ગુજરાત રાજ્યમાં નવી ટુરીઝમ પોલીસીની આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ જાહેરત કરતા કહ્યું હતુકે, ગુજરાતમાં ટુરીઝમ ને વેગ મળે રાજ્યની GDP માં વધારો થાય એ હેતુ થી રાજ્યમાં નવી ટુરીઝમ પોલીસી અમલમાં મુકવામાં આવશે. આજે 5 વર્ષ માટે નવી પોલિસી જાહેર કરી છે.
2021થી 2025ની પ્રવાસન નીતિની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પ્રવાસનને વેગ મળે અને યુવાધનને રોજગાર વધારવા માટે આ પોલીસીમાં ખાસ જોર મુકવામાં આવશે. ગુજરાતમાં ટૂરિઝમ વિભાગનો વિકાસ થાય તો પ્રવાસીઓ આવશે અને જીડીપીમાં વધારો થશે.
નોધનીય છે કે, ગીરનાર રોપવે, હેરિટેજ, સી-પ્લેનને પ્રોત્સાહન સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂરિઝમ પોલીસી બનાવાશે. 31 માર્ચ 2025 સુધી નવી નીતિ અમલી રહેશે. ઓછામાં ઓછા 1 કરોડનાં રોકાણ પર 20 ટકા સબસીડી મળવા પત્ર છે. ટૂરિસ્ટ પ્લેસ પર નવી હોટેલ,રિસોર્ટ બનાવાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રોકાણની સુરક્ષા માટે ટુરિઝમ પોલિસી જરૂરી છે. ટુરિઝમ સ્ટેટ તરીકે ગુજરાત વિકસે એવો પ્રયાસ હાથ ધરવામાં આવશે. ટુરિઝમથી આવક થશે એવું સરકાર સ્પષ્ટપણે માને છે. નવી નીતિમાં હોટેલ માટે 1 કરોડ રોકાણ અને 20 ટકા ઇન્સેટિવ મળવા પાત્ર છે. આ પ્રવાસન નીતિમાં મહત્તમ રોકાણની મર્યાદા રાખી નથી.
પ્રવાસન નીતી ખાસિયતો:
1500 લોકો બેસી શકે તેટલો જ હોલ હોય
2500 લોકો બેસી શકે તેવા કન્વેશન સેન્ટર બનાવાશે
રિસોર્ટ બને તેને પણ 15 ટકા સબસીડી મળશે
વર્લ્ડ કલાસ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાશે
લઘુતમ 50 કરોડ અને મહત્તમ 500 કરોડનું બનશે
15 ટકા સબસીડી આપીશું
500 કરોડથી વધુના રોકાણ પર જમીન લીઝથી આપીશું
સરકારે ખાસ ટુરિઝમ સ્પોટ નક્કી કર્યા
વિદેશી પ્રવાસીઓને હોટેલમાં ખાસ ડિસ્કાઉન્ટ મળશે
ગરવી ગુર્જરીમાંથી ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે
ઇલેક્ટ્રોનિક વાહનો ફરે તે માટે પ્રોત્સાહિત કરાશે
ગુજરાત રાજ્યમાં કેવડિયાની માફક વર્લ્ડ કલાસ ટુરીઝમ ને પ્રોતસાહન આપવા માટે આ નવી ટુરીઝમ પોલીસી વિકસાવવામાં આવી છે. જેમાં સાસણ, બાલાસિનોર, બોર્ડર ટુરિઝમ, સી પ્લેન, હેરિટેજ સ્થળો ને વિકસવાશે. દ્વારકા પાસે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ મળ્યો છે. તેનો વિકાસ કરાશે. જાન્યુઆરી 2021થી નવી પોલિસી અમલમાં આવશે. 31 માર્ચ 2025 સુધી અમલમાં રહેશે. નવા રિસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક માટે 50 કરોડનું રોકાણ ની કેપ હતી. એ કેપ હટાવી દેવાઈ છે. નવી નીતિમાં હોટેલ માટે 1 કરોડ રોકાણ અને 20 ટકા ઇનસેન્ટિવ મળશે. મહત્તમ રોકાણ ની મર્યાદા રાખી નથી.
