જાણો, હિંસક પ્રાણી મગર( Crocodile ) વિશે

0
– મગર( Crocodile )ની લગભગ 14 જેટલી પ્રજાતીઓ છે. – મગર( Crocodile ) દોઢથી બે મીટર લંબાઈના હોય છે. – મોટા ભાગના મગર( Crocodile ) તળાવ કે નદીના મીઠા પાણીમાં રહે છે. – મગર( Crocodile )ની ચામડી સખત અને ખરબચડી હોય છે જેથી તેને પરસેવો થતો નથી. – મગર( Crocodile )ઠંડા લોહીનું પેટે ચાલનારૃં પ્રાણી છે. તે પાણી અને જમીન એમ બંનેમાં રહી શકે છે.
WSON Team
– મગર( Crocodile ) ટૂંકા અંતર સુધી ઝડપથી દોડી શકે છે. – મગર( Crocodile )ને 80 દાંત હોય છે. દાંત પડી જાય તો નવા ઊગે છે. પ્રત્યેક દાંત જીવનભરમાં 50 વખત પડીને નવા આવે છે. – મગર( Crocodile ) દૂરના અવાજો અને ગંધ ઓળખી શકે છે રાત્રે અંધારામાં પણ સારી રીતે જોઇ શકે છે.
WSON Team
– વિશ્વભરમાં ક્રોકોડાઈલ મગર( Crocodile ) જેવા મળે છે જ્યારે ચીન અને અમેરિકામાં એલિગેટર નામના કદાવર મગર હોય છે. – મગર( Crocodile ) માછલી અને નાના મોટા પ્રાણીઓનો શિકાર કરે છે. તે ખોરાક વિના લાંબો સમય જીવિત રહી શકે છે. – મગર( Crocodile )ના જડબાં ભીડવાની તાકાત બધા પ્રાણીઓ કરતાં વધુ છે. પરંતુ તે બંધ જડબું ઝડપથી ખોલી શકે નહીં મજબૂત બાંધાનો માણસ મગર( Crocodile )નાં જડબાં હાથ વડે દબાવીને ખૂલતાં રોકી શકે.

રાજકોટ: પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ભારતીય વરૂ (નાર)એ ચાર બચ્‍ચાને જન્‍મ આપ્યો

રાજકોટ ઝુની આબોહવા માફક આવી જતાં અનેક પ્રાણીઓએ અહીં બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારે આ શ્રેણીમાં હવે વરૂ યુગલે સતત બીજી વખત ચાર બચ્ચાને જન્મ આપ્યો છે.રાજકોટ મહાપાલિકાના પ્રદ્યુમનપાર્ક ઝુ ખાતે મૈસુરથી લાવવામાં આવેલા વરૂ યુગલે ચાર બચ્ચાને જન્મ આપતા ઝુમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. માદા વરુ રૂહીઅને નર વરુ રાહિલ વચ્ચે બ્રિડીંગ થયા બાદ બે મહિને રૂહીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. પ્રદ્યુમન પાર્કના સુત્રોએ જણાવ્યું હતું કે, ગર્ભધારણ સમય દરમિયાન જ માદા વરુએ ઝૂ ખાતેના વિશાળ પાંજરાની અંદર જ બચ્ચાઓને જન્મ આપવા માટે ગુફા બનાવવાનું ચાલુ કર્યું હતું. આ ગુફા બનાવવામાં નર વરૂ પણ મદદ કરતો હતો. ડીલીવરીનો સમયગાળો નજીક આવતા માદા વરૂ ગુફાની અંદર રહેવાનું પસંદ કરતી હતી જયારે નર વ ડેનની આસપાસ રક્ષક તરીકે આંટાફેરા કરતો હતો. ડેનની અંદર રહેલ માદા વને કોઇપણ જાતની ખલેલ ન પડે તે માટે તેની પુરી તકેદારી નર દ્વારા રખાતી જોવા મળી હતી. વરૂમાં ગર્ભધારણનો સમયગાળો જનરલી 02 માસ (61-63 દિવસ) જેટલો હોય છે. ગર્ભધારણ સમય દરમિયાન જ માદા વરૂએ ઝૂ ખાતેના વિશાળ પાંજરાની અંદર જ બચ્‍ચાંઓને જન્‍મ આ૫વા માટે “ડેન”(ગુફા) બનાવવાનું ચાલુ કરેલ. ડેન બનાવવામાં નર વરૂ ૫ણ મદદ કરતો હતો. ડીલીવરનો સમયગાળો નજીક આવતા માદા વરૂ ડેનની અંદર રહેવાનું ૫સંદ કરતી હતી જયારે નર વરૂ ડેનની આસપાસ “રક્ષક” તરીકે આંટાફેરા કરતો હતો. ડેનની અંદર રહેલ માદા વરૂને કોઇ ૫ણ જાતની ખલેલ ન ૫ડે તે માટે તેની પુરી તકેદારી નર દ્વારા રખાતી જોવા મળેલ. · માદા વરૂ તથા બચ્‍ચાંઓનું અવલોકન કરી શકાય તે માટે ડેનની સામેના ભાગમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલ છે. · તા.૨૯ ડિસેમ્બરના રોજ રાત્રી દરમિયાન માદા વરૂ સાથે ચાર બચ્‍ચાંઓ ડેનની બહાર જોવા મળેલ. આથી બચ્‍ચાંઓનો જન્‍મ આશરે 10-12 દિવસ ૫હેલા ડેનની અંદર થયેલ હોવાનું અનુમાન છે. · હાલ માદા વરૂ તથા ચારેય બચ્‍ચાંઓ તંદુરસ્‍ત હાલતમાં ડેનની અંદર જ વસવાટ કરે છે જયારે નર વરૂ એક “પિતા” તરીકે રક્ષકની જેમ ડેનની બહાર આસપાસ સતત આંટાફેરા કરતો રહે છે. · રાજકોટ ઝૂ ખાતે ભારતીય વરૂમાં બચ્‍ચાંનો જન્‍મ થયાની આ “બીજી” ઘટના છે. ગત વર્ષે પણ આજ માદા વરૂએ ચાર બચ્ચાઓને જન્મ આપેલ. · ભારતીય વરૂ વન્‍યપ્રાણી સંરક્ષણ ધારા અંતર્ગત શેડયુલ-૧નું ખૂબજ મહત્‍વનું પ્રાણી છે. ગુજરાતમાં વરૂ પ્રાણીની વસ્‍તી ઘટતા નીલગાય (રોજડા)પ્રાણીઓની સંખ્‍યા તથા તેનો ઉ૫દ્રવ વધ્યા હોવાનું મનાઇ છે. વરૂના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ, ગુજરાત રાજય દ્વારા ખૂબજ તકેદારીના ૫ગલા લેવામાં આવી રહ્યા છે. · હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૪ પ્રજાતીનાં કુલ-૪૩૭ પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવી રહ્યા છે.

