ભાવનગર જિલ્લાના વેળાવદર સ્થિત કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યમાં ઘાસના સપાટ મેદાનો પર દોડતા-કૂદતા કાળિયારો(બ્લેકબક-Blackbuck)ને જોવા તે દરેક વ્યક્તિ માટે એક લાહવો છે. આ અભ્યારણ્યમાં કાળીયાર(બ્લેકબક- Blackbuck) સાથે સાથે વરુ(Wolf)ને પણ જોવાનો એક અલગ અનુભવ છે.
WSON Team, Click By- Kartik Bhavsar
એક સમયે કાળિયારના મોટા ટોળાનો એક સાથે શિકાર કરવા કેટલીક શિકારી ટોળકીઓ સક્રિય બની હતી. જેથી કાળિયાર(બ્લેકબક-Blackbuck)ને શિકારીઓથી બચાવવા વર્ષ 1969માં અભ્યારણ્યની સ્થાપના થઈ હતી. વર્ષ 1976માં આ સમગ્ર વિસ્તારની 1800 હેક્ટર જમીનને આવરી લઈ કાળિયારો(બ્લેકબક-Blackbuck) માટે અહીં રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવામાં આવ્યુ હતુ. https://wildstreakofnature.com/gu/veravadar-blackbuck-national-park/કાળિયાર(બ્લેકબક-Blackbuck) હરણ તેના દેહસૌષ્ઠવ, છલાંગોવાળી ગતિ, સુંદર શિંગડા અને આકર્ષક દેખાવના કારણે વિશ્વના સુંદર તૃણભક્ષી પ્રાણીઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
WSON Team, Click By- kartik Bhavsar
કૃષ્ણમૃગના નામથી ઓળખાતા કાળિયાર(બ્લેકબક-Blackbuck) એક મૃગ પરિવારનું સુંદર પ્રાણી છે. જેની બરોબરી દુનિયાની બીજી કોઈ મૃગજાત ભાગ્યે જ કરી શકશે. આ કાળિયાર જાત ભારતીય છે. જે ભારત બહારની અન્ય કોઈ વન્ય સૃષ્ટિમાં જોવા મળતી નથી. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયારો(બ્લેકબક-Blackbuck) માટે આદર્શ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ અભ્યારણ્યમાં વરુ(Wolf)ની સંખ્યા વણ વધી છે. જેથી કાળીયાર(બ્લેકબક-Blackbuck) અને વરુ(Wolf) એક સાથે ઘાસના મેદાનમાં પર જોવા મળે છે.
WSON Team, Click By- Kartik Bhavsar
વેળાવદર બ્લેકબક રાષ્ટ્રિય ઉધાનનો દક્ષિણ વિસ્તાર પક્ષી નિરીક્ષણ કરનારા માટે એક આદર્શ સ્થાન પણ માનવામાં આવે છે. જયાં આ વિસ્તારનો સીમાવર્તી ભાગ વિપુલ સંખ્યામાં વસતા વરુ(Wolf)ઓનો છે. જુલાઈથી માર્ચના સમયમાં વેરાવદર બ્વેકબક રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો સર્વોતમ સમય માનવામાં આવે છે.
શિયાળા ની મૌસમમાં એક જંગલ લીલુંછમ્મ…જ્યાં બારેમાસ બજે કુદરતની સરગમ…
અંદાજે 130 ચો.કિમી વિસ્તારમાં પથરાયેલા આ પ્રમાણમાં સારા એવા ગીચ જંગલને પ્રકૃતિ અને વન્ય જીવોના સંરક્ષણ માટે અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું છે. અહીં ના જંગલોમાં રાજવી સ્થાન દીપડાનું છે.https://wildstreakofnature.com/gu/jambughoda-wild-life-sanctuary/ અને સાગટાળા રતન મહાલ થી કેવડી સુધીના ભારતીય રીંછ – ઇન્ડિયન સ્લોથ બેર નો પરિભ્રમણ વિસ્તાર – કોરિડોર અહીં થઈને પસાર થતો હોવાથી અગત્યના દરબારી તરીકે રીંછનો વન્ય પ્રાણી વૈવિધ્યમાં સમાવેશ થાય છે.
