જીભ એ મનુષ્યના શરીરનો ખૂબ મહત્વનો અવયવ છે. જીભ વડે આપણે બોલી શકીએ છીએ, ખાઇ શકીએ છીએ અને અનેક પ્રકારના સ્વાદને અનુભવી શકીએ છીએ. તેથી જ મનુષ્યના બીજા બધા જ અંગો અને અવયવોની માફક જીભનું પણ આપણા શરીરમાં ખૂબ મહત્વ રહ્યું છે.
જીભનો બીજો સારો ગુણ એ છે કે તેની ઉપર થયેલી ઇજા શરીરના બીજા ભાગ કરતાં જલદી રૂઝાઇ જતી હોય છે. જેમ મનુષ્ય માટે જીભ મહત્વનું અવયવ છે તેમજ બીજા જીવો માટે પણ જીભનું મહત્વ ખાસ રહેલું છે. તો ચાલો જાણી લઇએ મનુષ્ય સિવાયના જીવો માટે જીભ કેટલું મહત્વ ધરાવે છે.
WSON Team
નાના નાના જીવો જેમ કે કાચીંડો, દેડકો, કીડીખાઉ વગેરે જીવોની જીભ તેમના માટે ખોરાક મોંમાં લાવવાનું પણ કામ કરી આપે છે. જેમ કે કાચીંડા અને દેડકા તેમની જીભ વડે થોડે દુર રહેલા નાના જીવને ઉપાડીને મોઢામાં મુકી શકે છે. તો લક્કડખોદ નામના પક્ષીની જીભ પણ લાંબી હોય છે, તે ઝાડની બખોલમાં નાના નાના દર કરીને રહેતા નાના જીવડાઓની બખોલમાં પોતાની જીભ નાખીને તેમને પોતાનું ભોજન બનાવતા હોય છે.
WSON Team
થોડા મોટા જીવની વાત કરીએ તો ચામાચીડીયા પોતાની જીભ વડે પાણી પી શકતા હોય છે, તો હમીંગબર્ડ પોતાની જીભ વડે ફુલોમાંથી રસ ચુસવાનું કામ કરતા હોય છે, જ્યારે ઉંટ, ગાય, જીરાફ જેવા પ્રાણીઓ પોતાની જીભને પોતાના મોઢા ઉપર ફેરવી શકે છે.
આ પ્રાણીઓના મોઢા ઉપર બેઠેલા નાના જીવ જેમ કે માખીને તેઓ આ રીતે જીભ ફેરવીને મોઢા ઉપરથી ઉડાડતા હોય છે. ત્યારે આ પ્રાણીઓ અને પક્ષીઓને જો પાણી પીવું હોય તો તે પણ પોતાની જીભ વડે પી શકે છે. જીભને પાણીમાં નળી જેવો આકાર બનાવી તે પાણીને જીભ વડે જ મોઢામાં ચુસી લેતા હોય છે.
આ દુનિયામાં બ્લૂ વ્હેલની જીભ સૌથી મોટી ગણવામા આવે છે. ત્યારે ચીનના ઊંટની જીભ કાળા કલરની હોય છે. જ્યારે નેક્ટરબેટ નામના ચામાચીડીયાની જીભ સૌથી લાંબી હોવાનું માનવામાં આવે છે. નેક્ટર બેટની જીભ તેના શરીર કરતાં દોઢ ગણી લાંબી હોય છે.
દાંત વિનાના રીંછની વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિનું નિવાસ સ્થળ, જેસોર સ્લોથ બીઅર અભયારણ્ય ગુજરાત અને રાજસ્થાન રાજયોની સરહદ પર આવ્યું છે.
રાજસ્થાનના થરના રણમાં વિસ્તરેલું આ અભયારણ્ય રણ વિસ્તાર સહિત 180 ચો.કિમીનો વિસ્તાર ધરાવે છે. આ અભયારણ્યનું નામ અરવલ્લી પર્વતમાળાનો એક ભવ્ય હિસ્સો જે જેસ્સોર તરીકે જાણીતો છે. તેના પરથી રાખવામાં આવ્યું છે. આ અભ્યારણ્ય ચિત્તો,સાંબર,બ્લુ બુલ્સ,જંગલી બોર,તાડગોળા ( તાડફળ ) તેમજ સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સહિત 105 પ્રકારના પક્ષીઓનું મુળ વતન છે. અભયારણ્યના સુકા હવામાને 405 જેટલા વનસ્પતિના છોડને ખીલવ્યાં છે.
