લાયન મંકીના(The Lion Monkey) ચહેરા અને ગરદન પર સિંહની માફક લાંબા વાળ એટલે કે કેશવાળી હોવાથી તેને લાઈન મંકી(The Lion Monkey) કહે છે.
વાંદરાઓની ઘણી બધી પ્રજાતિઓ માંથી એક પ્રજાતિ લાયન મંકી(The Lion Monkey) તરીકે ઓળખાય છે. આ મંકી સામાન્ય રીતે બ્રાઝિલના દક્ષિણપુર્વી ભાગમાં જોવા મળતા લાયન મંકી(The Lion Monkey)વાંદરાની એવી પ્રજાતિ છે. લાયન મંકીના(The Lion Monkey) પ્રજાતિના વાંદરાઓ સામાન્ય રીતે સમુહમાં રહેવાનું વધુ પસંદ કરે છે. લાયન મંકી(The Lion Monkey) વાંદરાના એકદમ બ્રાઈટ ગોલ્ડન કલરની રુવાંટીને લીધે તેને લાયન મંકી અથવા તો ગોલ્ડન લાયન ટેમેરિયન કહે છે.
લાયન મંકીનો દેખાવ :WSON Team
લાયન મંકી(The Lion Monkey)ને દુરથી જોતા તે જાણે નાનકડો ગોલ્ડન ગોળો હોય એવા લાગે છે. કેમ કે તેના મોં અને ગરદનની આસપાસ સોનેરી રંગના લાંબા વાળ એટલે કે સિંહને હોય એવી કેશવાળી હોય છે. આ કારણસર પણ તેને લાયન મંકી(The Lion Monkey) તરીકે ઓળખવામાં આવે છે. https://wildstreakofnature.com/gu/one-of-the-most-intelligent-monkey-species-in-the-animal-capuchin/લાયન મંકીના હાથ, પગ અને ચહેરા પર ડાર્ક બ્રાઉન અથવા જાંબલી ઝાંચ ધરાવતી રુવાંટી હોય છે.
લાયન મંકીના કદ :WSON Team
લાયન મંકીના(The Lion Monkey) કદ સામાન્ય રીતે નાના અથવા મધ્યમ કદના લગભગ આઠ ઇંચ લંબાઈ ધરાવતા હોય છે.
લાયન મંકી(Lion Monkey)ની લાક્ષણિકતા :WSON Team
લાયન મંકી(The Lion Monkey)ની લાક્ષણિકતાની ખાસ કરીને વાત કરીએ તો આ પ્રજાતિના વાનરો સમુહમાં રહેવાનું અને તેના મિત્રો તથા પરિવાર સાથે મસ્તી તોફાન કરવાનું અને ઉછળકુદ કરવાનું વધુ પસંદ કરે છે.
લાયન મંકીના(The Lion Monkey)નાના સમુહમાં રહેતા આ લાયન મંકી(The Lion Monkey) તેમના સમુહમાં આગવી રીતે વાતચિત કરે છે. લાયન મંકી(The Lion Monkey) રાત્રીના સમયે અથવા દિવસ દરમિયાન ગરમી વધારે હોય ત્યારે આ વાનરો વૃક્ષની છાંવોમાં અને વૃક્ષની બખોલમાં રહેવાનું પસંદ કરે છે.
લાયન મંકી(Lion Monkey)નો ખોરાક :WSON Team
લાયન મંકી મોટા ભાગે ફળ, જીવડાં, ઇંડા, ઈયળો, અથવા નાના પક્ષીઓ ખાય છે. પોતાના ખોરાકની શોધ માટે એક વૃક્ષ પરથી બિજા વૃક્ષની ડાળીઓ પર ઉછળકુદ કરે છે.
