ગુજરાતના આ પ્રવાસન સ્થળ નજીક પ્રાણી સંગ્રહાલયમાં મગર અને ઘડિયાલ પાર્ક બનશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ પ્રવાસીઓમાં વધુ આકર્ષક જમાવવા તંત્રએ ત્યાં પ્રવાસનને લગતા વધુ આકર્ષણો ચાલુ કર્યા છે, હેતુ એટલો જ કે પ્રવાસન ઉદ્યોગને વેગ પણ મળે અને પ્રવાસીઓમાં આકર્ષણ જામે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની બીજી પસંદ જંગલ સફારી પાર્ક છે .હવે કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવા 2 આકર્ષણો મગર અને ઘડિયાલ પાર્ક આવનારા દિવસોમાં આકાર પામશે. 98-98 લાખના ખર્ચે કેવડિયા જંગલ સફારી પાર્કમાં મગર અને ઘડિયાલ પાર્ક બનાવવા માટે તંત્રએ ટેન્ડર ઈશ્યુ કર્યા છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા જંગલ સફારી પાર્કમાં 1 હજાર કરતા વધુ દેશ વિદેશના પ્રાણીઓ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવી રહ્યા છે, ત્યારે હવે મગર અને ઘડિયાલ વધુ આકર્ષણ જમાવશે. જંગલ સફારી પાર્કમાં ટૂંક સમયમાં એક મગર અને ઘડિયાલની 5,500-5,500 ચોરસ મીટરની 98-98 લાખના ખર્ચે ઘેરી આકાર પામશે. આ સાથે જ વધારાના બીજા ૩૦૦૦ ચોરસ મીટરના વાડામાં ફેલાયેલા બચાવેલ મગરોના પુનર્વસન કેન્દ્રનો પણ સમાવેશ કરવામાં આવશે, જે લોકો માટે પ્રદર્શિત થશે. હજી સુધી ર્નિણય લેવાયો નથી કે પ્રાણી સંગ્રહાલયમાં પ્રદર્શિત મગરના વાડામાં મગરો નર્મદા નદીમાંથી હશે કે, તેઓને બીજે ક્યાંયથી “એક્સચેન્જ” પ્રોગ્રામના ભાગરૂપે લાવવામાં આવશે કે કેમ? મગર અને ઘડિયાલ પાર્કમાં મગરની હોલ્ડિંગ પેન સાથે રેતીના ફ્લોર અને પફ પેનલની છત તેમજ એન્ટિ-સ્કિડ ફ્લોરવાળા કીપરની ગેલેરી સામેલ છે. જેને દિલ્હી સ્થિત આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને કુદરતી વાતાવરણને ફરીથી બનાવવા માટે દરેક મગરના ઘેરાની અંદર રકાબી આકારની પાણીની રચના કરવામાં આવશે. ત્યારે હવે મગર અને ઘડિયાલ વધુ આકર્ષણ જમાવશે.

