વિદેશી પક્ષી ફોરેસ્ટ વેગટેઈલ ગુજરાતનું મહેમાન બન્યું

ગુજરાતના ઘણા સ્થળો અને સરોવર વિદેશી પક્ષી માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતનું જામનગર હોય કે નળસરોવર ખાતે વિદેશી પક્ષીઓ ગુજરાતના બનતા રહ્યા છે. ત્યારે જામનગર ખાતે ફોરેસ્ટ વેગટેઈલ જામનગરનું મહેમાન બન્યું છે. જેને લઈને પક્ષી વિદ્દોમાં ઘણી ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને છ પ્રકારની અને વેગટેઈલમાં આ ફોરેસ્ટ વેગટેઈલ કંઈક અલગ જ જોવા મળે છે. તેની લંબાઈ 18 સેમીની જેટલી હોય છે. વેગટેઈલના શરીર પર જંગલ પ્રિન્ટ ધરાવતુ આ પક્ષી મુખ્યત્વે એકલુ કે નાના જૂથમાં અને ઝાડની ડાળીઓ અને વૃક્ષ નીચેના ઝાડી ઝાંખરામાં જોવા મળતુ હોય છે. વન વગડાનું આ નાનુ પક્ષી દિન પ્રતિદિન શહેરી સીમ વિસ્તારોમાંથી દિવસે ને દિવસે લુપ્તાની કગાર પર આવી પહોચ્યું છે. વૃક્ષ પર માળો બનાવીને રહેતુ અને ખૂબ શરમાળ અને અલભ્ય ગણાતુ આ પક્ષીને નિહાળવુ પણ લહાવો ગણાય છે. ખાસ કરીને પૂર્વ એશીયા, કોરીયા ચીન અને સાઈબીરીયાના વિસ્તારો તેના સંવર્ધન વિસ્તારો છે શિયાળામાં તે એશીયાના કેટલાક ગરમીવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરે છે ત્યારે જામનગરમાં ફોરેસ્ટ વેગટેઈલ જોવા મળતા પક્ષી પ્રેમીઓ અને પક્ષી વિદ્દોમાં  આનંદની લાગણી પ્રસરી છે.

ગીરમાં સિંહોના મોત મામલે હાઈકોર્ટે રાજય સરકારને ફટકારી નોટિસ

ગુજરાતના ગીરમાં છેલ્લાં બે વર્ષમાં 184 સિંહોના મોતને લઈ ગુજરાત હાઈકોર્ટ ખફા થઈ છે. ગુજરાત હાઈકોર્ટે સિંહોના મોતને લઈ સુઓમોટો અરજી દાખલ કરી છે, સંભાવના એવી છે કે સોમવારના રોજ મુખ્ય ન્યાયમુર્તિ આ સુઓ મોટો અરજીની સુનવણી કરશે. આ અરજીમાં કેન્દ્ર અને રાજય સરકારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જેના કારણે હાઈકોર્ટ બંન્ને સરકારો પાસે તેનો ખુલાસો માંગશે. તાજેતરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં રાજય સરકારે ધારાસભ્ય દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નમાં ઉત્તર આપ્યો હતો કે છેલ્લાં બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત નિપજયા હતા. જેમાં 35 ટકા સિંહોના મોત આકસ્મીક થયા હતા. આ અંગે પ્રસિધ્ધ થયેલા સમાચારને હાઈકોર્ટે ગંભીરતાથી લીધા હતા. જેના પગલે આ સુઓ મોટો અરજી થઈ છે. ગુજરાત હાઈકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં 35 ટકા સિંહોના આકસ્મીક મોત અંગે ચીંતા વ્યકત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના સિહો અંગે ગુજરાત સરકાર એક તરફ બહુ મોટા પ્રચાર કરે છે.  બીજી તરફ મધ્ય પ્રદેશ સરકારની સિહો આપવાની માગણીનો ગુજરાત સતત વિરોધ કરી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં સિંહોના મોતને હાઈકોર્ટે ગંભીરતાથી લઈ રહી છે.

