ઊંચાઈવાળા ઠંડા પ્રદેશના ઊંટના કુળના ના આ નવતર પ્રાણીને ખૂબ કાળજી લઈને રાખવામાં આવ્યું છે.
ગુજરાતીમાં કહેવત છે કે જંગલમાં મંગળ બીજું કે માનવ,પક્ષી કે પ્રાણીના ખોરડે હોય બાળ જન્મ આનંદનો પ્રસંગ ગણાય છે. કેવડિયાના ખાસ આકર્ષણોમાં જેનો સમાવેશ થાય છે એવી જંગલ સફારીમાં થી આવા જ એક આનંદ અંને મંગળના સમાચાર આવ્યા છે. અહીં વસી ગયેલા દક્ષિણ અમેરિકાના મૂળ વતની શ્રીમાન અને શ્રીમતી અલ્પાકા ને ત્યાં પારણું બંધાયું છે.ખૂબ કિંમતી ફર જેને આપણે કડકડતી ટાઢ સામે રક્ષણ આપતું ઊન કહી શકીએ,તેના માટે જાણીતા આ નવતર પ્રાણી યુગલને ત્યાં બચ્ચાના આગમન થી જંગલ સફારી રોમાંચિત થઈ છે.
WSON Team
બાળ અલ્પાકા ના આગમનને હર્ષથી વધાવતા જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ બચ્ચાના જન્મ સાથે જ જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે 4 થઈ છે.
અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી/ પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતાં.હવેઅભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે.
સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે અલ્પાકા નું પ્રજનન,ગર્ભાધાન અને બાળ જન્મ,આ બધું શક્ય બન્યું છે.યાદ રહે કે આ પ્રાણીને ખૂબ સુરક્ષિત,વિશ્વસનીય અને પ્રેમાળ વાતાવરણ મળે તો જ પ્રજનન અને ગર્ભાધાન સુધી વાત પહોંચે છે.ઊંટના કુળના આ પ્રાણી દંપતીને સંતાન પ્રાપ્તિ થી જંગલ સફારીના છોગામાં જાણે કે એક પીંછુ ઉમેરાયું છે.
શું કહે છે ગૂગલ બાબા આ પ્રાણી અંગે:WSON Team
ગૂગલ બાબા એ વર્તમાન યુગના સહદેવ જોશી છે. એમને પૂછવું પડે અલ્પાકા અંગે પણ તેમની પાસે ઘણી માહિતી છે.
ગૂગલ બાબા કહે છે કે આ એક સૌમ્ય(cool), શાંત,પ્રેમાળ અને કુતૂહલ વૃત્તિ ધરાવતું પ્રાણી છે જેને સરળતા થી પાળી શકાય છે.પેરુ અને બોલિવિયા ની એન્ડીઝ પર્વતમાળા ની ઊંચાઈ પર વસતા લોકો આ પ્રાણીને ઉછેરે છે કારણકે એના ઊન જેવા ગરમ વાળ ની ખૂબ ઊંચી કિંમત અંકાય છે.વર્ષમાં સરેરાશ એકવાર એની બાબરી ઉતારીને ઊન મેળવવામાં આવે છે.છેલ્લા ૫ હજાર કરતાં વધુ વર્ષો થી એ પ્રદેશના લોકો આ પ્રાણીનો ઉછેર કરે છે.
પ્રાણી વિજ્ઞાન કહે છે કે આ પ્રાણીનું પાચનતંત્ર ખૂબ સક્ષમ છે.એટલે ઘેટાં – બકરા જેવા પ્રાણીઓ કરતાં તે કદમાં મોટું હોવા છતાં તેનો ખોરાક એમના કરતાં અર્ધો છે. નર ત્રણ વર્ષની ઉંમરે અને માદા 14 થી 18 મહિનાની ઉંમરે ગર્ભાધાન માટે પુખ્ત બને છે. તેનું આયુષ્ય અંદાજે 20 વર્ષનું છે.જન્મ સમયે બચ્ચાનું વજન 7 થી 8 કી.ગ્રા.હોય છે જે પુખ્ત વયે વધીને 75 કી.ગ્રા.જેટલું થઈ શકે છે.
