પંચમહાલ: પંથકમાં હાહાકાર મચાવનારો માનવભક્ષી દીપડો અંતે પાંજરે પુરાયો

પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આતંક મચાવનારા આદમખોર દીપડાને આખરે ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે. ગઈ કાલે (મંગળવાર) રાત્રે ઘોઘંબાના ગોયાસુંડલ ગામે જંગલમાં મુકવામાં આવેલા પાંજરામાં આતંકી દીપડો ઝડપાઇ જતા વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જેમાં સુરતની એક્સપર્ટ ટીમ કામે લાગી હતી. વન વિભાગના વડોદરા ઝોન સીસીએફ આરાધના સાહુએ ઘોઘંબાના દીપડાના હુમલાથી અસરગ્રસ્ત વિસ્તારો અને જે જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા હતા ત્યાં રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તે જ સાંજે દીપડો પાંજરે પુરાતા સીસીએફ દ્વારા વ્યક્ત કરવામાં આવેલો દીપડાને ઝડપી પાડવાનો વિશ્વાસ અને વન કર્મીઓની મહેનતની જીત થઈ છે. આ દીપડાએ પંથકમાં 2 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ઇન્ડિયન બ્લેકબક ( Indian Blackbuck ) : કાળા હરણ

0
વનવગડાનાં પ્રાણીઓમાં હરણ સૌથી સુંદર અને નિર્દોષ પ્રાણી છે. બ્લેક બક ( Blackbuck ) હરણ ઘણી જાતના અને ઘણા રંગનાં જોવા મળે છે. ભારતમાં જોવા મળતા બ્લેક બક ( Blackbuck ) કાળા હરણ વિશ્વ પ્રસિધ્ધ છે. બ્લેક બક ( Blackbuck ) કાળા હરણ 32 ઇંચ ઊંચાઈના હોય છે. તેની પીઠ કાળા રંગની રૃવાંટીવાળી હોય છે. દાઢી અને પગ પર સફેદ વાળ હોય છે. તેની આંખની આસપાસ સફેદ રંગનું કુંડાળુ હોય છે. બ્લેક બક ( Blackbuck ) માદા હરણ બદામી રંગના હોય છે. માદા હરણને શિંગડાં હોતાં નથી. ઘાસ અને નાના છોડ ખાનારૃં આ પ્રાણી બીકણ હોય છે અને ટોળામાં રહે છે. બ્લેક બક ( Blackbuck )હરણ ભયભીત થાય ત્યારે  ખૂબ જ ઝડપથી દોડી શકે છે. આ બ્લેક બક ( Blackbuck )હરણ બાર વર્ષનું આયુષ્ય ભોગવે છે. વાઘ અને સિંહનો હરણ પ્રિય શિકાર છે. બ્લેક બક ( Blackbuck ) કાળા હરણની વિશેષતા તેનાં શિંગડાં છે. નર બ્લેક બક ( Blackbuck )કાળા હરણને 28 ઇંચ લાબા વળ ચડેલા આકર્ષક શિંગડા હોય છે.
WSON Team, Click By- Kartik Bhavsar
ભારતમાં ઘણાં ઓછા સ્થળો છે જેયાં બ્લેક બક ( Blackbuck )કાળા હરણની વસતી પ્રમાણમાં સોરા હોય. આ રાષ્ટ્રિય ઉધાન ભાવનગર જિલ્લામાં આવેલા ઘાસથી ભરપુર એવા વિસ્તાર વેરાવદર ખાતે 34 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. અહીં બ્લેક બક ( Blackbuck )કાળા હરણ અહીં તહીં ફરતાં અને ચરતાં દેખાતા હોય છે. બ્લેક બક ( Blackbuck )કાળા હરણ ઉપરાંત આ રાષ્ટ્રિય ઉધાનમાં લુપ્ત થવાની કગાર પર એવાં ભારતિય રીંછ, શિયાળ, સામાન્ય શિયાળ, જંગલી બિલાડી, વાદળી પાડા જેવા મોટા કદના લાંબા શિંગડાવાળા હરણ, જંગલી ડુક્કરો, દાંતના વધુ પ્રમાણમાં ઉપયોગ કરી કંઈક ને કંઈક ખોતરનારા સસલા, ખીસકોલી, ઉંદરો અને ઝડપી દોડતાં  ઘુડખરનું આ મુળ વતન છે. આ ઉધાનનો દક્ષિણ વિસ્તાર પક્ષી નિરીક્ષણ કરનારા માટે એક આદર્શ સ્થાન છે. જયાં આ વિસ્તારનો સીમાવર્તી ભાગ વિપુલ સંખ્યામાં વસતા વરૂઓનો છે. જુલાઈથી માર્ચના સમયમાં વેરાવદર બ્લેક બક ( Blackbuck )રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો સર્વોતમ સમય માનવામાં આવે છે.

