રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી જંગલમાં રીંછની ગુફાઓની આસપાસ અને અવર જવરના રસ્તાઓ પર બોરડીઓ ના ઉછેરનું કર્યું આયોજન
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી..બાળ ગીતો અને જોડકણાંઓમાં રીંછ મામાને ખૂબ લાડ લડાવવામાં આવ્યાં છે. આ રીંછ મામા આમ તો ઊંડા જંગલમાં રહે એટલે કહેવું પડે કે મામા ( રીંછ)નું ઘર કેટલે..તો જવાબ મળે કે ઘોર જંગલમાં ગુફા દેખાય એટલું.
વડોદરા નજીક રીંછોનું સરનામું:
WSON Team
વડોદરાએ દક્ષિણ અને પૂર્વના જંગલોનું પ્રવેશ દ્વાર છે અને આનંદની વાત છે કે આપણા બાળકોના પ્રિય એવા ૫૪ જેટલાં રીંછ મામા નજીકના છોટાઉદેપુર (કેવડી/ડોલરિયા) અને પાવીજેતપુર(કુંડળ)ના જંગલ વિસ્તારોમાં રહે છે.
જ્યારે રતન મહાલ, દાહોદ(સાગટાળાં) અને જાંબુઘોડાના જંગલોમાં પણ રીંછનો વસવાટ છે. તાજેતરમાં પાવીજેતપુરના આંબાખૂંટમાં રીંછના હુમલામાં એક ગામવાસી ગંભીર રીતે ઘવાયો આ ઘટના અંગે સંવાદ કરતાં છોટાઉદેપુર વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવીએ જણાવ્યું કે ઘર નજીક આવેલી બોરડી પાસે એ વ્યક્તિનો રીંછથી એકાએક સામનો થયો અને તેણે હુમલો કર્યો એવું અમારું અનુમાન છે કારણકે રીંછને ખટમીઠ્ઠા બોર ખૂબ ભાવે છે અને બોરડીઓ મોટેભાગે જંગલ વિસ્તારના ગામવાસીઓના ઘર આંગણે આવેલી હોવાથી શિયાળામાં બોરની લાલચે રીંછ માનવ વસ્તીવાળા વિસ્તારોમાં પ્રવેશે છે.ઘટના બની ત્યાં આવેલા 5 થી 6 ઘરો નજીક બોરના વૃક્ષો આવેલા છે અને હાલમાં ખૂબ બોર લાગ્યા છે.આ હુમલા પાછળ બોર ખાવાની લાલચ એક સંભવિત કારણ ગણાય.આ ગામની નજીકના જંગલોમાં ૫/૬ રીંછોનો વસવાટ હોવાનું અનુમાન છે.
જંગલમાં બોરના વાવેતર અને ઊછેરનું આયોજન:
Social Media
આંબાખૂંટની ઘટના કમનસીબ છે અને ઇજાગ્રસ્તને વન ખાતાના નિયમો પ્રમાણે વળતર આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી જાણકારી આપતાં ડો.ધવલે જણાવ્યું કે શિયાળામાં રીંછ બોરથી આકર્ષાઈને ગામોમાં પ્રવેશે છે એવા પાક્કા અનુમાન અને નિરીક્ષણને આધારે છોટાઉદેપુર વન વિભાગ ઊંડા જંગલોમાં જ્યાં રીંછની ગુફાઓ(રહેઠાણ) આવેલી છે તેની આસપાસ અને અવર જવરના રસ્તાઓ પર અને પાણી પીવાની જગ્યાઓની આસપાસ બોરના તેમજ ફળાઉ વૃક્ષો વાવવા અને ઉછેરવાનું આયોજન કર્યું છે અને તેની સૂચના વન અધિકારીઓને આપી છે.જેના થી ભવિષ્યમાં માનવ – વન્ય પ્રાણી સંઘર્ષ ટાળી શકાશે એવી આશા છે.
