અહિંયા 7 એશિયાટીક સિંહોનું ટોળુ ખુલ્‍લા ખેતરમાં રાજાશાહી અંદાજમાં જોવા મળ્યું

ગીર સોમનાથ ડોળાસા નજીકના અડવી ગામે બોડીદર રોડ પર આવેલા વાડીના ખુલ્‍લા મેદાનમાં સાત એશિયાટીક સિંહોનું ટોળુ આવી ચડી રાજાશાહી અંદાજમાં આરામ ફરમાવી રહેલ નજરે પડ્યા હતા. એશિયાટીક સિંહોના આ નજારાને જોવા માટે ગ્રામજનો ઉમટી પડયા હતા. ડોળાસા નજીકના અડવી ગામે બોડીદર રોડ પર વાડીમાં શેરડીના વાડ ઉભા છે. આ વાડામાં થોડા સમયથી એશિયાટીક સિંહ વસવાટ કરી આંટાફેરા કરી રહ્યાની ખેડૂતને જાણ હતી, પરંતુ કોઇ લોકો સિંહોની પજવણી ન કરે તે માટે આ વાતની કોઇને જાણ કરી ન હતી. તે દરમ્‍યાન એક સાથે સાત સિંહોનું ટોળુ વાડીના ખેતરના ખુલ્‍લા પટમાં આવી રાજાશાહી અંદાજમાં બેસી ઠંડા પવનમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા.

ગીરના જંગલમાં એશિયાટીક સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈ, જાણો એવું તે શું થયુ

ગીરમાં પણ જાણે જંગલના રાજા કોણ એ લડાઈ થઈ જાય તો, જી હા કાંઈક આવું જ બન્યું હતું ગીરના જંગલમાં બે ડાલમથ્થા એશિયાટીક સિંહ આમને સામને આવી જતા ત્યાં હાજર તમામ પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. અને સાથે સાથે આ જીવન ના ભુલી શકાય તેવા યાદો પોતાના કેમેરા અને આંખોમાં કેદ કરી હતી. કેવી રોમાંચક લડાઈ થઈ બન્ને એશિયાટીક સિંહ વચ્ચે
Social Media
ગિર સફારી દર્શન દરમિયાન ખુલ્લી જીપ્સીમાં બેઠેલા પ્રવાસીઓ એ આ દિલધડક યુદ્ધ નજરે નિહાળ્યું ત્યારે તેઓની પણ ધડકન પણ તેજ થઈ ગઈ હતી. આ વીડિયો ગીર જંગલના ગાઈડ સાહિલ મકવાણા એ પોતાના સાથે રહેલા વિઝિટર્સના કેમેરામાં કેપ્ચર કર્યો છે. સાહિલની આ હિંમત ને પણ દાદ આપીએ એટલી ઓછી છે.
Social Media
સામાન્ય રીતે જંગલમાં 2 સિંહ આમને સામને આવતા જ લડાઈ થાય છે ગ્રુપની સુરક્ષા કે પોતાના ટેરિટેરી વિસ્તારમાં અન્ય કોઈને ન પ્રવેશવા દેવા આ રીતે લડાઈ થતી હોય છે પણ અહીં તો જાણે ખરાખરીનો ની જંગ ખેલાઈ રહ્યો છે. અસ્તિત્વની લડાઈ લાગે છે. જો કે આ વિડિયો 3 માસ પહેલા જ્યારે કોરોના પછી સિંહ દર્શન ખુલ્યું હતું ત્યારનો છે પરંતુ હાલ તો સિંહોની લડાઈનો આ વીડિયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહયો છે.

આપણા પક્ષી: જાણો, મેઘધનુષ કરતાં પણ ચઢિયાતો રંગ વૈભવ ધરાવતા આ પક્ષી વિશે 

મેઘધનુષ ના સાત રંગ પણ ચોમાસાની સાચી શોભા તો નવરંગ: એના રંગ વૈભવ સામે મેઘધનુષ ફિક્કું લાગે

