ફોરેસ્ટ એલિફન્ટ: આફ્રિકાના જંગલી ( Elephant ) હાથી

0
સૌથી મોટાં સ્થળ પર પ્રાણી હાથી ( Elephant )મુખ્યત્વે એશિયન અને આફ્રિકન એમ બે પ્રકારના હોય છે. આફ્રિકામાં ઘણી જાતના હાથી જોવા મળે છે. બધાં જાનવરોમાં હાથી( Elephant ) આકારમાં અને કદમાં વિશાળ પ્રાણી છે. હાથી( Elephant )નું શરીર ગોળાકાર અને જાડું હાય છે. છતાં તે બહુ ચપળ હોય છે. હાથી( Elephant ) સ્વભાવે શાંત છે. તેની ઊંચાઈ 10 થી 12 ફૂટની હોય છે. તેનું મુખ્ય લક્ષણ તેની સૂંઢ છે. તે સ્નાયુમય માંસની લંબી નળી હોય છે અને તે મોઢા ઉપર ખાલી લટકતી હોય છે હાથી ( Elephant )સૂંઢને તે જોઈએ તેવી રીતે વાળી કે લંબાવી શકે છે.
WSON Team
આફ્રિકન હાથી( Elephant ) એશિયાના હાથી કરતા દેખાવમાં થોડા અલગ જોવા મળે છે. ફોરેસ્ટ એલિફન્ટ વિશિષ્ટ છે. દોઢ થી અઢી મીટર ઊંચા આ હાથી( Elephant )ના પગ લાંબા હોય છે અને સૂંઢ પણ લાંબી હોય છે. આ હાથી( Elephant )ના આગલા પગમાં પાંચ નખ હોય છે. મધ્ય આફ્રિકાના જંગલમાં જોવા મળતાં ફોરેસ્ટ એલિફ્ન્ટના દંતશૂળ પણ લાંબા હોય છે. આ હાથી( Elephant ) પરિવારમાં રહે છે. બચ્ચાં 15 વર્ષ સુધી પરિવારની સાથે રહે છે અને પુખ્ત થતાં અલગ પરિવાર વસાવે છે. આ હાથી( Elephant )ના કાન મોટા અને ગરદન ટૂંકી હોય છે.
WSON Team
ફોરેસ્ટ એલિફન્ટ મોટે ભાગે વનસ્પતિ ફળો ખાઇને જીવે છે. સૂકી ઋતુમાં ઘાસ ખાય છે. આફ્રિકાના ગરમ પ્રદેશમાં રહેતા હોવાથી આ હાથી( Elephant )ની ચામડી સુંવાળી હોય છે અને ગરમીને સારી રીતે પ્રતિકાર કરે છે. ફોરેસ્ટ એલિફન્ટના દંતશૂળ અને હાથ( Elephant ) કરતાં લાંબા પણ પાતળા હોય છે. તે દોઢ મીટર લાંબા અને લગભગ 35 થી 35 કિલો વજનના હોય છે. હાથી( Elephant )ની ગર્ભાવસ્થાની મુદત સામાન્યરીતે 615 દિવસની ગણવામાં આવે છે. હાથીનું આયુષ્ય સાધારણ રીતે 101 વર્ષ ગણાય છે. જાણીએ હાથી( Elephant )ની વિશેષ્તા વિષે.
