કુદરતનું એક અદ્ભુત સર્જન એટલે પક્ષીઓ બધા જ પક્ષીઓના કંઇક અલગ અલગ કળા હોય છે.જેમ કે કોયલ સુંદર રીતે ગાઈ શકે છે તો પોપટ મનુષ્યની વાણી બોલી શકે છે.આ તો વાત થઈ એક બે પક્ષીઓની વિશ્વમાં વિવિધ જાતિના જાતિના પક્ષીઓ વસે છે. પક્ષીઓ સાથે વિવિધ લોકોના જુદા સંબંધો પણ હોય છે લોકો પક્ષીઓને પાળે છે અને તેની સાર સંભાળ પણ ખૂબ સારી રીતે રાખે છે.
વિવિધ પ્રકારના પક્ષીઓ આપણી આસપાસ વસે છે .જેમ કે ચકલી,પોપટ,કાગડો,કોયલ,મોર,સમડી, બાજ, હંસ, બગલો,ઘુવડ વગેરે આપણે જોઈ શકીએ છીએ. અત્યારે વિશ્વમાં પક્ષીઓની 10 હજારથી 13 હજાર જાતિઓ હયાત છે. જીવ વિજ્ઞાનમાં પક્ષીઓને ‘ એવિસ શ્રેણીના ‘ પક્ષીઓ કહેવામાં આવે છે. પક્ષીઓ હમેશાં મનુષ્યને મદદગાર જ થયા છે .જ્યારે પક્ષી કોઈ પણ ફૂલની પરાગરજ બીજી જગ્યાએ લઈ જાય છે ત્યારે વધુ ફૂલની ઉત્પતિ થઈ શકે છે.
અત્યારે પક્ષીઓની કેટલી બધી જાતિઓ લુપ્ત થતી જાય છે. જેનું મુખ્ય કારણ મનુષ્યો છે.મનુષ્યો પોતાના સ્વાર્થ માટે પક્ષીઓને જીવ જોખમમાં મૂકે છે. તેઓ જંગલોને કાપે છે જે પક્ષીઓનું મૂળ રહેઠાણ છે.તેઓ પાણીને પ્રદૂષિત કરે છે જેમાંથી તેઓ પોતાની તરસ છૂપાવે છે. અમુક સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થ માટે પક્ષીઓનું વેચાણ કરે છે જે ગેરકાયદસર છે.આ બધા જ કારણોને લીધે વિશ્વની ૧૨ % જાતિઓ લુપ્ત થવાના ભયમાં છે.
લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ માટે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને પક્ષીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે કે તેઓ પર્યાવરણ માટે કેટલા જરૂરી છે તેની જાણકારી લોકોને આપવામાં આવે છે.
આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ બાદ રણમાં પુષ્કળ પાણી આવતા રણ મીની સમુદ્રમાં ફેરવાઇ ગયું છે. ત્યારે વેરાન રણમાં હજારો કિમી દુર સાયબેરિયાથી વિવિધ પ્રકારના કુંજ, ફલેમિંગો સહિતના પક્ષીઓએ પડાવ નાખ્યો છે. માનવીય ખલેલ પરથી એવા સુરક્ષિત સ્થળ એવું વેરાન રણ વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શિયાળો ગાળવાઆ વિદેશી પક્ષીઓના ઝુંડે નાના રણમાં ધામા નાખતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.
ઉત્તર ગુજરાતની બનાસ રૃપેણ અને સરસ્વતી ત્રણેય કુવારી નદીઓ જ્યાં સમાઇ જાય છે. એવું વિશાળ રણ કે જ્યાં ધરતી અને અંબરનો છેડો દેખાતો નથી એવું સ્થળ એટલે કે પાટણથી ૯૦ કિલો મીટરના અંતરે અને સમીના છેવાડે આવેલ ૬ હજાર હેકટરમાં ફેલાયેલ કચ્છનું નાનું રણ અને આ જ રણમાં એશિયામાં ફકત એક જ સ્થળ પર જોવા મળતું વન્ય પ્રાણી ઘુડખરનું અભ્યારણ છે અને ત્યાજ આવેલું છે. વાડીલાલ તળાવ કે જ્યાં દર વર્ષે શિયાળાની ઋતુમાં દુર દેશથી હજારો વિદેશી પક્ષીઓના ઝુંડ વિહરવા માટે આવતા હોય છે.