જાણો, ગુજરાતના આ અભ્યારણ્ય વિશે જયાં 155 જાતની વનસ્પતિ અને 230 પ્રકારના પક્ષીઓનો વસવાટ

બદલાતા સમય અને વિશ્વના દેશોમાં વધતા જતા શહેરીકરણની અસરને કારણે પ્રકૃતિના કાર્યોમાં વિક્ષેપ થવા લાગ્યો હતો. આ વાતને ધ્યાને રાખીને વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન કરવા સરકાર દ્વારા આજથી 40 વર્ષ પહેલા તા. 29 ઓગષ્ટ 1980ના રોજ રાજકોટ જિલ્લાના હીંગોળગઢને વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ 1972 કલમ 33/B હેઠળ અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
WSON Team
અભ્યારણ્ય જાહેર કર્યા અગાઉ આ વિસ્તાર “મોતીસરી વીડી” તરીકે ઓળખાતો હતો. તેના વહીવટી સંચાલનનો હક્ક રાજાશાહી વખતમાં જસદણના રાજ્ય પાસે હતો. 1973માં સરકારે ખાનગી જંગલોને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો અને ત્યાર પછી આ વિસ્તાર વન વિભાગને સોંપવામાં આવ્યો. વર્ષ 1973માં આ વિસ્તારને સરકારે અનામત વન તરીકે જાહેર કર્યો અને ત્યાર બાદ વર્ષ 1980માં તેને અભ્યારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય એક એવું અભ્યારણ્ય છે.https://wildstreakofnature.com/gu/hingolgadh-nature-education-sanctuary/ જે ખાસ પ્રાકૃતિક શિક્ષણ આપવા માટે સ્થાપવામાં આવ્યું છે. વર્ષ 1977ના સપ્ટેમ્બર માસ દરમિયાન વિશ્વ વિખ્યાત પક્ષીવિદ્ સલીમ અલીએ પણ આ હિંગોળગઢ અભ્યારણ્ય ની મુલાકાત લીધી છે. ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્તપણે સંચાલિત હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ્ય રાજકોટ શહેરથી 78 કિ.મી. દુર આવેલુ છે. જૈવ વિવિધતા અને વન્ય સંપદાઓથી ભરપુર હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય 654 હેક્ટર જમીનમાં ફેલાયેલુ છે. વર્ષ 1982થી દર વર્ષે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. આજ દિન સુધીમાં કુલ 3,950 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો લાભ 2,20,293 જેટલા વિવિધ સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાઓએ લીધો છે. પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લેનારને વનભ્રમણ, વિવિધ વનસ્પતિની ઓળખ, પક્ષી દર્શન અને તેનો વિસ્તૃત અભ્યાસ, રાત્રીના આકાશ દર્શન, કેમ્પફાયર, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કરાવવામાં આવે છે.
WSON Team
હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ્યમાં આજ સુધીમાં કુલ 66 કુળની 155 જેટલી વનસ્પતિની પ્રજાતિઓ નોંધાયેલી છે. જંગલની વૃક્ષ ઘનતા 7.1 વૃક્ષ/ હેક્ટર છે. જેમાં મુખ્યત્વે ગોરડ, હરમો, ઈંગોરીયો, દેશી બાવળ, મદીઠ, કાંચનાર, લીમળો, ખીજળો, મીંઢળ, રોહિડો, સંડેસરો, ગરમાળો, અસિત્રો, રગતરોપડો, વડલો, અરબી સાગર, કદમ, બુલબુલ, બહેડા, રાયણ, ગુલમહોર, રણમાં ઉગતી એક પ્રકારની જાર – પીલુ, અર્જુનસાગર, અંજીર વગેરે પ્રકારના વૃક્ષો જોવા મળે છે. અહિંયા ઓછી ઉંચાઈ ધરાવતા શાખીત ક્ષુપો શાકાહારી પશુ-પક્ષીઓને ખોરાક પુરો પાડે છે. જેમાં વિકળો, સિસોટી, થોર, ખપાટ, થૂમરી, આવળ, ચણી બોર, ગૂગળ, જેઠીમધ, વજ્રદંતી, મકરોડી, મામેજવો (ડાયાબીટીસના નિયંત્રણમાં લાભદાયક), કળાયો (એક જાતનો ગુંદર છે જેનો ફાર્માસ્યુટીકલ અને ટેક્સટાઈલમાં ઉપયોગ થાય છે), ઈન્દ્રજવ(ડાયાબીટીસ અને પેટની તકલીફમાં ઉપયોગી), અરડુસી, નગોળ (પેટના દર્દમાં અને ફેક્ચરમાં તેના પાંદળા વીંટાળવાથી રાહત થાય) જેવા ઔષધિય