દેશમાં પ્રથમ વખત નેશનલ હાઈવે-44ના 16 કિમીના ક્ષેત્રમાં બનાવાયેલા 9 એનિમલ અંડરપાસમાંથી 10 મહિનામાં 89 વખત વાઘ પસાર થયાની ઘટના બની હતી. 18 પ્રકારનાં 5,450 જંગલી પ્રાણીઓ આ અંડરપાસમાંથી પસાર થયાં હતા. પેચ ટાઈગર રિઝર્વમાં બનાવાયેલ દુનિયાના સૌથી લાંબા એનિમલ ક્રોસિંગ સ્ટ્રક્ચરમાંથી વન્યજીવો તથા વાહનોના ટકરાવાની હજારો ઘટનાઓ પણ ટળી ગઈ હતી.
વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા એનિમલ અંડરપાસનો જંગલી પ્રાણીઓ દ્વારા કરાતા ઉપયોગ અંગે જાહેર કરાયેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો. રિપોર્ટ તૈયાર કરનારા ડૉ. બિલાલ હબીબે કહ્યું કે શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો એનએચ-44ને જ્યારે બે લેનથી ચાર લેનમાં અપગ્રેડ કરવાની વાત થઈ તો આ પ્રોજેક્ટને એ જ શરત પર મંજૂરી મળી કે ગાઢ જંગલ વિસ્તારોમાં પ્રાણીઓના પસાર થવા માટે એનિમલ ક્રોસિંગ સ્ટ્રક્ચર ઊભાં કરવામાં આવે.
મહારાષ્ટ્રમાં એનએચ-44 પર 225 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરી પ્રાણીઓના પસાર થવા માટે ચાર નાના પુલ તથા પાંચ એનિમલ અંડરપાસ બનાવાયા હતા. ફક્ત પ્રાણીઓ માટે સમર્પિત આ પ્રકારનું આ દુનિયાનું સૌથી લાંબુ માળખું છે. આ માળખામાં પ્રાણીઓની અવર-જવર પર નજર રાખવા માટે 78 કેમેરા પણ ગોઠવાયા છે જેથી એ જાણી શકાય કે ખરેખર જંગલી પ્રાણીઓએ તેનો ઉપયોગ કેટલો કર્યો, ભવિષ્યમાં ક્રોસિંગ સ્ટ્રક્ચર કેવી રીતે ડિઝાઈન કરવામાં આવે કાં વર્તમાન માળખામાં કયા સુધારા જરૂરી છે જેનાથી તેનો ઉપયોગ વધે. માર્ચથી ડિસેમ્બર 2019 દરમિયાન તમામ 9 માળખામાં લાગેલા કેમેરાથી 1,26,532 તસવીરો લેવાઈ હતી. તમામ માળખાનો ઉપયોગ સૌથી વધુ હરણે 3,165 વખત અને જંગલી ભૂંડે 677 વખત કર્યો હતો.
નર્મદા જિલ્લામાં હાલ ચોમાસામાં ખાસ કરીને સરિસૃપો વન્યજીવો ખાસ દેખાતા હોય છે ત્યારે કેટલાક ઇસમો આવવાની દોસ્તી વન્યપ્રાણીઓને પકડીને તેને ઊંચા દામે પરપ્રાંતમાં વેચીને નાણાં કમાવવાનો ગેરકાયદે વેપલો કરતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં દેડીયાપાડા વનવિભાગ અને વડોદરાની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને 15 જેટલી આંધળી ચાકરણ સાથે ત્રણ આરોપીઓને રંગેહાથ પકડી વન્ય જીવોની તસ્કરી નો પર્દાફાશ કરતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે દેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, (એસપીસીએ ) વડોદરા તથા વિશ્વ હિન્દુ પરિષદ ગોરક્ષા વિભાગના સંયુક્ત ઓપરેશનથી રાજ્યમાં સૌથી મોટા ગણાતા વન સરીસૃપ પ્રાણી 15 જેટલી આંધળી ચાકરણને પકડી પાડી, આ તમામ વન્યજીવો 15 આંધળી ચાકરણ સાપ ને બચાવી લેવાયા હતા. જેમાં જતીનભાઈ વ્યાસ, દિપેનસિંહ પરમાર, અંકુરભાઇ પટેલ, વિશાલભાઈ મરાઠી, જૈમિનભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગના દેડીયાપાડા રેન્જ ફોરેસ્ટના ડી.સી.એફ. નીરજકુમાર આરએફઓ, જે.બી. ખોખર. આરએફઓ સપનાબેન ચૌધરીની જહેમતથી વન્યજીવોનું ગેરકાયદે આંતરરાજ્ય વેચાણ અને છોકરાને પકડી પાડી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ નરેન્દ્ર વસાવા, અર્જુન વસાવા અને ફયાઝ અલીને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોરાપાડા રેન્જના આર.