જાણો, સાસણ ગીર અભ્યારણ્યના લોકપ્રિય ગાઈડ વિષે: વિદેશી ટુરીસ્ટોની પહેલી પસંદ

ગુજરાતમાં સાસણ ગીરની ગરિમા એશિયાટિક સિંહોથી જ સીમિત નથી, આ વિસ્તાર પ્રકૃતિ નો અખૂટ ભંડાર છે. અહીં ગાઢ લીલું અને સૂકું બન્ને જંગલ સીઝન પ્રમાણે જોવા મળે છે. પશુ-પક્ષી અને પ્રાણીઓ ની હજારો પ્રજાતિઓ અહીં નિવાસ કરે છે. ખળ ખળ કરતી નદીઓ, રિમઝીમ વહેતા ઝરણાં, લીલાછમ વૃક્ષો અને એમાં વચ્ચે વસતા માલધારીઓ વિશે જો કોઈ સાચી અને સચોટ માહિતી આપે અને ગીર ને ગંભીરતાથી ઓળખવામાં મદદરૂપ થાય તેવા ગાઈડ મળે એવી આશા અહીં આવતા દરેક પ્રવાસીઓની હોય છે. આમ તો ગીર માં 120 થી વધુ ગાઈડ છે. જે અહીં આવતા પ્રવાસીઓને ગીરની ગરિમા અને પ્રકૃતિની પહેચાન કરાવે છે. પરંતુ તેમાં કેટલાક એવા પણ ગાઈડ છે જે અહીં આવતા વિદેશી મહેમાનો માટે પહેલી પસંદી છે. ચાલો ત્યારે જાણીએ કે શા માટે આ ગાઈડ બન્યા છે આટલા ખાસ, આજે અમે તમને એવા ગાઈડ ને મળવવા જઇ રહ્યા છીએ જે વિદેશી ટુરીસ્ટોની ખાસ અને પહેલી પસંદ છે એ પછી અહીં આવતા મુખ્ય મહેમાનો, વીઆઈપીઓ કે ખાસ લોકો સાથે ફરે છે અને ગીરની ગરિમા પ્રકૃતિ અને તેમના જિજ્ઞાસાવૃત્તિ ને સંતોષે છે. સાસણ ગીરની ઓળખ કરાવે છે.
File Image, WSON Team, Bhargavi Joshi
સાસણ ગીર શુ છે ? શું હોય છે ગીરના આકર્ષણો? એશિયાટિક સિંહોની જીવન શૈલી, પ્રકૃતિ સાથેનો અશિયાટીક સિંહોનો તાલમેળ અને કેવા સંજોગોમાં કહે છે. એશિયાટીક સિંહો કેવી રીતે તે શિકાર કરે છે, કેવી રીતે તે પોતાના બચ્ચાં ને ઉછેરે અને શિકાર કરવાની સાથે જંગલના કાયદાઓથી લઇને જંગલમાં બીજા સિંહો સાથે ઇનફાઇટ પણ શીખવે એ તમામ ઝીણવટભરી માહીતી આ ગાઈડ વિસ્તાર પુર્વક અને સરળ ભાષામાં સમજાવે છે. જો કે જ્યારે તેમને પૂછવમાં આવે કે તમે ગીરને એટલું ઊંડાણપૂર્વક કેમ જાણી શક્ય તો તેઓ ખૂબ સરળ ભાષામાં કહે છે કે ગીર ના ગાઈડ બન્યા પછી સતત થતા અનુભવોએ અમને ગીરમય બનાવી દીધા છે. જીતેન્દ્ર દેવમુરારી કે જે સાસણ ગીરના ખૂણા ખુણાથી વાકેફ છે.
Jitendra Devmurari
જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓની મુવમેન્ટ અને હાવભાવ પરથી તેમની લાક્ષણિકતાઓ ના આધારે એના વર્તન ને સમજી શકે છે.પક્ષીઓ અને પ્રાણીઓ જ જેનું જીવન છે એ આ જીતુ દેવમુરારી વિદેશીઓનો ખાસ ગાઈડ છે. આ અંગે ખુદ જીતુભાઇએ www.wildstreakofnature.com સાથોની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે અમે કોઈ માર્કેટિંગ કે વેબસાઈટ દ્વારા લોકપ્રિય નથી થયેલા પરંતુ અહીં આવતા  વિદેશીઓ અને ખાસ મહેમાનો સાથે વિતાવેલ એશિયાટીક સિંહ દર્શનની 2 થી 3 કલાકની સફારી અને અમે કરાવેલ ગીરની પહેચાનથી પ્રભાવીત અને સંતોષ થયેલા પ્રવાસીઓ તેમના સાથીઓ અને અન્ય પ્રવાસીઓને અમારા નામનું સૂચન કરે છે. જેના લીધે સિંહ દર્શન માટે જ્યારે ઓનલાઈન બુકિંગ કરાવે છે.
