ગિર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાટીક સિંહની 13.38 ગીચતા સામે જંગલી મારણની ગીચતા 11,023

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

એશિયાઈ સિંહોની છેલ્લા વસતિ ગણતરી અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં સિંહની ગીચતા 13.38 પ્રતિ 100 ચોરસ કિલોમીટર છે, જેની સામે સિંહના મારણ તરીકે ઉપયોગમાં આવતા જંગલી પ્રાણીઓની ગીચતા 11,203 પ્રતિ 100 ચો.કિ.મી. છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવાર્તન રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ માર્ચ 31, 2022ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી. મંત્રીના નિવેદન અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં ગિરના સિંહો માટે ખોરાકની ઉપલબ્ધિ માટે બે સરવે કરવામાં આવ્યા છેઃ 1. અનગુલેટ ડાયવર્સિટીઝ એન્ડ બાયોમાસ ઇન ધ ટ્રોપિકલ ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ ઓફ ગિર, ગુજરાત, ઇન્ડિયા, જમાલ એ. ખાન અને રવિ ચેલ્લમ (1987-1989) અને 2. ઇમ્પેક્ટ ઓફ મેનેજમેન્ટ પ્રેક્ટસીસ ઓન લાયન એન્ડ અનગુલેટ હેબિટાટ્સ ઓફ ગિર પી.એ., દિવાકર શર્મા (1991-9194). ગુજરાત વન વિભાગ પણ ગિરમાં મારણ અંગેની સ્થિતિનું નિરીક્ષણ કરવા દર વર્ષે મારણની સંખ્યાનું અનુમાન કાઢવાની કવાયત હાથ ધરે છે. આ અંગેની માહિતી નીચે મુજબ છેઃ વર્ષ                 કુલ મારણની અંદાજિત સંખ્યા (આંકડમાં) 2014                      132504 2015                      139031 2016                      142543 2017                       147822 2018                       149365 2019                       155659 પરિમલ નથવાણી ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં સિંહના ખોરાકની ઉપલબ્ધતા અંગે કોઇ અભ્યાર કરવામાં આવ્યો છે કે નહીં, સિંહના મારણમાં વધારો કરવા માટે કોઇ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ જેથી સિંહ બહારના વિસ્તારમાં જઈને મારણ ના કરે અને 100 ચો.કિ.મી. દીઠ સિંહની ગીચતા સામે મારણની ગીચતા કેટલી છે તે અંગે જાણવા માંગતા હતા. મંત્રીના નિવેદન અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મારણની સંખ્યામાં વધારો કરવા માટે લેવામાં આવેલા પગલાંમાં ઘાસના મેદાનોનો વિકાસ, બ્રાઉસેબલ છોડની પ્રજાતિઓની કાપણી અને છટણી વગેરે સહિતના રહેણાંક સુધારણા કાર્યોનો સમાવેશ થાય છે. મારણમાં ચિતળ, સાંભર, નિલગાય, ભારતીય ચિંકારા, ચોશિંગા, વાનર, જંગલી ભૂંડ, કાળિયાર, ભારતીય મોરનો સમાવેશ થાય છે.

સાઈબેરિયા અને ચીનમાં જોવા મળતું બાજ કુળનું શિકારી પક્ષી ગુજરાતના આ વિસ્તારમાં દેખાયુ

સાઈબેરીયા અને ચાઇનામાં જોવા મળતું બાજ કુળનું શિકારી (Falcons Bird of Prey) પક્ષી આમુર ફાલ્કન ગીર વિસ્તારના જંગલમાં જોવા મળ્યું છે.

