ચીન અને રશિયાથી હજારો માઈલ અંતર કાપીને થોળ અભયારણ્યમાં આવે છે પક્ષીઓ

” પંચ્છી નદીયાં પવન કે ઝોંકે.. કોઈ સરહદ ના ઇન્હે રોકે..” બસ આ જ એક ગીતકારની પંક્તિઓને સાર્થક સાબિત કરતું મહેસાણા જિલ્લામાં આવેલ થોળ પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓ અભયારણ્યની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.

1988માં આ તળાવ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરાયું

WSON Team

જલપ્લાવીત વિસ્તાર તરીકે વિશાળ ક્ષેત્રફળમાં વ્યાપેલા થોળ તળાવનું નિર્માણ ગાયકવાડી સમયે આજ થી 109 વર્ષ પહેલાં ઇ.સ.1912માં કરવામાં આવ્યું હતું. આ તળાવ ગાયકવાડી સમયમાં ખેતી માટે સિંચાઇના નીર સંગ્રહ થાય અને ખેડૂતોને લાભ મળે તે હેતુથી નિર્માણ કરવામાં આવ્યું હતું. https://wildstreakofnature.com/gu/thousands-of-migratory-birds-visit-this-bird-sanctuary-in-gujarat/સમય જતાં કુદરતના ખોળે સૌંદર્ય પાથરતા પક્ષીઓએ આ સ્થળને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું ત્યારે અહીં છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી પક્ષીઓ મહેમાન બનતા વર્ષ 1988માં સરકાર દ્વારા આ સ્થળે પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું આમ થોળ તળાવ એક પક્ષીઅભિયારણ તરીકે નામના પામ્યું છે.

થોળ પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

WSON Team

થોળ તળાવ ગાયકવાડી સમયે એ રીતે નિર્માણ કરાયું છે કે જ્યારે વરસાદી પાણી આ તળાવમાં સંગ્રહિત થાય છે અને જ્યારે શિયાળાની સીઝનમાં ઉત્તર પર્વતીય વિસ્તારોમાં પર્વતો નદીઓ ઝરણાં અને સરોવરો બર્ફીલા બની જાય છે, ત્યારે ત્યાં વસતા પક્ષીઓ પોતાના જીવનનિર્વાહ માટે હજ્જારો માઈલો દૂર આવેલા વિદેશોથી થોળ પક્ષી અભયારણ્યમાં આશરો લે છે. જેમાં દર વર્ષે બારહેડેડ ગુઝ (રાજહંસ), ડેમજોલ ક્રેન, ડગ્સ-ગુઝ અને માઈગ્રેનરી બર્ડ મળી 50 થી 60 હજારની સંખ્યામાં આ વિદેશી પક્ષીઓ આ અભયારણ્યમાં આશરો લેતા હોય છે.

ચાઈના અને રશિયા સહિતના દેશોમાંથી 10 હજાર કિલોમીટરનું અંતર કાપી પક્ષીઓ આવે છે

WSON Team

ચાલુ વર્ષેની જો વાત કરવામાં આવે તો શિયાળાની શરૂઆતથી વિદેશી પક્ષીઓનું થોળ તળાવમાં આગમન શરૂ થયું છે. https://wildstreakofnature.com/thol-lake-bird-sanctuary-the-ideal-place-for-birdwatcher/મહત્વનું છે કે જાઉસ અને ચાઇના જેવા ઉત્તરીય પ્રદેશોમાંથી હિમાલય જેવા વિશાળ ઊંચા પર્વતને પાર કરી બાર હેડેડગુઝ નામના રાજહંસ પક્ષીઓ પોતે સૌથી ઊંચી ઉડાન ભરી શકતા હોઈ અહીં થોળ અભ્યારણ્ય માં શિયાળો વિતાવવા 2000 હજારથી વધુ સઁખ્યામાં આવ્યા છે. જે આ વખતે રાજહંસની એક સાથે થોળ મુલાકાતનો એક મહત્વનો આંક જોવા મળી રહ્યો છે.

થોળ પક્ષી અભયારણ્યમાં પક્ષીઓને કોઈ ખલેલ ના પહોંચે તે રીતે માહોલ જાળવી રાખવામાં આવ્યો છે. સાથે જ ગાયકવાડી સરકારના જે ઉદ્દેશથી આ તળાવ બંધાયું હતું, તે સિંચાઈના હેતુને પણ આજે જાળવી રખાયો છે. અહીંના વિસ્તારના ખેડૂતો ખેતીકામ માટે જરૂરી પાણી આ તળાવમાંથી સિંચાઈ રૂપે મેળવી રહ્યા છે. આમ થોળ તળાવ હાલમાં ધરતીની સુંદરતા સાથે પ્રકૃતિના ખોળે સોળે કળાએ ખીલેલું હોવાથી અહીં આવતા લોકો નયનરમ્ય દ્રશ્યો નિહાળી અદ્ભુત ખુશીઓની પળો માણી રહ્યા છે.

