હવે ભારતમાં પ્રાણીઓ સુધી પહોંચ્યો કોરોના, અહિંયા 8 એશિયાઇ સિંહ કોરોના સંક્રમિત

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં પ્રાણીઓમાં કોરોના ફેલાયો હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદના નેહરુ જૂલોજિકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ઝુના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. એશિયાઇ સિંહના સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા છે જો કે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. મળતી માહિતી મુજબ હૈદરાબાદના ઝૂમાં કામ કરતાં પશુઓના ડોકટરોને એશિયાઇ સિંહોમાં કોરોનાના લક્ષણ દેખાયા હતા. આ એશિયાઇ સિંહો અશાંત લાગી રહ્યા હતા, તેમના નાકમાંથી સતત પ્રવાહી નીકળી રહ્યું હતું, અને તેમને ઉધરસ આવી રહી હતી. 40 એકરના સફારી એરિયામાં દસેક વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 12 એશિયાઇ સિંહો અહીં રાખવામાં આવ્યા છે. જેમાંથી ચાર માદા અને ચાર નરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એશિયાઇ સિંહોનું વર્તન અજૂગતું લાગતા તેમનો RT-PCR રિપોર્ટ કરવાનું નક્કી કરાયું હતું. તેમના ગળાના હાડકાં પાસેથી સ્વેબ સેમ્પલ લેવાયા હતા. એશિયાઇ સિંહોના સેમ્પલનું જેનોમ સિકવન્સિંગ કરવાની પણ તૈયારી ચાલી રહી છે. જેનાથી એશિયાઇ સિંહોને માણસમાંથી આ વાયરસનો ચેપ લાગ્યો કે કેમ તે જાણી શકાશે. સીસીએમબી આ 8 એશિયાઇ સિંહોના સેમ્પલના જીનોમ સીક્વેંસિંગ વડે વિસ્તૃત તપાસ કરશે અને જાણશે કે આ વાયરલ માણસોમાંથી ફેલાયો છે કે કેમ, આ સાથે જ એશિયાઇ સિંહની સારવાર શરુ કરવામાં આવી છે. અધિકારીઓ સિંહના સીટી સ્કેન પણ કરાવી શકે છે. આ પહેલા સામે આવ્યું હતું કે પ્રાણીઓમાં લક્ષણો જણાયા હતા ત્યારબાદ તેમને આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા અન્ય દેશોમાં પણ પ્રાણીઓમાં કોરોનાની પુષ્ટિ હતી. પરંતુ ભારતમાં આ પહેલો કેસ છે. 24 એપ્રિલે ઝૂના કેરટેકર્સના ધ્યાનમાં આવ્યું કે સિંહને ઉધરસ, નાકમાંથી પાણી નીકળવું, ભૂખ ન લાગવી જેવા લક્ષણો જણાય છે. આ વાતની જાણ તેમણે અધિકારીઓને કરી અને સિંહોના સ્વેબ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગયા વર્ષે ન્યૂયોર્કના ઝૂમાં રખાયેલા આઠ વાદ્ય અને સિંહોને કોરોનાનો ચેપ લાગી ગયો હતો. જોકે, ત્યારબાદ દુનિયામાં કયાંય જંગલી પ્રાણીને કોરોના થયો હોવાની કોઈ વિગતો બહાર નહોતી આવી. પરંતુ હોંગકોંગમાં કૂતરા અને બિલાડામાં આ વાયરસ મળી આવ્યો હતો.

કોરોનાથી વન્યજીવોને ખતરો ? સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી, જાણો વધુ

કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે લોકોની સારવાર કરતા મેડિકલ સ્ટાફને પીપીઈ કીટમાં જાેયા હશે. પરંતુ હવે વન્યજીવોને સંક્રમણથી બચાવવા તેની સાર સંભાળ કરતાં વ્યક્તિઓએ પણ પીપીઈ કીટ પહેરવા મજબૂર બનવું પડ્યું છે. કોરોનાનો વિસ્ફોટ થયો છે, ત્યારબાદ મનુષ્ય બાદ હવે વન્યજીવો પણ સંક્રમણનો ભોગ બને તેવો ભય સરકારને લાગ્યો છે અને તે ભય ખોટો પણ નથી. કેમકે હવે વન્ય પ્રાણીઓની રખેવાળી કરતા વનવિભાગના ઘણા ખરા અધિકારીને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. પરંતુ જંગલમાં વન્ય પ્રાણીઓ થોડા ઘણા અંશે પણ સલામત હોય છે. પરંતુ વાત છે ઝૂના પશુ પક્ષી પ્રાણીઓનીપકેમકે તેને દરરોજ પાણી ખોરાક સહિતની જરૂરીયાતો પુરી પાડવા માનવબળની મદદ લેવામાં આવી રહી છે. જેથી તેનો સાર સંભાળ કરનાર કીપર સંક્રમિત હોય તો વન્ય પ્રાણી સિંહ, દીપડા, વાઘ જેવા પશુ-પક્ષી કોરોનાનો ભોગ બને તેવા ડરના કારણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે કે વન્ય પ્રાણીના પાંજરામાં સાર સંભાળ કરતા વ્યક્તિએ પણ કીટ પહેરી અંદર પ્રવેશ કરવો. જેથી જુનાગઢ સક્કરબાગ ઝુના કીપરોએ પાંજરામાં ખોરાક પાણી સફાઇ માટે જાય ત્યારે ફરજિયાત પીપીઈ કીટ પહેરી વન્ય જીવોના સંક્રમણથી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ અને કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગે એક માર્ગદર્શિકા બહાર પાડી તમામ રાજ્યના વન વિભાગને જાણ કરી છે. ઝૂમાં વસવાટ કરતા તથા જંગલ કે રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા દરેક વન્ય જીવો પર ખાસ નજર રાખવી તેમાં કોરોનાના લક્ષણો જેવા કે શરદી, ઉધરસ, ખોરાકમાં ઘટાડો થવો, વધુ ઊંઘ આવવી, જીભમાંથી લાળ ટપકવી, અવાજ દરમિયાન સીટી વાગવી આવા કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ ઉચ્ચ અધિકારીને વાકેફ કરી વેટરનરી તબીબ પાસે નિરક્ષણ કરાવી જરૂરિયાત મુજબના રીપોર્ટ તથા સારવાર તાત્કાલિક થાય તેવી કામગીરી કરવા માટેની આદેશ કર્યો છે. જેના ભાગરૂપે સક્કરબાગ ઝુમાં પણ દરેક વન્ય જીવો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે, તથા જંગલમાં પણ સિંહ દીપડા સહિતના વન્ય જીવો પર નિરક્ષણ કરવા માટે ખાસ પેટ્રોલિંગ પણ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ઝૂના વન્યજીવો પર નજર રાખવી સહેલી છે, પંરતુ જંગલ અને રેવન્યુના સિંહ દીપડા ઉપર હવે નજર રાખવી એક પડકાર છે. કેમકે રેવન્યુ વિસ્તારમાં સિંહો ખોરાક માટે આવી ચડતા હોય છે. ત્યારે લોકોના ટોળા પણ એકઠા થાય જ છે. હવે વન વિભાગ વન્ય જીવોને સંક્રમણથી બચાવવા કેટલું સફળ રહે તે જાેવાનું રહ્યું છે.

વધતા કોરોના સંક્રમણ વચ્ચે વન વિભાગનો આદેશ, એશિયાટીક સિંહોના નિરીક્ષણ માટે પેટ્રોલિંગ

જૂનાગઢમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે વનતંત્રે વિવધ વિસ્તારોમાં આદેશ આપ્યો છે કે ગીર જંગલ, રેવન્યુ વિસ્તારમાં સિંહોના નિરીક્ષણ માટે પેટ્રોલિંગ કરવામાં આવે. સિંહોમાં શરદી, લાળ પડતી હોય કે વધુ સમય ઉંઘતા રહેતા હોય તો તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જરૂર જણાય તો  વેટરનરી તબીબ દ્વારા સારવાર અપાવવા પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે આ રોગની અસર પ્રાણીઓ પર તો પડી નથી રહીને તેની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી સિંહોની તબિયતને લઈ સરકાર સતત ચિંતા કરતી રહી છે કેમકે સિંહોનાં મોતને લઈ અવારનવાર સમાચાર આવતા રહે છે. ગુજરાતમાં સિંહોનાં મોત પર અનેક સવાલ પણ ભૂતકાળમાં ઉઠી ચુક્યા છે. ત્યારે ગુજરાતનું વન તંત્ર હાલમાં ચાલી રેહલા કોરોનાનાં પગલે કોઈ રિસ્ક નથી લેવા માંગતુ અને તેમણે સિંહોની તપાસ કરવા માટે સૂચના આપી છે. જુનાગઢ અને તેની આસપાસનાં વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયેલું છે અને આ સંક્રમણ જંગલ સુધી ન વિસ્તરે કે માટે વન વિભાગે પાણી પહેલા પાળ બાંધી દીધી છે. વન વિભાગની સુચના પ્રમાણે હવે સ્ટાફ દ્વારા સિંહોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે સાસણ ગીર સફારી પાર્ક અને દેવળીયા પાર્ક આજથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીને લઇ વન વિભાગ દ્વારા આજથી અનિશ્ચિત કાળ માટે બંધ કર્યો છે. સૌરાષ્ટ્રમાં પર્યટન સ્થળોને બંધ કરાયા છે. જૂનાગઢ સાસણ અભયારણ્ય, દેવળિયા સફારી પાર્ક, ગિરનાર નેચર સફારી પાર્ક, સક્કરબાગ ઝૂ સહિત ધારીનું આંબરડી પાર્ક પણ અચોક્કસ મુદ્દત સુધી બંધ કરી દેવાયું છે. કેન્દ્રની ગાઈડલાઈન મુજબ ચીફ વાઈલ્ડ લાઈફ બોર્ડનો આદેશ હતો. નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.

