એશિયાટીક સિંહો પરથી ઘાત ટળી: 453 સિંહ તંદુરસ્ત હાલતમાં, 7 સિંહોમાં સામાન્ય ઇજા

140 ટીમો દ્વારા 585 વનકર્મીઓએ 954 ચો.કિમી વિસ્તારમાં સિંહોના રોજીંદા જીવન પર નિરિકક્ષણ કર્યું.

તાજેતરમાં જ ગીર અને પૂર્વ ધારી વિસ્તારના દલખાણીયા રેન્જમાં 8 બાળ સિંહ સહિત કુલ 14 સિંહોના ટેરીટોરિયલ ઇનફાઇટિંગ ઇન્ફેક્શન તેમજ ઇજાના કારણે મૃત્યુ નોંધાયા હતાં. જે ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઇને સિંહોના સ્વાસ્થ્યની જાળવણી માટે તા.23મી સપ્ટેમ્બરથી સાવચેતીના પગલાંરૂપે રાજ્યના વન વિભાગ દ્વારા સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરી છે.
WSON Team
આ દરમિયાન 1045 ચો.કિમી ગીર રક્ષિત વિસ્તાર અને 695 ચો.કિમી ગીર બહારનો વિસ્તાર મળી કુલ 1740 ચો.કિમી વિસ્તારની ચકાસણી હાલ પૂર્ણ કરાઇ છે.આ ચકાસણી દરમિયાન અત્યાર સુધીમાં 460 સિંહો જોવા મળ્યાં છે. તે પૈકી 453 સિંહ સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત હાલતમાં જોવા મળ્યા છે, જ્યારે 7 સિંહોમાં સામાન્ય ઇજા જોવા મળી છે.
WSON Team
વન વિભાગની 140 ટીમના ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર, ટ્રેકર મળી કુલ 585 કર્મચારી દ્વારા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ હસ્તકના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર અભયારણ્ય તથા તેને સંલગ્ન વિસ્તાર પૈકી આશરે 954 ચો.કિમી વિસ્તારની ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં 554 ચો.કિમી ગીર રક્ષિત વિસ્તાર અને 400 ચો.કિમી ગીર બહારના વિસ્તારનો સમાવેશ થાય છે.
WSON Team
આ ચકાસણી દરમિયાન 396 સિંહો જોવા મળ્યા છે. જે માંથી ફક્ત 3 સિંહોમાં સામાન્ય ઇજા જોવા મળેલ જ્યારે બાકીના 293 સિંહ સારી અને તંદુરસ્ત હાલતમાં જોવા મળ્યા છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભ્યારણના સંલગ્ન વિસ્તારમાં સામાન્ય ઇજાવાળા 2 સિંહને સ્થળ ઉપર જ સારવાર આપીને સ્થળ ઉપર જ છોડી મુકવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરના રેવન્યુ વિસ્તારમાંથી સામાન્ય ઇજા ધરાવતા 1 સિંહને રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે.
WSON Team
દલખાણીયા રેન્જના સરસીયા વીડીના જે વિસ્તારમાં 14 સિંહના મૃત્યુનો બનાવ બન્યો હતો. ત્યાંથી 3 સિંહ, 3 સિંહણ અને 1 સિંહબાળ એમ કુલ 7 સિંહને પકડવામાં આવ્યા છે. આ પકડાયેલ તમામ 7 સિંહ સારી અને તંદુરસ્ત હાલતમાં દેખાયા છે. તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. અને તેની આરોગ્ય ચકાસણીની કામગીરી હાથ ઉપર લેવાશે.
WSON Team
અગાઉ મૃત્યું પામેલ 2 બાળ સિંહના સેમ્પલની વેટરનરી કોલેજ, જુનાગઢમાં મોલીક્યુલર વાયરોલોજીની પદ્ધતિથી ચકાસણી કરાવતા તેમાં સીડી (કેનાઇલ ડીસ્ટેમ્પર) નથી તેવો રીપોર્ટ મળ્યો છે. સિંહોની હાજરી વાળા વિસ્તારની ચકાસણી ઝુંબેશમાં કાર્યરત તમામ ટીમો દ્વારા બાકીના વિસ્તારની ચકાસણીની કામગીરી હજુ ચાલુ છે.

ગીર જંગલના દલખાણિયા રેન્જમાં સિંહોના મોત કુદરતી કે રહસ્ય ? મૃત્યું આંક 14 પર પહોચ્યો

વધુ એક સિંહણનું થયું મોત, ક્યાં કારણે થઇ રહ્યા છે સિંહોના મોત ? કોઈ બીમારી કે રોગચાળાનો કહેર ?

