‘વિશ્વ સિંહ દિવસ’ ની ડિજિટલ ઉજવણી

ભારતનું ગર્વ છે એશિયાટિક લાયન ભારતની પ્રજાની પ્રકૃતિ પણ આ સિંહ જેવી હોવાની અનુભૂતિ વિશ્વ એ કરી છે. ભારતના આ ગૌરવ ને જાળવી રાખવુ જરૂરી છે. માટે જ દર વર્ષે 10 ઓગસ્ટ એ ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવવામાં આવે છે. લોકોમાં જાગૃતિ આવે અને આ વન્ય જીવના મહત્વ ને સમજે દર વર્ષે સિંહ દિવસ ની ઉજવણી સ્કૂલો, કોલેજોમાં રેલીઓ, અલગ અલગ નારાબાજી, સ્લોગન અને વકતૃત્વ તેમજ ચિત્રો દોરવાની સ્પર્ધાઓથી ઉજવવા વન વિભાગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે.જેમાં હજારો બાળકો ભાગ લેતા હૉય છે. આ વર્ષે ઉજવણી અલગ રીતે કરવામાં આવેલ છે જે અંગે સાસણ ગીરના મુખ અધિકારી ડૉ મોહન રામે જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારીને કારણે બાળકોને એકત્ર કરવા જોખમી છે આથી જ સોશ્યલ મીડિયાને માધ્યમ બનાવી આ ઉજવણી કરવામાં આવેલ છે.ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટસપ જેવા સોશ્યલ મીડિયા માં અનેક સ્પર્ધાઓનું આયપજન કરવામાં આવ્યું હતું અને સૌથી વધુ લાઇક્સ મેળવનારને ઇનામ પણ આપવામાં આવશે. આ વર્ષે સોશ્યલ મીડિયાથી ઉજવણી કરવાથી વિશ્વભરના સિંહ ના ચાહકો ઉત્સાહિત થયા છે અને મોટી સંખ્યામાં અમને ફોટોસ,ચિત્રો, કવિતાઓ, તેમજ સિંહને લગતા સ્લોગનો મળી રહ્યા છે.. આ અમારા માટે ખુશીની વાત છે. એશિયાટિક સિંહોની કેટલીક ખાસિયત વિશે જણાવીએ તો આ નર સિંહ હોય કે માદા સિંહ પોતાના સ્વમાનથી જીવે છે અને દોસ્તી, ભાઈબંધી, રોમાન્સ, વફાદારી, કુટુંબ પરિવાર ની સુરક્ષા, માતૃત્વ, શિક્ષણ અને બહાદુરી જેવા ગુણો થી સાવજ બને છે. સાવજ ને જોવો એ એક લ્હાવો છે એટલે જ સિંહોના વિડિઓ ઉતારવા લોકોને ગમેં છે અને બહું જલ્દી વાયરલ થાય છે એશિયાટિક સિંહ વિશ્વમાં માત્ર જૂનાગઢના ગીર જંગલો માં વસવાટ કરતા જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહોના કુદરતી રીતે મોતના આંકડા ચોંકાવનારા આવે છે દર મહિને 2 થી 4 સિંહોના મૃત્યુથી સિંહોની સંખ્યા ઘટવા લાગી છે. એક અંદાજ મુજબ 2020 ની જ્યારે ગણતરી કરવામાં આવી ત્યાંરે ગીરના જંગલો ઉપરાંત આસપાસના વિસ્તારો સાહિતમાં અંદાજે 700 સિંહોની સંખ્યા થઈ ચૂકી છે. 30 હજાર કિમીમાં ફેલાયેલા આ જંગલના વિસ્તારમાં સિંહો વસવાટ કરે છે. આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસે આપણે સૌ એ સિંહ બચાવ અભિયાનમાં જોડાઈ આપણા ગર્વ ને બચાવવા પ્રયાસ કરવાની જરૂર છે, સિંહોના વાયરલ વિડિઓ અને સિંહોને કરવા આવતી કનડગત, ગેરકાયદેસર સિંહ દર્શન જેવા મુદ્દાઓ સિંહોના અસ્તિત્વ પર જોખમ છે આ રોકવાની અને આવા કામ કરનાર ને સખત સજા કરવામાં આવે તે જરૂરી છે. આજે વિશ્વ જ્યારે સિંહોને બચાવવા અનેક કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવાની કોશિશ કરે છે ગીર સાસણ અને વન વિભાગ પણ આ માટે અનેક કાર્યક્રમો કરેછે પણ સવાલ એ છે કે એક જ દિવસ શા માટે…બાળકોને સિંહોની પ્રકૃતિ અને જીવન વિષે જંગલો માં જઇ માહિતગાર કરવાની જરૂર છે જેથી આવનારી પેઢી સિંહો સાથે લાગણીથી જોડાય અને ગર્વ મહેસુસ કરતા સિંહોના સંરક્ષણમાં મદદરૂપ થાય.

