કેન્દ્ર સરકાર દ્વારા હેણોતરાને લુપ્ત થવાનાં આરે આવેલી દુર્લભ જાતિ તરીકે એટલે કે લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કરાયું છે, જેને લઈને આગામી દિવસોમાં આ પ્રાણીનાં સંરક્ષણ અને સંવર્ધનને લઈ કામગીરી આગળ ધપશે. આ સંદર્ભે પશ્ચિમ કચ્છનાં નાયબ વન સંરક્ષણ તુષાર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક માત્ર કચ્છમાં જ હેણોતરા જાેવા મળી રહ્યા છે અને તેની અત્યારે અંદાજિત ૩૦ જેટલી સંખ્યા હોવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે, આ પ્રાણી શાંત સ્વભાવનું અને માત્ર રાત્રિનાં સમયે જ બહાર નીકળતું પ્રાણી છે.
આ પ્રાણીનો રણ અને કાંટાળા વિસ્તારમાં વધુ વસવાટ જાેવા મળતો હોય છે. કચ્છમાં રણ તેમજ કાંટાળ વિસ્તાર પણ હોવાને કારણે અવારનવાર હેણોતરા દેખા દેતા હોય છે. સરકાર દ્વારા હવે આ પ્રાણીને લુપ્તપ્રાય પ્રાણીમાં સમાવેશ કરાયો છે, ત્યારે તેના સંવર્ધન અને સંરક્ષણની દિશામાં કામગીરી આગળ ધપશે. જાે કે, આ વિભાગ દ્વારા તો અગાઉ પણ હેણોતરાનાં સંવર્ધન સંદર્ભે રાજ્ય સરકારને દરખાસ્ત કરેલી હતી.
શહેરથી ચાર કિલોમીટર દુર આવેલા પાલનપર ગામના પાદરમાં અને વાડી વિસ્તારમાં દિપડાએ દેખા દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. નિલપર ગ્રામ પંચાયતના માજી સરપંચ ભિખુભાઈ સોલંકીના જણાવ્યા પ્રમાણે પોતે રાપરથી રાત્રીના સાડા નવથી દસ વાગ્યાના અરસામાં જતા હતા. તે દરમિયાન પોતાના ઘર નજીક કુતરા જોરદાર ભસતા હતા, જેથી બહાર આવી જોયું તો દિપડો નજરે ચડયો હતો.
હાકોટા પાડી નજીકના વાડી વિસ્તારમાં જતો રહ્યો હતો. વર્ષો પહેલાં આ વિસ્તારમાં દિપડા જોવા મળતા હતા. અને ફરી દીપડો જોવા મળતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે દિપડાએ હજુ સુધી કોઈ નુકસાની કે જાનહાની કરી હોય તેના કોઈ સમાચાર નથી. આ બાબતે પૂર્વ કચ્છ વન વિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરને પુછતા તેઓએ જણાવ્યું કે, હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. છતાં સ્ટાફ મારફતે તપાસ કરાવાશે.
દરિયાઇ જીવોમાં ઓક્ટોપસ જાણો, ઝેરી ઓક્ટોપસ ( poisonous-octopus )વિષે વિશિષ્ટ જીવ છે. આઠ પગ વાળા ઓક્ટોપસની ઘણી જાત જોવા મળે છે. ઓક્ટોપસ કાચિંડાની જેમ રંગ બદલવા માટે જાણીતા છે.
ઓક્ટોપસ જાણો, ઝેરી ઓક્ટોપસ ( poisonous-octopus )માં બ્લ્યુરિંગ ઓક્ટોપસ એક માત્ર ઝેરી ઓક્ટોપસ છે. સામાન્ય ઓક્ટોપસ ખૂબ જ મોટા હોય છે. પરંતુ બ્લ્યૂરિંગ આપણી હથેળીમાં સમાઇ જાય તેટલા નાના હોય છે.
તેના શરીર અને પગ ઉપર ભૂરા રંગની રિંગ હોય છે. આ ઓક્ટોપસ જાણો, ઝેરી ઓક્ટોપસ ( poisonous-octopus )ની જીભમાં ઝેરી ડંખ હોય છે. નાની મોટી માછલીઓ અને કરચલાને તે ડંખ મારીને બેહોશ બનાવી શિકાર કરે છે.