ગીરના જંગલમાં સિંહોના અપમૃત્યુ મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી લીધી છે. ચીફ જસ્ટીસના હુકમ બાદ પણ રેલ્વે મંત્રાલય અને કેન્દ્ર-રાજય સરકારે જવાબ રજૂ નહી કરતા હાઇકોર્ટે 27 જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ગીર જંગલમાંથી પસાર થતી રેલ્વે ટ્રેક અને પાઇપલાઇનના લીધે સિંહોના જીવન સામે જાેખમ વધ્યુ છે. જંગલમાંથી ટ્રેક પસાર થતા સિંહો ઘાયલ વાને કારણે અનેક સિંહો રેલ્વેની હડફેટે આવી જતા ઘાયલ થાય છે. હાઇકોર્ટે આ અંગે ૨૭ જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
રાજકોટમાં છેલ્લા દોઢ મહિનાથી સિંહ ત્રિપુટીએ મુકામ કર્યો છે. આ પૈકી એક સિંહને કોલર હોવાથી લોકેશન સરળતાથી મળી રહે છે. જાેકે હવે તે કોલર અથવા બેટરી બદલાવવા માટે સાસણથી એક ખાસ ટીમ રાજકોટ આવી પહોંચી છે. વનવિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ સિંહમાંથી એક સિંહને દોઢ વર્ષ પહેલા કોલર પહેરાવ્યું હતું. આ ઉપરાંત જ્યારથી રેવન્યૂ વિસ્તાર તરફ આવ્યા છે ત્યારથી સતત લોકેશન લેવાયા હતા અને દર 24 કલાકે લોકેશન લેવાઈ રહ્યા છે.
કોઈ શાંત જગ્યા પર આપ બેઠા હોય, અને આપના કાનમાં કોઈ પક્ષીનો મધુર અવાજ પહોચે ત્યારે તન અને મન શાંતિની અનુભુતી કરે છે. અને લાગ્યા કરે આ મધુર પક્ષીનો અવાજ કયારેય પણ ના અટકે ખાસ કરીને મોરની ગહેંક, ચકલીનો કલબલાટ, કોયલના ટહુકા, કૂકડાની બાંગ અને કબૂતરનો ઘૂઘવાટ ન સાંભળ્યા હોય તેવું ભાગ્યે જ બને.
વહેલી સવાર અને મોડી સાંજનો સમય પક્ષીઓના જાતજાતના અવાજોથી વાતાવરણ ભરાઈ જતું હોય છે. પક્ષીઓના કલરવથી સમગ્ર વાતાવરણમાં એક અલગ જ ઉર્જા જોવા મળે છે. પક્ષીઓનો અવાજથી અને તેના કલરવથી જાણે સમગ્ર સુષ્ટિન તેના કલરવ અને મિઠ્ઠા અવાજથી ઝુમી રહી હોય તેવી અનુભુતી ચોક્કસ થશે.
કુદરતનું આ મધુર તો ક્યારેક કર્કશ સંગીત પક્ષીઓ જુદા જુદા હેતુઓ માટે હોય છે. પક્ષીઓના કલરવમાં ઝઘડા, પ્રેમ, આવકાર કે ભયની ચેતવણી હોય છે. આપણને આનંદ થાય તેવું આ સંગીત છે. પરંતુ વિજ્ઞાાનીઓ માટે અભ્યાસનો વિષય છે. કોયલ જેવા પક્ષીઓ ક્યારેક લાંબા સમય સુધી ટહૂકા કર્યા કરે છે.
પક્ષીઓને ચાવવા માટે દાંત હોતા નથી તેમણે ખાધેલો બધો ખોરાક સીધો જઠરમાં જાય છે પરંતુ તેના ગળામાં એક વિશેષ કોથળી હોય છે. ખોરાક સાથે ઘણીવાર ધૂળના રજકણો કે બીનજરૃરી ચીજો પણ પેટમાં ન જાય તે માટે આ કોથળી હોય છે. નકામા રજકણો આ કોથળીમાં ભરાઈ જાય છે. આ કોથળી ભરાઈ જાય ત્યારે તેનો નિકાલ કરવા આ પક્ષીઓ ગળુ ખોંખારતા હોય તેમ ગાય છે.
પક્ષીઓ પીંછા ફેલાવીને ગાય ત્યારે સમજવું કે તે આનંદમાં છે અને પ્રેમની વાતો કરે છે. તેઓ માદા કે નરને આકર્ષવા માટે મધૂર અવાજ કરતા હોય છે. કેટલાક પક્ષીઓ પોતાના માળા બાંધ્યા હોય તે વૃક્ષની ટોચે બેસી અવાજ કરે છે.
