જૂનાગઢ: અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત વનવિભાગે હાથ ધરી તપાસ

જૂનાગઢ થી વંથલી જતા વેરાવળ હાઈ વે પર બુધવારના રોજ વહેલી સવારમાં કોઈ અજાણ્યા વાહન ની અડફેટે દીપડો આવી જતા દીપડા નુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
Social Media
મળતી માહિતી મુજબ જૂનાગઢ નજીક રસ્તા પર બનેલ આ અકસ્માત ને જોવા ને ખાસ કરીને દીપડાને જોવા લોકોના ટોળા ઊમટી પડ્યા હતા. કોઈ મોટા વાહનની અડફેટે આવેલ દીપડો ખૂબ ઘવાયેલા હાલત માં મળી આવ્યો હતો. અને અકસ્માત ના થોડા સમયમાં જ આવી પહોંચેલ વન વિભાગ દ્વારા મૃત દીપડાને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે અકસ્માત સર્જી નાસી છુટેલ વાહન ચાલક ની શોધખોળ વન વિભાગ કરી રહ્યું છે.
Social Media
એક બાજુ ગુજરાત સરકાર વન્ય જીવોને માટે કરોડોના ખર્ચ કરે છે ને બીજી તરફ દીપડા અને સિંહોના મૃત્યુ ટપાટપ થઈ રહ્યા છે. ત્યારે વન્યપ્રેમીઓ વન્ય જીવોની સુરક્ષા ને લઈ ચિંતિત બન્યા છે. દીપડાના મૃત્યુનો આંક દર વર્ષે વધી રહ્યો છે. એ જોતાં વન વિભાગ તાકીદે કોઈ પગલાં લે તે ખૂબ જરૂરી છે .

સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના સોનઠા ગામની સીમમાં દિપડો આવતાં ગ્રામજનોમાં ફફડાટ

વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દિપડાને પીંજરામાં પુરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો

સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામોમાં અવાર-નવાર દિપડો જેવા જંગલી જાનવરો આવી ચડવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે ચુડા તાલુકાના સોનઠા ગામની સીમમાં અચાનક દિપડો આવી જતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. શિકારની શોધમાં આજકાલ જંગલી પ્રાણીઓ મારણ કરવા માટે જંગલો માંથી માનવ વસ્તિ તરફ આવવા લાગ્યા છે. અચાનક જંગલી પ્રાણીઓ માનવ વસ્તિમાં આવી ચઢતા લોકોમાં ભય સાથે ફફડાટ ફેલાય છે.
WSON Team
મળતી માહિતી મુજબ ગામની સીમમાં અચાનક દિપડો આવી જતા અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ધટનાસ્થળે આવી પહોંચ્યા હતાં અને રેસ્ક્યુ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું.દિપડા જેવા અન્ય જંગલી જાનવરો ખોરાકની શોધમાં અવાર નવાર રખડતાં ભટકતાં જીલ્લાના છેવાડાના ગામોમાં આવી ચડે છે. ત્યારે ચુડા તાલુકાના સોનઠા ગામમાં દિપડો આવી ચડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જયારે લોકોના ટોળેટોળાં દિપડાને જોવા ઉમટી પડયાં હતાં. જયારે આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ ધટના સ્થળે આવી પહોંચી હતી. વનવિભાગ દ્વારા પીંજરૃ મુકી દિપડાને ઝડપી પાડવા રેસ્ક્યુ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું. જેમાં ભારે જહેમત બાદ દિપડાને પીંજરામાં પુરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સાસણ ગીર: દલખાણિયા રેન્જમાં 23 એશિયાટીક સિંહોને ભરખી જનારી બીમારી આવી ક્યાંથી?

ગીરની દલખાણિયા રેન્જમાં 23 સિંહોનાં મોત નીપજતાં સ્થાનિક લોકો પણ હતપ્રભ છે. સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રાજ્ય સરકારે અલગ-અલગ તારણો અને નિવેદનો જાહેર કર્યાં છે. છેલ્લે મુખ્ય કારણ વાઇરસ-બીમારીનું જાહેર કરવામાં આવ્યું છે. માત્ર ઇનફાઇટ (આંતરિક લડાઈ)ને લીધે આટલી મોટી સંખ્યામાં સંહાર ન થાય. એક મહિનાની આ બધી પરિસ્થિતિ વચ્ચે ગીરના જંગલમાં પૂર્વની દલખાણિયા રેન્જના સ્થાનિક લોકોની મુલાકાતથી વધુ જાણકારી પ્રાપ્ત થઈ છે જેમાં કોઈ અહીં શેમાડી નાકે ફેંકવામાં આવતાં મૃત ઢોરની વાત કરે છે, તો કોઈ ભાદરવાના અસહ્ય તાપને પણ આશ્ચર્ય વચ્ચે કારણ તરીકે રજૂ કરે છે, જ્યાં રેન્જનો ડામર રસ્તો પૂરો થઈને જંગલ આવેલું છે. ત્યાં અંતરિયાળ ધાંધા નેસના માલધારીઓ રહે છે. મુળાભાઈ રાતડિયાએ જણાવ્યું કે, બધા સિંહ સાફ થઈ ગયા છે. તે વાત ખોટી છે. અમે માલ લઈને ત્રણ કરકડી (ડુંગર)માં ગયા હતા. ત્યાં હજી પણ એક સિંહને જોયો છે. બીમારી છે, તે વાત સાચી છે. ખખુડી-મખુડી જેવો થઈ ગયો છે. જંગલ સ્ટાફના માણસો રાત્રે તેને શોધવા ગયા છે. બચે તો સારું. સ્વતંત્રતા મળી પછીથી પ્રથમ વાર આ રીતની બીમારી જોવા મળી છે. બાકી તો અહીં રાત્રે સિંહ નિયમિત આવે છે. માલઢોર ચરાવવા જઈએ છીએ ત્યાં પણ મારણ માટે સાવજ આજુબાજુ ફરતા હોય છે. હાકલા-પડકારાથી ભાગી જાય છે, કારણ કે તે પણ ચોરી કરવાનો ઇરાદો ધરાવે છે અને ચોરી સમયે ડર લાગે છે. સિંહ એક ખાનદાન પ્રાણી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ભાગ્યે જ તેમાના કોઈ સાવજનાં દર્શન થયાં છે. ધાંધા નેસ નજીક જ વનવિભાગ દ્વારા સિંહને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું છે. અંદર મૃત પશુ પણ છે, પરંતુ વિસ્તારમાં સિંહની સંખ્યા જ એકલ-દોકલ થઈ જતાં પાંચ દિવસથી પાંજરું એમ જ પડ્યું છે. અંદર મારણ પણ એમ જ છે.  સાત-આઠ દિવસ પહેલા બે સિંહ-સિંહણને ખાતાવાળા પકડી ગયા છે. બીમારીના કારણે ચેકિંગ કરવા જામવાળા લઇ ગયા છે. ત્યાર પછી એકેય વાર સિંહ દેખાયા નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી માલધારીઓને જંગલમાંથી બહાર કાઢવા લાગ્યા છે. તેનું આ પરિણામ છે. પહેલાં સિંહ-સિહણ-બચ્ચાંઓને તાજો ખોરાક મળી રહેતો હતો. હવે તે બંધ થતાં બહાર ખાવા-ફરવા નીકળે છે. એટલે બીમારી આવી હોય તેવું બની શકે છે. આંબાગાળો થોડા ખોરડાનું ગામ છે. સિંહના આંટાફેરા ચાલતા રહે છે, પરંતુ એ વાત ભૂતકાળ બની ગઈ છે.  