હવે સામાન્ય દિવસોમાં 150 પરમીટ અને તહેવારોમાં 160 પરમીટ અપાશે.
દેવળીયા પરિચય ખંડમાં ખાતાની બસોમાં ઉપરાંત હવે જીપ્સી દ્વારા પણ પ્રવાસીઓને પાર્કની મુલાકાત લઇ શકશે.
ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા ગીર જંગલ ટ્રેઇલ અને દેવળીયા ગીર ખાતે એશિયાટીક લાયનને નિહાળવા આવતા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે હેતુથી હાલની પ્રવેશ પરમીટ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
હાલમાં પ્રવાસીઓને ગીર જંગલ ટ્રેઇલ મુલકાતની પરમીટની સંખ્યામાં 16 ઓગષ્ટથી વધારો થતાં હવે પ્રવાસીઓને નીરાશ નહીં થવુ પડે, બપોરની ટ્રીપનો સમય પ્રવાસીઓને વધુ પસંદ કરતા ના હોય જે સવારનાં 9-00 કલાકથી 12-00 કલકાનો હતો તે હવે પછી સવારે 8-30 થી 11-30 કલાકનો ફેરફાર કરવામાં આવેલ છે.
WSON Team
ટ્રીપ સમય જોઇએ તો સવારે 6-00 થી 9-00 સુધી હવે 30 ટ્રીપનાં બદલે 50 ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારનાં દિવસોમાં 50 ટ્રીપનાં બદલે 60 ટ્રીપ કરવામાં આવી છે. બીજો સવારનાં 8-30 થી 11-30 કલાક સુધી સવારે 6-00 થી 9-00 સુધી હવે 30 ટ્રીપનાં બદલે 50 ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારનાં દિવસોમાં 50 ટ્રીપનાં બદલે 60 ટ્રીપ કરવામાં આવી છે.
તે જરીતે ત્રીજી ટ્રીપ બપોરનાં 3-00 થી સાંજનાં 6-00 કલાકની છે તેમાં સવારે 6-00 થી 9-00 સુધી હવે 30 ટ્રીપનાં બદલે 50 ટ્રીપ સામાન્ય દિવસોમાં અને તહેવારનાં દિવસોમાં 50 ટ્રીપનાં બદલે 60 ટ્રીપ કરવામાં આવી છે. આમ સામાન્ય દિવસોમાં 90 અને તહેરવારોમાં 150 ટ્રીપની પરમીશન હતી તેમાં વધારો કરી સામાન્ય દીવસોમાં 150 અને તહેવારોમાં 160 ટ્રીપની પરમીશન આપતા સામાન્ય પરમીટમાં 66 ટકા અને તહેવારોની પરમીટમાં 20 ટકાનો વધારો કરવામાં આવેલ છે.
WSON Team
આ વધારને ધ્યાને લઇને હાલનાં ટુરીઝમ ઝોનનાં 8 રૂટમાં 5 નવા રૂટનો ઉમેરો કરી કુલ 13 રૂટ બનાવવામાં આવ્યા છે. દેવળીયા ગીર પરીચય ખંડની મુલાકાતે પધારતા પ્રવાસીઓને પાર્કની મુલાકાત ખાતાની બસોમાં કરાવવામાં આવતી હતી. તે ઉપરાંત હવે પછી એક ટ્રીપમાં 10 જીપ્સી(લોખંડની જાળી કવર કરેલી) દ્વારા પણ પ્રવાસીઓને પાર્કની મુલાકાત લઇ શકશે. આ નિર્ણયથી લોકો ગીર જંગલ તેના વન્યપ્રાણીઓ અને પ્રકૃતિ નીહાળી વધુ લાભાન્વિત બની શકશે.
વલસાડના કોસંબા ગામે દીપડાએ ભેંસના બચ્ચાને ફાડી ખાતા ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે.
વલસાડ શહેર અને તેની આસપાસ છેલ્લા ઘણા સમયથી કાંઠાનાં વિસ્તારમાં એક દીપડાનો આતંક યથાવત છે. જેના કારણે ગ્રામજનોમા ભયનો માહોલ સર્જાયો છે. કોસંબાના મોરા મોટા ગામ ખાતે વાડીમાં મોડી રાત્રીએ દીપડાએ ભેંસના બચ્ચાને ફાડી ખાતા ગ્રામ જનોમાં દહેશત ફેલાયો છે.
જંગલ વિસ્તાર નજીકના ગામોમાં દીપડાનો ભય હંમેશા ખેડૂતોને સતાવતો રહે છે. વારંવાર દીપડા ગામમાં રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં ઘુસી આવે છે. અને માણસો અને પશુઓ પર હુમલો કરી ભુખ સંતોષે છે.આ ઘટના કારણે ગામના લોકોમાં ભય છે અને લોકો રાત્રીના સમયે ઘરની બહાર નિકળવાનું પણ ટાળે છે. વલસાડના કોસંબા ગામે દીપડાએ ભેંસના બચ્ચાને ફાડી ખાતા ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે.
