Melanistic Jungle Cat in Kutch: આ ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી જંગલી બિલાડીને કેમેરામાં કેદ કરી

કચ્છના એક ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી કાળા રંગની જંગલી બિલાડીને પોતાના કેમેરામાં કેદ કરી છે. આ બિલાડીને મેલાનિસ્ટિક જંગલ કેટ (Melanistic Jungle Cat in Kutch) કહેવામાં આવે છે. કચ્છના રણમાં સૌપ્રથમ વખત આ બિલાડી કેમેરામાં કેદ થઈ છે. તો આ બિલાડી અન્ય બિલાડી કરતા કઈ રીતે અલગ છે જાણો. કચ્છના રણમાં કચ્છના ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી કાળા રંગની જંગલી બિલાડીને પોતાના કેમેરામાં કેદ કરી છે, જેને મેલાનિસ્ટિક જંગલ કેટ (Melanistic Jungle Cat in Kutch) કહેવાય છે. કચ્છના રણમાં સૌપ્રથમ વખત કાળી જંગલી બિલાડી ફોટોમાં કેદ થઈ છે. કચ્છના રણમાં અવારનવાર જંગલી બિલાડીઓ જોવા મળે છે, જેઓ રંગમાં સામાન્ય બિલાડીઓ જેવી હોય છે, પરંતુ દેખાવમાં અલગ હોય છે. પણ કાળા રંગની જંગલી બિલાડીઓ ભાગ્યે (Melanistic Jungle Cat in Kutch) જ જોવા મળે છે. ત્યારે પહેલી વખત કચ્છના એક ફોટોગ્રાફરે કાળા રંગની જંગલી બિલાડીને કેમેરામાં કેદ કરી છે.

અનમોલ ગુજરાતીઓ: હિતાર્થ પંડ્યાના વન્ડર કીડ્સ- જાણો આ અદભૂત બાળ પક્ષીવિદો વિશે

સામાન્ય પરિવારના આ બાળકો અવનવા પક્ષીઓને ઓળખે છે અને સંખ્યાબંધ પક્ષીઓના અંગ્રેજી ગુજરાતી નામ એમની જીભના ટેરવે છે.

