અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ધારી તાલુકાના સરસીયા રેન્જ વિસ્તારમાં એકી સાથે ત્રણ-ત્રણ દીપડાનાં મૃતદેહો મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે આ દીપડાનાં મોતના પ્રાથમિક તારણમાં આ દીપડાએ મૃત શ્વાનની મિજબાની માણી હોવાનાં કારણો ત્રણેય દીપડાના મોત થયાનું આશંકા દશાર્વાય રહી છે.
મળતી માહિતી મુજબ ત્રણ દિપડાનું ઝેરી દવાના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. બનાવને પગલે વનખાતાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Social Media
આ બનાવમાં દિપડાએ ઝેરી પદાર્થથી મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃત કુતરાની મિજબાની આ ત્રણેય દિપડાઓએ માણ્યા બાદ મોત થયાનું જાણવા મળેલ છે. આ બનાવની જાણ વનવિભાગને થતાં તપાસનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે.
અગાઉ પણ વનવિભાગની બેદરકારીના કારણે સિંહોના મોત થયા હતા આમ છતાં વનવિભાગે કોઈ સાવચેતી નહી રાખતા વધુ ત્રણ દિપડાના મોત થતાં વન્ય પ્રેમીઆેમાં ભારે રોષ જોવા મળી રહ્યાે છે. આ બનાવમાં વનવિભાગે ત્રણ દિપડાનાં મોત ઝેરી અસરથી થયાની પુષ્ટી આપી છે.
ગુજરાતના તાપી જિલ્લામાં આવેલ નિજહાર ગામ પાસે આશરે 30 વર્ષ બાદ પહેલીવાર ફરી એકવાર વાઘ જોવા મળ્યો હતો. વર્ષો પહેલા આ વિસ્તારમાં વાઘ જોવા મળતા હતા પરંતુ ધીમે ધીમે સમયાતંરે વાઘે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરનો આ વિસ્તાર છોડી દીધો હતો.
WSON Team
ગુજરાત દેશનું એકમાત્ર રાજય બની શકે છે જ્યાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને એશિયાઇ સિંહોનો બંન્નેનો વસવાટ હોય. તાજેતરમાં ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાપી જીલ્લાના નિઝર ગામમાં એક વ્યક્તિ પર ગત્ત 25 જુલાઈને બુધવાર ના રોજ વાઘ દ્વારા થયેલા હુમલાએ ગુજરાત રાજયમાં વાઘની મોજુદગીનો પુરાવો આપ્યો છે.
WSON Team
જોકે મામલે રાજયસભા સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીએ અગાઉ જાન્યુઆરી 2017માં ગુજરાતના જંગલમાં વાઘની મોજુદગી અંગે ગુજરાત સરકાર અને જંગલ વિભાગના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.
WSON Team
આ સંદર્ભે પરિમલ નથવાણી એ જણાવ્યુ હતું કે, “વાઘ ના મળમૂત્રના અવશેષો અને પંજાના નિશાન વગેરે સહિતના વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે વાઘની અવર-જવરનો કોરીડોર સ્થાપિત થઈ રહ્યો છે.” ગુજરાત સરકારને જાન્યુઆરી 2017 માં લખેલા પત્રમાં પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત-મહારાષ્ટ્ર સીમા પર ચેકપોસ્ટમાં નિયુક્ત મહારાષ્ટ્ર પોલીસના બે કોન્સટેબલોએ પણ વાઘને ગુજરાતનાં જંગલ વિસ્તારમાંથી મહારાષ્ટ્રનાં જંગલ વિસ્તારમાં પ્રવેશી અને પરત ગુજરાતનાં જંગલ વિસ્તારમાં જતા જોયો હતો.
