રાજ્યના આ ઝુઓલોજીકલ પાર્કમાં નવા પ્રાણીઓનું આગમન, હિંસક પ્રાણીઓએ પ્રવાસીઓનું ખેંચ્યું ધ્યાન
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઝુઓલોજીકલ પાર્કમાં નવા પ્રાણીઓનુ આગમન થયું છે. ઓરેન્ગ્યુટેન, જેગુઆર અને સફેદ સિંહ પાર્કમાં દેખાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં પથરાયેલા ઝૂઓલોજીકલ પાર્કએ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષનારૂ છે. દર વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ઝૂઓલોજીકલ પાર્ક જંગલ સફારીમાં 1500થી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેકમાં મુકવામાં આવ્યા છે. અને સમયાંતરે નવા પશુઓ પક્ષીઓનો જંગલ સફારીમાં ઉમેરો કરવામાં આવે છે. આગાઉ સ્નેક હાઉસ પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હવે નવા ત્રણ વિદેશી પ્રાણીઓને દુબઈના એનિમલ ઝૂમાં લાવવામાં આવ્યા છે. ઓરેન્ગ્યુટેન, જેગુઆર અને સફેદ સિંહ પાર્કમાં મળશે જોવા SOU ના ceo ઉદિત અગ્રવાલેએ જણાવ્યું હતું કે ત્રણ પ્રાણીઓ દુબઈના ઝૂ માંથી લાવવામાં આવ્યા છે. ત્રણ પ્રાણીઓ દુબઈના ઝૂ માંથી લાવવામાં આવ્યા છે. આગામી સમયમાં ઓરેન્ગ્યુટેન, જેગુઆર અને સફેદ સિંહ પ્રવાસીઓને બતાવશે. ઇન્ડોનેશિયામાં ઓરેન્ગ્યુટેન પ્રજાતિ જોવા મળે છે. વધુમાં ઇન્ડોનેશિયામાં આ ઉંરાંગ ઉટાંગ પ્રજાતિ જોવા મળે છે. જયારે અમેરિકાના એમેઝોન જંગલમાંથી જેગુઆર હિંસક પ્રાણીની પ્રજાતિ મળી આવે છે. જયારે સાઉથ આફીકામાં સફેદ સિંહ જોવા મળે છે. આ ત્રણેય પ્રજાતિ ભારતમાં જોવા મળતી નથી. એટલે કેવડિયા જંગલ સફારીમાં આ ત્રણેય પ્રાણીઓ લાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં પ્રવાસીઓને આ પ્રાણીઓ જોવા મળશે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકો તેઓનાં પરિવારજનો સાથે અહીંયા આવ્યા હતા. તેમજ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવેલ સુંદર જગ્યા જોઈ મંત્રમુગ્ધ થયા હતા. વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓમાં હજુ વધારો થઈ રહ્યો છે. અને આગળ પણ થતો રહેશે.શું તમે પણ દીપડા અને ચીત્તા વચ્ચે કન્ફ્યૂઝ છો? જાણો, અહિં બંને વચ્ચેના ભેદ વિશે
ચિત્તો મુખ્યત્વે ઘાસિયાં મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે દીપડો ગાઢ જંગલ અને ક્વચિત્ ઘાસિયા જંગલમાં જોવા મળે છે.