અમરનાથ યાત્રા: ધર્મ અને પ્રકૃતિનો અજોડ સમન્વય

જીવનની અમૂલ્ય પળોને અંતરના કેમેરામાં કંડારવાની મારી આદત મારા બચપણથી ચાલી આવી છે. બસ એ જ યાત્રાઓ મારા જીવનનું અમૂલ્ય સંભારણું બની ગઈ છે. જેમાંની એક યાદગાર અને કયારે પણ ના ભુલી શકાય તે યાત્રા કે જયાં જીવનું શિવ સાથે મિલન થાય છે. હું આજે આ યાત્રાને શબ્દોમાં રજૂ કરું છું. મારી તાજેતરની યાત્રા સ્વર્ગની અનુભૂતિ કરાવી ગઈ જીવનની એક પળ એમ જ લાગ્યું કે, હવે જીવનની કોઈ જ ઈચ્છા નથી બસ બધું જ અહીં જ મળી ગયું. આ યાત્રા એટલે અમરનાથ યાત્રા, છેલ્લા દસ વર્ષોથી કોઈ ને કોઈ અમરનાથ યાત્રા પર જતા હોય પણ મને ક્યારેય ઈચ્છા જ ન થતી. આખરે વર્ષ 2019 ના ફેબ્રુઆરી માસમાં મારા એક સ્વજન અમરનાથ યાત્રામાં સૌથી મોટું અન્નક્ષેત્ર ચલાવતા શ્રી શિવ સૈનિક પોષપત્રીના કેટલાક બંદાઓને જુનાગઢ લાવ્યાને મને મળાવ્યા. તેમની વાતો અને તેમની સેવાની તસવીરો અને વીડિયો જોઈ એક વાર જવાની ઈચ્છા થઈ આવી. તેમણે મને ખુબ આગ્રહ કર્યો કે આ વર્ષે શક્ય હોય તો આવો જીવનમાં એકવાર યાત્રા કરો અમારી સેવાનો લાભ લો પછી શું અંતરથી એક અવાજ સાંભળીને અમરનાથ જવાનું નકિક થયું
WSON Team
અમરનાથ યાત્રા સમૂહ સાથે હું ને મારી સાથે બીજા 7 મિત્રો જોડાયાં આ યાત્રા માટે જરૂરી મેડિકલ ચેક અપથી લઈ રજીસ્ટ્રેશન ટ્રેન, ટીકીટ બધું દોડાદોડી સાથે કર્યું કારણકે મારે એક તરફ આ બધી વ્યવસ્થાને બીજી તરફ સ્થાનિક લેવલની ચૂંટણી બંને કામ એક સાથે જ કરવાના હતા. એમ થતું હતું કે કોઈ વિઘ્ન ન આવી જાય તેનો મનના એક ખુણામાં ડર પણ હતો. સાથે સાથે મન અડગ હતું કે આ તક નહીં મુકું બાબાના દર્શન તો કરીશ જેનો મનમાં જ સંકલ્પ પણ હતો. એક દિવસ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી તે દિવસ આખીર આવી ગયો તા.3 જી જૂને રાજકોટથી ટ્રેન જમ્મુ જવા નીકળી. અમે ટોટલ 110 લોકો અમરનાથ યાત્રાએ નીકળ્યા. બધા એકબીજાથી અપરિચિત પરંતુ ધ્યેય એક જ બાબા અમારનાથના દર્શન કરવાની અદમ્ય ઈચ્છા ટ્રેનમાં એક ગ્રૂપ અમારું વયમાં સૌથી નાનું હતું જોકે અમને બધાને યાત્રાનો અર્થ તો ન હતી ખબર પણ હા એક સાહસ યાત્રા કરવા જઈ રહ્યાનો ઉમંગ ચોક્કસ હતો.
WSON Team
યાત્રાની શરૂઆતના બીજો દિવસે તા. 4 જૂનના રોજ અમે જમ્મુ પહોંચ્યા સાંજે 5 વાગ્યે શ્રી રઘુનાથ મંદિર નજીક એક હોટેલમાં રાત્રી રોકાણ બાદ બીજે દિવસે એટલે કે તા. 5 જૂનના સવારે 4 વાગ્યે જમ્મુથી પહલગામ જવા નીકળ્યા. પંજાબ થી જમ્મુ કાશ્મીરની બોર્ડર શરૂ થતાં જ આર્મીના જવાનોના કાફીલા જોઈ એમ લાગતું હતું. જાણે એક સમય માટે સરહદ પર જઇ રહ્યા હોય તેવો એહસાસ થઈ રહ્યો હતો. પહલગામના રસ્તે જતા ચંબલ નદીના પ્રવાહથી સુંદર દેખાતા કુદરતના નઝારા, ખળખળ વહેતી નદીઓ, ઊંચા ઊંચા પહાડોને સાંકડા રસ્તાઓ પરથી બસ પસાર થાય ત્યારે સ્વર્ગની સીડીઓ ચઢતા હોય એવો અનુભવ થવા લાગ્યો. ધીમે ધીમે યાત્રાના અહેસાસ થવા લાગ્યો જાણે ભગવાન અને ભક્તનું મીલન થવાનો અનુભવ થવા લાગ્યો હતો.