File Image, WSON Team, Bhargavi Joshi
ત્યારે જ અમારા નામનું સૂચન કરવામાં આવે છે. આ વાતનો અમને ગર્વ છે અને ખુશી પણ,  આજે અમે ઘણી ભાષાઓ પણ શીખી ગયા છીએ કારણકે અહીં આવતા પ્રવાસીઓ ગુજરાતી જ નથી હોતા પણ તમિલ,કન્નડ, જેવી ભારતીય ભાષાઓ સાથે જર્મની,ફ્રેન્ચ,સ્પેનિશ જેવી વિદેશી ભાષા બોલતા લોકો પણ આવે છે. બહારથી આવતા પ્રવાસીઓ અહીં 2 થી 3 દિવસ રહી અમારી સાથે અનેક વખત સફારી કરે છે. જેના લીધે તેઓની ભાષા ધીમે ધીમે અમને પણ આવડી જાય છે. હવે તો વિદેશી પ્રવાસીઓ માટે અમારું નામ જ વધુ આવે છે તેઓ સાથે ગીર ને ઓળખવામાં મદદરૂપ થવું અને તેમના શોખ આધારિત માહિતી આપવામાં અમને વધુ મજા આવે છે.
File Image, WSON Team, Bhargavi Joshi
જીતુભાઇ ગીરના અદભુત ફોટોગ્રાફર પણ છે.દીપડો હોય કે અશિયાટીક સિંહ, ઘુવડ હોય કે મોર તેમની અલૌકિક અને અદભુત તસ્વીરો કેમેરામાં કેદ કરે છે. તેમનો આ શોખ  વ્યવસાય નહીં પણ  ગીરથી લોકોને માહિતગાર કરવા અને પ્રવાસીઓને ગીર માટે આકર્ષણ ઊભું કરવામાં મદદ કરે છે. હિતેશ ચૌહાણ કે જે ક્રિકેટના અનહદ શોખીન છે ફ્રી સમય મળતા જ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે.
Hitesh Chauhan
પણ હા ક્રિકેટ કરતા પણ વધુ વ્હાલું છે ગીરનું જંગલ ગીરના પ્રાણીઓ અને પક્ષીઓના નામ થી વાકેફ હિતેશ ભાઈ ગીર સાસણના જંગલમાં એશિયાટીક સિંહ દર્શનની સફારી કરાવતા હોય ત્યારે જાણે ગીરમય બની જતા હોય તેવું લાગે છે. ગીરમાં કયો એશિયાટીક સિંહ ક્યાં સમયે હોય છે તેનું લોકેશન અને એની વર્તુણક આધારે હિતેશભાઈ પ્રવાસીઓ ને અશિયાટીક સિંહ વિષે તમામ માહિતી આપે છે. www.wildstreakofnature.com સાથે ગીરમાં રહેતા એશિયાટિક સિંહની પ્રકૃતિ અને વિવિધ પ્રજાતિઓ વિશે મહત્વપૂર્ણ અને ઝીણવટભરી માહિતી આપતા જણાવ્યું હતું કે અહીં આવતા પ્રવાસીઓ ગીરને એક યાદગાર પ્રવાસ બનાવી દે છે. આજ સુધી અનેક પ્રવાસીઓ હિતેશ ભાઈ સાથે ગીર ફરી ચુક્યા છે. અને ગીરને નજીકથી જાણી ચુક્યા છે. અને એટલે જ જ્યારે કોઈ તેમના સગા સંબંધીઓ ગીર આવે છે. તો ખાસ હિતેશ ભાઈને જ ગાઈડ રૂપે સાથે લઈ જવાની ભલામણ કરે છે. ગીરમાં આવતા વિદેશીઓ પણ હિતેશભાઈના ખાસ ચાહક છે. આ અંગે હિતેશભાઈ ખુદ કહે છે કે મને પ્રવાસીઓની જિજ્ઞાસા સંતોષવાનો આનંદ મળે છે. અહીં આવતા પ્રવાસીઓ વધુ ને વધુ ગીર ને જાણે અને પર્યાવરણ અને પ્રકૃતિને જાણે એ જ મારો હેતુ છે. ઘણી વાર અહીં આવતા પ્રવાસીઓ અમારા કામ થઈ ખુશ થાય છે અને અમૂલ્ય ભેટ આપે જેમ કે ડિજિટલ કેમેરા બાયનોક્યુલર તેમજ રોકડ રકમ રૂપે બક્ષિસ અમને આ વસ્તુઓની કોઈ આશા નથી હોતી પરંતુ તેઓ અમારા ગાઈડન્સ થી ખુશ થાય એ જ અમારો પ્રયાસ રહે છે.