રીંછનું ફળાહારનું મેનુ:
આ પ્રાણી મુખ્યત્વે મિશ્ર આહારી છે.એટલે એને બોર ઉપરાંત મહુડાના ફૂલ, જાંબુ, કેવડી વિસ્તારમાં મળતાં ઉંબના ફળ, ગરમાળાની સિંગો, ગુલમહોરના ફૂલ અને ટીમરવા નામે ઓળખાતા ટીમરૂના ફળ એની ભાવતી વાનગી છે.
આ પૈકી બોરડી મોટેભાગે ગામોમાં જોવા મળે છે અને જંગલોમાં ભાગ્યેજ હોય છે.જ્યારે મહુડાના વૃક્ષો ગામોની સાથે આરક્ષિત જંગલવિસ્તારમાં મોટી સંખ્યામાં છે એટલે ઉનાળામાં ફૂલ ગરવાની મોસમમાં રીંછનું જોખમ ઓછું રહે છે.
રાજ્ય સરકારે વન્ય પ્રાણીઓના હુમલામાં અવસાન કે ઇજાના કિસ્સાઓમાં મળવાપાત્ર વળતરના દરો સુધાર્યા
રાજ્ય સરકારે તાજેતરમાં ખૂબ સંવેદનશીલતા દાખવીને વન્ય પ્રાણીઓના હુમલામાં મરણના કિસ્સામાં મૃતકના પરિવારને મળવાપાત્ર તથા ઇજાના કિસ્સામાં સંબંધિત વ્યક્તિને મળવાપાત્ર સહાયની રકમમાં સારો એવો વધારો કર્યો છે.
તેની સાથે આવા હુમલાઓથી પશુ મરણ અને ઇજાના કેસોમાં મળવાપાત્ર વળતર વધાર્યું છે. આ ઉપરાંત આ યોજના હેઠળ અત્યાર સુધી વાઘ, સિંહ, દીપડો, રીંછ અને મગર એ પાંચ વન્ય જીવો દ્વારા હુમલાના કેસો જ મરણ કે ઇજાની સહાયને પાત્ર હતા.હવે તેમાં વરુ,ઝરખ અને જંગલી ભૂંડના હુમલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રીંછના હુમલા થી કેવી રીતે બચી શકાય:
WSON Team
જે ગામોની આસપાસના જંગલોમાં રિંછોનો વસવાટ છે ત્યાંના લોકોએ ખાસ કરીને વહેલી સવારના ૫ થી ૭ વાગ્યાના આછા અજવાળામાં અને સાંજના ચાર વાગ્યા પછી ઉતરતા અંધારે અને રાત્રે જંગલોમાં જવાનું ટાળવું જોઈએ.
જો અનિવાર્ય રીતે જવું પડે તો હાથમાં ટોર્ચ અને સ્વ બચાવ માટે લાકડી સાથે રાખવી અને એકલા જંગલમાં ન જતાં બે ત્રણ જણના ટોળામાં જવું અને સતત મોટા અવાજે વાત કરવી.શૌચ ક્રિયા માટે ઘણાને જંગલમાં જવાની આદત હોય છે. ઘર શૌચાલય બનાવી તેનો ઉપયોગ કરવો અને આ આદત છોડવી જરૂરી છે અને જવું જ પડે તો પૂરતું અજવાળું થાય પછી જ જવું.
જન જાગરણ સભાઓ: વન વિભાગ આ પ્રકારની તકેદારીઓનું લોક શિક્ષણ આપવા એ વિસ્તારના ગામોમાં જન જાગરણ સભાઓ પણ યોજે છે.
