ગુજરાતમા વન્યજીવો માટે ખાસ તબીબી સુવિધા આપતી આધુનિક હોસ્પિટલ

રેસ્ક્યુ સેન્ટર ઘણી વખત તો અનાથ બચ્ચાઓનું ઘર બની રહે છે.

WSON Team
સાસણ રેસ્કયુ સેન્ટર નામ વાંચીને કંઈક એવો જ વિચાર આવે કે અહીં વન્યજીવોને બચાવવાની કામગીરી જ થતી હશે. પરંતુ આ રેસ્ક્યુ સેન્ટરોમાં વન્યજીવોને તબીબી સુવિધા પૂરી પાડી તેમના જીવ બચાવવામાં આવે છે. એટલે કે, આ એશિયાટીક સિંહો અને અન્ય વન્યજીવો માટે હોસ્પિટલ કહી શકાય. આ હોસ્પિટલોની કામગીરી અને સુવિધા આજે વિશ્વના જંગલો માટે રિસર્ચનો વિષય બની રહી છે. 1412 કિ.મિના વિશાળ જંગલમાં વસતા વન્યજીવો માટે આટલી આધુનિક સુવિધા જોઈ સૌ કોઈ અચંબિત થઈ જાય છે. આજે તો ગીર સાસણ રેસ્ક્યુ સેન્ટરો પાસે પોતાની એમ્બ્યુલન્સ પણ છે. જે જંગલમાં જઈ જે તે સ્થળ પર પણ તબીબી સારવાર કરી શકે ને જરૂર પડે તો રેસ્ક્યુ સેન્ટર સુધી ઘાયલ, માંદા કે અશક્ત વન્યજીવોને લઇ આવે છે. આ એમ્બ્યુલન્સમાં રેસ્ક્યુ ટિમ અને ખાસ વેટરનરી ડોકટર પણ હોય છે. જે એશિયાટીક સિંહોની જે તે સ્થળ પર જ તબીબી તપાસ કરે છે.
Social Media
એશિયાના એકમાત્ર એશિયાટીક સિંહના નિવાસસ્થાન એટલે સાસણ ગીર જેમાં હાલ 650થી પણ વધુ એશિયાટીક સિંહોની વસ્તી છે. જે દિવસે ને દિવસે વધતી જાય છે એ પાછળનું એક માત્ર કારણ છે ગીર અભ્યારણ્યમાં એશિયાટીક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પર થતી કામગીરી અને સાથે સાથે સિંહોના સ્વાસ્થ્ય અંગે વન વિભાગની સતત દેખરેખ જવાબદાર છે. જંગલ વિસ્તાર કે આસપાસના વિસ્તારમાં કૂવામાં પડી ગયેલા, કે ઇનફાઈટમાં ઘાયલ થયેલ કે પછી કોઈ બીમારીનો ભોગ બનેલા વન્ય જીવો ખાસ કરીને દીપડા અને એશિયાટીક સિંહોને જરૂર પડ્યે અહીં રેસ્ક્યુ સેન્ટરમાં લઈ આવી તત્કાલ સારવાર કરવામાં આવે છે. વન વિભાગના આ પ્રયત્નોને કારણે આજે એશિયાટીક સિંહોની સંખ્યામાં ખૂબ ઝડપી વધારો થઈ રહ્યો છે. તેમજ સિંહોનો મૃત્યુ આંક ઘટતો જઈ રહ્યો છે. સાસણ ગીર અને આસપાસના વિસ્તારોને આવરી લેતા જંગલમાં વસતા વન્યજીવો માટે 5 થી પણ વધુ રેસ્ક્યુ સેન્ટર બનાવ્યા છે. જેમાં મુખ્ય 4 રેસ્ક્યુ સેન્ટરો છે જેમાં સાસણ રેસ્કયુ સેન્ટર, જામવાળા રેસ્કયુ સેન્ટર, જસાધાર રેસ્ક્યુસેન્ટર અને ધારી રેસ્કયુ સેન્ટર છે. આ સેન્ટરોમાં વન્યજીવો કોઈપણ પ્રકારના અકસ્માતના ભોગ બનેલા હોય તેને અહીં લાવી સારવાર આપવામાં આવે છે.
Social Media