દિપડા, સિંહ બાદ હવે રીંછ માનવ વસ્તીમાં આવી જતા કુતુહલ

નર્મદાના જંગલ વિસ્તારમા વન્ય પ્રાણીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે. જેમા ખાસ કરીને શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્યમા વન વિભાગ દ્વારા જંગલમા ટ્રેપ કેમેરા ગોઠવવામા આવ્યા છે. જેમા વન્ય પ્રાણીઓ ફરતા કેમેરામા માલૂમ પડે છે. જેમા દીપડા, ચોસીંગા, હરણ જેવા વન્ય પ્રાણીઓ દેખાય છે. નર્મદાના સગાઇ રેંજમા આવેલ કોકટી જંગલમા અચાનક રીંછેં દેખા દેતા ગ્રામજનોએ પણ રીંછને જોતા લોકોમા કૂતૂહલ જોવા મળ્યુ હતુ. આ વિસ્તારમા લાંબા સમય પછી પહેલી વાર રીંછ જોવા મળ્યુ હતું. મળતી માહિતી મુજબ ગ્રામજનોએ વન વિભાગ ને જાણ કરતા વન અધિકારીઓ, કર્મએચારીઓ કોકટીગામે દોડી આવ્યા હતા. અને જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી. વન વિભાગે રીંછને પકડયુ નથી પણ તેને સલામત જગ્યાએ લઇ જવામા આવ્યુ છે. વન અધિકારીના જણાવ્યા મુજબ  ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચેની ખાઇમાથી ખોરાકની શોધમા પહેલી વાર માઇગ્રેટ થઇને રીંછ કોકટી ગામમા આવી ગયુ હતુ. જે ગામ લોકાએે જોયુ હતુ વન વિભાગના કર્મચારીઓએ ફોટોગ્રાફી અને વીડીઓગ્રાફી પણ કરાવી હતી. વન અધિકારીના જણાવ્યા અનુસાર પીપલોદ, ફૂલસર, સાગબારા, દેવમોગરા વિસ્તારમા રીંછની વસ્તી આવેલી છે. અહીનુ વાતાવરણ રીંછ માટે અનુકૂળ ગણાય છે. નર્મદામા શૂલપાણેશ્વર રીંછ અભયારણ્ય આવેલુ છે. જેમા કુલ ૨૪ જેટલા રીંછની વસ્તી છે. દર વર્ષે રીંછની સંખ્યામા ઉત્તરોત્તર વધારો થતો જાય છે. નાયબ વન સંરક્ષક ડો. શશીકુમાર તેમજ ગોરા, સગાઇ રેંજના આરએફઓ ના જણાવ્યા અનુસાર દેડીયાપાડા ખાતે રીંછ અભયારણ્ય સંવર્ધન કાર્યશાળાનુ વન્ય પ્રાણી સપ્તાહમા ગત ઓકટોબરમા વિશેષ આયોજન હાથ ધરવામા આવ્યુ હતું. આ કાર્યશાળામા ગુજરાતના રીંછ અભયારણ્યના જાણકારો બનાસકાંઠા, રતનમહાલ, જાંબુઘોડા,વિજયનગર, નર્મદાના તજજ્ઞો કાર્યશાળામા જોડાયા હતા. જેમા નર્મદા રીંછ અભયારણ્યમા રીંછના સંરક્ષણ માટેની ચર્ચા, પ્રેઝન્ટેશન અને અવલોકનો તેમજ માર્ગદર્શન પણ અપાયુ હતુ. આ વર્કશોપમા રીંછનુ વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે સંવર્ધન કરવુ તેનુ માર્ગદર્શન અપાશે. વિવિધ તજજ્ઞોના મંતવ્યો લેવાશે. જંગલમા પરિભ્રમણ કરી રીંછનુ અવલોકન, પગલા, સાઇન માર્ક, હગાર વગેરેનુ નિરિક્ષણ કરાયુ હતુ.  