ત્યારે આ વર્ષે પણ શિયાળની ઋતુમાં રાજ્ય પક્ષી સુરખાબ ૩૫૦૦થી ૪૦૦૦ જેટલા આવી પહોંચ્યા છે. જ્યારે સાયબેરિયાથી વિદેશી પક્ષી કુંજ અને ફલેમિંગો સહિતના અન્ય પક્ષીઓએ પણ ધામા નાખ્યા છે. સમીના કોડધા ગામથી કચ્છના નાના રણમાં આઠેક કિ.મી.ના અંતરે વન વિભાગ દ્વારા તળાવ સહિત સુંદર ટુરસ્ટિ પોઇન્ટનો વિકાસ કરાયો છે. અહીં શિયાળાના પ્રારંભથી યાયાવર પક્ષીઓનું આગમન શરૃ થઇ જ્યા છે. એટલે શિયાળાની ઋતુમાં આ જગ્યાનું વાતાવરણ કુરદરતના ખોળે બેઠા હોઇ તેવી આહલાદક અનુભુતી કરાવી જાય છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં હજારો માઇલ દુરથી ઉડીને આવતા વિદેશી પક્ષિઓથી આ તળાવકાંઠો શોભી ઉઠે છે. જે પ્રકૃતિ પ્રેમીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
પાટણ જિલ્લામાં ક્યાં ક્યાં પક્ષીઓ મહેમાન બને છે
પાટણ જિલ્લામાં ખાસ કરીને વિદેશમાંથી નેપાળી જુમ્મસ, ફલેમિંગો, સુરખાબ, કુંજ નાના હંસ, મોટા હંસ, યાયાવર સહિત મોટી સંખ્યામાં પક્ષીઓ દેખાઇ રહ્યા છે.
વાડીલાલ ડેમમાં નોંધાયેલ પક્ષીઓની સંખ્યા
સમીના કોડધા પાસે આવેલ વાડીલાલ ડેમમાં ફલેમિંગો૧૦, ચમચો ૨૦, કેચીપુંછ વાવગલી ૩, ભગતડે ૨૦૦થી વધુ, ગજપાઉ ૧૦, નાની તુતવારી ૫, વચેટ કાજીયો ૧૦, મોટો કાજિયો ૧૫, નાનો કાજિયો ૧૦, ક્રેન ૨, સિંગપર ૭, લુહાર ૧૦, પીપાસણ ૩ જેટલા પક્ષીઓ નોંધાયા હતા.
પાટણ જિલ્લાના કયા વિસ્તારોમાં યાયાવર પક્ષીઓ આવે છે?
સમી તાલુકાના કોડધા ખાતે જંગલ વિસ્તારમાં ૨૦થી ૨૨ હેકટર વિસ્તારમાં આવેલા વાડીલાલ તળાવ તેમજ તારાનગર, અનવરપુરા, અમરાપુર અને સાંતલપુર તાલુકાના કોરડા, સીધાડા, છાણસરા, પીપરાળા, ગરામડી જ્યાં મોટા વિશાળ તળાવ આવેલા છે. ત્યાં આ વિદેશી પક્ષીઓ આવે છે.
