પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ખાસ પ્રકારની વ્યવસ્યથા કરતું આ પ્રાણીસંગ્રહાલય

ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે ગરમીના પ્રકોપ વચ્ચે જુનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ અને અલયાદી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઝૂમાં વોટર કુલર અને પાણીના ફુવારા મુકવામાં આવ્યા છે. જુનાગઢ  સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સતત વધતી જતી ગરમીને ધ્યાને લઇને પશુપક્ષી અને પ્રાણીઓ માટે ગરમીથી રક્ષણ મળી રહે તેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઠંડા પ્રદેશના અને વિદેશથી અહીં લાવવામાં આવેલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે વધતી જતી ગરમીને ધ્યાને લઇને ખાસ વ્યવસ્થાઓ જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ઊભી કરવામાં આવી છે. પ્રત્યેક પશુ અને પક્ષી તેમજ પ્રાણીના આંગણામાં ગરમીથી રક્ષણ મળે તે માટે પ્રાણીઓ માટે અનુકૂળતા મુજબ વાતાવરણ ભેજવાળું અને ઠંડુ જળવાઈ રહે તે માટે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારી અને કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. એશિયાટીક સિંહ, દીપડા અને વાઘ સહિતના પાંજરાઓમાં પાણીના મોટા કુંડની સાથે જમીનના વાતાવરણમાં પણ ભેજ જળવાઈ રહે તે માટે ફુવારાની વિશેષ વ્યવસ્થા કરાઈ રહી છે. પક્ષીઓને પણ ગરમી ન લાગે તે માટે પાંજરાની ફરતે નેટ રાખવામાં આવી છે. તેમજ અહીં પંખાઓ દ્વારા પણ ખાસ કરીને ઠંડા પ્રદેશના અને વિદેશના પક્ષીઓ અને પ્રાણીઓને ઠંડક પહોંચાડવામાં આવી રહી છે. વધુમાં પ્રત્યેક પશુ-પક્ષી તેમજ માંસનુ આહાર લેતા પ્રાણીઓને પણ ખોરાકને લઈને ઉનાળાના દિવસોમાં વિશેષ કાળજી લેવામાં આવતી હોય છે. ઉનાળા દરમિયાન શરીરને અનુકૂળ અને તાપમાન જાળવી રાખવામાં મદદરુપ બનતા ખોરાક પણ પશુઓ અને પક્ષીઓને આપવામાં આવી રહ્યો છે.

ગીર જંગલના સૌથી વધુ ઉંમરના એશિયાટિક સિંહ ધીરે દુનિયામાંથી વિદાય લીધી

એશિયાટિક સિંહો માટે ગુજરાતનું ગીર જંગલ સૌથી પ્રખ્યાત છે. ગીર જંગલના સૌથી વધુ ઉંમરના એશિયાટિક સિંહે દુનિયામાંથી વિદાય લીધી છે. આ એશિયાટિક સિંહનું નામ ધીર હતું. ધીરે 22 વર્ષની લાંબી જિંદગી જીવી છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં તેનું અવસાન થયું છે. ધીર પહેલા ગીર ફોરેસ્ટમાં કોઈપણ સિંહે 20 વર્ષની વય પૂર્ણ કરી નથી. આ રેકોર્ડ 2 વર્ષ પહેલા ધીરે તોડ્યો હતો. એશિયાટિક સિંહોની ઉંમર 15 થી 17 વર્ષની વચ્ચે હોય છે. જો કે, ગીરના જંગલમાં કેટલાક સિંહો 19-20 વર્ષની વય સુધી જીવંત રહ્યા છે. ધીરે 22 વર્ષની લાંબી જિંદગી જીવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ સક્કરબાગ ઝૂના અધિકારીએ જણાવ્યું હતું કે, ધીર છેલ્લા 17 વર્ષથી જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં રહેતો હતો. 2004 માં તેનું ગીર ફોરેસ્ટમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 5 વર્ષની ઉંમરથી જ સક્કરબાગ ઝૂ ધીરનું ઘર બની ગયું હતું. જોકે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો. આ કારણે તેનું ચાલવાનું પણ બંધ થઈ ગયું હતું. પહેલાની સરખામણીએ તેનો ખોરોક પણ ઓછો થઈ ગયો હતો. વન વિભાગના તબીબો સતત તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ધીરે શનિવાર સવારે પોતાની આંખ ખોલી ન હતી. આ સાથે સક્કરબાદ ઝૂનું તે વાડ નિર્જન બન્યો છે, જ્યાં ધીરની ગર્જના ગુંજતી રહેતી હતી.

