સંજય ગાંધી નેશનલ પાર્કના અધિકારીઓ આવતા માર્ચમાં પાંચ દીપડાને રેડિયો કોલર બાંધશે. ગયા જુલાઇ – 2020માં કેન્દ્ર સરકારના પર્યાવરણ ખાતાએ પાંચ દીપડાને રેડિયો કોલર બાંધવાની મંજૂરી આપી છે.
રેડિયો કોલર એટલે ગોળ- પાતળી ઇલેક્ટ્રોનિક પટ્ટી આવી ઇલેક્ટ્રોનિક પટ્ટી વાઘ, સિંહ, દીપડો, હરણ અને પક્ષીઓની ડોક કે કાન પર ગોઠવવામાં આવે છે. રેડિયો કોલરની મદદથી પ્રાણી અને પક્ષીની તમામ હિલચાલ અને પ્રવૃત્તિની સચોટ માહિતી મેળવી શકા છે. આવી માહિતીના આધારે તે પ્રાણી કે પક્ષી વિશે સંશોધનાત્મક અભ્યાસ થઇ શકે છે.
સંજય ગાંધી નેશનલ પાર્ક (એસ.જી.એન.પી.)માના પાંચ દીપડાને રેડિયો કોલર ગોઠવાશે તો આ પ્રાણીઓ નેશનલ પાર્કમાં અને આજુબાજુના પરિસરમાં ક્યાં ક્યાં જાય છે. કઇ કઇ પ્રવૃત્તિ કરે છે તેની ઉપયોગી માહિતી મળી શકશે.
એસ.જી.એન.પી.ના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અહીંના પાંચ દીપડાનો બે વરસ દરમિયાન અભ્યાસ કરવાની યોજના છે. આ પાંચેય દીપડા નેશનલ પાર્કમાં ક્યારે- કયા કયા સ્થળે જાય છે, કઇ કઇ પ્રવૃત્તિ કરે છે, ક્યારે આ રામ કરે છે, નિદ્રા લે છે વગેરે બાબતોની ઉપયોગી માહિતી મળશે. આમ દીપડાના રોજરોજના જીવન વિશે મહત્વની જાણકારી મળશે.
આ સૂત્રોએ રેડિયો કોલરની કામગીરી વિશે જણાવ્યું હતું કે રેડિયો કોલરના સંદેશા આકાશમાં કરતા સેટેલાઇટને મળશે ત્યારબાદ તે સિગ્નલ્સ દીપડાનો અભ્યાસ કરતા પ્રાણી શાસ્ત્રીઓને મળશે. આ સિગ્નલ્સના આધારે તે તમામ દીપડા નેશનલ પાર્કમાં ચોક્કસ કયા સ્થળે છે અને શું કરે છે તેની સચોટ માહિતી મળશે. હાલ નેશનલ પાર્કના અધિકારીઓ પ્રાણીઓ- પક્ષીઓની જાણકારી મેળવવા ખાસ પ્રકારના કેમેરાની મદદ લે છે. એસ.જી. એન.પી.માં ૨૦૧૫થી કેમેરાની સુવિધા થઇ છે.
આમ તો દીપડાના દૈનિક જીવનનો અભ્યાસ કરવા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા દરખાસ્ત થઇ હતી. તે દરખાસ્તને મહારાષ્ટ્ર સરકારના વન ખાતાએ ગયા ઓગસ્ટ- ૨૦૧૯માં મંજૂરી આપી હતી. આ અભ્યાસ બે વરસનો છે.
રેડિયો કોલરનું વજન ૫૦૦ ગ્રામ હોય છે. રેડિયો કોલરની કાર્યક્ષમતા લગભગ એક વરસની હોય છે. જો કે નેશનલ પાર્ક આવાં રેડિયો કોલરના અમુક હિસ્સા મળે તેની રાહ જુએ છે. આ હિસ્સા મળી જાય ત્યારબાદ લગભગ આવતા માર્ચમાં પાંચેય દીપડાને રેડિયો કોલર લગાડવાની કામગીરી શરૃ થવાની શક્યતા છે.
