જાણો, આક્રમક ફિશ પિરાન્હા( Piranha ) વિશે

0

પિરાન્હા ( Piranha ) માછલી દેખાવે નાની અને અત્યંત સુંદર માછલીઓમાંની એક છે. પરંતુ આ નાનો જીવ સ્વભાવે ખૂબ ગુસ્સાવાળો અને આક્રમક છે. પિરાન્હા( Piranha ) માછલી તળાવની અંદર કોઇની ઉપર હુમલો કરે તો ગંભિર રીતે ઘાયલ કરી શકે છે.

પિરાન્હા( Piranha ) માછલી મુખ્યત્વે સાઉથ અમેરિકાના વિસ્તારમા જોવા મળે છે. પિરાન્હાની 25 અલગ-અલગ જાતીઓ છે. જે દેખાવે એકબીજાથી થોડી થોડી અલગ હોય છે. પરંતુ પિરાન્હા( Piranha ) માછલીના ઓળખ તેના તેજ દાંત ઉપરથી તેને સહેલાઈથી ઓળખી શકાય છે.
WSON Team

ખાસ કરીને પિરાન્હા( Piranha ) માછલીને નાના તળાવ, નદી અને મોટા મોટા દરિયામાં આમ દરેક જગ્યાએ જોઇ શકો છો. આ માછલીની વસ્તી મોટા પ્રમાણમાં પાણીમાં જોવા મળે છે. તેને ખારા કે મીઠા પાણીના બદલે બંને પાણીની માછલી ગણવામાં આવે છે. કારણ કે તેની જાતની બધી જ માછલી નાના તળાવથી માંડીને દરિયામાં પણ મળી જાય છે.

સાઉથ અમેરિકાના અમુક તળાવમાં પિરાન્હાનો ત્રાસ એટલો છે કે ત્યાં ફરવા જતા પર્યટકોને ખાસ સાવચેત રહેવાનું કહેવામાં આવતું હોય છે. કેમકે પિરાન્હા માછલીઓ સ્વભાવે ખુબ જ આક્રમક હોય છે. તેના આરી જેવા દાંત સહેલાઈથી કોઈને પણ ઘાયલ કરી શકે છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પિરાન્હા( Piranha ) માછલી જોવા મળે છે તે તળાવમાં માછીમારો પણ માછલી પકડવા જવાનું ટાળે છે.

પિરાન્હા( Piranha ) ફિશ વિષે જાણાવા જેવું

WSON Team

– પિરાન્હા( Piranha ) માછલીના જડબા ખૂબ મજબૂત હોય છે.

– પિરાન્હા( Piranha ) માછલીના દાંતની એટલી મજબૂતાઇથી રચના થઇ છે કે આ માછલી તેના દાંત વડે જ્યારે પણ સામે એટેક  કરે છે ત્યારે ભલભલુ કદાવર પ્રાણી તેમાંથી છૂટી શકતું અને ગંભિર રીતે ઘાયલ થઈ શકે છે. – દરિયાની અંદર મોટી માછલીઓ ભાગ્યે જ પિરાન્હાને પોતાનો ખોરાક બનાવવાનું પસંદ કરતી હોય છે. તેથી પિરાન્હાનો( Piranha ) વિશાળ સમૂહ પાણીમાં જોવા મળે છે.
WSON Team

– દેખાવે પિરાન્હા( Piranha ) ગોલ્ડન, સિલ્વર અને કેસરી કલરની હોય છે. તેની ત્વચા ચમકીલી હોય છે, જે રાત્રિના સમયે ચમકદાર દેખાય છે.

– પિરાન્હા( Piranha ) ભોજન તરીકે તેની આસપાસની બીજી જાતિની નાની માછલીઓ તેમજ નાના સમુદ્રી જીવો તેમજ પાણીની વનસ્પતિને પોતાનો ખોરાક બનાવે છે.

