સાસણ ગીરના જંગલમાં અલભ્ય વન્યજીવો અને તેમની જીવનશૈલીને નિહાળવાનો એક અદ્દભુત લ્હાવો છે. આજની યુવા પેઢી ભૌતિક જીવન પાછળ જ્યારે ઘેલી બની છે. ત્યારે કુદરતના સૌંદર્ય ને માણવાનો સમય અને રસ બને ગાયબ થઈ રહ્યા છે. પરંતુ આજે અહીં કેટલીક તસવીરો છે જે જોઈ આપ અચૂક વાઈલ્ડલાઈફને નજીકથી જોવા પ્રેરિત બનશો.
Dipak vadher
સાસણ ગીર ખરેખર અમિર છે, આ એક એવો વિસ્તાર છે જ્યાં ગાઢ જંગલ, નદીઓ, ઝરણાં, ડુંગરા, પૌરાણિક સ્થાનકો અને દરિયા કિનારો જેવા અમૂલ્ય કુદરતી સંપતિઓ છે.અહીં રહેતા પ્રાણીઓ અને માનવીય સમુદાય જાણે એક બીજાના પૂરક છે. ગીરના જંગલમાં વસતા અસંખ્ય વનયજીવો પોતાની એક આગવી જીવન શૈલી માં જીવે છે. નાના કાંચીડા થી લઈ, મહાકાય અજગર, નાનકડા માસૂમ હરણાં થી લઈ દીપડા ને સિંહ સૌ કોઈ પોતાના જીવનને માણે છે.અને તેને કેમેરામાં કન્ડરવા એ એક લ્હાવો છે સાથે સાથે ધીરજની કસોટી પણ છે.
Dipak Vadher
હાલમાં જ એક તસ્વીરે સૌ કોઈને અચરજમાં મૂકી દીધા હતા અને ખુદ દેશના વડાપ્રધાને તસવીરને વખાણ કરતા કહ્યું કે ,”અદભુત”.આ તસવીરમાં જંગલનો રાજા સિંહ એક કેસૂડા ના ઝાડ પર ચડી જાણે ફાગણ ને વધાવતો હોય એવી સુંદર તસ્વીર કેમેરામાં કેપ્ચર કરતા ફોરેસ્ટર દિપક વાઢેર આવી અનેક ક્ષણોના સાક્ષી છે. દિપક વાઢેર કહે છે કે જંગલમાં વસતા જીવોને જોવા, સમજવા ને એની જીવન પ્રકૃતિ ને જોવા થી જ એના પ્રત્યે એક લાગણી જન્મે છે.
Dipak Vadher
બીજી એક તસ્વીર કે જેમાં મહાકાય અજગર એક વૃક્ષ ની ડાળી પર વીંટાળાઈ ને બેઠો છે. જાણે વૃક્ષને ભરડી લીધુ હોય એમ .એક તરફ ખોફનફ દ્રશ્ય લગે છે પરંતુ જો સતત જોઈએ તો લાગે કે શિકાર કરી મોજ માણી રહેલો આ અજગર ખરેખર શાંત છે, સુંદર છે અને ભયાનક તો ખરો જ,
Ashok Popat
આવી આ અનેક તસવીરો કેમેરામાં કેદ કરનારા શોખીન લોકો જંગલમાં કલાકો વિતાવે છે. ત્યારે એ ક્ષણ ને કેમેરામાં કંડારવા જે કુતુહુલ જન્માવે છે. જેમ કે એક સિંહણ તેના બચ્ચા ને શિકાર કરતા શીખવતી હોય, સિંહ બચ્ચાને રક્ષણ કરતા શીખવતો હોય, વિવિધ રંગબેરંગી પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર બેસી અદભુત અને ક્યારેય ન સાંભળ્યા હોય તેવા મધુર અવાજ કરતા હોય ને તેની પ્રકૃતિને કેમેરામાં લેવી એ ખરેખર દાદ માંગી લે છે.