અન્ય ઓક્ટોપસ જાણો, ઝેરી ઓક્ટોપસ ( poisonous-octopus ) ની જેમ બ્લ્યૂરિંગ પણ શરીરનો રંગ બદલી શકે છે. કયારેક તે માછલી જેવા આકારમાં સમેટાઇને શિકારની રાહ જોઇ સ્થિર રહે છે. ઓક્ટોપસ જાણો, ઝેરી ઓક્ટોપસ ( poisonous-octopus ) પાણીમાં બહુ તરી શકતા નથી. મોટા ભાગના ઓક્ટોપસ દરિયાના તળિયે કાદવ કિચડમાં જ જીવન વિતાવી નાખે છે
સિંધુદુર્ગ જિલ્લાની પણ એક અલગ જ ઓળખાણ છે. ગણેશપુલેથી સિંધુદુર્ગના માલવણ જવા માટે લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગે છે. શિયાળાની સવારમાં જ્યારે અહીંના રસ્તાઓ ઉપરથી પસાર થાવ ત્યારે જાણે ધુમ્મસે પોતાની ચાદર રસ્તાઓને ઓઢાળી દીધી હોય તેવું લાગે છે. ઝાડના પાન પણ ઝાકળથી તાજા ખીલીને હમણા જ ફૂટ્યા હોય તેવા કૂમળા જોવા મળે છે. કુદરતનું અદ્દભુત સૌદર્ય અહિયા જોવા મળે છે.
WSON Team
ક્યારેક ગાઢ જંગલો તો ક્યારે પર્વતોની વચ્ચે ગાડી ખોવાઈ જતી હતી. અહીંની ખાસિયત એ છે કે જ્યારે પણ જંગલવાળા રસ્તેથી પસાર થાવ ત્યારે ચાર-પાંચ ફૂટના અંતરે જંગલોમાં વસતા પ્રાણીઓના ચિત્રો દોરવામાં આવ્યા છે. જેથી તમને આ જંગલમાં કેવા પ્રકારના પ્રાણીઓ રહે છે તેની માહિતી મળે છે. સિંધુદુર્ગ નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. અહીં દરિયાની વચ્ચે કિલ્લો બનાવવામાં આવ્યો છે જેના પરથી સિંધુદુર્ગ નામ પડ્યું છે. માલવણના દરિયાની અંદર આ કિલો ઈ.સ 1664માં બાંધવામાં આવ્યો છે.
WSON Team
અને આ કિલ્લાની અંદર આજે પણ ત્રણ મીઠાપાણીના કૂવા છે. માલવણ એક નાનું ગામડું છે અહીં સાત વાગતા જ લોકોના ઘરના દરવાજા બંધ થઈ જાય છે અને સવારે પાંચ વાગ્યે આખુ ગામ જાગી જાય છે. ગોવાની નજીક હોવાથી અહીંના ઘરો પણ ફ્રેંચ સ્ટાઈલથી બાંધેલા જોવા મળે છે. એટલે તે મીની ગોવા તરીકે પણ ઓળખાય છે. ગોવા જેવા જ બીચ અને ત્યાં થતી તમામ વોટર એક્ટિવીટી અહીં થાય છે. અહીં રહેવા માટે હોટેલ અને હોમસ્ટે બંનેનો ઓપ્શન મળે છે. જો તમારે ખરેખર મરાઠી સંસ્કૃતિ જાણવી હોય અને મહારાષ્ટ્રીયન લોકો જોડે રહેવું હોય તો હોમસ્ટે બેસ્ટ ઓપ્શન છે.
WSON Team
દરિયાની નજીક પણ ઘણા હોમસ્ટે બાંધવામાં આવ્યા છે. ખાસ કરીને લોકો અહીં વોટરએક્ટિવીટી માણવા જ આવે છે. અહીં પેરાસિલિંગ, સ્કૂબાડાઈવીંગ, સ્નૂરક્લિંગ, બનાના રાઈડ જેવી અનેક એક્ટિવીટી થાય છે. અહીં આવવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય ડિસેમ્બર છે વરસાદના સમયમાં આ તમામ એક્ટિવીટી બંધ કરી દેવામાં આવે છે અને ડિસેમ્બરમાં પાણી ચોખ્ખુ હોવાથી સ્કૂબા ડાઈવિંગમાં કોરલ અને દરિયાઈ જીવો સ્પષ્ટ દેખાઈ છે. સવારના 11:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી આ એક્ટિવીટી ચાલુ રહે છે.