– એટલું જ ન મોટી માછલી ભુલેચુકે પિરાન્હા( Piranha ) ઉપર હુમલો કરે તો પિરાન્હા તેના દાંત અને જડબા વડે તેને મજબૂતાઇથી પકડી લે છે. જેમાંથી છૂટવું મુશ્કેલ હોય છે, તેથી સામેનું પ્રાણી લોહીલુહાણ થઇ જતું હોય છે.

– પિરાન્હા( Piranha ) માછલી એકલ-દોકલ ફરતી ભાગ્યે જ દેખાય છે. તે હંમેશાં જુંડમાં જ આમથી તેમ ફરતી હોય છે. તેથી જો કોઇ દુશ્મન આવે તો એકસાથે બધી જ માછલીઓ મળીને તેની ઉપર વાર કરતી જોવા મળે છે.

જાણો, કચ્છમાં આવેલા અભ્યારણ્યો વાઈલ્ડ લાઈફ વિશે

0
ગુજરાતમાં આમ તો જોવા લાયક ઘણા બધા પર્યટન સ્થળો છે. પણ તમે કદી કચ્છ વિશે વિચાર્યુ છે જાણ્યું છે. મોટા ભાગના લોકો વિચારતા હશે કે કચ્છ મતલબ રણપ્રદેશ ત્યાં શુ જોવા જેવુ હશે ? ત્યાં કંઈક જોવા મળશે કે કેમ ? ત્યાં તો ગરમી જ ગરમી હશે ? જેવા પ્રશ્ર્નો ચોક્કસ ઉદ્દભવશે પણ એવુ નથી કચ્છમાં આવેલ અભ્યારણ્યનો  વિસ્તાર ખુબજ સુંદર અને મોહક છે. ચાલો તમને કચ્છમાં આવેલા અભ્યારણ્યની એક ઝાંખી કરાવીએ. કચ્છ એટલે દૂર સુદૂર વેરાન જંગલ રેગીસ્તાન સિસકારા મારતી રેતીની આંધી, જંગલી ઘુડખર મૃગજળની પાછળ  પાણીની શોધમાં આખા રણમાં આમથી તેમ ફરતાં દોડતાં અને ભાગતાં હોય તેમ જોઈ શકાય છે. ઉપરાંત વિશ્વના અન્ય જંગલી પ્રાણીઓ દેખાય તેવું આ કચ્છનું રણ સૌને આકર્ષે છે. કચ્છમાં આવેલા અભ્યારણ્ય વિશે થોડું જાણીએ : 1 ) જંગલી ઘુડખર અભયારણ્ય- કચ્છનું નાનું રણ
WSON Team
આ અભયારણ્યમાં કચ્છના નાના રણ તરીકે જાણીતા વિસ્તારમાં આવેલું છે. ભારતમાં હાલમાં જેટલા જંગલી ગધેડા અસ્તિત્વ ધરાવે છે. તેમનું વન્યપ્રાણી અભયારણ્ય અને એકનું એક અભયારણ્ય આ જ છે. કચ્છના નાના રણ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અને કચ્છના થોડા થોડા વિસ્તારો સમાવિષ્ટ છે. ગુજરાતનું સૌથી મોટું ( 500 ચો.કીમી ) અભયારણ્ય છે. આ અભયારણ્ય ગુજરાતનો વારસો ગણાય છે. આ આભ્યારણ્યની સ્થાપના વર્ષ 1973માં થઇ હતી અહી કુદરતની લીલા જોવા જેવી છે. 2 )નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય
WSON Team
વન્યપ્રાણી પ્રજાતિઓના સંરક્ષણ અને જતન માટેનો આ અભયારણ્યનો વિસ્તાર એટલે નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય ચોમાસા દરમ્યાન જે ભીનો અને કાદવયુક્ત રહેતો વિસ્તાર સામાન્ય દિવસોમાં ઉજ્જડ, સુકોભઠ વિસ્તાર ધરાવે છે. ગુજરાતના કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં આવેલું ભારતનું તેવા પ્રકારનું એક અભયારણ્ય છે. મોટા પ્રમાણમાં ચિંકારાની સંખ્યા ધરાવતા આ અભયારણ્યને આપણે આ પ્રાણીઓ માટેનું સહુથી વધુ સલામત સ્થાન કહેવું અયોગ્ય નથી અહી ટુકડે ટુકડે બનેલા ઘાસના મેદાનો ચિંકારાનું એક વ્યવસ્થિત આશ્ર્યસ્થાન ગણાય છે. 3 ) કચ્છ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય
india.com
