ગુજરાતમાં પૃથ્વી પરના કદાવર પક્ષી નર ઘોરાડની વસતી ઘટીને માત્ર 1 જ રહી ?

‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડર્ (ઘોરાડ)’ પર વર્ષોથી કામ કરતી સંસ્થા ‘વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (ડબલ્યુઆઈઆઈ)’ના મતે હવે ગુજરાતમાં નર ઘોરાડની સંખ્યા ઘટીને માત્ર એક રહી છે. કચ્છના નલિયા આસપાસ ઘાસિયા મેદાનોમાં જોવા મળતા આ પક્ષીઓની કુલ સંખ્યા ગુજરાતમાં ૨૦થી વધુ નથી.દેશમાં તેની વસતી ૨૦૦ આસપાસ હોવાના આંકડા આવતા રહે છે, પરંતુ નિષ્ણાતોના મતે પૃથ્વી પરના સૌથી કદાવર પૈકીના એક એવા ઘોરડની વસતી હવે સવાસોથી વધારે હોય એવુ લાગતું નથી.
natureconservation.in
‘ઈન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન નેચર(આઈયુસીએન)’ના એપ્રિલ મહિનામાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આ પક્ષીની વસતી ૨૦ જ છે. એક સમયે સેંકડોની સંખ્યામાં જોવા મળતા ઘોરાડ હવે સરકારી બેદરકારીને કારણે નષ્ટ થવાની કગાર પર પહોંચ્યા છે. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટના સંશોધનના આધારે ‘ડાઉન ટુ અર્થ’ સામયિકે આજે આ અહેવાલ રજૂ કર્યો હતો. અગાઉ પણ નરની વસતી એક જ રહી હોવાની આશંકા વ્યક્ત થઈ હતી. પરંતુ આજે એ આશંકાને સાચી જાહેર કરવામાં આવી હતી. ૨૦ કિલોગ્રામ સુધી વજન ધરાવતા ઘોરાડ ઉડી શકતા નથી, પરંતુ એ પૃથ્વી પરના સૌથી વજનદાર પક્ષી હોવાનો વિક્રમ ધરાવે છે. ઊંચાઈમાં ૧ મિટરથી પણ વધારે કદના થતા આ પક્ષીનો શિકાર કરવો સહેલો છે. કેમ કે એ ઘાસના મેદાનમાં રહે છે, જ્યાં તેનું કદાવર શરીર છૂપાઈ શકતું નથી.આંતરરાષ્ટ્રીય સ્તરે હોબાળો મચ્યા પછી થોડા વર્ષો પહેલા ગુજરાત સરકારે અબડાસા તાલુકામાં નલિયા પાસે ઘોરાડ અભયારણ્ય માટે જમીન ફાળવી હતી. એ જમીન પર અત્યારે ગાંડા બાવળ ઉગી ચૂક્યા છે, જ્યારે નાનુ-મોટુ દબાણ પણ થઈ રહ્યું છે. જ્યાં કોઈને પ્રવેશવાની છૂટ ન હોવી જોઈએ એવા અભયારણ્યમાંથી કેટલાક ગામના રસ્તા નીકળે છે. માટે અહીં વાહન સહિતની અવર-જવર સતત ચાલુ રહે છે. એ સંજોગોમાં શરમાળ ઘોરાડની વસતી વધવાની ક્યારની બંધ થઈ ગઈ છે.બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએનએચએસ)ના વિજ્ઞાાની અસદ રહમાનીએ કહ્યુ હતુ કે ૧૫ વર્ષ પહેલા ત્યાં ૧૧ નર હોવાનું અમે નોંધ્યુ હતુ. પરંતુ પછીથી કચ્છમાં સતત ઔદ્યોગિક વિકાસ થયો જેણે આ પક્ષીનો ભોગ લીધો છે.
india.com
ગુજરાત બહાર મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં થોડી વસતી બચી છે. ઘોરાડ એકાંતપ્રિય અને શરમાળ હોવાથી આસાનીથી પ્રજનન કરતા નથી.બીજી તરફ સતત કપાતા જતા જંગલો, નાના પાયે ચાલતી શિકાર પ્રવૃત્તિ, ઓદ્યોગિકરણ વગેરેને કારણે ઘોરાડના મૃત્યુ થઈ રહ્યા છે. જેમ કે કચ્છમાં જ ઊંચા થાંભલાના વાયરો સાથે અથડાઈને ઘોરાડ મૃત્યુ પામ્યાના અનેક દાખલા નોંધાયા છે. છતાં સરકારે એ દિશામાં કશી કામગીરી કરી નથી. કેમ કે થાંભલા નાખનારી કંપની ખાનગી છે.નર ઘોરાડની વસતી એક જ રહી તેનો મતલબ એવો થયો કે હવે વસતી વધવાની કોઈ સંભાવના નથી. કેમ કે એકથી વધુ હતા ત્યારે પણ ઘોરાડ પ્રજનન કરતા ન હતા. હવે એક છે, એ જીવશે ત્યાં સુધીમાં પ્રજનન કરે તો ભલે, બાકી વસતી ઘટતી જશે. આ પક્ષી ગુજરાત માટે ગૌરવનો વિષય છે, પરંતુ સરકારને તેની જાણકારી જ હોય એમ લાગતું નથી. ૪૦ વર્ષ પહેલા ઘોરાડની વસતી દેશમાં સાડા સાતસોથી વધુ હતી. એ ઘટીને આજે સો-સવાસોએ આવી પહોંચી છે. પક્ષી સંરક્ષણની નિષ્ફળતાનો આ ક્લાસિક કિસ્સો છે.