WSON team
વધુમાં પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે તાજેતરમાં નિઝરના ગ્રામજન પર વાઘ દ્વારા હુમલાની ઘટનાના સમાચારોએ ફરી એકવખત વાઘ ગુજરાતના જંગલમાં વસવાટ કરી રહ્યા હોવાનું પુરવાર કર્યું છે. “હવે આ યોગ્ય સમય છે જયારે રાજયના વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહોની સાથે-સાથે વાઘોના સંરક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે. વનવિભાગે આ રાષ્ટ્રીય પ્રાણીની સલામતી ઉપરાંત તેમના ખોરાક માટે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા તે વિસ્તારમાં જળવાઈ રહે તે માટે પણ યોગ્ય પગલાં લેવા જરૂરી છે,”
WSON Team
ગુજરાત સરકાર માટે પર્યટન ક્ષેત્રનો વિકાસ કરવાની આ ઊજળી તક છે. “વાઘની હાજરી આપણી વન્યજીવ સૃષ્ટિને વધારે સમૃધ્ધ બનાવશે. એ સર્વવિદિત છે કે, ગુજરાતમાં એશિયાઈ સિંહોની હાજરીથી પર્યટન ક્ષેત્રને ખૂબ જ ઉત્તેજન મળ્યું છે. ગુજરાતમાં વાઘના વસવાટથી રાજ્ય પર્યટન ક્ષેત્ર પણ ચોક્કસ ઘણી વધુ ઊંચાઈઓ સર કરશે,” આ સાથે નથવાણીએ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સંબદ્ધ વિભાગને પત્ર લખીને ગુજરાતમાં વાઘના સંરક્ષણ માટે જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવે તેવી અપીલ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીસંગ્રહાલયમાં સાપનાં કરડવાથી એક 12 વર્ષીય વાઘણનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ પ્રાણીસંગ્રહાલયમાં બે સામાન્ય વાઘણ હતી. આ બે વાઘણ પૈકીની એક વાઘણને સાપ કરડી જતાં તેનું મોત નિપજ્યુ હતું.
મળતી માહિતી મુજબ રાજકોટ પ્રાણીસંગ્રહાલયમાં ભૂમિ નામની વાઘણને ઝૂમાં મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી હતી અને સાંજનો સમય થતા તેને ઓપન એન્કલોઝરમાંથી અંદર પાંજરામાં લઇ જવા માટેની તૈયારી ચાલી રહી હતી.
આ સમયે અમારો સ્ટાફ રૂટિન ક્રિયા મુજબ ‘ભૂમિ’ નામની વાઘણ પાસે ગયા પણ તે ઉભી થઇ શકી ન હતી તેમજ તે સ્થળેથી હલન-ચલન પણ કરી શકતી ન હતી. આથી અમારા સ્ટાફને તેની ચિંતા થઇ હતી. પરંતુ મોટી મુંઝવણ એ ઉભી થઈ હતી કે, તેની પાસે પહોંચવું કેવી રીતે?
આમ છતાં, અમારો સ્ટાફ તેની નજીક ગયો હતો. આમ છતાં પણ તેણે હલન-ચલન કર્યું ન હતું. ધીરે ધીરે અમારો સ્ટાફ તેના પગ બાંધીને તેને અંદર લઇ આવ્યા હતા અને તેની સારવાર શરૂ કરી હતી. આ દરમિયાન વાઘણના ડાબા થાપાના ભાગે સ્વેલિંગ જોવા મળ્યુ હતું. જેના કારણે અમને શંકા ગઇ કે, જરૂર તેને સાપ કરડ્યો હશે. આ પછી, વેટરનરી ડોક્ટર દ્વારા આ દિશામાં તેની સારવાર શરૂ કરાવી હતી પણ આ સારવાર કારગત નીવડી ન હતી, છેવટે સાડા આઠ વાગ્યાની આસપાસ તેનું મોત નિપજ્યું હતું.
પ્રાણીસંગ્રહાલયના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વાઘણના મૃત્યુ પછી તેનું ત્રણ ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. જેમાં એવુ જાણવા મળ્યુ કે, વાઇપર પ્રજાતિનો કોઇ સાપ કરડવાથી તેનું મોત થયું હોવુ જોઇએ. રાજકોટ ઝૂ જેને પ્રધ્યુમન પાર્ક ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક કુદરતી રીતે જંગલ જેવો વિસ્તાર છે. જ્યાં અવાર-નવાર સાપ નીકળતા રહેતા હોય છે.
રાજકોટ ઝૂના સૂત્રોના જણાવ્યા મુજબ, આ વાઘણના ઓપન એન્કલોઝર વાળા વિસ્તારમાં કોબ્રા સાપ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી ૫૧ પ્રજાતિઓનાં કુલ 408 વન્ય પ્રાણી-પક્ષીઓને લોકોના પ્રદર્શન કરવા માટે રાખવામાં આવેલા છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ મગરોનું ઘર કહેવાય છે..શહેરની વસ્તી સાથે વન્યપ્રાણી જીવો રહેતા હોય તેવુ જવલ્લે જ જોવા મળતું હોય છે.મગરોની કુલ ૨૨ પ્રજાતિઓ છે જેમાની શહેરમાં અને માનવ વસતી સાથે રહેતી પ્રજાતિના મગરની સંખ્યા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના વડોદરા શહેરમાં માર્શ પ્રજાતિના મગરોનું સંખ્યા સૌથી વધુ છે.