ભારતમાં સહુથી નાનું અભ્યારણ્ય તરિકે જેની ગણના કરી શકાય તે કચ્છ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય છે. જે કચ્છ જીલ્લાના નળિયા ખાતે આવેલું છે. આ અભ્યારણ્યના નામ પરથી જણાઈ આવે છે કે અહિ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ખુબ ઝડપી ગતિથી દોડતું પક્ષી જેને સ્થાનિક ભાષામાં ઘોડાર કહે છે. તેનો વિસ્તાર છે. ઈન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓનું ભારતમાં આ બીજું મોટું અભયારણ્ય છે. સૌથી મોટું બસ્ટાર્ડ પક્ષીઓનું પ્રથમ નંબરનું અભયારણ્ય પડોશી રાજય રાજસ્થાનનું ડેઝર્ટ નેશનલ પાર્ક છે.
WSON Team
વર્ષા ઋતુમાં નદીનું પાણી તેમાં વરસાદનું પાણી ભળે અને તે પાણી સમુદ્રમાં સમાય તે જ સમયે દક્ષિણ પશ્ર્ચિમ પવન ફુંકાય તે સમયે કચ્છના રણમાં વિશાળ ક્ષેત્રમાં પાણીનું છીછરું તળાવ બની જાય છે. અને ઓક્ટોબર નવેમ્બરમાં સૂકાઇ જાય ત્યારે (સુપર હાઇવે) આખો રસ્તો બની જાય જેના ઉપરથી અનેક વાહનો પસાર થતાં દેખાય છે. આ અભ્યારણ્યમાં ફરવાનો સમય વહેલી સવારનો છે. સવારે અને સાંજે ફરવા જવું હોય તો ધ્રાંગધ્રા, પાટડી અથવા વિરમગામ રેલ્વે સ્ટેશનની પાસેથી જીપ મળી જાય છે. ભલે તમે કોઇ પણ વાહનમાં જાવ, તમારી સાથે એક સ્થાનનું પૂર્ણ જ્ઞાન ધરાવતો ગાઇડ તમારી સાથે લઇ શકો છો. શિયાળાની ઋતુમાં આપ અહી વિવિધ પક્ષીઓને પણ જોઈ શકો છો.
WSON Team
તમારે રણના પ્રવાસનો સાચો અને સારો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ માટે જાવ તો મજા નહી આવે. કારણ કે વન્ય પ્રાણી જોવા માટેનું કોઇ પેકેજ ન હોઇ શકે. કારણ કે તમે તાજમહાલ જોવા જાવ તો તરત કહી શકો કે તમે તે જોયો પરંતુ વનમાં રહેતા વન્ય પ્રાણીઓની વાત કંઇક જુદી છે. તેઓ તેમના મૂડ મુજબ રહેતા હોય છે. અને તેમને તેમની કુદરતી મસ્તીમાં જોવાનો અનેરો લાહવો કાંઈક અલગ જ હોય છે. વન્ય પ્રાણીઓને શોધવા પડે, તેઓ મોટા ભાગે એકાકી જીવન વીતાવતા હોય છે. વળી તમે અપેક્ષા કરી હોય તે અમુક જગ્યાએ મળશે તો કદાચ એવું ન પણ બને. વધુમાં વિશાળ વિવિધતામાં વસતા વન્ય પ્રાણીઓને ઓછા સમયમાં જોવાં એ લગભગ અશક્ય છે. રણમાં આવી કેમ્પમાં એકાદ રાત વીતાવો તો તમને પોતાને અનુભવ થશે કે તમે ત્યાંના વાતવરણ સાથે પોતાની જાતને કેવી રીતે એડજસ્ટ કરી શકો છો. આ ઉપરાંત મોડી રાત્રે આકાશમાં ટમટમતા તારલાઓને નાચતા જોવાનું દ્રશ્ય પણ તમે ભૂલી શકો નહી. જે શહેરીની ઝાકમઝોળ વચ્ચે જોવું અશક્ય છે.
WSON Team
કેવી રીતે જશો ? સડક માર્ગેઃ ઘુડખરનું અભ્યારણ્ય અમદાવાદથી 130 કિમી, વિરમગામથી 45 કિમી, રાજકોટથી 175 કિમી, ભૂજથી 265 કિમી દૂર છે, આ તમામ સ્થળોએથી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે.
WSON Team
રેલ માર્ગેઃ ધ્રાંગધ્રા – 16 કિલોમીટર અમદાવાદ – 130 કિલોમીટર રાજકોટ – 175 કિલોમીટર