Ashok Popat
એ જ રીતે તૃણહારી પ્રાણીઓ જે હંમેશા એક ડર માં રહેતા હોય છે એ પણ પોતાની પ્રકૃતિ મુજબ સુરક્ષિત જગ્યાઓ પર વિચરે છેઅને સંકટ સમયે જરૂર પડ્યે એક બીજાને બચાવવા અવાજ કરી સંકેત આપે છે. આ પણ કુદરતની એક પ્રણાલી છે. પરંતુ એક વાત ચોક્કસ છે. જો પ્રેમ થી વિશ્વાસ થી વન્યજીવો સાથે દોસ્તી કરવામાં આવે તો અચૂક એ વિશ્વસનીય છે.
Ashok Popat
અહીં આપેલ દરેક તસ્વીર એક કહાની છે જે કુદરતની ગરીમા વર્ણવે છે. તો વન્યજીવોની આ તસવીરો કુદરત અને પોતે એકબીજાના પૂરક હોવાનું પ્રતીત કરાવે છે. આપણે ક્યારેય આ કુદરતને માણવા જાણવાં સમય કાઢી શકીશું ખરા, ક્યારેય આપણે આપણા સ્વાર્થ ને ભૂલી આ અમૂલ્ય ખજાનાને બચાવવા અંગે વિચારી શકીશું ખરા?
આપણી આવનારી પેઢી આ જીવો ને જોઈ શકે ઓળખી શકે એ માટે પ્રયત્નો કરી તેમને અત્યારથી જ બચાવવાના ઉપાય કરી શકીએ ખરાં? આપના ભૌતિક જીવન પાછળ આ જંગલોના વિનાશ કરનારા આપણે આ પ્રકૃતિ કાંઈ આપી તો નહીં શકીએ તો પછી આ નિર્દોષ જીવોના જીવનમાં ખલેલ પહોંચાડવાનો અધિકાર આપણને છે ખરા ? આ પ્રશ્નો જ આપણામાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સમજ આપી શકે, વનયજીવોની સુરક્ષા અંગે ચિંતિત કરી શકે.
Ashok Popat
મને તો લાગે છે કે સેલ્ફી કરતાં આપણે પ્રકૃતિની તસવીરો વધુ ખુશી આપી શકે છે. સેલ્ફી તો ખુદને જ ખુશ કરવા પૂરતી છે. જ્યારે પ્રકૃતિની અલભ્ય તસવીરો અનેક લોકો માટે પ્રેરણા અને શોખ બની શકે.આજનું યુવાધન પ્રકૃતિની નજીક આવે તે ખૂબ જરૂરી છે.
માણસોના સ્વભાવ પ્રમાણે કુદરતે પ્રકૃતિની સુંદર ભેટો આપી છે. ઘણા લોકોને જંગલો ખૂંદવાનો શોખ હોય છે તો તેના માટે ઘટાદાર જંગલોની ભેટ આપી તો દરિયાના મોજામાં આળોટનારાઓ માટે દરિયો, નદી, ઝરણાઓ ભેટ ધર્યા છે. ત્યારે આવી જ એક ભેટ કુદરતે રત્નાગીરીના ખોળામાં પણ મૂકી છે.
આમ તો મહારાષ્ટ્રનું રત્નાગિરી તેના કોંકણ રેલને લઈને ખૂબ જ પ્રખ્યાત છે પણ આ કોંકણ પટ્ટીમાં આવેલા દરિયાકિનારાઓ તેને વધુ આકર્ષક બનાવે છે. અહિયા પહોચ્યાબાદ જાણે લાગે કે પ્રકૃતિની ગોદમાં આવી ગયા હોય. રમણિય દરિયા કિનારો અને તેની આસપાસના મનમોહક દ્રશ્યો તમારા દિલ અને દિમાગને શાંતિનો એહસાસ કરાવે છે. આજની વ્યસ્ત લાઈફ માંથી જો કોઈ શાંતિને અનુભવ કરાવનારી જગ્યા હોય તો મારા મતે આજ જગ્યા છે. ઘુઘવાટ કરતો દરિયા કિનારો અને તેની આસપાસની કુદરત રમણિયતા જાણે ઈશ્ર્વરે અહિયા જ આપી છે. મિત્રો અને પરિવારજનો સાથે સમય વિતાવવાની ઉત્તમ જગ્યા છે. એક વખત કુદરતે રચેલી આ મનમોહક સ્થળની મુલાકાત અચુક લેવી જોઈએ આ રમણિય સ્થળની અનુભુતિ અને તેનું આકર્ષણ ત્યાં ગયા પછી જ અનુભવી શકશો