આનંદનો અતિરેક પક્ષીઓને ભયમાં મુકે છે
કોડધા પાસેનું કચ્છનું નાનુ રણ માનવ વસ્તીથી દુર હોવાથી પક્ષીઓના રહેઠાણ માટે અનુકુળ જગ્યા છે. વળી રાજ્ય સરકાર દ્વારાઆ વિસ્તારને રક્ષિત જાહેર કરવામાં આવ્યો હોવાથી પક્ષીઓ નિર્ભિક રીતે હરે ફરે છે. યાયાવર, સુરખાબ, ફલેમિંગો પક્ષિઓને નિહાળવા માટે સ્થાનિક પ્રવાસીઓની ચહલ-પહલ વધી છે. ત્યારે આનંદના અતિરેકમાં સહેલાણીઓ દ્વારા ફોટા પાડવા માટે પક્ષીની નજીક જવાનો પ્રયત્ન કરાય છે. જેથી ભયના કારણે બધા પક્ષીઓ એક સાથે ઉડી જાય છે. જેથી પક્ષીઓને અમુક જાતના અવાજ અને પ્રવૃત્તિઓથી ખલેલ પહોંચે છે.
શિકારી પ્રવૃત્તિ સામે તકેદારી આવશ્યક છે
કચ્છના નાના રણમાં યાયાવર, સોાયબેરીયન ક્રેન, સુરખાબ, ફલેમિંગો સહિતન પક્ષીઓની સુરક્ષા અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા રાત-દિવસ પેટ્રોલિંગ કરી પક્ષીઓને કોઇ પણ જાત નું નુકસાન ન થાય તે માટે હંમેશા સ્ટેન્ડબાય રહે છે. જેથી દર વર્ષે પક્ષીઓ મોટા પ્રમાણમાં અહીં આવી રહ્યા છે.
બનાસકાંઠાના નડાબેટ પાસે ૨૦૦થી વધુ પક્ષીઓના ધામા
આ અંગે બનાસકાંઠા ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નડાબેટ પાસેના જીરા પોઇન્ટ પર પેલીકન, સુરખાબ સહિતના ૨૦૦થી વધુ પક્ષીઓ રાજ્ય તેમજ વિદેશમાંથી આવ્યા છે. જેને લઇ જીરો પોઇન્ટ પર પક્ષીઓના કલરવને લઇ નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા સ્થિત પોંગ ડેમ વિસ્તારમાં 1400થી વધુ પ્રવાસી પક્ષીઓના રહસ્યમય મોતથી અફડાતફડીનો માહોલ સર્જાયા છે.
કાંગડા વહીવટી તંત્રે ડેમના જલાશયમાં દરેક પ્રકારની ગતિવિધિઓ પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. સાથે સાથે વાઈલ્ડ લાઈફ ઓથોરીટીએ મરેલા પક્ષીઓના સેમ્પલ ભોપાલ સ્થિત હાઈ સિકયોરીટી એનીમલ ડીસીઝ લેબોરેટરીમાં મોકલ્યા છે, જેથી પક્ષીઓના મોતનું કારણ જાણી શકાય. કાંગડાના ડેપ્યુટી કમિશ્નર સહ જિલ્લાધિકારી રાકેશ કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ સમયે કોઈપણ પ્રકારની બીમારીની આશંકાનો ઈન્કાર ન કરી શકાય. આ પરિસ્થિતિમાં તે વધુ ન ફેલાય તે માટે પ્રોટોકોલ અનુસાર ડેમના 10 કિલોમીટરના વિસ્તારમાં સુરક્ષાત્મક ઉપાય અપનાવવા જરૂરી બન્યા છે.
યુરોપિય દેશના યાયાવર પક્ષીઓ જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં વડોદરાના વઢવાણા તળાવને પોતાનું ઘર બનાવે છે.ઉપરાંત પક્ષીઓની ગણતરીથી કુદરતને સમજવામાં પણ ઘણી મદદ મળે છે.વડોદરાના ડભોઈ તાલુકામાં અને વડોદરાથી 40 કિ.મી. દૂર આવેલ વઢવાણા તળાવનો માહિતી આપતા નાયબ વન સંરક્ષક બી.આર.વાઘેલા જણાવ્યુ હતુ કે, વર્ષ 1908માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે પીવાના પાણી અને સિંચાઈની વ્યવસ્થા માટે વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યું હતું.આ તળાવનો બંધ -પાળો 13 કિમી લાંબો છે અને 50 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે.