જ્યારે તમે રણમાંથી પસાર થઇ રહ્યાં હોવ તે સમયે તે એક શુષ્ક રણકાર સાંભળો છો. તો તે અવાજ સંભવતઃ રેટલસ્નેક( Rattlesnake )નો છે. રેટલસ્નેકની 33થી વધુ પ્રજાતિઓ છે. રેટલસ્નેક( Rattlesnake ) દક્ષિણ કેનેડાથી મધ્ય અર્જેન્ટિનામાં જોવા મળે છે. દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. ઉત્તરીય મેક્સિકોના રણ પ્રદેશમાં સૌથી વધુ જોવા મળે છે.
રેટલસ્નેક( Rattlesnake ) વિષે જાણીએ,WSON Team
સામાન્ય રીતે પુખ્ત રેટલસ્નેક( Rattlesnake )ની લંબાઇ 1.6 થી 6.6 ફૂટ જેટલી હોય છે, પરંતુ કેટલાક સાપની લંબાઇ 8.2 ફૂટ સુધીની પણ હોય છે. તેઓની જાતિના આધારે 1 થી 8 ફૂટ લાંબા પણ થઇ શકે છે. રેટલસ્નેક( Rattlesnake ) આ સાપની બધી જ પ્રજાતિઓની ત્વચા પેટર્નવાળી હોય છે, જોકે તેમના રંગ બદલાઇ શકે છે.
WSON Team
રેટલસ્નેક( Rattlesnake )ને ત્રિકોણ આકારનું માથું અને આંખો પર કાળો ચીરો હોય છે. તેઓ કોઇને પણ નુકસાન પહોંચાડતા નથી. રેટલસ્નેક( Rattlesnake ) સામાન્ય રીતે ત્યારે જ પ્રહાર કરે છે. જ્યારે તેઓ ભયભીત થયા હોય અથવા તો આૃર્યચકિત થઇ ગયા હોય. https://wildstreakofnature.com/gu/do-you-know-about-snake/ રેટલસ્નેક( Rattlesnake )ને સરળતાથી ઓળખી શકાય છે તેની ઓળખાણ છે તેની પુંછડી. એ જ્યારે તેની પુંછડીને હલાવે છે તો તેમાંથી ખંજરી જેવો અવાજ આવે છે. મુખ્યત્વે શુષ્ક અને રણના ખટકાળ વિસ્તારોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. જો કે તેઓ જંગલો, ઘાસના મેદાનો અને જળચર વસવાટોમાં પણ જોવા મળી આવે છે.
WSON Team
કાળા, કથ્થઇ, અને ભૂખરા રંગમાં જોવા મળે છે. તેમની પૂંછડીમાંથી જે અવાજ આવે છે તે રેટલ કેરાટિનથી બનેલો હોય છે.( જેમ મનુષ્યોમાં નખ અને વાળ બને છે). દર બે વર્ષે પોતાની ચામડી બદલે છે અને તે તેની પૂંછડીમાં ઉમેરાય છે.
રેટલસ્નેક( Rattlesnake ) ખૂબ જ ઝેરી સાપ છે. તેઓ હિમોટોક્સિક નામનું ઝેક પેદા કરે છે.( જે રક્ત કોશિકાઓનો નાશ કરે છે) અને જો કોઈ વ્યકિત કે પશુ રેટલસ્નેક( Rattlesnake )નો શિકાર બને છે. તેનું બચવું મુશ્કેલ છે.