WSON Team
આપણે નાના હતા ત્યારે રત્નાગીરીની પર્વતમાળાઓ વિશે ભણવામાં આવતુ ત્યારે ફક્ત ઈમેજિનેશનથી જ કામ ચલાવવું પડતુ હતુ કે રત્નાગીરીની પર્વતમાળા આવી હશે, તેમાથી ઝરણાઓ વહેતા હશે, સુંદર જંગલો અને પહાડો ઉપર બનેલા રસ્તાઓ હશે પણ રત્નાગીરી આપણી ઈમેજિનેશન કરતા પણ વધુ સુંદર છે. અને એમાં પણ તેના રેલ્વે સ્ટેશનો..Ohh its seriously amazing. હિલ પર નાના-નાના રેલ્વે સ્ટેશનો બનાવેલા છે જ્યા ઉતરતા જ તમને મોગરા, જૂહી, ચમેલીના ફૂલોની સુગંધ આવવા લાગે કારણકે દરેક મરાઠી સ્ત્રીઓના માથામાં ફૂલોની વેણી અચૂક જોવા મળે છે. વરસાદની મોસમમાં આ સ્થળ પર જન્નત જેવો અહેસાસ થાય છે કારણકે ચારે તરફ હરિયાળી, પર્વતો પરથી ખળખળ વહેતુ પાણી, ગુફામાંથી કોતરેલ ટનલમાંથી જ્યારે ટ્રેન પસાર થાય ત્યારે ભીની માટીની આવતી ખુશ્બુ, ઠંડા વાયરા સાથે આવતો પક્ષીઓનો મીઠો મધુર અવાજ કુદરતના આ અદભૂત સૌંદર્યને મન ભરીને માણવાનુ આ પરફેક્ટ સ્થળ છે.
WSON Team
રત્નાગીરીમાં આવેલા દરિયાને કારણે તેને મીની ગોવા તરીકે ઓળખવામાં આવે છે. જેને લઈને સહેલાણીઓ માટેનું મનપસંદ સ્થળ બન્યું છે. રત્નાગીરી જિલ્લાના ગામ દરિયાકિનારે વસેલા છે. તેમાનું સૌથી સુંદર સ્થળ છે ગણપતીપૂલે. રત્નાગીરીથી ગણપતિપૂલે પહોંચતા લગભગ ૪૫ મિનીટ જેટલો સમય લાગે છે. જ્યાં પહોંચવા માટે બસ, ટેક્ષી અને રીક્ષાની સુવિધા મળે છે. ગણપતિપૂલેને લોકો મિનિ સ્વિતર્ઝલેન્ડ કહે છે કારણકે પથ્થરમાંથી કોતરેલા વળાંકવાળા રસ્તાઓ, એકબાજુ પહાડ તો બીજી બાજુ અફાટ ઘૂઘવાતો દરિયો, નારિયેળીના ગગનચુંબી વૃક્ષો, દરિયાના કલર સાથેનું મેચિંગ આકાશ અને તેમાં ફરતી નાની નાની વાદળીઓ ખરેખર કુદરતે આ જગ્યાને હળવાશની પળોમાં બનાવી હોય તેવો અનુભવ અહીં થાય છે. ગણપતિપૂલેનું નામ અહીં આવેલા ૪૦૦ વર્ષ જૂના ગણપતિના મંદિરને કારણે પડ્યુ છે. ભારતનું આ માત્ર એક જ મંદિર છે જ્યા ભગવાનની પ્રતિમાં પશ્ચિમ દિશામાં રાખવામાં આવેલ છે, બાકી દરેક મંદિરમાં ભગવાનનું મુખ પૂર્વ દિશામાં હોય છે.
