ગુજરાતના આ પ્રાણીસંગ્રહાલયમાં હવે 2 વાઘણ અને 6 કાળિયાર હરણ લાવવામાં આવશે

પ્રાણીસંગ્રહાલયમાં હવે નવા મહેમાનોનું આગમન થશે. જેમાં અમદાવાદ પ્રાણી સંગ્રહાલય અને ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલય દ્વારા પશુ પક્ષીઓની આદાન-પ્રદાન કરવામાં આવશે. ઔરંગાબાદથી 2 રોયલ બંગાળ અને 6 કાળિયાર હરણ અહીંયા લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે આગામી 19 તારીખની આસપાસ અમદાવાદ પહોંચે તેવી સંભાવના જોવા મળી રહી છે. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અમદાવાદ ખાતે આવેલું છે. જ્યાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય દ્વારા 2 રોયલ બંગાળ વાઘણ અને 6 કાળિયાર હરણ અહીંયા લાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેની મંજૂરી પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. કાંકરીયા પ્રાણી સંગ્રહાલય કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને મહારાષ્ટ્રમાં આવેલ ઓરંગાબાદ પ્રાણીસંગ્રહાલય દ્વારા અલગ અલગ પ્રાણીઓની બદલી કરવામાં આવશે. આ મુદ્દે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ઝુ ઓથોરિટીમાંથી પણ મંજૂરી મળી ગઈ છે. તે મુજબ કાંકરિયામાંથી ઇમું, શાહુડી જેવા પ્રાણી ઔરંગાબાદના પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવશે. જેના બદલામાં ઔરંગાબાદથી 2 વાઘણ અને 6 કાળિયાર હરણ અહીંયા લાવવામાં આવશે- આર.કે.સાહુ (કાકરીયા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર) અમદાવાદના પ્રાણી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલય વચ્ચે પશુ-પક્ષીઓનો આદાનપ્રદાન કરવામાં આવશે. જેમાં અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાંથી એક નર અને બે માદા એમ ત્રણ શિયાળ એક અને એક માદા એમ બે ઇમુ ત્રણ માદા પુનવાલ પાંચ માદા અને પાંચ નર એમ કુલ 10 શાહુડી ઓરંગાબાદ પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવશે. જ્યારે ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલય થી 2 રોયલ બંગાળ વાઘણ અને 2 નર અને 4 માદા કુલ 6 કાળિયાર હરણ અહીંયા લાવવામાં આવશે. પશુ પણ ક્વોરેન્ટાઈન: ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલયમાંથી અહીંયા લાવ્યા બાદ તેમને દસ દિવસ સુધી ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. ત્યારબાદ જ મુલાકાતીઓ માટે ખુલ્લા પાંજરામાં મૂકવામાં આવશે. અમદાવાદ પ્રાણી સંગ્રહાલય ટીમ પ્રાણી સંગ્રહાલયમાંથી પશુ પક્ષીને લઈને ઔરંગાબાદ જવા રવાના થઈ ચૂકી છે. જે આગામી 19 તારીખની આસપાસ અમદાવાદ પહોંચે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

આફ્રિકાથી આવ્યા મહેમાન: ફરી એકવાર લાવવામાં આવ્યા 12 ચિત્તા, કુલ સંખ્યા 20 પર પહોંચી