WSON Team
હાથી( Elephant ) આઠ જાતના હોય છે. આ આઠ જાત દિગ્ગજની છે. તેના વંશમાં ઉત્પન્ન થનેલા તે તે જાતિના કહેવાય છે. 1. ઐરાવત: જે હાથી( Elephant )નું શરીર પાંડુર હોય, દાંત લાંબા અને ધોળા પુષ્પ જેવા હોય, રૂંવાડાં ન હોય, થોડા ખાનારા, બળયુક્ત, મોટા કદના, નાના પણ પુષ્પલિંગવાળા, લડાઈમાં ક્રોધયુક્ત, અન્ય સાથે શાંત, થોડું પાણી પીનારા, પુષ્કળ મદને ઝરનારા, પૂછડે નાના વાળાવાળા હોય તેવા હાથી( Elephant ) ઐરાવત કુળના કહેવાય છે. 2. પુંડરીક: જે હાથી( Elephant )ના શરીર કોમળ હોય, લમણાં ખરસટ હોય, મદઝરતા હોય, નિરંતર ક્રોધમાં જ રહેતા, સર્વભક્ષી, બલયુક્ત, તીક્ષ્ણદાંતવાળા હાથી( Elephant ) પુંડરિક કુળના કહેવાય છે. 3. વામન : જે હાથી( Elephant )નાં શરીર ઠીંગણાં અને ખરસટ હોય, કોઇ વખતે જ મદ ઝરે, ખોરાકને લઈને જ બળયુક્ત રહે, બહુ જળ નહિ પીનારા, લમણામાં ઘણાં રૂંવાડાંવાળા, દાંત કદરૂપા,કરૂપડા હોય તથા કાન અને પૂંછડું ટૂંકાં હોય તે વામન વંશના સમજવા. 4. કુમુદ: જે હાથી( Elephant )નાં શરીર લાંબાં, સૂંઢ લાંબી અને પાતળી, દાંત ખરાબ, શરીર મળથી ભરેલા, બુહ વિશાળ લમણાવાળા તથા કલ્હપ્રિય હોય તે હાથી કુમુદ વંશના કહેવાય છે. 5. અંજન: જે હાથી( Elephant )નાં શરીર સ્નિગ્ધ હોય, જલની અભિલાષાવાળા, મોટા કદના દાંત તથા સૂંઢ પાતળી તથા નાની, શ્રમ વેઠી ન શકે તેવા હાથી અંજન વંશના કહેવાય છે. 6. પુષ્પદંત: જે હાથી( Elephant ) નિરંતર વીર્ય અને મદઝરતા હોય. અનૂપદેશમાં જેનું જોર ફાવે, જે મોટા વેગવાળા તથા ટૂંકા પૂંછડાવાળા હોય તેને પુષ્પદંત કુળના સમજવા. 7. સાર્વભૌમ: જે હાથી( Elephant ) લાંબા દાંતવાળા, ઘમં રૂંવાડાંવાળા ભટકવામાં થાકે નહિ, ખાનપાન વગેરેમાં અત્યંત આસક્ત નહિ એવા, મરુપ્રદેશમાં ફરનારા, મોટા શરીરવાળા, કર્કશ અંગવાળા, દાંત મૃદુ અને ધોળા, વિષ્ટમૂત્ર ઓછા કરતા હોય તેવા હાથી( Elephant ) સર્વભૌમ કુળના કહેવાય છે. 8. સુપ્રતીક: જેની હાથી( Elephant )ની સૂંઢ લાંબી, અવયવો પ્રમાણ:સર, મોટા વેગવાળા, ક્રોધથી ભરેલા, સારું ખાનારા, હાથણીઓના પ્રેમવાળા, પ્રવૃદ્ધ ગંડસ્થળવાળા હોય તેને સુપ્રતીક કહે છે. આ આઠમાં સર્વભૌમ અને સુપ્રતીક હાથી( Elephant )માંથી મોતી ઉત્પન્ન થાય છે. જાણીએ હાથી( Elephant )માં રહેલા 11 ગુણ વિષે.
WSON Team
(1) મધ જેવા દાંત (2) શ્યામ (3) મધના જેવી આંખો (4) પેટ પાંડુવર્ણ (5) મુખ કમળના જેવી કાંતિવાળું (6) વાળ ભમરા જેવા (7) ડોલર અને ચંદ્રમા જેવા નખ (8) લિંગ આંબાના પલ્લવ જેવું (9) શેષ અંગમાં જરા પીળો (10) સફેદ અને લાલ બિંદુથી વિચિત્રિત મુખ અને (11) લાલાશ પડતા લમણાં. આવાં લક્ષણવાળો હાથી( Elephant )ઓનો રાજા બને છે. એવા હાથી( Elephant )ને મેળવીને રાજા સમુદ્રપર્યત ભૂમિનો ભોગ કરે છે. સૂંઢ, લમણા, વિષાણ, કર્ણષ નેત્ર, સ્નિગ્ધ હોય એવો પાંચ લક્ષણોવાળો હાથી( Elephant ) ગજ કહેવાય છે.