શું આપ જાણો છો, ધરતી પર કેટલા પક્ષીઓ છે?

0
સંશોધનકારોએ આ અંદાજો ઈ- બર્ડ ડેટા અને અલગોરિધમની મદદથી લગાવ્યો છે. પૃથ્વી પર ચકલીની 9700 પ્રજાતિઓ છે, જે કુલ પક્ષીઓના 92% છે. માણસોની તુલનામાં પક્ષીઓની સંખ્યા 6 ગણી જોવા મળે છે. પક્ષીઓ આપણી જૈવ- વિવિધતાનો અભિન્ન હિસ્સો છે. ખુલ્લા આસમાનમાં વિહરતા પક્ષીઓની ગણતરી શક્ય તો નથી, પરંતુ ભૂતકાળમાં થયેલા સંશોધનોને આધારે આ પૃથ્વી પર 50 અબજથી વધુ પક્ષીઓ છે, તેવો અંદાજો છે. ઓસ્ટ્રેલીયાની યુનિવર્સીટી ઓફ સાઉથવેલ્સના પ્રોફેસર કોરે કૈલાગનની આગેવાની હેઠળ થયેલો આ અભ્યાસ તાજેતરમાં યુએસ એકેડમી ઓફ સાયન્સીસના જર્નલ પ્રોસીડીન્ગ્સમાં પ્રકાશિત થયો છે. જેમાં જણાવ્યું છે કે, પૃથ્વી પર 50 અરબથી લઈને 428 અરબની વચ્ચે પક્ષીઓ હોય શકે છે. સંશોધનકારોએ ઈ- બર્ડ ના આંકડા અને અલગોરિધમની મદદથી આ અનુમાન લગાવ્યું છે. ઈ- બર્ડ પર દુનિયાભરના 6 લાખ સીટીઝન સાયન્ટીસ્ટનો ડેટા સુરક્ષિત છે. કઈ પ્રજાતિના કેટલા પક્ષીઓ છે ? 1.6 અરબ ઘરેલું ચકલી, સૌથી વધુ તેમની સંખ્યા છે. 1.3 અરબ યુરોપિયન મૈના, 1.2 અરબ રીંગ- બીલ્ડ ગલ, એટલે કે સમુદ્રી પક્ષીઓ, અને 1.1 અરબ બાર્ન સ્વોલોવ જોવા મળે છે. આ પક્ષીઓ છે દુર્લભ શ્રેણીમાં : ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કીવી હવે માત્ર 3 હજાર જ છે; જયારે મેડાગાસ્કરમાં જોવા મળતી મેસાઈટ ચકલી માત્ર 1 લાખ 54000 જ જોવા મળે છે. વિશ્વસ્તરે છેલ્લા ચાર દાયકામાં 40% પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થઇ ગઈ છે.

ગુજરાતના આ સરોવર ખાતે વિદેશી પક્ષીઓનું આગમન: આ પક્ષીઓ બન્યા અહિંયા આકર્ષણનું કેન્દ્ર

