બે દીપડા વચ્ચેની ઇનફાઇટ મા નર દીપડાનું મોત, વનવિભાગે હાથ ધરી તપાસ

મહુડાના ઝાડ ઉપરથી દીપડો પટકાતા મોત વન વિભાગ દ્વારા ઝાડ ઉપર ઈનફાઇટમાં દીપડો પટકાતા મોત વન વિભાગે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી. છોટાઉદેપુર તાલુકાના ખોસ ગામે માલુ બીટ ના તેજગઢ રેંજ છોટાઉદેપુર જંગલમાં હટીયાભાઈ ખાપરભાઈ રાઠવા ના એફ.આર.એ ના ખેતર મા આવેલ  મહુડા ના ઝાડ ઉપરથી ઈનફાઈટ મા નીચે  પડી  જતા 1 નર દીપડાનુ  મૃત્યુ થયેલ છે. મરનાર દીપડાની ઉંમર અંદાજે ઉંમર 4.6 ( સાડા ચાર વર્ષ) ની હોવાનું વન વિભાગના આર. એફ. ઓ. નું અનુમાન છે તેઓ એ સ્થળ ઉપર પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..જ્યારે બે દીપડા વચ્ચેની ઇનફાઇટ મા દીપડાનુ મોત થતા પોષ્ટ મોર્ટમ કરવાની તજવીજ પણ વનવિભાગે હાથ ધરી છે.

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સામાન્ય લોકો માટે શરતો સાથે ખોલવામાં આવ્યો

કોરોના વાયરસ સંકટને કારણે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક ઘણા સમયથી બંધ છે. સામાન્ય લોકો માટે કેટલીક શરતો સાથે તેને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલની ઉપસ્થિતિમાં કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ખોલવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં કેટલીક શરતો લાગુ કરવામાં આવી છે. હવે પ્રવાસીઓ જીપ સફારી દ્વારા જ મુસાફરી કરી શકશે. કારણ કે પૂરને કારણે અંદર જવાનો રસ્તો ખૂબ જ ખરાબ થઇ ગયા છે, આ કિસ્સામાં તે ધીમે ધીમે સુધારવામાં આવશે. ઉપરાંત, હવામાન અને અન્ય કારણોને લીધે, શરૂઆતમાં ફક્ત જીપ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. હાલમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફક્ત થોડા ભાગો ખોલવામાં આવ્યા છે, જ્યારે અન્ય સુવિધાઓ તા. 1 નવેમ્બરના રોજ ખુલી જશે. 1 નવેમ્બરથી નેશનલ પાર્કમાં હાથીની સવારી શરૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કાઝીરંગા પાર્કમાં વધુ પાંચ પર્યટક સ્થળો ઉમેરવામાં આવશે. જેમાં વિશ્વનાથ ઘાટ, પાનપુર વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત 1 નવેમ્બરથી અન્ય ત્રણ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશ માટે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેને દરેક પ્રવાસીઓએ પાલન કરવાનું રહેશે.

કર્ણાટક: કાર્ડીયાક એરેસ્ટના કારણે એક હાથીનું મોત નિપજયું

કર્ણાટકમાં 35 વર્ષના એકદંત નામના હાથીનું શિવમોગાના સકરેબેલુ કેમ્પમાં મોત થયું હતું. સકરેબેલુ વન અધિકારીઓ અનુસાર, હાથીનું મોત કાર્ડીયાક એરેસ્ટના કારણે થયું હતું. જણાવાઇ રહ્યું છે કે એકદંત નામના આ હાથીની લાશ શેટીહલ્લીના જંગલમાંથી મળી આવી હતી. એકદંતને હસન જીલ્લાના સકલેશપુરના જંગલોમાંથી બે વર્ષ પહેલા પકડવામાં આવ્યો હતો.શિવમોગા શહેરથી ર૦ કિલોમીટર દૂર આવેલ સકરેબેલુ હાથી કેમ્પ ટેમીંગ ટસ્કર્સ માટે જાણીતો છે. એકદંતના મોત પછી હવે આ કેમ્પમાં ર૩ હાથી બચ્યા છે.