ગુજરાતના આ વિસ્તારમાં દીપડા જેવું પ્રાણી દેખાતા લોકોમાં ફફડાટ, વન વિભાગ હરકતમાં

ટંકારાના બંગાવડી ગામમાં દીપડા જેવું પ્રાણી દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગભરાયેલા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે બંગાવડીમાં ધામા નાંખ્યા છે. આગામી બે દિવસ સુધી વન વિભાગની ટીમ બંગાવડી વિસ્તારમાં રહીને દીપડો છેકે અન્ય કોઇ પ્રાણી તેના સગડ મેળવશે. સ્થળ પર સઘન તપાસ કરતા વન વિભાગના અધિકારીઓએ કહેવાતા દીપડાના સગડ મેળવવા તેના પગના નિશાનને આધારે તપાસ હાથ ધરી હતી. જાે કે પગના નિશાનો પરથી હજુ વન વિભાગ પણ સ્પષ્ટ નથી કે, આ દીપડાના પંજાના નિશાન જ છે કે અન્ય કોઈ પ્રાણીના નિશાન છે. આમ છતાં કોઈ જાેખમ ન લેતા વન વિભાગ દ્વારા ગામમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે. જે બે દિવસ દરમિયાન આસપાસના વિસ્તારોમાં સતત વોચ રાખી દેખાયેલું પ્રાણી દીપડો જ છે કે કેમ તે નક્કી કરશે. ફોરેસ્ટ ઓફિસર કુંડારીયાએ જણાવ્યું હતું કે, હજુ સ્પષ્ટપણે પ્રાથમિક તબક્કે કહી શકાય નહીં કે જે પંજાના નિશાન છે તે દીપડાના જ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી. બે દિવસ દરમિયાન ફોરેસ્ટની ટીમ ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં સતત વોચ રાખશે. આ દરમિયાન કોઈ અજુગતો બનાવ બને તો આગળની કાર્યવાહી કરવા ટીમ સજ્જ છે તેવો વિશ્વાસ ગ્રામજનોને ફોરેસ્ટ ઓફિસરે અપાવતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

ચાલો ગીરનારની ગોદમાં જઈએ..