બરડાના જંગલમાં હવે સિંહોની ડણક ગુંજશે

સમગ્ર એશિયામાં એશિયાટીક લાયનનું એકમાત્ર રહેઠાણ ગીરનું જંગલ છે. સિંહોને આ જંગલ સાંકડુ પડતું હોવાથી પોરબંદર નજીકના બરડાના જંગલમાં ગીરના જંગલની સમકક્ષ જ એક વિકલ્પ મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું. બરડાના આ જંગલમાં પ્રાયોગિક ધોરણે બે સિંહ જોડીને વસાવવામાં આવી છે અને તેમનું સંવર્ધન પણ કરવામાં આવી રહ્યું છે.
WSON Team
બરડાનું આ જંગલ ગીરના જંગલ જેવી જ કુદરતી આબોહવા ધરાવે છે અને એટલા માટે જ તે ગીરનો વિકલ્પ બનવા યોગ્ય હોવાથી 1979માં બરડાના આ જંગલને સરકાર દ્વારા અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તો અહીંયા સિંહના ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ચિતલ હરણ વસાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી ચિતલ હરણને બરડાના જંગલોમાં સિંહના ખોરાક માટે મુક્ત કરવામાં આવ્યાં હતાં અને ત્યારથી બરડાના આ જંગલમાં સિંહોને વસાવવા માટેના વિધિવત શ્રીગણેશ કરી દેવામાં આવ્યાં હતાં.
WSON Team
બાદમાં આ સિંહોને મધ્યપ્રદેશના જંગલમાં ખસેડવાની મથામણ શરૂ થતાં તે સમયે બરડાના જંગલમાં સિંહોને વસાવવાનો પ્રોજેક્ટ અદ્ધરતાલ થઈ ગયો હતો. ત્યારબાદ 2015માં ગીરના સિંહોને બરડામાં વસાવવાના પ્રોજેક્ટને લીલી ઝંડી મળતા અત્યારે સિંહોને વસાવવામાં આવ્યા છે. હાલ બે સિંહની જોડીને અહીં મુકવામાં આવી છે પરંતુ આવનારા સમયમાં વધુ એશિયાટિક સિંહોનો વસવાટ કરાવી બરડાના જંગલને ગીરના જંગલના સક્ષમ વિકલ્પ તરીકે સ્થાપિત કરવામાં આવશે.