WSON Team
મોજ મજાની સાથે રસ્તે આવતા અનેક વાનગી પીરસતા ભંડારાઓ આવતા હતા. અને ભૂખ પણ લાગતી હતી પણ બસ રોકવાની ચોખ્ખી મનાઈ હતી કારણકે 3 વાગ્યે જવાહર ટનલ કે જે જમ્મુ થી કાશ્મીર માં જવાની મુખ્ય ટનલ છે તે પસાર કરવાની હતી. જવાહર ટનલમાં 3 વાગ્યા બાદ કોઈ વાહનને કાશ્મીર માટે એન્ટ્રી બંધ થઈ જાય છે. આથી જો અમે ઝડપથી ટનલ ક્રોસન કરી શકીએ તો રાતવાસો રોડ પર જ કરવો પડશે. એમ અમને અમારા સ્વજનો જે છેલ્લા 20 વરસથી આ યાત્રા કરી રહ્યા છે તેમણે કહ્યું હતું. આખીર 3 વાગ્યે જવાહર ટનલ ક્રોસ કરી રસ્તાઓ પર દર 500 મીટરના અંતરે આર્મીના જવાન શસ્ત્રોથી સજ્જ થઈ તમામ અમરનાથ જતા યાત્રીઓની સુરક્ષા કરી રહ્યા હતા. અમે પણ એક એક આર્મી જવાન ને ‘જય હિન્દ’, વંદે માતરમ’ અને સલામી ભરી તેમની સેવાને બિરદાવી આ જવાનો સતત ઉભા રહી સતર્ક બની પોતાની ફરજ નિભાવતા સૈનિકો હોય કે, ટેન્ક જેવા મિલિટરીની ગાડીઓમાં બંદૂક લઇ ઉભેલા સૈનિકોના ચહેરા પર એક સ્મિત હંમેશા જોવા મળતું હતું જે કહી રહ્યું હતું ‘આપ સબ સલામત હો’ ક્યારેક કોઈ ગુજરાતી સૈનિક મળી જતા તો ગુજરાતીમાં ખબર અંતર પૂછતાં તો મજા પડી જતી. 12 કલાકની લાંબી સફર બાદ આખીર સાંજે 5 વાગ્યે પહલગામ પહોંચ્યા ત્યાં પહોંચતા જ ચારે બાજુ સંધ્યાના સૂરજના કિરણો ફેલાતા સોનેરી બનેલા બરફના પહાડો, હરિયાળીની ચાદર ઓઢેલી ધરતી બરફથી છવાયેલા મેદાનો અને તેની આસપાસ રંગબેરંગી ફૂલો આ દ્રશ્યો જોઈ અમે બધા રોમાંચિત થઈ ગયાં હતાં એક અલગ અનુભુતિનો એહસાસ થતો હતો. જે જોઈને અમે બસમાંથી ઉતરી તસવીરો ખેંચતા, બાજુમાંથી પસાર થતી નદીના ઠંડા પાણીના અવરીત વહેતા પ્રવાહને માણતાં આશરે એક કિમી સુધી ચાલ્યાં જીવનમાં પહેલીવાર બરફના સાચા પહાડો જોયા હતા.
WSON Team
આજ દિન સુધી તો ટીવીને તસવીરોમાં જ જોવા મળ્યા હતા. પહલગામ માં આર્મી દ્વારા તમામ યાત્રીઓના સામાનની ચકાસણી કરવામાં આવે છે. જેથી યાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે. પહલગામમાં પણ નદી કિનારે સુંદર મજાની જગ્યા પર અમે એક ઘરની સાથે બનેલ હોટેલમાં રોકાયા. એ ઘરમા જાણે અમે મહેમાન હોય એટલી અમારી સરભરા કરવામાં આવી. એ ઘરમાં રહેતી સ્ત્રીઓ અને તેના રૂપ જોઈ પલ ભર તો એમ જ લાગ્યું કે સ્વર્ગની અપસરાઓ જમીન પર ઉતરી આવી છે. આ બધી કાશ્મીરની યુવતીઓ હતી. અમે જયા રોકાયા હતા ત્યાંથી થોડે દુર એક સુંદર બજાર છે જે જોવાની મજા પણ અનેરી છે. કાશ્મીરની ઝાંખી કરાવતી આ બજારોમાં સૌથી મોંઘા ઊન માંથી બનાવેલ પષ્મીનાના શાલ, સ્ટોલ, સાડી, ફેશનેબલ ઓવરકોટને રંગબેરંગી સ્વેટર જોઈ દંગ રહી જવાય. કાશ્મીરી ભરતગૂંથન પ્રવાસીઓને શા માટે આકર્ષી રહ્યું છે તે ત્યારે સમજાયું.