બે દિવસ અગાવ દીપડાએ ગામની અંદર બે બકરા ફાડી ખાધા હતા. વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાંઠા વિસ્તારમાં દીપડો જોવા મળ્યાનાં મેસેજથી ગ્રામજનો ભયમાં મુકાયા છે. ત્યારે વલસાડના કોસંબા પારધી ફળીયા પ્રગતિ સ્ટ્રીટ મોરા મોટા ગામ ખાતે વાડીમાં મોડી રાત્રીએ દીપડાએ ભેંસનાં બચ્ચાને ફાડી ખાતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ ફેલાયો છે.
અબડાસા તાલુકાના મોટી વમોટી ગામની સીમમાં ખાનગી કંપનીની પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયાની ઘટના સામે આયા છે. એક મહિનામાં 20 થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત પવનચક્કીના કારણે નિપજ્યા હોવાનો ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો.
અબડાસા પંથકમાં રાષ્ટ્રીય પંખીના થતા મોતને પગલે કોંગી ધારાસભ્ય સહિતના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોરના મૃત્યુ બાદ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ શોકાંજલિ આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અબડાસાના મોટી વમોટીની સીમમાં મોરના થયેલા મૃત્યું બાદ ધારાસભ્ય પી.એમ. જાડેજાએ પોતાનો રોષ વ્યક્ત કરીને આવી ઘટનાઓ પાછળ જંગલખાતું અને વહીવટી તંત્ર જવાબદાર હોવાના આક્ષેપો કર્યા હતા.
તેમણે કહ્યુંં હતું કે, પવનચક્કીઓના કારણે વન્ય સંપદા અને પર્યાવરણને ભયંકર નુકશાન થઈ રહ્યું છે. જંગલખાતું જ સાથે રહીને 500 વર્ષ જૂના વૃક્ષો કાપીને નિકંદન કરે છે. ત્યારે વન્યખાતા દ્વારા 20 વર્ષમાં કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરાયું અને હાલમાં કેટલા ઉઘેલા છે તે જણાવવામાં આવે. પવનચક્કીઓને આડેધડ મંજૂરી આપવાના કારણે પર્યાવરણ અને અન્ય જીવોનો નાશ થઈ રહ્યો છે. ત્યારે કોઈ ગરીબ જો ગાંડો બાવળિયો કાપી કોલસો બનાવીને પોતાનું પેટીયું રડતો હોય તો પણ વનતંત્ર તેના પર કાર્યવાહી કરશે પરંતુ પવનચક્કી પ્રોજેક્ટ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
વધુમાં પી.એમ. જાડેજાએ જણાવ્યું હતુ કે, કેનેડામાં પવનચક્કીની આડ અસરને કારણે વરસાદ પણ વરસતો નથી. તેમજ તેની આરોગ્ય પર પણ અસર જોવા મળે છે. આવા વિવિધ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા સહિતના કોંગી આગેવાનો અને પર્યાવરણ પ્રેમીઓએ મોરના વિવિધ બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ કલેક્ટર કચેરીના પ્રાંગપણમાં મોરની શોકસભા યોજીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભુજમાં નોંધાવાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી વમોટી પંથકના ગામડાઓના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વર્લ્ડમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, કોઈ સ્વજન માટે ઉજવાય છે. પરંતુ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક માત્ર દિવસ એટલે ‘વિશ્વ સિંહ દિવસ’, એશીયાનું ગૈારવ અને જૂનાગઢની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરતા વિશ્વ સિંહ દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. વિશ્વભરમાંથી એક માત્ર સાસણ , જૂનાગઢ ખાતે જોવા મળતા એશિયેટીક લાયન અને આફ્રિકાના જંગલોમાં રહેતા આફ્રિકન સિંહોની મહત્વતા દર્શાવતા ‘વર્લ્ડ લાયન ડે’ ની ઉજવણી કરવામાં આવે છે.
WSON Team
સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક,પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવુ મહત્વ ધરાવતુ પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રનાં 22000 ચોરસ કીલોમિટરમાં વિહરતા થયા છે.
WSON Team
વન્યપ્રાણી વર્તુળ સાસણગીરની આગેવાનીમાં સૈારાષ્ટ્રનાં પાંચ જિલ્લાનાં 40 તાલુકામાં વિશ્વસિંહ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વસિંહ દિવસની ઉજવણી વનવિભાગ દ્વારા વર્ષ 2016થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, એન.જી.ઓ. ગ્રામજનોએ ભાગ લીધો છે. ગત વર્ષ 2017માં જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આમ ચાર જિલ્લાનાં 36 તાલુકામાં 4193 શાળા, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક અને કોલેજ કક્ષાની સંસ્થાઓનાં 834474 છાત્રો અને નાગરિકોએ ભાગ લીધો હતો બોટાદ તાલુકામાં ૧૦૫૫ લોકોએ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આ વર્ષે વર્ષ 2018માં સિંહોંના નિવાસસ્થાન ધરાવાતા પાંચ જિલ્લાનાં 40 તાલુકાનાં 5180 શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં 12 લાખથી વધુ લોકોને જોડવામાં આવશે. વિશ્વ સિહ દિવસે સાસણમાં સિંહ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. સિંહ સંવર્ધન અંગે ડોક્યુમેન્ટરી અને તજજ્ઞોનાં વક્તવ્યો સાથે વિદ્યાર્થીઓ ચહેરા પર સિંહનું મહોરુ લગાવી સિંહ સાથેની અત્મિયતાનાં દર્શન કરાવશે.