ગીર જંગલમાં વધુ ત્રણ સિંહોના મોત થતા સિંહોના મોતને આંકડો 14 પર પહોંચ્યો છે. હજુ ક્યાં સીધી આ રીતે સિંહો મરતા રહેશે એ અંગે કોઈ કશું કહેવા તૈયાર નથી. પરંતુ સિંહોના મોત જે રીતે થઇ રહ્યા છે. એ જોતા આ કુદરતી છે કે કોઈ ચોક્કસ કારણ છે એ સવાલ દરેકના મનમાં જરૂર ઉઠી રહ્યો છે. શા માટે એટલા સિંહોંનું મૃત્યુ થઇ રહ્યા છે ? એ અંગે ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ પ્રેસ કોન્ફરેન્સમાં ખુબ સહજતાથી કહે છે કે આ સામાન્ય ઇનફાઇટ છે એ કેટ પ્રજાતિમાં થતી હોય છે. પરંતુ તેમના આ બચાવને ગળે ઉતારવું બહું મુશ્કેલ છે.
WSON Team
મળતી માહિતી મુજબ 13 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર સુધીમાં થયેલા 11 સિંહોના મોતને વન્યપ્રેમીઓ ભૂલી સકતા નહતા ત્યાંજ તારીખ 24 એ 2 અન્ય સિંહોના મૃત્યુ થયા હતા જેમાં એક 4 વર્ષનો પુખ્ત બીમારીના કારણે અને 6 માસનું સિંહ બાળ યોગ્ય સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યું હતું. અને એ પછી તારીખ 25 સપ્ટેમ્બરે એક સિંહ નું ફરી મૃત્યુ થયું જે 8 થી 9 વર્ષનું હોવાનું અનુમાન છે. આમ હવે સિંહોના મોતનો આંકડો 14 એ પહોંચ્યો છે. ખરેખર આ દુઃખદ ઘટના છે કારણકે આ સિંહોનો મોત સિલસિલો ક્યારે અટકશે એ કોઈ કહી શકે તેમ નથી.
WSON Team
હાલ તો વન વિભાગની 102 ટિમો 164 સિંહોની ચકાસણી કરી ચુક્યા છે. જેમાં 4 સિંહોને સામાન્ય ઇજા જણાઈ છે. 1 સિંહ કમજોર હાલતમાં મળી આવેલ છે અને 1 સિંહણ બીમાર હાલતમાં મળી આવેલ છે. આથી બીમાર સિંહને પકડવાનું રેસ્ક્યુ હાલ તો વન વિભાગ કરી રહ્યું છે. તેમજ અન્ય સિંહો માટે ચકાસણી કરવામાં આવા રહી છે. તા. 25 સપ્ટેમ્બરે પૂનમ હોવાથી ચંદ્રના પ્રકાશમાં સમગ્ર જંગલમાં આખી રાત સિંહોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી હતી અને નિગરાની રાખવામાં આવી હતી. હવે જોઈએ કે સિંહોના મૃત્યુ અંગે ફોરેસ્ટ વિભાગ એ શું માહિતી આપી છે?
WSON team
હાલમાં જ તા.23 સપ્ટેમ્બરે ગુજરાત વન્ય પ્રાણી વર્તુળ દ્વારા એક પ્રેસ કોન્ફ્રન્સ યોજી જણાવામાં આવ્યું કે 11 સિંહોના મોત માત્ર પોતાના ક્ષેત્રમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માટે થેયલ ઇન્ફાઇટ નું પરિણામ છે. તેમના જણાવ્યા અનુસાર કુદરતી મોત થયા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી જ છે.ફોરેસ્ટ વિભાગની વાત માનીએ તો ઘણા સવાલો ઉઠે છે જેમ કે, 1) અત્યાર સુધીની આ પહેલી જ ઘટના છે જેમાં એક સાથે 9 સિંહોના મોત એક સાથે ઇન્ફાઇટ માં થયા છે શું આ સંભવ છે? 2) અમરેલીના ધારી વિસ્તારમાં આવેલ સરસીયાએ દાલખાણીયાનો ગાઢ જંગલ નો આ વિસ્તાર છે. જેમાં ગાઢ જંગલ નો લાભ લઇ અનેક વખત ગેરરીતો સામે આવે છે. છતાં કોઈ કાયમી જવાબદાર અધિકારીની અહીં નિમણુંક કરવામાં આવેલ નથી. શા માટે સિંહોને બીટ ગાર્ડના ભરોસે છોડવામાં આવેલ છે ?
WSON Team
3) આ વિસ્તારમાં આશરે 100 સિંહો વસવાટ કરે છે ત્યારે જો આ રીતે 10 દિવસમાં 14 સિંહો મૃત્યુ પામતા હોય તો દલખાણીયા નો આ વિસ્તાર કેટલો સુરક્ષિત છે એ અંગે ફોરેસ્ટ વિભાગ પાસે કોઈ જવાબ નથી ? 4) મળેલા તમામ મૃત સિંહોના શરીર 1 કિમીના એરિયામાં જ મળી આવ્યા હતા. તો શું જંગલી પ્રાણીઓના આ પ્રજાતિમાં આ રીતે ઇન્ફાઇટ માં આ સંભવ છે?
WSON Team
5) એક જ અઠવાડિયામાં મળેલા 9 મૃત દેહોમાં એક પછી એક એમ સાત દિવસ સુધી 1 કે 2 સિંહોના મૃતદેહો મળી આવયા જે ક્રમશઃ સડેલી અને કોહવાઈ ગયેલ હાલતમાં હતા એનો અર્થ એ છે કે તા. 13 સપ્ટેમ્બરે આ 9 સિંહોના મૃત્યુ થયા હતા પરંતુ ફોરેસ્ટ વિભાગે એક પછી એક એમ સિંહો ને મૃત ઘોષિત કર્યા છે. શા માંટે ફોરેસ્ટ વિભાગને આ ખોટું કરવું પડ્યું તે અંગે તેમની પાસે એ કોઈ જવાબ નથી ? 6) છેલા બે દીવસ થી એટલે કે તા. 24 અને 25 સપ્ટેમ્બરે જે સિંહોના મૃતદેહો મળી આવ્યા તે અંગે બીમારીનું કારણ આપી રહ્યું છે ફોરેસ્ટ વિભાગ તો શું જંગલમાં કોઈ બીમારી ફેલાઈ છે. કારણકે વન વિભાગ દ્વારા આસ પાસના ગામો અને નેસડાઓમાં પાલતુ પશુઓને ખસ રસીકરણ આપવા ડોક્ટરોની ટિમ કામે લગાડાઇ છે. અત્યારે અચાનક આ શું કામ જરૂર પડી? શું જંગલમાં કોઈ બીમારી ફેલાઈ રહી છે સિંહોને ખતરો છે?
WSON Team
7) સિંહોના ઈન્ફાઈટ માં બચ્ચા ના મોત પહેલા થાય છે એમ જણાવતા મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું હતું કે બચ્ચા મોટા થઇ ક્ષેત્ર પર હક્ક ન જમાવે એ માટે સિંહ બચ્ચાને પહેલા પોતાનો શિકાર બનાવે છે. પરંતુ સવાલ એ છેકે એક સાથે 6 સિંહના બચ્ચા સાથે ઇનફાઇટ કયો સિંહ કરે? અને સિંહ તેના માટે લડાઈ પણ ન કરે? જો આ સંભવ બન્યું હોય તો સતત મોનીટરીંગ કરી રહેલા બીટ ગાર્ડ અને ફોરેસ્ટર ને આ ઇન્ફાઇટ વિષે કેમ જાણ ન થઇ? કેમ તેને આટલા સિંહોને મારવા દીધા? 8) હજુ પણ જંગલમાં સિંહોની ચકાસણી કરી રહી છે 102 ટિમ અને 300 થી વધુ વન કર્મી જો ઇન્ફાઇટ માં જ મૃત્યુ થયા હોય તો હવે ચકાસણી ની શી જરૂર છે?
WSON Team
9) કરોડોના ખર્ચે સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન ચાલવામાં આવિ રહ્યું છે. ત્યારે સિંહોના મોનીટરીંગની સતત નોંધ થતી હોય છે. જો આ કાયદેસર થતું હોય તો સિંહોના મોતની ખબર આઠ દિવસ પછી પડે શું આ શંકા ઉપજાવવા માટે પૂરતું નથી ? 10 ) સિંહોની જે હાલત છે તે જોતા તમેનો ટેરીટરી તમેને ઓછો પડી રહ્યો છે એથી જ તે આસપાસના ગામો અને વિસ્તારોમાં ઘૂસો આવે છે. જેન રોકવા માટે ખેડૂતો કે વિકૃતિ ધરાવતા લોકો દ્વારા ફૂડ માં પોઇઝન નાખી દેવામાં આવે છે. આ કિસ્સામાં પણ આમ બન્યું હોવાની શંકા નકારી શકાય નહીં.
WSON Team
હાલ તો સિંહોના અસ્તિત્વ પર ખતરો છે એ પુરવાર થઇ રહ્યું છે એક તરફ અસંખ્ય પ્રવાસીઓ ધમધમતી હોટેલો અને રિસોર્ટો જંગલી પ્રાણીઓના જીવન માં ખેલેલ પહોચાડી રહ્યા છે. તો બીજીતરફ લાયન શો અને સિંહો ને જોવા આતુર બનેલા લોકો સિંહોને રંજાડી રહ્યા છે. જેથી જંગલનો રાજા દયનીય બની ગયો છે. એ પરિસ્થિતીને પહોંચી વળવા ફોરેસ્ટ વિભાગ સતત પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ સ્ટાફની કમી અને વધતા સિંહોની સંખ્યા ને જોતા આ કામ મુશ્કેલ બની રહ્યું છે.
WSON Team
આમ છતાં હાલ જે સ્થિતિ છે તે જોતા લોકોને સિંહો પ્રત્યે જે લાગણી અને ગર્વ છે. એ અન્ય કોઈ પ્રાણી માટે ન હોય શકે એટલે જ જયારે આ રીતે ટપાટપ સિંહોના મૃત્યુ થઇ રહ્યા છે. ત્યારે ખરું કારણ જાણવા સૌ કોઈ આતુર છે. સિંહોને કોઈ બીમારી ન લાગુ પડી હોય તો સારું નહીં તો જે રીતે સિંહોના મોત થઇ રહ્યા છે એ જોતા સિંહોની આ પ્રજાતિ નાશપ્રાય થતા વાર નહીં લાગે.

ગુજરાતમાં સિંહની ડણક ઘટી: દલખાણિયા રેન્જમાં વધુ 2 સિંહોના મોત, મૃત્યુઆંક 13 પર પહોંચ્યો

ગુજરાતમાં સિંહોના માથે જાણે સંકટના વાદળ ઘેરાયા હોય તેમ લાગી રહ્યું છે. દલખાણિયા રેન્જ વિસ્તારમાં વધુ બે સિંહના મોત થતા વન્ય પ્રેમીઓમાં ફરી એક વખત રોષની લાગણી સામે આવી છે. ફરી એક વખત એક સિંહણ અને એક સિંહ બાળનું મોત થયું છે. મોતનો આંક હવે 13 પર પહોંચ્યો છે. એક તરફ જંગલમાં સિંહોના એક બાદ એક મોત નિપજી રહ્યા છે.  એક તરફ સિંહની સંખ્યા વધે છે તો બીજી તરફ એટલી જ ઝડપથી તેમની સંખ્યા ઘટી પણ રહી છે.  જે ખરેખર એક ચિંતાનો વિષય છે. એશિયાટીક સિંહો માત્ર ભારતમાં અને એ પણ ગુજરાતના સાસણ ગીરમાં વસવાટ કરે છે. ગુજરાતની આન બાન અને શાન સમા એશિયાટીક સિંહો હવે ભયના ઓથા હેઠળ જીવન વ્યતિત કરી રહ્યા છે. જંગલનો રાજા હવે તેના જ ઘરમાં સુરક્ષીત નથી.
WSON Team
મળતી માહિતી મુજબ વન વિભાગનું અકળ મૌન સામે આવતા અનેક સવાલે ઉદભવી રહ્યા છે. ગીરમાં હાલ 60થી વધુ ટીમ બનાવીને આ દિશામાં જીણવટભેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો દલખાણિયા રેન્જમાં કુલ 8 જેટલી ટીમો આ દિશામાં કાર્યકરી રહી છે. સિંહોને ઈન્ફેક્શન બાબતે પણ તપાસ હવે શરૂ કરવામાં આવી છે.
WSON Team
એક બાદ એક સિંહના મોત થતાં અનેક સવાલો ઉભા થયા છે. અમરેલી, ધારી અને ગીરના પૂર્વ પંથકમાં આ પહેલા 11 સિંહનાં મોત થયા હતા. જેને લઇને વનવિભાગ અને સરકારની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે કેન્દ્ર સરકાર હરકતમાં આવી હતી. કેન્દ્રની 2 અધિકારીઓની ટીમ તાબડતોબ ગુજરાત આવી પહોંચી હતી. અને સિંહના મોતના કારણે અંગે જીણવટભરી તપાસનો સીલસીલો શરૂ કરવામાં આવ્યા હતો.
WSON Team
જોકે સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ  ધરવામાં આવી છે. જે વિસ્તારમાં 11 સિંહોના મૃત્યુ જોવા મળેલ એ વિસ્તારમાં ગઇ કાલે સ્ટાફ દ્વારા 5થી 6 માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં જોવામાં આવેલ જેને ગઇ કાલે જસાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં આવેલ પરંતુ આજે સવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. તેના પોસ્ટમોર્ટમ અને વિસેરાનાં ટીસ્યુ વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.
WSON Team
અમરેલીના ધારીના દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહના મોત થતાં ખળભળાટ મચી ગયો છે.4 વર્ષની સિંહણનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. જ્યારે છ માસના સિંહબાળનું સારવાર દરમિયાન મોત થયું છે. વધુ બે સિંહના મોતને પગલે હવે સિંહોનો મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. સિંહોના મોતને પગલે તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સૌથી મોટી આંખોવાળું પ્રાણીઃ ટાર્સિયર( Tarsier )

0

પોતાના શરીરની લંબાઇ કરતાં 40 ગણા અંતરનો કૂદકો ટાર્સિયર( Tarsier )મારી શકે છે.

સુષ્ટિ અજીબો ગરીબ પ્રાણીઓ અને જીવ જંતુઓથી ભરેલી છે. આ જીવ જંતુઓ અને પ્રાણીઓ પર્યાવરણનો એક મહત્વનુ પાસુ છે. દરેક પ્રાણીની અનેક ખાસીયત હોય છે. જે ખાસીયતને કારણે તે એક બીજાથી અલગ પડે છે. તો આવો જાણીએ  દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળતું ટાર્સિયર( Tarsier ) તેની મોટી મોટી આંખો માટે જાણીતું છે. ઉંદર જેવડા આ પ્રાણીનું માથું પણ મોટું હોય છે. ટાર્સિયર( Tarsier ) વિશાળ આંખો ધરાવતા નાના પ્રાણીઓ છે. દરેક આંખની લંબાઈ આશરે 16 મીલીમીટર (0.63 ઇંચ) વ્યાસમાં હોય છે. અને તે જેટલી મોટી હોય છે. અથવા તેના સમગ્ર મગજ કરતા કેટલાક કિસ્સાઓમાં મોટી હોય છે. તેમની મોટી આંખો અને ભારે માથાને સંતુલિત કરવાની જરૂરિયાતથી જુદા જુદા પરિણામોની અનન્ય ક્રેનીઅલ શરીરરચના હોય છે. જેથી તેઓ પોષક શિકાર માટે ચૂપચાપ શિકારની પ્રતીક્ષા કરી શકે. ટાર્સિયર( Tarsier )ની માથા અને શરીરની લંબાઇ 10 થી 15 સે.મી. હોય છે. અને તેની પાસે પાતળી પૂંછડી 20 થી 25 સે.મી. લાંબી હોય છે.
WSON Team
શરીર ઉપર ભૂખરી રુવાંટીવાળા ટાર્સિયર( Tarsier )ના આગલા બે પગના પંજામાં ચાર આંગળી અને એક અંગૂઠો હોય છે તે ઝાડની ડાળી પકડીને બેસી શકે છે. પાછલા પગ મોટા હોય છે. ટાર્સિયર( Tarsier ) કાન નાના પણ સાંભળવવાની શક્તિ વધુ હોય છે. ગંધ પારખવામાં પણ ઉસ્તાદ છે. તે જીવજંતુઓ ખાઇને પેટ ભરે છે. ક્યારેક નાના પક્ષીઓ, સાપ અને ગરોળીનો શિકાર પણ કરે છે. આ પ્રાણી પોતાના શરીરની લંબાઇ કરતાં 40 ગણા અંતરનો કૂદકો મારી શકે છે. ટાર્સિયર( Tarsier ) ઘણી જાતના જોવા મળે છે. પરંતુ દરેક જાતના ટાર્સીયરની આંખો તો મોટી હોય છે. સસ્તન પ્રાણીઓમાં શરીરના કદના પ્રમાણમાં સૌથી મોટી આંખોવાળું આ પ્રાણી છે. ટાર્સિયર( Tarsier )નો ગર્ભાવસ્થામાં લગભગ છ મહિના લાગે છે. અને છ મહિનાના ગર્ભકાળ બાદ ટાર્સિયર( Tarsier ) એક સંતાનને જન્મ આપે છે. ટાર્સિયર( Tarsier ) એકમાત્ર સંપૂર્ણ રીતે માંસભક્ષી પ્રાણી છે. તેઓ મુખ્યત્વે જંતુનાશક હોય છે. ખાસ કરીને પક્ષીઓ, સાપ, ગરોળી અને બેટ્સ પર શિકાર કરવા માટે પણ જાણીતા છે. મહત્વર્પુણ છે કે તમામ ટાર્સિયર( Tarsier )ની સંરક્ષણ સ્થિતિ લુપ્તતા માટે જોખમી છે. ટાર્સિયર( Tarsier )સંરક્ષણ આધારિત જાતિઓ છે જેનો અર્થ છે કે તેઓને સુરક્ષિત રહેઠાણના વધુ અને વધુ સારા સંચાલનની જરૂર છે. અથવા તેઓ ભવિષ્યમાં ચોક્કસપણે લુપ્ત થઈ જશે.

ગીરમાં 11 સિંહોના મોત મામલો: કેન્દ્ર સરકાર હરકતમાં 2 અધિકારીઓની ટીમ તપાસ અર્થે આવી ગુજરાત

સાસણ ગીરમાં સિંહના મોત થતાં અનેક સવાલો ઉભા થયા છે. અમરેલી, ધારી અને ગીરના પૂર્વ વિસ્તારમાં 10 દિવસમાં 12 સિંહનાં મોત થયા હતા. જેના કારણે વનવિભાગ અને સરકારની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે.
WSON Team
મળતી માહિતી મુજબ કેન્દ્રની 2 અધિકારીઓની ટીમ ગુજરાત આવી પહોંચી હતી. જોઇન્ટ ડાયરેક્ટર વાઇલ્ડલાઇફ પણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના AIG ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન સિંહોના વસવાટના સ્થળોની મુલાકાત લેશે. સિંહોના સંરક્ષણ અને વધી રહેલી વસ્તી અંગે માહિતી મેળવશે. સિંહો માટે લાંબા ગાળાના આયોજન માટે સલાહ સુચન કરશે.
WSON Team
એશિયાટિક સિંહોના એક માત્ર અસ્તિત્વને ટકાવી રાખનાર ગીર સાસણમાં હવે સિંહો નું જીવન ખતરારૂપ બનતું જઈ રહ્યું છે. થોડા સમય પહેલા સિંહોને રંજાડતા વિડિયો વાયરલ થયા ત્યારે સિંહોની દુર્દશા જોઈ સૌ કોઈ કહી રહ્યં હતું શું આ છે જંગલના રાજાની હાલત ? હજુ એ સમય ને સુધારી નથી શક્યા ત્યાં હાલમાં જ અમરેલી જિલ્લામાં ધારી વિસ્તારમાં દલખણીયા રેન્જમાં એક સાથે 12 સિંહોના મોત થતા ખળભળાંટ મચી ગયો છે. તારીખ વાર સિંહના મોત ક્યારે અને ક્યાં કારણે થયા મોત ?
WSON team
– 13 સપ્ટેમ્બર 1 સિંહણ નું મોત બીમારીના કારણે – 15 સપ્ટેમ્બર 3 સિંહના બચ્ચા ઇનફાઇટ માં મોત – 16 સપ્ટેમ્બર 3 સિંહ ના બચ્ચા બીમારીના કારણે – 17 સપ્ટેમ્બર 1 સિંહ નું મોટ બીમારીના કારણે – 18 સપ્ટેમ્બર 1 સિંહ નું બીમારીના કારણે – 18 સપ્ટેમ્બર 2 સિંહણ નું બીએમરીના કારણે – 19 સપ્ટેમ્બર 1 સિંહ નું બીમારીના કારણે સિંહના મોતની સંભાવનાના કારણો
WSON Team
દસ દિવસ ને 12 સિંહોના મોત થતા વન્યપ્રેમીઓ રોષે ભરાયા અને વેન વિભાગ પાસે જવાબ માંગી રહ્યા છે। . વન્ય પ્રેમી પ્રવીણ વઘાસીયા ખુદ સિંહો પાર સંશોધન કરી રહ્યા છેના અને અવારનવાર દલખાણીયા રેન્જમાં જતા હોય છે તેમને કહ્યું હતું કે “કુલ 12 મોત નિપજ્યા જેમાંથી 3 ઇનફાઇટમાં થયા છે જયારે અન્ય બીમારી ને કારણે અને એક જ દિવસમાં 16 સ્પટેમ્બરે ત્રણ મોત થયા છતાં વન વિભાગ ઘેરી નીંદમાં ઊંઘતું રહ્યું. આ કોઈ સામાન્ય બીમારી ન હોઈ શકે એની તપાસ થવી જોઈતી હતી પરંતુ વન વિભાગ સામાન્ય બીમારીના કારણે મોત થયા હોવાની વાત કરી રહ્યું હતું. ” જો કે 12 સિંહોના મૃતદેહોનાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ એ સ્પષ્ટ થયુ છે કે 9 સિંહોના મોત કોઈ ગમ્ભીર બીમારિના કારણે થયા હોય શકે છે કદાચ આ વાયરસ પણ હોઈ શકે। ફેલાઇન લ્યુકેમિયા નામના આ વાયરસ ની સંભાવના નકારી શકાય નહીં. ફેલાઇન લ્યુકેમિયા શું છે ?
WSON Team
ડૉ. ભુવા એક વેટર્નીટી ડોક્ટર છે અને છેલ્લા ઘણા વર્ષોથી સિંહોના જીવન પાર દેખરેખ રાખી રહ્યા છે તેમના મતે સિંહોના બીમારીની તપાસ થવી ખુબ જરૂરી છે કારણકે જો કોઈ વાયરસ હોય તો તેની ગમ્ભીર અસર એ શકે છે। તેમના મતે લ્યુકેમિયા લક્ષણો કેવો હોય શકે છે. ફેલાઇન લ્યુકેમિયા એક ગંભીર વાયરસ છે જે ચેપી અને જીવલેણ પણ સાબિત થઇ શકે છે.સિંહના મોઢામાંથી સતત લાળ ટપટકતી રહે છે. નાકમાંથી લોહી અને પાણી ટપકવું, ટેમ્પરેચર રેવું, ભૂખ ના લગતા શિકાર ન કરવો, એક જગ્યા એ પડ્યા રહેવું જેવા લક્ષણો હોય છે. શું આ સિંહોના મૃત્યુ પાછળ કોઈ વાયરસ જવાબદાર છે કે કેમ ?
WSON Team
દલખાણીયા રેન્જમાં 12 સિંહોના મોતથી વન્યપ્રેમીઓ એવો સવાલ કરી રહ્યા છેકે શા માટે અત્યાર સુધી વન વિભાગે સિંહોના મૃત્યુ પાછળનું અકરણ જાણવાની કોશિશ ન કરી ? શું કોઈ વરસ કે બીમારી ફેલાઈ ગઈ છે જે અન્ય માટે પણ ખતરારૂપ બની શકે છે ? ત્યારે વન વિભાગે હવે સર્તક રહીને મૃત પામેલ સિંહોના શરીરના મુખ ભાગો જેવા કે ફેફસા, કિડની અન્ય અંગો ખાસ તપાસ માટે જૂનાગઢ ને દાંતીવાડા લેબોરેટરીમાં મોકલ્યા છે. જ્યાં કોઈ બીમારી ગંભીર ફેલાઈ છે કે કેમ એ અંગે તપાસ થઈ રહી છે. આ લેબોરેટરીના રિપોર્ટ આવયા બાદ જ સાચું કારણ જાણી શકાશે. કેવી રીતે થયા 12 સિંહોની મોત ? શું હોઈ શકે કારણો। ? કોણ છે જવાબદાર ?
WSON Team
એશિયાટિક લાયન નું આયુષ્ય આમ તો 14 થી 16 વર્ષનું હોય છે. અને સિંહોના જીવન અને તેમની વર્તુણક પર વન વિભાગ સતત મોનીટરીંગ કરી રહ્યું હોય છે. સાસણ ગીર વિસ્તરમાં ગાર્ડ અને વનકર્મીની ફરજ આ જ હોય છે. ધારીના પૂર્વ અને પશ્ચિમ રેન્જમાં વીડી તરીકે ઓળખતો આ વિસ્તાર સિંહોનો મનપસંદ વિસ્તાર છે. કારણેક અહીં ગાઢ જંગલ છે શિકાર આસાનીથી મળી રહે છે. તેથી જ અહીં સૌથી વધુ સિંહોની સંખ્યા અહીં જ જોવા મળે છે. હવે જોઈએ આ વિસ્તારની વન વિભાગ કેવી અને કેટલી રખેવાળી કરી રહ્યું છે ?
WSON Team
1) દલખાણિયા રેન્જ ધારી વિસ્તારમાં આવે છે અને ગીરની પૂર્વ અને પશ્ચિમ રેન્જ તરીકે ઓળખાતી આ રેન્જમાં સિંહી વધુ સંખ્યા હોવા છતાં અહીં છેલ્લા પાંચ વર્ષથી કાયમી ધોરણે મુખ્ય અધિકારી રૂપે આરએફઓ જ નથી. 2) અહીં ફોરેસ્ટર અને ગાર્ડને સિંહોની પણ નજર રાખવાની હોય છે. તેમના લોકેશન તેમજ તેની વર્તુણક પર ખાસ નજર રાખવાની હોય હોય છે. અને દરરોજતેની નોંધ કરવાની હોય છે જો કોઈ બીમાર જણાય તો તરત જ ધારી એનિમલ કેર સેન્ટર માં જાણ કરવાની હોય છે. પરંતુ અહીં જોતા લાગે છે કે જો આટલી ચોક્કસાઈ હોય તો દસ દિવસમાં 12 સિંહોના મોત થાય જ ન હોત. અહીં માત્ર કાગળ પર જ નોંધ રાખવામાં આવા રહી છે તેમ લાગી રહ્યું છે. કારણકે સિંહોના બીમાર હોવાના બદલે કોહવાઈ ગયેલ મૃતદેહની જાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થાય છે. જેની પરથી પોસ્ટમોર્ટમ કરવું પણ અઘરું થઇ જાય છે. આ કેટલી બેદરકારી છે એ સમજી શકાય છે. 3) અહીં બાબરીયા રેન્જ અને ધારી રેન્જમાં અવારનવાર લાયન શો કરી સિંહોને રંજાડવાના કિસ્સા બહાર આવતા હોય છે. તેમ છતાં કોઈ અધિકારી સામે કે ગાર્ડ સામે કાયદેસરના પગલાં લેવામાં આવેલ નથી. 4) સિંહોના મોત ના મામલે પણ વન વિભાગ જે તે જવાબદાર અધિકારી સામે કોઈ આકરું વલણ અપનાવેલ નથી. બધું એકબીજાનું મીઠી નજર તળે ચાલતું હોય તેવા હાલ છે. 5) સિંહોના સંરક્ષણ માટે કરોડોનો ખર્ચ થવા છતાં સિંહો કૂતરાની જેમ મરે અને વન વિભાગ ને તેની જાણ દિવસો બાદ થાય એ પણ શંકા ઉપજાવે છે. વન વિભાગ હાલ શું કરી રહ્યું છે ?
WSON Team
વન વિભાગ સતર્ક બની હવે જીવતા સિંહોના લોહીના નમૂના લઇ તેની જાંચ કરી રહ્યું છે કે તેને કોઈ રોગ તો નથી લાગ્યો ને કોઈ વાયરસ તો ફેલાયો નથી ને ? મૃત સિંહોના ફેલેયેલો વાયરસ હજુ અન્ય પ્રાણીઓમાં છે કે કેમ ? દલખણીયા રેન્જના સિંહોને એ વિસ્તારની બહાર જતા અને અન્યોના સંપર્કમાં આવતા રોકવા પણ જરૂરી બન્યા છે. હાલ તો વન વિભાગ આ વિષે કશું કહેવા તૈયાર નથી. પરંતુ ટૂંક સમયમાં શું છે એ સત્ય જરૂર બહાર આવશે. કારણેક દલખાણીયા રેન્જમાં સિંહોની હાલત પર વન્યપ્રેમીઓ અને વન વિભાગ નજર રાખીને બેઠું છે.
WSON Team
ગુજરાત સરકારે આ અંગે કોઈ બયાન આપવાનું હજુ સુધી મુનાસીબ માન્યું નથી અને જ્યાં સુધી વન વિભાગ કોઈ સ્પષ્ટ જવાબ ન આપે ત્યાં સુધી 12 સિંહોના મૃતનું કારણ અકબંધ છે. સિંહોના મૃત્યુ પાછળનું કારણ જે હોય તે પરંતુ હવે ગુજરાત સરકાર અને વન વિભાગ સતર્ક થાય તે જરૂરી છે. કારણકે લુપ્ત થતી પ્રજાતિમાં સિંહો નું અસ્તિત્વ ટકાવવું ખુબ જરૂરી છે.