મધ્યપ્રદેશ માટે ફરી એકવાર ઐતિહાસિક દિવસ છે કારણ કે દક્ષિણ આફ્રિકાથી 12 નવા મહેમાનો ચંબલ વિસ્તારમાં કુનો નેશનલ પાર્ક પહોંચ્યા છે. ભારતની ધરતી પર ચિત્તાઓએ પગ મૂક્યા બાદ અહીંના લોકો ફરી એકવાર ગર્વ અનુભવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓને લઈ જતું ગ્લોબમાસ્ટર સી-17 વિમાન સૌપ્રથમ ગ્વાલિયર એરવેઝ પર ઉતર્યું હતું. આફ્રિકાથી આવ્યા મહેમાન: ગ્વાલિયર એરવેઝમાં હાજર વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે તમામ ચિત્તાને C-17 એરક્રાફ્ટમાંથી ચિનૂક હેલિકોપ્ટરમાં શિફ્ટ કરવામાં આવશે. આ પછી હેલિકોપ્ટર કુનો જશે. આ ચિત્તાઓને આ વિમાનમાંથી બીજા વિમાનમાં ખસેડવામાં લગભગ અડધો કલાક લાગશે. આ પ્લેન દ્વારા 7 નર ચિત્તા અને 5 માદા ચિત્તા દક્ષિણ આફ્રિકાથી આવી છે.મહાનુભાવોની હાજરી: એક ચિનૂક હેલિકોપ્ટર સવારે 11:00 વાગ્યે ગ્વાલિયર એરવેઝથી કુનો અભયારણ્ય માટે ઉડાન ભરશે. કુનો અભયારણ્યમાં હાજર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ 12 ચિત્તાઓને એક વિશાળ રણમાં છોડશે. આ કાર્યક્રમમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય વન મંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્યપ્રદેશના વન મંત્રી પણ હાજર રહેશે. સંભાળ માટે ટીમ તૈનાત: દક્ષિણ આફ્રિકાથી આવતા આ 12 ચિતાઓ માટે કુનો અભયારણ્યમાં 10 નવા મોટા વાળા બનાવવામાં આવ્યા છે, જેમાં 6 એન્ક્લોઝર પહેલેથી જ આરક્ષિત છે. એટલે કે આ નવા મહેમાનો માટે કુનો અભયારણ્યમાં 16 મોટા વાળા બનાવવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાથી આવનારા આ ચિત્તાઓને એક મહિના સુધી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે અને તેમને માત્ર ભેંસનું માંસ જ ખવડાવવામાં આવશે.તેમની સંભાળ માટે એક ખાસ ટીમ તૈનાત કરવામાં આવશે, જે 24 કલાક તેમની દેખરેખ રાખશે, સાથે જ તેના માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક પગલા પર ફોર્સ તૈનાત છે, સાથે ચિત્તા મિત્રોને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. કુનો અભયારણ્ય: ઉલ્લેખનીય છે કે આખા દેશમાં આ એકમાત્ર કુનો અભયારણ્ય છે જ્યાં ચિત્તા રહે છે. આ પહેલા પણ 17 સપ્ટેમ્બરે એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસે 8 ચિત્તાઓને નામીબિયાથી પૂર્વ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. અને આ વસ્તુઓને જંગલમાં છોડવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે અહીં આવીને નામીબિયાની ચિતાઓને પોતાના હાથે છોડાવી હતી.

હિમાલયના દાદા, ગરવા ગઢ ગિરનારની ગરિમા સાથેનો મારો યાદગાર અનુભવ: ગ્રીષ્મા દેવમુરારી

0

ગિરનાર પર્વતનો રોચક ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો..