આ પ્રાણીનું હમશકલ પણ છે:
WSON Team
LIma નામનું અન્ય એક પ્રાણી અલ્પાકા ના, મેળામાં ખોવાઈ ગયેલા ભાઈ જેવું હમશકલ છે એટલે આ બે વચ્ચે ઓળખ ની મૂંઝવણ સર્જાય છે.જો કે Ilma કરતાં કદમાં તે નાનું છે. આ ખૂબ સરળ પ્રાણી છે એટલે બાળ મિત્ર જેવું હોવાથી બાળકો તેની સાથે રમી શકે છે. ગુજરાતના અન્ય કોઈ પ્રાણી ઘરમાં અલ્પાકા છે કે નહિ એની મને ચોક્કસ ખબર તો નથી.મારી માન્યતા પ્રમાણે તો નથી જ એટલે શ્રીમાન – શ્રીમતી અને બાળ અલ્પાકા ને મળવું હોય તો કદાચ કેવડિયા જંગલ સફારી આવ્યા વગર છૂટકો નથી.
ભાવનગર બ્લેકબક નેશનલ પાર્કમાં અંદાજે 100થી વધુ વરુઓનો વસવાટ છે.
ભાવનગર જિલ્લાના વેળાવદર સ્થિત કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યમાં ઘાસના સપાટ મેદાનો પર દોડતા-કૂદતા કાળિયારો(બ્લેકબક-Blackbuck)ને જોવા તે દરેક વ્યક્તિ માટે એક લાહવો છે. આ અભ્યારણ્યમાં કાળીયાર(બ્લેકબક- Blackbuck) સાથે સાથે વરુ(Wolf)ને પણ જોવાનો એક અલગ અનુભવ છે.
Ilyas Shaikh
ભાવનગરના https://www.gujarattourism.com/saurashtra/bhavnagar/velavadar-blackbuck-national-park.htmlખાતે વરુના ઝુંડનો મસ્તી કરતો વીડિયો વાયરલ. ભારતમાં અંદાજે 3000 જેટલા વરુઓની સામે ભાવનગરમાં આવેલા વેળાવદર સ્થિત કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યમાં અંદાજે 100થી વધુ વરુઓ વસવાટ કરે છે. ખેડૂતોના પાકને રક્ષણ આપવા વરૂ મહત્વનો ભાગ ભજવે છે. બ્લેકબક નેશનલ પાર્કમાંથી વાયરલ થયેલા આ વીડિયોમાં એક સાથે 10થી વધારે વરૂ દેખાવા પામ્યા હતા. જોકે આવી ઘટના જંગલ વિસ્તારમાં ભાાગ્યે જ જોવા મળતી હોય છે. આ વરૂન આરક્ષિત વિસ્તારમાં મસ્તી કરી રહ્યા હોય તેવું વાઈકલ થયેલા વિડીયોમાં જોવા મળ્યું હતું.
Ilyas Shaikh
ગુજરાત રાજ્યમાં https://wildstreakofnature.com/gu/veravadar-blackbuck-national-park-it-is-a-privilege-to-look-at-blackbuck-national-antique-antique-and-wolf/વેળાવદર, કચ્છ અને સૌરાષ્ટ્રની વીડીઓમાં. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા વિસ્તારોમાં પણ વરૂ જોવા મળે છે. નાર, નાઓર ,ભેડીયો, વરૂ તરીકે જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે.
ફોસા (ક્રિપ્ટોપ્રોક્ટા ફેરોક્સ) દેખાવમાં વાનર, બિલાડી અને નોળિયાનું મિશ્રણ જેવું લાગે છે.