WSON Team
સામાન્ય રીતે રેટલસ્નેક( Rattlesnake ) ઝેરનો ઉપયોગ તે શિકાર કરવા અને શિકારથી બચવા માટે કરે છે. તે ક્યારેક ઝેર મુક્ત કર્યાં વગર ડંખ કરે છે. આ પ્રકારના ડંખને “શુષ્ક ડંખ” તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક રેટલસ્નેક( Rattlesnake )નું ઝેર રોગોની સારવાર માટે પણ વપરાય છે. રેટલસ્નેક( Rattlesnake ) સામાન્ય રીતે ઉંદરો અને નાના પક્ષીઓનો શિકાર છે. રેટલસ્નેક( Rattlesnake ) ખૂબ જ સારી રીતે તરી શકે છે. માદા રેટલસ્નેક( Rattlesnake ) 20 જેટલા ઇંડાં આપે છે.
જૂનાગઢની ફાઈવ સ્ટાર હોટલમાં જંગલનો રાજા સિંહ લટાર મારતો હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. ગત સોમવારની વહેલી સવારે આ સિંહ ગિરનારનાં જંગલ વિસ્તારમાંથી અચાનક બહાર નીકળ્યો હતો અને જૂનાગઢનાં રહેણાંક વિસ્તારમાં લટાર મારી હતી. ત્યારબાદ રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળીને જંગલનો રાજા જૂનાગઢ રાજકોટ માર્ગ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલ ‘સરોવર પેટ્રિકો’માં પણ લટાર મારીને થોડા સમય માટે હોટલનો મહેમાન બન્યો હતો. સિંહ હોટલની લટાર મારતો હોય તેવો વીડિયો CCTVમાં કેદ થયો છે.
જંગલનો રાજા હવે શહેરમાં પણ આંટાફેરા મારવા લાગ્યો છે. જૂનાગઢ શહેરની એક હોટલમાં સિંહ આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. હોટલમાં સિંહના આંટાફેરા જાેઈને સિક્યુરિટી ગાર્ડ પર ડરનો માર્યો કેબિનમાંથી બહાર નીકળી શક્યો ન હતો. જાેકે, સિંહ કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર અહીંથી ચાલ્યો ગયો હતો. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ રેલવે સ્ટેશન નજીક આવેલી એક હૉટલમાં સિંહના આંટાફેરા જાેવા મળ્યા હતા.
આ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જાેઈ શકાય છે કે સિંહ મુખ્ય દરવાજેથી કૂદીને હોટલની અંદર આવે છે. જે બાદમાં સિંહ પાર્કિંગ સહિતના સ્થળો પર આંટાફેરા મારે છે. થોડીવાર સુધી હોટમાં આમતેમ આંટાફેરા માર્યા બાદ સાવજ જ્યાંથી હોટલમાં પ્રવેશ્યો હતો ત્યાંથી જ દરવાજાે કૂદીને બહાર નીકળી જાય છે. સિંહ જ્યારે હોટલમાં પ્રવેશ કરે છે ત્યારે હોટલનો સુરક્ષાકર્મી ડરનો માર્યો પૂરાયેલો રહે છે. સિંહ આવી ગયાની જાણ થતાં તે ફફડી ઉઠ્યો હતો અને કેબિનની અંદર જ પૂરાયેલો રહ્યો હતો.
હોટલમાં આંટાફેરા કરીને સિંહ પરત જતો રહેતા સુરક્ષાકર્મીએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ શહેરના જાેશીપરાના સરદારપરા રહેણાંક વિસ્તારમાં સિંહ જાેવા મળ્યો હતો. આમ જંગલમાં રહેતો સિંહ હવે રાત્રે બિન્દાસ બનીને શહેરમાં આંટાફેરા કરી રહ્યો છે. જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જાેઈ શકાય છે કે આ બનાવ આઠમી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે બન્યો હતો. સિંહે દોઢથી બે મિનિટ સુધી હોટલમાં આંટાફેર માર્યા હતા અને બાદમાં બહાર નીકળી ગયો હતો.
માત્ર રણ વિસ્તારમાં જ જોવા મળતું હોવાથી આ સસલાંને રણ સસલા નામ અપાયું છે.
