શું ગુજરાતના ગૌરવ સમાન ગીરના એશિયાટીક સિંહોનું ભવિષ્ય ખતરામાં મુકાયુ છે ?
ગુજરાતનું ગૌરવ અને ભારતની ઓળખ ગણાતા પ્રતિષ્ઠિત એશિયાટીક સિંહનું નિવાસસ્થાન હાલમાં ખતરામાં મુકાયું હોય તેમ લાગી રહ્યું છે, એક સમયે લુપ્ત થવાના આરે પહોંચી ગયેલા એશિયાટીક સિંહોને છેલ્લા કેટલાક સમયમાં વસ્તી વધી છે. તો સાથે સાથે એશિયાટીક સિંહોનો વિસ્તાર પણ વધી રહ્યો છે. અને માનવ વસ્તી સાથે સંઘર્ષ અને ઘર્ષણ થવાના બનાવો વધ્યા છે. ત્યારે તેમની સામે ખતરો પેદા થયો છે. જેને લઈને ગીર અને સિંહનાં ભવિષ્ય અંગે હાઇકોર્ટ માં જાહેરહિતને લઈને અરજી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આ અંગે હાઇકોર્ટ માં રાજ્ય સરકાર અને વન વિભાગમાં જવાબ આપશે. ગીરમાં એશિયાટીક સિંહોના સંવર્ધન અને સંરક્ષણ ન મળતું હોવાનો અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે તેના માટે અરજદારોએ એશિયાટીક સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે યોગ્ય નીતિ બનાવાની હાઇકોર્ટમાં દાદ માંગી છે. ત્યારે એશિયાટીક સિંહોની સુરક્ષા માટે સરકાર યોગ્ય નીતિ બનાવે અને આ એશિયાટીક સિંહોના સંવર્ધન માં સુધારો કરે તેવી અરજદારની માંગ થઇ છે. એશિયાટીક સિંહોના મૃત્યું થવા તે સરકાર માટે ખૂબ જ ચિંતાજનક બાબત બની રહેશે, કારણ કે રાજ્યનું પ્રવાસન તેના ઉપર પણ આધારિત છે.
ઉલ્લેખનીય છે કે એશિયાટીક સિંહો પહેલા એક જ જંગલના લોકેશનમાં રહેતા હતા, જે હવે આજુબાજુના વાડી વિસ્તારના સ્થળોએ તે રહેવા લાગ્યા છે. ત્યારે એશિયાટીક સિંહોના ભ્રમણનો વિસ્તાર રાજકોટ સુધી પહોંચી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ ના વાડી વિસ્તારોમાં સિંહોના જોવા મળ્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેના કારણે ત્યાં ના સ્થાનિક લોકો પણ ભયમાં મુકાય રહ્યા છે.
ગીર જામવાળા રેન્જમાં રોડ પરથી દીપડાનો મૃતદેહ મળ્યો, વનવિભાગે તપાસ હાથ ધરી
ગીર જામવાળા રેન્જમાં ભાખા બીટ વિસ્તારમાં રોડ ઉપરથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાનું મોત કોઈ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાથી થયું હોવાનું બહાર આવતા વનવિભાગે તપાસ હાથ ધરી છે.