માંસાહારી શ્રેણી અને બિડાલ કુળનું શિકારી સસ્તન પ્રાણી. ચિત્તા અને દીપડા વચ્ચે ખૂબ સામ્ય હોવાને કારણે ઘણા લોકો બંને વચ્ચે ભેદ કરવામાં ભૂલથાપ ખાય છે. ચિત્તો મુખ્યત્વે ઘાસિયાં મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે દીપડો ગાઢ જંગલ અને ક્વચિત્ ઘાસિયા જંગલમાં જોવા મળે છે. ચિત્તો કદમાં દીપડા કરતાં નાનો – 1 મીટર ઊંચો, અને પૂંછડી સાથે લંબાઈ 1.5 મીટર અને વજન 45 કિગ્રા. ધરાવે છે. (સામાન્ય દીપડો 70 સેમી. ઊંચો, 2.5 મીટર લાંબો અને વજન 45થી 75 કિગ્રા. ધરાવે છે.) ચિત્તાના પગ લાંબા, કમર પાતળી, માથું કૂતરા જેવું અને તેની પીળાશ પડતી ચામડી ઉપર કાળાં ટપકાં હોય છે. (દીપડામાં ચામડી ઉપર કાળાં ધાબાં જૂથમાં હોય છે.) બિલાડી કુળનાં પ્રાણીઓ(વાઘ, સિંહ, દીપડા વગેરે)ના પગના નહોર ચાલતી વખતે આવરણ નીચે અંદર તરફ ખેંચી લઈ શકાય તેવા હોય છે. ચિત્તાના પગના નહોર કૂતરાના નહોરની માફક બહાર હોય છે. આમ ચિત્તામાં બિલાડી કુળ અને શ્વાનકુળનાં લક્ષણોનું મિશ્રણ જોવા મળે છે, માટે તેને ફેલિકસ પ્રજાતિમાંથી જુદો પાડી અલગ પ્રજાતિમાં મૂકવામાં આવ્યો છે. તેનું વૈજ્ઞાનિક નામ એસિનૉનિક્સ જુબેટસ છે. ચિત્તો મોટે ભાગે અલગ રહેવાનું પસંદ કરે છે. તેની ખાસ વિશિષ્ટતા તેની દોડવાની ઝડપમાં છે. જમીન ઉપરનાં સસ્તન પ્રાણીઓમાં તે સૌથી ઝડપથી દોડનારું શિકારી પ્રાણી છે. તેની દોડવાની ઝડપ કલાકે 110 કિમી. જેટલી નોંધાઈ છે; જોકે તે સળંગ થોડાંક મીટરના અંતર સુધી જ આ ગતિ ટકાવી શકે છે. આ કારણથી તે પ્રથમ શિકારને છુપાઈને લક્ષ્ય કરે છે, અને અમુક અંતરમાં શિકાર આવતાં જ ઝડપથી તેને પકડી પાડે છે. ચિત્તો મોટા ભાગે દિવસે શિકાર કરે છે. આફ્રિકાનાં જંગલોમાં ક્યારેક નાનાં ટોળાંમાં શિકાર કરે છે. નાનાં હરણાં, સસલાં જેવાં પ્રાણીઓનો પીછો કરી તેમનો શિકાર કરે છે. ક્યારેક તેણે કરેલો શિકાર સિંહ, દીપડા કે જરખ પડાવી પણ લે છે. ઝિમ્બાબ્વે(આફ્રિકાનો)નો ચિત્તો કિંગ ચિત્તા(A. rex)થી ઓળખાય છે. એક જમાનામાં ચિત્તા આફ્રિકાના ઘાસિયા પ્રદેશોમાં, મધ્ય અને દક્ષિણ એશિયા તથા ભારતમાં પણ જોવા મળતા હતા. હાલમાં ચિત્તા માત્ર મધ્ય અને પૂર્વ આફ્રિકા તથા ઈરાનમાં જોવા મળે છે. આપણા દેશના જંગલમાં સિંહ, વાઘ, દીપડા જેવા પ્રાણીઓ વસવાટ કરે છે. ભારતમાં વર્ષ 1947માં છેલ્લી વખત ચીત્તા જોવા મળ્યા હતા. ત્યારબાદ ભારત સરકારે 