વડોદરા અને ગુજરાત માટે હિતાર્થ પંડ્યાનું નામ અજાણ્યું નથી. એ ખૂબ કસાયેલા અને વ્યાપક અનુભવથી ઘડાયેલા પત્રકારિતાના નીવડેલા અધ્યાપક છે.એમની પત્રકારિતા એક ધ્યેય આધારિત હતી અને આજે એમનું જીવન પત્રકારિતાની સાથે પ્રકૃતિ અને પર્યાવરણના પ્રયોગો અને શિક્ષણને સમર્પિત છે.તેઓ કોરું,પુસ્તકિયું શિક્ષણ નથી આપતાં,જાતે પ્રયોગ કરે છે, સમજે છે,ઊંડાણમાં ઉતરે છે અને પછી ગુરૂપણાના ભાર વગર સિદ્ધાંતોને અનુભવ સાથે જોડીને શિક્ષણ આપે છે.
Social Media
પર્યાવરણ પ્રત્યે એમનો લગાવ એટલો છે કે પત્રકારિતાનું શિક્ષણ એમનો ગૌણ વ્યવસાય, કંઇક અંશે રોજી રોટીની સુનિશ્ચિતતા માટેનું માધ્યમ બની ગયો છે.વૃક્ષ,વનરાજી અને પક્ષીઓ, જીવમાત્ર સાથે એમને એટલો લગાવ થઈ ગયો છે કે ઝાડના થડ પર ક્યાંક કુહાડી ઝીંકાય તો એમના હૃદયમાંથી વેદનાની રક્તધારા વહી નીકળે છે.
Social Media
આવા આ પ્રકૃતિ ચાહક પંડ્યાએ ભાયલી ગામને પર્યાવરણ સંરક્ષણની પ્રયોગભૂમિ બનાવ્યું છે.ત્યાંના વણકરવાસના બહુધા સાધન સુવિધા વગરના પરિવારોના બાળકોને તેમણે પર્યાવરણના ચાહક સૈનિકો તરીકે ઘડ્યા છે. તેમણે આ બાળકોની શક્તિઓનો વિનિયોગ કરીને એક મરવા પડેલા,ગામના કચરાનું ગોદામ બની ગયેલા તળાવને નવેસરથી સજીવ કર્યું છે અને આ બાળ દોસ્તોમાં આ તળાવના કાંઠે પક્ષી નિરીક્ષણની ટેવ પાડી છે.
Social Media
આજે એ બાળકો પૈકીના 10 જેટલાં બાળકો તો પક્ષીઓને પરખનારા વન્ડર કિડ્સ – અદભૂત બાળ પક્ષીવિદો બની ગયા છે પક્ષીઓના અંગ્રેજી અને ગુજરાતી નામ આ લોકોને માત્ર માટે કંઠસ્થ નથી થઈ ગયા,તેઓ એક મિત્રને ઓળખે એટલી સાહજિકતાથી આ પક્ષીઓને ઓળખે છે.
Social Media
આ પૈકીની માન્યા કક્કાની જેમ કે આંકના ઘડિયાની જેમ કડકડાટ 50 થી વધુ પક્ષીઓના અંગ્રેજી અને ગુજરાતી નામ બોલી શકે છે.તમે અંગ્રેજીમાં પક્ષીનું નામ બોલો એટલે આ ચબરાક દીકરી ઘડીભરમાં એનું ગુજરાતી નામ જણાવી દે છે.આ બાળકો પાસે પક્ષી નિરીક્ષણ માટે દૂરબીન નથી કે નથી સારા લેન્સવાળા કેમેરા.તેઓ પાસે ગુજરાતના જાણીતા પક્ષીતીર્થો સુધી પહોંચીને પક્ષીઓનું નિરીક્ષણ કરવાના નાણાં પણ નથી.છતાં તેઓ જાણીતા વેટ લેન્ડસ ( કળન ભૂમિ) અને પ્રદેશ પ્રદેશના પક્ષીઓ, યાયાવરોની જાણકારી ધરાવે છે.તાજેતરમાં આ બાળકોને પંડ્યાજીએ એક પક્ષી ગણતરીમાં પણ જોડ્યા હતા.
Social Media
તેમના જીવનસાથી કૃતિ પંડ્યા અને તેમના સંતાનો પ્રકૃતિના જતન અને શિક્ષણના તેમના આ અભિયાનમાં સહયોગી સૈનિક બની રહ્યાં છે.આ લોકોએ સાથે મળીને ઘરની આસપાસ એવું તો જંગલ ઉછેર્યું છે કે ગૂગલ મેપમાં એમનું ઘર હરિયાળા ટપકાં જેવું દેખાય છે.તેમની પર્યાવરણ દૂરંદેશીનો લાભ નવરચના યુનિવર્સિટીના પરિસરના પર્યાવરણની જાળવણીમાં પણ મળી રહ્યો છે.
Social Media
તેમણે અંગ્રેજી માધ્યમની શાળામાં એક સાથીની મદદથી નાનકડું ખેતર બનાવીને બાળકોને ફૂલ છોડ, શાકભાજી અને ખાદ્યાન્ન આપતી વનસ્પતિઓને ઓળખતા કરવાનો અદભૂત બલ્કે હટકે પ્રયોગ પણ કર્યો છે અને નિષ્ણાત ફોટોગ્રાફરોને બોલાવી સેવા વસ્તીના બાળકોને બર્ડ ફોટોગ્રાફી કરતા પણ શીખવ્યું છે.
Social Media
પર્યાવરણ પ્રત્યેનું સમર્પણ કેવું અદભૂત પરિણામ આપી શકે તેની અનુભૂતિ હિતાર્થભાઇના આ પ્રકૃતિ પ્રેમી બાળ પક્ષીવિદો કરાવે છે. સલામ છે આ કર્મનિષ્ઠ પર્યાવરણ શિક્ષક અને એમના પ્રકૃતિ સંસ્કાર સિંચિત બાળકોને.

ઈડરિયા ગઢની ભવ્યતા અને ધાર્મિક દિવ્યતા નો સમન્વય થયો છે ચેલાવાડા ના ડુંગરોમાં

0

વડોદરાની નજીક ઈડરિયા ડુંગરની અનુભૂતિ આ વિશાળ ખડકો ધરાવતા ડુંગરો કરાવે છે.

