃત્રિમ જીવન ભૂલવા જ આવે છે અને આ સફારી એ જ અહેસાસ કરાવે છે. ક્યાંથી જઇ શકાય ?પરમીટના શુ ચાર્જ છે ? કેવો થાય છે અનુભવ ?
WSON Team
હાલ તો ઇન્દ્રેશવર ના જંગલના ગેટ પાસેથી જ આ ગિરનાર સફારી શરૂ કરવામાં આવેલ છે. હાલ 8 જીપ્સી છે જેમાં સવારે 4 જીપ્સી માં 6:45 થી 9:45 ને સાંજે 3 થી 6 સુધી 4 જીપ્સ રાખવામાં આવેલ છે.એક જીપ્સી માં 6 પ્રવાસી અને એક બાળક જઈ શકે છે. હાલ પરમીટની ટિકિટ સાસણ ની જેમ જ 6 લોકોના 3100 રૂપિયા થાય છે જેમાં પરમીટ,ગાઈડ અને જીપ્સી નું ભાડું સામેલ છે. કેવો રહેશે અનુભવ?
WSON Team
જંગલની આ સફારી રોમાંચક,દિલધડક અને સાહસિક અનુભવ આપે છે.એક પાંદડું પણ ખખડે તો વન્યપ્રાણી આવી ગયા ને ડર પણ મઝા આપે છે જો કે સાથે ટુરિસ્ટ ઇકો ગાઈડ આવે છે જે પ્રકૃતિ વિશે સમજાવે અને ઓળખ આપે છે. હા ક્યારેક નસીબ હોય તો સામે સાવજ પણ આવી જાય છે પણ ડરવાની જરૂર નથી કારણકે સિંહ શાંતિથી એના માર્ગ પર ચાલ્યો જાય છે. પણ એને નજીકથી જોવાનો જે અહેસાસ છે એ જ રોમાંચક હોય છે. ખાસ કરીને વ્હેકી સવારે અને મોડી સાંજે સિંહ જોવાનો મોકો મળી જાય છે. આથી જો ગિરનાર સફારી કરવા ઇચ્છતા હો તો વહેલી સવારે કે મોડી સાંજે જવાનું પસંદ કરવુ.

દિલધડક સફારીમાં થશે રોમાંચક સફરનો અનુભવ

ગીરનરમા હાલ 50 થી પણ વધુ સિંહો છે અને 120 જેટલા દીપડાઓ છે. જે ગિરનાર ના જંગલમાં ઘુંમતા હોય છે. હાલ તો ઉત્તર રેન્જમાં આ સફારી રૂટ નક્કી કરવામાં આવ્યો છે એનું ખાસ કારણ કુદરતી સૌંદર્યને પ્રકૃતિની સફારીનો અહેસાસ કરવાનો છે. સિંહો જોવા મળે કે ન મળે કુદરતને માણવાનો મોકો જરૂર મળશે.