Greeshma Devmurari
આજે ફરી એક ખૂબ સુંદર અને મારા માટે થોડો નવો અનુભવ કરવાની ઈચ્છા પ્રબળ બની. હું રહી રખડું મુસાફર થોડા થોડા દિવસે મને ક્યાંક જવા નાં મળે તો મન ખૂબ અકળાઈ જાય એવું મારું માનવું છે. છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ જગ્યાએ જવાનું આયોજન કરતી હતી. પરિવાર સાથે મિત્રો સાથે અને એકલા જવાનું જો કે, એકલા જવાનું આયોજન ઘણા સમયથી કરી રહી હતી. મારા ઘણા મિત્રોને ખૂબ સરસ ફરતા જોવું મારી અકળામણનું પ્રમાણ વધતું જતું હતું. અને તેમની સોસિયલ મીડિયા પરની પોસ્ટ જોઈને આનંદ પણ થાય અને સાથે સાથે માનવસહજ સ્વભાવ રહ્યો એટલે એના જેવું હું ક્યારે ફરીશ એવા વિચારો પણ આવે તે સ્વભાવિક છે.
Greeshma Devmurari
ક્યાં ફરવા જવું કેવી રીતે જવું આ બધા વિચારો વચ્ચે હમણાં એક નાની તક ઝડપી પાડી અને હંમેશા ગીરનાર તરફનો મારો લગાવ અને ત્યાંના રહસ્યોને જાણવાની ઈચ્છા એકદમ પ્રબળ બની અને હું ઉપડી પડી ગરવા ગઢ ગિરનારની ગોધમાં તો આપને મારી સાથે ગીરનારની સફર પર લઇ જાઉં તો ચાલો કરીએ ગિરનારની સફર.. બસ ઓચિંતું જ એવું મન અને વિચાર આવ્યો કે ચાલો ગિરનાર જઈ આવું. જો કે મારા પરિવાર દ્વારા ગીર જંગલમાં ફરવા જવાનું આયોજન તો થયું હતું પણ મને આ વખતે એકલા જ જવાનો વિચાર આવ્યો હતો. અને વિચાર માત્ર વિચાર જ રહે એ પહેલા અમલમાં મુક્યો અને હું નીકળી પડી ગીરનારની સફર પર ગિરનારના ટોચના ફાટોગ્રાફ મને હંમેશા ત્યાંના સૌંદ્રય અને એ નજારાને મારી આંખો અને મારા કેમેરામાં કેદ કરવાની ઘડી બહુ જ નજીક લાગવા લાગી હતી.
Greeshma Devmurari
વહેલી સવારે 7:30 વાગ્યાની જૂનાગઢ જવા માટેની બસમાં મારી સવારી નીકળી ગઈ. બોવ વધારે કંઈ વિચાર્યું નહોતું કે કેવી રીતે જવું કોઈને કહેવું કે નઈ..રહેવાની વ્યવસ્થા ક્યાં રહીશ જેવા સવાલોનું યુદ્ધ મારી અંદર ચાલી રહ્યું હતું. પણ આ બધા વચ્ચે એક વાત નક્કી હતી કે રાત્રિ રોકાણ તો અંબાજી કે એની આજુબાજુ ક્યાંક કરીશ, મારી અને કુદરત સાથે સમય વિતાવવો હતો. એટલે જમીનથી લગભગ 3300 ફુટની ઉંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદિરે પહોંચીને મારી આ સફરની આગળ વધી અને પોતાની જાત સાથે અને કુદરત સાથે સમય વિતાવવાનો મોકો પણ ખૂબ સરસ મળ્યો એ પવનની લહેરો થી લઈને લીલા અને સૂકા પાંદડાઓનો અવાજ હોઈ કે પછી ગીધ અને તેના પરિવારને નિહાળવાની તક પક્ષીઓનો કલરવ હોઈ કે વાંદરાઓની મસ્તી કે પછી વહેલા સવારના સાવજોની ડણક આ ક્ષણે ક્ષણનો અદભુત અનુભવ મારા જીવનના શ્રેષ્ઠ અનુભવો માનો એક બનીને રહી ગયો.
Greeshma Devmurari
સૂર્યાસ્ત અને સૂર્યોદયનાં કલર જાણે એક બિજામા સમાતા હોય એ જોવાની ક્ષણ કદાચ હું શબ્દોમાં ક્યારેય નહિ વર્ણવી શકું ચંદ્રની ચાંદીની કે તારાઓનો ટમટમાટ એમાં તમરાઓનું ગુંજન એક અલગ જ શાંતિનો અનુભવ થયો આ સાથે હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં આવેલું મીરા દાતાર મુસ્લિમોનું પવિત્ર સ્થળ છે. એમાં જટાશંકર મંદિર, ગિરનાર પર્વત, અંબાજી મંદિર, જૈન દેરાસર મંદિર અને એની શિલ્પ કલાકારી, આ ઉપરાંત રસ્તામાં આવતા કેટકેટલાય મંદિરો અને આશ્રમો તેમજ તમામનો ઇતિહાસ અને ખાસિયતોની સાથે પ્રતિક્ષણ કુદરતે બસ મોજ કરાવી છે.
Greeshma Devmurari
ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે. આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે.
Greeshma Devmurari
પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગીરનાર જેટલો જાણીએ એટલો ઓછો પડે અનેકો ઇતિહાસ ગિરનાર પોતાની ગોધમાં સમાવીને બેઠો છે. આવી અનેક વાતો આ મહાપ્રભાવક, ચમત્કારી ગિરનારના ઈતિહાસ સાથે ફરી મળીશું,
Greeshma Devmurari
મીત્રો આજે આ લેખમાં આટલું જ ફરી મળીશું આવતા અંકમા ફરી ગિરિનગર અને રૈવતક પર્વતની પૌરાણિક સ્થળની સફર ચાલુ રાખીશું.. Writer: Greeshma Devmurari, Nature lover and Traveller
તુલશીશ્યામ: રહસ્યમય અને અલૌકિક ધાર્મિક સ્થાન

સિંહણને ત્યાં પારણું બંધાયું, ‘સ્વાતી’ એ આપ્યો બેબી લાયનને જન્મ

માતા સ્વાતિ દ્વારા બચ્‍ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્‍ત છે.