લાયન મંકી(Lion Monkey)ના બચ્ચા :WSON Team
લાયન મંકી(The Lion Monkey)ના પ્રજીતિના વાનરોમાં માદા લાયન મંકી બચ્ચાને જન્મ આપે તે પછી નર અને માદા લાયન મંકી(The Lion Monkey) બચ્ચાની લગભગ છ મહિનાના થાય ત્યાં સુધી સંભાળ રાખે છે. તે પછી બચ્ચું જાતે જ પોતાનો ખોરાક શોધતા શીખી જાય છે.
એશિયાટીક સિંહોનો વસવાટ ગણાતા ગીરના જંગલમાં વારંવાર સિંહ બાળની કિલકિલાટ સંભળાતો હોય છે. ત્યારે જુનાગઢના સકકર બાગ ઝુમાં પણ હવે સિંહ બાળનો સમુધુર અવાજ સંભળાઇ રહ્યો છે. અંાબરડીના સિંહથી ગર્ભવતી બનેલી ડી-12 સિંહણે ચાર તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો છે. હાલ ચારેય બાળ સિંહ અને માતાની તબિયત તંદુરસ્ત છે ઝુના સ્ટાફ દ્વારા સતત સીસી ટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યુઁ છે.
જૂનાગઢ સકરબાગ ઝુ ના સિંહ પરિવારમાં 4 સભ્યોનો વધારો થવા પામ્યો છે. એક સિંહણે 4 બચ્ચાને સક્કરબાગ ઝૂમાં જન્મ આપ્યો છે અને હાલમાં આ સિંહ બાળનું તેમની માતા સિંહણ લાલન પાલન કરી રહી છે
આંબરડી સિંહ વતી ગર્ભવતી બનેલ ડી – 12 સિંહણ એ આજે સક્કરબાગ ઝૂ ખાતે 4 સિંહબાળને જન્મ આપ્યો હોવાનું સકરબાગ ઝુ ના આર.એફ. ઓ. નિરવકુમાર મકવાણાએ જણાવ્યું હતું. આર.એફ. ઓ. મકવાણા જણાવ્યા અનુસાર ચારેય સિંહ બાળ હાલમાં તંદુરસ્ત છે અને તેની માતા સિંહણ સિંહ બાળનું કાળજીથી લાલન-પાલન કરી રહી છે.
સક્કરબાગ ઝૂ ના સિંહ પરિવારમાં 4 સભ્યોનો વધારો થતા ઝુ સત્તાવાળાઓ દ્વારા સિંહણ અને તેના બચ્ચાનું સીસીટીવી કેમેરા સહિતનું મોનીટરીંગ થઈ રહ્યું છે અને વેટનરી ડોક્ટર દ્વારા સિંહણ તથા સિંહબાળની તપાસ પણ નિયમિત કરવામાં આવી રહી છે. આજે સક્કરબાગ ઝૂમાં ચાર સિંહબાળના જન્મના સમાચારથી સક્કરબાગ ઝૂ વર્તુળ તથા વન વિભાગ અને ખાસ કરીને સિંહપ્રેમીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.
ગીર સાસણની ગરિમા એશિયાટિક લાયનથી વધે છે તો એની સાથે સાથે ગીર સાસણના જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળો લોકો માટે આસ્થાનું અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યા છે. સાવજોની ભૂમિ એવું ગીર સાસણ આમ તો ત્રણ જિલ્લાઓને જોડે છે અમરેલી, જુનાગઢ, અને ગીર સોમનાથ એટલે કે જેટલું ગીર આપણે પ્રિય છે. એટલુ જ ભગવાન મહાદેવ અને વિષ્ણુ ને પણ પ્રિય હતું. આથી જ અનેક યાત્રાધામો આ ગીરની ભૂમિ પર જોવા મળે છે.
જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી ના ગાઢ જંગલો, દરિયા કિનારા અને પહાડો પર આધ્યાત્મિકતા અને શ્રધ્ધાનો અખૂટ ખજાનો છે. આ ત્રણેય જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો અનેક આવેલા છે જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ દાદા થી શરુ કરીને વેરાવળ માં આવેલ શ્રી કૃષ્ણ નું મોક્ષ પ્રાપ્તિ સ્થાન ભાલકા તીર્થ પણ એટલું જ મહત્વનું છે.
WSON Team
જૂનાગઢમાં આવેલ ઉંચો ગઢ ગીરનાર અને તેના પર આવેલ માં અંબાનું મંદિર , જૈન દેરાસરો, ગુરુ દત્તાત્રેયની જગ્યા અલૌકિક આધ્યાત્મિકતાનો અહેસાસ કરાવે છે. અમરેલીમાં આવેલ રાજુલાનું લક્ષ્મીનારાયણ મંદિર, દ્રોનેશ્વર મંદિર વગેરે સ્થળો ગીર ની પ્રાકૃતિક સાથે ધાર્મિક આનંદ આપે છે. પરંતુ આ બધા સ્થળોમાં એક ખાસ સ્થળ છે જે પ્રવાસીઓને આકર્ષે છે એ છે તુલશીશ્યામ ગાઢ જંગલ વચ્ચે શામળિયાનું આ મંદિર રહસ્યમય છતાં ચિત્તને શાંતિ આપે એવું છે. ગરમ પાણીના ઝરા અને ઘેઘુર ઝાડવાઓ વચ્ચે આવેલ તુલશીશ્યામ એક અકલ્પનીય સ્થળ છે.
તુલસી શ્યામ : ગાઢ જંગલની વચ્ચે આવેલ રમણીય ધાર્મિક સ્થળ
WSON Team
આજે આપણે આ જ સ્થળ વિષે વાત કરવાના છીએ આમ તો ગીરની અંદર આવેલ દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે પરંતુ તુલશીશ્યામ ની વાત જ નિરાલી છે. તુલશીશ્યામ અમરેલી થી ૪૫ કિમી દુર અને જુનાગઢ થી ૧૨૩ કિમી ઉના તાલુકામાં આવેલું છે. તુલશીશ્યામ શ્રી કૃષ્ણના શામળિયા સ્વરૂપનું મંદિર છે. અહિયા રાત રોકવાની વ્યવસ્થા પણ છે. જુનાગઢ થી સતાધાર રસ્તે તુલશીશ્યામ પહોંચી શકાય તો ઉના થી પણ કોડીનાર થઇ તુલસી શ્યામ પહોંચી શકાય છે. ગાઢ જંગલ અને ગિરિઓની વચ્ચે આવેલ આ ધાર્મિક સ્થળ ઉપરાંત પ્રયત્ન સ્થળ તરીકે જાણીતી છે.
ગરમ પાણીના કુંડ : આકર્ષણ સાથે રહસ્યમય સ્થાન
WSON Team
તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતુહુલ ઉભું કરે છે . આસપાસ ના જંગલોમાં વહેતી નદીઓ માં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલ આ કુંડ માં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતુહલ ઉભું કરે છે. અહી આવતા ધમ્રિક યાત્રાળુઓ પહેલા અહી સ્નાન કરે છે અને પછી જ મંદિર માં પ્રવેશ કરે છે. સતત ગરમ પાણીના કુંડ માં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઇ જાય છે.
ગરમ પાણી ના કુંડ ની સત્યતા
WSON Team
કહેવાય છે કે આ ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાઓ પર જોવા મળે છે જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરી કુંડ યમ્નોત્રીમાં આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્રય અને કુતુહુલ ઉભું કરે છે જો કે આ પાછળ સાયન્ટીફીક કારણ જવાબદાર છે . વાસ્તવમાં તુલસી શ્યામ જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખુબ જ વધુ છે સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે જ કુંડમાં સ્ફૂરતા પાણીના ઝરા ગરમ હોય છે .