Social Mediaટકોર:
મધ્ય અને પૂર્વ મધ્ય ગુજરાતના જંગલોમાં વસ્તીવાળા ગામો આવેલા છે.એટલે માનવ – પ્રાણીનો સંઘર્ષ ટાળવો જરૂરી છે.વન વિભાગ પ્રાણીઓની પ્રકૃતિ સમજીને જંગલોમાં પાણીની વ્યવસ્થા,જંગલી ફળાઉ વૃક્ષો નો ઉછેર જેવા પગલાં લે છે.જો કે નિર્દોષ વન્ય જીવોને સરહદની સમજ હોતી નથી. માણસને વન્ય જીવોની ખાલ, નખ,દાંત જેવા અંગોની લાલચ હોય છે.જો કે આ જીવોને માણસની આંખો,હાથ પગ,હૃદય,કિડની કે ચામડું – ખાલ ની લાલચ નથી હોતી. હા, માણસનો અચાનક સામનો થઈ જાય તો એ પોતાનો જીવ બચાવવા હુમલો કરી બેસે છે.એટલે જરૂરી સાવચેતી રાખવાથી જંગલમાં સલામત રહી શકાય છે.
વઢવાણા તળાવ પરિસરને 13 ઝોનમાં વિભાજિત કરી સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો સાથે રાખી વિદેશી પક્ષીઓની ગણતરી હાથ ધરાશે.
હેમંતથી શિશિર ઋતુની ફૂલ ગુલાબી ઠંડીની સાથે લગ્નસરાને માણવા માત્ર બિનનિવાસી ગુજરાતી જ વડોદરાની મુલાકાત લે એવું બિલ્કુલ નથી. મોટાભાગે ઉત્તરીય મોસમી પવનો સાથે ફૂંકાતી શીતલહેરની માણવા માટે ‘શિયાળુ વિઝા’ લઇ દૂર દૂરના હિમ પ્રદેશોમાં થી આવતા યાયાવર પક્ષીઓ પણ વડોદરા આસપાસના જળ પ્લાવિત વિસ્તારોમાં ડેરા નાખે છે અને મહેમાનગતિ માણે છે.
ખાસ કરીને રામસર સાઇટ એવા વઢવાણા તળાવમાં તો અનેક પ્રકારના વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. હજારોની સંખ્યામાં આવતા આ વિદેશી પંખીડાઓને વન વિભાગ યજમાનગતિ પૂરી પાડે છે. https://wildstreakofnature.com/gu/wadhwana-lake-is-a-bird-land-of-vadodara-district/સાથે, મહેમાન બનેલા પક્ષીઓની પ્રતિવર્ષ ગણતરી કરે પણ છે. વઢવાણા રામસર સાઇટ ખાતે આગામી તા.7મીએ પક્ષી ગણતરી થવાની છે. વન વિભાગ દ્વારા થતી આ પક્ષી ગણતરીની પદ્ધતિ રસપ્રદ છે.
WSON Team
એસીએફ એચ. ડી. રાવલજીએ કહ્યું કે, 900 હેક્ટર જેટલો વિસ્તાર ધરાવતા વઢવાણા તળાવની રામસર સાઇટને ત્યાં આવેલા યાયાવર પક્ષીની ગણતરી કરવા વન વિભાગ દ્વારા કુલ 13 ઝોનમાં વિભાજિત કર્યું છે અને ઝંડી ડીમાર્કેશન કરવામાં આવ્યું છે. એમાંથી તળાવની અંદર કુલ આઠ અને તળાવ બહાર પાંચ ઝોન છે. વઢવાણા તળાવ આસપાસના કેટલાક બીજા તળાવ અને વિસ્તારોમાં પક્ષીઓની આવન-જાવન થતી રહે છે. એટલે, તેનું પણ ઝોનિંગ કરવામાં આવ્યું છે.
સ્વૈચ્છિક સંસ્થાઓના તજજ્ઞો સાથે રાખીને પક્ષીની ગણતરી કરવામાં આવે છે. કુલ 13 ટીમોનું ગઠન કરવામાં આવે છે. એક ટીમમાં વન વિભાગના ૨ કર્મયોગીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના તજજ્ઞો મળી લઘુતમ આઠ વ્યક્તિની ટીમોનું ગઠન કરવામાં આવે છે. આ તજજ્ઞો પક્ષીના વ્યવહાર, તેના પ્રકાર સહિતની બાબતોથી સારી રીતે વાકેફ હોઇ છે. તેમ આરએફઓ શ્રી પી. એન. પરમારે કહ્યુ હતુ.