સાસણ ગીર આમ તો ખાસ બે બાબતો માટે જાણીતું છે.  એક તો સિંહ અને બીજું કેસર કેરી. પરંતુ આજે અમે એક નવા ગીરની ઓળખ કરાવવા જઇ રહ્યા છીએ. જુનાગઢ માં એક ગીરનાર પહાડ અને તેની આસપાસ નું જંગલ ગીર નો જ એક ભાગ છે અને આ વિસ્તાર  દેવી દેવતાઓ ની ભૂમિ તરીકે ઓળખાય છે. અનેક દેવી દેવતાઓનો અહી વાસ હોવાની આસ્થા અહીં આવતા શ્રધ્ધાળુઓ સાથે જોડાયેલી છે. અનેક મહાત્માઓ તપસ્વીઓ પુણ્યઆત્માઓ અહીં જન્મ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે અહીં આવી ગાઢ જંગલોમાં તપ કરી મહાપુરૂષો આત્મસિદ્ધ થયા હતા. આવો જાણીએ આવા તપસ્વીઓ અને દેવી દેવતાઓની પવિત્ર ભૂમિ ને  અને તેની ગોધમાં આવેલ કેટલાક સ્થળો કે જ્યાં જવાનું મન અચૂક થઇ જાય.
WSON Team
૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ ગણાતો ઉંચો ગઢ ગીરનાર પોતાની આગવી ઓળખ ધરાવે છે. ગીરનાર ની ગોદ પ્રકુતિ અને રમણીય સ્થળો થી ભરેલી છે. જેની મુલાકાત તમને હમેશા આનંદ આપશે. ગીર સાસણ આમ તો મુખ્ય ત્રણ જિલ્લા માં વિસ્તરાયેલું છે જૂનાગઢ, ગીર સોમનાથ અને  અમરેલી. આજે આપણે ગિરનો ગઢ ગણાતા જૂનાગઢ જિલ્લા ની ઓળખ મેળવીએ. હું મૂળ જૂનાગઢ માં જન્મી મોટી થઈ અને વ્યવસાયે પણ અહીં જ છું. એટલે જુનાગઢ પ્રત્યે પ્રેમ અતૂટ હોય એ સ્વાભાવિક છે. પરંતુ આપ જો કોઈ વાર જૂનાગઢ આવો અને ગીર અને ગિરનાર ને માણો તો તમને પણ જૂનાગઢ ફરી આવાનું મન ચોક્કસ થશે. અવધૂત તરીકે ઓળખાતા પર્વત ગીરનારની ગોદ માં વસેલું જૂનાગઢ અને તેમાં આવેલા તીર્થ ધામો એક અલૌકિક ભક્તિથી રંગાયેલા છે. ગિરનાર જંગલ આમ તો ગાઢ જંગલો અને ખળખળ કરતી નદીઓથી પ્રકૃતિમય વાતાવરણ ઉભું કરે છે. અને એમાં  જંગલી પ્રાણીઓ અને ગીરની ઓળખ સિહંની ગર્જના ગિરનાર ને ધ્રુજાવી દે છે. હવે જોઈએ ગિરનાર અને તેની ગોદ માં આવેલ ધાર્મિક સ્થળો.જે જોવા માણવાનો અચૂક લાભ લેવા જોઈએ . સરખાડીયા હનુમાન: 
WSON Team
ગિરનાર ની ગોદ માં આવેલ હનુમાન ભગવાન નું આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. કહેવાય છે કે અહીં આવેલ કોઈ ભક્ત પોતાનું ધાર્યું કરવા મનોબળ મેળવે છે. ચારેબાજુ લીલીછમ વનરાઈ અને એકદમ નજીક વહેતી નદી,આસપાસ વિચરતા નીલગાય, સાબર અને હરણાં  હમેશા અહીં જોવા મળે છે. અહીં એક હનુમાનજીની વિશાલ પ્રતિમા