આમ કરીને પક્ષીઓ પોતાના વિસ્તારની હદ નક્કી કરે છે. આ હદમાંથી તે ખોરાક મેળવે છે અને બીજા પક્ષીને ઘૂસવા દેતું નથી. ઘણાં પક્ષીઓ ગુસ્સે થાય ત્યારે ગળુ ફૂલાવીને ઘૂઘવાટ કરે છે. તો ભયભીત સ્થિતિમાં ઘણા પક્ષીઓ એક સાથે કલબલાટ કરવા લાગે છે.
રાજકોટ જિલ્લાના જેતપુરના આરબટીંબડીગામ નજીક 5થી 6 સિંહનું ટોળું જોવા મળ્યું હતું. રાજકોટથી ગીરનું જંગલ નજીક હોવાથી જૂનાગઢ-જેતપુરના વિસ્તાર થઈને રાજકોટ સુધી સિંહના આટા ફેરા વધ્યા છે, વધુ એક ગ્રૂપે જેતપુરના બામણગઢ પાસે દેખા દીધા છે. ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી જેતપુર પાસે આવેલા બામણગઢ ગામે સિંહ દેખાયાની વાત મળી હતી. ત્યારે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
રાજકોટની પાદરમાં સિંહના આટા ફેરા વધતા વન તંત્રમાં પણ દોડધામ જોવા પામી છે. રાજકોટના પાદરમાં સિંહના આટા ફેરા વધ્યા હોવાથી વન તંત્રમાં પણ દોડધામ મચી છે, બીજી બાજુ આજી ડેમના આસપાસના વિસ્તારમાં વાડી-ફાર્મ હાઉસ ધરાવનારા લોકોમાં પણ સિંહોને લઈને ડર ઉભો થયો છે. છેલ્લા 1.5 મહિનાથી બે માદા અને એક નર એમ 3 સિંહના આ પંથકમાં આંટાફેરા વધી ગયા છે, અવારનવાર તેના વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેને લઈને સિંહોને રાજકોટનું વાતાવરણ ફાવી ગયું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
સદીઓ પહેલા સિદીઓ ભારત આવીને અહી સાસણ ના જંગલોમાં વસ્યા અને આજે ભારતમાં હોવાનું ગર્વ અનુભવે છે, આજે પણ એ લોકો આફ્રિકન નૃત્ય અને ગીતોથી પોતાની સંસ્કુર્તીની ઓળખ જીવંત રાખે છે પરંતુ સાથે સાથે ભારત માં વધુ સુખી હોવાનું સ્વીકારે છે.
ગીર સાસણ ની ઓળખ જેટલી એશિયાટિક સિંહો માટે છે એટલી જ અહી વસતા સિદ્દી બાદશાહો માટે છે, સદીઓ પહેલા આફ્રિકા થી અહી આવીને વસેલા આફ્રિકન લોકોનો એક સમુદાય આજે એક ગામ બની ગયો છે , હજાર જેટલી વસ્તી ધરાવતું જાંબુર ગામ આજે વિશ્વભર માં પ્રસિદ્ધ બન્યું છે, એક સમયે પછાત અને આદિવાસી પ્રજા તરીકે ઓળખાતો આ સમાજ આજે શિક્ષિત અને સંસ્કારી બન્યો છે, આજે આ સમાજના યુવાનો સૈન્ય અને સરકારી તંત્ર માં નોકરી કરી રહ્યા છે. મહિલાઓ પગભર બની છે અને પોતાના બાળકોને ભણાવી રહી છે.
WSON Team
એક માન્યતા પ્રમાણે આ સિદ્દી સમાજ ને આશરે 500 વર્ષ પહેલા રાજાઓ અને અમલદારો પોતાના ગુલામ તરીકે અહી લાવેલા અને ત્યારથી આ પ્રજા પેઢી દર પેઢી અહી વસ્તી ગઈ.જે આજે આખા ભારતમાં 5500 અને ગીર સાસણ માં 1000 જેટલી છે, બીજી એક માન્યતા પ્રમાણે જુનાગઢના નવાબ એક વખત આફ્રિકા ફરવા ગયા હતા ત્યાં એમને એક સીદ્દી મહિલા સાથે પ્રેમ થયો અને તે તેમને અહી જુનાગઢ લઇ આવ્યા ત્યારે તેની સાથે આશરે 100 સિદ્દી લોકો આવ્યા હતા જે સાસણના જંગલોમાં રહેતા હતા , છેલ્લા 300 વર્ષથી અહી જાંબુર ગામ માં વસવાટ કરી રહ્યા છે, જાંબુર નો સિદ્દી સમાજ મુસ્લિમ ધર્મ પાળે છે અને ઘણા ખરા કેથોલિક પણ હોય છે, એમના રીત રીવાજ અને રસમ અલગ હોય જે ખરેખર જોવા જેવા હોય છે.