જેમાં મોટા ભાગે કાંટાળઆ છોડનો સમાવેશ થાય છે. બનાસકાંઠાના જિલ્લાના પાલનપુરથી 25 કિ.મી અંતરે આવેલું જેસોર અભયારણ્ય ફોટોગ્રાફીના શોખીનો માટેનું ગુજરાતનું એક માનીતું અને આકર્ષે તેવું સ્થળ છે. જેસોર અભયારણ્યમાં રહેવા માટે આદર્શ સ્થળ એટલે જંગલ ખાતા દ્વારા તૈયાર કરાયેલી અને સુવ્યવસ્થિત રીતે જાળવણી કરાયેલી ઝુંપડીઓ અને કોટેજીઝ છે. જે પર્વતોથી ઘેરાયેલા તળાવની ફરતે આવેલી છે.
જેસોર સ્લોથ બીઅર સેન્કચ્યુઅરીની મુલાકાતે જવાનો યોગ્ય સમય ચોમાસા દરમ્યાનનો છે. પરંતુ આ સમયની મુલાકાતે જતી વખતે ઘુંટણ સુધીના બુટ તથા રેઈનકૉટ તમારે પહેરવા જ પડશે જેનાથી તમે જળો ( પાણીમાં રહેતા અને લોહી પર જીવતા જંતુ )થી બચી શકશો. આ અભયારણ્યમાં વનપ્રાણી સુષ્ટિ સિવાય ત્યાં કેદારનાથ મહાદેવ મંદિર અને મુનિ જી કી કુટિયા આ બન્ને સ્થળો પણ વધારાના આકર્ષણના કેન્દ્રો છે.
વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી : સરકારની મંજૂરી મળ્યા બાદ કવાયત શરૂ કરાશે
એશીયાઇની સિંહોની વસ્તી ધરાવતી એકમાત્ર ગીર અભ્યારણમાં વિહરતા દિપડામાં પણ રેડીયો કોલર લગાવવા માટે યોજના તૈયાર કરવામાં આવી છે. પ્રથમ તબકકે પાંચ દિપડામાં રેડીયો કોલર લગાવવામાં આવશે. દિપડાની મુવમેન્ટ પર નજર રાખવા તથા વન્ય પ્રાણી અને માનવીઓ વચ્ચેનું ઘર્ષણ રોકવાના ઉદ્દેશ સાથે આ યોજના તૈયાર કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ દર વર્ષે દિપડાઓને કારણે સરેરાશ 15 લોકોના મોત થતા હોય છે અને 45થી વધુ લોકોને દિપડા ઘાયલ કરતા હોય છે. આ સંજોગોમાં દિપડાની મુવમેન્ટ પર વોચ રાખવા અને તેઓ માનવ વસાહતમાં ઘુસીને માનવીઓ પર કોઇ હુમલો ન કરે તેની વોચ રાખવા માટે રેડીયો કોલર લગાવવાની યોજના ઘડવામાં આવી છે. આ યોજના સાકાર બનવાના સંજોગોમાં ગુજરાતમાં પ્રથમ વખત દિપડા પર રેડીયો કોલર લાગશે.
ગીર અભ્યારણમાં છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 674 સાવજ છે અને તેટલી જ સંખ્યામાં દિપડા હોવાનો અંદાજ છે. દિપડાની છેલ્લી વસ્તી ગણતરી ર016માં થઇ હતી અને ત્યારે આખા રાજયમાં 139પ દિપડા હોવાનું માલુમ પડયુ હતું. તેમાંથી 4પ0 જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં હોવાનું જણાયું હતું. દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજય છે જયાં સિંહ અને દિપડાનો સંયુકત વસવાટ છે. ગુજરાતમાં વન વિભાગ દ્વારા વન્ય જીવોનો શિકાર અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાઓ લેવામાં આવ્યા જ છે. અને સતત પેટ્રોલીંગ કરવામાં આવતું હોય છે.
અલીગઢ મુસ્લિમ યુનિ. દ્વારા તાજેતરમાં સિંહ અને દિપડાના સંયુકત વસવાટ પર એક રસપ્રદ સંશોધન કરવામાં આવ્યું હતું અને તેમાં એવું તારણ નીકળ્યું હતું કે બંને વન્ય જીવો જંગલમાં અલગ અલગ સમય વિહરવા નીકળે છે. સાવજો મોટા ભાગે જંગલના ખુલ્લા ઉપરાંત ગાઢ વિસ્તારમાં વિરહતા હોય છે. જ્યારે દિપડા મુખ્યત્વે ગાઢ વિસ્તારમાં અને નદી-પાણી સ્ત્રોત ધરાવતા વિસ્તારની આસપાસ જ વસવાટ કરતા હોય છે આ કારણે સાવજ અને દિપડા વચ્ચે કોઇ ઘર્ષણ થતું નથી. દિપડા ઝાડ ઉપર પણ ચડી જતા હોવાના કારણે સાવજો સાથે કોઇ સીધુ ઘર્ષણ થતું નથી.