WSON Team
સહેલાણીઓ માટે દરિયાકિનારે નાની ઝૂપડીઓ બનાવવામાં આવેલી છે અને આ સાથે જ અનેક હોટેલ તેમજ મહારાષ્ટ્ર ટુરિઝમ દ્વારા નાના મકાનો પણ બનાવવામાં આવ્યા છે. દરિયા કિનારે આવેલી ઝૂંપડીઓ પાસે નારિયેળીના ઝાડ નીચે ઝૂલાઓ પણ બાંધવામાં આવ્યા છે જ્યા સૂતા સૂતા દરિયાના મોજાનો અવાજ અને પાણીની આંછી છાંટકનો અનુભવ લઈ શકો છો. શાંતિ અને બીચ લવર માટે આ પ્લેસ બેસ્ટ છે.
કારણકે અહીં લોકોની ચહલપહલ ખૂબ ઓછી જોવા મળે છે. અહીં દરિયાના પાણીમાં કુદરતે જાણે પોતાની પીંછીનો બ્લયુ રંગ રેડી દીધો હોય તેવો આભાસ થાય છે. અને એમાં પણ રાતની નીરવ શાંતિમાં ચાંદનું પ્રતિબિંબ પાણીમાં પડતા જ શીતળતાનો અનેરો અનુભવ થાય છે. અહીં પક્ષીઓમાં સૌથી વધારે કાગડાઓ જોવા મળે છે. અને સ્થાનિકોની માન્યતા પ્રમાણે જો એકસાથે અનેક કાગડાઓ અવાજ કરે તો અચૂક વરસાદ આવે છે આજના જમાનામાં આ વાત આપણા ગળા નીચે ન ઉતરે પણ ખરેખર અમે આ અનુભવેલું છે. સાંજના સાત વાગતા જ કાગડાઓનો જમાવડો થઈ ગયો હતો ચો તરફના સન્નાટામાં ફક્ત કાગડાઓનો કર્કશ અવાજ જ સંભળાતો હતો અને આખુ આકાશ ગજવી દીધુ હતુ અને એક જ કલાકમાં વરસાદ પણ વરસવા લાગ્યો હતો. And we are like aww this is true..something miracle. રત્નાગીરી આવ્યા હોય.
WSON Team
અને રત્નાગીરી કેરીનો સ્વાદ ન માણો તો કેવી રીતે ચાલે, યસ અહીં તમે ગમે તે સીઝનમાં આવો પણ તમને કેરીનો રસ જરૂર ખાવા મળશે. ઝરમર ઝરમર વરસતા વરસાદમાં અહીંની ગરમા ગરમ કોથિંબીર વડી ખાવાની મજા જ કંઈક ઓર છે. લીલી ચટણી અને કોથિંબીર વડી અહીંની સ્પેશ્યિલ વાનગી છે.
WSON Team
કેવી રીતે ગણેશપૂલે પહોંચવુ
By train- Mumbai to Ratnagiri
Direct flight to Ratnagiri
By bus- Mumbai to Ratnagiri
WSON Team
રત્નાગીરીથી ગણેશપૂલે જવા માટે ટેક્ષી, રીક્ષા અને બસની સુવિધા ઉપલબ્ધ છે.
મુખ્ય આકર્ષણ
દરિયો,
૪૦૦ વર્ષ જૂનુ ગણપતિ મંદિર,
દરિયાકિનારે આવેલ કોટેજ,
પ્રાચિન કોંકણ સંસ્કૃતિ ધરાવતુ મ્યુઝિયમ,
બેસ્ટ પ્લેસ ટુ વિઝીટ ઈન મોનસુન
દેશ અને વિદેશમાં ઘણા વિચિત્ર પ્રાણી ઓ જોવા મળતા હોય છે. સામાન્ય લોકો તેમના વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. અત્યાર સુધી તમે રીંછને જમીન પર ચાલતા જોયું હશે, પરંતુ આજે અમે તમને પાણી માં રહતા ‘જળ રીંછ'( Tardigrade ) વિશે જણાવી રહ્યા છીએ. તમે વાંચીને જરૂર આશ્ચર્ય થઈ રહ્યું હશે? આ કંઈ નથી, હવે અમે તમને તેનાથી સંબંધિત આવા રોચક તથ્યો જણાવીશું કે તમે અચંબિત થઈ જશો.