આટલાં વર્ષોમાં ભાદરવાની ગરમી પ્રથમ વાર આટલી હદે વધી છે. તેને કારણે પણ સિંહ આ સીઝનમાં ગરમીથી ટેવાયેલા ન હોવાથી બીમાર પડ્યા હોય, તેવું બની શકે છે. અન્ય રેન્જની સરખામણીએ દલખાણિયાનું જંગલ પાંખું થઈ ગયું છે.આ રેન્જમાં આપાગીગાનો વડલો સાવજનું ઘર છે. નિયમિત સવાર-સાંજ કુંડીમાંથી પાણી પીવા આવે છે. બીમારી બાદ હું અહીં એકલો પડી ગયો હોય તેવું લાગે છે. આપાગીગા બે વર્ષ વડલે રહીને ગયા પછી નિર્જનતા વ્યાપી ગઈ તેવી સ્થિતિ હાલ સિંહોના ગયા પછી ફેલાઈ ગઈ છે. સાસણગીર પશ્ચિમ ગીરમાં છે, તો દલખાણિયા ગીર પૂર્વમાં છે. છતાં અહીં માત્ર એક જ રેન્જમાં 23 સિંહોનાં મોત રહસ્યમય છે. શેમાડી નાકું સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર એવી જગ્યા છે કે ત્યાં મૃત માલ-ઢોર મૂકવામાં આવે છે અને સિંહ પરિવારને ખોરાક મળે છે, પરંતુ એ દિવસો સુધીનો વાસી ખોરાક હોવાને લીધે અથવા કોઈ વાઇરસ-બીમારી ધરાવતા પશુને ખાવાને લીધે રેન્જના બધા સિંહ ઉપર અસર થઇ હોય તેવો પણ એક મત છે. કોટડા, પાણિયા, મીઠાપુર નકી, સોઢાપરા, સાખપર જેવા ગામના લોકો પણ મતમતાંતર ધરાવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને સરકાર દ્વારા કારણ વાઇરસ-બીમારી આપવામાં આવ્યું છે, પરંતુ તે શેના લીધે થયું તેની કોઈ સ્પષ્ટતા નથી, ત્યારે સ્થાનિક લોકોના આ જુદા જુદા મતથી કંઈક પરિણામ મળે અને સિંહ બચે તે અપેક્ષા છે.

ગીરના એશિયાટીક સિંહોની ડણક હવે ગાંધીનગરમાં પણ ગુંજશે

ગાંધીનગરના પાદરે આવેલા ગીર ફાઉન્ડેશન સંચાલીત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેનું આકર્ષણ ગુમાવી રહ્યું છે ત્યારે જ અગાઉની દરખાસ્તને ધ્યાનમાં લઇને હવે જુનાગઢથી એશિયાટીક સિંહોની જોડીને ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ આગામી દસ દિવસની અંદર આ એશિયાટીક સિંહની જોડીને ગુજરાતના પાટનગર ગાંધીનગર લાવવામાં આવશે. જે માટેની તૈયારીઓ લગભગ પુર્ણ થઇ ગઇ છે. અહીં પાંજરૃ પણ બનાવી દેવામાં આવ્યું છે તો કેઝ કિપરને ટ્રેનીંગ માટે જુનાગઢ પણ મોકલવામાં આવ્યા છે. એટલે આગામી દિવસોમાં હવે ગીરના એશિયાટીક સિંહોની ડણક ગાંધીનગરમાં સાંભળવા મળશે. છેલ્લી ગણતરી પ્રમાણે સિંહની વસ્તી ગીરમાં વધી રહી છે અને પોતાના વિસ્તારની લડાઇને લઇને તેઓ ગીર અભિયારણ્યની બહાર પણ સ્થાયી થયા છે. તો બીજીબાજુ છેલ્લા એક મહિનાથી ગીરની દલખાણીયા રેન્જમાં ૨૩ સિંહો જે રીતે એક પછી એક મોતને ભેટયા તે પણ ચિંતાનો વિષય બન્યો છે. સમગ્ર ગુજરાતનું ગૌરવ સૌરાષ્ટ્રના આ સિંહોના અસ્તિત્વ માટે હવે સરકાર વિચારી રહી છે અને લાંબાગાળે પણ સિંહને કોઇ તકલીફ ન પડે તે માટેનું સુચારૃ આયોજન કરવામાં આવી રહ્યું છે તો