તાજેતરમાં વઢવાણા તળાવમાં કાયમી માટે પાણી ભરાયેલ રહે તે માટે નર્મદા કેનાલ સાથે લિંકઅપ કરવામાં આવ્યું છે.યાયાવર પક્ષીઓના આવાગમનમાં વાતાવરણની મહત્વની ભૂમિકા રહેલી હોય છે.ભારતનો શિયાળો યુરોપિય દેશની સરખામણીમાં ઘણો હુંફાળો હોય છે.એટલે ખાસ યુરોપિય દેશો, કજાકિસ્તાનથી યાયાવર પક્ષીઓ અહિં શિયાળો ગાળવા આવે છે.આપણે અહિયા માઈનસ ડિગ્રીમાં તાપમાન જતું નથી.આમ અહીંનું વાતાવરણ યાયાવર પક્ષીઓને ખૂબ અનુકૂળ આવે છે.
યાયાવર પક્ષીઓના આગમનનો સમય સુનિશ્ચિત હોય છે.તે ક્યારેય સમય ચૂકતા નથી.પણ ક્યારેક વાતાવરણમાં પલટો,ધ્વનિ પ્રદૂષણ,યુદ્ધની સ્થિતિ વગેરે જેવા સંજોગોમાં તેમના આગમનમાં અનિશ્ચિતતા જોવા મળે છે.પક્ષી ગણતરી પક્ષીઓના સંરક્ષણ અને કુદરતને સમજવામાં મદદરૂપ બને છે.પક્ષીઓની વસ્તી ગણતરી માટે 950 એકરમાં ફેલાયેલા વઢવાણા તળાવને 13 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.શક્ય તેટલા ચોક્કસ પક્ષીઓની ગણનાના આંકડા મેળવવા માટે તળાવમાં આ 13 ઝોનની સીમા નિર્ધારણ માટે ઝંડી લગાવવામાં આવી છે.
આ 29 મી પક્ષી ગણનામાં વન વિભાગના અધિકારી , નિવૃત્ત અધિકારી ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓના 130 સ્વયં સેવકો,બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો સ્વયં સેવકોના સહયોગથી કરવામાં આવી હતી.તેઓ બાઈનોક્લયર ( દૂરબીન ) જેવા સાધનો અને પોતાની આગવી સૂઝબૂઝ અને નિરિક્ષણના આધારે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે.આ પક્ષી ગણતરી બે સેશનમા કરવામાં આવી હતી.જેના પ્રથમ સેશનમા 40,000 હજાર જેટલા યાયાવર પક્ષીઓની ગણતરી થઈ હતી. જ્યારે બીજા સેશનમાં અંદાજે 30,000 હજાર જેટલા પક્ષીઓની ગણતરી થશે.જેથી આ વર્ષે પોણો લાખ પક્ષીઓનો મેળાવળો વઢવાણા ખાતે જોવા મળશે.ગાજહંસ,રાજહંસ જેવા 150 થી વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા હતા.
ગુજરાત રાજયના વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ મગરોનું ઘર કહેવાય છે..શહેરની વસ્તી સાથે વન્યપ્રાણી જીવો રહેતા હોય તેવુ જવલ્લે જ જોવા મળતું હોય છે. મગરોની કુલ ૨૨ પ્રજાતિઓ છે જેમાની શહેરમાં અને માનવ વસતી સાથે રહેતી પ્રજાતિના મગરની સંખ્યા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના વડોદરા શહેરમાં માર્શ પ્રજાતિના મગરોનું સંખ્યા સૌથી વધુ છે.શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની નદી અને કોતરના છીછરા પાણીમાં આ મગરોનું સામ્રાજય જોવા મળે છે..વડોદરા શહેર અને વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકો અને મગરો વચ્ચે અનેક વાર હિંસક અથડામણો થઈ હોવાની પણ અનેક ઘટનાઓ ભુતકાળમાં પ્રકાશમાં આવી છે.