છે. જેની સામે અખંડ ધૂન વર્ષોથી અવરીત ચાલુ છે. જ્યારે બાજુમાં જ ભોલેનાથ નું મંદિર આવેલ છે. અહીં બારેમાસ અન્નક્ષેત્ર ચાલે છે. જેમાં હજારો ભક્તો પ્રસાદ લે છે. અહીં આવવાનો માર્ગ ખૂબ સાંકડો અને પથરાળ છે. તેમજ સિંહ દીપડા જેવા જંગલી પ્રાણીઓની અવરજવર અહીં રહેતી હોવાથી અહીં આવવા જવા માટે વન વિભાગ ની પરવાનગી લેવી જરૂરી છે. તેમજ આ સ્થળ પર રાત્રી વાસ કરવાની મનાઈ છે. દિવાળી અને ઉનાળાની રજાઓમાં અહીં યાત્રિકો વધુ આવે છે. અહીં આવવા માટે જૂનાગઢ થઈ ભેસાણ રૂટ પર જતાં માલનકા ગામ પાસે રસ્તો છે જે સીધો સરખાડીયા હનુમાન સુધી પહોંચાડે છે. શક્ય હોય તો કાર કે ટુ વહિલર દ્વારા જઇ શકાય છે એડવેન્ચર અને સાહસિક લોકો માટે આ એક ઉત્તમ સ્થળ છે સાથે સાથે પીકનીક પોઇન્ટ તરીકે પણ હવે આ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું  છે. ઝીણા બાવાની મઢી:
WSON Team
ગીરની ગોદ માં ઝીણા બાવાની મઢી એક જાણીતું સ્થાન છે. કહેવાય છે કે સદીઓ પહેલા ઝીણા બાવા નામના સાધુ એ અહી વર્ષો સુધી તપ કરી પોતાની સાધના સિદ્ધ કરી હતી. જ્યાં આજે પણ પૌરાણિક મંદિર છે. જયારે કાર્તિકી પૂર્ણિમા પર ગીરનાર ની પરિક્રમા દરમિયાન લાખો યાત્રાળુઓ દર્શાર્નાથે આવે છે. અહી આવતા રસ્તામાં એક વડલો આવે છે. કહેવાય છે અહી મહાકાલી માતાનું સ્થાનક છે અને જે કોઈ અહી માનતા માટે આવે એની માનતા અચૂક પૂર્ણ થાય છે. ઝીણા બાવા ની મઢી એ એક અદ્દભુત જગ્યા છે. જ્યાં તમને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. સામાન્ય રીતે તે ગાઢ જગંલ માં આવેલ હોવાથી અહી લોકો રજા ના દિવસોમાં વધુ આવવાનું પસંદ કરે છે. અને શિયાળાની ઋતુ કે ઉનાળામાં અહી ભારે ભીડ જોવા મળે છે. લોક અહી સવાર થી સાંજ ફરવા આવતા હોય છે. બોરદેવી :
WSON Team
જંગલ ની મજા ને પ્રકૃતિનું   સાનિધ્ય માનવું હોય તો  જંગલની અંદર આવેલ બોરદેવી માતાજી ની જગ્યા છે જ્યાં આસપાસ ગઢ જંગલ અને ખળખળ કરતા ઝરણા અને નદીઓ છે. અહી જંગલી પ્રાણીઓ આવતા હોવાથી રાતવાસો કરવાની તો મનાઈ છે. પરંતુ દિવસ દરમિયાન તમે પીકનીક કે ફરવા માટે  જઈ શકો છો. આ સ્થળ ગીરનાર તળેટીની ગોધમાં આવેલ છે. એટલે કે ભવનાથ થી આશરે 8-10 કિમી જંગલ ની અંદર જવાનું છે. પ્રકૃતિને માણતા અને ગઢ જંગલોમાં ડરતા ડરતા જવાની એક ઓર મજા છે .