ગત્ત વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 23 એશિયાટીક સિંહોના કેનિયન ડિસ્ટેમ્પર વાયરસથી મોત થતા અન્ય એશિયાટીક સિંહોના જાન પર જોખમ આવી પડ્યું હોત પરંતુ વન વિભાગની સાવચેતીના પરિણાને વિવિધ રેસ્ક્યુ સેન્ટરની ટિમ દ્વારા ગીર જંગલના 650 એશિયાટીક સિંહોની ચકાસણી કરી હતી. અને વાયરસથી અસરગ્રસ્ત 31 એશિયાટીક સિંહોને જામવાળા રેસ્ક્યુ સેન્ટર લાવવામાં આવ્યા હતા. અને ખાસ અમેરિકાથી કેંયન ડિસ્ટેમ્પર નાબૂદ કરવા માટે રસી મંગાવી આ એશિયાટીક સિંહોને જીવતદાન આપવામાં આવ્યું છે. આ માટે તમામ રેસ્ક્યુ સેન્ટરની ટિમો અને વન વિભાગ ના અધિકારીઓ અને વન કર્મચારીઓએ રાત દિવસ એશિયાટીક સિંહોની સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી. આ અંગે વન વિભાગના ચીફ કન્ઝરવેટિવ ઓફિસર ડૉ, ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, સરકાર પણ વન્યજીવો માટે ચિંતિત છે ને દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાસણ ડેવલપમેન્ટ માટે ફાળવે છે. જેના થકી સાસણ જંગલમાં આવતા પર્યટકો અને વન્યજીવોની સુવિધામાં વધારો કરવામાં આવે છે. હાલમાં જ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રેસ્કયુ સેન્ટર ની મુલાકાત લઈ અત્યાધુનિક સુવિધા શરૂ કરવામાં આવી. 108 જેવી એમ્બ્યુલન્સ સેવા દ્વારા વન્યજીવોને બચાવવાના સફળ પ્રયાસો કરવામાં આવે છે.
Social Media
ગીર જંગલમાં ગ્રુપમાં ફરતા એશિયાટીક સિંહોના ગળામાં કોલર આઈડી પહેરાવવામાં આવ્યા છે. જેના દ્વારા એશિયાટીક સિંહોની ગતિવિધિ પર દેખરેખ રાખી શકાય છે તેનું લોકેશન જાણી શકાય છે. તેમજ તેના સ્વાસ્થ્ય સંબંધી જાણકારી મેળવી શકાય છે. હાલ 75 જેટલા એશિયાટીક સિંહોના ગળામાં કોલર આઈડી ફિટ કરવામાં આવ્યા છે. જો કોઈ એશિયાટીક સિંહની ગતિવિધિમાં ફેરફાર દેખાય તો તરત જ રેસ્ક્યુ ટિમ પહોંચી તેની સારવાર કરે છે. આમ રેસ્ક્યુ સેન્ટરની કામગીરી ખરેખર પ્રશન્સનીય છે. આ ઉપરાંત ઘણી વાર એશિયાટીક સિંહ કે દીપડાના બચ્ચાની માં કોઈ અગમ્ય કારણસર મરી જાય છે. ત્યારે આવા અનાથ બચ્ચાને જીવિત રાખવા રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ આવવામાં આવે છે. જયાં નાના બાળકની જેમ દેખરેખ રાખવામાં આવે છે. મોટા થતા કોઈ પ્રાણીસંગ્રહલાય ખાતે મોકલવામાં આવે છે. ગીર અભ્યારણ્ય અને ગીર જંગલ ભારતનું અને એશિયાનું ગૌરવ છે. એ વન વિભાગના કામોની પ્રતીત થાય છે. ગીર સાસણના આ રેસ્ક્યુ સેન્ટરો વન્યજીવો અને ખાસ કરીને એશિયાનું ગૌરવ ગણાતા સિંહોની સંભાળ, સંરક્ષણ અને સંવર્ધન માટે આધુનિક હોસ્પિટલ સમાન છે. જે તમામ સુવિધાઓથી સજ્જ છે.