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારના કેમેરામાં આ પક્ષી કેદ થયું છે. આમુર ફાલ્કન શિકારી પક્ષી મુખ્યત્વે પૂર્વ એશિયાના દેશોમાં ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. અહીં તેઓ પ્રજનન કરે છે તેની નવી સંતતિનો વિસ્તાર પણ થાય છે. ત્યારબાદ આ પક્ષી ભારત-શ્રીલંકા સહિત એશિયાના અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે. શિકારી પક્ષી ગીર વિસ્તારમાં: આ પક્ષી પૂર્વ એશિયાથી ભારત અને શ્રીલંકા તરફથી સ્થળાંતર કરવા માટે અરબી સમુદ્રનો સહારો લે છે. અને ગુજરાતમાં અરબી સમુદ્રનો ખૂબ લાંબો વિસ્તાર હોવાના કારણે આ શિકારી પક્ષી ગીર (Birds in Forest of Gir) વિસ્તારમાં જોવા મળે છે. આ શિકારી પક્ષી વર્ષોથી સ્થળાંતર કરતા હશે. પરંતુ તેને કેમેરામાં કંડારવા ખૂબ મુશ્કેલ હોય છે. ત્યારે આ પ્રકારની અદ્ભુત તક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારને પ્રાપ્ત થઈ છે અને તેના કેમેરામાં આમુર ફાલ્કન કેદ થયું છે. શિકારની દ્રષ્ટિએ ગીરનું જંગલ વધુ અનુકૂળ: બાજ કુળના શિકારી પક્ષી આમુર ફાલ્કન માટે ગીરનું જંગલ શિકારની દ્રષ્ટિએ પણ ખૂબ સારું માનવામાં આવે છે. ગીરમાં જૈવવિવિધતાની વચ્ચે તેને પુષ્કળ પ્રમાણમાં ખોરાક પણ મળી શકે છે. આ પક્ષી મોડી સાંજે અથવા તો વહેલી સવારે શિકારની શોધમાં નીકળતું હોય છે. ફાલ્કન પક્ષીનો શિકાર મોટેભાગે જીવ જંતુ હોય છે. આ પક્ષીની વિશેષ ખાસિયત એ છે કે તે હવામાં ઉડતી (Bird of Prey Flying in Air) વખતે પણ શિકારને પકડવામાં ખૂબ કારગર માનવામાં આવે છે. માળાઓ મોટા વૃક્ષના બખોલમાં: પરંતુ કેટલાક કિસ્સામાં શિકાર જમીન પર જોવા મળે તો તેને પકડીને પણ તે શિકાર કરે છે. આમુર ફાલ્કન બાજ શિકારી પક્ષીઓ દ્વારા છોડી દેવામાં આવેલા માળાઓ મોટા વૃક્ષના બખોલમાં (Amur Falcon Bird in Gir) હોય છે. તેને ફરીથી ઉપયોગ કરીને આ માળામાં ત્રણથી ચાર ઈંડા આપે છે. નર અને માદા ઈંડા માંથી બચ્ચા બહાર આવ્યા બાદ ફરી એક વખત બચ્ચાના ખોરાક માટે શિકાર તરફ નીકળી જાય છે. અને સ્થળાંતર કરીને તેનું સંપૂર્ણ જીવન ચક્ર પૂર્ણ કરે છે.

જાણો, આખરે હિમેટાની ગાંઠની અસહ્ય પીડાથી કણસતી કૂતરીને કેવી રીતે મળી સારવાર

વડોદરામાં 1962 કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં 26,721 બિનવારસી પશુઓની સારવાર કરવામાં આવી છે.