વિઝા પાસપોર્ટ વગર આવતા વિદેશી પક્ષીઓ માટે ગુજરાતનું આ સ્થળ બન્યું પહેલી પસંદ

0
50 થી વધુ જાતના 1200 જેટલા માઈગ્રેટરી પક્ષીઓ ઉત્તર અમેરિકા,યુરોપ અને સેન્ટ્રલ એશિયા થી અહીં આવ્યા છે. વિશ્વનો સૌથી ઝડપથી વિકસતું સુરત શહેર કે જ્યાં નજર કરવામાં આવે ત્યાં સિમેન્ટ કોંક્રિટના જંગલો જોવા મળે છે. ત્યારે સુરતનું ગવિયર લેક એક એવું તળાવ બની ગયું છે. કે જ્યાં હજારો કિલોમીટર દૂરથી વિદેશી પક્ષીઓ આવે છે. વગર વિઝા પાસપોર્ટ થી આવેલા મહેમાનોને સુરત એટલી હદે પસંદ આવી ગયું છે. કે દર વર્ષે તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમનો શિકાર સ્થાનિક લોકો ન કરે એ માટે ખાસ તકેદારીના પગલા નેચર કલબ દ્વારા લેવામાં આવે છે.
WSON Team
એક બાજુ ચારેય તરફસિમેન્ટ-કોન્ક્રીટ થી બનેલા મકાનો અને આ વચ્ચે સુરતમાં ગવિયર ગામ ખાતે એકમાત્ર એવું તળાવ છે. જ્યાં દેશ વિદેશના પક્ષીઓ આવવા માટે ચારથી છ મહિના સુધીનો સફર કરીને પહોંચે છે. આટલી મોટી યાત્રા પક્ષીઓ શા માટે કરી રહ્યા છે. કે તેઓ આ તળાવના ખાતે પોતાને સુરક્ષિત માને છે. અને તેમને સુરક્ષિત રાખવા માટે સુરત નેચર કલબે ખાસ વ્યવસ્થા પણ કરી છે.
WSON Team
જ્યારે લોકો આ તળાવ ને જોવા માટે આવે છે. ત્યારે તેઓને વિશ્વાસ પણ નથી થતો કે આ સિમેન્ટ કોન્ક્રીટ ના જંગલ વચ્ચે તૈયાર થયેલા અદભુત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે એક નજરમાં કોઈને વિશ્વાસ જ ન થશે કે આ મેટ્રો સિટીની વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય વાળા સ્થળે દેશવિદેશના હજારો પક્ષીઓ જોઈ શકાય. https://wildstreakofnature.com/gu/when-foreign-birds-landed-at-this-place-in-gujarat-it-was-now-known-as-duck-lake/હજારો કિલોમીટરની લાંબી મુસાફરી કરીને દેશ વિદેશના પક્ષીઓ પ્રજનન માટે આવે છે. આ તળાવમાં  50 થી વધુ જાતના 1200 જેટલા માઈગ્રેટરી પક્ષીઓ ઉત્તર અમેરિકા,યુરોપ અને સેન્ટ્રલ એશિયા થી અહીં આવ્યા છે. ક્યાં ક્યાં પક્ષીઓ આ તળાવના મહેમાન બને છે.