ગત કેટલાક દિવસથી વડોદરા જીલ્લાના ડભોઈ પંથકમાં નદી કિનારાના વિસ્તારોમાં પશુઓનું મારણ કરીને લોકોમાં ભય ફેલાવનારો દીપડો ડભોઇ તાલુકાના ચાંદોદ નવા માંડવા ખાતેથી પાંજરે પૂરાયો હતો. જેને લઈ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. આ સાથે જ હજૂ પણ પંથકમાં 5થી વધુ નાના-મોટા દીપડા હોવાનું જાણવા મળ્યું છે.
ચાંદોદના માંડવા ખાતે આવેલા પરમહિત આધ્યાત્મિક સંકુલની ગૌશાળામાં 2 દિવસ પૂર્વે દીપડાએ રાત્રિના સમયે 2 વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા ચાંદોદની નેચર હેલ્થ ફાઉન્ડેશન ટીમની મદદથી પરમહિત આધ્યાત્મિક સંકુલમાં તાત્કાલિક પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેથી રાત્રીના સમયે લટાર મારવા નીકળેલો 4 વર્ષીય દીપડો બકરાના મારણ સાથે મુકેલા પાંજરામાં પૂરાઈ ગયો હતો. દીપડો પાંજરે પૂરાતા જ આસપાસના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, હજૂ પણ આ વિસ્તારમાં 5થી વધુ નાના-મોટા દીપડાઓ દેખાઈ રહ્યા છે. વન વિભાગના અધિકારી તેમજ નેચર હેલ્થ ફાઉન્ડેશનની ટીમ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી આરંભાઇ છે. દીપડો પાંજરે પુરાયો હોવાની વાત પ્રસરતા જ ચાંદોદ નવા માંડવાના પરમહિત આધ્યાત્મિક સંકુલ ખાતે ગ્રામજનો એકત્ર થયા હતા.
નમિબીઆના કાંઠે 7000 થી વધુ સસ્તન પ્રાણીસૃષ્ટિની સીલ મૃત હાલતમાં મળી આવી છે. આટલી મોટી સંખ્યામાં સીલ માર્યા ગયા પછી વૈજ્ઞાનિકો ચિંતિત બન્યા છે. આ સીલ વોલ્વિસ ખાડી શહેર નજીક પેલિકન પોઇન્ટ કોલોનીના રેતાળ દરિયાકિનારા પરના કચરાપેટીમાં મૃત હાલતમાં મળી આવી છે.
સપ્ટેમ્બર મહિનામાં આ સસ્તન પ્રાણીઓ કરે છે પ્રજનન
‘એવો અંદાજ છે કે એકલી આ વસાહતમાં 5,000થી વધુ સંખ્યામાં સીલ રહે છે. સપ્ટેમ્બર મહિનામાં આ સસ્તન પ્રાણીઓ પ્રજનન કરે છે અને નવી સીલને જન્મ આપે છે જે તેમની સંખ્યા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઓક્ટોબરના પહેલા બે અઠવાડિયામાં કોલોનીમાં મોટી સંખ્યામાં સીલભ્રૂણ જોવા મળ્યા
નામિબિયાઈ ડોલ્ફિન પ્રોજેક્ટના વડા ડો. ટેસ ગ્રીડલીએ જણાવ્યું હતું કે ઓક્ટોબરના પહેલા બે અઠવાડિયામાં કોલોનીમાં મોટી સંખ્યામાં સીલભ્રૂણ જોવા મળ્યા હતા. મોટા પાયે સીલના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ વૈજ્ઞાનિકોને પ્રદૂષકો અથવા બેક્ટેરિયલ ચેપથી કુપોષિત રહેવાને કારણે તેના મરણનું કારણ હોઈ શકે છે.
1994 માં 10,000 સીલના મોત અને 15 હજાર ભ્રૂણ દાટી દીધા
ગ્રીડલીએ જણાવ્યું હતું કે મૃત માદાઓમાંથી કેટલીક પાતળી દેખાતી, નબળી કૂપોષિત અને ઓછી ચરબી વાળી સીલ જોવા મળી હતી. 1994 માં 10,000 સીલ મૃત્યુ થઈ હતી અને 15,000 ભ્રૂણને એક સામૂહિક ડાર્ક ઓફમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમનું પણ મોત થયું હતું.
સીલનું મોત થવા પાછળ ખોરાકનો અભાવ હોઈ શકે
નામિબીઆના મત્સ્યઉદ્યોગ અને મરીન રિસોર્સિસ મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એનેલી હૈફેને જણાવ્યું હતું કે તેમને આશંકા છે કે મોટી સંખ્યામાં સીલનું મોત થવા પાછળ ખોરાકનો અભાવ હોઈ શકે છે. પરંતુ તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ જ સત્ય બહાર આવી શકે છે.