ઇડર નો ડુંગર એની તોતિંગ શિલાઓ માટે મશહૂર છે.એના વિશાળ ખડકો જાણે કે પ્રકૃતિની રમ્યતા અને ભવ્યતાના ગીતો સદીઓ થી ગણગણી રહ્યાં છે.
Nitin Parmar/Hardik Parmar
જો કે ગીત ગાતાં પથ્થરો ને સાંભળવા હોય તો છેક ઇડર સુધી જવાની જરુર નથી.બસ વડોદરા થી પાવાગઢ થઈને ઘોઘંબા તરફ જાવ તો ચેલાવાડા પાસે નાના નાના ડુંગરો પર,અગણિત શિલાઓ જાણે કે વિખ્યાત ફિલ્મ નિર્દેશક વ્હી. શાંતારામ ની કલ્પના અને રામલાલ ના અવિસ્મરણીય સંગીતને સાકાર કરતાં ગીતો ગણગણી રહી છે. સાંસો કે તાર પર, ધડકન કી તાલ પર.. દિલ કી પુકાર કા, રંગ ભરે પ્યાર કા, ગીત ગાયા પથ્થરો ને…
Nitin Parmar/Hardik Parmar
આ ડુંગરો પર ઠેર ઠેર મોટા મોટા ખડકો કોઈ ટેકા વગર એકબીજાને અઢેલી ને વર્ષો થી અડીખમ કોઈની પ્રતીક્ષા કરી રહ્યાં છે.ડુંગર પરથી દૂર દૂર વહેતી નદીનો નજારો જોનાર માટે નયનરમ્ય બની રહે છે.હરિયાળી એની શોભા વધારે છે. માતા પ્રકૃતિની બરછટ સુંદરતા પથરાળ હોવા છતાં રમ્ય લાગે છે. આ ચેલાવાડા આદિજાતી સમુદાયો ના પ્રકૃતિ ના દેવ જેવા બાબાદેવનું તીર્થ ધામ છે. વડોદરામાં વસતા અને પંચમહાલ,છોટાઉદેપુર,મધ્ય પ્રદેશના મુખ્યત્વે રાઠવા અને અન્ય આદિજાતિ સમુદાયો અત્રેના આ ડુંગરવાસી દેવમાં ખૂબ શ્રધ્ધા ધરાવે છે.
Nitin Parmar/Hardik Parmar
પાવાગઢ થી ઘોઘંબા ના રસ્તે મસ્ત ડુંગર પર બાબાદેવનું મંદિર છે. ચારે તરફ પથ્થર જ પથ્થર અને વચ્ચે મંદિરમાં દેવ બિરાજે છે.લોકો અહીં બાધા માનતા પૂરી કરવા ,દર્શન કરવા આવે છે. દેવની કૃપા ફળે એટલે માટી ના ઘોડા ચઢાવવા,બકરા, મરઘાં રમતા મૂકવા અને અન્ય રીતે ચઢાવાની પરંપરા છે.આ ખૂબ પવિત્ર દેવ થાનક(મંદિર) છે.
Nitin Parmar/Hardik Parmar
દેવ નામની એક નાનકડી નદી આ ડુંગરમાં થી જ નીકળે છે.બાબા દેવના પવિત્ર ડુંગરમાં થી નીકળતી હોવાથી જ એનું નામ દેવ પડ્યું છે.નદી એટલે શું? કાળમીંઢ ગણવામાં આવતી શિલાઓ નું હૈયું પીગળે અને હર્ષના જે આંસુ ઝરણાં ના રૂપમાં રેલાય એ જ આગળ જૈને નદી બને.
Nitin Parmar/Hardik Parmar
પથ્થરો પણ રમ્ય હોય એની અનુભૂતિ આ જગ્યા કરાવે છે. મધ્ય ગુજરાતના દેવગઢ બારીયા,રતન મહાલ,છોટાદેપુર માં તેજગઢ અને કેવડી પાસે આવા પથ્થરિયા ડુંગરો આવેલા છે જે સ્ટોન ટુરિઝમ પથ્થર પ્રવાસનનો એક નવો આયામ બની શકે તેવા છે. Nitin Parmar/Hardik Parmar ફરી એક વાર પથ્થરો ના ગીતની કડી યાદ કરીએ…
Nitin Parmar/Hardik Parmar
ઇનમે નહીં હૈ ઇન્સા કા ભેદભાવ, ટુકડે હૈ યે એક દિલ કે, ચાંદી કે રાગ પર, એકતા કી તાન પર…
Nitin Parmar/Hardik Parmar
ચેતવણી: અહીં જે કોઈ આવે એનો આશય પ્રકૃતિને માણવાનો હોવો જોઈએ.કાળજી સાથે ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃત્તિઓ અહીં માણી શકાય.હા સેલ્ફી લેતાં કે ફોટો પાડતા સમયે અવિચારી સાહસ ન કરવા અને સુરક્ષિત રહેવું.તેની સાથે આ દેવના ધામ જેવા પવિત્ર ડુંગરોમાં પ્લાસ્ટિક કે ખાદ્ય પદાર્થો કે અન્ય કચરો ન છોડી પ્રકૃતિની પવિત્રતા ની આમન્યા અવશ્ય જાળવવી. Writer: Suresh Mishra, Nature lover, and Traveller
મધ્ય ગુજરાતની હરિયાળી શોભા અને પ્રકૃતિનું નજરાણું એટલે જાંબુઘોડાનું પાઘડીપને પથરાયેલું જંગલ

બદામી રંગની ઊડતી ખિસકોલી ( Large Brown Flying Squirrel )

0

પાંખા નામથી ઓળખાતી આ ખિસકોલી હવામાં ગ્લાઈડિંગ કરે છે તેથી તે ઉડતી ખિસકોલી કહેવાય છે.