WSON Team
અમારી યાત્રા આગળ વધે તે પહેલા જ તા. 6 જૂનના રોજ અમારે પહલગામ જ રોકાવું પડ્યું કારણકે આગલા દિવસે વરસાદ પડ્યો હોવાથી યાત્રા રોકાઈ હતી. આથી જે લોકોને અમારી પહેલા રજીસ્ટ્રેશન હોય એ લોકોને જ જવાનું હતું. જેથી અમે રોકાઈ ગયા અને પહાલગામની મજા માણવાનું નક્કી કર્યું. અને સવારમાં જ 8 વાગ્યે તૈયાર થઈ એક ખાનગી કાર રેન્ટ પર લઈ નીકળી પડ્યા પહલગામની સફરે સની દેઓલને ડિમ્પલ કાપડીયાની યાદગાર ફિલ્મ બેતાબનું જ્યાં શૂટિંગ થયું હતું. તે સુંદર જગ્યા બેતાબ વેલી જોઈને આનંદ થયો આ સાથે સાથે રસ્તામાં આવતા ફૂલોના બગીચા, રીંછ નું અભયારણ્ય જોયું અને સુંદર બર્ફીલા પહાડો વચ્ચે આવેલી આરો વેલી પણ જોઈ. કુદરતનો નઝારો આટલો સુંદર પણ હોઈ શકે એની પ્રતીતિ આ જગ્યાઓ જઈ ને જ થઈ. આખીર શરૂ થઈ બીજે દિવસે સવારે 7 વાગ્યે અમારી અમરનાથ યાત્રાનો પહેલો પડાવ ચંદનવાડી પહોંચવાની સફર એ પણ પ્રાઇવેટ વાહન દ્વારા 150 થી 200 રૂપિયામાં પહોંચી શકાય છે .પહલગામ થી 50 કિમિ દૂર આવેલ ચંદનવાડી બાબા અમરનાથના દર્શનએ જવાનો પ્રથમ પડાવ છે. અહીં યાત્રીઓનું સંપૂર્ણ ચેકીંગ કરવામાં આવે છે. અને પછી શરૂ થાય જીવની શિવ સાથેની એક અલૌકિક યાત્રાની શરૂઆત (ક્રમશ: )

ઠંડા અને પર્વતીય પ્રદેશમાં વસવાટ કરતા સ્નબ નોઝડ મંકી

સ્નબ નોઝડ મંકી મોટા ભાગે ઠંડા અને પર્વતીય પ્રદેશોમાં મધ્ય અને પશ્ચિમ ચીનમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત સ્નબ નોઝડ મંકી એશીયા, તિબેટ, યુનાન તેમજ ઉત્તરી વિયેટનામ તેમજ મ્યાનમારમાં જોવા મળ છે. સ્નબ નોઝડ મંકી વિશે થોડું જાણીએ, સ્નબ નોઝડ મંકીનો દેખાવ : આ મંકીના ગોળ ચહેરા પર તેનું નાક એકદમ ચીબુ હોય છે. અને તેમનાં નસકોરા માત્ર સહજ રીતે દેખાઈ આવે છે. સ્નબ નોઝડ મંકીના ખંભા અને પીઠના ભાગ પર રંગબેરંગી રુવાંટી હોય છે. આ ઉપરાંત તેના આખા શરીર પર લાંબી લાંબી રુવાટી હોય છે. સ્નબ નોઝડ મંકીનો રંગ અને તેની લંબાઈ : આ મંકીનો રંગ ગોલ્ડન, ગ્રે, અને બ્લેક જોવા સામન્ય રીતે જોવા મળે છે. સ્નબ નોયઝ મંકીની લંબાઈ 51થી  83સેમી હોય છે. જયારે