ચોમાસા ના છડીદાર જેવું આ મનોહર પક્ષી સંવનન માટે પહોળા પાંદડા ધરાવતા વૃક્ષો – જંગલ પસંદ કરે છે. કુદરતે પક્ષીઓ,પુષ્પો,પહાડો, નદીઓ,વાદળ જેવા એના આયામો ને જે રંગ વિવિધતા આપી છે તે બેનમૂન છે. તમામ કૃતિમ રંગ વૈભવ તેની સામે પાણી ભરે. પ્રકૃતિ ના વરદાન સમુ આ નાનકડું પક્ષી તેના વિવિધ રંગો ને લીધે “નવરંગ” નામે ઓળખાય છે . તેનું અંગ્રેજી નામ ‘ indian pitta’ છે. તેનું કદ આશરે ૧૯ સેન્ટીમીટર હોય છે.પુખ્ત વય ના પક્ષી માં માથાના પાર્શ્વ ભાગ માં આંખની ઉપર થઈને જતી જાડી કાળી પટ્ટી,ગળું અને નેણ શ્વેત, તાલકુ ના પાર્શ્વ રેતાળ ધારીઓ તથા છાતી અને પડખાં રેતિયા રંગ ના હોય છે. સ્વર નો પ્રકાર તીક્ષ્ણ બેવડવી સિટી જેવો હોય છે.પહોળા પાંદડા વાળા વૃક્ષો ના જંગલો માં પ્રજનન કરવાનું તે પસંદ કરે છે.
Social Media
ગુજરાત માં ઘણા જંગલો માં તેનું પ્રજનન સ્થાન છે, જેમકે સાપુતારા ના જંગલો, રતનમહાલ ના જંગલો,જાંબુઘોડા અભયારણ્ય, ઓરસંગ નદી ના જંગલો, પોળો ના જંગલો, હિંગોળગઢ અભયારણ્ય તેના જોવા માટે ના ઉત્તમ સ્થળો છે. ૧૨૦૦ મીટર ની ઊંચાઈ સુધી પ્રજનન કરતું જોવા મળે છે. રંગ વૈવિધ્ય માં નવરંગ ની હરીફાઈ કરે એવા પંખી બહુ ઓછાં. લીલો, વાદળી, કાળો,ધોળો,બદામી,,સિંદુરિયો, નીલો એવા કેટલાય રંગ તેના શરીર પર જોવા મળે,તે પણ એકદમ ચમકદાર અને ઘેરા.આ બધા ને લીધે તેનું નવરંગ નામ સાર્થક થાય.તેને નજીક થી જોવું એ એક લહાવો અને આંખ માટે ઉજાણી છે.નવરંગ ભારત નું પક્ષી ખરું, પણ આપણા માટે યાયાવર મહેમાન એટલે કે બહાર થી આવનારું ગણાય.ઉનાળા ની અધવચ્ચે આપણે ત્યાં આવે, ચોમાસું અહીં ગાળે , માળા કરી ને બચ્ચાં ઉછેરે ,પછી સપ્ટેમ્બર- ઓક્ટોમ્બર માં દક્ષિણ ભારત તરફ જતું રહે. અન્ય મોટા ભાગ ના યાયાવર પક્ષીઓ ના આગમન સમયે નવરંગ વિદાય લે છે.
Social Media
નવરંગ શરીરે ગોળમટોળ, પૂંછડી ટૂંકી,પણ પગ લાંબા.વૃક્ષો નીચે પડેલા પાંદડા અને ઝાંખરા આસપાસ જમીન પર ઠેક્તું ફરે અને પાંદડા ઉલથાવી નીચે રહેલા જીવડાં પકડે.ખાસ શરમાળ ના ગણાય.શાંતિ થી થોડે દૂર બેસી ને નિરીક્ષણ કરો તો ગભરાઈ ને ઉડી જતું નથી, ખલેલ પડે ત્યારે ઉડી ને ઝાડ ની ડાળ પર જઈ ને બેસે.તેને મળતું આવતું બીજું પક્ષી ગુજરાતમાં નથી , એટલે એક વખત નજરે ચઢે તો જાણકારો તરત ઓળખી લે.હરતા ફરતા ટૂંકી પૂંછડી ઊંચી નીચી કરવા ની ટેવ, સામાન્ય રીતે નવરંગ એકલ દોકલ ફરે.સ્વભાવે ભૂમિચર અને થોડા ઝઘડાખોર. પ્રજનન દરમ્યાન જોડી માં દેખાય. પ્રજનન ઋતુ મેં થી ઓગેસ્ટ.વૃક્ષો માં ગોળ દડા જેવા માળા બનાવે. ચોમાસા ના પ્રારંભ માં આ પક્ષી નું સારું અવલોકન કરી શકાય.
Dr, Rahul Bhagwat
આ પક્ષીની મનોહર સુંદરતા થી અભિભૂત થયેલા વડોદરાના પક્ષી ઘેલા બર્ડ ફોટોગ્રાફર ડો.રાહુલ ભાગવત કહે છે કે, ચોમાસું આવવાની તૈયારી થાય કે આપણા ગુજરાત ના જંગલો માં એક ખાસ ટહુકો સંભળાય છે , જે સાંભળતાજ દરેક પક્ષી પ્રેમી સમજી જાય છે કે,નવરંગ નું આગમન થઈ ચૂકયું છે. આવો જ શાનદાર રંગ વૈભવ માતા પ્રકૃતિએ ચોમાસાના છડીદાર જેવા નવરંગ પક્ષીને આપ્યો છે જે બહુધા મે મહિનાના અંત થી જૂનના અંત સુધી જોવા મળે છે.મેઘધનુષ કરતાં પણ ચઢિયાતો રંગ વૈભવ ધરાવતા આ પક્ષીને નવરંગ જેવા સાર્થક નામે ઓળખવામાં આવે છે.એટલે કહી શકાય કે મેઘધનુષના સાત રંગ પણ ચોમાસાની સાચી શોભા તો નવરંગ.
Social Media
ગુજરાત ની વનરાજી ના આ પાંખાળા દેવદૂતો ને આવકારવા તેમજ તેમનું નિરીક્ષણ કરવું અને તેના ફોટા પાડવા એ એક અનન્ય લહાવો છે. નિર્દોષ પક્ષીઓ કુદરતે માનવજાત ને આપેલી રંગ રૂપ અને સુમધુર સ્વર વૈભવ ધરાવતી ભેટ છે.પક્ષીઓનો ચહેકાટ વાતાવરણમાં અનોખી ચેતના ભરે છે.એટલે જ કવિ મનોજ ખંડેરિયા એ પ્રભાતનું રમ્ય વર્ણન કરતાં કહ્યું છે કે,પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે,તરણું કળી રહ્યું છે જંગલ કદાચ ઉડે..!! પ્રકૃતિનો આ વારસો સાચવવાની સહુની ફરજ છે.