ઇગલ અને યાયાવર પક્ષી ગણાતા હેરિયર ને સૌ પ્રથમ વખત કરવામાં આવ્યા સેટેલાઇટ ટેલિમેટ્રી 

ગુજરાત વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેકટ હેઠળ લુપ્ત પ્રજાતિઓમાં  ગીધ બાદ હવે ઇગલ અને હેરિયર ને પણ સેટેલાઇટ ટેલિમેટ્રી કરવામાં આવ્યા છે જેથી તેમની ગતિવિધિઓ અને જીવનશૈલી નો અભ્યાસ કરી શકાય. યાયાવર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો
wildlife division sasan gir
ગુજરાત પક્ષીઓની વિવિધ પ્રજાતિઓથી સમૃદ્ધ છે.વન્ય વિભાગના મત મુજબગુજરાતમાં 19 બર્ડ વોચિંગ સ્થળો છે જેમાં 609 પ્રજાતિઓ ગુજરાત માં જોવા મળે છે જેમાં શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓ ખાસ આકર્ષણ ઉભું કરે છે .ગુજરાતમાં ખાસ કરીને શિકારી પક્ષીઓ બાજ, સમડી, ગીધની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. શા માટે ટેગિંગ કરવામાં આવે છે?
wildlife division sasan gir
છેલ્લા કેટલાક વર્ષોથી યાયાવર અને શિકારી પક્ષીઓ ગણાતા આ પક્ષીઓની સંખ્યા માં તીવ્ર ઘટાડો થયો છે જેથી તે પાછળના કારણો જાણવા,પક્ષીઓની જીવનશૈલી સમજવા તેમજ લુપ્ત થતી પ્રજાતિઓની જાળવણી કરવા સેટેલાઇટ ટેલિમેટ્રીટેગ લગાવાય રહ્યા છે. હાલ તો રેર જોવા મળતી ત્રણ પ્રજાતિઓ જેમાં ગ્રેટેડ સ્પોટેડ ઇગલ,ઇન્ડિયન સ્પોટેડ ઇગલ અને ટાવની ઇગલ અને એક નર હેરિયરને ટેગિંગ કરવામા આવ્યા છે. ટેગીંગ પ્રોસેસ પ્રક્રિયા કેવી હોય?
wildlife division sasan gir
યાયાવર પક્ષીઓને પકડી ટેગિંગ કરી ફરી છોડી મુકવાની આ પદ્ધતિ માં ખૂબ સાવચેતી જરૂરી હોય છે. ખૂબ સાવધાનીપૂર્વક ટેગિંગ પ્રોસેસ કરવામાં આવે છે. શુ શુ માહિતી મળી શકે?
wildlife division sasan gir
સેટેલાઇટ ટેગીંગ દ્વારા યાયાવર પક્ષીઓની સ્થાનાંતર, વ્યાપ વિસ્તાર, રહેઠાણની અનુકૂળતા, પ્રવાસ સમય, જીવન પદ્ધતિ અને વર્તુણક જેવી માહિતી મળી શકશે.જે આગામી સમયમાં આ પ્રજાતિઓના સંરક્ષણ માટે ના ખાસ પ્રોજેકટ માટે ઉપયોગી નીવડશે.. ધી કારબેટ ફાઉન્ડેશન ના દેવેશ ગઢવી ની મદદથી ગુજરાત વન વિભાગ ના  અગ્ર ઉપ સચિવ શ્યામલ ટીકાદર, જૂનાગઢ વન્યજીવ વર્તુળ અધિકારી ડૉ દૂષયત વસાવડા ગીર વિભાગ મુખ્ય સંરક્ષણ અધિકારી ડો મોહન રામ સહિતની ટિમ સેટેલાઇટ ટેગીગ દ્વારા પક્ષીઓની પ્રજાતિઓ ના સંરક્ષણ માટે પ્રયત્ન કરે છે.

નેચર ફોટોગ્રાફરનો એક રસપ્રદ અનુભવ: બાલારામ ના જંગલમાં જેના ટહૂકા સાંભળ્યા એ પક્ષી ગુજરાતના આ જંગલમાં જોવા મળ્યું

માતા પ્રકૃતિ ,તેના વૃક્ષો,વેલીઓ,પક્ષીઓ,પ્રાણીઓ,ડુંગરો,જંગલો જેટલા રળિયામણા,રોમાંચક, કુતૂહલ જગાવનારા અને આહ્લાદક છે,એટલી જ તેની ફોટોગ્રાફી પણ રોચક અને રોમાંચક છે. માતા પ્રકૃતિની તસવીર કળા એટલે કે નેચર ફોટોગ્રાફી એ જયેશ પ્રજાપતિને બેહદ પ્રિય શોખ છે. તેમણે ઉપરોક્ત અનુભૂતિ ને પ્રસંગમાં વર્ણવતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતના બાલારામ ના જંગલો ખુંદતા વારંવાર એ પંખીના ટહુકા સાંભળ્યા.કયું પક્ષી છે,કેવું દેખાય છે એ જાણવા ની તીવ્ર ઉત્કંઠા થઈ પરંતુ ક્યાંય એ પંખી ભાળવા મળ્યું નહિ. પરંતુ અનાયાસ મારી એ પંખી સાથેની સંતાકૂકડી નો અંત પાવાગઢના જંગલમાં આવ્યો.ત્યાં ફરી એનો અવાજ સાંભળ્યો અને આસપાસ નજર ફેરવી તો મહાશય હાજર.મગ્ન થઈને ગીત ગાતાં એ પક્ષીને વીડિયોમાં કંડારી લીધું ત્યારે જંગલ ફોટોગ્રાફી નો અનેરો રોમાંચ અનુભવ્યો.
Jayesh prajapati
જયેશ પ્રજાપતિ મલ્ટી નેશનલ કંપની ના કર્મચારી છે.નેચર ફોટોગ્રાફી એમનો માનીતો શોખ છે.એમના જીવનસાથી રૂપલ વન રક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ છે જેમનું કાર્યક્ષેત્ર જંગલ છે.એટલે બંને ને પક્ષી અને પ્રકૃતિની ફોટોગ્રાફી નો સહિયારી શોખ લાદ્યો છે.આ દંપતીએ દેડીયાપાડા,ડાંગ, જાંબુઘોડા,બાલારામ, પાવાગઢ જેવા જંગલોમાં ફોટોગ્રાફી કરી છે.
Jayesh Prajapati
વરસાદમાં પાવાગઢના કુદરતી સૌંદર્યની મસ્ત વિડિયોઝ ઉતારી છે. તેમણે પાવાગઢના જંગલમાં ટહુકા થી જેને શોધ્યું એ પક્ષી દાદુર,મોર,બપૈયા બોલે ગીતમાં ઉલ્લેખિત બપૈયો એટલે કે કોયલ કુળનું પક્ષી છે.તેનો દેખાવ અને ઉડવાની લઢણ શકરા બાજ જેવી હોવાથી અંગ્રેજીમાં એને કોમન હોક કુકુ તરીકે ઓળખવામાં આવે છે.આવું જ એક પક્ષી એશિયન કોયલ પણ છે. જયેશભાઇ કહે છે કે નર માદા નો લગભગ સરખો દેખાવ ધરાવતું આ પક્ષી જીવ,જંતુ,ઈયળ ખાય છે અને માર્ચ થી જૂન દરમિયાન ઈંડા મૂકે છે.રાજ્યના  ગામો,ખેતરો,જંગલોમાં જોવા મળે છે. આ કથામાં રોમાંચ બાલારામ ના જંગલોમાં ખોવાયેલા ટહુકાને પાવાગઢના જંગલમાં ખોળી કાઢ્યા નો છે. કુદરત બહુરૂપી છે અને તેની પાસે વિસ્મય નો ખજાનો છે.આ ખજાનો લોસ્ટ ટ્રેઝર ના બની જાય તે માટે જંગલો સાચવવા પડશે અને જંગલો સાચવવા બાળકોને વૃક્ષ સખા,મિત્ર અને ચાહક બનાવવા પડશે. જયેશભાઇ ની એક મધુર ટહુકાની શોધખોળ તો એક નિમિત્ત છે,કુદરત બચશે તો પેઢી તરશે એ આ કથાનો બોધ છે.