ક્ષુપો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ચણોઠી, સાટોડી, બટકણી, ખજવણી, શતાવરી, કારોડી, પડવેલ, નોડવેલ, દૂધિયો, પેશી, અમરવેલ, વેવડી વગેરેના વેલા જોવા મળે છે. અહીંયા ૩૧ પ્રકારના ઘાસ જોવા મળે છે. જેમાં લાપડુ, રાતળ, ફોફલુ, શનિયર, ફાટેલુ, અજાન, કણેરૂ, ધ્રપડો, ખારિયું, બરૂ, ચકલુ, સરવાડી, જીંજવો, રોસા વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા ચોમાસાની ઋતુ અને શિયાળાની ઠંડી હવા, વિવિધ જાતની વનસ્પતિ અને આંખોને ગમે તેવી નયનરમ્ય હરીયાળી પક્ષીઓના વસવાટની આગવી પસંદગી રહી છે, જેને કારણે અહીં 229 પ્રકારના પક્ષીઓની વિવિધતા જોવા મળે છે. નવરંગ, દુધરાજ, અધરંગ, ચાતક, દૈયડ, પરદેશી કોયલ, પચનક લટોરો, કાઠીયાવાડી લટોરો, શોબીગી, નાનો રાજાલાલ, કાબરો રાજાલાલ સહિતના અનેક પક્ષીઓ જોવા મળે છે.
WSON Team
ચોમાસાની ઋુતુમાં પ્રજનન માટે આવતુ નવરંગ પક્ષી (Indian Pitta) તેના અવાજથી સૌ કોઈને મોહિત કરી દે છે. દુધરાજ (Indian paradise flycatcher) મધ્ય એશિયાના દક્ષીણ-પૂર્વીય ચીન, નેપાળ, દક્ષીણ ભારત, શ્રીલંકા, મ્યાનમારમાં જોવા મળતું મહત્વનું પક્ષી છે. તેની પાંખો 86-92 મીમી લાંબી અને તેની પુંછડી 24 થી 30 સે.મી. સુધી લાંબી હોય છે. દુધરાજને જોવો તે પણ એક અલૌકિક લ્હાવો છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થતા સુગરીએ આ વિસ્તારને પોતાનું હેબિટેટ(રહેઠાણ) બનાવતા તેના માળાઓ આ વિસ્તારમાં મોટા પાયે જોવા મળે છે. અહીંયા કુલ 62 પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જે પૈકી 21 પ્રકારના સસ્તન પ્રાણીઓની પ્રજાતિ, 8 પ્રકારના ઉભયજીવી પ્રાણીઓની પ્રજાતિ, 33 જાતના સરિસૃપ પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે. જેમાં મૃગ કુળનું ચિંકારા અને નીલગાય મુખ્ય પ્રાણીઓ છે. વર્ષ 2019-20ની ગણતરી મુજબ ચિંકારાની વસ્તી 150 જેટલી નોંધાઈ છે. વર્ષના 8 મહિના લીલોતરીના કારણે શાહુડી, સસલા, નોળિયા વણીયર, જેવા તૃણાહારીઓનો વસવાટ જોવા મળે છે. આ ઉપરાંત શિયાળ, ઝરખ, ક્યારેક વરૂ અને દિપડા જેવા જંગલી પશુઓ પણ ક્યારેક જોવા મળી જાય છે. હગોગઢ અભ્યારણ્યમાં છેલ્લા 3 વર્ષથી આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવતા આરીફ ઠેબા જણાવે છે કે, આ વિસ્તારમાં જમીન ખડકાળ હોવાના કારણે વરસાદનું પાણી નદી-નાળામાં વહી જતુ હતું. જેને અટકાવવાના નવતર અભિગમરૂપે માટી પાળા, પથ્થર પાળા, વન તળાવ અને ચેકડેમની કામગીરી કરવામાં આવી છે.
WSON Team
સમગ્ર અભ્યારણ્યની અંદર વરસાદના પાણીને અટકાવીને 150 જેટલા પાણીના નવા જળસ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી 350 જેટલા માટી પાળા, પથ્થર પાળા અને વન તળાવ સમગ્ર અભ્યારણ્યમાં બનાવવામાં આવ્યા છે. જેની ઉંડાઈ 1 મિટર જેટલી હોય છે. ઉંચાઇવાળા વિસ્તારમાં વરસાદના કારણે પાણી વહીને પાળામાં એકઠું થાય છે. આ એકઠું થયેલુ પાણી નિતરતુ-નિતરતુ છેક નીચેના પાળામાં આવે છે. જેનાથી જમીનનું ધોવાણ અટકે અને પાણીનો સંગ્રહ થાય છે. તેમજ ચાલુ વર્ષે 85 જેટલા માટી પાળા બનાવવામાં આવ્યા છે. આ જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારની જમીનના તળ ઉંચા આવી રહ્યા છે. ગીર ફાઉન્ડેશનના નિયામક રવિદત્ત કંબોજ, વન વિભાગના નાયબ નિયામક આઈ.કે.બારડ, મદદનીશ નિયામક ગીર ફાઉન્ડેશન વિભાબેન ગોસ્વામીના નેજા હેઠળ આદર્શ કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસામાં જોયેલું અહીંનું કુદરતી સૌદર્ય માનવીના મન પર અમીટ છાપ છોડી જાય છે.
Hingolgadh Nature Education Sanctuary

