જૂનાગઢ,
જૂનાગઢમાં છેલ્લા 15 દિવસમાં તાપમાન નો પારો 40 ને પહોંચી ગયો છે. ત્યારે જંગલોની નદીઓ અને ઝરણાઓ સુકાઈ ગયા છે. ગિરનાર જંગલ ની ભાગોળે આવેલ તમામ વરસાદી પાણીના સ્ત્રોત ખૂટી જતા વન્યજીવ સૃષ્ટિ માટે ખૂબ મોટી સમસ્યા ઉભી થઇ છે. ત્યારે વન વિભાગ દ્વારા વન્ય જીવો માટે ખાસ પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ગીરનારના જંગલ વિસ્તારમાં 50 થી વધુ સિંહ ઉપરાંત દીપડા અને હિંસક પ્રાણીઓ ઉપરાંત તૃણભક્ષી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે જેને ઉનાળાના દિવસોમાં પીવાના પાણી માટે જંગલની બહાર ન આવવું પડે એ માટે જંગલમાં 100 સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
WSON Team
ગિરનારનું જંગલ ચોમાસામાં ખીલી ઉઠે છે અહીં ઝરણાઓ સતત વહેતા હોય છે. ચારે બાજુ લીલી હરિયાળી છવાઈ જાય છે પણ હાલ ઉનાળા ની સીઝન છે અને પાનખરની ઋતુ ચાલી રહી છે. જંગલના એક એક વૃક્ષ સુકાઈ રહયા છે. ચારે બાજુ સૂકા ઝાડ અને આકરો તાપ થી વન્ય જીવો પરેશાન થઈ રહ્યા છે.જંગલમાં પાણીના ઝરણા પણ સુકાઈ ગયા છે જેના કારણે વન્યજીવ સુષ્ટ્રી પાણી માટે જંગલની બહાર ન આવી જાય અને આસ પાસ ના વિસ્તારોના લોકો ડરના કારણે વન્ય જીવો ને હેરાન ન કરે એ માટે જંગલ માં જ દર 5 કિલોમીટરના અંતરે પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યાં વન્ય જીવો પાણી પીવા આવે છે અને ગરમી થી રાહત મેળવવા આ પાણીના પોઇન્ટ પાસે આવી ને બેસે છે.
WSON Team
આ અંગે જ્યારે ગિરનાર ઉત્તર રેન્જ ના ઓફિસર એ અમારી સાથે વાત કરતા જણાવાયું હતું કે ગિરનારના જંગલમાં જ્યા જ્યા પાણીના કુદરતી સ્ત્રોત હતા અને ત્યાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પાણી પીવા આવતા હતા તેની આજુબાજુમાં પાણીની કુંડીઓ ભરવામાં આવી રહી છે જેમાં ટેન્કર ઉપરાંત પવનચક્કી વડે પણ પાણી ભરવામાં આવે છે. દિવસમાં 2 વખત વન કર્મચારીઓ પીવાના પાણીના પોઇન્ટ ઉપર જઈને પાણી ભરે છે જ્યા સિંહ અને અન્ય પ્રાણીઓની સતત અવરજવર પણ જોવા મળે છે. ઉનાળાના સખ્ત તાપ માં વન્ય જીવો વધુ અકડાઈ જાય છે. આથી પાણી ન પોઇન્ટ જો નજીક માં મળે તો ગરમીથી વન્યપ્રાણીઓ રાહત મેળવી શકે છે.
WSON Team
ઉનાળાના દિવસોમાં જંગલમાં પાણીની તંગી દૂર કરવા અને પાણી ન પોઇન્ટ સુધી સતત પાણી ની વ્યવસ્થા કરવાની જવાબદારી નિભાવનાર યુ જે ડાકી ફોરેસ્ટ અધિકારી જણાવે છે કે પાણીની તંગી વન્યપ્રાણીઓને પણ ભટકવા માટે મજબુર કરે છે. ત્યારે વનવિભાગના કર્મચારીઓ સતત જંગલમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ રીતે ચોમાસા સુધી આ વ્યવસ્થા ખુબ મહત્વની પુરવાર થશે.
ગીરના જંગલોમાં સિંહોના આંટાફેરા કોઈ નવી વાત નથી. ગીરના જંગલો એશીયાટીક લાયન અને ગુજરાતની ઓળખ એવા સિંહોનું ઘર છે. માનવ વસ્તીવાળા વિસ્તારોમાં સિંહોના આંટાફેરા પણ હવે નવી વાત નથી રહી ગીરના જંગલ વિસ્તારોમાં વન્યજીવોની અવર જવર રોજીંદી ઘટના છે. માનવ વસ્તીમાં અનેક વાર સિંહો આવી જતા હોય છે. ત્યારે હવે તો સિંહો મંદિરોનાં દર્શને પણ પહોંચી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. સિંહો હવે મંદિરોના આટાફેરા કરી રહ્યા છે. આવો જ એક બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના ફરેડા ગામની પાસે આવેલા જંગલ આ વિસ્તારમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર જંગલના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. પરંતુ આ જંગલમાં આવેલું હોવાથી વનરાજીથી ઘેરાયું છે. આ સ્થળે લોકો અવારનવાર દર્શન કરવા આવતા હોય છે. જ્યાં મહાદેવ મંદિર પર સિંહો ઘણી વારા આંટાફેરા કરતા નજરે ચડે છે.
social media
નોંધનીય છે થોડા દિવસો પહેલા એક સિંહ ખોડિયાર માતાના દર્શને આવી પહોંચ્યો હતો. હવે ગીર ગઢડા નજીક જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવના મંદિરે એક સિંહણ દર્શન કરવા આવતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું.
બુધવારે જંગલમા આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારે શ્રાદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયે મહાદેવ મંદિરના પગથિયા પરથી એક સિંહણ ઉતરતી જોવા મળતા શ્રદ્ધાળુઓમાં ભયનો મહોલ ફેલાયો હતો. એક શ્રદ્ધાળુએ પોતાના મોબાઈલ કેમરામાં સિંહણ સીડી પરથી ઉતરતી હોય તેવા દ્રશ્યો કેદ કરી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ગીર ગઢડાના ફરેડા ગામના જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે અનેક વખત સિંહનો ભેટો શ્રદ્ધાળુઓ સાથે થતો હોય છે. શ્રદ્ધાળુઓને મહાદેવના દર્શન સાથે સાથે સિંહ દર્શનનો પણ લ્હાવો મળતો હોય છે.
ગુજરાતના જંગલોમાં છેલ્લા બે વર્ષમાં સિંહોની સરખામણીએ દિપડાનો મૃત્યુઆંક વધ્યો છે. ગીરના જંગલોમાં કુલ 110 સિંહોના મોત થયાં છે જ્યારે દિપડાંના મોતની સંખ્યા 180 થવા જાય છે.
ગુજરાતના વિવિધ જંગલોમાં સિંહોની જેમ દિપડા પણ મરી રહ્યાં છે. મોતના આંકડા કુદરતી અને અકુદરતી એમ બન્ને પ્રકારના છે. વિધાનસભામાં આ ચોંકાવનારી વિગતો રજૂ કરવામાં આવી છે.
wildstreakofnature.com
2016ના વર્ષમાં 23 સિંહ અને 33 સિંહબાળ મર્યાં છે જ્યારે 2017માં 15 સિંહ અને 38 સિંહબાળ મળ્યા છે. એવી જ રીતે 2016માં 56 દિપડા અને 19 તેના બચ્ચાંના મોત થયાં છે. 2017માં આ આંકડો અનુક્રમે 69 અને 37 થવા જાય છે.
અકુદરતી મોતમાં સિંહો કરતાં દિપડાના મોતનો આંકડો વધુ જોવા મળ્યો છે. બે વર્ષમાં 15 સિંહો અકુદરતી રીતે મર્યા છે જ્યારે 2016માં 21 અને 2017માં 29 દિપડા અકુદરતી રીતે મર્યા છે.
સરકારે ગીરના જંગલમાં ખુલ્લા કુવાઓ રક્ષિત કર્યા છે. રેલ્વેલાઇન પર ચેઇંલિંગ ફેન્સિંગ કરી છે તેથી સિંહોના અકુદરતી મૃત્યુ નિયંત્રણમાં લઇ શકાયા છે જ્યારે રાજ્યના વિવિધ અભ્યારણ્યો કે જેમાં દિપડાની સંખ્યા છે તેવા વિસ્તારોમાં અકસ્માતે મોત ન થાય તે માટે જાહેર માર્ગો પર સ્પીડબ્રેકર લગાવ્યા છે. ગીરની આજુબાજુના ગામોમાં વન્યપ્રાણી મિત્રની નિયુક્તિ કરી છે.
માળીયાહાટીના તાલુકાના વન વિભાગના ગડુ રાઉન્ડમાં મંગળવારના રોજ રાત્રીના સમયે ભૂંડના શિકાર માટે પાછળ દોડેલી સિંહણ અને ભૂંડ બન્ને ખુલ્લા કુવામાં ખાબક્યા હતા. જેથી વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ટીમની મદદથી બન્નેને બચાવાયા હતા. મળતી માહિતી મુજબ વન વિભાગમાં ખંભાળિયા વાડી વિસ્તાર કે જે કોસ્ટલ એરિયાની બોર્ડર પર છે. છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં સિંહના ગુ્રપો આંટાફેરા આ વિસ્તારમાં છે. વન વિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી કરી નજર રાખવામાં આવે છે. મંગળવારના રોજ સાંજના સમયે ખંભાળીયા ગામની સીમમાં જંગલી ભૂંડનો શિકાર કરવા એક સિંહણ તેની પાછળ દોડી હતી. વાડીનાં ખુલ્લા કુવામાં પહેલા ભૂંડ અને પછી સિંહણ એમ બન્ને ખાબક્યા હતા. કુવામાં જોરદાર અવાજ આવતા આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવી જોતા સિંહણ અને ભૂંડ બન્ને બચવા માટે તરફડિયા મારતા હતા. જોકે તાત્કાલિક માળીયા વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ અમરાપુર એનિમલ સેન્ટરમાંથી રેસ્ક્યુ ટીમને મદદ માટે બોલાવી સંયુકત રેસ્ક્યુ હાથ ધરી લગભગ ચાર કલાકની ભારે જહેમત બાદ સિંહણને દોરડા વડે પાંજરામાં સફળ રીતે પુરી હતી. બાદમાં ભૂંડને બહાર કાઢી તર તજ છોડી મુકવામાં આવ્યું હતું. જોકે કુવામાં ખાબકેલ 3 થી 5 વર્ષની સિંહણને કોઇ ઇજા છે કે કેમ તે જાણવા માટે ઓબ્ઝર્વેશન માટે અમરાપુર એનિમલ કેરમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
વર્ષ 2016માં 104 અને વર્ષ 2017માં 80 સિંહોના મોત થયા.
સોમવારના રોજ ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં ગુજરાતના ગીરમાં કેટલા સિંહોના મોત થયા છે તે અંગેની પ્રશ્ર્નોતરી થતા ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. સરકારી આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016માં 104 અને વર્ષ 2017માં 80 સિંહોના મોત થયા છે. જોકે એક તરફ સિંહોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે આ આંકડા સામે આવતા ચોક્કસ દુ:ખ થાય તે સ્વભાવિક છે. જોકે આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો કુદરતી રીતે 152 સિંહોના મોત થયા છે. જયારે 32 સિંહોના અકુદરતી રીતે મોત થયા છે. સોમવારના રોજ ગુજરાત વિધાનસભામાં રાજયના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પુછેલા સવાલના જવાબ આપતા આ ચોકનારો આંકડો સામે આવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં 74 સિંહણ અને 39 બાળ સિંહ તેમજ 71 સિંહોના મોત થયા છે.
wildstreakofnature.com
વર્ષ 2016માં 21 સિંહ, 40 સિંહણ અને 21 બાળસિંહના કુદરતી રીતે મોત થયા
વર્ષ 2017માં 11 સિંહ, 17 સિંહણના અને 25 બાળસિંહના કુદરતી રીતે મોત થયા
જયારે અકુદરતી રીતે વર્ષ 2016માં 3 સિંહ, 7 સિંહણ અને 2 બાળસિંહના મોત થયા
જયારે અકુદરતી રીતે વર્ષ 2017માં 4 સિંહ, 10 સિંહણ અને 6 બાળસિંહના મોત થયા