આ અંગે વન અધિકારીઓના જણાવ્યા મુજબ ગીર પશ્ચિમ ડિવીઝન હેઠળના જામવાળા રેન્જમાં દીપડાનો મૃતદેહ મળ્યાનું સામે આવ્યું હતું. જેમાં રેન્જના ભાયાવદર રાઉન્ડના ભાખા બીટ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા ૯ થી ૧૨ વર્ષની ઉંમરના એક દીપડાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી વન વિભાગને મળી આવતા સ્ટાફએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છેકે, દીપડાનું મોત અજાણ્યા વાહનની ઠોકર લાગવા થયું હતું. જેના આધારે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દીપડાના મૃતદેહનું પીએમ કરાવવા એનીમલ કેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
મેક્સિકો: એક અલગ પ્રજાતિની વ્હેલ માછલી મળી આવી, વિલુપ્ત થવાનો ખતરો
મેક્સિકોના અખાતમાં જોવા મળતી બલીનએ વ્હેલની પ્રજાતિ,માંથી એક પ્રજાતિ છે રાઇસ વેલ હાલમાં જ ઓળખી કાઢવામાં આવી છે પંરતુ તેેને ખતરો છે અમેરિકન નિષ્ણાતોએ રાઇલ વેલની ખોપડીની તપાસમાં આ અને અન્ય બાલિયન સારી પ્રજાતિઓને અલગ પાડવા સક્ષમ છે. રાઇસ વેલ અગાઉ બ્રાઇડ વેલની સબફોમિલિ માનવામાં આવતી હતી. જો કે, હવે તે એક અલગ પ્રજાતિ માનવામાં આવે છે.
તે જ સમયે, વૈજ્ઞાનિકો કહે છે કે તેના 100 સભ્યો જ બાકી છે. તેઓ તેલ લીક થવાના, જહાજો સાથેના અકસ્માતો, અને માછીમારીના સાધનોમાં અટવાતા હોય છે. રાઇસ વેલમાં ઓછી વસ્તી છે અને તે મર્યાદિત સ્થળોએ જોવા મળે છે, તેના જોખમ વધતુ જાય છે. તે અગાઉ જોખમમાં મૂકાયેલ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી અને હવે તેને સલામત માનવામાં આવે છે. આ સાથે સજીવોના સંરક્ષણના કાયદા હેઠળ સસ્તન પ્રાણીઓને પણ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે.
2008 માં, એનઓએએના ફિશરીઝ વૈજ્ઞાનિક અને અધ્યયન અધિકારી ડો. પેટ્રિશિયા રોસેલ, તેને જીનેટેક ડેટાના આધારે, અન્ય કૂવામાંથી જુદી લાગ્યાં. તેમણે 2014 માં એક અધ્યયનમાં શોધી કાઢ્યું હતું કે રાઇસ વ્હેલની એક અલગ પ્રજાતિ છે. હવે તેમની ખોપરીનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જે તેમની વચ્ચે અને બ્રાઇડી વચ્ચેનો તફાવત પ્રગટ કરે છે. તેનો બીજી વ્હેલ માપવામાં આવ્યો. આ પછી, આનુવંશિક વિશ્લેષણ પણ અન્ય જાતિઓથી અલગ હોવાનું જાણવા મળ્યું.
આ વ્હેલનું વૈજ્ઞાનિક નામ બાલેનોપ્ટેરા રાઈસ અને અમેરિકાના પ્રખ્યાત જીવવિજ્ઞાનિત ની ડેલ રાઇસના સામાન્ય નામ રાઇસ વ્હેલના નામ પર રાખવામાં આવ્યું છે, જેમણે 60 વર્ષની કારકિર્દીમાં મરીન સસ્તન વિજ્ઞાન પર કામ કર્યું હતું. રાઇસનું 2017 માં અવસાન થયું હતું અને તે મેક્સિકોના અખાતમાં પ્રજાતિઓની ઓળખ કરનારો પ્રથમ સંશોધનકાર હતો. ડો. રોસેલ અને તેની ટીમે મરીન સસ્તન વિજ્ઞાનના વૈજ્ઞાનિક પેપરમાં વિશ્લેષણ પ્રકાશિત કર્યું છે.