1952માં ચિત્તાને વિલુપ્ત ઘોષિત કર્યા હતા. તેના બાદ મોદી સરકારના પ્રયાસોથી દેશમાં ફરીથી ચીત્તા જોવા મળ્યા. માદા ચિત્તા ત્રણ માસ ગર્ભાવસ્થા ધારણ કરી 2-4 બચ્ચાંને જન્મ આપે છે. તેનાં મોટા ભાગનાં બચ્ચાં જરખ, દીપડા કે સિંહનો ભોગ બને છે. જે બચે છે, તે માતા પાસે 15 માસ સુધી સાથે રહે છે. ઘાસિયાં મેદાનો ખેતીની જમીનમાં બદલાઈ જતાં તેમનું અસ્તિત્વ હવે જોખમમાં છે. -ચિત્તો વિશ્વનું સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી છે. કલાકના 113 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. -ચિત્તો આ ઝડપ ગણતરીની સેકંડમાં જ મેળવી લે છે. જોકે થોડી વારમાં જ થાકીને ધીમા પડે છે. -ચિત્તો તેના કુળનું સૌથી નાનું પ્રાણી છે. તેનું વજન 45થી 50 કિલો હોય છે. -ચિત્તાના ચહેરા પર આંખથી મોં સુધી કાળી રેખાઓ તેની વિશિષ્ટતા અને ઓળખ છે. -ચિત્તા મોટેથી ગર્જના કરી શકતા નથી. જયારે દીપડો ગર્જના કરી શકે છે. -ચિત્તાની નજર શક્તિશાળી હોય છે. તે માત્ર દિવસે જ શિકાર કરે છે. -દીપડો શિકાર માટે ઝાડ પર ચઢી શકે છે. ચીત્તાની સરખામણીમાં દીપડાનું માથું પણ મોટું હોય છે. -ચિત્તા સ્વભાવે ડરપોક છે તે બીજા હિંસક પ્રાણી સાથે લડતાં નથી. -ચિત્તા ચાર પાંચ દિવસ પાણી વિના ચલાવી લે છે. -ચીત્તાના શરીર પર કાળા રંગના ધાબા ગોળ આકારમાં હોય છે. જ્યારે દીપડાના શરીર પરના કાળા ધાબા અલગ શૈલીમાં જોવા મળે છે. -ચિત્તાની મુખ્ય પાંચ જાત છે. એશિયન ચિત્તા, નોર્થ આફ્રિકન ચિત્તા, સાઉથ આફ્રિકન ચિત્તા, સુદાન ચિત્તા અને ટાન્ઝાનિયન ચિત્તા. -ચિત્તાના શરીર પર લગભગ 2000 કાળાં ટપકાં હોય છે. દરેક ટપકું લગભગ દોઢથી બે ઈંચ વ્યાસનું હોય છે. -વિવિધ પ્રકારના ચિત્તા બિલાડીના મ્યાઉંથી માંડીને થોડી સેકંડના ઘૂરકિયા કરી શકે છે. મોટો અવાજ કરી શકતા નથી. -ચિત્તાની સુંઘવાની શક્તિ વધુ હોય છે તે જમીન સુંઘીને રસ્તો શોધી શકે છે. -દોડતી વખતે ચિત્તા દર મિનિટે 150 વખત શ્વાસ લે છે. સામાન્ય રીતે તેના શ્વાસોચ્છવાસની ઝડપ મિનિટે 60ની છે. દોડતી વખતે ચિત્તાના શરીરની ગરમીમાં 50 ટકાનો વધારો થાય છે તે 500 મીટર કરતાં વધુ લાંબુ અંતર ઝડપથી દોડી શકતા નથી.સમુદ્રની દુનિયામાં એક અનોખો જીવ, અડધું જળચર પ્રાણી-અડધો છોડ
શું તમે કોઈ એવો જીવ વિશે જાણો છો કે જે માત્ર જાનવરો જ ખાય અને વનસ્પતિની જેમ ખોરાક પણ બનાવી શકે છે.