એફ.ઓ જે.બી.ખોખર ના જણાવ્યા અનુસાર અમને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ બાતમી મળી હતી તેથી, અમે ત્રણ-ચાર દિવસથી વોચમાં હતા. અમારી ટીમે આ આરોપીઓને ગઈકાલે રાત્રે મોસ્કુટ થી પકડી લાવ્યા છીએ તેમની પૂછપરછ કરતા બતાવેલ જગ્યાએ છુપાવેલ 15 ચાકરણ ને કબજે લીધા છે.અને તેમની સામે ભારતીય વાઈલ્ડ લાઇફ 1972 ની કલમ મુજબ તેમની સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજે ત્રણ આરોપીઓને દેડીયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જોકે તેમની સાથેના બે સાગરીતો ફરાર થઈ ગયા છે. તેમને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સિંહ દર્શનનાં શોખીનો માટે સરકાર તરફથી સારા સમાચાર આપવામાં આવ્યા છે. જૂનાગઢ જીલ્લાનાં સાસણનું એશિયાટીક સિંહ સફારી પાર્ક ખોલવા માટે સરકારની મંજૂરી આવી ગઇ છે. ગીર ફોરેસ્ટ સફારી પાર્ક સહેલાણીઓ માટે 1 ડિસેમ્બર 2020 થી ફરી શરૂ થઈ રહ્યું છે.
WSON Team
સરકાર દ્વારા સહેલાણીઓ અને સિંહ દર્શન કરવા ઇચ્છુક તમામ લોકોને ઓનલાઇન પરમીટ માટે બુકિંગ સાઈટમાં બુકીંગ શરૂ કરાયું છે. 1 ડિસેમ્બર માટે પરમીટ બુકિંગ સિસ્ટમ ઓપન કરાઈ છે.ડિસેમ્બરમાં તો ફરવા અવશ્ય જઇ શકાશે સાસણ કેમ કે, 1 ડિસેમ્બરથી ફરી જંગલના દ્વાર પ્રવાસીઓ માટે ખુલશે.
WSON Team
એશિયાટીક સિંહ સફારી પાર્ક ખોલવાને લઈને સરકારે આપેલ લીલીઝંડીને પગલે ગાઇડ્સ, ડ્રાઇવરો, હોટલના માલિકો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. 1 ડિસેમ્બરથી ફરી જંગલના દ્વાર પ્રવાસીઓ માટે ખુલશે તે વાતને લઇને ભારે આનંદ જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે છેલ્લા પાંચ માસથી સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ હતું. જોકે હવે પર્યટકો માટે એશિયાટીક સિંહોને જોઈ શકશે
પર્યાવરણના પ્રકૃતિ સફાઇ કામદાર ગણાતા ગીધ જાગૃતતા દિવસ (આંતરરાષ્ટ્રીય) આ એક એવો દિવસ નકકી કરવામાં આવેલો છે. સપ્ટેમ્બરના પહેલો શનિવાર એટલે ગીધ દિવસ.
WSON Team
ગુજરાતના અમરેલી જીલ્લામાં રાજુલા જાફરાબાદના ઝાંપોદરા, ખાખબાઇ, ઉચૈયા, નાગેશ્રીમાં ગીધ કોલોની આવેલી છે આ ગીધો આખી દુનિયામાં 99 ટકા ગીધો નાશ પામ્યા છે. માનવ સર્જીત ડાયકલો ફેનાક દવાથી આ વિસ્તારમાં ગીધોની સારી એવી સંખ્યા છે. આ ગીધો ટકવાનું કારણ સિંહો છે સિંહ શિકાર કરે એટલે ગીધોને ખોરાક મળી જાય છે. એટલે આ વિસ્તારમાં ગીધો ટકયા છે.https://wildstreakofnature.com/gu/government-ready-to-increase-number-of-vultures/ વાડીના માલીકો ગીધોને સાચવે છે. આ ગીધો જુના પીપળા- નાળીયેરી જે 25-30 ફુટ ઉચાઇ હોય ત્યાં નદી કિનારે રહે છે. કોઇપણ માલ ઢોર મરી જાય તો એકાદ કલાકમાં સફાચટ કરી નાખે છે. જો ગીધ ન હોય તો આ માલઢોર મરી જાય અને ખુલ્લામાં પડીયા રહેતો મચ્છર, ઉદર, બેકટેરીયા અને વાયરસ પેદા થાય છે. જે માનવ જાતિ માટે એક ખતરાની નિશાની છે. માટે ગીધ એક માનવ જાતિ માટે એક પર્યાવરણની કડી છે એટલે જ કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાય છે.