પોતાને કોઈપણ પ્રકારના વાતાવરણને અનુરૂપ થઈ જીવી જાય
અત્યાર સુધીમાં, આપણે ઘણાં રીંછને જમીન પર રહેતા અને ચાલતા જોયા છે, પરંતુ ‘જળ રીંછ'( Tardigrade )આપણી પ્રકૃતિમાં જોવા મળી રહ્યા છે. આ ‘જળ રીંછ'( Tardigrade )પાણીમાં રહે છે અને પોતાને કોઈપણ પ્રકારના વાતાવરણમાં અનુરૂપ બનાવે છે. જીવવાની તેની ઇચ્છા એટલી પ્રબળ છે કે ક્યાંક ભયંકર ઠંડી પડી રહી હોય, બરફવર્ષા થતી હોય, દુષ્કાળ કે સૂર્યની સીધા કિરણો પડી રહ્યા હોય તેવી સ્થિતિમાં પણ તે પોતાને જીવંત રાખી શકે છે. તેને ‘જળ રીંછ'( Tardigrade )તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને વોટર બિયર અથવા ‘જળ રીંછ'( Tardigrade ) કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે દળદળમાં રહે છે.
ટાર્ડિગ્રેડની બે પ્રજાતિઓના ડીએનએ ડિકોડ કરીને તેના જીન શોધી કાઢ્યા
સંશોધકોએ ‘જળ રીંછ'( Tardigrade )ટાર્ડિગ્રેડની બે પ્રજાતિઓના ડીએનએ ડિકોડ કરીને તેના જીન શોધી કાઢ્યા છે. જે ભયાનક દુષ્કાળ પછી પણ તેમનું જીવન બચાવી શકે છે અને પછી જીવનમાં પાછા આવે છે. આ અભ્યાસ પીએલઓએસ બાયોલોજી નામના જર્નલમાં પ્રકાશિત થયો છે. તે સૌથી મોટી દુર્ઘટનામાં પણ જીવંત રહી શકે છે. સંશોધનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, આ અસાધારણ ક્ષમતાનું કારણ આનુવંશિક ડીએનએ છે. દુષ્કાળની સ્થિતિમાં, ‘જળ રીંછ'( Tardigrade )ટાર્ડિગ્રેડના કેટલાક એવા જનીનો સક્રિય થઈ જાય છે, જે તેમના કોષોમાં પાણીની જગ્યા લઈ લે છે. પછી તેઓ એવી રીતે રહે છે અને કેટલાક મહિનાઓ અથવા વર્ષો પછી જ્યારે ફરીથી પાણી ઉપલબ્ધ થાય ત્યારે તે પોતાની કોશિકાઓને ફરીથી પાણીથી ભરી લે છે.
પાણીના રીંછ તેમના અનોખા આકાર માટે અલગ
‘જળ રીંછ'( Tardigrade ) તેમના અનોખા આકાર માટે અલગ પડે છે. તેના વિશિષ્ટ આકારથી તેઓ જાણીતા છે. તેને આઠ જાડા મોટા મોટા પગ અને જડબા હોય છે. ટાર્ડિગ્રેડ્સમાં માથું અને પૂંછડીનો વિકાસ નિયંત્રિત કરનારા HOX જનીનોની સંખ્યા માત્ર પાંચ જ હોય છે. જે કૃમિઓની સમાન છે. પરંતુ તેમના કદને લીધે, તેઓને પ્રાણીઓની શ્રેણીમાં રાખવામાં આવે છે.
જુનાગઢ ગિરનાર રોપ-વે શરૂ કરાયા બાદ જુનાગઢ ગિરનારમાં સિંહ દર્શન નેચર સફારી પાર્કનો પ્રારંભ થઇ ચુકયો છે જે ઇન્દ્રેશ્ર્વર નાકાથી 13 કિ.મી. રૂટ પર સિંહ દર્શન માટે નેચર સફારી પાર્કનો પ્રારંભ થયો છે. જે પણ રોપ-વેની માફક સામાન્ય માણસ કે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જવું શકય નથી કારણ કે ત્રણ કલાકના 2900 ભાડુ ચુકવવુ પડશે 13 કિ.મી.ના આ રૂટમાં સિંહ જોવા મળશે. આ જંગલ વિસ્તારમાં 5 જેટલા સિંહનો વસવાટ છે. સવારે ચાર પરમીટ અને બપોર બાદ પરમીટ મળી વધુમાં વધુ 36 લોકો જઇ શકશે.ગીરનાર જંગલમાં પ સિંહો ઉપરાંત હરણ, ભુંડ, નીલગાય સહિત 37 જાતના પશુઓ 38 જાત સરીસૃપો છે. 200 જેટલા પક્ષીઓની પ્રજાતિ વિવિધ પ્રકારના વૃક્ષો, ઔષધીઓ છે.