WSON Team
કોઈ નદીનો બંધ ન હોવા છતાં જે કડા ડેમ તરીકે ઓળખાય છે એવું નાનકડું અને સિંચાઇ સુવિધાનો મર્યાદિત લાભ આપતું કડા (ડેમ) જળાશય આ આખા હરિયાળી થી છલકાતા વિસ્તારનું હૃદય છે અને અડાબીડ વનરાજી એનો ધબકાર છે.
Social Media
કડા જળાશયના કાંઠાની લીલી સુંદરતા વચ્ચે સુંદરીના ગળાના હાર જેવા કડા અતિથિ ગૃહની મનોરમ છબી એક વાર જે જુવે એના મનમાં ઘર કરી જાય છે.તો અહીં ની કેડીઓ અને લીલા અને ઊંચા વૃક્ષોની હારમાળા વસંતના પગલાં ની યાદ અપાવે છે.
WSON Team
આ વિસ્તારની હરિત સંપદાને કાળજીપૂર્વક સાચવવા અને વધારવા માટે વન્ય જીવ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષક એમ.એલ. મીના, અહીં ના પરિક્ષેત્ર વન અધિકારી એચ.ડી.રાઓલજી અને સમગ્ર ટીમ જાંબુઘોડાના વન કર્મયોગીઓ હાર્દિક અભિનંદન ને પાત્ર છે.
Writer: Suresh Mishra, Nature lover, and Traveller
ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું દેખાવમાં સસલા જેવું લાગતું પ્રાણી ગ્રેટર બિલ્બી અઠવાડીયાઓ સુધી પાણી પીતું નથી.
પૃથ્વી પર દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીએ મહત્વના સ્ત્રોત માનું એક છે. દરેક સજીવને પાણીની જરૂર પડે છે. માનવ હોય કે પશુ પંખી પાણી પીને પોતાની પાણીને પોતાની જરૂરીયાતને સંતોષે છે. જયારે વનસ્પતિ ઝાકળમાંથી તેમજ વરસાદના ટીપાં જે વનસ્પતિ ઉપર પડે છે. તેને શોષીને પાણીની તરસ છીપાવે છે. આ સુષ્ટિ અનેક અજાયબી અને અસંખ્ય જીવ જંતુઓથી ભરેલી છે. દરેક જીવ અને વન્યપ્રાણીની પોતાની ખાસીયત હોય છે. જેના દ્વારા તે જીવન જીવે છે. આ પૃથ્વી પર એક જીવ એવું પણ છે જેને પાણીની જરૂરીયાત નથી પડતી.
આ વાત સાંભળવામાં વિચિત્ર જરૂર લાગશે પણ આ વાત સાચી છે. ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું દેખાવમાં સસલા જેવું લાગતું પ્રાણી ગ્રેટર બિલ્બી અઠવાડીયાઓ સુધી પાણી પીતું નથી. તેને પોતાના ખોરાક માંથી જ પાણી મેળવી લે છે. બિલ્બી દિવસ દરમિયાન બહાર નિકળતા નથી તેથી પાણીનો વ્યય થતો નથી અને પાણી તેમના શરીરમાં લાંબા સમય સુધી સચવાઈ રહે છે.
ગ્રેટર બિલ્બીની લંબાઈ અને ખોરાક :
ગ્રેટર બિલ્બી અંદાજે દોઢ ફુટ લંબાઈ ધરાવે છે. બિલ્બી ઉંદર જેવું આગળ લંબાયેલું મોં અને સસલાં જેવા મોટા કાનવાળું આ પ્રાણી રાત્રીના સમયે ખોરાકની શોધમાં નીકળે છે. બિલ્બી ભુખરા રંગની સુંવાળી રુવાંટીવાળા બિલ્બીને કાળા રંગની લાંબી પુછડી હોય છે.