આફ્રિકાના માડાગાસ્કરમાં ફોસા(Fossa Animal )નામનું પ્રાણી પણ અજબગજબનું છે. તેના પગ બિલાડી જેવા, પૂંછડી વાનર જેવી અને મોંનો આકાર નોળિયા જેવો હોય છે. સામાન્ય બિલાડી જેવડા આ પ્રાણીના શરીર પર સોનેરી રંગની ઝાંયવાળી બ્રાઉન રૂંવાટી હોય છે. ફોસા(Fossa Animal ) એ મેડાગાસ્કર ટાપુ પરનો સૌથી મોટો સસ્તન માંસાહારી છે અને તેની તુલના નાના કૂગર સાથે કરવામાં આવે છે. પુખ્ત વયના ફોસા માથા-શરીરની લંબાઈ 70-80 સેમી (28-31 ઇંચ) હોય છે અને તેમનું વજન 5.5 અને 8.6 કિગ્રા (12 અને 19 પાઉન્ડ) વચ્ચે હોય છે. માદા કરતા નર મોટા હોય છે.
WSON team
ફોસા(Fossa Animal ) વાનર જેટલું જ બુધ્ધિશાળી હોય છે. તે ઝડપથી ઝાડ ઉપર ચઢી શકે છે. ફોસા જમીન પર દર બનાવીને રહે છે. ફોસા માત્ર માડાગાસ્કરમાં જ જોવા મળે છે. ભયભીત થાય ત્યારે તે દુર્ગંધ ફેલાવી શિકારીને દૂર ભગાડે છે. દુર્ગંધ પેદા કરવા તેના શરીરમાં ખાસ ગ્રંથિ હોય છે. તે ૪ કિલોમીટર સુધી ગંધ ફેલાવે છે.
ફોસા(Fossa Animal ) જાતજાતના વિચિત્ર અવાજો કાઢી શકે છે. ફોસા રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે. તે નાના પ્રાણીઓ અને વનસ્પતિ બંને જાતનો ખોરાક લે છે. તેમાં અર્ધ-રિટ્રેક્ટેબલ પંજા અને લવચીક પગની ઘૂંટીઓ છે જે તેને ઝાડ પર ચઢી અને નીચે જવા દે છે, અને તે ઝાડથી ઝાડ પર કૂદી શકે છે.
WSON Team
ફોસા(Fossa Animal ) નાનાથી મધ્યમ કદના પ્રાણીઓનો શિકાર કરે છે. મેડાગાસ્કરમાં સ્થાનિક આઠ માંસાહારી પ્રજાતિઓમાંની એક, ફોસા એ ટાપુનો સૌથી મોટો હયાત સ્થાનિક પાર્થિવ સસ્તન પ્રાણી છે અને તે એકમાત્ર શિકારી છે જે હાલની તમામ લીમર પ્રજાતિઓના પુખ્ત વયના લોકોનો શિકાર કરવા સક્ષમ છે. જેમાંથી સૌથી મોટું 90 જેટલું વજન ધરાવી શકે છે.
આપણે લોકલ ભાષામાં લગભગ બધા પ્રાણીઓના નામ જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે પ્રાણીઓના વૈજ્ઞાનિક (Scientific) નામો પણ છે. જે આ નામોથી સાવ જુદા છે.
WSON Team
સિંહનું વૈજ્ઞાનિક નામ (Scientific Name) ‘પેન્થેરા લીઓ’ (Panthera Leo) છે. નાના બાળકો પણ આ પ્રાણી વિશે ‘જંગલનાં રાજા’ (Lion Scientific Name) ના શીર્ષકને કારણે જાણે છે. સિંહો ઝાડીઓ, ઊંચા ઘાસના મેદાનો, જંગલો અને ખડકાળ ટેકરીઓમાં રહેવાનું પસંદ કરે છે.
WSON Team
વાઘનું વૈજ્ઞાનિક નામ ‘પેન્થેરા ટાઇગ્રિસ’ (Panthera Tigris) છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે વાઘ પોતાનો જીવ બચાવવા વસ્તીવાળા પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેઓ દર વર્ષે લગભગ 40 થી 50 લોકો પર હુમલો કરે છે (Tiger Scientific Name), જેના કારણે વાઘ પ્રત્યેની જોવાની દ્રષ્ટિ બદલાઈ રહી છે અને તેમની હત્યા કરવામાં આવી રહી છે. જો કે, દરેક વાઘ માનવભક્ષી નથી હોતા.
