વડોદરા: વન્યજીવન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વન્યજીવનનું સંરક્ષણ તસવીર પ્રદર્શનનો પ્રારંભ

ચાર તસવીરકારોની જંગલ જીવનનો આગવો ધબકાર રજૂ કરતી 60 વિરલ તસવીરો રજુ કરાઈ

હાલમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જેનો આશય સમાજમાં અને ભાવિપેઢીને જંગલો અને વન્યજીવન વારસાનું મહત્વ સમજાવવાનો અને તેના સંરક્ષણની ચેતના જગવવાનો છે. તેના ભાગરૂપે ખૂબ જ ખંત અને નિષ્ઠાથી, જંગલો અને વેરાન પ્રદેશો, તળાવો, સરોવરો અને સમુદ્ર કાંઠાઓ પર પરિભ્રમણ કરીને પશુપક્ષી જીવનને કચકડે કંડારતા ચાર તસવીરકારો મનોજ ઠાકર, દેવર્ષી ગાંધી, દયાનેશ ત્રિવેદી અને નેહા પરમારની ૬૦ અદભૂત વન્ય જીવન છબીકલાનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.
Social Media
વડોદરા શહેરની ફાઇન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શન ખંડ ખાતે કન્ઝર્વેશન થ્રુ કેમેરા-કેમેરાના માધ્યમથી વન્ય જીવનના સંરક્ષણની ચેતના વિષયક આ પ્રદર્શનનો આજે ભારતીય વન સેવાના અધિકારી ડૉ. સંદિપકુમારે પ્રારંભ કરાવ્યો હતો. વન્યજીવન સુરક્ષાના ધ્યેયને વરેલા ડૉ. સંદિપકુમારે તસવીરકારોના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત ખૂબ જ ભાતીગળ વિવિધતાસભર વન્યજીવન વારસો ધરાવે છે. જેનું સંરક્ષણ માત્ર સરકારી પ્રયાસોથી નહીં પણ પ્રખર લોકભાગીદારીથી જ શક્ય બનશે.
Social Media
જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મનોજ ઠાકરે જણાવ્યું હતું કે, વન્યજીવન તસવીર કલાએ ખૂબ જ ખંત, ધૈર્ય, કઠોર પરિશ્રમ અને તકલીફદેહ રખડપટ્ટીનું કામ છે. પરંતુ જે આ કલાને વરેલા છે તેને તેમાં આત્મિય આનંદ મળે છે. અમારા પ્રદૃશનમાં એક જ ફ્રેમમાં રીંછ અને દીપડો, ગાય અને દીપડાની મૈત્રી, ભૂખરા વાળ ધરાવતો રીંછ, બચ્ચા સાથે વિહરતું રીંછ, તીડનું મેટીંગ (સંવનન) જેવી રોમાંચક છબીઓની સાથે પક્ષીઓ, પતંગિયા, સરિસૃપોની છબીઓ નિહાળી શકાશે. જે વન્યજીવનની વિશેષતાની જાણકારી વધારશે.
Social Media
વડોદરા શેહરની ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે તા. 6 થી 9 મી ઓક્ટોબર સુધી આ પ્રદર્શન જોઇ અને માણી શકાશે. રાજ્ય સરકારે ગુજરાતભરમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. જેનો ઉદ્દેશ વન્ય પ્રાણીઓ અને પક્ષીઓથી સામાન્ય જન માહિતગાર થાય તે માટે વન વિભાગ દ્વારા વિવિધ પ્રાણીઓ તેમજ પક્ષીઓની દુર્લભ એવી તસ્વીરો ની પ્રદર્શની યોજવામાં આવ્યું છે.

ગીરમાં એશિયાટીક સિંહોના મોત મામલે SC ની રાજય સરકારને ફટકાર

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સિંહોના મોત એક ગંભીર મુદ્દો છે. સિંહોનું સંરક્ષણ જરૂરી છે.

ગીરમાં 12મી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 23 એશિયાટીક સિંહોના મૃત્યુ થતાં જૂનાગઢથી લઇ ગાંધીનગર સુધીનું તંત્ર હરકતમાં આવી ગયું છે. એશિયાટીક સિંહોના મોત થવા પર ગુજરાત હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત સરકારનો ઉધડો લીધો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ અત્યંત ગંભીર બાબત છે. અને સરકારે સિંહોના મોતનું કારણ તાત્કાલિક ધોરણે જાણવું જોઈએ, એશિયાટિક પ્રજાતિનું સરક્ષણ અત્યંત જરૂરી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે ગીરના જંગલમાં છેલ્લા એક મહિનામાં મોટી સંખ્યામાં થયેલા સિંહોના મોત મામલે કેન્દ્ર અને ગુજરાત સરકાર પાસે ખુલાસો માગ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ અત્યંત ગંભીર બાબત છે. અને સરકારે સિંહોના મોતનું કારણ તાત્કાલિક ધોરણે જાણવું જોઈએ, એશિયાટિક પ્રજાતિને બચાવવી અત્યંત જરૂરી છે. સુપ્રીમના સવાલનો જવાબ આપતાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ બાબતે તેને થોડો સમય જોઈશે અને તે ટૂંક સમયમાં જ જવાબ આપશે. ગુજરાત સરકારે પણ આ બબતે યોગ્ય પગલાં લેવાની સુપ્રીમને ખાતરી આપી છે.
WSON Team
ઉલ્લેખનીય છે કે, તા. 12 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં સિંહના અભયારણ્યમાં કુલ 23 સિંહના મોત થઈ ચૂક્યાં છે. જેમાં તા. 12 સપ્ટેમ્બરથી તા. 19 સપ્ટેમ્બર દરમિયાન 11 સિંહના મોત ઈનફાઈટ અને ઈન્ફેક્શનને કારણે થયા હતા. જ્યારે અન્ય 12નાં મોત તા. 20થી 30 સપ્ટેમ્બર દરમિયાન તેમને સલામત સ્થળે ખસેડ્યા બાદ થયા હતા. ગીરમાં 64 ટીમો દ્વારા 600 સિંહોના સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 4 સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પરના લક્ષણો જણાતા તમામ સિંહોનું પરીક્ષણ થઇ રહ્યું છે. જુદી જુદી રેન્જ જામવાળા, જસાધાર અને આસપાસના સિંહો પર પણ નજર રાખવામાં આવી રહી છે. ગીરમાં 10 સિંહોના મોત વાયરસ અને પ્રોટોઝોલા ઈન્ફેક્શનના કારણે થયાની જાહેરાત બાદ હવે આ મામલે રાજય સરકાર ગંભિર બની છે. જોકે હાલતો અસરગ્રસ્ત સિંહોને અલગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ૩૩ જેટલા એશિયાટીક સિંહોને જસાધાર રેસ્કયુ સેન્ટરમાં ઓબર્ઝવેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે આમાંથી ૩ જેટલા સિંહો તંદુરસ્ત છે. પરંતુ તે આ ગૃપના ના હાવાથી તેમની નઝર રાખવામાં આવી રહી છે. જોકે હાલતો એક અઠવાડીયા સુધી રસી કરણની ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઉપરાંત બીજા રેન્જના એશિયાટીક સિંહોની તપાસ કરવામાં આવી રહી છે.
WSON Team
જોકે આ મામલે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ અત્યંત દુઃખદ ઘટના છે. પોરબંદરમાં ગાંધીજયંતીના દિવસે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, “આ અત્યંત કમનસીબ ઘટના છે. કોઈ એક રેન્જમાં એકસાથે 20-22 સિંહના મોત ઈન્ફેક્શનને કારણે થયાં છે. અન્ય સિંહોને પણ આ પ્રકારે કોઈ ચેપ લાગ્યો છે કે, નહીં એ ચકાસવા માટે અમે દિલ્હી અને પુનાથી ડોક્ટરોની ટીમ બોલાવી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “આ સાથે જ આ રેન્જમાં જવાબદાર અધિકારીઓએ કોઈ નિષ્કાળજી કે બેદરકારી દાખવી નથી તેના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.”
WSON team
જોકે એશિયાટીક સિંહોના મોતને મામલે સુપ્રીમ કોર્ટે રાજય સરકારની ઝાટકણી બાદ સરકરા જાગી છે. તાજેતરમાં અશિયાટીક સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન ગીરમાં થતા ગેરકાયદેસર થતા લાયન શો અને એવામાં એશિયાટીક સિંહોને પ્રોએટ્રી ચીકનના કારણે સિંહોમાં વાયરસ ફેલાવાની શકયતા નકારી શકાય નહિ. જોકે આ મામલે હાઈકોર્ટે ગેરકાયદેસર રીતે લાયન શો કરનારા અને એશિયાટીક સિંહોની પજવણી કરનારા આરોપીઓના કિસ્સામાં હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું.

ગીરમાં 23 એશિયાટીક સિંહોના મોત પાછળનું કારણ જાણી ચોંકી જશો

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન વધુ 2 સિંહ મોતને ભેટ્યા,હજુ પણ 20થી વધુ સિંહની સારવાર ચાલી રહી છે.

ગુજરાતનું ગૌરવ અને આગવી ઓળખ ધરાવતા ગીરના જંગલમાં એશિયાટીક સિંહોનાં જીવ ઉપર જાણે ઘાત આવી પડી છે. એશિયાટીક સિંહોનાં મૃત્યુને ઈનફાઈટમાં ખપાવવા મથતા વન વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ગીરમાં તા. 12મી સપ્ટેમ્બરથી તા. 30મી સપ્ટેમ્બર સુધીમાં 21 એશિયાટીક સિંહોના મોત થયા છે. જયારે તા. 02 ઓકટોબરના રોજ વધુ બે એશિયાટીક સિંહો જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોતને ભેટયા છે. જેથી સિંહનો મૃત્યુંઆંક 23 પર પહોંચી ગયો છે. દલખાણીયા રેન્જમાં આવેલા સરસિયા વિસ્તારમાં વધુ 7 સિંહોના મોત નીપજતા સિંહોનો મોત થયા હતા. જોકે હાલ એશિયાટીક સિંહોનો કુલ મૃત્યુઆંક 2૩ થતાં ભળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે દિવસેને દિવસે એશિયાટીક સિંહોની મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જે ખરેખર એક ચિંતાનો વિષય છે. એશિયાટીક સિંહોના એક પછી એક મોતને પગલે સિંહ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
WSON Team
મળતી માહિતી મુજબ પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV)ના રિપોર્ટ મુજબ મૃતક સિંહો પૈકી ચાર એશિયાટીક સિંહના શરીરમાં વાયરસ જોવા મળ્યા છે. પરંતુ કયો વાયરસ છે તે અંગે વન વિભાગે કોઇ સ્પષ્ટતા કરી નથી. જોકે ટપોટપ એક પછી એક એશિયાટીક સિંહના મોતને લઈને આખરે હવે વન વિભાગ હરકતમાં આવ્યું છે. છેલ્લાં 3 સપ્તાહથી માત્ર દેખાવ કરતા વન વિભાગે હવે ઊંઘમાંથી જાગી નિષ્ણાંતોની ટીમને બોલાવી છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં હજુ પણ 20થી વધુ સિંહની સારવાર ચાલી રહી છે. એક બાદ એક સિંહના મોતથી વન વિભાગ અને સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં દિલ્હીના બે નિષ્ણાંતોની નજર હેઠળ સિંહોની સારવાર ચાલી રહી છે.
WSON Team
આ ઉપરાંત રાજય સરકાર દ્વારા સાવચેતીના પગલારૂપે અમેરિકાથી એશિયાટીક સિંહો માટે ( VACCINE ) રસી પણ મંગાવવામાં આવી છે. ઈજા પામેલ, રેસ્કયૂ કરેલ તમામ સિંહોના લોહીના નમુના અને મૃત્યુ પામેલા સિંહોના ટિસ્યૂના નમૂના નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (NIV)પુના તરફથી મળેલા અહેવાલ મુજબ 4 સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળેલ છે. જયારે 6 કેસોમાં વેટરનરી કોલેજ, જૂનાગઢથી તરફથી મળેલ અહેવાલ પ્રમાણે ટીકસથી ફેલાતા કેટલાક પ્રોટોઝોઆ ઈન્ફેકશન જોવા મળેલ છે.
WSON Team
ખાસ કરીને પ્રોટોઝોઆ લોહીના રક્તકણને તોડી નાંખે છે ગીરના એશિયાટીક સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં એશિયાટીક સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠયા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે. શરીરમાં પ્રસરીને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એકકોષીય સજીવ અમિબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ એશિયાટીક સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી મજબૂત શક્યતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ કામગીરીમાં રાજય સરકારને નિષ્ણાંતોની મદદ મળી રહી છે. જેમાં બરેલી ઉત્તરપ્રદેશના 3 નિષ્ણાંતો, દિલ્હી ઝુના 5 નિષ્ણાંતો અને લાયન સફારી ઈટાવા, ઉત્તરપ્રદેશના 2 નિષ્ણાંતોની સેવા અને માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.
WSON Team
આ તમામ નિષ્ણાંતોની ટીમોના નિષ્ણાંત સિંહોનું અવલોકન અને ચકાસણી રિપોર્ટ, લોહીના નમુના, કિડની અને લીવર ફન્કશન વગેરેનું પરિક્ષણ કર્યા બાદ નિષ્ણાતોની સલાહ અને માર્ગદર્શન હેઠળ તમામ પગલા ભરવામાં આવશે જેથી એશિયાટીક સિંહોની મોતની સંખ્યાને અટકાવી શકાય અને યોગ્ય સારાવાર પ્રાપ્ત થઈ શકે.

સાસણ ગીર: એશિયાટીક સિંહના વધુ 5 મૃતદેહ મળતા કુલ મૃત્યુઆંક 21 પર પહોચ્યો

ગુજરાતની આન, બાન અને શાન સમા ગુજરાતની ઓળખ એશિયાટીક સિંહના મોતનો મામલો ચિંતાનો વિષય છે. અમરેલીની દલસાણીયા રેન્જમાં એક સિંહના મોત થઈ રહ્યાં છે. ત્યારે સોમવારના રોજ વન વિભાગ દ્વારા સિંહના મોતનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કુલ 21 એશિયાટીક સિંહના મોત થયા છે. તા. 12 સપ્ટેમ્બરથી તા. 19 સપ્ટેમ્બર સુદી 11 સિંહના મોત થયા હતા. તેમજ તા. 20 સપ્ટેમ્બર થી તા. 30 સપ્ટેમ્બર વચ્ચે 10 સિંહના મોત થયા છે. જોકે અત્યાર સુધી આ એશિયાટીક સિંહનો કુલ મૃત્યુઆંક 21 પર પહોંચી ગયો છે.
WSON Team
એશિયાટીક સિંહના ટપોટપ મોત બાદ વનવિભાગ અને સરકાર સફાળા જાગ્યા છે. હવે વધુ સિંહના મોત ન થાય તે માટે વનવિભાગ કામે લાગી ગયું છે. આ માટે વનવિભાગે કહ્યું કે, દેશભરમાંથી ઈન્ડિયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટીટયુટ (IVRI)ઝૂના નિષ્ણાંતોને જૂનાગઢ બોલાવવામાં આવશે. રાજય સરકાર દ્વારા સાવચેતીના પગલારૂપે અમેરિકાથી એશિયાટીક સિંહ માટે રસી(vaccine) મંગાવવામાં આવશે. અમરેલી જિલ્લાના દલખાણીયા અને જસાધાર રેન્જમાંથી 21 સિંહના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. 7 એશિયાટીક સિંહના મૃત શરીર જંગલમાંથી મળી આવ્યા હતા તેમ વનવિભાગે જણાવ્યું છે. જોકે સેમરડી વિસ્તારમાંથી રેસક્યુ કરવામાં આવેલ 31 એશિયાટીક સિંહોમાં પ્રથમ દ્રષ્ટિએ બિમારીનું કોઈ પ્રમાણ જોવા મળ્યું નથી હાલતો આ રેસક્યુ કરેલ તમામ એશિયાટીક સિંહો સ્વસ્થ છે.
WSON team
સિંહોના જુદા જુદા સેમ્પલો લઈ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વોયરોલોજી (NIV) પુના ખાતે મોકલવામાં આવ્યા છે. તેમાંથી ચાર સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું હતું. તા. 24 સપ્ટેમ્બરથી 550 કર્મીઓની 140 જેટલી ટીમે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં 9 સિંહ બીમાર જોવા મળ્યા હતા. જોકે આ ઉપરાંત 4 સિંહને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. તો 5 ને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સાવજ પર સંકટ: ગીરમાં વધુ 2 એશિયાટીક સિંહના મોત, મૃત્યુઆંક 16 પર પહોચ્યો

ડૉકટરો કહી રહ્યા છે કે, બ્લડમાં ઇન્ફેક્શન લાગવાના કારણે થઈ રહ્યા છે સિંહો ના મોત

જૂનાગઢ સાસણ માં આવેલ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલ વધુ બે એશિયાટીક સિંહો(Asiatic Lion)ના મોત સાથે જ સિંહોનો મૃત્યુ આંક 16 પર પહોચ્યો છે. છેલ્લા 16 દિવસમાં સિંહોના 16 મોત થતા વન્ય પ્રેમીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. સૌ કોઈ સિંહોના મોતથી દ્રવી ઉઠ્યા છે. વન વિભાગ એશિયાટીક સિંહો(Asiatic Lion)ના મોતને કુદરતી મોતમાં ખપાવવા માંગે છે. પણ શું છે ખરેખર વાસ્તવિક્તા સિંહોના એક પછી એક મોત પાછળ તે બહાર આવે તે ખુબ જરૂરી છે. જો આવી જ રીતે એક પછી એક સિંહોના મોત થતા રહેશે તે ગુજરાતની આન બાન અને શાન ગણાતા એશિયાટીક સિંહો માત્ર ચોપડીઓ અને વાતોમાં જ વાચવા અને સાંભળવા મળશે.
WSON Team
જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં વર્ષો સુધી જંગલી પ્રાણીઓની સારવાર કરનાર ડૉ. ભુવાએ દલખાણીયા રેન્જની મુલાકાત લીધી છે. અને સિંહોના મૃત્યુ પાછળનું કારણ જાણવાની કોશિશ કરી છે. તેમણે www.wildstreakofnature.com સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ કોઈ એનિમલ ની ઈનફાઈટમાં સિંહોના મોત થઈ હોવાની શક્યતા નથી. આ એક ઇન્ફેક્શન છે જેના કારણે એશિયાટીક સિંહો(Asiatic Lion) મોતને ભેટી રહ્યા છે. મલેરિયા જેવું જે ઇતડી કે માખી દ્વારા સિંહો ના બ્લડમાં ભળે છે અને આ જ કારણે આ સિંહોના મૃત્યુ થયા છે.
WSON team
વધુમાં ડૉ. ભુવાએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલ એશિયાટીક સિંહો(Asiatic Lion)ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈનફાઈટ માં મોત થયા હોય તેવો કોઈ ઉલ્લેખ જ નથી. સ્પષ્ટ પણે આ બીમારી થઈ જ મોત થયા છે. સિંહો ના મૃત્યુ એ સ્વભાવિક છે જંગલમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યાને સમતુલન કરવા સિંહોના મૃત્યુ વધુ થતા હોય છે. આ કુદરતી ચક્ર નો જ એક ભાગ છે. દર વર્ષે જન્મતા સિંહોના બચ્ચાંમાંથી 80 % બચ્ચા મૃત્યુને ને ભેટે છે. આમ જોઈએ તો કુલ સંખ્યાના 9 થી 10 % જ હોય છે. આંકડા માં નહિ જોતા ટકાવારીમાં આ વધુ સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
WSON Team
અમરેલીના ધારી રેન્જમાં દલખાણીયા નો આ વિસ્તાર સરસિયા વિડી તરીકે ઓળખાય છે. અને પૂરેપૂરો ઘાસ થી ઢંકાયેલો વિસ્તાર છે. જેથી  અહીં ઇતડી અને માખી નો ફેલાવો ઝડપથી થાય છે. જે સિંહોના ઘાવ પર બેસે છે અને જર્મસ ઘાવ પર છોડે છે. જે સીધા બ્લડમાં ભળી જતા હોય છે અને તરત જ ફેલાવો કરવા લાગે છે. વળી આ ચેપી પણ છે. જેથી સિંહોના એક સમૂહ ને ઝપટમાં લે છે પરિણામે સિંહ ના મોત 3 થી 4 દિવસ માં થાય છે. હાલ જે સ્થિતી છે તે આ જ પ્રકારની છે . જસાધાર રેન્જના એશિયાટીક સિંહો(Asiatic Lion)માં આ જ કારણ જાણવા મળેલ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે અગાઉ મરેલા 9 સિંહો પાછળનું કારણ પણ આ જ હોય શકે છે.
WSON Team
હાલ તો દલખાણીયા રેન્જ એશિયાટીક સિંહો(Asiatic Lion) વગરની થસી ગઈ છે. આ રેન્જ હાલતો સિંહોની ડણક વગર ભાંસી રહી છે. 22 ના સમુહમાંથી 16 મૃત્યુ પામ્યા છે. અને બાકીના એશિયાટીક સિંહો(Asiatic Lion)ને જામવાળા રેન્જ માં ખસેડાયા છે. એક વખત સૌથી વધુ સિંહો જ્યાં હતા તે હવે સિંહો વગર ઉજ્જડ જગ્યા બની ગઈ છે. જંગલનો રાજા જેના એક ગર્જનાથી પશુ, પંખી અને જંગલના અન્ય જાનવરોથી લઈને માનવી જેના એક ત્રાડથી ફફડે તેવો જંગલનો રાજા હાલતો એક પથી એક મોતને ભેટી રહ્યો છે. એશિયાટીક સિંહોના આ મોતના સિલસિલાને જો અહિંયા જ અટકાવવામાં નહિ આવે તો આવનારા સમયમાં એશિયાટીક સિંહો(Asiatic Lion) માત્ર વાર્તાઓ માં જ રહી જશે એ ચોક્કસ છે.