બિલ્બીના આગળના પગના નહોર જમીન ખોદી શકે છે. તે જમીનમાં ઉંડે સુધી ખોદકામ કરી બે કે વધુ ચેમ્બરવાળા દર બનાવીને પોતાનું રહેણાક બનાવીને રહે છે. રાત્રીના સમયે શિકાર ખોરાકની શોધમાં નિકળતા આ પ્રાણીની સુંઘવાની અને સાંભળવાની શકિત તીવ્ર હોય છે. ગ્રેટર બિલ્બી વનસ્પતિ ઉપરાંત નાના જીવજંતુઓ ખાઈને જીવે છે. તેને પાણી પીવાની જરૂર નથી તે રહેવા માટે ઓસ્ટ્રેલિયાના કોરાધાકોર વિસ્તારો વધુ પસંદ કરે છે. જેથી ત્યાં અહી ગ્રેટર બિલ્બીને સિનેફિકેસ અને અકાસિયા પ્રકારનું ઘાસ ખાવા માટે સહેલાઈથી મળી શકે છે. જે ગ્રેટર બિલ્બીને ભાવતું ઘાંસ છે. આ ઉપરાંત બિલ્બી ઘાંસ, ઈયળ, કરોળિયા, બીજ, ફળ કાંદા, ઉધઈ ફુગ અને સાવ નાના જીવોને પોતાનો ખોરાક બનાવે છે.
ગ્રેટર બિલ્બીની લાક્ષણિકતા : ઓસ્ટ્રેલિયામાં બિલ્બી ખુબ જ લોકપ્રીય પ્રાણી છે. ઓસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બર માસનો બીજા રવિવારને રાષ્ટ્રીય ગ્રેટર બિલ્બી તરીકે ઉજવાય છે. આ પ્રાણી ત્રણ મિનીટ જેટલા સમયમાં રેતીમાં ખાડો ખોદી સંતાઈ શકે છે. તે પોતાના બચ્ચાને કાંગારૂની જેમ પોતાના બચ્ચાને પેટ ઉપરની કોથળીમાં રાખે છે.
વાસ્તવમાં આ શિયાળને મેલાનિઝમ ફોક્સ કહેવામાં આવે છે અને આ શિયાળ સામાન્ય રીતે ઉત્તર અમેરિકાનાં ઉત્તરીય ભાગમાં, ખાસ કરીને કેનેડામાં જોવા મળે છે.
જો કે કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષો પહેલા સુધી આ ક્રોસ શિયાળનો ઉપયોગ તેમની રૂંવાટી માટે કરવામાં આવતો હતો. વાસ્તવમાં જો મનુષ્ય સહિત પ્રાણીઓમાં મેલાનિઝમની ઉણપ હોય તો શરીરનો રંગ સફેદ થઈ જાય છે. જોકે તેની આ અવસ્થાને આલ્બિનિઝમ કહેવામાં આવે છે.
પૃથ્વી પર અએવા ઘણા જીવજંતુ અને પ્રવાણીઓ છે કે જેને જોયા પછી પણ તેના પર વિશ્ર્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. ત્યારે આજે અમે તમને એક એવા જ પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તાજેતરમાં જ જોવા મળ્યો અને લોકોનાં હોશ ઉડી ગયા.
આ દિવસોમાં આ પ્રાણી ચર્ચાનો વિષય બની ગયો છે અને તેને જોયા પછી તમે પણ દંગ રહી જશો. આ એટલા માટે છે કારણ કે તમે આ પહેલા ભાગ્યે જ આવો જીવ જોયો હશે. હા, અમે જે પ્રાણી વિશે વાત કરી રહ્યા છીએ તે શિયાળ છે. તે જંગલમાં સૌથી હોશિયાર પ્રાણી છે અને તેની બુદ્ધિનાં જોરે સૌથી મોટા અને નાના પ્રાણીને મૂર્ખ બનાવે છે. તમે બધાએ આ ભૂરા જાનવરને ઘણી વાર જોયો હશે અને ઘણા ટુચકાઓ અને વાર્તાઓમાં તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ આજકાલ જે શિયાળની ચર્ચા થઈ રહી છે તે ભૂરા રંગનું નથી.
આ દુર્લભ શિયાળનો રંગ કાળો અને ઘેરો બદામી છે અને તેના રંગને કારણે તે આ સમયે ચર્ચામાં છે. આ શિયાળ વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેનેડાનાં જંગલોમાં જોવા મળતા આ શિયાળને જોઈને જાણકાર લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે તે ખૂબ જ દુર્લભ છે. જો કે, સૌથી મોટી વાત એ છે કે શિયાળ અન્ય કોઈ જાતિનું નથી, પરંતુ તે એક વિચિત્ર સ્થિતિને કારણે આવુ છે. આપને જણાવી દઈએ કે, આ શિયાળ મેલાનિઝમ (Melanism) નામની બીમારીથી પીડિત છે.