સિદ્દી સમાજના લોકોની મુખ્ય ઓળખ વાંકડિયા વાળ , શ્યામ રંગ , ચપટું નાક અને મોટા હોઠ છે, સમાન્ય રીતે પુરુષોનું પડછંદ બાંધાનું શરીર અને મહિલાઓ નીચી અને સ્થૂળ હોય છે, તેમનો પહેરવેશ આજે તો આધુનિક થઇ ગયો છે. પરંતુ એક સમયે જંગલ માં રહેતો આ સમાજ ટાઈગરના રંગના ચટ્ટા પટ્ટા અને રંગબેરંગી આકારો ચિન્હો દોરી શરીર ને શણગારતા લોકો એમની સંસ્કૃતિ ની ઓળખ આપતા આદિવાસી નૃત્ય ધમાલ કરતા જોવા મળતા ઢોલ અને નગારા ની સાથે નૃત્ય કરતા આ સિદ્દી બાદશાહો જોવાનો પણ એક લ્હાવો છે.
pinterest.com
જો કે આજે પણ સાસણ ગીરમાં જાંબુર માં વસતા સિદ્દીઓ હોટેલો અને રિસોર્ટ માં ધમાલ નૃત્ય કરી પર્યટકો ને મનોરંજન પૂરું પાડે છે, સરકારી કાર્યક્રમો અને સાસણ ગીર માં યોજાતા કાર્યક્રમોમાં ધમાલ નૃત્ય સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પરંતુ એ વ્યવસાયિક રૂપે ધમાલ નુર્ત્ય જોવા મળે છે. તેમના પ્રાસંગિકો માં ધમાલ કરતા જોવા મળે છે જેમાં તેમના હાવભાવ અને ચેહરાના ભાવ જોવા જેવા હોય છે.
આજના અહીના સિદ્દી બાદશાહ નામે ઓળખાતી આ પ્રજા ખુબ સાહસિક અને હિમંતવાન હોય છે. આથી જ સૈન્ય અને પોલીસ માં તેમની પસંદગી કરવામાં આવે છે. એજ જમ્બુરના ઘણા યુવાનો પોલીસ માં છે, તો કોઈ ખેડૂત , મજુરી પણ કરે છે, અહી ની પ્રજાને સુરક્ષિત કરનાર અને પોતાન પગભર થવાનું શીખવનાર હીરબાઈ લોબી નામની મહિલા ને વિશ્વસ્તરના એવોર્ડ મળેલા છે, અમિતાભ બચ્ચન થી લઇ સચિન તેંદુલકર , મુકેશ અંબાની , નીતા અંબાની , અમીરખાન જેવી હસ્તીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, તો અહી વસતા મહેબુબ ખાન એક સમયે પી.ટી ઉષા સાથે દોડ માં ભાગ લીધો હતો અને સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ઇનામો જીત્યા હતા. જો કે આ જે ખેલવીર સરકારી કોઈ શાહ ન મળવાથી ગામ આવી ખેતર માં મજુરી કરી રહ્યો છે એ પણ એક વાસ્તવિકતા છે. જો તેને ખેલાડી તરીકે અને કોચ તરીકે કામગીરી આપવામાં આવે તો સિદ્દી સમાજના બાળકો રમત ક્ષેત્રે નામના મેળવી ભારત નું નામ રોશન કરી શકે એમ છે.
WSON Team
સિદ્દી સમાજ ને જોવો જાણવો અને સમજવો હોય તો એક વખત સાસણ ગીરના જાંબુર ખાતે જરૂર આવું જોઈએ . માયાળુ અને મદદગાર પ્રજા , પ્રેમ એન લાગણી જેમની ઓળખ અને પોતાના કરી લેવાની તેમની ભાવના જોવા સિદ્દી સમાજ ને મળવું જ રહ્યું, કારણ કે આ તો મારા ખુદ ના અનુભવો છે હું ઘણી વખત જાંબુર જાઉં છું અને લોકોને મળું છે કારણકે હીરબાઈને મળવાથી પ્રેરણા અને નવી ઉર્જા મળે છે.