File Image, WSON Team, Bhargavi Joshi
હિતેશભાઈ કહે છે કે મારા કામ થી ખુશ થયેલ પ્રવાસીઓ યાદગાર ભેટ આપે છે.  ક્યારેક તો અમારા ફોટોગ્રાફી ના  શોખ જોઈ અમે જે કેમેરા ન ખરીદી શકીએ એવા મોંઘા કેમેરા પણ આપે છે. અમારા માટે આ પળ અમૂલ્ય બની જાય છે. એ કેમેરા થી જ્યારે પણ જંગલમાં પ્રાણીઓની તસ્વીર ખેંચુ છું ત્યારે મને મારા કામનું મુલ્ય સમજાય છે. અને ગાઈડ ની ભૂમિકા વધુ ઉત્સાહથી કરવાનું પ્રેરકબળ મળે છે. આમતો ગીરમાં એક દિવસ નો પ્રવાસ શક્ય જ નથી આથી અહીં આવતા પ્રવાસીઓ 2 થી 3 દિવસ રોકાતા હોય છે. જેમાં એક વખત અશિયાટીક સિંહ દર્શન કરવા ગીર ના જંગલોમાં ઓનલાઈન બુકિંગ દ્વારા રજિસ્ટ્રેશન કરાવે છે. ત્યારે જ આ બન્ને ગાઈડના નામની માંગ કરતા હોય છે કે, શક્ય હોય તો ગાઈડ રૂપે આ જ વ્યક્તિઓ સાથે આવે ઘણી વખત ખાસ ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ માટે આવતા વાઈલ્ડ લાઈફ ને નેચર ફોટોગ્રાફી કરતા લોકો અહીં આવે છે. તેઓ પણ હિતેશભાઈ અને જીતુ દેવમુરારીભાઈ સાથે લઈ કલાકોના કલાકો જંગલમાં વિતાવે છે.
File Image, WSON Team, Bhargavi Joshi
ધણીવાર વીવીઆઈપી સહિતના મહાનુભાવો ગીર ની મુલાકાતે આવે છે.  ત્યારે આવા ખાસ ગાઈડને તેમની સાથે મોકલવામાં આવે છે.  જેથી તેઓ સાસણ ગીરની રજે રજની સારી રીતે માહિતગાર કરી શકે આમ, સાસણ ગીરમાં એશિયાટીક સિંહો દેશ વિદેશમાં ખ્યાતનામ છે. ત્યારે હવે સાસણ ગીર અભ્યારણ્યના ગાઈડ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.. ગીરની ગર્જના કરતા સાવજો અને સાવકોની સાથે ગીરની પ્રકૃતિ ને ઓળખવા ગીર આવો તો હિતેશ ચૌહાણ અને જીતુ દેવમુરારીની સાથે ગીરને મણજો અને જાણજો જે આપના એક યાદગાર અનુભવ બની રહેશે. આ બન્ને ગાઈડને તમે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી તેમના વિશે જાણી શકો છે. તેમના ગીરના અનુભવો જોઈ શકો તેમના સંપર્કમાં રહી શકો છો. એ માટે અમે આપને આ બન્ને ના સોશિયલ એકાઉન્ટ અહીં આપીએ છીએ આપની ગીર સાથે ની દોસ્તી ને ગાઢ બનાવવા અચૂક આ ગાઈડનો સમ્પર્ક કરશો. હિતેશ ચૌહાણ:- Instagram-hiteshchauhan1802 ( Contact: 98240 83764 ) જીતુ દેવમુરારી:- https://www.facebook.com/jitendra.devmurari.9 ( Contact: 99252 69869 )

વઢવાણા સરોવર : વડોદરા જીલ્લાનું પક્ષીતીર્થ

વડોદરાથી 40 કિ.મીના અંતરે ડભોઈ તાલુકામાં વડોદરા-બોડેલી હાઈવે પર આવેલું વઢવાણા સરોવર ગાયકવાડી શાસનની ભેટ છે. જે સિંચાઈના લાભો ઉપરાંત હજારોની સંખ્યામાં દેશી અને યાયાવર પક્ષીઓના વિસામા તરીકે ઉપયોગી છે.
WSON Team
વઢવાણા સરોવર ખાતે પક્ષી જગતની વિવિધતા નિહાળવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બર અને જાન્યુંઆરી છે. વન્ય પ્રાણી વિભાગ, વડોદરા દ્વારા આ પક્ષીતીર્થને ઈકો ટુરિઝમ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે. વઢવાણા સરોવરની અગત્યતા અને બેજોડ પર્યાવરણીય મુલ્યને કારણે તેને વર્ષ 2005માં રાષ્ટ્રના અગત્યના જળપ્લાવિત વિસ્તાર ( Wetland of National Importance ) તરીકે જાહેર કરવામાં આવ્યું. આપને જાણીને આનંદ થશે કે ગુજરાતમાં જોવા મળતા લગભગ 550 જાતના પક્ષીઓમાંથી વઢવાણા સરોવરમાં 135 જેટલી પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. આ ઉપરાંત 86 જાતની વનસ્પતિઓ, 7 જાતના સસ્તન પશુઓ, 13 જાતિના સરિસૃપો તેમજ આશરે ૩૫ કરતા વધારે અપૃષ્ઠશંશી કિટકો જોવા મળે છે. અત્રે આશરે 70 જેટલા પ્રજાતિઓ યાયાવર પક્ષીઓ ( Migratory Birds ) છે. જેઓ ખાસ કરીને શિયાળાની ૠતુમાં ખોરાક અને પ્રજનન માટે વઢવાણા સરોવર આવે છે. જેમાં 18 જાતના બતકો, 30 જાતના કાદવ ખુંદનારા પક્ષીઓ સહજ રીતે જોવા મળે છે. શિયાળા બાદ પણ વઢવાણાના સ્થાનિક પ્રજાતિના પક્ષીઓનું એક મહત્વનું આશ્રય સ્થાન છે.
WSON Team
વઢવાણામાં અત્યાર સુધી નોંધાયેલા યાયાવર બતકોમાં મુખ્યત્વે ગયણો, આડય, સીંગપર, નાની મુરધાબી, લુહાર, પિયાસણ, ચેતવા, રાખોડી, કારચિયા, કાબરી કારચિયા, ધોળી આંખ કારચિયા, નિલશીર, રાજહંસ, ગાજહંસ, પેણ, મોટી ચોટીલી, ડુબકી વગેરે જોવા મળે છે. કાદવ ખુંદનારા યાયાવર પક્ષીઓમાં ટીલીયા, કાંઠલાવાળી મોટી ઢોંગીલી, કાંઠલાવાળી નાની ઢોંગીલી, શ્ર્વેતપુંછ ટીટોડી, સામાન્ય તુતવારી, ખલીલી, મોટો ગડેરો, પંખા પુચ્છ ગોર ખોદ વગેરે છે.