7 મહિના બાદ ગીર સાસણ સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયુ

તા. 16 ઓકટોબરથી ગીર સાસણ જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતા પ્રવાસીઓના પ્રથમ ગ્રુપને સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પાછલા સાત મહિનાથી બંધ ગીરનું સાસણ સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આજે વહેલી સવારે વનવિભાગના અધિકારીઓ અને ઓનલાઇન પરમિશન મેળવેલા પ્રવાસીઓને સાસણ સફારી પાર્કમાં વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો.
WSON Team
કોરોના સંક્રમણને કારણે છેલ્લા સાત મહિનાથી બંધ રાખવામાં આવેલું ગીર સાસણ સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આજે વહેલી સવારે 6 વાગ્યે પ્રવાસીઓને વિધિવત રીતે સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે વનવિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને સફારી પાર્કમાં રવાના કરવામાં આવ્યા હતા. સંક્રમણને કારણે વનવિભાગ દ્વારા જાહેર કરાયેલા તમામ દિશાનિર્દેશોનું પ્રત્યેક પ્રવાસીને ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
WSON Team
આ વર્ષે બદલાયેલી પરિસ્થિતિમાં શાસન સફારી પાર્ક શરૂ થયું છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે નિર્દેશ આપવામાં આવ્યા છે, તે મુજબ પ્રત્યેક પ્રવાસીઓએ પોતાની વ્યક્તિગત જવાબદારી સમજીને સમગ્ર સફારી પાર્કની મુલાકાત દરમિયાન ચહેરા પર માસ્ક બાંધવું, સેનીટાઇઝર સાથે રાખવું જેવા નિર્દશો આપવામાં આવ્યા છે. દરેક સફારી પાર્કને મુલાકાત બાદ જીપ્સીને પણ સેનીટાઇઝર કર્યા બાદ બીજી વખત જંગલમાં મોકલવાનો નિર્ણય વનવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

જંગલમાં ગેરકાયદેસર લાયન શૉનો વીડિયો વાઇરલ, વન વિભાગ આરોપી સુધી પહોંચ્યું

ફરી એકવાર ગીરનું જંગલ ગેરકાયદેસર લાયન શૉને લઈને વિવાદમાં આવ્યું છે. કેટલાક લોકો ગીરના કોઈ વિસ્તારમાં પશુઓનું મારણ કરાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વનવિભાગે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે વન વિભાગ વીડિયોમાં દેખાતા આરોપી યુવકો સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગીરના કોઈ વિસ્તારમાં સિંહ પશુનો મારણ કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. સમગ્ર મામલે વનવિભાગ પણ હરકતમાં આવ્યું છે અને આરોપી યુવકે સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ બનેલો વીડિયો રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ રજૂ કર્યો હતો અને સિંહોની સુરક્ષા બાબતે કેટલાક પગલા ભરવા માટે વનવિભાગને સૂચનો પણ કર્યા છે. ત્યારે ગુરુવારના રોજ વનવિભાગના અધિકારીઓએ સોશિયલ મીડિયા મારફતે આરોપી યુવકનો ફોટો જાહેર કરીને તેની માહિતી વનવિભાગ અથવા પોલીસને આપવા માટે જાણ કરી છે.

સમગ્ર મામલે મુખ્ય વન સંરક્ષક સાથે વાતચીત કરી હતી, વીડિયોમાં દેખાતા યુવકો સુધી વનવિભાગ પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં વીડિયોમાં દેખાતા તમામ યુવકોની ધરપકડ પણ કરી લેવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો છે. વધુમાં મુખ્ય વનસંરક્ષકએ જણાવ્યું કે, વીડિયોમાં દેખાતા યુવકો પૈકી કેટલાક યુવકોને વનવિભાગે દબોચી લીધા છે. હજુ કેટલાક યુવાનો પકડવાના બાકી છે. જો કે હાલ સમગ્ર મામલે કાર્યવાહી થઇ રહી હોવાની વાત પણ તેમણે કરી છે. કેટલાક સમય પહેલા ગીર ગઢડાનો પણ એક ઈસમ ગેરકાયદે લાયન શૉ કરાવતા પકડાયો હતો. જે આજે જેલમાં છે, ત્યારે આ વીડિયોમાં દેખાતા આરોપીઓ પણ આગામી દિવસોમાં જેલમાં ધકેલાયેલા જોવા મળશે તેવો વિશ્વાસ વન વિભાગે વ્યક્ત કર્યો છે.