આ પક્ષી અભયારણ્ય મુળભુત રીતે 360 જેટલા નાના ટાપુઓથી વ્યાપેલું એક તળાવ છે. અમદાવાદથી 64 કિ.મીના અંતરે અને સાણંદ ગામથી નજીકના આ સરોવર ગુજરાતમાં આવેલું સૌથી મોટું ભીની જમીન ( કાદવવાળી ) જમીન પરનું પક્ષી અભયારણ્ય છે. અહિ આપણને 200થી વધારે પક્ષી પ્રજાતિઓ  કે જેઓ અહી વસવાટ કરે છે. તે જોવાનો મોકો મળે છે. દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે જ દેશ વિદેશના પક્ષીઓ અમદાવાદ જિલ્લામાં નળસરોવર તરફ નજર કરતા હોય છે.ત્યારે ચાલુ વર્ષે પણ નળ સરોવરમાં પક્ષીઓનું આગમન થઇ ચૂક્યું છે. કોરોનાના કેસ ઘટતા મોટી સંખ્યામાં સહેલાણીઓની ભીડ જોવા મળી રહી છે. નળ સરોવરમાં ૨૫૦થી વધુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે. https://wildstreakofnature.com/gujarat-nalsarovar-lake-sanctuary-perfect-destination-weekend/આ ઉપરાંત 72 જાતિની માછલીઓ, 48 જાતની લીલ, 72 જાતિની સુષુપ્ત વનસ્પતિઓ, 76 જાતની જળચર પ્રાણીઓ અહીં રહેલા છે.આ બધાને નિહાળવા ડિસેમ્બર મહીનાથી ખુબ જ મોટી સંખ્યામાં દુર દુરથી મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. મહત્વનું છે કે ઇરાન અને અફઘાનિસ્તાનથી પણ પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે. ખાસ કરીને ફ્લેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી તેમાં માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે. https://wildstreakofnature.com/what-you-know-about-nalsarovar-bird-sanctuary-and-what-you/આથી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ અહીં રહેઠાણ બનાવી લે છે. ઇરાન અને અફઘાનિસ્તાનથી પણ પક્ષીઓ નળ સરોવર આવે છે. ખાસ કરીને ફ્લેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. નળ સરોવરમાં ઠેર ઠેર ઉગી નીકળેલા ઉંચા ઘાસના વિસ્તારમાં અન્ય નાના પક્ષીઓના કલરવ સાંભળી શકાય છે. નાના કદના, મોટા કદના, ફલેમિંગો પક્ષી, સ્પુનબિલ્સ ટીલ્સ, સારસ, મુરહેન્સ, અને લાંબા પગવાળા બગલા ઉપરાંત જંગલી ગધેડાઓના નાના ઝુંડ, નોળીયા, જંગલી બીલાડી, ભારતીય શિયાળ, વરૂ, જરખ, જેકલ જેવા પ્રાણીઓ અહિ જોવા મળી જાય છે. નવેમ્બરથી એપ્રીલના 6મહિનાનો ગાળો નળસરોવરની મુલાકાત લેવા માટેનો યોગ્ય સમય ગણાય છે.

પૃથ્વી પરનું સૌથી મોટું માંસાહારી પ્રાણી ધુવ પ્રદેશનું રીંછ એટલે પોલાર બેર

0

ધ્રુવ પ્રદેશમાં બહુ ઓછા પ્રાણીઓ જોવા મળે છે. પરંતુ જેટલા પ્રાણીઓ છે તે અનેક વિશિષ્ટતા ધરાવે છે. તેમાંય સફેદ રીંછ જાણીતું છે.