ગ્રેવિટી પ્લેસ:
en.wikipedia.org
તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે. કે જ્યાં ઢાળ વાળા રસ્તા પર કોઈપણ ઇંધણ કે ચાલક ન હોય તો પણ ને બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે. અહી જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીથી પસાર થતી ગાડીને જકડી રાખે છે. જે અહી આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે.
તુલસી શ્યામ એક ધાર્મિક કથા :WSON Team
આ દેશભરનું એકમાત્ર સ્થળ છે જ્યાં તુલસી અને વિષ્ણુ નું મંદિર હોય કહેવાય છે. જલંધર નામનો અજેય યોધ્ધા એ જયારે માતા પાર્વતી પર નજર બગાડી ત્યારે ભગવાન મહ્દેવ સાથે યુદ્ધ કરતા ભગવાન વિષ્ણુ ને જલંધરના મૃત્યુ માટે નાટક કરવું પડ્યું અને તુલસી શ્યામ છે ત્યાં સુંદર ઉપવન બનાવ્યું અને યોગી સ્વૂપે પોતે ખુદ બિરાજ્યા, જલંધરને શોધતી તેની પત્ની આ સુંદર ઉપવનથી આકર્ષાઈને આવી પહોંચી વિષ્ણુએ જલંધરની પત્ની વૃંદા એટલે કે તુલસી ને કહ્યું કે જલંધર મૃત્યુ પામ્યો છે.અને વિલાપ કરતી વૃંદા માટે નકલી જલંધર જીવીત કર્યો, એન વૃંદાને આ વાતની ખબર પડી કે જલંધર નકલી છે તો ગુસ્સે થઇ અને ભગવાન ચતુર્ભુજને પથ્થર બનવાનો શાપ આપ્યો. ત્યારે વાસ્તવિકતા સમજવતા ભગવાન વિષ્ણુ એ કહ્યું કે માતા પાર્વતી પર જલંધર ની દાંત બગડી તેથી તેનું મૃત્યુ નિશ્ચિત હતું . અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવવા ખુદ શૈલ (પથ્થર) બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરી આ સુંદર ઉપવનમાં અવતર્યા . તુલસી શ્યામનીઉપર નાની ટેકરી પર ભગવાન વિષ્ણુ અને રૂક્ષ્મણીજી નું મંદિર છે. અંદાજે ૪૦૦ પગથીયા ચઢી ને આ ડુંગર પર પહોંચી શકાય છે.
ક્યારે અને ક્યાં સમયે જઈ શકાય ?
WSON Team
ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી શ્યામ આમ તો આખું વર્ષ જઈ શકાય છે પરંતુ વન વિભાગની પરવાનગી લઇ સવારથી સાંજ સુધી જ આ જંગલ માં આવ જા કરી શકાય , જો કે તુલસી શ્યામમાં રાતવાસો કરવાની સગવડ છે આથી જો કોઈ પ્રવાસી રાત રોકાવા માંગતા હોય તો રોકાઈ શકે છે પરંતુ જંગલ માં રસ્તાઓ પર સાંજ છ પછી રોકવાની સખ્ત મનાઈ છે . કારણકે સાંજ પછી અહી સિંહોની અવર જવર વધુ થતી હોય છે . જેથી તેમને ખલેલ ન પહુંચે એ માટે તુલસી શ્યામ સાંજ પછી જવાની મનાઈ હોય છે.
WSON Team
તુલસી શ્યામમાં રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને અન્નક્ષેત્ર પણ અવરીતપણે ચાલુ હોય છે.સુંદર પ્રકૃતિને માણવા સાવજની ગર્જના સાંભળવા અને પક્ષીઓના કલરવનો આનંદ માણવો હોય તો તુલસી શ્યામ એક અજોડ જગ્યા છે જરૂર એક વખત મુલાકાત લેવી જોઈએ , ધાર્મિક સાથે પ્રકુતિ અને વિજ્ઞાનનો આ સમન્વય દુનિયમાં કદાચ બીજે ક્યાય જોવા નહી મળે.