WSON Team
ચિત્તાનું વૈજ્ઞાનિક નામ (Scientific Name) ‘એસિનોનિક્સ જ્યુબટસ’ (Asynonics Jubats) છે. તે વિશ્વનો સૌથી ઝડપથી ચાલતો પ્રાણી છે. જે કલાકના 100 કિલોમીટર (Cheetah Scientific Name) ની ઝડપે દોડી શકે છે. આજે આફ્રિકા એ વિશ્વનો એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં થોડા ચિત્તાઓ બાકી છે. તેઓ એશિયા સહિત ભારતમાં લુપ્ત થવાની આરે છે.
WSON Team
રીંછનું વૈજ્ઞાનિક નામ ‘ઉરસીડે (Ursidae)’ છે. રીંછને (Bear Scientific Name) ભાલુ પણ કહેવામાં આવે છે. રીંછ વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળે છે. ધ્રુવીય રીંછ મોટે ભાગે માંસ અને માછલી ખાય છે, રીંછની છ જાતિઓ સર્વભક્ષી છે, જે માંસ અને વનસ્પતિ બંને ખાય છે.
સક્કરબાગ ઝૂના દીપક નામના વરૂ થકી જયપુરવાળી માદાને પ્રથમ વખત 6 બચ્ચાનો જન્મ થયો, ઝૂમાં વરૂની સંખ્યા 50 થઇ
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વરૂનું બ્રિડીંગ સેન્ટર આવેલું છે. આ સફળ બ્રિડીંગ સેન્ટર થકી દર વર્ષે વરૂના બચ્ચાનો જન્મ થાય છે. થોડા દિવસ પૂર્વે સક્કરબાગ ઝૂમાં જયપુરવાળી નામની વરૂ માદાએ એક સાથે 6 બચ્ચાને જન્મ આપ્યો છે. આથી માદા જયપુરવાળીના ખોરાકમાં વધારો કરી દેવામાં આવ્યો છે. અને સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે.
ઝૂ ઓર્થોરીટી અંતર્ગત પ્રાણી એકચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢ સક્કરબાગ ઝૂ દ્વારા જયપુરના ઝૂને સિંહ આપી તેના બદલામાં જયપુરવાળી નામની વરૂ માદાને લાવવામાં આવી હતી. જયપુરવાળીની સક્કરબાગ ઝૂ દ્વારા સારસંભાળ રાખી હતી. જેમાં જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં જ જન્મેલા દીપક નામના વરૂ નરના મેટીંગથી જયપુરવાળીએ 6 બચ્ચાને જન્મ આપ્યો છે.
Social Media
સક્કરબાગના અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર, સક્કરબાગ ઝૂમાં વરૂનું સફળ બ્રિડીંગ સેન્ટર છે. જયપુરની જયપુરવાડી અને દીપક થકી ઝૂમાં નવા ૬ બચ્ચાનો જન્મ થયો છે. જયપુરવાડી વરૂ માદા દિપક નર વરૂ થકી પ્રથમ વખત માદા બની છે.
સામાન્ય રીતે વરૂ માદાના ગર્ભનો સમય 60-62 દિવસ હોય છે. સક્કરબાગ ઝૂમાં 6 નવા બચ્ચાનો જન્મ થતા વરૂની સંખ્યા હવે 50 થઇ ગઇ છે. 6 બચ્ચાને જન્મ આપનાર જયપુરવાડી માદાના ખોરાકમાં વધારો કરી દેવામાં આવ્યો છે તેમજ સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
Social Media
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વરૂના સફળ બ્રિડીંગ સેન્ટર થકી વરૂની સંખ્યામાં વધારો થતા હવે પ્રાણી એકચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વરૂના બદલામાં અન્ય પ્રાણી ઝૂમાં લાવવામાં આવશે. જેથી કરીને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ અને અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે.