વડોદરા વન્ય જીવ વિભાગે કર્યું પક્ષી દર્શન પુસ્તિકાનું પ્રકાશન
ડો.રાહુલ ભાગવત કહે છે કે, રતન મહાલ માં 205 કરતાં પણ વધુ પ્રકારના રંગ બેરંગી પાંખાળા દેવદૂતો જોવા મળે છે.વડોદરા થી અંદાજે 140 કિમી ના અંતરે દાહોદ જિલ્લામાં રતન મહાલ વન્ય જીવ અભયારણ્ય આવેલું છે જે રીંછ માટે ખ્યાતનામ છે.પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ અભયારણ્ય ભાત ભાત ના રંગબેરંગી પક્ષીઓનું પણ મનગમતું આશ્રય સ્થાન છે.
વડોદરાના પક્ષી તસવીરકાર એટલે કે બર્ડ ફોટોગ્રાફર ડો.રાહુલ ભાગવત કેમેરો લઈને આ અભયારણ્યના ખૂણે ખૂણે ફરી વળ્યા છે અને ખૂબ જહેમત ઉઠાવીને અહીંના પક્ષીઓને કેમેરાની આંખે કચકડે મઢી લીધાં છે.આમેય,બર્ડ વૉચિંગ અને ફોટોગ્રાફી એ ધીરજ,સંયમ,ચપળતા અને પારાવાર પરસેવો વહાવવાનું કામ છે.
Social Media
ડો.રાહુલની આ જહેમત વન વિભાગને ગમી જતાં,એમના ફોટોગ્રાફ્સ ને આધારે રતન મહાલ વન્ય જીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.વડોદરા વન્ય જીવ વિભાગના ઉપક્રમે પરિસરિય પ્રવાસન વિકાસ સમિતિ, નળધા દ્વારા એનું પ્રકાશન કરવામાં આવ્યું છે જે હાલમાં રતન મહાલ રીંછ અભયારણ્ય ની કચેરીમાં ઉપલબ્ધ છે. ડો.રાહુલે પક્ષી અને વન્ય જીવ છબિક્લામાં ઘણું ઊંડું ખેડાણ કર્યું છે અને દેશના ખ્યાતનામ પક્ષી અને વન્ય જીવ તીર્થોમાં સાહસ અને ધીરજ સાથે ફોટોગ્રાફી કરી છે.આ પુસ્તક તેમની જહેમતને રજૂ કરતું પ્રથમ પ્રકાશન છે જે રતન મહાલ અને તેના પક્ષી વારસાને હાર્દમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
ડો.રાહુલના અંદાજ પ્રમાણે રતન મહાલ અભયારણ્યમાં અંદાજે દેશી વિદેશી 205 થી વધુ પ્રકારના પક્ષીઓ,કેટલાક બારે માસ અને કેટલાક અનુકૂળ મોસમમાં જોવા મળે છે.આમ તો અહી બારેમાસ બર્ડ વૉચિંગ કરી શકાય પરંતુ શિયાળો અને ચોમાસાં પહેલા ઉતરતો ઉનાળો પક્ષી દર્શન માટે વધુ અનુકૂળ ગણાય એવું એમનું કહેવું છે. ચોમાસાં માં અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહે છે.હાલમાં વન વિભાગે તેના એક ભાગને વિશેષ બર્ડિંગ ઝોન જાહેર કર્યો એને તેઓ એક સારું કદમ ગણાવે છે.
Social Media
ડો.રાહુલે આ પુસ્તિકા પ્રકાશિત કરીને વન વિભાગે તેમની જહેમત સાર્થક કરી એનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે વન સંરક્ષક આરાધના શાહુ,શ્રી શશિકુમાર અને નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવીના પ્રોત્સાહન થી આ શક્ય બન્યું છે.તેમને આ કામમાં શ્રી રોહિત વ્યાસ, ડો.ભાવિક પટેલ અને શ્રીમતી નિશા ફડકે ભાગવતની વિશેષ મદદ મળી છે.
પંખાળા દેવદૂતો જેવા પક્ષીઓ પ્રકૃતિની શોભા અને વિરાસત છે.એમના અંગેની જાણકારી જેટલી વધશે એટલા વધુ પ્રમાણમાં લોકોને તેમના રક્ષણમાં જોડી શકાશે.આ માર્ગદર્શિકા પ્રવાસીઓને રતન મહાલના પક્ષીઓની ઓળખ આપશે.રતન મહાલમાં પીપરિયા નર્સરી વિસ્તારમાં પક્ષીઓ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
Social Media
ડો.ધવલ ગઢવી વડોદરા વન્ય જીવ વિભાગના નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી ડો.રાહુલ ભાગવતની બર્ડ ફોટોગ્રાફી માટેની જહેમતને બિરદાવતાં જણાવે છે કે રતન મહાલ અભયારણ્યના પિપરિયા નર્સરી વિસ્તારમાં પક્ષીઓ વધુ જોવા મળતા હોવાનું જણાયું હતું.તેના અનુસંધાને આ વિસ્તારમાં ફળાઉ ઝાડ ના ઉછેર અને પાણીની વ્યવસ્થા કરવાના સારા પરિણામ મળ્યા છે. હાલમાં આ વિસ્તારને બર્ડિંગ ઝોન ગણાવી શકાય એટલા પ્રમાણમાં પક્ષીઓની વસ્તી અને વિવિધતા જોવા મળે છે.
ઝિબ્રા તેના શરીર પરની કાળા અને સફેદ પટ્ટાની ડિઝાઈન માટે જાણીતા છે. તેને કારણે તે બિજા પ્રાણીઓ કરતા ઘણું અલગ પડે છે. દક્ષિણ આફ્રિકામાં ઝિબ્રા જવા જ એક પ્રાણી કવાગા(Quagga)ને ફક્ત ગળા અને શરીરના આગળના અર્ધા ભાગમાં જ ડીઝાઈન હોય છે.
કવાગા(Quagga)નું બાકીનું શરીર કથ્થાઈ કે ભૂખરા રંગનું હોય છે. આ પ્રાણી ”કવાઝા” જેવો અવાજ કરે છે. તેથી તે કવાગા કે કવાઝામા નામે ઓળખાય છે.
આઠથી સાડા આઠ ફૂટ લાંબા અને ચાર ફૂટ ઊંચા કવાગા(Quagga) કદાવર પ્રાણી છે. તે 50 થી 60 ના ટોળામાં રહે છે. કવાગા જંગલી પ્રાણી છે. પરંતુ આફ્રિકાના સ્થાનિક આદિવાસીઓ તેને પાળે છે. કવાગા(Quagga)નું અસ્તિત્વ સમયની સાથે સાથે હવે માત્ર ફોટા અને કહાનીઓમાં જોવા અને વાંચવા મળે છે. તેના ડીએનએના અભ્યાસ પરથી જાણવા મળે છે કે તે ઝીબ્રાની જ એક પ્રજાતિ છે.
કવાગા(Quagga) ઝિબ્રા, ગધેડા અને ઘોડાના મિશ્રણ જેવા લાગતા આ પ્રાણીનો વિજ્ઞાાનીઓએ ઘણો અભ્યાસ કર્યો છે. તેની ઉત્પત્તિ અંગે ઘણા વિવાદ પણ જાણીતા બન્યા છે. કવાગાની ગરદન પર ઘોડા જેવી કેશવાળી હોય છે.
ખાસ કરીને આ પ્રાણી વર્ષ 1800ની આસપાસ જોવા મળતું હતું.
મળતી માહીતી અનુસાર છેલ્લે વર્ષ 1883માં એમ્સર્ટડમ પ્રાણી સંગ્રહાલયનમાં જોવા મળેલ હતું. હાલ વૈજ્ઞાનિકો ઝીબ્રા માંથી આ પ્રજાપતિને પુન:હ જીવીત કરવાની કોશીશ કરી રહ્યા છે. કવાગા(Quagga) તે સખત વાળની બનેલી અને સફેદ કાળા રંગની પેટર્ન ધરાવતી હોય છે. દક્ષિણ આફ્રિકામાં માત્ર થોડી સંખ્યામાં જોવા મળતા કવાગા આજે પણ વિજ્ઞાાનીઓ માટે સંશોધનનો વિષય છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી પાંચ જેટલા સિંહ બાળ અને એક સિંહ યુગલને બરડા ડુંગરમાં આવેલા સિંહોના સંવર્ધન કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં પાછલા કેટલાક વર્ષોથી સિંહના સંવર્ધનને લઈને સંશોધનો ચાલી રહ્યા છે. ત્યારે તેના ભાગરૂપે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કેટલાક સિંહબાળ અને એક સિંહ યુગલને મોકલવામાં આવ્યું છે, જેના પર આગામી સમયમાં સંશોધનો હાથ ધરાશે અને એશિયાના સિંહોના સંવર્ધનમાં કેટલીક સફળતા મળે તે માટે આ જિનપૂલ ઊભુ કરવામાં આવ્યું છે. અહીં, સંશોધનાત્મક કાર્ય સિંહોની પ્રજાતિ પર થઈ રહ્યા છે તેમાં કેટલાક કિસ્સાઓમાં ધીમે ધીમે સફળતા પણ મળી રહે છે.
જામનગર નજીક બનેલા ભારતના પ્રથમ ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં વધુ બે દીપડા અને કેટલાક હરણને જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મોકલવામાં આવ્યા છે. આ અગાઉ ૩૫ જેટલા દીપડાઓને ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે, જેમાં વધુ બે દીપડા કે મોકલીને તેની સંખ્યા ૪૦ જેટલી થવા જાય છે. તેની સાથે કેટલાક હરણ અને પણ ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે.