વિશ્વના છેલ્લા નર ‘નૉર્થન વ્હાઈટ રાઈનો’ની વિદાય : અલવિદા સુદાન

2017ના વર્ષમા સૉશિયલ ડેટીંગ માટે બનેલી એક એપ્લિકેશન ટીંડર પર એનુ પિક્ચર અપલૉડ કરવામા આવ્યુ અને કેપ્શન લખાઈ ‘મૉસ્ટ એલિજેબલ બૅચલર ઑફ ધી વર્લ્ડ’ એ કોઈ એકટર, ફુટબૉલર, સિંગર, બિઝનેસ ટાયકુન કે નેતા ન હતો. એ તો 45 વર્ષનો ભવિષ્યમા લુપ્ત થનાર પ્રજાતી ‘નૉર્થન વ્હાઈટ રાઈનૉ’ ની આખરી કિરણ સમાન છેલ્લો નર ગેંડો હતો. કેટલાક યુવાનોએ ફંડ રેઈઝીંગ માટે ધ્યાન ખેચવા ટીંડર પર આવુ કરેલુ. એના શિંગડાના વેપાર માટે કતલખોરોની એ.કે.47થી બચાવવા કેન્યાના ઑ.એલ.પેજેતા પાર્કમા સિક્યોરિટી ગાર્ડસની વચ્ચે એને સુરક્ષિત રખાયો હતો.એનુ નામ ‘સુદાન’ જે પોતાના વંશનો આખરી નર હતો. લાંબી બિમારીને અંતે તાજેતરમા એને કૃત્રિમ મૃત્યુ આપી એનો મોક્ષ કરાયો.
openthemagazine.com
સુદાન આ પ્રજાપતિનો છેલ્લો નર હતો જે એના વારસમા 28 વર્ષની પુત્રી નાજીન, અને પ્રપૌત્રી ફાતુને છોડી ગયો છે. જે જગતમા માણસના જીવની કિંમત નથી રહી એવામા એક પ્રાણી માટે કેમ આટલી સંવેદના?  આ સવાલ સૌ કોઈને થાય ! જવાબ સામાન્ય છે. આપણે આ દુનિયાને સૌના માટે રહેવાલાયક બનાવવી છે અને દુનિયા કોઈની માલિકીની નથી એટલે.વાત સુદાનની એના સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ ગયા હતા. અને એની પૅઢીની માદા આ 45 વર્ષના જાયન્ટ નર સાથે પ્રજનન કરવા સક્ષમ ન હતી. આ કારણોસર એને માંદગી લાગી.
news.sky.com
એના રખેવાળોએ એને જીવની જેમ સાચવ્યો પણ જીવાડી શક્યા નહી.આફ્રીકામા વિશ્વની 5 પ્રજાતીના ગેંડામાની મુખ્ય પ્રજાપતિઓ જીવે છે. આ ગેંડાના શિંગડાઓ માટે કાતિલોની ટોળકી એને મશીનગનથી મારી નાંખે છે. બસ આજ ખતરાથી બચાવવા સુદાનને સંરક્ષણ અપાયુ હતુ. આ ગેંડાઓના શિંગડાનુ પ્રમુખ ખરીદદાર વિયેતનામ અને ચીન છે. વિયેતનામ ગેંડાના શિંગડામાથી હેલ્થ સપ્લીમેન્ટ, નશો ઉતારવાની દવા સાથે નશીલા ડ્રગ્સ બનાવે છે. આ બજારની માંગને પહોચી વળવા 5 હજાર ડૉલરથી લઈને 25000 ડૉલર ના માતબર ભાવે ગેંડાના શિંગડા અનધિકૃત રીતે વેચાય છે. રૂપીયા માટે માણસ વેચી દેવામા આવતો હોય ત્યા આવા કદાવર પ્રાણીની ચિંતા કોણ કરશે?? કદાચ આ વિષય આપણી પ્રાયોરિટી નથી. સુદાનના જીનેટીકલ અવશેશો એને અલવિદા કહેતા પહેલા સંશોધકોએ સંગ્રહી લીધા છે. અને પ્રયાસ કરવામા આવશે કે તેની પ્રજાપતિની જીવીત માદાઓમા એને સંક્રમિત કરી એના વંશને આગળ વધારી શકાય પરંતુ હાલ આવી કૅર અને લક્ઝરી વિશ્વના અન્ય જીવીત ગેંડાઓને નહી મળે.
pictures-and-images.com
આંકડા મુજબ આફ્રીકામા 2013 બાદ શિંગડા માટે AK 47ની બુલેટે ગેંડાને મારી નાંખવાની સંખ્યા ડબલ થઈ છે. ગત વર્ષે આપણા કાઝીરંગા નેશનલ પાર્કમા પણ આવી ઘટના નોંધાઈ છે. આજે ગેંડા મારવામા આવી રહ્યા છે. કાલ અન્ય પ્રાણીઓ મરશે! માણસ વેપાર માટે કાઈ પણ કરી શકે છે. પરંતુ જે દિવસે માણસોની આવી કત્લો થશે અને માધ્યમોમા ચમકશે પછી આપણે જાગીશુ.પ્રકૃતિ પર સૌનો હક્ક છે એ કોઈના એકની જાગીર નથી. સુદાનની વિદાય એ મેસેજ છે કે હવે સમય આવી ગયો છે જાગવાનો. વન્યજીવોને બચાવવાનો તેને રક્ષણ આપવાનો જો આજે નહિ કરીએ તો કદાચ આવનારી પેઢી આપણને કયારે પણ માફ નહિ કરે. Writer : Jay Mishra