એશિયાટીક લાયનની ડણક હવે અમદાવાદના એરપોર્ટમાં સાંભળવા મળશે

‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ ઉભી કરાઈ, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસ.વી.પી.આઇ.) એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલ પર ‘ધ ગીર’નું નિર્માણ કર્યું છે, જેની સંકલ્પના અને અમલીકરણ સુપ્રસિધ્ધ વન્યજીવ પ્રેમી રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીની મદદથી કરવામાં આવ્યું. ‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટનું અનાવરણ પરિમલ નથવાણી તથા લોકસભા સાંસદ અને એરપોર્ટ સલાહકાર સમિતિ, અમદાવાદના અધ્યક્ષ પરેશ રાવલના હસ્તે સંયુક્ત રીતે એસ.વી.પી.આઇ. અમદાવાદના એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
Social Media
અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આગમન અને પ્રસ્થાન ઝોન વચ્ચે ગીર જેવા જંગલની રચના કરી છે. વિમાનના પ્રવાસીઓ અને મુલાકાતીઓને જંગલની અદભૂત અનુભુતી અને જંગલના રાજાને એરપોર્ટ પર જોવા મળશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ જંગલમાં એશિયાટીક લાયન, હરણ, ચિત્તા અને પક્ષીઓનું મોડલ સ્થાપિત કરવામાં આવ્યું છે. ડિસ્પ્લેમાં ચિત્તલ અને બ્લેકબક પણ છે. ગુજરાતના ગૌરવસમા સિંહોને એરપોર્ટ પર ડિસ્પલે કરવામાં આવ્યા છે. અને જો મુલાકાતીઓ આ સિંહો પર ઇશારો કરે છે તો સિંહો ગર્જના કરે છે. ગીરના જંગલ જેવું જ કૃત્રિમ જંગલ ઉભું કરવામાં આવ્યું છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ એરપોર્ટ પર ગીર જંગલના ખ્યાલને રજૂ કર્યો હતો જેને એરપોર્ટ ઓથોરિટીએ ચરિતાર્થ કર્યો છે.
Social Media
રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એશિયાટીક સિંહોના એકમાત્ર રહેઠાણની ઝાંખી પૂરી પાડવા માટે ગીરની પ્રતિકૃતિ તૈયાર કરવાનો વિચાર કરવામાં આવ્યો. ગુજરાત ઉપરાંત અન્ય શહેરો અને દેશોના ઘણાં લોકોએ ગીર વિશે સાંભળ્યું તો હશે પરંતુ તેની મુલાકાત લઈ શક્યા હશે નહીં.
Social Media
અમે આશા રાખીએ છીએ કે આ પ્રતિકૃતિ લોકોમાં ગીરના વન્યજીવો પ્રત્યે રસ પેદા કરશે અને તેમને ગીરની રૂબરૂ મુલાકાત લેવા માટે પ્રોત્સાહન આપશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે એશિયાટીક સિંહ રજવાડી પ્રાણી છે. કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર તે કોઈની પર હુમલો કરતા નથી કે કોઇને હાનિ પહોંચાડતા નથી. આ સૌંદર્યીકરણ પ્રોજેક્ટમાં પણ જ્યારે સિંહ અને પક્ષીઓના પ્રતિકો પર હાથ લગાવવામાં આવે ત્યારે જ સિંહની ત્રાડ અને અન્ય પ્રાણીઓના અવાજ સાંભળવા મળશે. આ ગીરના જંગલની તાદૃશ્ય અનુભૂતિ કરાવે છે.
“ ગીર લાયન-પ્રાઈડ ઓફ ગુજરાત “ સાંસદ પરિમલ નથવાણી લિખિત રસપ્રદ કોફી ટેબલ પુસ્તક