આજે આપણે એક એવા પક્ષી શાહમૃગ(Ostrich)ની વાત કરીએ જેની પાખો તો છે પણ ઉડી શકતું નથી. તમને સવાલ થશે કે પાખો હોય અને ઉડી ન શકે તેવુ કાંઇ પક્ષી હોતુ હશે ? પરંતુ આ હકીકત છે એવા ઘણા પક્ષીઓ છે જે પાખો હોવા છતાં ઉડી શકતાં નથી. એમાનું એક પક્ષી શાહમૃગ છે.
WSON Team
શાહમૃગ જેને હિન્દીમાં (શુતુરમૃગ) અને અંગ્રેજીમાં (ostrich) કહેવાય છે.શાહમૃગ(Ostrich) ઉડી શકતું નથી પરંતુ તેની એક લાત માણસને ત્યાં જ ઢેર કરી શકે છે, જે દેખાવમાં ખૂબ મોટુ અને તમામ પક્ષીઓમાં શક્તિશાળી માનવામાં આવે છે. શાહમૃગ(Ostrich) ની અનેક રોચક વાતો જાણીને આપણને નવાઇ લાગશે.
શાહમૃગ (Ostrich) કેવું હોય છે?WSON Team
-શાહમૃગ(Ostrich) ની ઉંચાઇ 9 ફુટ હોય છે જેની માણસની સરખામણીમાં ખૂબ જ ઉંચાઇ હોય છે.
-શાહમૃગ (Ostrich) નું મગજ ખૂબ જ નાનું હોય છે આમ છતાં સૌથી મોટા પક્ષીઓમાંનું એક માનવામાં આવે છે.
-શાહમૃગ(Ostrich) નું આયુષ્ય 40 થી 50 વર્ષ સુધીનું હોય છે.
-મોટાભાગે શાહમૃગ(Ostrich) દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે, જે પોતાના એક સ્ટેપમાં ૫ મિટર જેટલુ અંતર કાપે છે આથી તેને દુનિયાનું સૌથી ઝડપી પક્ષી માનવામાં આવે છે.કારણ કે શાહમૃગ(Ostrich) એક સેકન્ડમાં 19 મિટરનું અંતર કાપી શકે છે.
-શાહમૃગ(Ostrich) નું વજન 140 કિલોની આસપાસ હોય છે એટલે કે બે માણસનાં વજન જેટલુ હોય છે.
શાહમૃગ(Ostrich) ની ખાસીયત :WSON Team
-શાહમૃગ(Ostrich) પાણી વગર પણ રહી શકે છે. તે પોતાના શરીરનાં અંદરનાં અંગોથી પાણી જનરેટ કરી શકે છે એટલું જ નહીં તેને ફુડમાંથી પણ પાણી મળી રહે છે.
-કોઇ પણ ખતરો જોઇને પોતાની ચાંચ રેતીમાં દબાવી છે એવી આશાએ કે થોડા સમયમાં ખતરાનું સંકટ ટળી જશે.આ જ કારણે બુદ્ધિશાળી પક્ષી પણ માનવામાં આવે છે.પરંતુ આ વાતમાં કોઇ તથ્ય નથી. હકીકત એ છે કે નર અને માદા એક સમાન જ દેખાય છે.
WSON Team
જ્યારે શાહમૃગ ઇંડા આપે છે ત્યારે ઇંડાના રક્ષણ માટે તે ઉંડો અને મોટો ખાડો ખોદે છે તેમાં ઇંડાનું રક્ષણ કરે છે. અને સમય સમય પર પોતાની ચાંચ વડે ઇંડાને જોયા કરે છે.એટલે એવુ માનવામાં આવવા લાગ્યુ છે કે શાહમૃગ(Ostrich) કોઇ ખતરાથી બચવા માટે પોતાની ચાંચ જમીનમાં દબાવે છે.