બીજીબાજુ પ્રાણીસંગ્રહાલયમાં સિંહની વસ્તી વધે તે માટે પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરના પાદરે આવેલા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન મારફતે વારંવાર સિંહની માંગણી કરવામાં આવતી હતી. જેને ધ્યાને લઇને આખરે જુનાગઢથી સિંહ અને સિંહણની પુખ્ત જોડી ગાંધીનગરમાં લાવવાની લીલીઝંડી મળી ગઇ છે. બીજીબાજુ સિંહ પ્રેમીઓમાં પણ સિંહને જોવાની ઇન્તેજારી વધી ગઇ છે. અને સિંહના સ્વાગત માટે તૈયારીઓ આરંભાઇ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કના ત્રણ કેઝ કિપરને જુનાગઢના ઝુમાં ટ્રેનીંગમાં મોકલવામાં આવ્યા છે જ્યાં આઠ વર્ષની સિંહણ અને દસ વર્ષના સિંહ કે જેને ગાંધીનગર લાવવામાં આવનાર છે. આ સિંહની જોડીની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે જે માટે ગાંધીનગરથી વેટરનરી ડોક્ટર પણ ત્યાં જશે અને તેની મંજુરી બાદ જ સિંહની જોડીને ગાંધીનગર લવાશે. દસ દિવસની અંદર જુનાગઢ ઝુમાંથી સિંહની જોડીને ગાંધીનગર લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રોડામાં અગાઉ વર્ષ ૨૦૦૧માં એક સિંહ હતો. હવે આગામી દિવસોમાં ફરી સિંહોની ડણક પાટનગરમાં સાંભળવા મળશે.

એશિયાટીક સિંહો માટે અમેરિકાથી મંગાવાયેલ રસી કેટલી અસરકારક !

ગીર પંથકમાં એક પછી એક 23 એશિયાટીક સિંહોના મોત બાદ જાગેલા વન વિભાગે તાબડતોબ અમેરિકાથી 300 વેકસીન મંગાવી લીધી છે. પરંતુ કેનાઈન ડિસ્ટેમ્પર એ ડોગ ફેમિલી નો રોગ છે. જે વાયરસ થી ખૂબ ઝડપથી ફેલાય છે. અને ખાસ કરીને શિયાળ, વરુ જેવા ડોગ ફેમેલીની પ્રજાતિમાં પ્રસરે છે. જ્યારે સિંહ એ કેટ ફેમેલીની પ્રજાતિમાં આવે છે. ડોગ ફેમેલીના રોગ ની રસી કેટ ફેમેલીના એશિયાટીક સિંહોને બચાવવા નો અખતરો કરવામાં આવનાર છે.
WSON Team
હાલ સાસણ એનિમલ કેર સેન્ટર માં રાખવામાં આવેલ 10 એશિયાટીક સિંહોમાં બેબેસિયા પ્રોટોઝોઆ ઇન્ફેક્શન મળી આવ્યું. છે જે એક જાતનો માનવજાત માં થતા મલેરિયા જેવો છે. જેથી હાલ તો આ 10 એશિયાટીક સિંહોને કોઈ ખતરો નથી. પરંતુ જો તે પ્રથમ સ્ટેજ માં હોય તો બાકી બીજા ત્રીજા સ્ટેજ માં હોય તો સિંહો માટે ખતરો છે તેમ કહી શકાય. આ સ્ટેજમાં સિંહોના શરીરમાં લોહીનું પાતળું થવું નબળાઈ આવાથી એક જ જગ્યાએ બેસી રહેવુ. મૂત્ર નો રંગ કથ્થાઈ થઈ જવો જેવા લક્ષણો મળી આવે છે. જો કે જંગલમાં ફરતા સિંહોમાં આ લક્ષણો શોધવા કે નોંધવા મુશ્કિલ છે. આ કામ ફેયણું ( એશિયાટીક સિંહો પર સતત નજર રાખવા )  બીટગાર્ડ કે વનકર્મી જ એશિયાટીક સિંહો ની વર્તુણક ના આધારે કહી શકે કે સિંહ બીમાર છે કે નહીં.