WSON Team
સપ્ટેમ્બર માસનો પ્રથમ શનિવાર એટલે કે આજે ઇન્ટરનેશનલ ગીધ જાગૃતતા દિવસ આખી દુનિયામાં આ દિવસ ઉજવાય છે. રામાયણ કાળમાં જટાયુ તરીકે ઓળખાતા ગીધ રાજ ની કહાની છે. આ વિસ્તારમાં ગીધની ઝાલી છે. આશરે 60-70 ગીધો આ વિસ્તારમાં છે. ગીધોhttps://wildstreakofnature.com/gu/save-vultures-and-save-envirment/ 36 હજાર ફુટ ઉપર ઉડી શકે છે. તેવી નોંધ પણ છે. 100 કી.મી. વિસ્તારમાં ખોરાકની શોધમાં જાય છે. ગીધની જોડી વર્ષમાં અક જ વાર ઈંડુ આપે છે. તેમાંથી બચ્ચુ બહાર નીકળે ને 100 દિવસમાં ઉડવા માંડે છે. ગીધ ખોરાક ખાઇલે એટલે તેનો પેશાબ તેના જ પગ ઉપર કરે છે. જેથી કિટાણુઓ મરી જાય છે. તેમના પગ સલામત રહે છે. ગુજરાતના જાફરાબાદના ઝાંપોદરા, ખાખબાઇ, ઉચૈયા, નાગેશ્રી વિસ્તારમાં ગીધોનો વસવાટ કરે છે.
અંગ્રેજીમાં બેટના નામે પ્રસિદ્ધ ચામાચિડિયાની દુનિયાભરમાં અનેક પ્રજાતિઓ મળી આવે છે. આપણામાંથી મોટાભાગના લોકોએ કાળા ચામાચિડિયા જ જોયા હશે અને સામાન્ય રીતે દરેક જગ્યાએ તેની તસવીર પણ નજરે આવે છે.જો કે હાલ ઓડિશામાં એક અનોખુ ચામાચિડિયુ નજરે આવ્યું છે.
વન વિભાગમાં અધિકારી સુશાંત નંદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચામાચિડિયાની એક તસવીર શેર કરી છે. આ તસવીર એટલી ખાસ એટલા માટે છે કારણ કે તેમાં જોવા મળી રહેલુ ચામાચિડિયુ આખુ કાળા રંગનું નથી, તેનો રંગ નારંગી અને કાળો છે. તેને જોઇને લાગી રહ્યું છે જાણે કોઇ કલાકારે ખૂબ જ બારીકાઇથી કારીગરી દેખાડતા તેના પર પેઇન્ટ કર્યુ હોય. તેનો ખૂબસુરત રંગ જોઇને તમે ચામાચિડિયાના વિશે ફેલાયેલી તમામ નકારાત્મક વાતોને ચોક્કસ ભૂલી જશો.
આ રંગબેરંગી ચામાચિડિયુ ઓડિશાના ગુણપુર વિસ્તારમાં જોવા મળ્યું હતું. આ રંગબેરંગી પ્રજાતિના બેટને અત્યાર સુધી કોઇ ખાસ નામ ન આપીને તેને પેંટેંડ બેટના નામે ઓળખવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ કેરિવોલા પિક્ટા છે. તે મોટાભાગે સૂકા વિસ્તારોમાં અથવા તો ટ્રી હોલ્સમાં જોવા મળે છે. તેનું વજન માત્ર 5 ગ્રામ છે. 38 દાંતો વાળુ આ ચામાચિડિયા ફક્ત કીડા-મકોડા ખાય છે.
ચામાચિડિયાની આ પ્રજાતિ ભારત અને ચીન સહિત ઘણા એશિયન રાજ્યોમાં જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ઓડિશા પહેલા આ ચામાચિડિયાને ડિસેમ્બર 2019માં કેરળમાં જોવા મળ્યું હતું. ચામાચિડિયાની બીજી પ્રજાતિના મુકાબલે આ પેન્ટેડ બેટ ખૂબ જ સુંદર લાગે છે.