ભારતમાં વાઘની ગણતરીએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, 700થી વધુ વસ્તી વધી

ભારતમાં વાઘો (Indian Tiger)ની ગણના પર નવો ગિનીસ વર્લ્ડ રિકોર્ડ બનાવ્યો છે. આ ગણના વર્ષ 2018માં થઇ હતી. જાણવા મળ્યું છે કે આ ગણના માટે કેમેરા ટ્રેપની 139 સ્ટડી સાઇટ્સ પર 26,760 અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યો હતો. અને લગભગ 3.5 કરો તસવીરો જેમાંથી 76,523 વાઘ અને 51,337 દીપડાઓની તસવીરો મળી છે. આ સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે ભારતમાં વાઘો(Indian Tiger)ની આબાદીમાં 1/3 ભાગમાં વુદ્ધિ્ થઇ છે. વર્ષ 2014માં વાધોની સંખ્યા 2,226 હતી જે વર્ષ 2018માં 2,927 થઇ ગઇ છે. ગ્રાઉન્ડ સર્વે અને કેમેરા ટ્રેપે 2018-19માં 20 ભારતીય રાજ્યોમાં 88,985 કિમી 3 જંગલોમાં વાઘ(Indian Tiger)ની ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. વાઘો મોટા ભાગે મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળે છે. આ ત્રણ રાજ્યમાં 1,492 વાઘોનું ઘર છે. જો કે વાઘો(Indian Tiger)ની વાપસી આ રીતે ચાલુ રહે તે માટે આવનારા સમયમાં પણ અનેક સુધારા કરવાની તાતી જરૂર છે. તેમનો ગેરકાનૂની શિકાર રોકવો અને તેમના આવાસ બનાવામાં જે મુશ્કેલી આવી રહી છે તે સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવવો જરૂરી છે.
WSON Team
આ મામલે જાગૃતિ, પ્રોજેક્ટ ટાઇગર, વાઘો(Indian Tiger) માટે 50 વાઘ અભ્યારણ જેવા અનેક પ્રયાસો આ સફળતાને મેળવવામાં મદદરૂપ કરી છે. પ્રેસ વાર્તામાં પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે આમાં કેમેરા ટ્રેપના ઉપયોગ સાથે જ ‘2018માં સ્ટેટસ ઓફ ટાઇગર્સ ઇન ઇન્ડિયા’ જેવા મૂલ્યાંકનને મોટા પાયે કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ક્ષેત્રફળમાં સમીક્ષા કરવામાં આવી હતા. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક ટ્વિટ કરીને જણાવ્યું કે આ આત્મનિર્ભર ભારતનું જીવતું જાગતું ઉદાહરણ છે. જેને જો વડાપ્રધાનજીના શબ્દોમાં કહીએ તો સંકલ્પથી સિદ્ધનું માધ્યમ પ્રાપ્ત થાય છે. સાથે જ આ ઉપલબ્ધિને એક મહાન ક્ષણ બતાવી હતી. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ દ્વારા અખિલ ભારતીય વાઘ(Indian Tiger) આંકલનને ભારતીય વન્યજીવ સંસ્થાન દ્વારા તકનીકી સમર્થનની સાથે ચલાવાય છે. 2018ના નવા આંકડાથી કહી શકાય કે ભારતમાં હવે વાઘોની કુલ અનુમાનિત સંખ્યા 2,967 છે. જેમાં 2,461 વાઘો પણ વ્યક્તિગત રુપમાં કેપ્ટર કરવામાં આવ્યા છે. જે વાઘો(Indian Tiger)ની સંખ્યા 83 ટકા છે. અને સર્વેક્ષણ આધારે રેખાકિંત કરવામાં આવ્યું છે.

