ગીરના જંગલોમાં દબાણ વધતા અને સિંહ (lion)ની સંખ્યામાં પણ વધારો થતા હવે સિંહ ગીરના જંગલો છોડીને આસપાસના જિલ્લાઓ સુધી પહોંચ્યા છે. સામાન્ય રીતે અમરેલી અને ભાવનગરમાં સિંહ જોવા મળતા હતા. સાથે ગીરના જંગલને અડીને આવેલા જુનાગઢમાં પણ સિંહોની લટાર જોવા મળી છે. જો કે છેલ્લાં ઘણા સમયથી રાજકોટ જિલ્લામાં પણ સિંહો પહોંચ્યા છે. થોડા દિવસ પહેલા ગોંડલ પાસેના ગામોમાં સિંહો જોવા મળ્યા હતા. જેમાં અનેક મારણ કર્યા હતા. જો કે તે સમયે સિંહો ગ્રામ્ય વિસ્તારો પુરતા સિમિત હતા. હવે રાજકોટ શહેરને અડીને આવેલા આજી ડેમ પાસે સિંહો પરિવાર સાથે પહોંચી ગયા છે.
બે સિંહોએ એક ગાયનું મારણ કર્યુ હતુ. જો કે અવાજ થતા સ્થાનિક લોકોએ રાતના અંધારામાં ટોર્ચનો પ્રકાશ ફેકતા બે સિંહો જોવા મળ્યા હતા. જે ગાયનું મારણ કર્યુ હતુ. આજી ડેમ રાજકોટ શહેરની નજીક છે અને આસપાસના વિસ્તારોમાં અનેક માલધાારીઓ રહે છે. વનવિભાગના અધિકારીઓનું કહેવુ છે કે આજી ડેમની આસપાસનો વિસ્તાર સિંહોના વસવાટ માટે અનુકુળ છે કારણ કે અહિયા નીલગાય અને રખડતા ઢોરનું પ્રમાણ વધારે છે અને ડેમમાં પાણીનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં છે. સિંહોના આ વિસ્તારને છોડીને ઝડપથી નહી જાય. તેવી સ્થિતિમાં સિંહો તક મળતા રાજકોટ શહેરમાં સિંહો આવી શકે છે. વન વિભાગે આજી ડેમ પાસે અધિકારીઓને મોકલીને તાત્કાલિક સિંહોને ઝડપી લેવા માટે કવાયત શરુ કરી છે.
દક્ષિણ ધ્રુવ સિવાય સમગ્ર વિશ્વના વિસ્તારોમાં જોવા મળતા વીંછી( Scorpio )પૃથ્વી પરના કરોડો વર્ષ પહેલાંના જીવ છે.વીંછી( Scorpio ) અંગેની જાતજાતની દંતકથાઓ વિશ્વભરની સંસ્કૃતિઓમાં જોવા મળે છે. ગ્રામ પ્રદેશોની સીમ સિવાય ભાગ્યે જ જોવા મળતા આ જીવ ઘણા રસપ્રદ છે. મોઢા આગળ બે અણીયાળા આંકડા અને વાંકી પૂંછડીને છેડે ઝેરી ડંખને કારણે ભયાનક દેખાવના વીંછી જંતુ નથી પણ અષ્ટપાદ એટલે કે આઠ પગવાળા જીવ છે.
વીંછી( Scorpio )ને માથા ઉપર બે આંખો ઉપરાંત માથાની બંને તરફ પાંચ પાંચ એમ બાર આંખો હોય છે. સખત કવચવાળા શરીરને કારણે તે ચમકતા હોય તેવું લાગે છે. વીંછી( Scorpio ) આઠ પગે ઝડપથી ચાલે છે. તેના પેટ નીચે સુક્ષ્મ રૃંવાટી હોય છે. આ રૃંવાટીમાં ગજબનાં સેન્સર હોય છે. જમીનમાં થતી ઝીણી ધ્રુજારી પણ આ સેન્સરમાં પકડાઈ જાય છે અને તે કઈ તરફ જવું તેની દિશા નક્કી કરી લે છે.
WSON Team
પુરાતન કાળમાં 1 મીટર લંબાઈના રાક્ષસી વીંછી( Scorpio ) પૃથ્વી પર વિચરતા હતાં પરંતુ હવે 1500 જાતના નાના મોટા વીંછી થાય છે. આજે જોવા મળતા વીંછી( Scorpio )માં સૌથી મોટી જાતના વીંછી 8 ઈંચ લાંબા હોય છે અને સૌથી નાના મિડલ ઈસ્ટર્ન સ્કોર્પીયન 0.25 ઈંચનો હોય છે એટલે કે ઈંચનો સૌથી ચોથો ભાગ. માત્ર 15 જેટલી જાતના વીછી( Scorpio )નું ઝેર માણસ માટે જોખમી છે.