રણમાં વસવાટ કરતા રણ સસલા( desert hare ) ની લંબાઈ 30 થી 40 સે.મી અને વજન માત્ર 1.5 થી 2 કિલોગ્રામ વજન ધરાવે છે. જોકે વર્ષમાં બે વખત માદા રણ સસલા પ્રજનન કરે છે અને બે માસના ગર્ભકાળ બાદ બે બચ્ચાંને જન્મ આપે છે.
આ બચ્ચાં ત્રણ મહિનામાં જ પુખ્ત વયના થઈ જાય છે. રણ સસલાનો મુખ્ય ખોરાક ઘાસ અને વનસ્પતિના કુમળા ભાગો તેનો મુખ્ય ખોરાક છે. સામાન્ય રીતે રણ સસલું ( desert hare ) વનસ્પતિના ઝુંડ, જંગલ કે ગામડાની આસપાસના ખેતરમાં રહે છે.
સસલા નિશાચર હોય છે. ખાસ કરીને રણ સસલાની વાત કરીએ તો તે એકલું રહેવાનું વધુ પસંદ કરે છે. તેનો રંગ રેતી જેવો હોવાથી તે સહેલાઈથી છુપાઈ શકે છે. ખાસ કરીને ગુજરાતમાં જોવા મળતી સસલાની બંને જાતિમાંથી એકેય પાળી શકાય તેવી નથી.
WSON Team
આ સસલાં ( desert hare ) ને પાળવામાં આવે તો પણ જયારે મોકો મળે ત્યારે તે માણસથી દુર ભાગી જાય છે. આપણે ત્યાં જે સફેદ સસલાંને પાળવામાં આવે છે તે આ કુળના નથી. તેને બહારથી લાવવામાં આવેલા છે. અને તે માત્ર બંધન અવસ્થામાં જ જોવા મળે છે. તેને અંગ્રેજીમાં “ રેબીટ( rebit ) “ કહેવામાં આવે છે. જો કે આ પાલતું સસલાં અને દેશી સસલાંનો ખોરાક અને આદતો લગભગ મળતી આવે છે.
વિશ્ર્વમાં 62 જાતિના સસલાં જોવા મળે છે. તે પૈકી 8 જાતિ પ્રજાતિ ભારતમાં અને 2 પ્રજાતિના ગુજરાતમાં જોવા મળે છે. એક આપણું સામાન્ય ભારતીય સસલું અને બીજું ખુબ જ જુજ જોવા મળતું રણ સસલું.
રણ સસલું ( desert hare ) તેના નામ પ્રમાણે તે રેતાળ અને શુષ્ક પ્રદેશમાં જ જોવા મળે છે. રાજસ્થાન તથા ગુજરાત તેની હયાતી જણાઈ આવે છે. કચ્છના રણ તથા તેને સ્પર્શતા સૌરાષ્ટ્ર ભાગ, બનાસકાંઠા, તેમજ મહેસાણાના વિસ્તારોમાં ખુબ જ ઓછા પ્રમાણમાં તેનો વ્યાપ છે. રણ સસલાં રેતાળ પ્રદેશની જમીનના રંગ સાથે ભળી જાય તેવા રેત જેવા પીળાશ પડતાં ભુખરાં રંગના હોય છે. ભારતીય હેર કરતાંતે કદમાં સામાન્ય નાના હોય છે.
WSON Team
શુષ્ક પ્રદેશાનો પ્રાણીઓની માફક રણ સસલું ( desert hare ) પણ દિવસની ગરમી અને પ્રકાશથી બચવા માટે રાત્રિ દરમિયાન જ બહાર નિકળવાનું વધુ પસંદ કરે છે. મોટાભાગે તે એકલું જ ફરતું જોવા મળે છે. સંવનન સમયે જોડીમાં કે બચ્ચાં સાથે માદા હોય તો ત્યારે નાની ટોળીમાં જોવા મળે છે. સસલાની ઓળખ માટે અંગ્રેજીમાં “ હેર અને રેબીટ ( hare and rebit ) “ એમ બે જુદા જુદા શબ્દો ઉપયોગમાં લેવાય છે. બન્ને સસલાંમાં તેના ઉછેર અને રક્ષણ માટેની શારીરીક રચનામાં સામાન્ય તફાવત જોવા મળે છે.
