આ વર્ષે વિશ્વ વેટરનરી દિવસ – 2022 અંતર્ગત “Strengthening veterinary resilience” થીમ પસંદ કરાઈ
વર્લ્ડ વેટરનરી અસોસીએશન દ્વારા વર્ષ 2001 થી સમગ્ર વિશ્વમાં એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને વિશ્વ વેટરનરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વર્લ્ડ વેટરનરી અસોસીએશન દ્વારા વર્ષ 2001 થી સમગ્ર વિશ્વમાં એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને વર્લ્ડ વેટરનરી ડે (વિશ્વ વેટરનરી દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ વેટરનરી દિવસની ઉજવણી માટે દર વર્ષ માટે એક થીમ પસંદ કરવામાં આવે છે. વિશ્વ વેટરનરી દિવસનો મુખ્ય હેતુ પશુ સ્વાસ્થ્ય વિશે જાગૃતતા ફેલાવવાનો અને પ્રાણી ક્રુરતા નિવારણ માટે યોગ્ય પગલા લેવાનો છે. વિશ્વ વેટરનરી દિવસ જવાબદારી પૂર્વક પાલતુ પશુઓને ઉછેરવા અને પાલતુ પશુ પ્રત્યે સંવેદનશીલતાનો પણ સંદેશ આપે છે. આ વર્ષે વિશ્વ વેટરનરી દિવસ – 2022 અંતર્ગત “Strengthening veterinary resilience” થીમ પસંદ કરવામાં આવી છે. આ થીમ મુજબ પશુચિકિત્સા ડોક્ટર્સને ચિકિત્સા ક્ષેત્રે તમામ પ્રકારની મદદ અને સંસાધનો પૂરા પાડવા અને પશુચિકિત્સા ક્ષેત્રે ડોક્ટર્સ દ્રારા આપવામાં આવેલ યોગદાન બદલ તેમને સન્માનિત કરવામાં આવશે. ગુજરાત સરકાર પશુપક્ષીઓ સંભાળ માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે. ખાસ કરીને કરુણા એમ્બયુલન્સની સેવા ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક ૧૦ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાના વેટનરી સેવામાં અસરકારક સાબિત થઈ રહ્યા છે. વડોદરા જિલ્લામાં આવા ફરતા પશુ દવાખાનાની સંખ્યા ૧૭ છે. પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા દ્રારા વડોદરા જિલ્લામાં મોટા પશુઓ (ગાય, ભેંસ) ને વિના મુલ્યે ખરવાસા-મોવાસા રોગ વિરોધી રસી આપવાનો કાર્યક્રમ પણ આ સમયગાળા દરમ્યાન યોજવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં ગત વર્ષ: ૨૦૨૧-૨૨ દરમિયાન પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા અંતર્ગત કાર્યરત ૩૨ પશુ સારવાર સંસ્થાઓ દ્રારા ૧,૦૫,૬૫૦ પશુઓને સારવાર, ૧૨૪૭ પશુઓનું ખસીકરણ, ૮૦,૯૧૫ પશુઓનું રસીકરણ, ૧૦,૧૦૬ પશુઓને કૃત્રિમ બીજદાન, ૨૦૮ ગ્રામ્ય કક્ષાએ યોજવામાં પશુ આરોગ્ય મેળામાં ૪૧,૬૮૩ પશુઓને સારવાર પૂરી પાડવામાં આવી છે. વિશ્વ વેટરનરી દિવસ 2022 અને તેની થીમનો યોગ્ય અમલ કરવાના હેતુથી પશુપાલન શાખા, જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી દ્રારા વડોદરા જિલ્લા ખાતે આવેલ પાલતુ પશુઓ (શ્વાન, બિલાડી વિગેરે), રખડતા પશુઓ અને લાઇવ સ્ટોક પશુઓ (ગાય, ભેંસ, બકરી, ઘેંટા, વિગેરે) ને પશુ આરોગ્ય મેળા અંતર્ગત નિ:શુલ્ક સારવાર અને રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો છે. જે અંતર્ગત હડકવા રોગ વિરોધી રસીકરણ, કૃમિનાશક દવા, મેડીસીન કેસની વિના મુલ્યે સારવાર પશુ દવાખાના ભુતડીઝાંપા, વડોદરા ખાતે તા:૩૦-૦૪-૨૦૨૨ (શનિવાર) ના રોજ સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.વ્યવસ્થા: ઉનાળામાં ગીરના જંગલમાં પ્રાણીઓ માટે ઊભી કરાઇ ખાસ વ્યવસ્થા
પાણી મળી રહેતા જંગલ બહાર હિંસક પ્રાણીઓ નથી આવતા, આસાનીથી પાણી મળી રહે તે માટે પાણીના કુંડ બનાવી વનવિભાગે કરી વ્યવસ્થા
ઉનાળામાં પાણીની ઘટ સર્જાય એટલે માણસ તો ગમે ત્યાં જઈને પાણીની કરી લે છે. પરંતુ જંગલમાં વસતા પ્રાણીઓનું શું. તેઓ પાણી ક્યાં શોધવા જાય.વાયા-વોકળા પણ સુકાઈ ગયા હોય છે તો પછી પાણી તેમને કેવી રીતે મળે? આવો સવાલ થતો હશે. પરંતુ તમે એ નહીં જાણતા હોય કે, આપણા વન વિભાગ દ્વારા પ્રાણીઓ માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે. જેના થકી તેમને પાણી મળી રહે છે.