કાર્તિકી પૂર્ણિમા પર ગીરનાર ની પરિક્રમા અહી જ પૂર્ણ થાય છે. આ છેલ્લો વિસામો છે. જ્યાં યાત્રિકો  માટે આખરી પડાવ છે જ્યાં ચાર દિવસ ના થાકેલા યાત્રિકો આરામ કરે છે અને માતાજીના દર્શન કરી યાત્રા પુર્ણ કર્યાના સુખ નો અનુભવ કરે છે. બોરદેવી આમ તો રાજાના દિવસો અને વિકેન્ડ દરમિયાન જ લોકોની અવાર જવર હોય છે. બાકીના દિવસોમાં અહી વધુ લોકો આવતા જતા નથી. અહી જમવા અને ચા પાણીની વ્યવસ્થા નિ:શુલ્ક મળી રહે છે. જટાશંકર : 
WSON Team
ગિરનારની ગોદમાં આવેલ આ સૌથી રમણીય અને સુંદર સ્થળ છે. જ્યાં શિવજીનું સુંદર મંદિર છે જે જટાશંકર તરીકે ઓળખાય છે. કારણકે  અહી મંદિર ની પાછળ ગીરનાર નું સૌથી મોટું ઝરણું વહે છે. જે ચોમાસામાં અતિ રમણીય લાગે છે જાણે શિવજીની જટા માંથી જ ધારા વહેતી હોય એવું લાગે છે. જટાશંકર અતિ સુંદર સ્થળ હોવાથી શ્રાવણ માસમાં અહી લોકોની ભારે ભીડ જોવા મળે છે. અહી બ્રાહ્મણો ને દેવતા પરશુરામજી નું પણ મંદિર છે. જેથી પણ આસ્થળે લોકોની અવર જવર વધુ જોવા મળે છે.દુર દુર થી અહી પ્રવાસ માં લોકો આવે છે. જેમાં પરિવારો , વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના પ્રવાસ હોય છે. અહી જમવાનું બનાવી ને સૌ પ્રેમ થી આરોગે છે અને પ્રકૃતિ નો આનંદ માણે છે. અહીયા આવા માટે આમ તો સાંકડી કેડી અને પગદંડી જ છે જે ચોમાસામ ખુબ જ લપસણી બની જાય છે. આમ છતાં લોકો અહી પહોંચે છે અને આનંદ માણે છે. રસ્તામાં જોવા મળતા હજારો વાંદરાઓ અને પક્ષીઓ ના કલરવ થી વાતાવરણ અલૌકિક લાગે છે.
WSON Team
આ કોઈ એક સ્થળ કે મંદિર ની વાત નથી ગીરનાર ની ગોદમાં હજારો મંદિરો અને પ્રકૃતિના ધામો આવેલાં છે. જે જોવા જોઈએ તો આયખું પણ ટૂંકું પડે. પરંતુ આ આજે આપને જે સ્થળોની વાત કરી તે હવે પ્રચલિત બન્યા છે. જ્યાં દુર દુર થી ખાસ લોકો કુદરત ને માણવા આવે છે. અને પ્રકૃતિના અ નજારા ને ભૌતિક જીવન થી દુર જઈ મન ભરીને માણવા આવે છે. જો કે અહી આવા જવાના તમામ રસ્તાઓ પર વન વિભાગની મંજ્રુરી લઇ ને જવા દેવામાં આવે છે. આમ છતાં બેમાસ દરમિયાન લોકોને અવાર જવર કરવા દેવાય છે. સવાર થી સાંજ રેવાની મંજુરી વન વિભાગ આપતું હોય છે.આ સ્થળો પર રાત્રવાસો કરવાની સખત મનાઈ છે. કારણક અહી જંગલી પ્રાણીઓ ની સુરક્ષાનો પશ્ર્ન છે.