ધ્રુવપ્રદેશના સફેદ રીંછ કે પોલાર બેર માંસાહારી પ્રાણીઓમાં સૌથી કદાવર છે. અતિશય ઠંડીમાં જીવવા માટે કુદરતે તેના શરીર પર 10 સેન્ટીમીટર જાડું ચરબીનું પડ આપ્યું છે. પોલાર બેર ઊભું થાય ત્યારે 11 ફૂટ ઊંચુ હોય છે. ધ્રુવીય રીંછ પૃથ્વી પરના સૌથી મોટા માંસાહારી સસ્તન પ્રાણીઓ છે. તેઓ લગભગ સાતથી આઠ ફૂટ લાંબા હોય છે, જે નાકથી તેમની ખૂબ ટૂંકી પૂંછડીની ટોચ સુધી માપવામાં આવે છે. નર ધ્રુવીય રીંછ માદા કરતા ઘણા મોટા હોય છે. મોટા પુરૂષનું વજન 1,700 પાઉન્ડથી વધુ હોઈ શકે છે. જ્યારે મોટી માદાનું વજન લગભગ અડધા 1,000 પાઉન્ડ સુધી હોય છે. રીંછ સફળ શિકારની સીઝન પછી લગભગ 50 ટકા વધુ વજન કરી શકે છે જે તેઓ આગલી શરૂઆતમાં કરતા હતા; આ વધારાના વજનમાંથી મોટા ભાગની ચરબી સંચિત છે. નવજાત ધ્રુવીય રીંછનું વજન માત્ર 1.5 પાઉન્ડ હોય છે. ધુવપ્રદેશના ઠંડા દરિયામાં હિમશિલાઓ પર તે રહે છે. હંમેશાં બરફ પર જીવતાં આ પ્રાણીના પગના તળિયે પણ વાળ હોય છે. આ રીંછ ૨૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. અતિશય ઠંડા વાતાવરણમાં જીવવા માટે કુદરતે સફેદ રીંછને ઘણી કરામતો આપી છે. શરીરની ગરમી બહાર ન નીકળી જાય તે માટે તેના કાન નાના અને ગોળાકાર હોય છે. તે ઓછું સાંભળી શકે છે. પણ તેનું નાક શક્તિશાળી છે. તે માંસ અને માછલીની ગંધ ઘણે દૂરથી પારખી શકે છે. પોલાર બેર શરીર પર ભરચક સફેદ વાળ ધરાવે છે. પરંતુ તેની ચામડી કાળી હોય છે. એટલે તે ગરમીનું શોષણ કરે છે. તેના સુક્ષ્મ વાળ પોલા હોય છે. સૂર્યનો પ્રકાશ તેના પોલા વાળમાં પ્રવેશી તેની ગરમી તેના શરીરમાં પહોંચે છે. મોટાભાગના ધ્રુવીય રીંછ આર્કટિક સર્કલની ઉત્તરે ધ્રુવ સુધી જોવા મળે છે. કેનેડાના મેનિટોબાના હડસન ખાડીમાં આર્ક્ટિક સર્કલની દક્ષિણે કેટલીક વસ્તી છે. ધ્રુવીય રીંછ અલાસ્કા, કેનેડા, રશિયા, ગ્રીનલેન્ડ અને નોર્વેની માલિકીના કેટલાક ઉત્તરીય ટાપુઓમાં રહે છે, જેમ કે સ્વાલબાર્ડ જેવા વિસ્તારોમાં જોવા મળે છે. ધ્રુવીય રીંછ એકાંત જીવન જીવે છે સિવાય કે સંવનન કરતી વખતે, જ્યારે માદા તેના બચ્ચાને ઉછેરતી હોય ત્યારે કુટુંબનું જૂથ બનાવે છે, હડસન ખાડીના કિનારે ઉનાળાના કિનારે વિતાવતા યુવાન ધ્રુવીય રીંછ વારંવાર એકબીજા સાથે રમે છે, સામાન્ય રીતે તેમના ભાઈ-બહેનો સાથે. હડસન ખાડીના કિનારે ચર્ચિલ નજીક ધ્રુવીય રીંછ સાંકળો બાંધેલા સ્લેજ કૂતરાઓને માર્યા વિના તેમની સાથે રમવા માટે પણ જાણીતા છે,