આ વાઘ અભયારણ્યમાં આગ લાગતા 100 હેક્ટરથી વધારે વન સંપત્તિ બળીને રાખ

ઉત્તર પ્રદેશમાં આવેલા લખીમપુર ખીરી જિલ્લાના દુધવા વાઘ અભયારણ્યમાં આગ ભભૂકી ઉઠી હતી. મૈલાની અને કિશનપુરના જંગલોમાં લાગેલી આગના કારણે 100 હેક્ટરથી વધારે વન સંપત્તિ સળગીને રાખ થઈ ગઈ હતી. જો આગને કાબૂમાં લેવામાં નહીં આવે તો જંગલના અન્ય ઝાડ પણ નષ્ટ થઈ જશે. મળતી માહિતી મુજબ દુધવા પાર્ક પ્રશાસને જંગલમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ગાડીઓને મોકલી આપી છે. આ હોનારતમાં વન્યજીવો પણ લપેટમાં આવ્યા હોવાની આશંકા છે. જો કે, હજુ સુધી કયા કારણથી આગ લાગી તે સામે નથી આવ્યું. આ ઘટનામાં જંગલની સરહદે આવેલા કટૈયા, કાંપ અને ટાંડા ગામમાં અફરાતફરી મચી ગઈ છે. મૈલાની-ભીરા જંગલમાંથી નીકળી રહેલા લોકોએ આગની લપેટો જોઈ હતી અને વનવિભાગને તેની જાણ કરી હતી. વનવિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને અનેક સ્તરે કામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોના મતે માર્ચ મહિનામાં પડેલી ભીષણ ગરમીના કારણે આગ લાગી હોઈ શકે. આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આજુબાજુના 50 જેટલા ગામના લોકો ત્યાં પહોંચી ગયા છે. ગામના લોકોને જંગલની આગ તેમના ખેતરો સુધી ન પહોંચી જાય તેવો ડર છે.

જાણો, ચિત્તાની ઝડપી દોડના રહસ્ય વિશે

0
પૃથ્વી પરના સ્થળચર પ્રાણીઓમાં સૌથી વધુ ઝડપે દોડનાર પ્રાણી ચિત્તો છે. તે કલાકના 113 કિલોમીટરની ઝડપથી દોડે છે. ચિત્તામાં ઝડપથી દોડવાની શક્તિ ક્યાંથી આવતી હશે તે જાણો છો? તો આવો આપને જણાવીએ ચિત્તા વિશેની રહસ્ય વાતો જે આપે ભાગ્યે જ જાણી હશે. WSON Teamચિત્તા કોઈપણ વાહન કે પ્રાણીને ઝડપથી દોડવા માટે તેનો આકાર મહત્ત્વનો છે. જેમ ઘર્ષણ ઓછું તેમ ગતિ વધે. ચિત્તાનું પાતળું શરીર આ લાભ આપે છે. ચિત્તાના આગલા પગના પંજા જોરદાર હોય છે. ચિત્તો કૂદકો મારી જમીન પર પક્કડ જમાવી શકે છે એટલે લપસી પડતાં નથી. ચિત્તાના પાછલા પગ પણ લાંબા હોય છે અને ચિત્તાની કરોડરજ્જુ સ્થિતિસ્થાપક હોય છે. ચિત્તા ઝડપથી દોડતી વખતે તે બેવડ વળીને પાછલા પગ મોંથી પણ આગળ લઈ જઈ શકે છે.
WSON Team
એટલે ચિત્તાની છલાંગ લાંબી બને છે અને એક છલાંગે અંતર વધુ કાપે છે. ચિત્તાના નસકોરાં મોટા હોય છે એટલે તે શ્વાસમાં વધુ હવા લઈ શકે છે. તેના ફેફસાં અને હૃદય પણ મોટાં હોય છે જે વધુ ઓક્સિજન લઈને શરીરને ઝડપથી લોહી પણ પૂરું પાડે છે.
WSON Team
આમ ચિત્તાની રચના જ દોડવા માટે જ સર્જાઈ છે. દોડતી વખતે તેની લાંબી પૂંછડી બેલેન્સ જાળવવામાં અને દિશા બદલવામાં ઉપયોગી થાય છે. ચિત્તો મોટેભાગે હરણ અને સાબર જેવા ઝડપથી દોડનારા પ્રાણીઓનો શિકાર કરે છે. એટલે તેને ખોરાક મેળવવા ઝડપથી દોડવું જ પડે અને કુદરતે તેનું શરીર પણ તેવું જ ઘડયું.