અહો આશ્ચર્યમ..! જંગલનો રાજા ઝાડ પર આરામ ફરમાવતો જોવા મળ્યો

સામાન્ય રીતે જંગલી પ્રાણીમાં દિપડો ઝાડ પર ચઢે તેવી ઘટના આપણે ઘણી વખત જોઈ હશે અને સાંભળી પણ હશે. પરંતુ સિંહ ઝાડ પર ચઢે એવું આપણા ગુજરાતમાં લગભગ નહી સાંભળ્યું હોય. જો કે સિંહ ઝાડ પર ચઢે તવું કદાચ આફ્રિકાના જંગલોમાં જોવા મળે. કારણ કે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. જેથી આફ્રિકાના  સિંહો ઠંડક મેળવવા માટે ઝાડ પર ચઢે તેવું બની શકે તેવું અવાર નવાર જોવા મળ્યું છે. હાલ રાજયમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. મનુષ્યોની સાથે સાથે અબોલ જીવો પણ ઠંડક મેળવવા માટે આમ તેમ ભટકતા રહેતા હોય છે. ત્યારે જંગલમાં ઠંડક મેળવવા માટે જે મળે તે નો શહારો લઈને ઠંડક મેળવે છે. પરંતુ આપણા ગુજરાતના અમરેલીમાં સિંહ ઝાડ પર આરામ ફરમાવતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જંગલમાં વધતી જતી ગરમીના કારણે પશુ-પક્ષીઓ પણ ઠંડક મેળવવા માટે શોધ કરતાં હોય છે. તેવા માં અમરેલીના જંગલમાં એક સિંહ ઝાડ પર ચઢે છે અને ઝાળની ડાળી પર આરામ ફરામાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો આ સાથે અહિં 3 સિંહ જોવા મળ્યા. જેમાં એક ઝાડ પર ચઢે છે. તો બીજો જંગલમાં આંટાફેરા કરે છે. જ્યારે ત્રીજો સિંહ પાણીના કુંડ પાસે આરામ કરતો જોવા મળે છે. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે ગીરના સિંહો ઝાડ પર ચઢે તેવું આ પહેલી વખત સામે આવ્યું છે.