સાસણ ગીર: પ્રથમ ઘટના સિંહ બાળની માતા નક્કી કરવા DNA સેમ્પલ લેવાયા
ગીર અભયારણ્યમાં પ્રથમ વખત સિંહના ડી.એન.એ લેવાયા છે. બાળ સિંહોની માતા નક્કી કરવા ડીએનએ લેવામાં આવ્યા છે. વિસાવદરના વીરપુર નજીક ત્રણ સિંહબાળ રેઢા મળી આવ્યા હતા. આ સ્થળ નજીક સિંહણે બાળકનો શિકાર કર્યો હતો. બાદમાં આ સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી હતી.
તો સિંહણને તેના બાળસિંહ સાથે મિલન ન કરાવાતા પ્રકૃતિ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી. ત્યારે આ સિંહ બાળ તે જ સિંહણના બચ્ચા છે કે કેમ તે જાણવા ડીએનએ ટેસ્ટ કરાયો છે. હાલમાં બાળ સિંહોને સક્કરબાગમાં રાખવામાં આવ્યા છે. તો બાળકનો શિકાર કરનાર સિંહણને હવે પરત રેવન્યુ વિસ્તારમાં છોડી દેવાઇ છે.
જાણો, ગુજરાતનું આ તળાવ વિદેશી પક્ષીઓ માટે તીર્થ સ્થળ સમાન
ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વે નો ભાગ છે એટલે યુરોપિયન, મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન બને છે. વિદેશી પક્ષીઓના આગમનથી વઢવાણા વેટલેન્ડ ખાતેકુદરતી સૌંદર્યનો નજારો જાેવા મળી રહ્યો છે. વઢવાણા વેટલેન્ડ રામશર એરિયા માટે ક્વોલીફાય થઇ શકે તેવી તમામ બાબતો છે. વઢવાણા તળાવ ખાતે તા.1 જાન્યુઆરીથી અહિંયા પક્ષી ગણતરીની કામગીરી યોજવામાં આવી છે.
ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વે નો ભાગ છે એટલે યુરોપિયન, મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન બને છે. વિદેશી પક્ષીઓના આગમનથી વઢવાણા વેટલેન્ડ ખાતેકુદરતી સૌંદર્યનો નજારો જાેવા મળી રહ્યો છે. વઢવાણા વેટલેન્ડ રામશર એરિયા માટે ક્વોલીફાય થઇ શકે તેવી તમામ બાબતો છે.
વડોદરા વન ખાતાના વન્ય જીવ વિભાગ દ્વારા દર વર્ષે પક્ષી ગણતરી કરવામાં આવે છે. માર્ચ સુધી વિદેશી પક્ષીઓ વઢવાણા વેટલેન્ડને પોતાનું ઘર બની વસવાટ કરે છે. સ્થાનિક લોકો પણ પૂરતો સહકાર પૂરો પાડી આ સમયગાળા દરમિયાન માછીમારી કરતા નથી આમ તેઓ પણ આ બાબતે જાગૃત્ત છે. વઢવાણા વેટલેન્ડને રામશર સાઇટ જાહેર કરવા માટે હાલ વન વિભાગ અને વન્ય જીવ વિભાગ સતત પ્રયત્નશીલ છે. પ્રવાસીઓને પક્ષીજગતની વિશાળ સૃષ્ટિ વિશે ખ્યાલ આવે અને કેટલાય પક્ષીઓનો પરિચય થાય તે માટે પણ વન વિભાગે કવાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણા વેટલેન્ડ ભારતના મહત્વના વેટલેન્ડમાં સમાવિષ્ટ છે જ પરંતુ હવે આ જગ્યા રામસર સાઈટ જાહેર થાય એવા વન વિભાગ અને વન્ય જીવ વિભાગના પ્રયત્નો છે.
અરબી સમુદ્રના કિનારે છે ઐતિહાસીક ‘મુળદ્વારકા’
કુદરતે આપેલા નેચરલ ટ્રેઝરમા આ સ્થળ હજુ સુધી અજાણ્યા જેવુ જ રહ્યું છે.