પટ્ટાવાળું ઝરખ ( Striped Hyena )

0

ઝરખ વિચિત્ર દેખાવ અને કુતરા કરતાં મોટા કદના આ પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે. તેની ચાલવાની રીત પણ વિશિષ્ટ હોય છે.

115થી 150 સે.મી લાંબા પ્રાણીમાં નરનું વજન 30થી 40 કિ.ગ્રા અને મદાનું વજન 25થી 35 કિ.ગ્રા હોય છે. સ્ટ્રીપ્ડ હાઈના શિયાળામાં પ્રજનન કરે છે. કુતરાને મળતા આવતા આ પ્રાણી આગળના પગ લાંબા અને પાછળના પગ ટુંકા હોવાથી તેનો દેખાવ અલગ જ પ્રકારનો લાગે છે. અને તેના કારણે તે ચાલે ત્યારે સામાન્ય રીતે કુદતું કુદતું ચાલતું હોય તેવું લાગે છે. તેના કાન લાંબા અને ઉભા હોય છે. તેની ગરદન પર કેશ કેશવાળીના લાંબા વાળ હોવાથી તેની ગરદન ખુબ જાડી હોય તેવો ભાસ થાય છે. ઝરખ સામાન્ય રીતે એકલું જ હોય છે. ઝરખ સામાન્ય રીતે ઘેટા, બકરા, કુતરા, સસલા વગેરેનો શિકાર કરે છે. ખાસ કરીને મરેલા ઢોર ખાવાનું વધુ પસંદ કરે છે. માનવવસવાટ જયાં મરેલા ઢોર નાખવામાં આવતા હોય ત્યાં તેને ઘણીવાર જોઈ શકાય છે. આ કારણે તેને કુદરતનું સફાઈ કામદાર પણ કહેવામાં આવે છે. ઝરખ નિશાચર પ્રાણી છે. અને ગામની સીમમાં રાતના સમયે ફરતું રહે છે. તે નદીના કોતરોમાં પોતાનું ઘર બનાવે છે અને કયારેક શાહુડીના દરને પહોળું કરી તેમાં રહે છે.
WSON Team
ભારતના 1500 મીટરથી ઓછી ઉંચાઈના ઉત્તર પશ્ચિમી રાજયો તથા જમ્મુ કાશ્મીર સિવાય તે બધા જ વિસ્તારમાં વ્યાપ ધરાવે છે. ગુજરાતના બધા જ વિસ્તારોમાં તે જોવા મળે છે. ઝરખની ચામડીની રુવાંટીનો રંગ રાખોડી કે આછા બદામી રંગનો હોય છે. પગ તથા પીઠના ભાગ પર કાળા રંગના પટ્ટા હોય છે. મોઢાનો ભાગ આંખો સુધી કાળા રંગનો હોય છે. ગળા, ખભા, તથા શરીર પરના વાળ લાંબા હોય છે. શરીરનો કમર પછીનો ભાગ ઢળેલો હોય છે. નીચેની તરફ ગળા અને છાતીનો ભાગ કાળા રંગનો હોય છે. ઝરખનું કદ કુતરા કરતા થોડું મોટું હોય છે. તેના લાંબા મોટા અણીદાર કાન હંમેશા ઉભા રાખે છે. શરીર પર કાળા રંગના પટ્ટાને કારણે આપણે ત્યાંના આ ઝરખને પટ્ટાવાળા ઝરખ એટલે કે “સ્ટ્રીપ્ડ હાઈના” કહે છે. ભારતની બહાર તેની અન્ય જાતી ટપકાવાળા ઝરખની પણ છે. ડાંગ-વાસંદા વિસ્તારમાં તેને કુતી ખડીયું પણ કહે છે. કુતર એટલે કુતરો અને ખડીયો એટલે વાઘ મતલબ કે કુતરા જેવો વાઘ.