WSON Team
વિશ્વ સ્તરે એશિયાટિક સિંહોની માંગ રહેતી હોવાથી સિંહોનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે પરંતુ સિંહોના રક્ષણ અને સંવાર્ધનની જવાબદારી નિભાવનાર સાસણ ગીર અને વન વિભાગ લોકોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વન્ય પ્રાણીઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્ન કરે છે અને વિશ્વ સિંહદિવસ તરીકે ઉજવણી કરે છે, સિંહ એક એવી પ્રજાતિ છે જેનાથી આપને ગર્વ અનુભવીએ છીએ આથી જ ગેરકાયદેસર રીતે સિંહોને હેરાન કરતા લોકોને અટકાવવા અને લાયન શો કરી સિંહોને ખતરો પહોંચાડતા અટકાવવા તેમજ લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા આ એક પ્રયાસ છે આ ઉજવણીમાં આશરે દસ લાખ થી વધુ લોકો એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આશરે 5000 થી વધુ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસ ની રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે.
WSON Team
જીવ સમતુલા જાળવવા અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા જાળવી રાખવા સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવું જરૂરી છે. હાલ સિંહો સાસણ ગીર ઉપરાંત ગીર સોમનાથ,પોરબંદર, અમરેલી, ભાવનગરમાં જોવા મળે છે. સિંહો ની સંખ્યામાં વધારો થતા બૃહદ ગીર ની કામગીરી અમલમાં છે.
WSON Team
સિંહો ની સંખ્યામાં જોઈએ તો છેલ્લી ગણતરી મુજબ 2015 માં કુલ ૫૨૩ સિંહો સાસણ ગીર ખાતે જોવા મળ્યાહતા જે હાલ 650 નો આંકડો પાર કરી રહ્યા હોવાનું એક અનુમાન છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ દ્વારા થઇ રહેલા પ્રયત્નોની સફળતા આ વધતી સંખ્યામાં જોઈ શકાય છે.આમ છતાં કુદરતી મૃત્યુ કરતા માનવ સર્જિત કારણે સિંહો ના મૃત્યુ ના આંકડા વધુ છે.
WSON Ream
સાસણ ગીર ખાતે વધતા જતા હોટલો અને તેમાં થતા લાયન શો, ગેરકાયદેસર થતા સિંહોના પ્રદર્શન અને પજવણી છે, જેના કારણે સિંહો ચિડાઈ જતા હોય છે અને આસપાસના ગામડાઓ કે શહેરો તરફ ભાગે છે. જેના કારણે તેમના અસ્તિત્વ પર જોખમ વધતું જાય છે.વિશ્વ સિંહ દિવસ સિંહોની સુરક્ષા અને મહત્વતા ને જાગૃત કરવાનો એક અનેરો પ્રયાસ છે જેમાં ખાસ કરીને નાના બાળકોને જોડવામાં આવે છે જે આવનારા સમયમાં સિંહો સાથે મિત્રતા કેળવે અને તેમની જાળવણી કરે એ ખુબ જરૂરી છે.
સાસન ગીરમાં ફોરેસ્ટ એરિયાની બહાર 18 વર્ષ પહેલા સ્થાઈ થયેલી સિંહણ ‘રાજમાતા’નું જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું. રાજમાતાને ઉંમર સંબંધિત તકલીફો હતી અને તે હોઈમોકરોટીઝ નામની બીમારીથી પીડાઈ રહી હતી.
મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના લીલીયાના ક્રાકચમાં આજથી 18 વર્ષ પહેલા આવેલી રાજમાતા એક મોટા ટોળાંની સદસ્ય હતી. વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સ્થાઈ થયેલા તમામ સિંહ તેમજ સિંહણ રાજમાતાના જ વંશજો છે. રાજમાતાનું નામ પણ તેની પ્રતિભાને શોભે તેવું હતું, કારણકે આ સિંહણ ગીરના સૌથી મોટા ઝુંડનો હિસ્સો હતી, અને તેના મોત પછી કદાચ આ ઝુંડ વિખેરાઈ જશે તેવું વન્યજીવ પ્રેમીઓનું માનવું છે.
ગીરમાં સિંહોની વસ્તી સતત વધી રહી છે, તેમાં રાજમાતા જેવી સિંહણોનો પણ મોટો ફાળો છે. ઉંમરને લીધે રાજમાતા શિકાર કરી શકવા પણ સક્ષમ ન હોવાથી તેને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવી હતી, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બીમારીને કારણે રાજમાતાના લોહીમાં પણ ઈન્ફેક્શન થઈ ગયું હતું. જેથી રાજમાતા મોત સામેની જંગ આખરેે હારી ગઈ હતી.