WSON Team
વિજયન(પિયાસણ), શોવલર( ગયણો), પિનટેઈલ( સિંગપર),ગાર્ગેની (ચેતવા), સાઇબિરિયન ક્રેઈન્સ, રફ્ફ, બ્લેક વિંગ્ડ સ્ટિલ્ટ, બ્લુ થ્રોટ, બ્રાહ્મિણી ડક, એસ્પ્રે, હેરિયરની, ઈગલ, કુટ, વિદેશી બતક, લાર્ક, કોટન ટીલ( ગિરજા), કોમન ટીલ (નાની મુરઘાબી), કોમન પોચાર્ડ ( રાખોડી કારચીયા),વિજેલ, ગઢવાલ, વાય ટાઈ પોચા જેવી અનેક પ્રજાતિના હજારો પક્ષીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. અગાઉ સ્થાનિકો શિકાર કરતા હતા.
WSON Team
એકમાત્ર તળાવ ના કારણે અહીં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આ પક્ષીઓ વર્ષો પહેલાથી જ આવતા હતા પરંતુ સ્થાનિક લોકો તેમનો શિકાર કરી લેતા હતા આ જ કારણ છે કે તેમના જતન માટે નેચર ક્લબ  દ્વારા સુરત મહાનગરપાલિકા પાસેથી આ તળાવને દત્તક લેવામાં આવ્યું.. પક્ષીઓની સંખ્યામાં વધારો.
WSON Team
નિર્મલા વેટલેન્ડ કન્ઝર્વેશન પ્રોજેકટ અંતર્ગત ત્યાં વાઈલ્ડલાઈફ જળવાઈ રહે તે માટે 1500 થી વધુ નેટિવ વૃક્ષો વિકસાવવામાં આવ્યા અને તળાવનું સંવર્ધન જેથી જંગલ જેવું વાતાવરણ મળવાને કારણે હાલ અહીં શિયાળામાં દર વર્ષે દેશ અને વિદેશ ના પક્ષીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.. પક્ષી પ્રેમીઓ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે અધ્યયન નું સ્થળ. સુરતમાં  નોર્ધન અમેરિકા,યુરોપ, કજાકિસ્તાન, સેન્ટ્રલ એશિયાના દેશોના પક્ષીઓ મહેમાન બને છે. ઘણા પક્ષીઓ હજારો કિલોમીટરનો દરિયો પાર કરી ને નિયત જગ્યા પર પહોંચી જાય છે. માત્ર પક્ષી જ નહીં અહીં 70થી 80 જાતન પતંગિયા અને રેપટાઈલ પણ છે. પક્ષીઓને જોવા માટે યુવાઓ અને વિદ્યાર્થીઓ ખાસ આવે છે. શિયાળા દરમિયાન પક્ષી પ્રેમીઓ ને જંગલમાં જવાની જરૂર નથી. સુરતમાં રહીને જ વિદેશી પક્ષીઓની અનેક પ્રજાતિઓ વિશે તેઓ અધ્યયન કરી શકે છે પક્ષીઓનઆનંદ માણતા જોવા મળે છે.
WSON Team
એકવાર આ તળાવ નજીક આવ્યા બાદ લોકો ભૂલી જાય છે. કે તેઓ સુરત શહેરમાં છે. તેઓને લાગે છે કે આ કોઈ જંગલ વિસ્તારમાં આવેલ આ તળાવ છે જે રીતે પક્ષીઓ નું જતન કરવામાં આવી રહ્યું છે. તેનાથી પક્ષીઓને પોતાના વતનની જેમ વાતાવરણ મળી જતું હોય છે. અને તેઓ પણ આનંદ માણતા જોવા મળે છે.

જાણો, પક્ષીઓના પગની રસપ્રદ રચના વિષે

0
દરેક પક્ષીઓની ચાલવાની રીત ભાત અનોખી હોય છે. ચકલી, કાબર અને બુલબુલ જેવા પક્ષીઓ ડગલા ભરીને નહી પણ બંને પગ ઊંચકીને કૂદકા મારી ચાલે છે. બગલા અને ચાતક જેવા પક્ષીઓ બંને પગે ડગલા માંડી ચાલે છે. પક્ષીઓના ચાલવાની આ વિવિધતા તેના પગના આકાર ઉપર આધાર રાખે છે. પક્ષીઓનું કામ ઊડવાનું એટલે વધારાનો બોજો પોસાય નહી. કુદરતે તેમને પાતળા અને ઓછા વજનના બે જ પગ આપ્યા છે જેના દ્વારા તે પોતાનું સંતુલન કરી શકે છે.
WSOn Team
દરેક પક્ષીને પગમાં ચાર આંગળા હોય છે. ત્રણ આગળ અને એક પાછળ, પાછળની આંગળી ટૂંકી હોય છે. પક્ષીઓના પગ તેમના જીવનક્રમ ચલાવવામાં મદદરૃપ થાય તેવા ઘડાયા છે. બતકને તો પાણીમાં તરવાનું હોય એટલે તેના આંગળા ચપટા અને હલેસા જેવા જેવા જોવા મળે છે. લક્કડખોદને ઝાડના બરછટ થડ પર, પથરાળ જમીન પર ચડવાનું એટલે તેને આંગળામાં હૂક જેવા નહોર હોય છે. મોરને ત્રણ આંગળા હોય છે અને જમીન ખોતરવા માટે નખ હોય છે.
WSON Team
દરેક પક્ષીને ચારે આંગળાના કેન્દ્રમાં સ્પ્રીંગ જેવા સ્નાયુ હોય છે. ડાળી ઉપર બેસે ત્યારે આ સ્પ્રીંગ દબાઈને આંગળાને વળાંક આપીને ડાળી ફરતે જકડી લે છે. પક્ષીના આંગળા એક જ દિશામાં વળી શકે છે. ઉપરની તરફ વળતાં નથી એટલે તેમને ચાલવામાં મુશ્કેલી પડે છે. પરંતુ તેમને ચાલવાનું ઓછું હોય છે. શાહમૃગ ઊડી શકતું નથી એટલે કુદરતે તેને લાંબા પગ અને મજબૂત પંજા આપીને લાંબી છલાંગ અને દોડવાની એનોખી રચના કરી આપી છે.

પ્રથમ વખત વ્હેલ માછલીની નવી પ્રજાતિ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવી

આ નવી વ્હેલના મોં ની રચના ડોલ્ફિન જેવી જોવા મળે છે. માણસે આમ તો ઉપર સાગર ખેડીને નીચે પાતાળ સુધી સંશોધન કર્યા છે. આ દરમિયાન અનેક જીવ સૃષ્ટી હોવાનું ધ્યાનમાં આવ્યું છે પરંતુ હજુ પણ જાણવાનું બાકી રહયું હોય એમ પ્રથમ વાર મેકિસકોમાં વહેલની નવી પ્રજાતિ વૈજ્ઞાાનિકોના ધ્યાનમાં આવી છે. ખૂબજ અંતરિયાળ ટાપુ સાન બેનિતો પાસે વ્હેલનીનવી પ્રજાતિ ઝુંડમાં જોવા મળી હતી. અગાઉ મેકિસકોના વિવિધ ટાપુઓ અને તટો પર વહેલની શોધખોળ અને સંશોધન ચાલતા હતા ત્યારે ધ્યાનમાં આવી ન હતી. આને મળતી આવતી વ્હેલ આજ સુધી માત્ર મરેલી જ મળી છે. મુત્યુ પછી તેની બોડીના અવશેષો કાંઠા સુધી આવતા હોય છે. આ નવી મળેલી પ્રજાતિ અન્ય વ્હેલની સરખામણીમાં નાની છે. સામાન્ય રીતે વ્હેલ પાંચ મીટર સુધી લાંબી હોય છે. આ નવી વ્હેલના મોં ની રચના જુદી જોવા મળે છે. તેનું મોં વ્હેલ કરતા પણ ચાંચ આકારની ડોલ્ફિન સાથે વધુ મેળ ખાય છે. મરીન બાયોલોજિસ્ટ એન્ડયૂ રીડ માને છે કે આમ તો દુલર્ભ વ્હેલની શોધમાં હતા પરંતુ આ પ્રજાતિ તો સાવ જુદા જ પ્રકારની કલ્પના બહારની મળી છે. શોધ અને સંશોધનનો આ જ તો આનંદ હોય છે. આમ તો વ્હેલ પર દુનિયામાં ખૂબ શોધ- સંશોધન થયું છે ત્યારે આ પ્રજાતિ અત્યાર સુધી કેમ ધ્યાનમાં આવી ન હતી તેની વૈજ્ઞાાનિકોને પણ નવાઇ લાગી હતી. વૈજ્ઞાાનિકોની ટીમે નવી વ્હેલ મળી તે વિસ્તારના પાણીના નમૂના લીધા છે. વ્હેલનું ડીએનએ ટેસ્ટિંગ કર્યા પછી જ તેનું વર્ગીકરણ કરશે. જો તમામ વિગતો અને સરખામણી બરાબર રહેશે તો વ્હેલની આ ૨૪મી પ્રજાતિ હશે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન દ્વારા આને બ્લીક્ડ વ્હેલની નવી પ્રજાતિ ગણાવવામાં આવી હતી.  