WSON Team
ગિરનાર સફારી પાર્કમાં સામાન્ય દિવસોમાં 6 વ્યકિત માટે 800 તથા વધુ એક બાળકના 100નો દર નકકી કરાયો છે. વિદેશી નાગરીકો માટે આ બંને દર 5600 અને 1400, શનિ-રવિ તેમજ રજાના દિવસોમાં 6 વ્યકિતના પરમીટના 1000 વધુ એક બાળક માટે 125 વિદેશી નાગરીકો માટે આ બંને દર અનુક્રમે 7000 અને 1750 રાખવામાં આવ્યા છે. 2 વર્ષે યોજાતી પરંપરાગત મહાશિવરાત્રી અને પરિક્રમાના સમયે સફારી પાર્ક બંધ રાખવામાં આવશે. આ સમયે વન વિભાગનો સ્ટાફ જુદા જુદા વિસ્તારોમાં બંદોબસ્તમાં ગોઠવાયેલ રહેતો હોય છે. દર વર્ષે 16 ઓકટોબરથી ર8-29 ફેબ્રુઆરી દરમ્યાન સવારે 6.45 થી 9.45 અને બપોરના 3 થી 4 તેમજ 1 માર્ચથી 15 જુન સુધી સવારે 6 થી 9 અને બપોરના 4 થી 7 સફારી પાર્કનો સમય રહેશે.
WSON team
સ્થાનિક લોકોને ગાઇડ તરીકે પસંદ કરી તેની તાલીમ અપાઇ છે. જેઓ ટુરીસ્ટ ગાઇડની ફરજ બજાવશે આ ગાઇડને સાસણ ખાતે 10 દિવસની તાલીમ આપવામાં આવી છે. જીપ્સીમાં આવતા પ્રવાસીઓ પાસેથી ગાઇડ રૂા. 400નો ચાર્જ વસુલ કરી શકશે. હાલ ગિરનાર જંગલમાં ઇન્દ્રેશ્ર્વરથી જાંબુડી વિસ્તાર જવાના 13 કિ.મી. અને 13 કિ.મી. આવવાના 26 કિ.મી.ના રૂટ પર નેચર સફારી શરૂ કરવામાં આવી છે. એક પરમીટમાં એક બાળકને લઇ જઇ શકાશે હાલ રોજની આઠ પરમીટની મંજુરી આપવામાં આવી છે જેમાં જંગલ પર્યાવરણ કુદરતી વાતાવરણની મજા માણી શકાશે. તા 26 જાન્યુઆરીના શરૂ થયેલ ગિરનાર સિંહ દર્શનમાં પ્રથમ ટ્રીપમાં 18 જેટલા પ્રવાસીઓ સિંહ દર્શને ગયા હતા, જેમાં ચાર સિંહના દર્શન થયા હતા.
પ્રકૃતિમાં દરેક સજીવનું પોતાનું ખાસ મહત્વ છે. એ પછી મચ્છર હોય હાથી હોય કે સિંહ, દરેક પશુ પક્ષી એ તમામ પર્યાવરણની સમતુલા જાળવી રાખવા આ મદદ કરે છે. પરંતુ જો આમાંથી કોઈ એક સજીવની વસ્તી વધી જાય તો પર્યાવરણની સમતુલા જોખમાય છે. માનવ વસ્તીને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે વસ્તી નિયંત્રણ એજ એક ઉપાય બચી રહે છે.
Jitendra Devmurari
આપણે હાલ પૃથ્વી પર વસતા માનવની વસ્તી વિસ્ફોટક રીતે વધી જતા અટકાવવા અનેક પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ આજ અમે એક એવા પ્રાણીની વાત કરવા જઈ રહ્યા છીએ જેની વધતી વસ્તી માનવ માટે ખતરારૂપ બનતી જાય છે. આ પ્રાણીની વસ્તી કાબુમાં લેવી ખૂબ જરૂરી છે. અને એ છે દિપડા કે જેની વસ્તી નિયત્રંણ કરવી હાલના સમયમાં જરૂરી બની રહે છે.