WSON Team
મળતી માહિતી પ્રમાણે વડોદરાનાં દુમાડ ગામમાં 10 ફૂટ લાંબો મગર અચાનક લોકોની નજરે ચડ્યો હતો. જ્યારે વાત કરવામાં આવે તો અચાનક આ મગર સામે આવતા ગામના લોકોમાં ફફટાડ મચી જવા પામ્યો હતો. જોકે આ માહિતી એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ ઓફ ફોરેસ્ટ વિભાગના સટાફને સમય પર આ ઘટનાની જાણ કરી બોલાવી લેવામાં આવ્યા હતા. રસ્તા પર આવેલ મગરને ભારે જહેમત બાદ પકડમાં લઇ કાબુમાં લેવાયો હતો.
આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં મગર જોવા મળે છે. વડોદરાની નજીકની જ જો વાત કરવામાં આવે તો આણંદ અને ખેડા જિલ્લામાં પણ મગર જોવા મળી આવે છે. થોડા દિવસો પહેલાં જ એક મગરના બચ્ચાને પણ વડોદરામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘણી વાર ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી માંથી મગર બહાર આવી જાય છે. તો બીજી તરફ શહેરના રાજમહેલ કમ્પાઉન્ડ માંથી પણ 6 ફુટ મગરને વનવિભાગ દ્વારા પકડવામાં આવ્યો હતો.
ગિર સોમનાથના ખિલાવડમાં એક સિંહ બાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહ બાળનો મૃતદેહ એક પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. જોકે ગીર સાસણમાં એક તરફ સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને બીજી તરફ સિંહોના અકારણ મોત જે સિંહ સંરક્ષણ અંગેની વન વિભાગની કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા કરે છે.
એશિયાટિક સિંહનું એક માત્ર રહેઠાણ માત્ર ગુજરાતના ગિરના જંગલમાં આવેલું છે. આ ગિરનું જંગલ અંદાજે કુલ 1412 ચો.કી.મી. તેમજ 258 ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને 1153 ચો.કી.મી. અભયારણ્યના વિસ્તારમાં ફેલાયેલું છે. ‘સિંહ-દર્શન’ માટે દેશ-વિદેશથી લોકો અહીં આવે છે.
મળતી માહિતી અનુસાર ગિર સોમનાથ જિલ્લાના ખિલાવડ રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહ બાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. લગભગ બે માસના આ ‘નર’ સિંહ બાળનો મૃતદેહ એક પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવ્યો હતો. એશિયાટિક સિંહ અને જંગલના અન્ય વન્ય પ્રાણીઓના રક્ષણની કામગીરી રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં પણ કેટલાક લેભાગુ તત્વો દ્વારા ગેરકાયદે ‘સિંહ દર્શન’ની પ્રવૃતિ કરવાની અને સિંહ પજવણીના વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે. આ સંજોગોમાં આજે એક સિંહ બાળનો શંકાસ્પદ મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે.
WSON Team
વન વિભાગના કર્મચારીઓ રાઉન્ડ પર હતા ત્યારે એક પ્લાસ્ટિકની થેલીમાં ‘સિંહ બાળ’ હોય તેવું તેમને દેખાયું હતું. જેના કારણે વન વિભાગના કર્મચારીઓએ આ મામલાની તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાંથી એક આશરે બે મહિનાનું સિંહ બાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેવી રીતે પ્લાસ્ટિકની થેલીમાંથી આ સિંહ બાળનો મૃતદેહ મળ્યો છે, તેને જોતા વન વિભાગના પ્રાથમિક તારણ મુજબ સિંહ બાળની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ‘સિંહ બાળ’ના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે જસાધાર ખસેડવામાં આવ્યો છે. હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે સિંહ બાળના મોતનું સાચુ કારણ શું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાસણમાં સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આ સાથે ગિરના જંગલમાં ગેરકાયદે ‘સિંહ દર્શન’ કરાવવાની પ્રવૃત્તિ પણ ખૂબ વધી રહી છે. જેમાં કેટલાક સ્થાનિક લોકો થોડા પૈસાની લાલચે સિંહ દર્શન કરાવવા ગેરકાયદે પશુનું મારણ કરાવી લોકોને સિંહનો લાઈવ શિકાર પણ બતાવતા હોય છે.
આ ઉપરાંત કેટલીક વાર વાહનમાં બેસીને સિંહની પજવણી કરાતી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. જંગલ, સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષાની જવાબદારી વન વિભાગના અંતર્ગત આવે છે, પરંતુ વારંવાર આવી અનેક ઘટના સામે આવતા વન વિભાગની બેદરકારી ખુલીને બહાર આવે છે.