વીંછી( Scorpio ) લગભગ 25 વર્ષ જીવે છે. માદા વીંછી એક સાથે સેંકડો બચ્ચાંને જન્મ આપે છે. આ બચ્ચાં મોટાં થાય ત્યાં સુધી તેની માતાના શરીર પર ચોંટી રહે છે. દરમિયાન માતાના શરીરની ચામડીમાંથી પોષક રસ છુટા પડે છે તે બચ્ચાં પીને મોટાં થાય છે. વીંછી( Scorpio ) એકલવાયા જીવ છે તે જમીનમાં દર કરીને ભરાઈ રહે છે. કીડી મંકોડા જેવા નાના જીવનો શિકાર કરે છે. વીંછી( Scorpio )ખોરાક લીધા વિના 12 મહિના સુધી જીવી શકે છે.
જંગલની પણ એક અજીબો ગરીબ દુનિયા છે. કે જયાં એવી અનેક ઘટનાઓ કેમેરા કે પછી નરી આંખે કેદ થાય છે. જેને ભુલવી લગભગ લગભગ અશક્ય હોય છે. એવી એક ઘટના ગુજરાતના સાસણ ગીર જંગલમાં સામે આવી છે. ગીર સાસણમાં સફારીદર્શન કરતા કેટલાક મુલાકાતીઓએ આ નજારો જોયો અને કેમેરામાં કેદ પણ કર્યો.
ગીર જંગલનો રાજા સિંહ કુતરા થી ડરે ખરો ? કદાચ આ વાત ગળે ઉતરે એવી નથી પણ જંગલમાં સિંહ અને કુતરો એક બિજાની સામે આવી ગયા હતા. જે જોઈ સહેલાણીઓ પણ એક સમયે આ દર્શય જોઈ સત્બધ થઈ ગયા હતા. સિંહ સામે થયો પણ કૂતરાએ ડર્યા વગર સામનો અને પીછો કર્યો તો સિંહ કુતરાના હુમલાથી જાને ડરતો હોય એમ ભાગવા લાગ્યો પાછળ હટ્યો કદાચ સિંહને પણ રમત સુજી હશે. આ આખો નઝારો મુલાકાતીઓએ કેમેરામાં કેદ કર્યો છે. હાલ તો આ દ્રશ્ય જોઈ લાગે છે. અને એક કવિ દેવાયત ભમ્મરની પંકિત યાદ આવે કે..ડાલામથ્થાને પછી દખ લાગે, જો કૂતરાંને જરીક નખ વાગે. બવ બળવાળા કૂતરાંને સિંહે સમોવડીયો ધાર્યો નહોતો. જા જા કૂતરાં જા! જઈ ને કે’જે મેં સિંહને પડકાર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં ઉના-કોડીનાર હાઇવે પર શીલોજ ગામ નજીક ગતમોડીરાત્રીના રોડ ક્રોસ કરી રહેલ એક દીપડીને અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતની જાણ વન વિભાગને કરાતા સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવી દીપડીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ઘણા દિવસોથી દીપડા-દીપડીઓની રંજાડની વારંવાર બનતી ઘટનાઓથી ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાની ભોગવી રહ્યા છે. દરમિયાન ગતમોડીરાત્રીના જિલ્લાના ઉના-કોડીનાર હાઇવે પર શીલોગ ગામ નજીક હાઇવે પર દીપડીનો મૃતદેહ પડેલ હોવાનું અમુક રાહદારીના ઘ્યાને આવ્યું હતુ. જે અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા અઘિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. વન વિભાગની પ્રાથમિક તપાસમાં દીપડી હાઇવે ક્રોસ કરી રહેલ હોય તે સમયે પુરપાટ આવતા અજાણ્યા વાહનએ અડેફેટે લીધી હોવાથી મોત નીપજ્યું હોવાનું જણાય રહ્યું છે. હાલ દીપડીની ઉંમર ચાર વર્ષ છે અને તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
130 ચોરસ કિલોમીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલું જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્ય પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના વન વિસ્તારોને આવરી લે છે.
પરીસરિય પ્રવાસન વિકાસ સમિતિ ધનપુર દ્વારા પ્રકાશિત જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકામાં વન્યજીવ છબિકાર ડો.રાહુલ ભાગવતે અહી જોવા મળતા પક્ષીઓનો પરિચય આપવાની સાથે તેમની જીવન શૈલી અને પક્ષીદર્શનની સાચી રીતનું ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે.
કાળિયા કોશીનો માળો જે સ્થળે જોવા મળે એની આસપાસ બારીકાઇ થી નિરીક્ષણ કરવું જોઈએ.કારણકે પીળક,દુધરાજ, નાચણ જેવા પક્ષીઓ કાળીયા કોશીના માળા નજીક પોતાના માળા બાંધે છે એટલે નિરીક્ષણ કરવાથી એ પક્ષીઓ જોઈ શકાય છે.