કાળઝાળ ગરમીમાં પણ પ્રાણીઓને મળી રહે છે પાણી ઉનાળો આવતા જ ગીર અને જૂનાગઢના જંગલોમાં વાયા-વોકળા સુકાઈ જાય છે. અને જંગલી પ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે. તેવામાં આ પ્રાણીઓ ગામડાઓ તરફ આગળ આકર્ષિત થાય છે. પરંતુ જંગલના પ્રાણીઓ જંગલમાં જ રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.વન વિભાગે જૂનાગઢના જંગલ વિસ્તારમાં અલગ-અલગ પોઈન્ટ બનાવી ત્યાં પ્રાણીઓ માટે પાણીના કુંડ બનાવ્યા છે. જેમાં સરળતાથી પ્રાણીઓને પાણી પણ મળી રહે છે.
વન વિભાગ દ્વારા ભરવામાં આવે છે પાણીના કુંડા ગીર એટલે કે, એશિયાઈ સિંહોનું ઘર. તેવામાં અહીં ગીરના રાજાને નિહાળવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. અને દરેક લોકોની ઈચ્છા હોય છે કે, તેઓને જંગલમાં સિંહ જોવા મળે. જોકે વન વિભાગની જંગલમાં જળ યોજનાથી સિંહો પણ પર્યટકોને જોવા મળી રહે છે. આ કુંડાઓ અને પાણીના પોઈન્ટ પર વન વિભાગ ખુદ પાણીની વ્યવસ્થા કરે છે. કેટલાક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણીના કુંડા ભરવામાં આવે છે. તો કેટલાક વિસ્તારોમાં બોરવેલ બનાવી પવન ચક્કીની મદદથી પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
પાણી મળી રહેતા જંગલ બહાર નથી આવતા હિંસક પ્રાણીઓ ગીરનું જંગલ સુકું જંગલ છે. તેવામાં પ્રાણીઓ કાળઝાળ ગરમીમાં દિવસ દરમિયાન ટાઢો છાયડો શોધી ત્યાં બેસી રહે છે. અને રાત્રે જ ખોરાક અને પાણી માટે બહાર નિકળે છે. ત્યારે જંગલ વિભાગની આ કામગીરીથી દરેક જંગલી પ્રાણીઓને પાણી પણ મળી રહે છે. અને હિંસક પ્રાણીઓ ગામડા તરફ ન આવતા, લોકો પર હુમલાની ઘટનાઓ પણ ઘટી જાય છે.
ઈન્ડિકેટર સ્પીસિસ તરીકે ઓળખાતી જળબિલાડી ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ દ્રશ્યમાન થઈ રહી છે
શિડયુલ-2 માં આરક્ષિત જળબિલાડી ગુજરાતમાં મહી, નર્મદા અને તાપી નદીમાં જોવા મળે છે.
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતના ગવિયર લેક, ટેના લેક, બરબોધન, કોઝવે અને ડભોલીમાં દ્રશ્યમાન થઈ રહી છે. દુનિયાભરમાં જળબિલાડીની લગભગ 13 જેટલી પ્રજાતિ જોવા મળે છે. જેમાંથી ભારતમાં 3 પ્રજાતિ અને ગુજરાત રાજ્યમાં માત્ર સ્મૂથ કોટેડ ઓટર પ્રજાતિ (ઉદયું,ઉદ બિલાડો, જળબિલાડી) જોવા મળે છે. લુપ્ત ગણાતી આ જળ બિલાડી ગુજરાતમાં મહી, નર્મદા અને તાપી નદીમાં જોવા મળે છે. લુપ્ત ગણાતી અને શિડયુલ-2 માં આરક્ષિત જળબિલાડી પાણીમાં 5 મિનિટ સુધી શ્વાસ રોકી શકવામાં માહિર છે.





- શિડયુલ-2 માં આરક્ષિત જળબિલાડી પાણીમાં 5 મિનિટ સુધી શ્વાસ રોકી શકવામાં માહિર
- ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડને છોડીને આ જળબિલાડી વિશ્વના દરેક મહાદ્વીપ પર જોવા મળે છે.
- આ જાતિનું પ્રાણી પૂર્વ ભારત થી દક્ષિણ-પૂર્વ એશિયા સુધી અને થોડા પ્રમાણમાં ઈરાકમાં પણ જોવા મળે છે.
- વિશ્વના અલગ-અલગ દેશો કામ કરે છે. મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વ ઓટર દિવસ મનાવવામાં આવે છે.
- ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015 થી ગવિયર લેક પર નેચર કલબ સુરત દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
- દેશના આશરે 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળબિલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો રહ્યો છે.
- જળ બિલાડીને આઇ.યુ.સી.એન દ્વારા લુપ્ત થતી પ્રજાતીમાં મુકવામાં આવી છે. એકવા કલ્ચર માટે જળબિલાડી મહત્વનું પ્રાણી છે.
- ભારતમાં 3 પ્રજાતિ અને ગુજરાત રાજ્યમાં માત્ર સ્મૂથ કોટેડ ઓટર પ્રજાતિ (ઉદયું,ઉદ બિલાડો, જળબિલાડી) જોવા મળે છે.
જળ માર્જર, જળ બિલાડી

WSON Team સ્થાનિક નામ- જળ માર્જર, જળ બિલાડી અંગ્રેજી નામ- Smooth Indian Otter, Smooth-coated Otter વૈજ્ઞાનિક નામ- Lutrogale perspicillata લંબાઇ- 105 થી 120 સેમી. વજન- 7 થી 12 કિલો સંવનનકાળ- શિયાળો ગર્ભકાળ- 61 દિવસ દેખાવ- લાંબુ પાતળુ,વાળ વાળું શરીર, લાંબી પુંછડી અને પાણીમાં રહેઠાણ. ખોરાક- માછલી, કરચલા, દેડકા, ઉંદર અને જળપક્ષીઓ. વ્યાપ- ગુજરાતમાં નર્મદા નદીમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતના ગવિયર લેક, ટેના લેક, બરબોધન, કોઝવે અને ડભોલીમાં દ્રશ્યમાન થઈ રહી છે. રહેણાંક- મોટી નદીઓ અને સરોવરો ઉપસ્થિતિ ના ચિન્હો– હગાર, પગનાં નિશાનમાં પાંચ આંગળીઓ ઉપર નખનાં નિશાન.
Writer: Biny Patel, Nature lover, Traveller, and journalist
State Bird of Gujarat: મનમોહક અને સુંદર દેખાતા સુરખાબ પક્ષીની પક્ષીસૃષ્ટિમાં પારિવારિક પક્ષી તરીકેની ઓળખ
ગુજરાતમાં રાજ્ય પક્ષી (State Bird Flamingo) તરીકે સુરખાબને સ્વીકારવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના રાજ્ય પક્ષી તરીકે સુરખાબની (Flamingo) પસંદગી કરવામાં આવેલી છે. પક્ષી જગતમાં greater flamingo તરીકે ઓળખાતું સુરખાબ દેખાવે ખૂબ જ સુંદર અને મનોહર છે. અંદાજે 1.5 મીટર જેટલી ઉંચાઈ ધરાવતું આ પક્ષી વિશ્વમાં ભારત સહિત અફઘાનિસ્તાન, દક્ષિણ ફ્રાન્સ, ઈસ્ટ આફ્રિકા, દક્ષિણ સ્પેન અને પશ્ચિમ સાયબેરિયાની સાથે શ્રીલંકામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ પક્ષી દરિયાકાંઠાના અને ખાસ કરીને કાદવવાળા વિસ્તારમાં સવિશેષ જોવા મળે છે. દેખાવે આછા ગુલાબી અને સફેદ રંગનું પક્ષી કાદવ વાળી જગ્યામાં કાદવથી જ માળો બનાવે છે. અને તેમાં એક ઈંડું મૂકીને બચ્ચાંનો ઉછેર કરે છે. આવા હજારોની સંખ્યામાં ફ્લેમિંગો કાદવ અને ખાસ કરીને દરિયાઇ વિસ્તાર અને ખારાશવાળા વિસ્તારમાં જોવા મળે છે.
એક માદા પક્ષી સાથે જ રહેવાના કારણે તે બની રહ્યું છે વિશેષ પક્ષી

ફ્લેમિંગોનું (Flamingo) આયુષ્ય કુદરતી રીતે 30થી 35 વર્ષનું હોય છે. આ સમય દરમિયાન નર એકમાત્ર માદા ફ્લેમિંગો પક્ષી સાથે પારિવારિક સંબંધો નિભાવે છે અને તે જીવનપર્યંત જાળવી રાખે છે. આ પ્રકારનું વિશેષ લક્ષણ એકમાત્ર ફ્લેમિંગો એટલે કે સુરખાબ ધરાવે છે જેને કારણે પણ તેની પક્ષી જગતમાં વિશેષ ઓળખ ઊભી થઈ છે. સુરખાબ પક્ષી પારિવારિક પક્ષી તરીકે પણ જાણીતું છે તે પોતાના બચ્ચાંનો ઉછેર ખૂબ જ કાળજીપૂર્વક કરે છે સામાન્ય સંજોગોમાં માદા ફ્લેમિંગો એકમાત્ર ઈંડું મુકે છે કેટલાક કિસ્સામાં બે ઈંડા ભાગ્યે જ જોવા મળે છે.
સુરખાબ કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં ખુબ મોટી સંખ્યામાં જોવા મળે છે