ગુજરાતની આ નેચર કલબ દ્વારા ભારતમાં પ્રથમવાર “ક્રોક વોચ” એપ લોન્ચ કરાઈ, જાણો વધુ

આ એપ દ્વારા ભારતમાં મળતી ત્રણે ક્રોકોડાઈલની પ્રજાતિ મગર, ઘરીયાલ અને ખારા પાણીના ક્રોકોડાઈલનો ડેટા ભેગો કરવામાં આવશે.

મધ્ય ગુજરાતના ચરોતર વિસ્તારમાં મગરોની નોંધનીય વસ્તી છે. જ્યાં મગરો પ્રજનન પણ કરે છે. મગર સિવાય અન્ય જૈવ વિવિધતા પણ ચરોતરમાં જોવા મળે છે, ખાસ કરીને પક્ષીઓમાં સારસ પક્ષીની નોંધનીય વસ્તી ચરોતરમાં છે. ચરોતરમાં જંગલ વિસ્તાર નથી, પણ ખેતરો, ગામના તળાવો તેમજ કેનાલો આવી જૈવ વિવિધતાને રહેઠાણ પુરૂ પાડે છે. ચરોતરમાં વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા મગર સંરક્ષણ માટે છેલ્લા આઠ વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે. ચરોતરના મગરોની પ્રાકૃતિક પરિસ્થિતિ સમજવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક લોકોને મગર જાગૃતિ કાર્યક્રમોમાં આવરી લેવામાં આવ્યા છે.મગર-માનવ વચ્ચેના આ સહજીવનને બારીકીથી સમજવા માટે ઘણાં આંતરરાષ્ટ્રીય સંશોધકો તેમજ વન્યજીવ ફિલ્મ મેકરો વીએનસી સાથે કામ કરે છે. વિશ્વ મગર દિવસે એટલે કે તા. 17 જૂને આ પ્રોજેક્ટમાં એક નવું સોપાન ઉમેરવામાં આવ્યું છે.
WSON Team
મગર સંરક્ષણના આ પ્રોજેક્ટ માટે “ક્રોક વોચ” નામની એપ્લીકેશન આજે લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા ભારતમાં મળતી ત્રણે ક્રોકોડાઈલની પ્રજાતિ મગર, ઘરીયાલ અને ખારા પાણીના ક્રોકોડાઈલનો ડેટા ભેગો કરવામાં આવશે. દેશના કોઈપણ સ્થળેથી કોઈ પણ વ્યક્તિ આ એપમાં મગરને લગતો ડેટા અપલોડ કરી શકે છે. વધુ માહિતી https://cw.vncindia.org/ પોર્ટલ પરથી મળી રહેશે. સમગ્ર દેશમાં વિધાનગર નેચર ક્લબ દ્વારા આવી એપ બનાવવામાં આવી હોવાનું ક્લબના મેનેજીંગ ટ્રસ્ટી ધવલ પટેલે જણાવ્યું છે. વિધાનગર નેચર ક્લબ દ્વારા ચરોતરમાં ક્રોકોડાઈલ ગણતરીની શરૂઆત વર્ષ 2013 થી થઇ હતી. જેનો મુખ્ય હેતુ અલગ અલગ ફિલ્ડના લોકોને ભેગો કરવાનો હતો જેમને મગરનું અને જળપલ્લવિત વિસ્તારોનું મહત્વ સમજાવી શકાય. આ ઇવેન્ટ ચરોતરમાં વસતા મગરોનો વિસ્તાર, તેમનો ફેલાવો જાણવાનો છે. આ ઇવેન્ટમાં ભાગ લેનાર વ્યક્તિઓ મગરની આસપાસ રહેતા ગ્રામજનો સાથે સંવાદ કરે છે, જે તેમને તેમના વિસ્તારમાં રહેતા મગરોના સંરક્ષણમાં ઉપયોગી રહે છે. આ પ્રોગ્રામ આખા ગુજરાતમાં ફક્ત ચરોતરમાં જ થાય છે, જેનો રીપોર્ટ બીજા વન્યજીવ પર કામ કરતા લોકો તેમજ સંસ્થાઓને પણ ઉપયોગમાં આવે છે. ચરોતરમાં છેલ્લી મગર વસ્તી ગણતરી મુજબ
WSON Team
ખાંધલી,ભડકદ, દેવાતજ,ચાંગા ,ડાલીમાં એક એક,ડભોઉમાં 8, દેવામાં 88, હેરંજમાં 27,લવાલમાં 3, મલાતજમાં 21,મરાલા-નગરામા 3, નવાગામમાં 3, પેટલીમાં 14, પીજમાં 4, સોજિત્રામાં 6, ત્રાજમાં 24, ત્રાણજા કઠોડામાં એક અને વસોમાં 9 સહિત કુલ 216 મગર નોંધાયા છે. એમ નેચર ક્લબના મેનેજીંગ ટ્રસ્ટી ધવલ પટેલે જણાવ્યું છે. આ ગણતરીથી કયા ગામમાં કેટલા મગર છે, તેમજ તે ગામના લોકો મગર સાથે કઈ રીતે સંઘર્ષ વગર રહે છે. પ્રોગ્રામમાં ભાગ લેનાર અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હોય છે, તેમને પણ જ્ઞાન મળે છે કે મગર અને માણસો કઈ રીતે સાથે રહે છે, જેથી મગર સંરક્ષણમાં તેઓ પણ પોતાનો ભાગ ભજવી શકે. આ ગણતરીનો રીપોર્ટ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ સરકારને પણ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો છે કે અહી મગર સંરક્ષણ માટે જે કામગીરી થઈ રહી છે તેના પરથી અન્ય દેશોએ પ્રેરણા લેવા જેવી છે.
મગર (Crocodile ): ડાયનાસોરના યુગથી કુદરત સાથે અજીબ તાદાત્મ્યતાથી જીવતું પ્રાણી