WSON Team
ભારતમાં જોવા મળતા મગરોની વિવિધ પ્રજાતિઓમાં માર્શ પ્રજાતિના મગર ગુજરાતના વડોદરા શહેરમાં સૌથી વધારે જોવા મળે છે.મગરને એક કુશળ શિકારીના રૂપમાં જોવામાં આવે છે. તે દબાયેલા પગલે શિકારનો પીછો કરે છે.શિકાર કરતી વખતે પોતાની પુછડીનો શિકારને પછાડવામાં તે ઉપયોગ કરે છે. તેના જડબાના દાંત ઉપર નિચે સામસામા ગોઠવાયેલી હોવાથી એક વાર શિકાર તેના જડબામાં ફસાય પછી ભાગ્યેજ બચી શકે છે.હાથી કે સિંહ જેવા વિશાળ પ્રાણીનો શિકાર કરતી વખતે મગર ત્રણ હજાર કિલો જેટલું વજન શિકાર પર નાખી શકે છે.
WSON Team
સામાન્ય રીતે મગરનું આયુષ્ય 50થી 60 વર્ષનું હોય છે..ઉનાળાનો આરંભ તેનો પ્રજનન કાળ છે. શિયાળા બાદ યોગ્ય માદા મળે ત્યારે મગર પોતાના સંસારની શરૂઆત કરે છે.ગરમીની શરૂઆત થતા તે નદી કિનારે ઈંડા મુકે છે. ચોમાસાનો આરંભ થાય તે સમયમાં ઈંડા માંથી બચ્ચા બહાર આવી જાય છે. ત્યારથી બચ્ચાની તાલીમની શરૂઆત થઇ જાય છે.
ભારતમાં ત્રણ પ્રકારના મગરો જોવા મળે છે.જેમાં એસયુટેન મગરો જે ખારા પાણીમાં રહેતી પ્રજાતિ છે. જયારે વડોદરા શહેરમાં જોવા મળતા માર્શ મગરો એ મીઠ્ઠા પાણીના મગરો છે. અને ઘડિયાળ તરીકે ઓળખાતા મગરોએ નદી અને નાળા જેવા વિસ્તારોમાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે.પ્રાણી શાસ્ત્રની પરીભાષામાં મગરએ સરીસૃપ વર્ગનું ઉભયજીવી સસ્તન પ્રાણી છે. ડાઈનોસોર પણ આજ વર્ગનું વિશાળ કદનું પ્રાણી હતું. પરંતુ પૃથ્વિની સપાટી પર આવેલા ભૌગોલિક અને પર્યાવરણીય પરિવર્તનો સાથે તેનો તાલમેલ ના બેસતા તેનું અસ્તિત્વ ભુસાઈ ગયું. જયારે તે જ વર્ગનું પ્રાણી મગર આજ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સક્ષમ રહ્યું છે.