ઉડતી ખિસકોલીની લંબાઈ 37 સે.મી હોય છે. તેની પુંછડીની લંબાઈ 41 સે.મી હોય છે. તેનું વજન 1.5 થી 2  કિ.ગ્રા હોય છે. ઉડતી ખિસકોલીનું આયુષ્ય 15 થી 17 વર્ષનું હોય છે. સામાન્યરીતે આ ખિસકોલી ભુખરા રંગની અને આકારમાં સામાન્ય ખિસકોલી કરતા મોટી હોય છે. ઉડતી ખિસકોલી ખોરાકમાં ફળ, ફુલ, પાન, બીજ, જીવડાં, કોશેટા વગેરે ખાય છે. ઊડતી ખિસકોલી શુલપાણેશ્ર્વર અભયારણ્યમાં કાલવટ, વાવ, દુથર વગેરે વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રાણી નિશાચર હોય છે. ઉડતી ખિસકોલી સમી સાંજમાં પણ ખોરાકની શોધમાં જોવા મળે છે. તેમજ તે આખી રાત ખોરાક માટે ફર્યા કરે છે. દિવસ દરમિયાન આ ખિસકોલી વૃક્ષની બખોલમાં કે ઘાટી ડાળખીઓમાં સુતી જોઈ શકાય છે. રાત્રીના સમયે તે એકધારો અવાજ કર્યો કરે છે. ભારતીય દ્રિપકલ્પ વિસ્તારમાં આ ખિસકોલી જોવા મળે છે. ગુજરાતમાં રતનમહાલ, કેવડી અને શુલપાણેશ્ર્વરના જંગલ વિસ્તારોમાં નોંધાઈ છે. ડાંગ વિસ્તારમાં તેને “પાંખા” તરીકે અને છોટાઉદ્દેપુર વિસ્તારમાં તેને “પાંખરૂ” તરીકે સ્થાનિક લોકો ઓળખે છે. આવી ખિસકોલીઓ ખરેખર પક્ષીની જેમ ઉડતી નથી. પરંતુ એક ઉંચા વૃક્ષ પરથી થોડે દુર આવેલ બીજા  ઉંચા વૃક્ષની નિચેની તરફની ડાળી પર એક લાંબી છલાંગ લગાવે છે. તેમ કહી શકાય છે. આગળના એને પાછળના પગો વચ્ચે જોડાયેલી વધારાની ચામડીની મદદથી તે હવામાં થોડાક અંતર સુધી સરકી શકે છે. મોટી ઊડતી ખિસકોલી વિશેષતા એ છેકે આવી વધારાની ચામડી પગની એડીના ભાગેથી લઈને પુંછડી સાથે પણ તે જોડાયેલી હોય છે. આ ખિસકોલીના માથાથી લઈને શરીર પરનો રંગ બદામી કે કોફી જેવો કંથ્થાઈ રંગનો હોય છે. અમુક વિસ્તારમાં તે ભુખરા રંગની પણ જોવા મળે છે. ગળું, છાતી, અને પેટવાળો ભાગ આછા ભુખરા રંગનો હોય છે કાન મોટા હોય છે. જેની કિનારી લાલશ પડતા કથ્થાઈ રગંની હોય છે. પુંછડી એક સરખી કથ્થાઈ પડતા ભુખરા રંગની હોય છે. કેટલીક ખાસ ખિસકોલીમાં પુંછડીની ટોચ ઘટ્ટ રંગની હોય છે. સુર્યાસ્ત થતાની સાથે જ તેના વૃક્ષ પરના રહેઠાણ માંથી ભ્રમણ માટે એકલવાયી નીકળી પડે છે. કયારેક મધ્યરાત્રે પરત ફરે છે. અને ખોરાક ન મળ્યો હોય તો વહેલી સવાર સુધી વૃક્ષો પર ફરતી રહે છે. વૃક્ષોના થડ પર તે કુદતાં કુદતાં જોવા મળે છે. ફળ, બીજ, છાલ, ગુંદર, કે જીવડાં ખાતી વખતે તે તેના આગળના બે પગ વડે ખોરાકને પકડીને મોઢા આગળ રાખીને આગળના દાંત વડે કોતરતી કોતરતી ખાય છે. ખોરાક કઠણ હોય તો તેનો અવાજ પણ આવે છે. તેની આ ખાસીયતને લીધે કર્તનશીલ પ્રાણીઓમાં સમાવિષ્ટ થયેલી છે. એક બીજા સાથે અવાજથી સંપર્કમાં રહે છે. ચીસ પાડીને મોટે ભાગે ભય વ્યકત કરે છે. આ ઊડતી ખિસકોલી ટકી રહેવા માટે ગીચ જંગલની આવશ્યકતા રહે છે. ખુબ જ મોટા વૃક્ષો અને તે પણ એક બીજાની નજીક નજીક હોય તો જ અનુકુળ ગણાય. તેને લાયક જંગલો ઘટવાને કારણે અગાઉ પણ જે ખિસકોલી ખુબ જ ઓછી કે કયારેક જ જોવા મળતી હતી. તે હવે તદ્દન ઓછી થઈ જવા પામી છે તે એક ચિંતાનો વિષય છે.