બૉલિવૂડ અભિનેતા આમિર ખાને પરિવાર સાથે ગીરની મુલાકાત કરી સિંહ દર્શન કર્યા

બોલિવૂડ એક્ટર આમિર ખાન પોતાના પરિવાર સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે વહેલી સવારે છ કલાકે પરિવાર સાથે સાસણમાં સિંહ દર્શન માટે પહોંચ્યા હતા.બૉલિવૂડના ખ્યાતનામ અભિનેતા આમિર ખાન સાસણની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે વહેલી સવારે છ કલાકે તેમના પરિવારના સભ્યો સાથે જીપ્સીમાં સવારી કરીને સિંહ દર્શન માટે રવાના થયા હતા. આ સમયે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ જોવા મળ્યા હતા.અમિર ખાન આજે સિંહ દર્શન માટે તેના પુરા પરિવાર સાથે સાસણ પહોંચ્યા હતા. વહેલી સવારે 6 કલાકે આમિર ખાનનો કાફલો સાસણ સિંહ સદન ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં તેઓ જીપ્સીમાં સવાર થઈને જંગલના રાજા સિંહને જોવા માટે નીકળ્યા હતા.

આ સમયે સાસણ વનવિભાગના અધિકારીઓ પણ વહેલી સવારે ખ્યાતનામ કલાકારને વેલકમ કરવા માટે સિંહ સદન હાજર રહ્યા હતા. આમિર ખાનની પહેલી સાસણ સિંહ દર્શન યાત્રા છે. જેને લઇને આસપાસના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

જાણો, રંગીન ચાંચવાળા પફીન (Puffin) વિષે

0

પફીન (Puffin) ઊડવામાં ભારે ઝડપી છે. તે પોતાની પાંખો એક મિનિટમાં 400 વખત ફફડાવીને કલાકના 88 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.

WSON Team
ખાસ કરીને પફીન (Puffin) એટલાન્ટિક સમુદ્રમાં કિનારા પ્રદેશોમાં વૈવિધ્યસભર પક્ષીઓ જોવા મળે છે. પોપટ જેવા દેખાવનું રંગીન પફીન પણ તેમાનું એક છે. તેને દરિયાઈ પોપટ પણ કહે છે. શિયાળામાં ખૂબ જ વિશિષ્ટ છે. પોપટ જેવી અણીદાર અને લાલ ચાંચ ઋતુ પ્રમાણે રંગ બદલે છે. શિયાળામાં તે રાખોડી રંગની હોય છે. અને વસંત આવતાં જ આકર્ષક લાલ રંગની થઈ જાય છે. પફીન (Puffin) 10 ઇંચ લાબુ હોય છે અને 500 ગ્રામ જેટલું વજન ધરાવે છે. પફીન (Puffin) મોટે ભાગે સમુદ્રની સપાટી પર જ રહે છે. પફીન (Puffin) સમુદ્રમાં મોજા ઉપર તે આરામથી સ્થિર બેસી શકે છે. તે કુશળ તરવૈયા પણ છે. તરતી વખતે પાંખનો તે હલેસા તરીકે ઉપયોગ કરે છે. શિકાર કરવા માટે તે દરિયામાં 200 ફીટ જેટલી ઊંડાઈએ ડૂબકી મારી શકે છે.
WSON Team
પફીન (Puffin) ઊંડા સમુદ્રમાં માંડ પાંચ સેકન્ડ જ રહી શકે છે. પફીન (Puffin) માછલી અને નાના જળચર જીવોનો શિકાર કરે છે. પફીન (Puffin) ઊડવામાં ભારે ઝડપી છે. તે પોતાની પાંખો એક મિનિટમાં 400 વખત ફફડાવીને કલાકના 88 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. દુનિયાભરના 60 ટકા જેટલા પફીન (Puffin) વસંત ઋતુમાં ઇંડા મૂકવા માટે ઉત્તર એટલાન્ટિકના આઈસલેન્ડ ખાતે એક સાથે સ્થળાંતર કરીને એકઠા થાય છે. તે ઊંચા ખડકો પર ઘાસ અને પીંછાનો માળો બનાવી રહે છે.