એક વૈજ્ઞાનિકો સંશોધન અનુસાર સદીઓ પહેલા ભારતમાં પણ શાહમૃગ(Ostrich) જોવા મળતા હતા. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેના અંશો જોવા મળ્યા હતા.
Writer: Dimpal Vasoya, Traveller and Freelancer
તમે આજ દિવસ સુધી આર્મીના નવજુવાનો ની પરેડ જોઈ હશે પણ શું એશિયાટીક સિંહોની શાનદાર પરેડ જોઈ છે?
જૂનાગઢના ગિરનાર જંગલમાં હાલમાં જ શરૂ થયેલ ‘ગિરનાર સફારી’ માં પર્યટકોને એશિયાટીક સિંહોની શાનદાર પરેડ જોવા મળી. જૂનાગઢના શાબાઝ અને તેના પરિવારના સભ્યો વહેલી સવારે સફારી માટે પહોંચ્યા અને પર્યટકોનો અનુભવ રોમાંચક અને ખુશખુશાલ રહ્યો હતો.
આ અંગે ખુદ શાબાઝ એ અનુભવ વિશે કહ્યું કે અમે જીપ્સીમાં જતા હતા ને અચાનક સામે ના વળાંક માંથી જ એક …બે…ત્રણ… નહિ પણ એકસાથે 11 એશિયાટીક સિંહો પરેડ કરતા આવી રહ્યા હતા. પહેલા થોડો ડર લાગ્યો કે આટલા બધાં એશિાટીક સિંહો એક સાથે હવે શું થશે..!! પણ સિંહોની પ્રકૃતિથી વાકેફ અમારી સાથેના ગાઈડ અને ડ્રાઇવર એ સમયસૂચકતા વાપરી અને જીપ્સી પાછળ પાછળ લેતા ગયા અને એશિયાટીક સિંહો ની સંખ્યા એક પછી એક વધી રહી હતી.
જંગલમાં આશરે 1.5 કિમિ સુધી આ સિલસિલો ચાલ્યો અંતે એક પાણીના પોઇન્ટ પાસે આ એશિયાટીક સિંહોની પરેડ રોકાઈ અને પાણી પીવા લાગી. અમે એ દ્રશ્યો જોઈ રહ્યા હતા. પાણીપી તમામ એ ફરી જંગલમાં પોતાના માર્ગે જતા રહ્યા પણ આ દ્રશ્ય અમારા માટે જીવનભરનું નઝરાણું બની ગયું.અમે આ દ્રશ્યો અમારા મોબાઈલ અને કેમેરામાં કેપ્ચર કર્યા પણ આંખો થી કેપ્ચર થયેલ દ્રશ્યો નો આનંદ એ અંનુભવ ખરેખર વર્ણવો મુશ્કિલ છે.
ગિરનાર જંગલમાં આશરે 50 થી પણ વધુ એશિયાટીક સિંહો છે જેમાં મોટાભાગે 10 થી 12 ના ગ્રુપમાં છે. સિંહોને આ રીતે જોવા એ જ એક રોમાંચનો અનુભવ છે.અહીં આવતા પ્રવાસીઓને એક કે બે એશિયાટીક સિંહો જોવા મળે તો પણ સફારી ની ટિકિટ વસુલ થયા નો અહેસાસ થાય છે. જ્યારે અહીં તો એક સાથે 11 એશિયાટીક સિંહો જોવા મળ્યા છે.
વન વિભાગ ગિરનાર સફારીને હજુ પણ આકર્ષક પોઇન્ટ અને પ્લેસ બનાવવાના પ્લાનિંગ કરી રહ્યું છે.જો વધુ આકર્ષણો ઉમેરાશે તો જૂનાગઢ આવવા માટે ગીરનાર સફારી પર્યટકોનું મનપસંદ સ્થળ બની જશે.