જાણે, ગીરનો સાવજ પણ કહી રહ્યો હોય કે ” કુછ દિન તો ગુજારો ગીર મેં “

ખળ ખળ વહેતા ઝરણાઓ અને નદીઓ, છલકતા ચેક ડેમ, ચારે બાજુ ખખડતા વૃક્ષો અને કલરવ કરતા પંખીઓ, ચારે બાજુ દોડતા હરણાઓ આ દ્રશ્ય કોઈ સ્વપ્ન કે કલ્પના નથી, આ છે ગીર ની વાસ્તવિકતા એક તરફ ખુશનુમા બનેલું વરસાદ પછી નું વાતાવરણ અને બીજી બાજુ ગીરની લીલીછમ ચાદર ઓઢેલી ધરતી.જે કોઈ જુએ એક જ શબ્દ તેના મુખમાંથી શરી પડે….વાહ….કુદરત તો અહીં જ છે..અહીં જ છે બસ અહીં જ છે, આ શબ્દો માનવસહજ હોઈ શકે પરંતુ આ કોઈ પ્રાણી એની અદા માં કહે તો, હાલ ગિરનો વનરાજ ગીરની વનરાઈ અને વરસાદથી ખળ ખળ વહેતા ઝરણાઓ થી એટલો ખુશ થઈ રહ્યો છે. કે જંગલ નો આ રાજા અવારનવાર પહાડીઓ અને ઢોળાવો પર ચડી ગર્જના કરી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યો છે. હાલમાં તો જંગલમાં સિંહોની ગર્જના સાંભળવા મળતા જાણે લાગે કે ગીર ગર્વ કરતું હોય એવો અહેસાસ થાય છે.
WSON Team
ગીરના આહલાદક વાતાવરણ અને લીલીછમ વનરાઈ વચ્ચે ઘૂમતા સાવજ ઘણીવાર એક થી લઈ 15 ના સમૂહમાં પણ જોવા મળે છે. હાલમાં જ પ્રવાસીઓને જુનાગઢના ભેંસાણ તાલુકાના ગિરનાર જંગલ માં એક સાથે 15 સાવજો નો સમૂહ જોવા મળ્યો હતો. તો ગીરને આસપાના વિસ્તારોમાં ભવનાથ મંદિર અને અશોક શિલાલેખ પાસે પણ સાવજોની ફોજ આંટા મારતી થઈ ગઈ છે. જો કે અંગે જૂનાગઢ વનયજીવ વર્તુળ ના મુખ્ય અધિકારી ડૉ, ડી.ટી વસાવડા નું કહેવું છે કે, “પહેલા પણ સાવજો અહીં જોવા મળતા અને ગીર અને ગીરનારના જંગલો સાવજો નું નિવાસસ્થાન છે જેમાં આપણે પગપેસારો કરી રહ્યા છે. એ આપણને દખલ નથી પહોંચાડતા પરંતુ આપણે તેમને દખલ પહોંચાડી રહ્યા છીએ. આજનો જમાનો મોબાઈલ અને કેમેરાનો જમાનો છે એથી આ સાવજ આવવાની વાત વાયુવેગે પ્રસરે છે. જે પહેલા શક્ય નહતું. સાવજ નો ટેરે ટરી એરિયા વધુ હોવાથી એ મુક્ત રીતે હરિ ફરી શકે છે. હાલમાં ચોમાસુ ચાલે છે તો ગીર જંગલમાં ગાઢ ઘાસ ઊગી નીકળતા મચ્છર નો ઉપદ્રવ વધે છે. જેથી સિંહ ખુલ્લા વાતાવરણ માં જવાનું વધુ પસંદ કરે છે.”
WSON team
ગીરની ગરિમાને ગૌરવશાળી બનાવતા આ સાવજ જ્યારે ગર્જના કરે છે ત્યારે જાણે ગીરની સુંદરતામાં વધારો થતો હોય તેવો અહેસાસ થાય છે. હાલમાં લોકો ગીરના સાવજને રસ્તા પર બેઠેલા, પુલ પર વચ્ચે બિરાજેલા કે પછી રસ્તામાં આગળ ચાલતા જોઈ સકે છે, જેને જોવા લોકો પોતાનું વાહન થમભાવી કલાકો સુધી સિંહ ને જોયા કરે છે. આપને જણાવી દઈએ કે સાવજો ની એક પ્રકૃતિ છે.
WSON Team
જ્યાં સુધી કોઈ એને પરેશાન ન કરે ત્યાં સુધી એ સામું જોવા પણ તૈયાર નથી થતા. સાવજ હમેશા પોતાની મસ્તીમા લિન હોય છે, પરંતુ જો કોઈ એને છંછેડે તો એ હુમલો કરતા પણ અચકાશે નહિ. સિંહોની આ પ્રકૃતિને કારણે જ પ્રવાસીઓ આનંદથી અને ગર્વ થી સિંહોને જોઈ શકે છે કારણકે સિંહ એક એવું પ્રાણી છે. જેને જોઈએ તો પણ છાતી ગજ ગજ ફૂલી જાય છે. હાલ તો જે રીતે સાવજની ગર્જનાઓથી ગીર નું જંગલ ગુંજી ઉઠ્યું છે એ જોતાં એવું જ લાગે છે, કે જાણે ગીરનો સાવજ ખુદ પ્રવાસીઓને પોકાર લગાવી રહ્યો છે. “કુછ દિન તો ગુજારો ગિર મેં”