રાજકોટ: જેતપુરથી 8 એશિયાટીક સિંહોનું રેસ્કયુ કરી સક્કરબાગ ઝુ લવાયા

થોડા સમય પહેલા રાજકોટ પંથકમાં ચાર સિંહોએ લાંબા સમય સુધી સફર કરી હતી. બાદ વન વિભાગે આ ચારેય સિંહને પકડી ધારી વિસ્તારમાં ફરી વિહરતા કરી દીધા હતા બાદ આ સિંહ જેતપુર પંથકમાં લટાર મારતા હોય તેને પકડી જૂનાગઢ સકકરબાગ ઝુમા પુરી દેવામાં આવ્યા છે તેની સામે સવાલ ઉઠવા પામ્યા છે. ગ્રામ્ય વિસ્તાર જેતપુર પંથકમાં આઠ સિંહના ધામાથી લોકોમાં ભય ફેલાયો હતો જેથી વનવિભાગે બે દિવસ પહેલા સાત સિંહનો અને એક સિંહને ખારચીયા ગ્રામ્ય પંથકમાંથી પકડી પાડયા હતા. એક પાંચેક વર્ષની સિંહણને રેડીયોકોલર હતો આમ આઠેયને સકકરબાગમાં પાંજરે પુરી દેવાયા છે. કોઇ માનવ હુમલો ન કરવા છતાં કેદ કરાયેલા સિંહોને પાંજરે પુરી ખુદ વન્ય પ્રાણી સંરક્ષણનો ભંગ વન વિભાગે કર્યો છે. જેનો સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગીર ગીરનાર જંગલ આસપાસ રેવન્યુ વિસ્તારમાં વારંવાર સિંહ પરિવાર નીકળી આવે છે. ત્યારે તેને વન ખાતુ ઝુમાં પુરી દેતું નથી. ત્યારે જેતપુર પંથકમાં ખારચીયા ગ્રામ્ય વિસ્તારમાંથી પકડીને જંગલમાં છોડવાના બદલે સકકરબાગ ઝુ જૂનાગઢમાં પાંજરે પુરી દેવાયા છે શા માટે જંગલમાં છોડી મુકવામાં આવ્યા નથી તે સવાલ ઉભા થવા પામ્યો છે. મુકત રીતે વિહરતા સિંહ પોતાની રીતે શિકાર કરી મારણ કરતા હોય છે. તો હવે ઝુમાં તૈયાર ખોરાક લેવાની ટેવ પડી જશે અને શિકાર કરવાનું ભુલી જશે. જેતપુર પંથકમાં કોઇ માનવ પર હુમલો થયો નથી છતાં કેદ શા માટે તે સવાલ ઉભો થયો છે.આ 8 સિંહનું રાજકોટ સામાજિક વનીકરણ વિભાગે રેસ્ક્યૂ કર્યું હતું. જે બાદ તમામ સિંહને હાલ સકકર બાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યા છે. અહીંથી ઉચ્ચ અધિકારીની સૂચના બાદ તમામને ફરી જંગલમાં છોડવામાં આવશે.

ગુજરાતના આ દરિયા કિનારે મૃત ડોલ્ફિન દેખાતા કૂતુહલ સર્જાયું

વલસાડ જિલ્લાના જાણીતા તીથલ દરિયા કાંઠે દરિયામાં વસવાટ કરતી મૃત ડોલ્ફિન માછલી તણાઈ આવી હતી. જેને જોવા માટે આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. 4 ફૂટ લાંબી આ માછલી મૃત હાલતમાં દરિયાના મોજા સાથે કિનારે આવી પહોંચી હતી. જેને લઇને લોકોમાં કૂતુહલ જોવા મળ્યું હતું. વલસાડ નજીકના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં આ અગાઉ પણ ડોલ્ફિન માછલી શિકારની શોધમાં આવી હોવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં ગત વર્ષે બે ડોલ્ફિન માછલી દરિયા કિનારે તણાઇ આવતા કેટલાક જીવ પ્રેમી યુવાનોએ આ માછલીને પરત દરિયામાં મોકલી આપી હતી. મહત્વનું છે કે, શિકારની શોધમાં આવી માછલીઓ દરિયા કિનારા વિસ્તારમાં આવી જાય છે અને સમુદ્રના મોજાની તપાસને લઈને તે કિનારા વિસ્તારમાં પહોંચી જતી હોય છે. વલસાડ જિલ્લાના દરિયાકાંઠે મૃત ડોલ્ફિન તણાઈ આવતા લોકોમાં કૂતુહલ જોવા મળ્યું હતું. આ અગાઉ પણ વલસાડના તિથલ દરિયા કિનારે કેટલીક ડોલ્ફીન મળી આવવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ આજે એક મૃત 4 ફૂટ લાંબી ડોલ્ફીન તણાઇ આવતા લોકોમાં કૂતુહલ જોવા મળ્યું છે.