ગુજરાતમાં જોવા મળતા લગભગ 550 જાતના પક્ષીઓ પૈકી એકલા વઢવાણામાં જ 250 જેટલી પ્રજાતિ જોવા મળે છે.
પક્ષીઓને ખલેલ ના થાય એ રીતે આ ગણતરી કરવાની હોઇ છે. ટીમો પાસે દૂરબીન જેવા દૂરદર્શક ઉપકરણો હોય છે. મોટાભાગે એવું બને છે કે, તળાવમાં પાણી ના હોય એવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પક્ષીઓ હોય છે. અંદર ત્રણેક ટેકરા પણ છે. તેઓ અવલોકન કરે છે અને જાત-સંખ્યા દર્શાવતા ફોર્મમાં વિગતો ભરે છે. અવલોકનના આધારે પક્ષીઓની સંખ્યા ઉપરાંત પોતાના જ્ઞાનના આધારે તેનો પ્રકાર નક્કી કરી ટેક્નિકલ ટીમને તે ડેટા આપે છે. આ ડેટાને એકત્ર કરી તેને તજજ્ઞો દ્વારા રેક્ટિફાઇ કરવામાં આવે છે.
WSON Team
પક્ષી ગણતરી સવારના 9થી 12 અને બપોર બાદ 2 થી 4 દરમિયાન કરવામાં આવે છે. આ બે તબક્કા દરમિયાન એક ઝોનમાંથી ઉડીને બીજા ઝોનમાં જતાં પક્ષીઓ અંગેની જાણકારી જેતે ઝોનની ટીમોને આપવામાં આવે છે. જેથી ગણતરી બેવડાઇ નહીં. ગત વર્ષે 68 હજાર જેટલા વિદેશી પક્ષીઓ નોંધાયા હતા. આ પક્ષીઓ મુખ્યત્વે યુરોપિયન દેશો અને સર્બિયાથી આવે છે. વઢવાણા તળાવ આસપાસના વિસ્તારોમાં ડાંગરનો પાક પુષ્કળ થાય છે. એટલે, યાયાવર પક્ષીઓને ચણ આસાનીથી મળી રહે છે. છીછરા પાણી વાળી કાદવિયા જમીનમાં જૈવિક આહાર વિવિધતા ની મિજબાની પણ માણવા મળે છે.
Social Media
સોએક વર્ષ પૂર્વે મહારાજ સયાજીરાજ ગાયકવાડે સિંચાઇના હેતુથી વઢવાણા તળાવ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર 10.38 ચોરસ કિલોમિટર છે અને 8816 હેક્ટર કમાન્ડ વિસ્તાર છે. હવે તો નર્મદાનું પાણી પણ આ તળાવમાં ઠલવાય છે. વઢવાણા પરિસરની પર્યાવરણીય મૂલ્યને કારણે વર્ષ 2005માં કેન્દ્ર સરકાર દ્વારા વેટલેન્ડ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું.
મજાની વાત તો એ છે કે, ગુજરાતમાં જોવા મળતા લગભગ 550 જાતના પક્ષીઓ પૈકી એકલા વઢવાણામાં જ 250 જેટલી પ્રજાતિ જોવા મળે છે. યાયાવર પક્ષીઓ પૈકી રાજ હંસ, ગાજ હંસ મોટા પ્રમાણમાં વઢવાણા આવે છે.
કોંક્રિટના જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી ‘બેઘર’ થઈ ગઈ
આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજાતિની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલીને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જોવા મળે તો નવાઈ નહિ.
Social Media
પરંતુ ગુજરાતના ભુજમાં એક અનોખુ વૃક્ષ આવેલું છે. જેના પર કેટલાક વર્ષોથી હજારોની સંખ્યામાં ચકલીઓ વસે છે. પોતાના ચીચી અવાજથી આજે પણ આસપાસના લોકોનું મનોરંજન કરે છે. કચ્છ- ભુજના વોકળા ફળિયામાં આવેલી જૂની લોહાણા મહાજનવાડી પાસેની તકેવાલી મસ્જિદ સામે આશરે 100થી 150 વર્ષ જૂનું બોરડીનું ઝાડછે, જેમાં દરરોજ 15 થી 20હજાર જેટલી ચકલીઓ સવાર સાંજ જોવા મળે છે. રાત્રીના સમયમાં તો જાણે ઝાડ પર બલ્બ લગાડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. કચ્છ જિલ્લામાં આવું ઝાડ બીજે ક્યાંય પણ નથી કે જ્યાં આટલી સંખ્યામાં ચકલીઓ જોવા મળટી હોય.