WSON Team
રાત્રે દરિયાકિનારે બેસીને ડિનર કરવાનો અનુભવ પણ અહીં માણવા જેવો છે. જો તમે હોમસ્ટેમાં રહેશો તો દરેક ડિશમાં નારીયેળનું છીણ જોવા મળશે. સૌથી વધારે અહીં નારિયેળી થતી હોવાથી દરેક ડીશમાં કોપરુ જોવા મળે છે.સોલકઢી અને કોકમકઢી અહીંનું પ્રખ્યાત પીણું છે જો દરિયાના ઠંડા પાણીમાં નાહીને આ પીવો તો શરીરમાં ઠંડીનું નામોનિશાન નહીં રહે. શહેરના લોકો અહીં બે-ત્રણ દિવસથી વધારે રહી જ ના શકે કારણકે અહીં શહેર જેટલી સુખ-સુવિધા નહીં, રાત્રે ક્યાંય પણ સ્ટ્રીટ લાઈટ જોવા ન મળે, રાત્રે બહાર નીકળવા માટે લોકો ટોર્ચનો સહારો લે છે. તોપણ અહીંના લોકો ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે.
WSON Team
પહેલીવાર જ્યારે માલવણ આવો ત્યારે એવું લાગે કે કેવું છે આ ગામ, કેવા હશે અહીંના લોકો, એકલા તો અહીં બહાર પણ ના જવાય પણ અહીંના લોકોના દિલ દરિયા જેટલા વિશાળ છે હોમસ્ટેમાં રહો તો તેમના પરિવાર કરતા પણ વિશેષ રાખે છે. શહેરની રોજિંદી જિંદગીથી ક્યારે પણ હતાશ થઈ જાવ કે ક્યારે પણ કુદરતના ખોળે એકલુ રહેવાનું મન થાય તો જગ્યા બેસ્ટ છે.
WSON Teamકેવી રીતે પહોંચવુ
બાય ટ્રેન-નજીકનું રેલ્વે સ્ટેશન કુડાલ તેમજ સરકારી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા સીધા માલવણ પહોંચી શકાય
જોવા લાયક સ્થળ
સિંધુદુર્ગ કિલ્લો, ચીવલા બીચ, સુનામી બીચ (દેવબાગ), તારકરલી નદી, રોક ગાર્ડન
તોંડાવલી બીચ (માલવણથી 19 કિ.મી), રામેશ્વર મંદિર (માલવણથી 22 કિ.મી)
વેતાળ મંદિર (માલવણથી 4 કિ.મી)
વરસાદ આવતા ખાસ કરીને દેડકાઓ રસ્તા અને ખેતરોમા પણ જોવા મળતા હોય છે.જેમા નાના અને મોટા દેડકાઓનો સમાવેશ થાય છે.તેમના અવાજ સૌ કોઇને આર્કષિત કરતા હોય છે.ચોમાસામા જોવા મળતો દેડકો જે ( indian bull frog) કહેવાય છે. શહેરાના લાભી ગામે રસ્તામા જોવા મળ્યો હતો. આ દેડકાની ખાસિયત એ છે કે તે ચોમાસામાં રંગ બદલે છે.
WSON Team
પંચમહાલ જિલ્લામાં વરસાદ શરુ થતા હવે જીવજંતુઓ સરીસૃપો પણ બહાર નીકળવા લાગે છે.ખાસ કરીને દેડકાઓ ચોમાસુ આવતા ડ્રાઉ ડ્રાઉના અવાજોથી વાતાવરણને જાણે મધુરમય સંગીત પીરસતા હોય છે.તેવો માહોલ સર્જાતો હોય છે.પંચમહાલ જિલ્લાનો પુર્વ પટ્ટીનો વિસ્તાર પાનમડેમના જંગલની પાસેજ આવેલો છે.
WSON Team
અહી વિવિધ પ્રકારના સરીસૃપો ચોમાસામા નીકળતા હોય છે.પંચમહાલના શહેરાતાલુકાના લાભી ગામે રસ્તા ઉપર એક પાણીના ખાબોચીયા પાસે એક લીલા કલરનો દેડકો ( Indian bull frog) જોવા મળ્યો હતો. જેના પાછલા પગ લાબા અને આગળના પગ ટુકા હોય છે. અને એક ફુટ જેટલુ હવામા કુદકો મારતો હોય છે. આ દેડકાનો અવાજ પણ મોટો હોય છે.અને ચોમાસામા તે પોતાનો રંગ બદલતો હોય છે.તેના કારણે તે ભારે આર્કષણ બની રહે છે.