જો તમે નેચર અને ઈતિહાસમા રસ ધરાવો છો તો સૌરાષ્ટ્રનો અરબી સમુદ્ર કિનારો તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અરબ સાગરના કાંઠે આવુજ એક રસપ્રદ ડેસ્ટીનેશન આવેલુ છે ‘મુળદ્વારકા’ ગીરસોમનાથ જિલ્લાને કુદરતે આપેલા નેચરલ ટ્રેઝરમા આ સ્થળ હજુ સુધી અજાણ્યા જેવુ જ રહ્યું છે. સોમનાથથી દિવ જતા કોડીનાર શહેર પાસે આ સ્થળ આવેલુ છે. સોમનાથથી 51 કિ.મી. અને દિવથી 45 કી.મી. જેટલુ અંતર મુળદ્વારકાનુ થાય છે. હવે વાત અહીના ઐતિહાસિક મહત્વની મુળદ્વારકા એ દ્વારકા પહેલા ભગવાન શ્રીકૃષ્ણ એ વસાવ્યુ હોવાની વાયકા છે.અહી આર્કીયોલોજી ઓફ ઈન્ડિયાના સંરક્ષીત આર્કિટેક્ચરોમા સામાવિષ્ટ મંદીર છે.

લાંબી જીભ ધરાવતું પક્ષી ટોની ફ્રોગમાઉથ
આ પક્ષી ટોની ફ્રોગમાઉથ તરીકે ઓળખાય છે. આ પક્ષી મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાનું પક્ષી છે. આ પક્ષીની મજાની વાત એ છે કે તે ફ્રોગમાઉથ જાતિનું હોવા છતાંય ઘણા લોકો તેને તેના દેખાવના કારણે ઘુવડ જ સમજે છે.
ટોની ફ્રોગમાઉથ ઓસ્ટ્રેલિયાના મોટાભાગના વિસ્તારોમાં પ્રખ્યાત છે. તે દરેક ૠતુમાં દેખાતું પક્ષી છે. પક્ષીઓની એક લાક્ષણિકતા એ હોય છે કે મોટાભાગના પક્ષીઓ જીભ નથી ધરાવતા હોતા. જયારે ટોની ફ્રોગમાઉથનું ઉલટું છે. તે પક્ષી હોવા છતાંય તે મોટી જીભ ધરાવે છે. વળી ટોની ફ્રોગમાઉથના મુખની રચના એ મુજબ છે કે તેની ચાંચને ઉપરથી જોતા દેડકા જેવા આકારનું લાગે છે. ટોની ફ્રોગમાઉથનું નામ પણ આ કારણે જ ફ્રોગમાઉથ રાખવામાં આવ્યું છે. કારણ કે તે દેડકા જેવી દેખાતી ચાંચ ધરાવતા હોય છે.
ટોની ફ્રોગમાઉથની બીજી ખાસીયત એ છે કે તે કાંચિડાની માફક પોતાના શિકારને જીભ લાંબી કરીને પકડી શકે છે. ટોનીનું મુખ્ય ભોજન જીવડા છે. તે ઉડતા જીવડાને આજ રીતે પોતાની જીભ લંબાવીને પકડી પાડે છે. ઘુવડે જેવું દેખાતું ટોની કદમાં ઘુવડ કરતા મોટું હોય છે. તે આશરે દોઢ ફુટ લાંબુ અને એક કિલો જેટલું વજન ધરાવે છે. વળી ઘુવડની માફક ટોનીની ચાંચ પણ ઉપરના ભાગથી પીળા કલરની હોય છે. વળી ટોનીના શરીરનો કલર તદ્દન ઝાડના થડ જેવો ભુખરો હોય છે. તેના આખા શરીરે ફર હોય છે. અને દિવસ દરમિયાન થડ ઉપર બેસીને આરામ કરતું ટોની એક નજરે થડ જેવું જ લાગે છે. તે થડ જેવા તેના કલરના કારણે ઝટ દઈને નરી આંખે જોઈ શકાતું નથી.
ઘુવડ જેવી જ આદતો ધરાવતું આ પક્ષી ટોની ફ્રોગમાઉથ પણ રાત્રીના સમયે પોતાના ભોજન માટે શિકાર ઉપર નિકળે છે. બીજા પક્ષીઓ પોતાના શિકાર ઉપર પગ વડે ત્રાટકે છે. જયારે ફ્રોગમાઉથ તેના શિકારને તેની જીભ વડે સંકજામાં લેતું હોય છે. ટોની ફ્રોગમાઉથનું પ્રિય ભોજન નાના-મોટા જીવડાં અને કીડા તો છે જે સાથે સાથે તે ઉંદર જેવા નાના પ્રાણીઓને પણ પોતાનું ભોજન બનાવતા હોય છે.
ટોની ફ્રોગમાઉથ સ્વભાવે શાંત પ્રકૃતિ ધરાવતું પોતાની પસંદગીના ઝાડ ઉપર પોતાના પરિવાર સાથે જીવન પસાર કરે છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મોટાભાગે રાત્રિનો સમય પસંદ કરે છે. તેમજ સમગ્ર પરિવાર સાથે જ એકથી બીજી જગ્યા પર વિચરન કરે છે.