જામનગર નજીક બનેલું ખાનગી પ્રાણી સંગ્રહાલય ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય છે, જેનું સંચાલન સરકાર સિવાયની અન્ય કોઈ સંસ્થાઓ કરી રહી છે ત્યારે એમાંથી આ પ્રકારના સંશોધન કાર્ય માટે સિંહ સહિત અન્ય જંગલી પ્રજાતિઓના પ્રાણીઓ અને પક્ષીઓને મોકલવાની પરંપરા પાછલા કેટલાય વર્ષોથી ચાલી રહી છે. આમાં આજે બરડા જિનપૂલ અને જામનગર નજીક બનેલા ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને દીપડાને મોકલીને આ પરંપરાને વધુ આગળ ધપાવી છે.
દ્વારકાથી 11 કીલોમીટર દૂર આવેલા શીવરાજપુર બીચને બ્લુ ફેગનો બીચનો દરરજો મળ્યા બાદ પ્રવાસનને વેગ આપવા ફેઝ-1માં યાત્રિક સુવિધા કેન્દ્ર, સાયકલ ટ્રેક સહિતની સવલતો ઉભી કરાશે. જેના અનુસંસાધને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા પ્રવાસી સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહર્ત કરાયું હતું. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વરાકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.
Social Media
શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અરાઈવલ પ્લાઝા, ઈન્ટરવેન્શન સેન્ટર, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સાઈકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લોક, ઈલેક્ટ્રીક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેંક સહિતની સુવિધાઓનું નિર્માણ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાથી 11 કિલોમીટરના અંતરે આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થતાં ગુજરાતના પ્રવાસનને વેગ મળ્યો છે.બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ માનવામાં આવે છે. કુદરતના અદભુત સૌંદર્યનો નજારો શિવરાજપુર બીચ ખાતે જોવા મળે છે. સ્વચ્છ પાણી ધરાવતો આંખને શીતળતા આપતો આ દરિયા કિનારો ધરાવતો શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે ખુબ જ સુંદર નજારો આપતું સ્થળ બની ગયો છે.
મુખ્યમંત્રીની બીચ પર લટાર : શિવરાજપુર દરિયા કિનારે સહેલાણી સુવિધાનો પ્રારંભ
Social Mediaસૌરાષ્ટ્રમાં બ્લુ ઇકોનોમીના ભાગરૂપે શિવરાજપુરના વિખ્યાત દરિયા કિનારે હવે સહેલાણી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે અને અત્યંત કુદરતી સ્થિતિનો આ બીચ પ્રવાસીઓનું આકર્ષણ બની શકે છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શિવરાજપુર બીચ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો અને જણાવ્યું કે પ્રવાસનના વિકાસથી ગુજરાતમાં રોજગારીને વેગ મળશે. સૌરાષ્ટ્રનો દરીયા કિનારો પ્રવાસીઓ માટે આકર્ષણ બને તે જોવા રાજય સરકાર આતુર છે. રૂપાણીએ આ ખુબસુરત બીચ પર લટાર પણ મારી હતી.
વડગામ તાલુકાના હરદે વાસણા ગામે રાત્રીના સમયે હિંસક પ્રાણી રીંછ ગામમાં બિન્દાસ્ત લટાર મારતું નજરે પડયું હતું. જે સમગ્ર ઘટના ગામમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફુટેજમાં કેદ થઈ હતી. પૂર્વ સરપંચ સરદારભાઈ ચૌધરીએ આ સંદર્ભે ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી છે. જાે કે શિયાળાની ઠંડી વચ્ચે રીંછના આગમનને લઈ ખાસ કરીને ખેડૂતોમાં ફફડાટ સાથે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે.
વડગામ વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. અને તાત્કાલિક વડગામ વનના અધિકારી અને સ્ટાફ અને દાંતા વન વિભાગના અધિકારીઓ ગામમાં પહોંચી ગયા હતા. અને જ્યાં રીંછ ફર્યુ હતું તે જગ્યાની તપાસ કરી હતી. અને રીંછ જ્યાં ફર્યુ હતું તે જગ્યાની તપાસ કરતાં સી સી ટીવીમાં રીંછ દેખાતા વડગામ વન વિભાગ દ્વારા રીંછની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. અને રીંછના પગ જોવા મળ્યા હતા. ત્યારે આ અંગે વડગામ વન વિભાગના અધિકારી તેજસભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વનવિભાગ રીંછ જે જગ્યા પર હતુ તે જગ્યાની તપાસ કરી હતી અને વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાથે મિટિંગ યોજી સજાગ રહેવા જણાવ્યું હતું અને હાલની પરિસ્થિતિ જોતાં રીંછ પાછુ જંગલમાં જતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.