દેશમાં દીપડાઓની સંખ્યા વધી, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આંનદની વાત

દેશમાં દીપડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સમાચારો ફક્ત વન્યપ્રાણી પ્રેમીઓ માટે આનંદની વાત નથી, પરંતુ સરકાર પણ આ સકારાત્મક વૃદ્ધિથી ચોંકી છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આને એક સારા સમાચાર કહે છે. પીએમ મોદીએ આ મુદ્દે મંગળવારે ટ્વીટ કર્યું છે. ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે, “ખુશ સમાચાર! સિંહો અને વાઘ પછી, ચિત્તાની વસ્તી હવે વધે છે. જે લોકો પ્રાણીઓના સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે તેમને શુભકામનાઓ. આપણે આ પ્રયત્નો ચાલુ રાખવાના રહેશે અને આપણા પ્રાણીઓનું જીવન સુરક્ષિત રાખવું પડશે. ” કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી પ્રકાશ જાવડેકરે સોમવારે ‘સ્ટેટસ ઓફ ચિત્તામાં ભારત 2018’ અહેવાલ સોમવારે જારી કર્યો હતો. આ અહેવાલ બહાર પાડતી વખતે પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ભારતમાં દીપડાઓની સંખ્યા વધીને હવે 12,852 થઈ ગઈ છે તે જાહેર કરતાં આનંદ થાય છે. 2014 પછી, દીપડાની વસ્તીમાં 60 ટકાનો વધારો નોંધાયો છે. ”આનો અર્થ એ થયો કે આ વધારો ચાર વર્ષનો છે. આ સાથે જ એક અન્ય ટ્વિટમાં પ્રકાશ જાવડેકરે રાજ્ય મુજબની નંબરની પણ જાણકારી આપી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ (3421), કર્ણાટક (1783) અને મહારાષ્ટ્ર (1690) માં વિક્રમી વૃદ્ધિ થઈ છે. આનો અર્થ એ કે મધ્ય પ્રદેશમાં સૌથી વધુ દીપડા છે. આ અહેવાલ પર સાંસદ વનમંત્રી કુવર વિજય શાહે વન વિભાગના લોકો અને અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, આ ગૌરવની ક્ષણ છે, મધ્યપ્રદેશ સરકાર બાયો-વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તે જ સમયે, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ આંકડા જણાવતાં આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહો, વાઘ અને દીપડાઓની વસ્તીમાં વધારો વન્યજીવન અને જૈવવિવિધતાના રક્ષણનો પુરાવો છે. જાવડેકરનું ટ્વીટ વહેંચતા હવે પીએમ મોદીએ પણ દીપડાની સંખ્યામાં વધારા પર ખુશી વ્યક્ત કરી છે.