સંવેદનશીલ રાજ્ય સરકારે રાજયના પશુપાલન વિભાગ અને GVK  એમરીના સહયોગથી અબોલ પશુઓની સારવાર સુશ્રુષા માટે 1962 કરુણા એમ્બ્યુલન્સની સેવા સમગ્ર રાજ્યમાં શરૂ કરી છે. 1962 કરુણા એમ્બ્યુલન્સ સેવા અબોલ પશુઓ અને પ્રાણીઓ માટે સાચે જ સંજીવની પુરવાર થઈ આશીર્વાદરૂપ બની રહી છે. 1962 કરુણા એમ્બ્યુલન્સે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં હિમેટા ની ગાંઠની અસહ્ય વેદનાથી પીડાતી કૂતરીની સ્થળ પર જ શસ્ત્રક્રિયા કરી લગાતાર ત્રણ દિવસ સુધી સારવાર આપી કુતરીનો જીવ બચાવી મૂગા પ્રાણીઓ પ્રત્યે સંવેદનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Social Media
વાત એમ છે કે  આજવા રોડ પાસેના એક વિસ્તારમાં  એક બિનવારસી કૂતરીને ગળાના નીચેના ભાગમાં લોહીની ગાંઠ કે જેને હિમેટોમાં કહેવામાં આવે છે. કૂતરી આ સમસ્યાથી ઘણા દિવસોથી પીડાતી હતી. કોઈ સેવાભાવી વ્યક્તિએ 1962માં કોલ કર્યો અને કરુણા એમ્બ્યુલન્સની ટીમ વેટરનરી ડો.અંસુલ અગ્રવાલ ડો. ઉદિત ગંગીલ અને ડ્રેસર રતનસિંહ રાઠોડ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડોક્ટરની ટીમે જોયું તો કૂતરી ખૂબ જ અસહ્ય પીડામાં હતી.અને તેની ભાષામાં કોઈને પોકારી રહી  હોય તેવું જણાતું હતું. અંતે તેની પુકાર 1962 કરુણા એમ્બ્યુલન્સે  સાંભળી. ડોક્ટરની ટીમે સારવાર શરૂ કરી અને ઘટનાસ્થળે તેની શસ્ત્રક્રિયા કરી પીડામાંથી મુક્તિ અપાવી. એટલું જ નહીં સળંગ ત્રણ દિવસ તેની દેખરેખ રાખી સંપૂર્ણ સારવાર કરી કૂતરીનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો.
Social Media
સ્થાનિક લોકોએ 1962 કરુણા એમ્બ્યુલન્સની ટીમનું સંવેદનશીલ કાર્ય જોઈતેમને તાલીઓના ગડગડાટથી વધાવી લઈ  1962 કરુણા એમ્બ્યુલન્સની સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો. ડોદરામાં બે કરુણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.આ સેવા દ્વારા અત્યાર સુધીમાં  કુલ 26,721 બિનવારસી પશુઓની સારવાર કરવામાં આવી છે.જેમાં 21456 ડોગ,1941 ગૌ માતા, 2153 બિલાડી સહિત  અન્ય પશુ અને પક્ષીઓનો મહામૂલો જીવ બચાવ્યો છે.

વૃક્ષ ગાથા: આ વૃક્ષ આદિજાતિ સમાજનું દેવ વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે

જંગલો અને ખેતરો મહુડાના ફૂલની મીઠી અને મદહોશ કરતી સુંગધથી છે સરાબોર

છોટાઉદેપુર થી બારીયા જવાના રસ્તે આવતા બરોજ ગામના ગોવિંદ સુરતાન રાઠવાના પરિવાર પાસે 115 જેટલાં મહુડાના વૃક્ષોની મોંઘેરી મિલકત છે. મહુડો એ આદિવાસી સમાજ માટે દેવ વૃક્ષ છે, કલ્પ વૃક્ષ છે અને જેમની પાસે મહુડાના વૃક્ષો વધુ પ્રમાણમાં હોય એવા પરિવારનો સમાજમાં મોભો વધે છે.
Social Media
અત્યારે ખેતીની મોસમ નથી પરંતુ ગોવિંદભાઈ નો આખો પરિવાર વ્યસ્ત છે. કારણ કે તેમની માલિકીના મહુડા વૃક્ષો પરથી મીઠી સુગંધ અને ઊંચું પોષણ મૂલ્ય ધરાવતા ફૂલો ગરી રહ્યાં છે અને મધુ પુષ્પો અને મહુડાના ડોળી નામે ઓળખાતા ફળ ઘણાં આદિવાસી પરિવારો માટે મોસમી આવકનું સાધન બની રહે છે. ગોવિંદભાઈ કહે છે તાસીર પ્રમાણે કેટલાક મહુડા પરથી વહેલી પરોઢના ચાર વાગે તો અન્ય મહુડાઓ પરથી સવારના 9/10 વાગ્યે ફૂલો ગરવાનું ચાલુ થાય છે. એટલે અમારા પરિવારના નાના મોટા બધાં સભ્યો આ ગરેલા ફૂલો ભેગા કરવાનું કામ કરે છે.પાનખરને લીધે બધાં પાન ખરી જાય તે પછી હોળીની આસપાસ ફૂલ બેસવા માંડે છે અને માર્ચ એપ્રિલમાં લગભગ એક મહિના સુધી ફૂલોની મોસમ રહે છે.ઝાડની તંદુરસ્તી પ્રમાણે દૈનિક 3 થી 20 કિલો ફૂલ એક મહુડો મોસમમાં આપે છે.
Social Media
આ મહુડાના ફૂલો વેપારીઓ ખરીદે છે અને પરિવારો પોતાના ઉપયોગ માટે પણ રાખે છે.તેના વેચાણ થી ખેતી સિવાયની મોસમમાં ટેકો થાય તેટલી આવક મળે છે.ગોવિંદ કહે છે કે 100 મહુડા હોય એને મોસમમાં ફૂલોના વેચાણથી અંદાજે 2 થી અઢી લાખની આવક મળે છે. ફૂલો ખરી જાય તે પછી મહુડા પર ફળ લાગે છે જે ડોળી તરીકે ઓળખાય છે.આ ફળ તેલીબિયાં ની ગરજ સારે છે.જૂન મહિનામાં વરસાદ આવે ત્યાં સુધી ડોળી ખરે છે.આ ડોળીમાં થી શુદ્ધ ખાદ્યતેલ મળે છે જેને કેટલાક લોકો ડોળીના ઘી તરીકે પણ ઓળખે છે. ડોળીને સૂકવીને, દળીને,બાફીને આદિવાસી પરિવારો રસાયણોના ઉપયોગ વગર તેલ કાઢે છે.ઘણાં હવે ઘાણીમાં પિલાવી ઘર વપરાશ માટે તેલ કાઢે છે. ડોળીનો ખોળ પશુ રોગોના ઉપચારમાં વપરાય છે અને સાબુના કારખાનેદારો પણ તેને ખરીદે છે.
Social Media
આમ,એક મહુડો આદિવાસી કુટુંબને વિવિધ રીતે આર્થિક આધાર આપે છે,તેનું બજેટ સરભર રાખે છે.પ્રત્યેક કુટુંબને ઓછી વત્તી સંખ્યામાં મહુડાના ઝાડનો વારસો મળે છે.આદિવાસી દેવ પૂજન અને સામાજિક પરંપરામાં મહુડાના ફૂલ, ડોળીયું અને અન્ય પેદાશો ઉપયોગમાં લેવાય છે.આ દેવ વૃક્ષ હોવાથી એને કાપતાં નથી એટલે આજે આ વૃક્ષો સારા પ્રમાણમાં સચવાયા છે.
Social Media
મહુડા પરથી ખરેલા ફૂલ ફક્ત માલિક પરિવાર જ ચુંટી શકે પરંતુ જ્યારે ડોળી ખરે ત્યારે એ ડોળી કોઈપણ વીણી શકે એવી વણ લિખિત પરંપરા હોવાનું ગોવિંદભાઈ જણાવે છે. ગામ પટેલનું કહેવું છે કે વનસ્પતિ અને વૃક્ષોને અમારા બાપ દાદા પૂજતા હતા,અત્યારે અમે પૂજીએ છે અને અમારી પેઢીઓ ને વારસામાં આ વૃક્ષ પૂજા મળશે.
Social Media
મહુડાનો રોપ અંદાજે દશેક વર્ષે પુખ્ત થઈને ઝાડ બને પછી ફૂલ અને ફળ મળવાના ચાલુ થાય છે અને પેઢીઓ સુધી પરિવારને તેનો લાભ મળે છે.ઘર,ખેતરના જેમ ભાગ પડે તેમ કુટુંબની માલિકીના મહુડાના ઝાડના ભાગ પડે છે. આ દેવ વૃક્ષ આદિવાસી સમાજની આસ્થા અને કેટલાક અંશે અર્થ વ્યવસ્થાનો આધાર છે.