WSON Team
ગત્ત તા.12 સપ્ટેમ્બર થી તા. 23 સપ્ટેમ્બર સુધી માં જે 11 એશિયાટીક સિંહો મૃત્યુ પામ્યા તેમાં ફેયણાંની કામગીરી પહેલી થી જ યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામા આવી હોત તો પુરી આજે 23 એશિયાટીક સિંહોના મૃત્યુ આંકના થયો હોત. હવે જ્યારે 4 માં કેનયન ડિસ્ટેમ્પર વાયરસ ની અસર જોવા મળી છે. જો પુનાની નેશનલ વાયરોલોજી ઇન્સ્ટિટયૂટ ના રિપોર્ટમાં આવ્યું હોય તો સમસ્યા વધુ ગંભિર બને એ પહેલા કોઈ સચોટ કદમ ઉઠાવવા જોઈએ. પરંતુ જેમ ઉતાવળમાં ભૂલ વધું થાય તેમ ક્યાંક અમેરિકાની આ રસી એવું તો સાબિત નહીં કરે ને ? શું છે આ કેનયન ડિસ્ટેમ્પર વાયરસ ?
WSON Team
કેનયન એટલે કૂતરાને થતો વાયરસ નો રોગ જે સ્વાઈન ફલૂ ની જેમ હવાના કણોમાં પણ ઝડપથી વિકસે છે અને ફેલાય છે. ખાસ કરીને પ્રાણીઓને ઝપેટમાં લે તો ખતરનાક થઈ શકે છે. પરંતુ સામાન્ય રીતે કેટ ફેમેલી માં નહિવત થાય છે. આ પહેલા વર્ષ 1994 માં દક્ષિણ આફ્રિકાના ટાંન્ઝાનિયા સરોગેટ પ્રાણીસંગ્રહાલયમાં એક સાથે 1000 સિંહોના મોત નું કારણ બન્યો હતો. અને ભારતમાં પણ ઘણા કેસ બની ચુક્યા છે. પરંતુ આજ દિન સુધી સિંહો માટે કોઈ અસરકારક રસી સિંહો માટે બનાવવામાં આવી નથી. હાલ જે રસી અમેરિકાથી ભારત સરકારે મંગાવી છે એ કુતરાઓ માટેની છે. સિંહો પર એક અખતરા રૂપે સાબિત થશે હાલ સ્વસ્થ સિંહોને જેને કોઈ રોગ લાગુ પડી જ ગયો છે તેને આપવી હિતાવહ નથી. આ કેનયન ડિસ્ટેમ્પર કેટલો ખતરનાક છે એ તો સમજાય ગયું હશે, હવે જોઈએ તેના લક્ષણો.
WSON Team
– પ્રાણીને નાકમાંથી લોહી નીકળવું. – આંખમાંથી પાણી વહાવ્યા કરવું. – સિંહ સંપૂર્ણ અશક્ત બની જાય. – સિંહોના મગજ પર પણ અસર થાય છે. પ્રાણીનું અડધુ શરીર પેરેલીસીસની ઝપેટમાં આવી જાય છે. કેનયન ડિસ્ટેમ્પરની સિંહો માટે કોઈ દવા નથી.
WSON Team
હાલ જે 4 સિંહો માં આ કેનયન ડિસ્ટેમ્પર વાયરસ જોવા મળ્યો છે. એના સ્વસ્થ હોવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. મતલબ કે તેનું મૃત્યુ નક્કી જ છે. પરંતુ સાથે સાથે તેના શરીરમાંથી ફેલાતા વાયરસના જંતુઓ હવામાં ભળે તો બીજા અનેક પ્રાણીઓ અને સિંહો ની પ્રજાતિ પર ખતરો આવી શકે છે. હાલ વન વિભાગ કહે છે કે, જામવાલા રેસ્ક્યુ સેન્ટરમાં રાખેલ 33 સિંહો અને જશાધર મા રાખેલ 31 સિંહો સુરક્ષિત છે.પરંતુ સાસણ એનિમલ કેર સેન્ટર માં રાખેલ 10 માં પ્રોટોઝોઆ બેબેસિયા ના પ્રથમ સ્ટેજ માં મળી આવ્યો છે. મતલબ કે ખતરો હજુ સિંહોના ભોગ લેવા બેઠો જ છે. એમ કહેવું ખોટું નથી, અમેરિકાથી મંગાવેલ રસી કેવીરીતે કામ કરશે ?
WSON Team
અમેરિકાના દુલુક શહેરમાંથી કેરેટ નામની રસી મંગાવવામાં આવી છે. અમેરિકાથી મંગાવેલ આ રસીની અસર એક વર્ષ સુધી રહે છે. હાલતો રૂપિયા 9 લાખના ખર્ચે અમેરિકાથી 300 રસી મંગાવવામાં આવી છે. આ રસીને 4થી 6 ડીગ્રી તાપમાનમાં રાખવામાં આવશે. આ રસી એશિયાટીક સિંહોને આપવા લંડનથી વેટરનરી ડોકટરની ટિમ આવી રહી છે. જે એશિયાટીક સિંહો ના પરીક્ષણ કરી ક્યારે અને કોને આપી શકાય તે નક્કી કરશે. ત્યાર બાદ ક્રમશઃ 0 દિવસ, 21 દિવસ અને 42 દિવસ એમ ત્રણ ડોઝ માં રસીકરણ હાથ ધરવામાં આવશે.
WSON Team
પ્રાયોગિક ધોરણે સૌ પ્રથમ જુનાગઢ સક્કરબાગ ઝુ ના સિંહોને આપવામાં આવશે ત્યારબાદ ગિરનારના જંગલોમાં અને ગીરના જંગલોમાં આપવા માટે સર્વે હાથ ધરાશે. જંગલમાં આ રસીકરણ ખૂબ જ અશક્ય છે. કારણકે એક સિંહ ને 42 થી 45 દિવસ સુધી એક જગ્યા એ પુરી રાખવો પડે જે જંગલના 600થી વધુ સિંહો માટે કેવી રીતે શક્ય બનાવી શકાય એ મોટો પ્રશ્ન વન વિભાગના અધિકારીઓ માટે બની રહ્યો છે.
WSON Team
બીજો પણ એક યક્ષ પ્રશ્ન એ છે કે આ રસી કુતરાઓ પર અસરકારક છે નહીં કે સિંહો માટે તો પછી સિંહો ને દેવાથી શુ સફળતા મળશે ? કે પછી સિંહો પર વિપરીત અસર થઈ તો ? એટલે જ પ્રાયોગિક ધોરણે કેટલાક સિંહો પર દેવામાં આવશે. જેથી રસી ની અસર અને રિએક્શન અંગે અભ્યાસ થઈ શકે.
WSON Team
હાલ તો સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટે ફિટકાર વરસાવી ગુજરાત સરકાર પાસે જે જવાબ માંગ્યો છે એના જવાબ માં ગુજરાત સરકાર એ તાબડતોડ રસી મંગાવી અને કોર્ટને જવાબ આપવાની કોશિશ કરી છે કે અમે સિંહોના સુરક્ષા અને સ્વસ્થતા માટે સંવેદનશીલ છીએ. પરંતુ સિંહોના બચાવ નો કોઈ રસ્તો હાંલ તો સરકાર પાસે કે કોઈ પણ પાસે નથી. જંગલ નો રાજા ભગવાન ભરોસે છે એ જરૂર કહી શકાય.