મહાસાગરમાં આવો જ એક જીવ મળી આવ્યો છે. વૈજ્ઞાનિકોએ જોયું કે, સમુદ્રી સ્લગ યા ગોકળગાય આમ તો જાનવર જ છે, પરંતુ તે પોતાનામાં એક વિચિત્ર ક્ષમતા વિકસિત કરી શકે છે જેનાથી તે વનસ્પતિની જેમ ખોરાક બનાવી શકે છે. દરિયાઈ ગોકળગાય અથવા સ્લગના શરીરમાં ક્લોરોફિલ હોય છે. તેનો ઉપયોગ સૂર્યપ્રકાશ દ્વારા ખોરાક બનાવવા માટે કરે છે. તે છોડની જેમ જ પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. રસપ્રદ વાત એ છે કે તે જન્મતાંની સાથે જ ક્લોરોફિલ ધરાવતા નથી. જીવનભર ઘણી બધી વનસ્પતિ ખાઈને ક્લોરોફિલ મેળવે છે. તેથી તેમને સેકોગ્લાસન અથવા સત્વ ચૂસનારા સી સ્લગ્સ કહેવામાં આવે છે. કારણ કે, તે ખરેખર કોષોમાંથી સામગ્રી ચૂસે છે. આ માટે સ્ટ્રો જેવા મોસ રેસાનો ઉપયોગ કરે છે. પરંતુ તે પ્રાણીઓની જેમ ખોરાક પચાવે છે. તેઓ ક્લોરોપ્લાસ્ટને શેવાળમાંથી અલગ કરે છે અને તેને કોષોમાં સમાવે છે. આ પછી તેમને માત્ર સૂર્યપ્રકાશની જરૂર છે.કોઈ એવું જાનવર કે માત્ર વનસ્પતિ ખાઈને પણ પોતે છોડની જેમ કામ કરી શકે છે. શું તેને ખરેખર જાનવર જ કહેવાશે કે છોડ કહેવાશે?
આ સમગ્ર પ્રક્રિયાને ક્લેપ્ટોપ્લાસ્ટી કહેવામાં આવે છે અને તે આ વિચિત્ર ક્ષમતાને કારણે જ તેમનું નામકરણ સૌર ઉર્જા સમુદ્ર સ્લગ કહેવામાં આવે છે. પરંતુ શું આ પ્રાણીઓ ક્લોરોપ્લાસ્ટની ચોરી કરીને જ આ રીતે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે? વૈજ્ઞાનિકો જાણતા હતા કે આ શક્ય નથી. તેથી જ તેણે તેના મૂળ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું કે, એલિસિયા ક્લોરોટિકા માત્ર શેવાળમાંથી ક્લોરોપ્લાસ્ટની ચોરી કરતું નથી, પરંતુ તેમના જનીન પણ લે છે અને તેને તેના પોતાના ડીએનએમાં એકીકૃત કરે છે. જીન ટ્રાન્સફરનું આ એક ખૂબ જ અનોખું અને અદ્ભુત ઉદાહરણ છે. તેઓ મોટાભાગે અમેરિકા અને કેનેડાના પૂર્વીય દરિયાકાંઠાના ખારા પાણી, તળાવો વગેરેમાં જોવા મળે છે. આ 2થી 3 સે.મી.ના જીવો 6 સેમી સુધી લાંબા હોઈ શકે છે. યુવાન ઇલિસિયા ક્લોરોટીકા લાલ અથવા રાખોડી રંગના હોય છે અને એકવાર તેઓ ક્લોરોપ્લાસ્ટ્સ વિકસાવવાનું શરૂ કરે છે, તે તેજસ્વી લીલા થઈ જાય છે. લીલા રંગની મદદથી તેઓ શિકારી પ્રાણીઓને પણ છેતરવામાં સફળ થાય છે. તેઓ પ્રકાશસંશ્લેષણ દ્વારા એક વર્ષ સુધી ખાધા વિના જીવી શકે છે.National Bird Day 2024: શા માટે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે, તેનો ઇતિહાસ અને મહત્વ જાણો
આબોહવા પરિવર્તનને કારણે પક્ષીઓ સામેના જોખમોને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણી
રાષ્ટ્રીય પક્ષી દિવસ દર વર્ષે 5મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણવાદીઓ, પક્ષી નિરીક્ષકો અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના લોકો રાષ્ટ્રીય પક્ષી દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરે છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ એ પક્ષીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો ખાસ દિવસ છે. લોકોમાં પક્ષી જાગૃતિ વધારવા માટે બર્ડ ડે સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.