અમદાવાદની નજીક વનડે પિકનિક માટે ખૂબજ રમણીય સ્થળ એટલે ઝાંઝરી ધોધ

0
ઝાંઝરી ધોધ ગાંધીનગર જિલ્લામાં દહેગામ નજીક આવેલ એક મનોહર સ્થળ છે. અમદાવાદથી આશરે 75 કિમી અને ગાંધીનગરથી 60 કિમીનું અંતર ધરાવતા આ ઝાંઝરી ધોધ વરસાદી ઋતુમાં એક દિવસના પિકનિક માટેનું યોગ્ય સ્થળ છે. અને હા, અમદાવાદ અને ગાંધીનગરની નજીકમાં ઝાંઝરી એકમાત્ર ધોધ છે. ઝાંઝરી ધોધ તમને કુદરત સાથે ફરીથી જોડાવાની તક આપે છે અને તમને તમારી જાતને ફરીથી શોધવાની પણ. ઝાંઝરી ધોધએ વાત્રક નદીમાંથી વહેતા ઝડપી પાણીની સાંકળ છે, જેમાં મુખ્ય પાણીનો ધોધ 25 ફૂટ જેટલો ઊંચો છે. ઝાંઝરી ધોધ બારમાસી ધોધ નથી પણ ચોમાસા દરમિયાન નદીના ખડકાળ કિનારેથી વહેતું પાણી છે. આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચેનો છે. જોકે ઉનાળા દરમિયાન ધોધના પ્રવાહમાં ઘટાડો થાય છે પરંતુ ચોમાસામાં આ સ્થળ ચોક્કસથી મુલાકાત લેવા યોગ્ય છે. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો, તો તમને ચોક્કસપણે આ સ્થળ ગમશે જ. સાઇટની નજીક કોઈ જમવાની ખાસ વ્યવસ્થા નથી જેથી તમે ઘરે રાંધેલ ખોરાક તમારી સાથે લઈ જઈ શકો છો. તમે તમારી સાથે બેસવા માટે ફ્લોરિંગ મેટ  અથવા ચટાઈ પણ લઈ જઈ શકો છો અને ત્યાં બેસીને આરામ કરી શકો છો. જ્યાં વહેતા પાણીમાંથી નીકળતો ઠંડો પવન તમને એક અદ્ભુત અનુભવ આપશે. મંદિરથી ધોધ સુધીનો રસ્તો પાણીયુક્ત અને કાદવવાળો છે, તેથી તમારે સ્થળ પર જતી વખતે ખૂબ કાળજી રાખવી પડશે. આ સ્થળ પર તમે કલ્પના કરી હોય તેવો ચોક્કસ ધોધ નથી. પરંતુ ચોમાસા દરમિયાન ઊંચાઈ પરથી વહેતું પાણી સુંદર લાગે છે. રવિવાર કે બીજી કોઈ રજાના દિવસે જો તમે સવારે 10 વાગ્યા પછી સ્થળની મુલાકાત લો છો તો મોટેભાગે કાર પાર્કિંગ કરવામાં મુશ્કેલી પણ પડે છે કારણકે ત્યાં સુધીમાં બીજા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવી ગયા હોય છે માટે સવારે વહેલા જ પહોંચી જવાનું પસંદ કરો.