વન વિસ્તારના પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરનો ધાનપુર-ડુંગરવાંટ નજીક પ્રારંભ

ઘાયલ વન્ય પ્રાણીઓને અહીં પશુ ચિકિત્સકના નિરીક્ષણ અને દેખરેખ હેઠળ રાખી શકાશે.

છોટાઉદેપુર વન વિસ્તારમાં દીપડા,રીંછ સહિતના વન્ય પ્રાણીઓ સારા એવા પ્રમાણમાં છે.આ પ્રકારના વન્ય પ્રાણીઓ પરસ્પર યુદ્ધ કે કુંવા જેવા માળખાઓમાં પડી જવાથી,માનવ સાથેના સંઘર્ષમાં કે અન્ય કોઈ રીતે ઘવાય કે માંદા પડે તો એમને સુરક્ષિત રીતે રાખીને સારવાર કરી શકાય અને સાજા થાય ત્યારે પાછા વનમાં છોડી શકાય એ માટે વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરની જરૂર વર્તાતી હતી.આ આવશ્યકતા નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યાની રાજ્ય સરકારના વન વિભાગમાં અસરકારક રજૂઆત થી સંતોષાઈ છે. વન્ય પ્રાણીને જરૂરી સુરક્ષા ઘેરા વચ્ચે,મુક્ત વાતાવરણમાં રાખી શકાય એવા બે વિશાળ વાડા એટલે કે એન્કલોઝર અને તેની સાથે જરૂરી પિંજરા ધરાવતા આ વિસ્તારના પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટર, માખણીયાનો પાવી જેતપુર તાલુકાના ધાનપુર – ડુંગરવાંટ નજીક પ્રારંભ થયો છે.હાલમાં અહીં 30 બાય 30 મીટર ના બે વિશાળ એનકલોઝરમાં ઘાયલ વન્ય પ્રાણીને રાખીને જરૂરી સારવાર આપવાની સુવિધા રાખવામાં આવી છે.ભવિષ્યમાં આ વાડાઓની સંખ્યા વધારીને સાત થી આઠ જેટલી કરી શકાશે અને 8 થી 10 જેટલા વન્ય પશુઓને સારવાર માટે રાખી શકાશે.હાલમાં આ વિસ્તારના વાડામાં રાખી સારવારની જરૂર હોય એવા ઘાયલ વન્ય પ્રાણીઓને પાવાગઢના સેન્ટરમાં લઈ જવા પડતા હતાં.
Social Media