જી હા, અમે ગીર જંગલની આસપાસ રહેતા દીપડાઓની વાત કરી રહ્યા છીએ હાલ જૂનાગઢ, અમરેલી, ગિર સોમનાથ અને પોરબંદરમાં અંદાજે કુલ 600 કરતા પણ વધુ દીપડાઓની સંખ્યા છે. જેના કારણે આસપાસના ગામોમાં દીપડા માનવ વસાહતો અને પાલતુ જાનવરો પર હુમલા કરી શિકાર કરી રહ્યા છે. જેના કારણે દીપડાઓ અને માનવ વચ્ચે સંઘર્ષ ચરમસીમાએ આવિ ગયો છે.
Jitendra Devmurari
ખેડૂતો ખેતી કામ કરવા જતાં પણ ડરે છે કારણકે દીપડાઓ ખેતરમાં જ શિકારની શોધમાં છુપાઈને બેઠા હોય છે. ખેડૂતો સિઝન દરમિયાન દૂર દૂર થી ખેત મજૂરો પણ લઇ આવે છે. પરંતુ ખેત મજૂરો ખેતરમાં જીવના જોખમે કામ કરવાનીના કહી રહ્યા છે.
જેના કારણે ચારે બાજુ એક જ અવાજ ઉઠી રહ્યોં છે કે, દીપડાઓનના હુમલાઓથી રક્ષણ આપો પરંતુ સવાલ ઈચ્છે કે શું આ સંભવ છે? શું બધા દીપડાઓને મારી નાખવા એ જ એકમાત્ર ઉપાય છે? શું 600 દીપડાઓ મારવા શક્ય છે? શું બધા માનવભક્ષી જ હોય છે કે તેને ઠાર કરવા પડે? શું જંગલનું ક્ષેત્રમાં વસતા તૃણહારી પ્રાણીઓ દીપડાઓની સંખ્યા દિવસે ને દિવસે એટલી વધી ગઈ છે કે, હવે દીપડાઓ ની નસબંધી કરવી પડશે.
હવે એ સમય આવી ગયો છે કે એક તરફ માનવ વસ્તી વધી જતાં માનવ વસાહતો સીમાડાઓ પાર કરી જંગલ તરફ વધતી જાય છે. જેના પરિણામે જંગલોનો વિસ્તાર સમેટાઈ જઈ રહ્યો છે. તો બીજી તરફ વન્ય જીવોની સંખ્યા પણ સંરક્ષણ અને સંવર્ધનના કારણે સતત વધતી જાય છે.
Jitendra Devmurari
આથી જ માનવની જંગલી પ્રાણીઓના જીવનમાં દખલ દિવસે ને દિવસે વધતી જાય છે. જેના પરિણામે માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ વધતો જાય છે. શિકારની શોધ વન્ય પ્રાણીઓને માનવ વસાહતો ખેતરો સુધી ખેંચી લાવે છે. પાલતુ પશુઓ અને માનવ પર હુમલા કરે છે .માનવ પણ પોતાના સ્વબચાવ માટે દીપડાઓ જેવા ખૂંખાર વન્યજીવોને હાંકી કાઢવા પ્રયત્ન કરે છે પરિણામે વન્યજીવો સ્વાબચાવમાં વળતો હુમલો કરે છે અને શરૂ થાય છે જીવન મરણનો સંઘર્ષ આ પર્યાવરણની સમતુલાની પરાકાષ્ઠા કહી શકાય કે જ્યાં અસ્તિત્વની લડાઈ થઈ રહી છે.
હાલ આ જ પરિસ્થિતિ ગુજરાતના જૂનાગઢ પાસે આવેલ ગીર જંગલની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને વન્યજીવોમાં દીપડાઓ ની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં અધધ વધારો જોવા મળ્યો છે. હાલ જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલીમાં 600 થી પણ વધુ દીપડાઓ અને 650 એશિયાટીક સિંહોની વસ્તી છે.