WSON Team
ભારત બહારના દેશો જેવાકે થાઈલેન્ડમાં મગરો માંથી વિટામીન ટેબલેટ તેમજ અન્ય પ્રોડક્ટ બનાવવામાં આવે છે.તેમજ આફ્રીકા જેવા દેશોમાં મગરોના મિટનો આહાર તરીકે ઉપયોગમાં કરવામાં આવે છે. જોકે યુરોપીય દેશો, અમેરિકા વગેરેમાં મગરના શરીરના વિવિધ અંગોનો તેમજ તેની ખાલનો ઉપયોગ કરીને દવા અને વૈભવી જીવન શૈલી માટે મગરોના ચામડા માંથી મોઘીદાટ વસ્તુઓ બનાવવામાં આવે છે. જેની કિંમત વૈશ્નિક બજારમાં વધુ જોવા મળે છે. જોકે ભારત સરકાર મગરોના શિકાર અને તેના માંથી બનાવવામાં આવતા પ્રોડકટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
WSON Team
ગુજરાતના વડોદરા શહેરની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી વહે છે. પાવાગઢથી નિકળેલી એ નદી ખંભાતના અખાતને મળે છે. રજવાડાના સમયે રાજવી પરિવાર વિશ્વામિત્રી નદીમાં નૌકાવિહાર કરતા. આજે સ્વચ્છતાના નામે સેવાસદન દ્વારા સહેરની ગટરોનું પાણી આ નદીમાં છોડવામાં આવે છે. અને આને કારણે વડોદરાના લોકો વિશ્વામિત્રીને હવે ગટરગંગા કહે છે. જોકે આ નદીનું ઉજ્જવળ પાસુ છે.એમાં માર્શ જાતિના 250થી વધારે મગર બારેમાસ જોવા મળે છે.
નદીમાં પ્રવેસેલા કોઈ માનવી પર કયારેક મગર જીવલેણ હુમલો કરે છે. આવા બનાવને કારણે લોકો મગરના માથે માછલા ધુએ છે અને જાહેરમાં દેખાવ કરી કહે છે કે મગરો આદમખોર અને માનવભક્ષી બની ગયા છે. આ લોકો મગરના હુમલાના કારણોનો અભ્યાસ કરતું નથી કોઈ પણ કોઈના ઘરમાં દખલ અંદાજી પસંદ નથી કરતા પ્રાણીઓમાં પણ આ સ્વભાવ જોવા મળે છે. પોતાના વિસ્તરાને બચાવવા અને સુરક્ષીત રાખવા માટે તે હુમલો કરે છે.
WSON Teamનદીના મગર માણસની વસતી સાથે રહેવા ટેવાઈ ગયા છે: શહેરના મગરોના અભ્યાસી અને રિસર્ચ સાથે સંકળાયેલા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના ઉપ.પ્રમુખ પુષ્કર કોટીયાએ જનાવ્યું હતું કે વડોદરાની વિશ્વામિત્રી નદીના મગર માણસની વસતી સાથે રહેવા ટેવાઈ ગયા છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 9 ફુટથી માંડી મહાકાય 14 ફુટના મગર જોવા મળે છે. એ મગરો પણ મહાકાય મગર સામાન્ય સંજોગોમાં લોકો પર હુમલો કરતા નથી.
WSON Teamમાર્શ મગરનું બંધારણ અને વર્તન, કદ અને વિશિષ્તા: શહેરમાં જોવા મળતા માર્શ મગરમચ્છો શિકાર કરતી વખતે ઓછા અંતરમાં 8 માઈલ પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે. આ મગર ખુબ જ ઝડપથી ચાલી શકે છે તેના કરતા વધુ ઝડપથી તરી શકવામાં કુશળ હોય છે. માર્શ મગરો ઝડપથી તરીને 10થી 12 માઈલની સ્પીડ પકડી શકે છે.માર્શ મગરની પ્રજાતીના મગરો એક મધ્યમ કદના પ્રજાતિઓ માનવામાં આવે છે. મેલ માર્શ મગર ફીમેલ માર્શ મગર કરતા 2.45 મીટર (8 ફુટ) અને ફીમેલ માર્શ મગરો સરખામણીમાં 3.2 મીટર( 10 ફુટ )જોવા મળે છે. યાદ રાખવા જેવું એ પણ છે કે વિશ્ર્વામિત્રી નદીમાં સંખ્યા બંધ મગરોની વસ્તી છે. અને આ વસ્તી અને પ્રજાતીમાં સતત વધારો થઈ રહ્યો છે.