જાણો, આવું છે કંઈક ડાઇનાસોર( Dinosaur )નું લુપ્ત થવાનું રહસ્ય

0
પૃથ્વી સાથે કોઇક મહાકાય અંતરિક્ષ મહાકાય પદાર્થ ટકરતાં ડાઇનોસોર તો નામશેષ થઇ ગયા, પરંતુ મગરનું અસ્તિત્વ હજી આજે પણ જળવાયેલું છે. મગરની બહુમુખી પ્રતિભા અને શરીરના અસરકારક આકારને કારણે આમ સંભવ બન્યું છે. સંશોધકોનું કહેવું છે કે તેમના શરીરનો આકાર એવો છે કે આબોહવાના પ્રબળ ફેરફાર વચ્ચે પણ તે અસ્તિત્વ જાળવી રાખી શકે છે. મગર જળની અંદર અને બહાર એમ બંને સ્થાને અસ્તિત્વ જાળવી શકે છે અને ઘોર અંધકારમાં પણ જીવી શકે છે. વધુમાં ગંભીર રીતે ઘાયલ થયા હોય તો પણ તે સહીને અસ્તિત્વ જાળવવાની ક્ષમતા ધરાવે છે. આમ તો તેમને ડાઇનોસોરના યુગ જેવું ઉષ્મા પૂર્વ વાતાવરણ અનુકૂળ આવે છે, કારણ કે મગર પોતાના શરીરના તાપમાનને નિયંત્રિત કરી શકતા નથી તેથી વાતાવરણમાં ઉષ્મા તેમને અનુકૂળ આવે છે. 6.6 કરોડ વર્ષ પહેલાં મેક્સિકોના અખાતી વિસ્તાર સાથે એક મોટા શહેર જેટલા કદનો અંતરિક્ષ પદાર્થ ટકરાયો ત્યારે ધરતી પરના સંખ્યાબંધ પ્રાણી અને વનસ્પતિનો નાશ થયો હતો. પરંતુ મગરે સૂર્યમાંથી ઊર્જા મેળવીને અસ્તિત્વ જાળવી રાખ્યું હતું. સંશોધક ડો. સ્ટોકડેલ અને સાથીઓનું માનવું છે કે મગર ઉત્ક્રાંતિની એવી તરાહ ધરાવે છે કે જેનું સંચાલન પર્યાવરણ કરે છે. પર્યાવરણ સાથે તેની ઉત્ક્રાંતિ શરૂ થાય છે અને અટકી જાય છે.

રિસર્ચ : શાર્ક માછલી હોઇ શકે છે માણસ કરતા પણ બુદ્ધિમાન

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, શાર્ક માછલી માણસો કરતા પણ બુદ્ધિમાન હોઇ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે શાર્ક માછલીઓને પ્રશિક્ષિત કરીને સંગીતથી સંગીતને તેમના પસંદગી બનાવી શકે છે. સંગીત આમ પણ મનુષ્ય હોય તે પ્રાણી કે પક્ષી દરેકને પોતાના તરફ આકર્ષે છે. સંગીતથી ઉતપન્ન થતા તંરગો ચોક્કસ રીતે કયાંક ને કયાંક સજીવ વસ્તુંને સ્પર્શે છે. ઓસ્ટ્રેલિયાની મેકક્વેરી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નાની પોર્ટ જેક્સન શાર્કને ટ્રેનિંગ દરમિયાન એ માછલીઓને ખાવાના સામાની લાલચ આપીને સંગીત સાથે અનેક પ્રવૃત્તિ કરાવી હતી. આ દરમિયાન જેજ સંગીત વાગવા પર માછલીઓ સ્વાદિષ્ટ ખાવા માટે ફિડિંગ સ્ટેશન જાતે જ પહોંચી જતી હતી.
WSON Team
મુખ્ય શોધકર્તા કૈટરિના વિલા પોકોએ જણાવ્યું હતું કે, પાણીમાં રહેનારા જીવો માટે ધ્વની ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. પાણીના અંતે અવાજની ગતિ ખુબ જ તેજ હોય છે. માછલીઓ પોતાનું ભોજન શોધવા, ખતરો આવવાથી સુરક્ષીત જગ્યાએ સંતાવું એટલું જ નહીં અંદરોઅંદર સંવાદ કરવા માટે તેઓ આનો જ ઉપયોગ કરે છે. આ સંબંધિત એક રિસર્ચમાં પણ જણાવવામાં આવ્યું છે કે, શાર્ક માછલીઓ હોડીને ભોજન સાથે જોડી શકે છે. આ રિસર્ચ ‘એનિમલ કોગ્નિશન’ નામની પત્રિકામાં પ્રકાશિત થયું હતું.