તેની પુંછડીની લંબાઈ 55થી 97 સેમી સુધીની હોય શકે છે. સ્નબ નોઝડ મંકીનો રહેઠાણ અને વિસ્તાર : સામાન્ય રીતે આ મંકી પોતાના વિસ્તારનો ખુબ ખ્યાલ રાખે છે. તેમાંથી તેઓ ખારોક શોધવા નાની નાની ટુકડીઓમાં વહેંચાઈ જાય છે. આ તમામ ટુકડીઓમાં માદાઓ કરતા નર મંકીની સંખ્યા વધુ હોય છે. સ્નબ નોઝડ મંકી મોટા ભાગે 500થી વધુ સભ્યોની ટુકડીઓ બનાવી રહે છે. આ મંકી પોતાના વિસ્તારને બચાવવા માટે ખુબ જ સક્રીય રહે છે. જો તેમના વિસ્તારમાં કોઈ અજાણ્યું પ્રાણી આવેતો તેમના વિચિત્ર અવાજથી ટુકડીઓના બિજા સભ્યોને સાવચેત કરી ચેતવી દે છે. અને પોતાનો બચાવ કરે છે. સ્નબ નોઝડ મંકીનો ખોરાક અને બચ્ચાં :  આ મંકી મોટા ભાગે ઝાડની ડાળીઓ, કુમળા વાંસ, છોડ અને ફળ ફળાદી ખાવોનું પસંદ કરે છે. સામાન્ય રીતે માદા સ્નબ નોઝડ મંકી ઉનાળાની શરૂઆતમાં એક બચ્ચાને જન્મ આપે છે. આ બચ્ચાંઓને સંપુર્ણ રીતે પરિપકવ થતાં લગભગ છ થી સાત વર્ષનો સમયગાળો લાગે છે. સ્નબ નોઝડ મંકીની લાક્ષણિકતા : સ્નબ નોઝડ મંકીને શિયાળો અને ઠંડી વધારે ગમતી ૠતુ છે. આ મંકી માઈન્સ પાંચ ડીગ્રી ઠંડીમાં પણ આરામથી રહી શકે છે. સ્નબ નોઝડની શરીર રચના અને તેના શરીર પરની લાંબી અને ભરાવદાર ઘટ્ટ રુવાંટી જવાબદાર છે. જેના દ્વારા તે રક્ષણ મેળવી શકે છે.  

વરુ ( Wolf )

ગામડામાં નાર તરીકે ઓળખાતું આ પ્રાણી નાઓર કે ભેડિયા તરીકે પણ જાણીતું છે.

શિયાળ જેવું દેખાતું આ શિકારી પ્રાણી છે. 100થી 140 સે.મી ની લંબાઈ અને 15થી 20 કિ.ગ્રા વજન ધરાવતું હોય છે. પુછડીની લંબાઈ 31થી 32 સે.મી જેટલી હોય છે. તે 10થી ૨૫ વર્ષનું આયુષ્ય ધરાવે છે. વરૂ(Wolf) ખાસ કરીને નવેમ્બર મહિનામાં જ પ્રજનન કરે છે. અને અક સાથે બેથી ચાર બચ્ચાને જન્મ આપે છે. આ બચ્ચું બેથી ત્રણ વર્ષમાં પુખ્ત થઈ જાય છે. સામાન્ય રીતે વરુ(Wolf) મોટા ભાગે જુથમાં જ શિકાર કરે છે. પણ માનવવસ્તિવાળા વિસ્તારમાં તે એકલું પણ જોવા મળે છે. સમુહમાં હોય ત્યારે બળદ જેવા મોટા કદના પાલતું પ્રાણીનો શિકાર પણ કરી લે છે અને કયારેક દીપડા જેવા પ્રાણીઓ પાસેથી શિકાર ઝુંટવી પણ લે છે.