WSON Team
જ્યારે સ્થાનિક પક્ષીઓમાં મુખ્યત્વે નાની સિસોટી બતક, નકટો, નાની ડુબકી, ગિરજા, મોટો કાજીયો, સર્પગ્રિવ, કબુત બગલો, નડી બગલો, કાણી બગલો, મોટો ધોળો, બગલો, વચેટ ધોળો બગલો, નાનો ધોળો બગલો, ફાટી ચાંચ, ધોળી ડોક ઢોંક, પીળી ચાંચ ઢોંક, કાળી અને સફેદ કાંકણસાર, નીલ જલ મરઘો, સ્વેત પાંખ જલમાંજર, કલ કલિયાની ત્રણ જાતો સહજ રીતે જોવા મળે છે. શિકારી પક્ષીઓ પાન પટ્ટી, મત્સ્યભોજ, લરજી, ગરૂડની પ્રજાતિઓ જોવા મળ છે. સીઝનમાં આશરે 70 થી 80 હજાર પક્ષીઓ વઢવાણા સરોવર ખાતે ઝુંડામાં જોવા મળે છે. ઘણીવાર પક્ષીઓની સંખ્યા એક લાખ કરતા પણ વઘારે પહોચેલ છે. વડોદરા જીલ્લાનું આ વઢવાણા સરોવર પક્ષીતીર્થ અને પ્રકૃતિ તીર્થ બંને છે.

જાણો, પ્રાણીઓમાં સુષુપ્તાવસ્થા( Sleepiness ) એટલે શું ?

0
પૃથ્વી પરનું જીવન ઠંડી, ગરમ, વરસાદ અને ભૌગોલિક રચના અને અન્ય કુદરતી પરિબળો સાથે અનુકુલન સાધીને વિકાસ પામ્યું છે. દરેક પ્રાણીઓની શરીર રચના હવામાન સાથે અનુકુળ રહે તેવી હોય છે. સામાન્ય રીતે પ્રાણીઓ અને પક્ષીઓ ઋતુ પ્રમાણે પોતાના શરીરને સુષુપ્તાવસ્થા( Sleepiness ) માં ઢાળી શકે છે. પ્રાણીઓને વિષમ ઋતુઓનો સામનો કરવો પડે અને ક્યારેક ખોરાક ન મળે તેવી સ્થિતિ પણ સર્જાય છે. ત્યારે આવા સંજોગોમાં કેટલાંક પ્રાણીઓ કુદરતી રીતે જીવન સંકેલીને સુષુપ્તાવસ્થા( Sleepiness ) સરી પડે છે. જાણે લાંબી ઊંઘ ખેંચતા હોય તેમ મહિનાઓ સુધી સુઈ રહે છે. આ સ્થિતિને સુષુપ્તાવસ્થા ( Sleepiness ) કહે છે. દેડકાંની સુષુપ્તાવસ્થા( Sleepiness ) જાણીતી છે. ચામાચિડિયાં, ઉંદર જેવા કેટલાક પ્રાણીઓ સુષુપ્તાવસ્થા( Sleepiness )માં જાય છે.
WSON Team
સુષુપ્તાવસ્થા( Sleepiness )માં પ્રાણી મોટે ભાગે જમીનમાં ઉંડા દરમાં સલામત સ્થળે રહે છે. મોટાભાગના પ્રાણીઓ કાતિલ શિયાળામાં સુષુપ્તાવસ્થા( Sleepiness )માં જાય છે. આ અવસ્થામાં સામાન્ય રીતે પશુ પક્ષીઓમાં તેના હૃદયના ધબકારા ધીમા પડે છે. અને શ્વાસ થંભી જાય છે. શરીરમાં શક્તિનો વપરાશ ઘટી જાય છે અને રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. હવામાન અનુકૂળ થાય કે ગરમી વધે એટલે આ પ્રાણીઓ જાગૃત થઈ સક્રિય થવા માંડે છે. ઉનાળામાં દેડકાં જમીનમાં ઉંડે સુષુપ્તાવસ્થા( Sleepiness )માં રહેતા હોય છે. ચોમાસાનો પ્રથમ વરસાદ પડે અને પાણી જમીનમાં ઉતરે કે તરત જ બધા દેડકા જાગીને બહાર આવી જાય છે. પશુ પક્ષીઓમાં સુષુપ્તાવસ્થા ( Sleepiness ) નું ચક્ર આવી જ રીતે ચાલ્યા કરે છે.