શહેરમાં વિકાસના અનેક કામો થતાં ગયાં અને નવા નવા બાંધકામો થતાં ગયાં. જેના પરિણામે પક્ષીઓ પણ ઓછા જોવા મળી રહ્યાં છે પણ ભુજ શહેરની ભરબજારે આવેલા આ ઝાડ પર હજારોની સંખ્યામાં ચકલીઓજોઈ શકાય છે. આશરે 100થી 150 વર્ષ જૂના આ ઝાડ પર પોતાના મધુર અવાજથી ચકલીઓ સવારસાંજ કલબલાટ કરે છે.
Social Media
આજના હરણફાળ સમયની સાથે થતા બાંધકામમાં કોઈ ખૂણા ન હોવાને લીધે ચકલીઓને માળો બાંધવામાં મુશ્કેલી રહે છે. પરિણામે વસવાટના જંગી પ્રશ્ન સામે ચકલીઓની સંખ્યા શહેરોમાં ખૂબ ઓછી જાેવા મળે છે. પણ ભુજ શહેરની ભર બજારે આવેલા આ ઝાડ પર હજારોની સંખ્યામાં ચકલીઓ જાેઈ શકાય છે.
Social Media
હાલની શહેરીકરણની પરિસ્થિતી જોતા ચકલીને બચ્ચાના ઉછેરમાં ખુબ જ વિક્ષેપ પડે છે. પાછુ કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષીસથી પણ વંચિત રાખ્યા છે. જેથી, હવે દરેક માનવી પોતાના ઘરે અનુકુળતા પ્રમાણે, ઘરમાં અમારા માટે માળાની વ્યવસ્થા કરે એ લાકડાનું હોય કે પછી માટીનું પણ આ અમારી દુઃખ દર્દ ભરી અપીલ છે. એવું હવે ચકલીઓ આપણને કહી રહી છે.
માછીમારોએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તંતાડી બીચ પર કિનારે માછીમારી કરી રહ્યા હતા. દરમિયાન તેમની જાળમાં વિશાળકાય વ્હેલ શાર્ક ફસાઈ ગઈ હતી. ફસાયેલી શાર્કને બચાવી લેવામાં આવી હતી. એમ જિલ્લા વન અધિકારી (DFO), અનંત શંકરે જણાવ્યું હતું કે, શાર્કને પાછળથી વન વિભાગના અધિકારીઓ, માછીમારો અને વન્યજીવ સંરક્ષણવાદીઓ દ્વારા સમુદ્રમાં પાછી મોકલવામાં આવી હતી.
Social Media
“DFO ની સૂચનાઓ અનુસાર વ્હેલ શાર્કને સલામત રીતે પાછી ઊંડા દરિયામાં ધકેલવામાં આવી હતી. DFO ના માર્ગદર્શન અનુસાર કોઈપણ જાતના ખર્ચ કે મહેનત વિના સરળતાથી આ વ્હેલ ને પાછી દરિયામાં ધકેલવામાં ફફલતા મળી હતી. શારીરિક અને માનસિક બન્નેરીતે DFO એ માછીમાંરોનેપ્રોત્સાહિત અને ગાઈડ કર્યા હતા. આ 2 ટનની માછલી જીવતી સમુદ્રમાં પાછી ધકેલવામાં સફળતા મળી હતી. વ્હેલ શાર્ક સફળતાપૂર્વક સમુદ્રના ઊંડાણોમાં પાછી ફરી હતી.