ગયા વર્ષે આ વિસ્તારમાં દીપડાને લગતા 20 બનાવો નોંધાયા હતાં એવી જાણકારી આપતાં શ્રી નિલેશ પંડ્યાએ જણાવ્યું કે વન વિભાગની આ વિસ્તારમાં આવું સેન્ટર ઊભી કરવાની ઈચ્છા હતી એના અનુસંધાને વિગતવાર દરખાસ્ત મોકલવામાં આવી હતી.જે રાજ્ય સ્તરે થી મંજૂર થતાં હાલના તબક્કે બે વિશાળ પણ સુરક્ષિત ઘેરાબંધી ધરાવતા બે વાડા બનાવવામાં આવ્યાં છે.બે પિંજરા પણ રાખવામાં આવ્યા છે. અહીં સારવાર હેઠળ રાખવામાં આવેલા વન્ય પ્રાણી ને દિવસ દરમિયાન વાડામાં અને રાત્રે પિંજરામાં રાખવામાં આવશે. આ સેન્ટર ખાતે ડેપ્યુટેશન થી પશુ ચિકિત્સા અધિકારીની નિયુક્તિ કરાશે અને દેખરેખ તેમજ સહાયતા માટે ગાર્ડ,એનિમલ કિપર રાખવામાં આવશે.તેમણે સ્પસ્ટતા કરી હતી કે આ સેન્ટર પબ્લિક ડિસ્પ્લે માટેનું એટલે લોકોને પ્રાણી દર્શન કરાવવા માટેનું નથી.ઘાયલ પ્રાણીને રાખી યોગ્ય સારવાર થી સાજા કરવા માટે નું છે. અહીં ઘાયલ હરણ હોય કે જંગલી ભૂંડ,દીપડો કે રીંછ,તેમને 10 કે 15 દિવસ કે મહિના ,બે મહિના સુધી સારવાર માટે રાખીને સાજા કરી ફરી થી જંગલમાં છોડી શકાશે. જો ઘાયલ પ્રાણી માનવભક્ષી બની ગયું હોય તો તેને સાજા થયાં પછી જંગલમાં ન છોડી શકાય.પણ આવા પ્રાણીને શકકરબાગમાં રાખવું પડે અથવા દેશના કોઈ પ્રાણી સંગ્રહાલયની માંગણી હોય તો રાજ્ય વન વિભાગ ના સર્વોચ્ય અધિકારીઓની યોગ્ય પરવાનગી મેળવીને એમને આપી શકાય. આવા સેન્ટરનો જરૂરિયાત હોય ત્યારે એનિમલ બ્રીડિંગ માટે મેટિંગ સેન્ટર કે સંવનન કેન્દ્ર તરીકે ઉપયોગ થઈ શકે.જો કે માખનિયા ખાતેના આ સેન્ટરનો એવો ઉપયોગ કરવાનું કોઈ આયોજન નથી.આ સેન્ટર થી છોટાઉદેપુર વિસ્તારના જંગલોમાં વસતા વન્ય પ્રાણીઓની સારી કાળજી લેવામાં મદદ મળશે.