હેર( desert hare ) માં ગર્ભકાળ બે માસ જેવો હોય છે. જયારે રેબીટમાં તે અડધો એટલે કે એક માસ જેયલો હોય છે. પરિણામે રેબિટની વસ્તી ઝડપી વધે છે. રેબિટ પાલતું હોય છે. જયારે હેર (desert hare ) કુદરતી અવસ્થામાં રહેતાં હોઈ સરળતાથી પાલતું બનતાં નથી.
હેર ( desert hare ) ને કુદરતી અવસ્થામાં શિકારી પ્રાણીઓથી રક્ષણ મેળવવાનું હોઈ તેના શરિરનો રંગ આસપાસના વાતાવરણમાં ભળી જાય તેવા છદ્દમવેશ ધારણ કરી શકે તેવો હોય છે. જયારે રેબિટ કાળા, ધોળઆ વગેરે રંગના હોય છે.
WSON Team
હેર નાના લાંબા પગ ઝડપથી ભાગવા માટે તથા લાંબા કાન સારુ સાંભળી શકવા માટે ઉપયોગી બને તેવા હોય છે. જયારે રેબિટને સ્વરક્ષણ માટે આવી આવશ્યકતા ન હોવાથી તેના પગ અને કાન હેર કરતાં ટુંકા અને નાના હોય છે. હેર (desert hare) એકલા ફરવાવાળા હોય છે. જયારે રેબિટ ટોળામાં રહેવાવાળા હોય છે. હેરના બચ્ચાં વાળ સહિત ખુલ્લી આંખો લઈને જન્મે છે. રેબિટના બચ્ચાં વાળ વગરના અને બંધ આંખો લઈને જન્મે છે.
રણ સસલાં ( desert hare ) શુષ્કપ્રદેશ અને રણ વિસ્તારની ગરમી, પ્રકાશ અને ઓછા વરસાદને કારણે ઉભી થતી પરિસ્થિતિ સાથે અનુકુલન સાધે છે. ઓછા ખોરાક અને પાણીથી ચલાવી શકે છે. રેતાળ પ્રદેશમાં ઝડપથી હરીફરી શકે છે. શરીરના આંતરિક તથા બાહ્ય અવયવો તે પ્રમાણે રચના પામ્યા હોય છે.
જો તમે અમદાવાદથી મુલાકાતે જઈ શકાય એવું સુંદર, મનોરમ્ય સ્થળ જોવા ઈચ્છો છો તો થોળ લેક પક્ષી અભયારણ્ય એક આદર્શ અને ઉત્કૃષ્ઠ મુલાકાતી સ્થળ છે. થોળ તળાવ 7 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. આ તળાવમાં સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સહિત 100 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ તમને જોવા મળી શકે છે.
WSON Team
જલપ્લાવીત વિસ્તાર તરીકે વિશાળ ક્ષેત્રફળમાં વ્યાપેલા થોળ તળાવનું નિર્માણ ગાયકવાડી સમયે આજ થી 109 વર્ષ પહેલાં ઇ.સ.1912માં કરવામાં આવ્યું હતું. આ તળાવ ગાયકવાડી સમયમાં ખેતી માટે સિંચાઇના નીર સંગ્રહ થાય અને ખેડૂતોને લાભ મળે તે હેતુથી નિર્માણ કરવામાં આવ્યું હતું. સમય જતાં કુદરતના ખોળે સૌંદર્ય પાથરતા પક્ષીઓએ આ સ્થળને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું ત્યારે અહીં છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી પક્ષીઓ મહેમાન બનતા વર્ષ 1988માં સરકાર દ્વારા આ સ્થળે પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું આમ થોળ તળાવ એક પક્ષીઅભિયારણ તરીકે નામના પામ્યું
WSON Team
થોળ તળાવ ગાયકવાડી સમયે એ રીતે નિર્માણ કરાયું છે કે જ્યારે વરસાદી પાણી આ તળાવમાં સંગ્રહિત થાય છે અને જ્યારે શિયાળાની સીઝનમાં ઉત્તર પર્વતીય વિસ્તારોમાં પર્વતો નદીઓ ઝરણાં અને સરોવરો બર્ફીલા બની જાય છે, ત્યારે ત્યાં વસતા પક્ષીઓ પોતાના જીવનનિર્વાહ માટે હજ્જારો માઈલો દૂર આવેલા વિદેશોથી થોળ પક્ષી અભયારણ્યમાં આશરો લે છે. જેમાં દર વર્ષે બારહેડેડ ગુઝ (રાજહંસ), ડેમજોલ ક્રેન, ડગ્સ-ગુઝ અને માઈગ્રેનરી બર્ડ મળી 50 થી 60 હજારની સંખ્યામાં આ વિદેશી પક્ષીઓ આ અભયારણ્યમાં આશરો લેતા હોય છે.