આટલી મોટી સંખ્યામાં વસ્તા વન્યજીવોને પૂરતો ખોરાક જંગલમાંથી મળી શકવો સંભવ નથી પરિણામે શિકારની શોધમાં એશિયાટીક સિંહો અને દીપડાઓ અવારનવાર માનવસાહતોની નજીક આવે છે. વન વિભાગ આવા વન્યજીવોને માનવ વસાહતોમાંથી પકડી દૂર લઇ જાય છે. હાલમાં જ એક વર્ષના આંકડા જોઈએ તો માનવ પર કુલ 61 હુમલાઓ દીપડાઓ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાંથી 13 લોકોના મૃત્યુ થયા છે.
Jitendra Devmurari
આજે પરિસ્થિતી એ છે કે આ ચાર જિલ્લામાં ખેડૂતો ખેતરમાં કામ કરતા જતા ડરે છે. મજુરો ખેતરમાં કામ કરવા માટે તૈયાર નથી. ચારે બાજુ એક જ અવાજ સંભળાય છે કે, દીપડાઓને પકડો..દીપડાઓને ઠાર કરો…બંદુકથી મારી નાખો.
પરંતુ સવાલ એ છે કે, સમગ્ર ગુજરાતમાં અંદાજે 3200 દીપડાઓ છે. એકલા સોરઠમાં 600 થી પણ વધુ દીપડાઓ છે. શું દીપડાઓને માનવ વસાહતોમાં આવતા રોકી શકાય? શું આટલી મોટી સંખ્યામાં ઠાર મારી દેવા એ જ એકમાત્ર ઉપાય છે? શું દીપડાઓની વધતી સંખ્યા એ ખરેખર ચિંતાનો વિષય છે? તો એને નિયંત્રિત કરવા શુ કરવું જોઈએ જેથી માનવ જીવન પર ખતરો બનતા અટકાવી શકાય.
આ અંગે જુનાગઢ વન્યજીવ વર્તુળ વિભાગના મુખ્ય વન અધિકારી ડો સંજય શ્રીવાસ્તવ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે ઉપરોક્ત આ બધાં પ્રશ્નો અંગે વન વિભાગના અધિકારીઓ અને નિષ્ણાંતો એ જ્યારે વિચાર્યું ત્યારે એક તારણ આવ્યું કે દીપડાઓને કુટુંબ નિયોજન થકી નિયંત્રણમાં લાવી શકાય.
Jitendra Devmurari
દીપડાઓમાં ખાસ કરીને અમુક નર પ્રજાતિને નસબંધી કરવાથી પ્રજાતિ વધતી અટકાવી શકાય. હાલ આ પ્રોજેકટ અંગે એક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલેલ છે અને કેન્દ્ર સરકાર આ અંગે વિચાર કરી રહી છે. જો આ પ્રોજેકટને મંજૂરી મળી તો પ્રાણીજગતમાં એક નવતર પ્રયોગનો યુગ શરૂ થશે.
આજ દિનસુધી ભારતમાં કોઈ પ્રાણી માટે કુટુંબ નિયોજન પ્રોજેક્ટ અંગે વિચાર સુધ્ધાં કરવામાં આવેલ નથી. પરંતુ દીપડાઓની વધતી સંખ્યા માનવ વસાહતો પર થતા હુમલા માટે ઘણે અંશે જવાબદાર છે. આ મુદ્દો જો ધ્યાનમાં લેવામાં આવેતો કેન્દ્ર સરકાર મંજૂરી આપી શકે છે.
જો કે પર્યાવરણએ વિજ્ઞાનનો વિષય છે. આ સિવાય અન્ય કોઈ વિકલ્પ અંગે પણ વિચારી શકાય કારણકે પર્યાવરણની સમતુલા ખોરવાઈ જાય તો પૃથ્વી પર વસતા માનવ અને અન્ય સજીવ માટે ખતરારૂપ બની શકે છે. આથી જ આ પ્રોજેક્ટ અંગે ખૂબ ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે એ પણ ખૂબ જરૂરી છે. આખીર તો સવાલ દરેક સજીવોના અસ્તિત્વનો છે.
http://wildstreakofnature.com/gu/leopard-panther/