એશિાટીક સિંહના નિવાસસ્થાન: મિતિયાળા અભ્યારણ્યમાં લાગેલી આગ કાબુમા

જિલ્લાના સાવરકુંડલાના મિતિયાળા અભ્યારણ્યમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી હતી. આગ સાવજોનાં નિવાસ સ્થાન તરીકે જાણીતા ડુંગરાળ વિસ્તારનાં પ્રસરતા વન વિભાગ અને ફાયર વિભાગના કર્મચારીઓ દોડતા થયા હતા. આગ પર કાબુ મેળવવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. જો કે હજુ કેટલાક વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર મિતિયાળા અભ્યારણ્યમાં સિંહો સહિત દરેક વન્યજીવો વસવાટ કરી રહ્યા છે. જંગલમાં લાગેલી આગ રેવન્યુ વિસ્તાર સુધી પ્રસરેલી હતી. આ વિસ્તારને સિંહના નિવાસ સ્થાન તરીકે માનવામાં આવે છે. તેવામાં અભ્યારણ્ય વિસ્તારના આગના સમાચારથી ઉચ્ચ અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આગને કાબુમાં લેવા માટે ફાયરના જવાનો દોડતા થયા હતા. સિંહ, દીપડા, નીલગાય સહિત પક્ષી પ્રાણી સહિત નાના મોટા જીવો અહીં રહે છે. જો કે કોઇ જાનહાનીના સમાચાર હજી સુધી મળ્યા નથી. આ સમગ્ર મુદ્દે વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. કોઇ પણ જીવને આગના કારણે કોઇ ઇજા ન પહોંચે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

રાજકોટ: સીમમાં 40 દિવસથી ધામા નાખનારા 3 સિંહોનું રેસક્યું, ફોરેસ્ટ નર્સરીમાં લઇ જવાયા

ભાગોળે છેલ્લા 40 દિવસથી ધામા નાખનારા ત્રણ સિંહોને આજે સવારે પાંજરે પુરી ફોરેસ્ટ વિભાગની નર્સરી લઇ જવામાં આવ્યા છે. આ રેસક્યું ઓપરેશન માટે ગીરથી ફોરેસ્ટની ટીમ ખાસ આવી હતી. આજે વહેલી સવારે ત્રણેય સિંહોને પાંજરે પુરવામાં વન વિભાગ સફળ રહ્યું હતું. અલગ અલગ ત્રણ પાંજરામાં ત્રણેય સિંહોને પુરવામાં આવ્યા હતા. ગીર જંગલમાં ત્રણ સિંહનું ગ્રુપ રાજકોટ જિલ્લાનાં વીરનગર ગામમાં સૌપ્રથમ જોવા મળ્યું હતું. બાદમાં હલેન્ડા, ત્રંબા અને કોટડા સાંગાણી પંથકમાં ધામા નાખ્યા હતા. કોટડાસાંગાણીના ભાયાસર ગામમાં ત્રણ સિંહોએ 15થી વધારે દિવસ સુધી ધામા નાખ્યા હતા. બાદમાં આ સિંહો થોડા દિવસ પહેલા જ આજીડેમ સુધી પહોંચ્યા હતા. એક ગાયનું મારણ કર્યું હતું. બે દિવસ પહેલા જ વડાળી ગામમાં વાછરડીનું મારણ કર્યું હતું. વડાળીમાં છેલ્લા 7 દિવસથી ત્રણેય સિંહોએ ધામા નાખ્યા હતા. ત્યાર બાદ આજે ત્રણેય સિંહોને પાંજરે પુરાયા હતા. ત્રણ સિંહના ગ્રુપે છેલ્લા 40 દિવસમાં 45થી વધારે પશુઓનું મારણ કર્યું હતું. જેમાં ભાયાસર ગામમાં 15થી વધારે પશુનું મારણ કર્યું હતું. ત્રણ સિંહના આગમનથી ખેડૂતોમાં એક તરફ ખુશી હતી તો બીજી તરફ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગે ગામડાઓમાં જન જાગૃતિ પત્રિકાનું પણ વિતરણ કર્યું હતું. આ ત્રણેય સિંહો રાત્રે મારણ કરતા હતા અને દિવસે આરામ કરતા હતા. જો કે ગીર અભ્યારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા સાવજોનું લોકેશન જાણવા માટે રેડિયો કોલર લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેથી આ રેડિયોકોલરના કારણે ત્રણેયનાં લોકેશન મેળવવામાં સરળતા રહેતી હતી.