ઘણાં પક્ષીઓ સમાગમની ઋતુમાં અલગ રંગ ધારણ કરતાં હોય છે. જેને બ્રીડીંગ પ્લુમેજ કહેવાય છે.ઘણી પક્ષી પ્રજાતિઓ અવાજ થી ઓળખી શકાય છે એટલે નિરીક્ષણ ની સાથે અવાજ સાંભળવાની ટેવ પક્ષી દર્શનમાં મદદરૂપ બને છે. વન્ય જીવ છબીકાર ડો.રાહુલ ભાગવત પાંખાળા દેવદૂત જેવા પક્ષીઓના જીવનની વિવિધ ખાસિયતો ના ઊંડા અભ્યાસી છે.
Social Media
ઉપરોક્ત જાણકારી તેમણે તાજેતરમાં પરીસરિય પ્રવાસન વિકાસ સમિતિ,ધનપુરી દ્વારા પ્રકાશિત જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકામાં આપી છે. તેમણે વડોદરા વન્ય જીવ વિભાગના દિશા નિર્દેશો હેઠળ આ અગાઉ રતનમહાલ ની પક્ષી સમૃદ્ધિ ને લગતી માર્ગદર્શિકા પણ આલેખી છે.
Social Media
130 ચોરસ કિલોમીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલું જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના વન વિસ્તારોને આવરી લે છે. જૂની વાત યાદ કરીએ તો વડોદરાના જાણીતા પર્યાવરણવિદ સ્વ.ડો.ગુણવંત ઓઝા અને જાંબુઘોડાના પૂર્વ રાજવીએ આ જંગલને અભયારણ્ય જાહેર કરાવવા માટે ખૂબ અભ્યાસપૂર્ણ રજૂઆતો કરી હતી.https://wildstreakofnature.com/gu/jambughoda-wild-life-sanctuary/ ડો.રાહુલ આ અભયારણ્ય ને કુદરત દ્વારા મધ્ય ગુજરાતને મળેલી અદભૂત ભેટ તરીકે મૂલવે છે.
જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યવન સંપદા ની દ્રષ્ટીએ સૂકા પાનખર અને મિશ્ર પ્રકારનું આ જંગલ 180 થી વધુ જાતિ પ્રજાતિના પક્ષીઓનું નિવાસસ્થાન કહો કે અડ્ડો છે. અહીં સ્થાનિક અને યાયાવર,બંને પ્રકારની પક્ષી વિવિધતા જોવા મળે છે જેમાં દુધરાજ, પીળક, તુઈ અને સુડો પોપટ,બુલબુલ, વૈયા,માછીમાર ઘુવડ અને વિવિધ પ્રકારના ઘુવડ નો સમાવેશ થાય છે.
Social Media
વડોદરા શહેર થી દોઢ કલાક એટલે કે અંદાજે 70 કિલોમીટર ના અંતરે આવેલું આ અભયારણ્ય કુદરત ના ખોળે વિહરવાની ઉત્તમ તક આપે છે.જો કે ચોમાસામાં અહી પ્રવાસીઓનો પ્રવેશ નિષેધ હોય છે. એ સિવાયની મોસમમાં કુદરતના આ લીલા ખજાનાને વન વિભાગની પરવાનગી થી માણી શકાય છે.
બિલાડી કુળનું માંસાહારી પ્રાણી દીપડો આ જંગલનું મુખ્ય પ્રાણી છે.આ ઉપરાંત અહી રીંછ,ઝરખ, વણીયર,તાડ વણીયર, શાહુડી, ઘોરખોદિયું,શિયાળ,ચોશિંગા,નીલગાય અને જંગલી ભૂંડ,ચામાચીડિયાં અને સસ્તન વર્ગના પ્રાણીઓ,વિવિધ પ્રકારના સાપ સહિતના સરીસૃપો,પતંગિયા,કીટકો,કરોળિયા વસવાટ કરે છે.આમ,જીવ વિજ્ઞાનના અભ્યાસની વિશદ તકો આ જંગલ આપે છે.
Social Media
ડો.ભાગવત બહુ સૂચક રીતે પક્ષી દર્શનની રીત સમઝાવતા કહે છે કે, પક્ષીઓ જોવા જતા સાથે એક જોડીદાર હોય તો વધુ સારું.પણ બે થી વધુ વ્યક્તિઓ હોય તો ટોળું બની જાય અને નિરીક્ષણ ની મઝા બગડે.કપડાં પણ ભપકાદાર ન પહેરતા આસપાસના પરિસર સાથે એકરૂપતા સધાય તેવા પહેરવા.
આ માર્ગદર્શિકા ના આલેખનમાં વડોદરા વન્ય જીવ વિભાગના વન સંરક્ષક આરાધના સાહુ,નાયબ વનસંરક્ષક બી. આર.વાઘેલા,મદદનીશ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી ના માર્ગદર્શનને તેઓ બહુમૂલ્ય ગણાવે છે અને વિશેષ યોગદાન માટે નિશા ભાગવત અને ક્ષેત્રીય વન કર્મચારીઓને બિરદાવે છે.