વિશ્ર્વ જળ દિવસ: પ્રાણી માટે જાંબુઘોડા અભયારણ્યમાં રાની પશુ માટે 80 કુંડી, અવેડા બનાવાયા

અભયારણ્યમાં 13 સ્થળોએ બોરને સંલગ્ન પવનચક્કી થી કુંડીઓ ભરવામાં આવે છે.

તરસ જીવમાત્રને લાગે છે અને જેમ ઉનાળો આકરો થતો જાય તેમ વધુ લાગે છે. તેને અનુલક્ષીને વન્ય જીવ વિભાગ,વડોદરાએ જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્ય હેઠળના વિસ્તારોમાં વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ તરસ છીપાવી શકે તે માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે.બીજા શબ્દોમાં કહીએ તો પશુઓ માટે પાણીની પરબો ઊભી કરી છે.
Social Media
જાંબુઘોડા અને શિવરાજપુર રેન્જમાં 13000 હેકટર જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે ઉનાળુ જળ વ્યવસ્થા કરવામાં આવી છે જેની જાણકારી આપતાં શ્રી એચ.ડી. રાઓલજી એ જણાવ્યું કે આ આખા વિસ્તારમાં જ્યાં ખૂબ અંતરિયાળ જગ્યાઓ છે ત્યાં બોર સાથે જોડેલી 13 પવનચક્કીઓ બેસાડવામાં આવી છે. આ ચક્કી ચાલે તેની સાથે ડંકીનો દંડો ઊંચોનીચો થાય અને સાથેની કુંડી ભરાય છે.આ દુર્ગમ વિસ્તાર હોવાથી વાહન દ્વારા પાણી પહોંચાડવું અઘરું છે.એટલે આ વ્યવસ્થા આશીર્વાદ બની છે.રાજ્યના દક્ષિણ ના જંગલોમાં પવનચક્કી આધારિત ડંકી અને હોજ બનાવવાની શરૂઆત જાંબુઘોડા થી 2019 માં થઈ હતી. ઉનાળામાં મુખ્યત્વે જંગલની અંદરના વિસ્તારોમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે.આ બંને રેન્જમાં પાણી ભરવા માટે 80 જેટલી કુંડીઓ, હવાડા અને ચેકડેમની કુંડીઓ બનાવવામાં આવી છે.ટ્રેકટર જોડેલા ટેન્કર વડે વારાફરતી આ હોજ અને કુંડીઓ ભરવામાં આવે છે.બંને રેન્જ પાસે એક એક ટ્રેક્ટર જોડેલી ટેન્કર છે.આ વિસ્તારમાં પક્ષી વિવિધતા છે અને પંખીઓ ને પણ આ વ્યવસ્થા થી પાણી મળી રહે છે.
Social Media
જાંબુઘોડા અભયારણ્યમાં મુખ્યત્વે દીપડો,ઝરખ,ભૂંડ, હરણ સહિતના વન્યજીવો છે. રતન મહાલમાં રીંછ અને દીપડા સહિત વન્ય પ્રાણીઓ છે.વન્ય જીવ વિભાગ આ જીવો પર આત્મીયતા રાખીને ઉનાળાની શરૂઆત થી જંગલમાં પીવાના પાણીની વ્યવસ્થા કરે છે જે લગભગ 15 મી જૂન એટલે કે કુદરતના ચક્ર પ્રમાણે નદી નાળાઓમાં નવા પાણીની આવક સુધી ચાલુ રહે છે. જીવદયા ને વરેલી રાજ્ય સરકાર આ રીતે પશુ પક્ષી અને વન્ય જીવોની પણ કાળજી લે છે.
Social Media
આ વિભાગના નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઓલજી તથા શિવરાજપુર રેન્જના વન અધિકારી આર.એન. પુંવાર વન્ય પશુઓને પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરી રહ્યાં છે.