“શાર્કની તસવીરો હવે માલદીવ વ્હેલ શાર્ક સંશોધન કાર્યક્રમ સાથે ઓળખ માટે શેર કરવામાં આવી રહી છે. આ અમને આ જે આ મહાકાય માછલીની હિલચાલ અને પ્રદેશોમાં વસવાટ વિગેરે બાબતોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે,” તેમણે જણાવ્યું હતું.
“માછીમારોને સલાહ આપવામાં આવી રહી છે અને આવી પરિસ્થિતિમાં સીધા જ બચાવ અને સલામત મુક્તિ માટે વન વિભાગનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે કારણ કે આવી કામગીરીમાં સમય જરૂરી છે. જો વ્હેલ શાર્ક તેમની માછીમારીની જાળમાં ફસાઈ જાય તો વ્હેલ શાર્કને મુક્ત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.
શિયાળો જામતા જ ગુજરાતીમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. સુરત શહેરના તાપી નદીના કિનારે ફ્લેમિંગો નામના પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વિદેશી પક્ષીઓ આવતા સુરતવાસીઓ પણ મોટી સંખ્યામાં તેમને જોવા નદી કિનારે ઉમટી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ફ્લેમિંગો પક્ષી પાણી જોઈને ગમે ત્યાં ઉતરી પડતા નથી. પાણીનું લેવલ, સુરક્ષાની ખાતરી થતાં તેઓ આવા સ્થળોએ ઉતરાણ કરે છે અને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ માણે છે.
WSON Team
યૂરોપ અને સાઈબિરીયા જેવા ઠંડા પ્રદેશમાંથી ઉડીને ગુજરાત સુધી પહોંચી જતાં આ પક્ષીઓ ઉનાળો આવતાં જ પોતાના પ્રદેશમાં પરત ચાલ્યા જાય છે. આ પક્ષીઓને સાત સમુંદર પાર કરવા માટે દિશા કેવી રીતે મળતી હશે, તે સંશોધનનો વિષય છે. પરંતુ જાણકારોનુ માનવુ છે કે, કદાચ તેઓ મેગ્નેટીક ફિલ્ડ અથવા નેવિગેશન ફિલ્ડના લીધે દિશાસૂઝ મેળવવામાં સક્ષમ છે. જોકે, કારણ કોઈ પણ હોય યાયાવર પક્ષીઓમાં દિશા ઓળખવાની કુદરતી શક્તિ રહેલી છે અને તેથી જ તેઓ દરવર્ષે એક દેશમાંથી બીજા દેશમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે.
WSON Team
યૂરોપ, સાઈબીરીયા, ચીન અને હિમાલયની તળેટી જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનુ અંતર કાપીને આવતા પક્ષીઓની ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશોના આવતાં હોય છે અને આ યાયાવર પક્ષીઓ પાસે ગજબની દિશાસૂઝ હોય છે. તેમના રહેણાંક પ્રદેશમાં શિયાળાની ઋતુમાં થતી હિમવર્ષાના કારણે તેઓને ભોજન મેળવવા માટે તથા પ્રજનન કરવા માટે હજારો માઈલનુ અંતર કાપવુ પડે છે. દરવર્ષની તેમની આ ક્રિયા સહજ જણાય છે. પરંતુ તે વૈજ્ઞાનિકો માટે સંશોધનની વિષય બની ગયો હતો.
WSON Team
શિયાળો જામતા જ ગુજરાતીમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. સુરતના તાપી નદીના કિનારે સહેલગાહે પક્ષીઓ આવી રહ્યા છે. તાપી નદી કિનારે ફ્લેમિંગો નામના પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વિદેશી પક્ષીઓ આવતા સુરતવાસીઓ પણ મોટી સંખ્યામાં તેમને જોવા નદી કિનારે ઉમટી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ફ્લેમિંગો પક્ષી પાણી જોઈને ગમે ત્યાં ઉતરી પડતા નથી. પાણીનું લેવલ, સુરક્ષાની ખાતરી થતાં તેઓ આવા સ્થળોએ ઉતરાણ કરે છે અને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ માણે છે.