WSON Team
એકંદરે એકલવાયું જીનવ ગુજારતા પટ્ટાવાળા ઝરખ મરેલા પ્રાણીઓ કે અન્ય મોટા પ્રાણીઓએ કરેલા શિકાર પર તે નભે છે. તેથી તેને મૃતોપજીવી પણ કહે છે. કીટકો, ગરોળી, કાચીંડો, ઘો, પક્ષીઓ, ઘેટાં, બકરા, ઉંદર, કુતરા, સસલા, સુવર, વગેરેનો શિકાર પણ કરે છે. ઉંચાઈ અને ફળો ખાવાનું પણ પસમદ કરે છે. લાંબા સમય સુધી પાણી પીધા વગર ઝરખ રહી શકે છે. માટીમાં જાતે બનાવેલી બખોલમાં કે પથ્થરોની મોટી તિરાડોમાં દિવસ દરમિયાન આરામ કરે છે. રાત્રી દરમિયાન પાણી તથા ખોરાકની શોધમાં નિકળી પડે છે. પોતાના વિસ્તારની હદ નક્કી કરવા તેની ગુદા પાસેની ગ્રંથી માંથી ગંધ દ્વવ્ય છોડી નિશાની કરે છે. રોજ નિયત જગ્યાએ લીંડીઓ કરવાની ધરાવે છે.
WSON Team
ઝરખ મોટા ભાગે માંસ અને હાડકા ખાતું હોય છે. તેની હગાર સુકાયા બાગ સફેદ રંગની દેખાય છે. જેમાં હાડકાના ટુકડા મળી આવે છે. તેના પદ્દચિહનની મદદથી પણ તેની હાજરી જાણી શકાય છે. પરંતું ઘણી વખત તેની પદ્દચિહન દીપડાના હોવાનું માનીને લોકો ગેરસમજ પણ કરે છે. ઝરખની ગુદા પાસેની ગંધ ગ્રંથિથી નર-માદા  એકબીજાને સંવનનની તૈયારીનો સંદેશો આપે છે. આવી ગંધ એકબીજાની ઓળખ પણ બને છે. ઝરખ હસવા જેવો અવાજો કાઢીને પણ તે સંદેશાની આપલે કરે છે. વાઘ, દીપડો, જેવા શિકારી પ્રાણીઓથી તે હંમેશા દુર રહેવાનું પસંદ કરે છે. પરંતુ સમય આવે તેનો હિંમતપુર્વક સામનો કરે છે. અને મરી ગયા હોવાનો ઢોંગ કરીને પણ બચાવ કરે છે. જંગલના સફાઈ કામદાર તરીકે કાર્ય કરીને તે પોષણ કડીનું એક મહત્વનું અંગ બને છે. ઝરખની ચરબીના કહેવાતા ઔષધીય ગુણોની માન્યતાને કારણે તેનો શિકાર થાય છે. વધેલા માનવ હસ્તક્ષેપ તથા વાહન વ્યવહારોને કારણે રોડ અકસ્માતથી થતાં મૃત્યુના લીધે તેની વસ્તી સતત ઘટતી રહી છે.