WSON Team
વરુ(Wolf)ના શરીર પર પીળા બદામી રંગના શરીરમાં પીઠ પર થોડી કાળાશ હોય છે. વરુ(Wolf)ની પુછડી શિયાળની જેમ ગુચ્છાદાર અને છેવાડાને ભાગે કાળાશ પડતી હોય છે. તેના આગળના પગ સામાન્ય લાંબા હોય છે. હરણ, ચિંકારા, કાળિયાર, શિયાળ, ઘેટા-બકરા, પાલતું ઢોરના બચ્ચા વગેરેનું મારણ કરે છે. ઘણી વખત શિકારની શોધમાં માનવ વસાહતની નજીક પણ આવી જાય છે. પશ્ર્ચિમ ભારત, ભારતીય દ્રીપકલ્પ, ટ્રાન્સ હિમાલય, લડાખ અને સિક્કિમ સુધી વરુ(Wolf) ફેલાયેલા છે. રાજસ્થાન તથા ગુજરાતમાં વરુ(Wolf)ની સૌથી વધુ વસ્તી છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, અને સુરેન્દ્રનગર જીલ્લાઓના થોડા ઘણા ઝાડી ઝાંખરાવાળા, તેમજ ઉબડખાબડ અને ખડકાળ વિસ્તારોમાં વરુ(Wolf) રહેવું વધુ પસંદ કરે છે.
WSON Team
ગીચ જંગલ વિસ્તારમાં તે જોવા મળતા નથી. ઓછી વસ્તી, ઓછા વરસાદ હોય તેવા વિસ્તારો અને પાણીના કાયમી સ્ત્રોત હોય તેવા વિસ્તારો તેને વધારે અનુકુળ આવે છે. શ્ર્વાનકુળમાં કદમાં વરુ(Wolf) સહુથી મોટું છે. પ્રદેશ હવામાન પ્રમાણે તેના શરીર પરની રુવાંટીવાળી ચામડીના રંગમાં ફેરફાર જોવા મળે છે. આપણે ત્યાં ભુખરા શરીર પર પીઠ ભાગમાં કાળાશ પડતી છાંટ જોવા મળે છે. વરુ(Wolf)ના કાન લાંબા મોટા અને અણિયાળા હોય છે. પુંછડી લાંબી અને ફરવાળી હોય છે. જોના છેડાનો ભાગ કાળા રંગનો હોય છે. નાક,હોઠ અને પેઢા કાળા રંગના હોય છે. વરુ(Wolf)ના મોઢાનો ભાગ લાબું નાળચા જેવું હોય છે.
WSON Team
ભુમિ પરના પ્રાણીઓમાં વરુ(Wolf)ની ક્ષેત્રીયતા કે સીમાક્ષેત્ર સહુથી મોટું છે. રેતાળ કે ગોરાડું જમીનમાં તે બોડ (ડેન) બનાવીને રહે છે. અન્ય વિસ્તારોમાં ભોણ, બખોલ, ગુફા, કે ભેખડમાં આશરો લે છે. ઝાડી કે આછા જંદલ વિસ્તારમાં તે જમીન ઉપર કે પછી ઝાડી કે થોરના ઝુંડની નજીક આરામ કકરવાનું પસંદ કરે છે. વરુ(Wolf) ગ્રુપમાં રહેવાવાળુ પ્રાણી છે. તેને એકલું પણ જોઈ શકાય છે. તેના સમુહમાં પ્રભાવી નર અને માદા, ઉપપ્રભાવી નર અને માદા તથા એક વર્ષથી નાના બચ્ચા એમ સામાજીક પ્રભુત્વની ગોઠવણ થયેલી હોય છે. વરુ(Wolf) સમુહ વચ્ચે રુદન જેવા અવાજથી સંદેશાની આપ લે કરે છે.