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહણએ સિંહ બાળને જન્મ આપ્યો છે. જેના કારણે કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્‍થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા આ સિંહ બાળનો જન્‍મ થયો છે. રાજકોટ શહેરનાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પારણું બાંધવાની મોસમ ખીલી છે. સિંહણ સ્વાતિએ સિંહ બાળને જન્મ આપ્યો છે. સિંહ હરીશ અને સિંહણ સ્વાતિના સંવનન થકી એક સિંહ બાળનો જન્મ થયો છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે 12મી તારીખનાં રોજ એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો હતો. મેયર ડૉ. પ્રદિપડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ સંયુક્ત યાદીમાં માહિતી આપીને જણાવ્યું હતું. એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105દિવસના ગર્ભાવસ્‍થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા સિંહ બાળનો જન્‍મ થયેલ છે. માતા સ્વાતી દ્વારા બચ્‍ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. સિંહણ સ્વાતીએ આ બીજી વખત બચ્ચાને જન્મ આપેલ છે. સિંહ નર “નીલ” સાથેના સંવનનથી ત્રણ સિંહ બાળને જન્‍મ આપેલ હતા. સામાન્‍ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બેથી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્‍સામાં એક બચ્‍ચું અથવા ચારથી પાંચ બચ્‍ચાંઓ જન્‍મતા હોય છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ–01નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા 15 થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-05, પુખ્ત માદા-૦૯ તથા બચ્ચા-01નો સમાવેશ થાય છે.

ઍન્ટાર્કટિકામાં પક્ષીનાં મળમૂત્રના શોધાઈ પેન્ગ્વિનની નવી વસાહત

ઉપગ્રહની મદદથી ઍન્ટાર્કટિકામાં સંશોધન કરનાર બ્રિટનના સંશોધકોએ પેન્ગ્વિન પક્ષીની બ્રીડિંગ સાઇટ શોધી કાઢી હતી.

બરફથી આચ્છાદિત ખંડમાં આ વિલુપ્ત થઈ રહેલા પક્ષીની 66મી સાઇટ છે. પશ્ચિમ ઍન્ટાર્કટિકામાં પક્ષીનાં મળમૂત્રના ડાઘના આધારે આ સાઇટ શોધી કાઢવામાં આવી હતી. સમુદ્રના બરફ પીગળવાને કારણે આવતી સદી સુધી આ પક્ષીઓની સંખ્યામાં 80 ટકા ઘટાડો થશે.
Social Media
ઍન્ટાર્કટિકામાં શોધાયેલી આ પેન્ગ્વિનની નવી કૉલોનીની ઘોષણા બ્રિટિશ સર્વે દ્વારા પેન્ગ્વિન અવેરનેસ ડેના દિવસે કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોએ અગાઉ પણ સમુદ્રના પક્ષી તરીકે જાણીતા આ પે​ન્ગ્વિનની નવી વસાહતો વિશે એના મળમૂત્રના ડાઘના ઉપગ્રહે લીધેલા ફોટોના આધારે કરી હતી. અત્યાર સુધી પેન્ગ્વિનની નવી 66 વસાહતો શોધવામાં આવી છે, જે પૈકી આવી 33 વસાહતો સૅટેલાઇટની મદદથી શોધી શકાઈ છે. સમ્રાટ પે​ન્ગ્વિન એક અનોખી પ્રજાતિ છે, જે દરિયાઈ બરફ પર પ્રજનન કરે છે. એમના વસવાટને કારણે પડતા ડાઘને કારણે એના પ્રદેશ શોધવાનું સરળ બને છે. દરિયાનો બરફ પીગળવાને કારણે એમની વસાહતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.