છેલ્લા 7 વર્ષથી ગુજરાતના આ સરોવર ખાતે કાળી ડોક ઢોંક પક્ષી યુગલે બાંધ્યું છે ઘર
પક્ષી, નદી અને પવનની લહેરોને કોઈ સરહદ નડતી નથી.એટલે જ દૂર દૂરના ઠંડા પ્રદેશો માં થી દર વર્ષે હજારો માઈલ અવિરત ઉડીને હજારો પક્ષીઓ વડોદરા જિલ્લાના વઢવાણા જળાશય ખાતે હિંદનો એમના માટે હૂંફાળો શિયાળો ગાળવા આવે છે.પાસપોર્ટ, વિઝાની એમને કોઈ પળોજણ હોતી નથી.પણ મોસમ વિતે એટલે આ પાંખાળા મહેમાનો શિસ્તબદ્ધ રીતે કાફલો ઉઠાવી ને પોતાના પ્રદેશમાં જતા રહે છે.
જો કે વિરલ ગણાતા કાળી ડોક ઢોંક પક્ષી વર્ગનું એક યુગલ જાણે કે પોતાના ઠંડા વતન પાછા ફરવાનો રસ્તો જ ભૂલી ગયું હોય તેમ વઢવાણા પક્ષી તીર્થ માં પાછલા 7 થી વધુ વર્ષોથી કાયમી વસવાટ કરી રહ્યું છે. આમ તો આ પક્ષી સંપૂર્ણ એશિયા ,ઉત્તર – પૂર્વ એશિયા તેમજ ઓસ્ટ્રેલિયા માં વસવાટ કરે છે.
જેમનો આત્મા પક્ષી અને વન્ય જીવ છબિકલા છે તેવા ડો.રાહુલ ભાગવત જણાવે છે કે આમ તો આ પક્ષી યાયાવર છે,પણ વઢવાણા માં તેણે કાયમી વસવાટ કર્યો છે .આ પક્ષી ખૂબ મોટો માળો બનાવે છે.તે માળો ખૂબ મજબૂત હોય છે, પુખ્ત માણસ પણ આ માળા માં ઉભો રહે તો પણ આ માળા ને કઈ ના થાય એટલો મજબૂત હોય છે.
એક વાર બાંધ્યા પછી આ માળાનો ઉપયોગ પંખી દંપતી ઘણાં વર્ષો સુધી નિયમિત કરે છે, વઢવાણા કાંઠાના સિમલિયા ગામ માં આમલી ના ઝાડ પર બનાવેલા આ માળાનું છેલ્લા 7 વર્ષ થી અવલોકન કર્યું છે. એકજ માળામાં કાળી ડોક ઢોંક નિયમિત વસવાટ કરતું હતું.
આ પક્ષી માણસ ઉપર ચઢીને ઉભો રહે પણ ના તૂટે એટલો મજબૂત અને મસમોટો માળો બાંધે છે.
Dr, Rahul Bhagwat
જે માળો ઝાડ પડી જતાં જમીન પર આવી ગયો હતો,ત્યારે તેનું અવલોકન કર્યું હતું. આ માળો અત્યારે વઢવાણા સરોવર ખાતે વન વિભાગે સાચવી રાખ્યો છે અને પ્રવાસીઓ તેનું નિરીક્ષણ કરી શકે છે. આ માળો તૂટ્યા બાદ સામેના ઝાડ પર પક્ષીયુગલે ખૂબ મહેનત કરીને બીજો માળો બાંધ્યો છે.
આ પક્ષી યુગલને વઢવાણા નો કાંઠો એટલો તો માફક આવી ગયો છે કે અહીં તે સંવનન અને પ્રજનન કરે છે જેના પગલે પાછલા બે થી ત્રણ વર્ષથી એમના ઘેર પારણું પણ બંધાય છે અને પરિવાર બચ્ચાવાળો બન્યો છે. આ બધી બાબતો નો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આ દુર્લભ પક્ષી નો માળો તૂટવા છતાં તેણે ત્યાં જ બીજો માળો બનાવ્યો પણ જગ્યા ના છોડી.