ગીર વિસ્તારમાં એશિયાટીક સિંહને જાળમાં ફસાવવાના મામલે વન વિભાગ ને મળી સફળતા
સિંહ બાળને ફસાવ્યું હતું બિછાવેલી જાળ માં, શિકારી પ્રવૃત્તિ કરતા 38 લોકોની કરી ધરપકડ
ગીર સોમનાથના પ્રાંચી નજીક ખામ્ભા વિસ્તારમાં રેવન્યુ ના એરિયામાં એક જાળ બિછાવેલ હતી જેમાં એક સિંહ બાળ ફસાયું અને ચીસો પાડવા લાગ્યું. સિંહણ નજીક જ હતી દોડીને આવી અને નજીકમાં જ ઉભેલ શિકારી પર હુમલો કર્યો. શિકારી જાણ બચાવી હોસ્પિટલમાં પહોંચ્યો ને કહ્યું “મારા પર દીપડાએ હુમલો કર્યો છે” ડોકટર પણ સમજી ગયા કે આ ઘટના કાંઈક જુદી જ છે. અને તેણે તરતજ પોલીસ અને વન વિભાગ ને જાણ કરી. શિકારી હબીબ ત્યાંથી નાસી ને જૂનાગઢ તરફ રવાના થયો. વન વિભાગ એ સીસીટીવી આ આધારે પોલીસ ની મદદ લઇ 3 આરોપીઓને જુનાગઢ નજીક વડાલ પાસે થી પકડી પાડ્યા. અને પછી આખી શિકારી ટોળી પકડાઈ જેમાં કુલ 38 લોકો સામેલ છે. વન વિભાગ માટે આ ચેતવનિરૂપ ઘટના છે. સિંહોની સુરક્ષાને લઈ અનેક સવાલો વન વિભાગ તરફ ઉઠી રહ્યા છે. કરોડોના ખર્ચ છતાં એશિયાટીક સિંહ હંમેશા ખતરા માં ? સતત પેટ્રોલીંગ ના દાવા લાગી રહ્યા છે પોકળ આ અંગે નોર્મલ રેન્જ સીસીએફ ડૉ.કે રમેશ એ કહ્યું હતું કે પ્રાચી નજીક સિંહબાળને ફાસલામાં ફસાવવાની ઘટનામાં ૩૮ લોકોની અટકાયત કરવામાં આવી છે અને મોટાભાગના આરોપીઓ સુરેન્દ્રનગર ના થાન વિસ્તારના છે જુનાગઢ ના ડુંગરપુર ગામના બે શખ્સો ના નામો સામે આવ્યા છે વનવિભાગે સમગ્ર સૌરાષ્ટ્રમાં આપેલ રેડ એલર્ટ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં 17 ફાસલા ઓ મૂકવામાં આવ્યા હતા તે મળી આવ્યા છે. આરોપીઓ પાસેથી છરી માસ લોખંડના પાઇપ સાંકળ હાડકાં સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે તમામ આરોપીઓ પ્રાથમિક તપાસ દરમિયાન દવા તેલ અને સારવાર માટે ઔષધી બનાવવા માટે નાના વન્ય પ્રાણીઓ જેવાકે શિયાળ સસલા નો શિકાર કરવાનો ઇરાદો હોય તેવું સામે આવ્યું છે આરોપીઓને સિંહોના શિકાર કરવાનો કે તેની તસ્કરી કરવાનો કોઈ ઈરાદો હોય તેવા પુરાવાઓ હજુ સુધી વન વિભાગને મળ્યા નથી અને પરપ્રાંતીય લોકોની હજુ સુધી સંડોવણી ખુલી નથી સમગ્ર ઓપરેશન દરમિયાન 500 જેટલા વનવિભાગના અધિકારી કર્મચારીઓ અને પોલીસ તપાસમાં કામે લાગ્યા હતા. પકડાયેલા આરોપીઓ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ફાસલાઓ મૂકી વન્ય પ્રાણીઓનો શિકાર કરવાની ફિરાકમાં હતા જેમાં ભાવનગર જિલ્લામાં સિહોર બગદાણા પાલીતાણા સહિતના વિસ્તારોમાં ફાસલાઓ મળી આવ્યા છે સિહોર વિસ્તારમાંથી 25, 5 ભાવનગર શહેરમાંથી, બગદાણા નજીકથી ચાર ઇસમોને અટક કરવામાં આવી છે. આ ઘટના કેટલાક સવાલો જરૂર ઉભા કરે છે જેમ કે.. સિંહણ એ શિકારી પર હુમલો ન કર્યો હોત તો સિંહબાળ સુરક્ષિત રહેત ખરું? જો નાના પ્રાણીઓ માટે જાળ પાથરવામાં આવી હતી તો સિંહ બાળ કેમ ફસાઈ ગયુ? કરોડોના ખર્ચ છતાં સિંહની સુરક્ષા માટે વન વિભાગ કેમ સતર્ક નથી? જેવા સવાલો વન પ્રેમીઓ કરી રહ્યા છે અને વન વિભાગ પાસે હાલ આ પ્રશ્નોના જવાબ નથી. પરંતુ હવે વન વિભાગ સતર્ક રહે અને સિંહોની સુરક્ષા માટે કટિબદ્ધ રહે એ જરૂરી છે.ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે ઓળખાતું આ પર્યટક સ્થળ સહેલાણીઓ માટે ફરી ખુલશે
સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે ગણાતા ‘પોલો ફોરેસ્ટ’માં કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધ યથાવત રાખાયો હતો, પરંતુ કોરોના મહામારી ઘટતા હવે પોલો ફોરેસ્ટમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે.