વાંસદા રાષ્ટ્રિય ઉધાનમાં પહેલીવાર એશિયાટીક વાઈલ્ડ ડોગે દેખા દીધી

આ પ્રજાતિ શિડયુલ-2 હેઠળના સંરક્ષિત પ્રાણીની યાદીમાં સમાવેશ થાય છે.

વાંસદા રાષ્ટ્રિય ઉધાન ગુજરાતના પ્રસિધ્ધ રાષ્ટ્રિય ઉધાનોમાંનું એક વધુ જાણીતું રાષ્ટ્રિય ઉધાન ગણાય છે. નવસારી જિલ્લામાં આ ઉધાન 23 ચો.કિમી વિસ્તારમાં પથરાયેલું છે. તેમ છતાં તેના નાના વિસ્તારને કારણે તેમાં શંકા ઉભી થવી ન જોઈએ કારણ કે વાંસદા વન્યપ્રાણીઓની વિશાળ વસ્તીનો આશ્ર્ય સ્થાન હોવા વિષે ઓળખાય છે. અહીં જંગલમાંથી સર્પાકાર પ્રવાહ સહિત વહેતી અંબિકા નદી અને વિશાળ કદના થડિયા ધરાવતા વૃક્ષો આ વિસ્તારની રમણીયતામાં વધારો કરે છે.
Social Media
જોકે મળતી માહિતી મુજબ આ રાષ્ટ્રિય ઉધાનમાં 5 દાયકામાં પહેલીવાર એશિયાટીક વાઈલ્ડ ડોગ જંગલ વિસ્તારમાં ગોઠવેલ કેમેરામાં કેદ થયા હતા. આ વિસ્તારમાં કેમેરામાં જોવા મળેલ એશિયાટીક ડોગની હાજરી આ વિસ્તારમાં હોવાનું પુરવાર થયું છે. જોકે આ વિસ્તારમાં એશિયાટીક ડોગનું દેખાવું એ એક સારા જંગલની નિશાની માનવામાં આવે છે. અને આ વિસ્તારમાં એશિયાટીક ડોગની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. વનવિભાગે ગોઠવેલા કેમેરામાં એશિયાટીક ડોગ હોવાનું સમર્થન મળ્યું છે. આ પ્રજાતિ શિડયુલ-2 હેઠળના સંરક્ષિત પ્રાણીની યાદીમાં સમાવેશ થાય છે.
Social Media
અહીં દીપડા,નાના કદના વાંદરા, જંગલી ભુંડ, કાળા મો વાળા વાંદરા, સામાન્ય પામ કિવેટ, નાના ભારતિય કિવેટ, ભારતિય શાહુડી, ચાર શિંગડાવાળા હરણ, ભસતા હરણ, જરખ, જંગલી બિલાડી, ઉડતી ખીસકોલી, અજગર, રસેલ્સ જેવા નામથી જાણીતા ઝેરી સાપને જોઈ શકાય છે. આ ઉપરાંત 155 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ જેમાં ભારતિય કાળા રંગના લક્કડખોદ પક્ષીઓ, પીળી ચાંચવાળા સનબર્ડ, પોમ્પોડોઉર પીજન, મલબાર ટ્રોગ્રોન, શામા, સામાન્ય રાખોડી રંગના ચિલોત્રા, જંગલ બેબલર, અને વૈશ્ર્વિક ઉપેક્ષિત ઘુવડ પણ અહીં જોવા મળે છે.

પગેરૂં શોધતી વખતે ખેતરમાં છુપાયેલા દીપડાનો ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો

જેતપુર તાલુકાના રેશમડી ગાલોર ગામે ખેતરમાં છુપાયેલા દીપડાનું પગેરૂં શોધતી વેળાએ દીપડાએ ફોરેસ્ટ ખાતાના બીટ ગાર્ડ પર હુમલો કર્યો હતો, જોકે આ ઘટનામાં બીટ ગાર્ડને ગંભીર ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના રેશમડી ગાલોર ગામની સીમમાં ઘણા સમયથી સીમ વિસ્તારમાં દીપડાએ પડાવ નાખ્યો હતો જે લઈને ગ્રામજનો અને ખેતરે જતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે દીપડો વાડીમાં દેખાયો હોવાથી ગામના સરપંચે ફોરેસ્ટ ખાતાને જાણ કરી હતી. બીટ ગાર્ડ દીપડાના પદ ચિહ્ન જોવા માટે વાડીએ આવ્યો હતો. તે ખેડૂતો સાથે વાડીમાં ગયો ત્યારે ખેતરમાં છુપાયેલા દીપડાએ ઓચિંતી છલાંગ મારીને હુમલો કર્યો હતો. ખેડૂતોએ દીપડાને લાકડી મારીને ભગાડયો પરંતુ આ ઘટનામાં બીટ ગાર્ડ ગભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલે ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ ડીએફઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. દીપડાને પકડવા પાંજરૂં મુકવાની કઈ કાર્યવાહી ન કરતા દીપડો કોઈ ખેડૂત પર હુમલો કરશે તો તેનું જવાબદાર ફોરેસ્ટ ખાતું રહેશે તેવો ગામવાસીઓ દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો.