સાસણ ગીરમાં 12 સિંહના મોત મામલો: CM રૂપાણીએ કહ્યું,જવાબદાર સામે લેવાશે પગલાં

ગીરના જંગલોમાં થયેલા સિંહોના મોતના મામલે મુખ્યપ્રઘાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. કે, સિંહોના મોતના મામલે તપાસ કરવામાં આવશે. વનવિભાગ દ્વારા સિંહોના સ્વાસ્થ્ય પરીક્ષણની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ સિંહના પોસ્ટમોર્ટમના રિપોર્ટની તપાસમાં કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે પગલા પણ લેવામાં આવશે.
WSON Team
ગીરના જંગલમાંથી દલખાણિયા રેન્જમાં તાજેતરમાં 11 સિંહના મોત થયા બાદ વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ જૂનાગઢમાં પહોંચી છે. વનવિભાગની ટીમ દ્વારા સિંહના મોત અંગે તપાસ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, સિંહોના મોતના રિપોર્ટ બાદ સરકારે ગંભીરતા દાખવી છે. આ સાથે વન વિભાગ પણ સફાળું જાગૃત થયું છે. અને 11 સિંહના મોત મામલે તપાસ હાથ ધરી છે.
WSON Team
તો આ સમગ્ર આ મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને સિંહોના અકુદરતી મૃત્યુને રોકવામાં આવે અને ગનેહગારોને પકડીને સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જાહેર માધ્યમો સાથે કરેલ વાતચીતમાં જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા સિંહોના સ્વાસ્થ્ય અંગેનું પરીક્ષણ કરવામાં આવશે તેમજ આ મામલે જો કોઇ અધિકારીની ભૂલ છતી થશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
WSON Team
જોકે જંગલનો રાજા તેના જ ઘરમાં સુરક્ષિત રહ્યો નથી. ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. ત્યારે હવે 11 સિંહના મૃત્યુ પર વન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં 11 સિંહોનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાવાયું છે.
WSON Team
ગીરનો રાજા જંગલમાં જ સુરક્ષિત રહ્યો નથી. ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. આ ઘટનાને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે 11 સિંહના મૃત્યુ પર વન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં 11 સિંહોનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાવાયું છે. કુદરતી રીતે થયા 11 સિંહોના મોત,
WSON Team
રિપોર્ટમાં જણાવાયું છે કે, 11 મોતમાં 6 બાળ સિંહ, 3 સિંહણ અને 2 નર સિંહનો સમાવેશ થાય છે. જે પૈકી 6 બાળ સિંહ અને 2 નર સિંહના મૃત્યુ ક્ષેત્ર અધિકારમાં હુમલો કરવાને કારણે થયા છે. આમ, કુલ 11 પૈકી 8 બનાવમાં ઈનફાઈટથી સિંહોના મોત થયા છે. જેમાં ૩ બનાવોમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ સિંહના પેનલ પીએમ કરવામાં આવ્યા હતા. તેમના ટીસ્યુના નમૂના જુનાગઢ, દાંતીવાડા અને બરેલી વેટરનરી લેબમાં મોકલવામાં આવ્યા હતા.
WSON Team
રાજ્યમા 2015માં કરાયેલી સિંહોની ગણતરી પ્રમાણે કુલ 523 સિંહ હતા. જેમાં 109 નર, 201 માંદા અને 73 પાઠડા તથા 140 બાળ સિંહ હતા. વાર્ષિક અંદાજીત 210 બાળ સિંહોનો જન્મ થાય છે, જેમાંથી 140 જેટલા મૃત્યુ પામે છે અને 70 પુખ્ત ઉંમર સુધી પહોંચે છે. 2016-17માં કુલ 99 સિંહોના મોત થયા હતા, જેમાં 80 કુદરતી રીતે તથા, 19 અકુદરતી રીતે થયા હતા.
WSON Team
મળતી માહિતી મુજબ હાલતો વનવિભાગ દ્વારા સિંહોનું મોનેટરિંગ કરાવામાં આવી રહ્યું છે. વનવિભાગની આ કામગીરીમાં રેન્જ વિસ્તારમાં સિંહો સલામત હોવાનું જણાવા મળી રહ્યું છે. વનવિભાગની આ કામગીરીમાં અંદાજે 50 જેટલા સિંહો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. સિંહોના મોતને પગલે વનવિભાગ સફાળું જાગી સિંહોને બચાવવા માટે તેને સુરક્ષા આપવા માટે કમર કસી છે.

વનનો રાજા રોજ મોતને ભેટી રહ્યો છે, છતાં સરકાર બેફિકર

ગીર જંગલમાં સિંહોની સંખ્યા જેટલી ઝડપથી વધે છે એટલી જ ઝડપથી ઘટી પણ રહી છે. ત્રણ દિવસમાં 03 સિંહોના મોત અને દસ દિવસમાં 11 સિંહોના મોત થતા વન્યપ્રેમીઓ અને પ્રવાસીઓમાં માં ચિંતા ફેલાઈ ગઈ છે. વન વિભાગની કામગીરી અને સરકાર તરફ શંકાની નજરે સૌ કોઈ જોઈ રહ્યા છે. સ્વાભાવિક છે આધુનિક ટેક્નોલોજી અને ઉત્તમ સુવિધાથી સંરક્ષણ આપવાની વન વિભાગ ની કામગીરી પ્રશંશનિય રહી છે. છતાં સિંહોના મૃત્યુ થતા હોય તો સિંહોના અસ્તિત્વ પર જોખમ વધતું રહ્યા હોવાની લાગણી વન્યપ્રેમીઓને થાય સ્વાભાવિક છે.
WSON Team
ગીર જંગલમાં હાલ 600 થી વધુ સિંહ છે જેની સામે દર વર્ષે સરેરાશ 60 સિંહોના મૃત્યુ થતા હોય છે. જેમાંથી 40 જેટલા કુદરતી હોય છે. અને અન્ય માનવ દખલગીરીને કારણે સિંહ મોતને ભેટે છે. જેમાં ખાસ કરીને ખેતરોમાં લગાવેલ ઇલેક્ટ્રિક તારનીવાડમાં શોટ સર્કિટ, ખુલ્લા કુવામાં પડી જતા, રેલ ટ્રેક પર કે રસ્તાઓ પાર કરતા, નદીમાં પડી જતા જેવા અન્ય કારણસર સિંહો અકાળે મોતને ભેટે છે. હાલમાં જે ત્રણ દિવસમાં ત્રણ ત્રણ સિંહોના મોત થયા તેમાં હાલના તબક્કે કુદરતી મોત માનવામાં આવી રહ્યું છે.
WSON Team
સિંહોના પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ જાણવા મળશે એમ વન વિભાગ જણાવી રહ્યું છે. પરંતુ મોત કુદરતી કે અકુદરતી સવાલ એ નથી સવાલ એ છે કે સિંહોના સંરક્ષણ પાછળ કરોડો ખર્ચ કરવા છતાં સિંહોની દુર્દશા દિન બ દિન બગડતી જાય છે. વનનો રાજા કોથળામાં મૃત અવસ્થામાં મળી આવે છે. મરઘી કાંડ ની કિસ્સો કેમ ભુલાય ? તેમ છતાં તંત્ર સાબદું બનતું નથી કોઈ ઠોસ કાર્યવાહી કરતું નથી. રાજકીય નેતાઓ ખુદ આવીને કહે છે કે હવે કાનૂન કડક બન્યા છે. વનરાજ ને કનડગત કરનાર ને આકરી સજા થશે, પરંતુ તેમ છતાં ગુના ઘટવાના બદલે વધી રહ્યા છે. આ જ નરી વાસ્તવિકતા સરકારે અને વન વિભાગે સ્વીકારવી જ રહી.
WSON Team
વન્યપ્રેમીઓ અને સૌ કોઈ અત્યારે એક જ સવાલ કરી રહ્યા છે. કે ત્રણ ત્રણ સિંહોના મોત થયા છતાં કેમ સરકારની આંખ ઉઘડતી નથી. સવાલ એ થાય કે સરકાર એક તરફ સિંહોના સંરક્ષણ માટે કરોડો ખર્ચ કરે છે. અતિ આધુનિક ટેક્નોલીજીથી સિંહો પર દેખરેખ રાખે છે છતાં સિંહો શહેરો તરફ કે આસપાસના ગામો સુધી કેમ પહુંચે છે ? કેમ વન વિભાગ સિંહોના લોકેશન થી તેમને બચાવી નથી શકતું? કેમ જંગલોમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને સિંહ દર્શન થતા રહે છે ? જેવા અનેક સવાલો વિચારવા માટે મજબુર કરે છે કે શું ખરેખર ગુજરાતનું ગૌરવ જંગલમાં સુરક્ષિત છે ?
WSON Ream
ધારીના દલખાણીયા રેન્જ માં એક જ વિસ્તારમાં 11 સિંહોના મોત ગીરના પૂર્વ ભાગમાં આવેલ દલાખણિયા રેન્જ કે જ્યાં સૌથી વધુ સિંહોનો વસવાટ અને સંખ્યા છે. ત્યાં છેલ્લા દસ દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. અને એ પણ બધા 1 વર્ષ થી લઇ 3 વર્ષ સુધીના સિંહોના સિંહોનું સરેરાશ આયુષ્ય 14 થી 16 વર્ષ હોય છે.જો 11 સિંહોના કુદરતી મોત થયા હોય તો આયુષ્યના આધારે નથી થયા એ સમજી શકાય છે. તો પછી ક્યાં કારણોસર થયા એટલા મોટી સંખ્યામાં મોત ? આવા તો કેટલાય સવાલો વન્યપ્રેમીઓમાં ઉઠી રહ્યા છે. જોકે આ ઘટના બાદ www.wildstreakofnature.com પણ કેટલાક સવાલો પુછી રહ્યું છે.
WSON Team
– સિંહોના મૃત્યુ પાછળના સાચા કારણો ક્યાં છે ? – કેમ વનવિભાગ પોતે જ સિંહોના મૃત્યુ અંગે સતાવાર જાહેર નથી કરતું ? – શા માટે વન વિભાગ આ અંગે મૌન સેવી રહ્યું છે ? – શા માટે સિંહોના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર નથી કરાતું ? – સિંહબાળથી લઇ માદા સિંહ અને નર સિંહના મૃતદેહો કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવ્યા છે. તો શું જંગલમાં સિંહોના લોકેશન પર નજર રાખનાર ને સિંહોના મૃત્યુ થી લઇ મૃતદેહ કોહવાઈ જાય ત્યાં સુધી       વનવિભાગને ખબર ન પડે ? – કુદરતી હોય કે અકસ્માતથી પણ સિંહોના મુર્ત્યું થયા છે. અને એ વાસ્તવિકતા હોવા છતાં કેમ તંત્ર સાવધ નથી થયું ? – જો આ કુદરતી જ મૃત્યુ હોય તો કોઈ એક જ રેન્જ (દલખણીયા, ધારી ) રેન્જમાં જ શા માટે એક સાથે આટલી મોટી સંખ્યામાં સિંહોના મૃત્યુ સંભવ હોય શકે? ગીરના અન્ય વિસ્તારમાં કેમ કુદરતની અસર નથી ? – શું કોઈ રોગના કારણે આટલા સિંહોના મૃત્યુ થયા છે. અને તંત્ર મૌન સેવી રહ્યું છે ટપાટપ સિંહોના મૃત્યુ થયા તેમ છતાં વન વિભાગ અધિકારી કે વનપ્રધાન આ અંગે તપાસ પણ ન કરે ? – વન્યપ્રેમીઓના મનમાં સળગતા આ સવાલો વનરાજાની ચિંતાના છે. જે વનરાજ આપણા દેશનું ગર્વ છે તેના અસ્તિત્વ પર સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી કોઈ જવાબદારી સ્વીકારવા કેમ તૈયાર નથી ? ગુજરાત હાઈ કોર્ટે ગત વર્ષે ગુજરાત સરકારને સુઓમોટો પિટિશન કરી હતી. અને બે વર્ષમાં 184 સિંહોના મૃત્યુ ગુજરાત સરકારની આ અંગે આકરી ઝાટકણી કાઢી હતી. તેમ છત્તા 2018 માં પણ એ જ હાલ છે. સરકારને ન્યાયાલયનો પણ ડર નથી રહ્યો ? સરકારે ત્યારે પણ સ્વીકાર્યું હતું કે અકસ્માતથી ગીરમાં સિંહોના વધુ મોત થઇ રહ્યા છે. તેમ છતાં કેમ કોઈ નક્કર પગલા લેવામાં નથી આવ્યા ?
WSON Team
એક તરફ વન્યપ્રેમીઓના આ સવાલો છે તો બીજી તરફ વન વિભાગ અધિકારીઓ કહી રહ્યા છે. કે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. વન્યકર્મી અને સંરક્ષક સતર્ક છે. સિંહોના મૃત્યુ કુદરતી રીતે જ થયા છે. ઇનફાઇટ જેવા કિસ્સામાં સિંહોના મૃત્યુ સ્વાભાવિક છે તેમ છતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ ચોક્કસ પગલાં લઇ શકાય. આ પહેલા જુલાઈ માસમાં સિંહોને કનડગત કરતા વાયરલ વિડિયોએ સાસણ ગીરની ગરિમા ઘમરોળી નાખી હતી. તેવામાં ફરી એક વખત સિંહોના મૃત્યુની આ સંખ્યા જોતા સિંહોના અસ્તિત્વ પાર મોટો સવાલ ઉભો થયો છે. હાલ ગીર સાસણ ના 1412 કિમિ ના વિસ્તારમાં 600 જેટલા સિંહો છે. જેની સંખ્યા હજુ પણ 50 જેટલી આ વર્ષે જ વધશે એવી સંભાવના છે. પરંતુ સામે સિંહોના વધતા જતા મૃત્યુના કારણે ખુશી મનાવવી કે દુઃખ એ વન્યપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે.
WSON Team
એશિયાટિક લાયન દુનિયાભરમાં માત્ર સાસણ ગીર માં જ જોવા મળે છે. અને લુપ્ત થઇ રહેલી આ પ્રજાતિ ને જાળવવા આપણે સૌ એ પ્રયત્નો કરવો જોઈએ અને સિંહોની સુરક્ષા અને સંરક્ષણ માટે સિંહોની ગરિમા જાળવવા આપણે જ આગળ આવું જોઈએ તો જ કદાચ આવનારી પેઢી જંગલના રાજાને ચોરડીમાં નહિ ખરા અર્થમાં તેના ઘર એટલે કે જંગલમાં મુક્ત પણે જોઈ શકે. http://wildstreakofnature.com/gu/asiatic-lion/

ગુજરાતના ગૌરવ સમાન સિંહોના મૃત્યુ અંગે ચિંતા વ્યકત કરતા પરિમલ નથવાણી

ગીરના સિંહોનાં અકુદરતી મોતને રોકો ગુન્હેગારોને પકડી કાયદેસરની કાર્યવાહી જરૂરી- નથવાણી

એશિયા ખંડમાં ફકત ભારત દેશમાં અને તે પણ માત્ર ગુજરાત રાજયમાં જ જોવા મળે છે. ગુજરાતમાં પણ તે ફકત ગીરના જંગલમાં જોવા મળે છે. પરંતુ હાલ આ એશિયાટીક સિંહોનું અસ્તિત્વ જોખમમાં છે. ગીર જંગલની દલખાણિયા રેન્જમાં ત્રણ અને રાજુલામાં એક સિંહના મૃતદેહો મળવાના સમાચાર દુઃખદાયક અને દુર્ભાગ્યપૂર્ણ છે.
WSON Team
એક ભય એવો પણ છે કે કુલ અગિયાર સિંહો મરી ગયા છે. અને બાકીનાનાં શબ મળવાનાં બાકી છે. જો આ સાચું હોય તો તે ભય પમાડનારૂં છે. અને હવે વખત આવી ગયો છે કે સત્તાવાળાઓ આ મોતનાં કારણો શોધે અને ગુન્હેગારો પર કામ ચલાવે. રાજ્ય સભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ગુજરાતના ગૌરવ સમાન આ સિંહોના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી રોષ પ્રકટ કર્યો હતો.
WSON Team
પરિમલ નથવાણીએ ખુદ એક અનન્ય વન્ય જીવ પ્રેમી છે અને તેમણે ‘ગીર લાયનઃ પ્રાઇડ ઑફ ગુજરાત’ નામનું દળદાર પુસ્તક પણ તાજેતરમાં પ્રકાશિત કર્યું છે. તેમણે કહ્યું કે જો સિંહોને ઝેર આપીને કે વીજળીના ઝટકાથી મારી નાખવામાં આવ્યા હોય તો આવી ઘટનાઓની સંખ્યા અને પ્રમાણ ભયજનક સ્તરે પહોંચે તે પહેલાં તેને સખત હાથે અટકાવવી જોઇએ.
WSON Team
પરિમલ નથવાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળની જેમ જો શિકારીઓની ટોળકીનો આમાં હાથ હોય તો આવી ટોળકીઓને ખુલ્લી પાડી તેમની ઉપર સખત હાથે કામ ચલાવવું જોઇએ. ગીરના એશિયાટિક સિંહો દુર્લભ અને મૂલ્યવાન છે. તેમનાં અકુદરતી મોતને કદાપિ સહન કરી શકાય નહિ, તેમ તેમણે ઉમેર્યું હતું.
WSON Team
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરના ભૂતકાળમાં પરિમલ નથવાણીએ ગીરના સિંહોના ખુલ્લા ત્યજી દેવાયેલા કૂવાઓમાં પડી જવાને લીધે થતાં અકસ્માત મોત રોકવા માટે ખુલ્લા કૂવાઓ ઉપર પાળા બાંધી આપવાના કાર્યમાં પહેલ કરી હતી. એટલું જ નહિ, તેમણે ગીરમાં રેલવેના પાટા ઉપર થતાં સિંહોનાં મોત અટકાવવા માટે વાડ બાંધવા કે અન્ડરપાસ તૈયાર કરવાની દરખાસ્ત પણ કરી હતી.
WSON Team
પરિમલ નથવાણીએ આજની આ ઘટનાને પગલે તમામ વન્યજીવ પ્રેમીઓએ ભેગા મળી આપણાં આ કિમતી પ્રાણીઓનાં અકુદરતી મોતની વિરૂદ્ધ અવાજ ઊઠાવવો જોઇએ. તેમણે રાજ્યના વન મંત્રી અને સંબદ્ધ અધિકારીઓને આ ઘટનાઓની યુદ્ધના ધોરણે તપાસ કરી સખ્ત પગલાં લેવા માટે પત્ર લખી તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી.
રાજય સરકારે એશિયાઈ સિંહોની સાથે-સાથે વાઘના સંરક્ષણ માટેના પ્રયાસો શરૂ કરવા જોઈએ : પરિમલ નથવાણી

ગુજરાતની વન્ય જીવનસંપદા પ્રદર્શનનો પ્રારંભ: ચિત્રો અને મોડેલ્સ દ્વારા વન્યજીવને નિહાળવા અને સમજવાની તક

ભારત સરકારના પર્યટન પર્વ હેઠળ કરાયું આયોજન

ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા હાલમાં વિવિધ કાર્યક્રમો દ્વારા આંતરદેશીય પ્રવાસનને વેગ આપવા પર્યટન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
social Media
તેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસનના સહયોગથી અકોટા વિસ્તારના સયાજીનગર ગૃહ પાસે આવેલા મેદાનમાં ક્રાફ્ટ મેળાની બાજુમાં ગુજરાતની સમૃદ્ધ વન્યજીવન સંપદાની ઝાંખી કરાવતું દર્શનીય પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
Social Media
આ પ્રદર્શનમાં ગુજરાતની આગવી વિશેષતા જેવા ગિરના સિંહ, કચ્છના નાના રણના ઘુડખર સહિત વિવિધ વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો ઇત્યાદીના પ્રાકૃતીક પરિવેશમાં આબેહુબ મોડેલ્સ અને જાણીતા છબીકારોની તસવીરો દ્વારા ગુજરાતની અદભૂત અને આકર્ષક વન્ય જીવસૃષ્ટિને જાણવા, માણવા અનેસમજવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Social Media
ખાસ કરીને શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, તેમના વિદ્યાર્થીઓને આ પ્રદર્શન બતાવે એવો અનુરોધ ટીસીજીએલના અધિકારી એન્થોનીએ કર્યો છે. આ પ્રદર્શન તા.27 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે અને લોકો વિનામૂલ્યે સવારના 10.00 થી સાંજના 6.00 કલાકના સમય દરમિયાન આ પ્રદર્શન જોઇ અને નિહાળી શકશે.

હૈદરાબાદમાં બન્યો દેશનો પ્રથમ ‘ડોગ પાર્ક’

હવે શ્વાનો પણ માણશે લક્ઝરીયસ લાઈફ,આ પાર્કમાં કૂતરાઓ માટે બધા પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

તેલંગાણાના હૈદરાબાદમાં શ્વાનો માટે એક વિશેષ ‘ડોગ પાર્ક’નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં શ્વાનો માટે તમામ પ્રકારની સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. બૃહદ હૈદરાબાદ નગર નિગમ દ્વારા કોંડાપુરમાં 1.1 કરોડ રૂપિયાના ખર્ચે 1.3 એકર જમીન પર આ પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં શ્વાનો માટે વોકિંગ ટ્રેક તથા ક્લિનિકની સુવિધાઓ પણ આપવામાં આવી છે.
WSON Team
GHMCના જોનલ આયુક્ત ડી હરિચંદનાએ જણાવ્યું કે અહીં શ્વાનોને તાલીમ આપવાના ઉપકરણો, કસરત માટેના સાધનો જેવી વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ પાર્ક દેશનો પ્રથમ ‘ડોગ પાર્ક’ છે. અહીં શ્વાનને લાગતી તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ પાર્ક બનાવવામાં આવ્યો છે. જ્યાં આ પાર્ક બનાવવામાં આવ્યો છે, ત્યાં અગાઉ કચરો નાખવાની જગ્યા હતી. હરિચંદનાએ વધુમાં જણાવ્યું કે, તેમણે આ પ્રકારના ‘ડોગ પાર્ક’ અન્ય દેશોમાં પણ જોયા હતા. આથી તેમને વિચાર આવ્યો કે આવો પાર્ક આપણા દેશમાં કેમ નથી? આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, લોકો પોતાના શ્વાનને અહીં લાવી શકે છે. આ સાથે જ પાર્કમાં જે સુવિધાઓ આપવામાં આવી છે, તેનો લાભ પણ લઇ શકે છે. આ પાર્કનું લોકાર્પણ આગામી 10 દિવસોમાં કરવામાં આવશે.