છીંડું શોધતા લાધી પોળ: જાણો, આ પ્રાચીન પંચ લીંગેશ્વર શિવ મંદિર વિશે

0

છીંડું શોધતા લાધી પોળ એટલે લાંબી દીવાલ હોય, ક્યાંય દરવાજો દેખાતો ન હોય,પેલી બાજુ જવા બાકોરું(છીંડું) શોધતા હોય અને અચાનક તોતિંગ પ્રવેશ દ્વાર મળી આવે એવી ઘટના.

ચાર ચક્રી વાહનમાં પ્રવાસ કરવાનો હોય, મન પડે ત્યાં ઊભા રહી શકાય એવી સુવિધા હોય,નવો પ્રદેશ હોય ત્યારે મારી આંખો સતત ચકળ વકળ થતી હોય છે. હાલમાં જ મધ્ય પ્રદેશના અલીરાજપુર થી ઉમરાલી – છક્તલા થઈને કવાંટ આવવાના રસ્તે આંખોની આ અળવીતરાઈ ને લીધે એક અમારા માટે નવી, પણ પ્રાચીન જગ્યા જોવાનો અવસર મળ્યો. અલીરાજપુર થી બહાર નીકળતા જ મધ્ય પ્રદેશ પ્રવાસન નિગમે લગાવેલા એક બોર્ડનું લખાણ જોતાં જ આંખો ચમકી.એમાં લખ્યું હતું. માલવાઇ પ્રાચીન શિવ મંદિર 2 કિમી. વાહન ચાલક મિત્ર સુભાષભાઈ એ જણાવ્યું કે આ મંદિર તો રસ્તામાં જ આવે છે અને આમ, અમે પહોંચ્યા માલવાઇના બારીક કોતરણી કામ ધરાવતા,પ્રાચીન અને શિખરબદ્ધ પંચ લિંગેશ્વર દાદાના દ્વારે.
Suresh Mishra
આ શિવધામ ના ગર્ભગૃહના થાળા માં બરોબર વચ્ચે થી અર્ધી કાપીને ગોઠવેલી નારંગીના કદના પાંચ શિવલિંગ ના દર્શન થાય છે જાણે કે એક જ જગ્યાએ પાંચ શિવમંદિરોના દર્શનનું પુણ્ય મળે છે. મધ્ય પ્રદેશ પ્રવાસન નિગમે આ ધરોહર તરફ આંગળી ચીંધીને પુણ્યનું કામ કર્યું છે પણ જો તેની સાથે આ મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતી,એની બાંધકામ શૈલીનું વર્ણન કરતી તકતી મૂકી હોત તો ઓર મજા પડી જાત. બહુધા આવા સ્મારકોની આસપાસ કોતરણી વાળો કાટમાળ વિખરાયેલો હોય છે,દાહોદ નજીક બાવકાના શિવાલયની આસપાસ બારીક કોતરણી વાળી અનેક શિલાઓ વેરવિખેર પડી છે, અહીં એવું જોવા મળતું નથી. જો કે એના જેવું જ કોતરકામ જોઈ શકાય છે. જીર્ણોદ્ધાર ના ભાગ રૂપે ચોગાનમાં સરસ ઓટલો બનાવવામાં આવ્યો છે જ્યાં મુલાકાતીઓ માટે બેઠકો મૂકવામાં આવી છે.
Suresh Mishra
ગર્ભ ગૃહનું પ્રવેશ દ્વાર સપાટ શિલાઓ ગોઠવીને સુધારવા અને મજબૂત કરવામાં આવ્યું છે જો કે તેના થી કલાતત્ત્વ અને પ્રાચીનતા ની અનુભૂતિને આંચ આવી છે. લાગે છે કે નવીનીકરણ નું આ કામ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું ન હોવા થી આ વિસંગતતા સર્જાઈ છે. જો કે એના થી મજબૂતાઇ ચોક્કસ વધી છે. એના થી એકાદ કિલોમીટર આગળ મહાદેવી ચામુંડા નું મંદિર છે.એક સ્થાનિક ના જણાવ્યા મુજબ જૂનું મંદિર તોડી નાખવામાં આવ્યું છે અને હાલમાં વિશાળ નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.એના જણાવ્યા પ્રમાણે નજીકમાં એક ડુંગર પર દૂધી માતા નું મંદિર છે. અલીરાજપુર થી કુક્ષીના રસ્તે વચ્ચે એક પ્રાચીન જૈન મંદિર પણ આવેલું છે.બાધ માં પ્રાચીન બોદ્ધ ગુફાઓ છે અને અન્ય એક પ્રાચીન શિવ મંદિર પણ છે જેનું નામ હું ભૂલી ગયો છું.
Suresh Mishra
આ વિસ્તાર માં ભારતીની સ્વતંત્રતા માટે સામી છાતીએ ગોળીઓ ઝીલી શહીદી વહોરનારા ચંદ્રશેખર આઝાદ ની જન્મભુમિ છે.તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના બદરકા નો જે અહીં ભાબરા માં વસી ગયો હતો.અલીરાજપુરમાં તેમના નામનો ચોક બનાવીને અર્ધ પ્રતિમા મૂકવામાં આવી છે અને એક સિંચાઇ માટેના જળાશય ને તેમનું નામ આપવામાં આવ્યું છે. ક્યારેક વીર તાત્યા ટોપે 1857 ની ક્રાંતિ વખતે સ્થાનિક આદિવાસી સરદારોની સહાયતા થી આ વિસ્તારમાં રહ્યાં હતા એવી મારી જાણકારી છે.
Social Media
બડવાની બાયપાસ નજીક બાવનગજા નામક એક સ્થળ છે જ્યાં ડુંગર ઉપર હનુમાન દાદાની વિશાળ પ્રતિમા રસ્તા પર થી નજરે પડે છે. માં નર્મદાના અમૃત જળને લીધે ખેતરોમાં હરિયાળી જોવા મળે છે.આસપાસના જંગલોમાં સિતાફળની ઝાડીઓ છે એટલે મોસમમાં સીતાફળ ખરીદી શકાય છે.નર્મદા પુલ પાસે સરસ મજાના જામફળ અને પપૈયા મળે છે. આમ,એકંદરે પ્રવાસ રળિયામણો બની રહે છે.
Suresh Mishra
મારો અનુભવ કહે છે કે જો આંખો ખુલ્લી અને મન મોકળું રાખો તો તમારા લક્ષિત સ્થળ સુધી પહોંચ્તા પહેલા ઘણું નવું જોઈ અને જાણી શકાય છે.જો કે પસંદ અપની અપની જેવી વાત છે. તો બોલો પંચ લિંગેશ્વર દાદાની જય, માં ચામુંડા ની જય,સનાતન ધર્મ અને હિંદવી સંસ્કૃતિની, શિલ્પકારો,કડિયાઓ અને આવી કૃતિઓ ના નિર્માતાઓ ની જય.સંસ્કૃતિ અને પ્રકૃતિનો વારસો જળવાય તો દેશની દર્શનીયતા અવશ્ય જળવાય રહેશે. Writer: Suresh Mishra, Nature lover, and Traveller