ડો.રાહુલ કહે છે કે એના પરથી એ સાબિત થાય છે કે કાળી ડોક ઢોંક બેલડી માટે અહી ખુબજ અનુકૂળ વાતાવરણ રહેવા માટે છે. કમનસીબે આ પક્ષી નાશ પામતા પક્ષીઓ ની યાદી એટલે કે વંશ વિનાશના જોખમ હેઠળની યાદીમાં છે. ગુજરાત માં ખુબ ઓછા પ્રમાણમાં તે દેખાવાના દાખલા છે . જામનગર અને કચ્છ માં ક્યારેક જોવા મળે છે.
વડોદરા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે વડોદરાની આસપાસમાં આની બે જોડી કાયમી વસવાટ કરે છે.તેમજ વડોદરા માં સફળતા પૂર્વક પ્રજનન કરે છે.
Dr, Rahul Bhagwat
રાહુલભાઇ એ આ પક્ષી ની જીવન શૈલીનું કલાકોના કલાકો બેસી ને અવલોકન કરેલું છે.તેને માળામાં પ્રણય ક્રીડા કરતા પણ અવલોકન કર્યું છે. સાપ ,માછલી વગેરે નો શિકાર કરતા નિરીક્ષણ કર્યું છે. આ પક્ષી જ્યારે માળા માં ઈંડુ હોય તો નર અને માદામાંથી એકજ ખોરાક લેવા જાય છે. માળો ખૂબ ઊંચા ઝાડ ના ટોચે બનાવે છે,જેથી કરી ને નર અને માદા એકબીજા પર નજર રાખી શકે.
ડો. રાહુલનું તારણ છે કે વડોદરાના જળ સ્ત્રોતોમાં આ પક્ષીઓને ખૂબજ સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ મળી રહે છે.
કાળી ડોક ઢોંક બધા ઢોંક વર્ગના બગલાઓ માં સૌથી મોટો અને દમામદાર છે. તેની ચાંચ મોટી, કાળી અને ઉપર ની તરફ સહેજ વળેલી,પગ લાંબા અને રંગે ગુલાબી.માથું,ડોક તથા ખભા આસપાસ ના ભાગ સિવાય નો ઉપરનો ભાગ ચળકતો કાળો જેમાંતડકામાં વિવિધ રંગ ની છાય દેખાય છે. પેટાળ અને ખભા આસપાસ નો પીઠનો ઉપલો ભાગ અને અડધી પાંખ સફેદ હોય છે.
Dr, Rahul Bhagwat
નર અને માદા સરખા દેખાય. નર ની આંખ લાલ અને ઘેરી જ્યારે કે માદાની આંખ પીળી દૂર થીજ ખબર પડે. આંખ નો રંગ નર અને માદા ને દૂર થી જુદા તારવે છે.દમામદાર ચાલ વાળું આ પક્ષી અલ્પસંખ્યક કહેવાય તેવું પક્ષી છે. નદી,તળાવો,કાદવ વાળા છીછરા જળવિસ્તરો માં જોવા મળે,એકલ દોકલ હોય,ટોળા માં ક્યારેય ન જોવા મળે એ તેની વિશેષતા.
ડો. રાહુલ ભાગવત વડોદરામાં અને આસપાસના જળ ધામોમાં જોવા મળતા પક્ષીઓના અભ્યાસી છે, જાણકાર છે.તેઓ ભારતભરમાં નિયમિત રીતે પક્ષી અવલોકન માટે જાય છે અને ભારતભરના જંગલો માં ફરી ને 900 થી વધારે પ્રજાતિ ના પક્ષીઓ નું અવલોકન કર્યું છે અને તેના ફોટા પાડ્યા છે . તેમના અવલોકન માંથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે.
દૂરના દેશોમાં થી વડોદરાના જાણીતા અજાણ્યા તળાવો ખાતે આવતા પક્ષીઓ આપણા મહેમાન છે.તેમને સુરક્ષિત વાતાવરણ આપવાની સૌ ની ફરજ છે.