WSON Team
ચાલુ વર્ષેની જો વાત કરવામાં આવે તો શિયાળાની શરૂઆતથી વિદેશી પક્ષીઓનું થોળ તળાવમાં આગમન શરૂ થયું છે. જેમાં અત્યાર સુધી અંદાજે 40 હજાર પક્ષીઓ હાલમાં આ જળપલજ્વલિત વિસ્તારમાં આવ્યા છે. મહત્વનું છે કે જાઉસ અને ચાઇના જેવા ઉત્તરીય પ્રદેશોમાંથી હિમાલય જેવા વિશાળ ઊંચા પર્વતને પાર કરી બાર હેડેડગુઝ નામના રાજહંસ પક્ષીઓ પોતે સૌથી ઊંચી ઉડાન ભરી શકતા હોઈ અહીં થોળ અભ્યારણ્ય માં શિયાળો વિતાવવા 2000 હજારથી વધુ સઁખ્યામાં આવ્યા છે. જે આ વખતે રાજહંસની એક સાથે થોળ મુલાકાતનો એક મહત્વનો આંક જોવા મળી રહ્યો છે, તો ફાલ્કન નામના એક પક્ષીએ પણ દેખા દીધી હોવાનું સ્થાનિક તંત્રને નજરે પડ્યું છે. જોકે પક્ષીની ચોક્કસ પ્રકારે ઓળખ કર્યા બાદ તેની વિગતો જાહેર કરાશે.
WSON Team
થોળ પક્ષી અભયારણ્યમાં પક્ષીઓને કોઈ ખલેલ ના પહોંચે તે રીતે માહોલ જાળવી રાખવામાં આવ્યો છે. સાથે જ ગાયકવાડી સરકારના જે ઉદ્દેશથી આ તળાવ બંધાયું હતું, તે સિંચાઈના હેતુને પણ આજે જાળવી રખાયો છે. અહીંના વિસ્તારના ખેડૂતો ખેતીકામ માટે જરૂરી પાણી આ તળાવમાંથી સિંચાઈ રૂપે મેળવી રહ્યા છે. આમ થોળ તળાવ હાલમાં ધરતીની સુંદરતા સાથે પ્રકૃતિના ખોળે સોળે કળાએ ખીલેલું હોવાથી અહીં આવતા લોકો નયનરમ્ય દ્રશ્યો નિહાળી અદ્ભુત ખુશીઓની પળો માણી રહ્યા છે.
તાજા પાણીનું આ તળાવ- સરોવરનો કિનારો કાદવથી સભર અને ચોતરફ ગાઢ જંગલી વનસ્પતિઓથી ઘેરાયેલો નજરે પડે છે. ત્રસ્ત અને વ્યસ્ત શહેરી જિવનમાંથી છુટકારો પામવા તેમજ શાંત , સ્વચ્છ, અને પ્રસન્ન પર્યાવરણ વચ્ચે રમમાણ થવા અત્રે નવેમ્બર થી ફેબ્રુઆરીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.