ગીર સોમનાથ: લાયન શો નો વિડિયો આવ્યો સામે આ જંગલનો રાજા છે કે રમકડાં

ર સોમનાથ ના ફરેડા ગામ ના જંગલ માં યોજાયેલ લાયન શો નો વધારે એક વિડિયો વાઇરલ થયો છે.માદા સિંહણ ને મુરઘા ની લાલચ આપી રમકડાં ની માફક લલચાવતો હોવાનો ચોંકાવનારો વિડિયો વાઈરલ થતા પ્રાણીપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અને દરેક લોકો એક જ સવાલ પુથી રહ્યા છે વન વિભાગ અને સરકાર ને શું આવી રીતે થશે સિંહો ની સુરક્ષા ? જેની એક ત્રાડથી પગ નીચેથી જમીન સરકી જાય તેવાં ગીરનાં સાવજની આજે દયનીય સ્થિતિ જોવાં મળી રહી છે. એક પછી એક સિંહની પજવણીના વીડિયો સામે આવી રહ્યા છે. જંગલનો રાજા ગણાતો સિંહ આજે એક કઠપુટળીનો ખેલ બની ગયો છે.
Social Media
અઢી મિનીટમાં સિંહની પજવણી કરતા આ વીડિયોમાં માદા સિંહણ ને મરઘા નો શિકાર બતાવી લલચાવાઈ રહી છે. અને પછી મરઘા ને એક દોરી વડે બાંધી ઝાડ પર લટકાવી દેવાય છેમા માદા સિંહણ  મરઘા ને  ખાવા તડપી રહી છે.  જેવી સિંહાન મરઘા નજીક દોટ  લગાવે છે કે તરતજ લાઇન શો કરનાર ઇલ્યાસ અદ્રેમાન દોરી ખેંચી મુરઘા ને ઉપર ખેંચી લે છે. અન્ય  ટુરિસ્ટો અને લોકો  બેઠા બેઠા આ તમાસા નો આનંદ ઉઠાવીરહયા છે. ત્યાં મોજુદ ટુરિસ્ટો બેઠા બેઠા  પોતાના મોબાઈલ ફોન માં વિડિયો બનાવી રહયા  છે. માદા સિંહણ ને મરઘા માટે તડપાવતા હોવાનો અઢી મિનિટ નો વિડિઓ બહાર આવ્યો છે. અમે આપણે જણાવી દઈએ કે વિડિઓ માં દેખાઈ રહી આ માદા સિંહણ નું નામ  ભક્તાણી છે  ( ભક્તાણી નામ એટલા માટે જ રાખવામાં આવ્યું કે તે ભોળી છે અને માણસ  પાસે આવી બેસી જાય છે ) જેનો ભરપૂર લાભ લાયન શો કરનાર સખ્શો ઉઠાવાઈ રહયા હતા. ભક્તાણી નામની સિંહણ લાયન શો ના મુખ્ય આરોપી ઇલ્યાસ  અદ્રેમાન  ની વાડીયે રોજ આવતી અને નજીવા રૂપિયા કામવા ઇલ્યાસ આ લાયન શો ને અંજામ આપતો હતો.
Social Media
ભક્તાણી નામની સિંહણ ને મરઘા ની લાલચ આપી કઠપૂતળી  ની જેમ નચાવતો અને ટુરિસ્ટો પાસે થી હજારો ખેંખરતો હતો. ગત્ત 18 મેં ના રોજ વન વિભાગ  કુંભકર્ણની  ઊંઘ માંથી જાગ્યું અને લાયન શો ને ઝડપી પાડ્યો વન વિભાગે અમદાવાદ ના ત્રણ ટુરિસ્ટ સહીત લાઇન શો ને અંજામ આપતા ઇલ્યાસ સમેત કુલ 8 લોકો ની ધરપકડ કરી હતી. જો કે કોર્ટે ટુરસિત સહીત કુલ 7 લોકો ને જામીન પર મુક્ત કર્યા છે જ્યારે  લાયન શો ના મુખ્ય આરોપી ઇલ્યાસ ના જામીન ફગાવી દીધા છે. અમે આપણે જણાવાઈ દઈએ કે લાયન શો ઝડપાયા બાદ  સિંહણ ને  મુરઘી ની લાલચ આપી લલચાવતી હોવાનો પહેલો વિડિઓ  વાઇરલ થયા બાદ ગાંધીનગર થી પીસીસીએફ અને વન મંત્રી ગણપત વસાવા  ફરેડા ના જંગલ માં દોડી આવ્યા હતા. અને જે જગ્યા પર લાયન શો થયો તેની મુલાકાત લાય જૂનાગઢ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જો કે હવે લાયન શો નો વધારે એક વિડિયો વાઇરલ થતા વન વિભાગ અને સરકાર ફરી એક સવાલો ના ઘેરા માં આવી છે. પજવણીનાં દ્રશ્યો પરથી અનેક સવાલો પણ ચોક્કસપણે ઊઠે કે આ સાવજને રંજાડનારા આ નરાધમો કોણ છે? કેમ વારંવાર આ પ્રકારનાં વિડિયો સામે આવ્યાં બાદ પણ વનવિભાગ ચૂપ કેમ છે. સિંહની આ રીતે વારંવાર પજવણી કરવી એ કેટલી યોગ્ય છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંય સમયથી સિંહ દર્શનનાં નામે સિંહની પજવણી થાય છે પરંતુ આ પ્રકારનાં દ્રશ્યો સામે આવ્યાં બાદ પણ વન વિભાગની આંખો ખુલે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

શું ક્યારેય જોયું છે ? સફેદ એલબીનો સાપ

બારડોલી તાલુકાના ઉવા ગામમાં અલભ્ય અને અત્યંત સુંદર એલબીનો સાપ જોવા મળ્યું. ભાણા નામના બે છોકરા સાથે એક નાગ બારડોલી ફ્રેન્ડ્સ ઓફ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટના સેન્ટર પર મોકલ્યો હતો.
Social Media
ટ્રસ્ટ અનુસાર નાગ અત્યંત દુર્લભ હોય છે જેનું નામ એલબીનો કોબ્રા છે. બારડોલીના એનીમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ ના ત્યાં આ સાપને મુકવામાં આવ્યા છે. જતીન રાઠોડના જણાવ્યા મુજબ આવા પ્રકારના બીજા સાપ જિલ્લામાં જોવા મળ્યા છે. ગુજરાતમાં આ એલબીનો કોબ્રા  ખૂબ જ ઓછા પ્રમાણ માં જોવા મળે છે.
Social Media
રાઠોડ મુજબ એલબીનો કોબ્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.મનુષ્યમાં જેમ કોઢનો રોગ હોય, તેમ હજારો સાપો માંથી કોઈક સાપને કોઢનો રોગ જોવા મળે આ રોગમા સાપનો કલર સફેદ થઈ જાય છે.સાપનું શરીર સફેદ અને આંખો લાલ હોય છે. વધારે ગરમી હોય તો આવા સાપોનું મૃત્યુ પણ થઈ શકે છે.
Social Media
સફેદ એલબીનો કોબ્રા અંગે વન વિભાગ ને જાણ કરાઈ છે.તબીબો દ્વારા સાપના ડેટા લેવામાં આવશે.ત્યાર બાદ વન વિભાગ દ્વારા અનુકૂળ વાતાવરણવાળી જગ્યા પર તેણે મુક્ત કરવામાં આવશે.