છેલ્લા અગિયાર માસથી કોરોના મહામારીનું સંકરણને કારણે પોલો ફોરેસ્ટમાં પ્રતિબંધ લગાવાયો હતો. જોકે, હાલ સાબરકાંઠા સહિત સ્થાનિક વિજય નગર વિસ્તારમાં કોરોના સંક્રમણમાં વ્યાપક ઘટાડો આવતા હવે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોર્પોરેશનમાં ટુ-વ્હીલર સાધન લઈ જવાની છૂટ આપવામાં આવી છે, તેમજ સહેલાણીઓને આવવા-જવા ઉપરથી સંપૂર્ણ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવતા ફરી એક વખત પોલો ફોરેસ્ટ ફરી ધમધમશે. ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે ગણાતા ‘પોલો ફોરેસ્ટ’માં કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધ યથાવત રાખાયો હતો, પરંતુ કોરોના મહામારી ઘટતા હવે પોલો ફોરેસ્ટમાંથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે.
આભાપુરના જંગલો એટલે પોલો ફોરેસ્ટ પર્યટકોનું ફેવરીટ સ્થળ છે. એક દિવસીય પ્રવાસ માટે ઘણા સહેલાણીઓ પોળોમાં જતા હોય છે. વિકેન્ડના દિવસે ત્યાં માનવ મહેરામણ જોવા મળતું હોય છે. પોળોના જંગલમાં પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પ્રદુષણ મુક્ત રાખવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.
ઉલ્લેનીય છે કે, પોલો ફોરેસ્ટમાં સૌથી મહત્વનો પ્રશ્ન રોજગારીનો બન્યો હતો, તેમજ કોરોના મહામારીને પગલે સ્થાનિક ધંધા-રોજગાર ઉપર વિપરીત અસર થઈ હતી. સાથોસાથ જિલ્લા વહીવટી તંત્રે અગમચેતીના ભાગરૂપે એકાદ વર્ષથી આ વિસ્તારમાં પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. જેના પગલે પોલો ફોરેસ્ટ સુમસામ બન્યું હતું. જો કે, સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવે પ્રતિબંધ ઉઠાવી લેતા હવે પોલો ફોરેસ્ટમાં ફરીથી સહેલાણીઓ સરળતાથી આવી શકશે. તેમ જ સ્થાનિક કક્ષાએ તમામ સુવિધાઓનો લાભ મેળવી શકશે. જોકે, હાલ ટુ વ્હીલર સાધનોને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ મોટા વાહનોને હાલ પૂરતી મંજૂરી અપાઇ નથી. જે આગામી સમયમાં તમામ પ્રતિબંધો ઉઠાવી લેવાની સંપૂર્ણ સંભાવના છે, ત્યારે હાલમાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયના પગલે સ્થાનિક વિસ્તારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