WSON Team
આ ઉપરાંત કાન,પુંછડી, અને મોઢાના સ્નાયુઓના વિવિધ રીતે હલન ચલન કરીને સંદેશાઓની આપલે કરે છે. પોષણજાળના સંતુલનની જાળવણી માટે આ ખુબ જ મહત્વનું ભક્ષક માંસાહારી પ્રાણી ગણાય છે. વરુ(Wolf)ની ઘટતી જતી વસ્તીને ધ્યાનમાં લઈને તેને ભય હેઠળની કક્ષામાં મુકવામાં આવેલ છે.

ગુજરાતના આ પક્ષી અભ્યારણ્યમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બને છે

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું ગાયકવાડી થોળ તળાવ આજે દેશ-વિદેશના વિવિધ પ્રજાતિના 60 હજાર કરતાં વધુ પક્ષીઓ માટે પ્રાકૃતિક સ્વર્ગ સાબિત થઈ રહ્યું છે. દર શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ થોળ પક્ષી અભ્યારણ્યમાં ત્રણ-ચાર મહિના માટે મહેમાન બને છે. ત્યારબાદ ઉનાળો શરૂ થતાં જ પોતાના દેશ પરત ફરતાં હોય છે. ઉપરોક્ત સ્થળે આજે હજારોની સંખ્યામાં હેમાનગતિ માણી રહેલા વિદેશી પક્ષીઓને નિહાળવા સેંકડો મુલાકાતિઓ થોળ પક્ષી અભ્યારણ્ય પહોંચી રહ્યાં છે. થોળ તળાવ પ્રવાસી પક્ષીઓ માટે આદર્શ સ્થળ હોવાથી આ વિસ્તારને સાઈલેન્ટ ઝોન પણ જાહેર કરાયો છે. થોળ પક્ષી અભ્યારણ્યમાં વન વિભાગ તરફથી બે વર્ષે એકવાર પક્ષીઓની ગણતરી તેમજ આવાગમનના અવલોકન માટે પક્ષીવિદોની મદદ લેવાય છે. આ કાર્ય માટે વિશાળ તળાવને 8 ઝોનમાં વિભાજીત કરવામાં આવે છે. છેલ્લી ગણતરી મુજબ થોળ પક્ષી અભ્યારણ્યમાં 87 પ્રજાતિઓના 60 હજારથી વધુ પક્ષીઓ મહેમાન બન્યા હતાં.
WSON Team
થોળ ગામની સીમમાં આવેલ થોળ પક્ષી અભ્યારણ્ય અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વન વિભાગના હસ્તક આ પક્ષી અભ્યારણ્યમાં શિયાળાની શરૂઆત થતાં જ દેશ-વિદેશોમાંથી સેંકડો કિલોમીટરની સફર ખેડી પેલીકન, ફલેમિંગો, કોમનક્રેન તેમજ સારસ પ્રજાતિના પક્ષીઓ પહોંચે છે. જે ત્રણ-ચાર મહિના સુધી વિસામો લેતાં હોય છે. આ વિદેશી પક્ષીઓ નિહાળવા તેમજ પ્રકૃતિની મજા માણવા પ્રવાસીઓ દુરદુરથી શિયાળામાં અહીં મોટી સંખ્યામાં પહોંચે છે. થોળ ગામની સીમમાં ગાયકવાડી શાસન દરમ્યાન સિંચાઈ માટે નિર્માણ કરાયેલા વિશાળ તળાવ આજે દેશ-વિદેશના પક્ષીઓ માટે આદર્શ સ્થાન બની ચૂક્યું છે. પરિણામે, આ તળાવને પાછળથી થોળ પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં આવેલ થોળ પક્ષી અભ્યારણ્યની વિશેષતા એ છે કે, શિયાળાની શરૂઆત થતાં જ હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ વિસામો લેવા અહીં આવતાં હોય છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલા થોળ તળાવમાં છિછરું પાણી, વાતાવરણ તેમજ જંગલ વિસ્તાર વિદેશી પક્ષીઓને વધુ અનુકુળ હોવાથી અહીં આવવા આકર્ષાય છે.