કોરોના મહામારીમાં વન્યજીવો ને ફાયદો, જાણો કેવી રીતે

વનવિભાગ દ્વારા તાજેતરમાં અભ્યારણ્યો રતનમહાલ અને જાંબુધોડામાં યોજાયેલી વન્યજીવો ની વસ્તી ગણતરીમાં 7 વન્ય પ્રાણીઓ ની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. દીપડા, રીંછ, ઝરખ, જંગલી-બિલાડા, ભૂંડ, શિયાળ, જંગલી-બિલાડી સહિત ના 7 પ્રાણીઓ ગત વસ્તી-ગણતરીમાં 982 નોંધાયા હતા.
WSON Team
આ વર્ષ વાઇલ્ડ-લાઇફ ડિવિઝન દ્વારા યોજાયેલી ગણતરીમાં 2839 નોંધાયા છે. આ વસ્તી-ગણતરીમાં નોંધપાત્ર બાબત એ છે કે જંગલ ના સફાઇ-કામદાર તરીકે જેમની ગણના થાય છે તેવા ઝરખ ની સંખ્યામાં 46નો વધારો થયો છે. આ અચાનક બે વર્ષમાં આટલા બધા ઝરખ ની સંખ્યા વધી જતાં વન્ય-પ્રાણીઓની વસ્તી ગણતરી કરવા જતા એનજીઓ ના કાર્યકરો પણ આશ્ચર્યમા મૂકાયા હતા.
WSON Team
છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના ને લીધે દરમિયાન માનવો ની અવરજવર ઓછી થઇ ગઇ હતી તેવા સંજોગોમાં વન્ય-જીવોની સંખ્યા વધી છે, તેવો તર્ક વન-વિભાગ દ્વારા અપાયો છે. આ બંને વિશાળ અભ્યારણ્યમા ગણતરી 68 વોચમેન અને 34 અન્ય સ્ટાફે મળીને કરી હતી. માત્ર ઝરખ જ નહીં શિયાળ, જંગલી બીલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા અને નીલગાય જેવા પ્રાણીઓ ની સંખ્યામાં પણ મોટો વધારો થયો હોવાનું આ વસ્તી-ગણતરીના ડેટામાં બહાર આવ્યું