ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં પશુ પક્ષીઓ માટે પાણી પહોચાડતું વનવિભાગ

કચ્છના નાનું રણ જેનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજીત 43થી 48ની આસપાસ પહોચી જતો હોય છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર, તેમજ પક્ષીઓ માટે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પીવાના પાણીની કોઇ તકલીફ ના પડે તે માટે કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલ ઘુડખર અભયારણ્યમાં વનવિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
Social Media
ઘુડખર અભ્યારણ વનવિભાગ દ્વારા રણની અંદર આવેલ અવાડાને ટેન્કર વડે પાણીથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છના નાના રણમાં ચાર રેન્જ આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે. આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર દ્વારા પાણી થી અવાડા ભરવામાં આવે છે.
Social Media
અત્રે ઉલ્લેખનિય છે હાલમાં કોરોના વાયરસનો ચેપ પશુ, પ્રાણીઓને ન લાગે તે પણ ધ્યાન રાખવામાં આવે છે. તેમજ આ રણના વિસ્તારને પાંચ જિલ્લા ની બોર્ડર લાગે છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી,બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. લોકડાઉનના કારણે હાલમાં પ્રવાસીઓ માટે પણ આ અભ્યારણ્ય બંધ છે. ત્યારે રણની અંદર કોઈ પ્રવેશ ન કરે તે માટે વનવિભાગ દ્વારા સતત તકેદારી રાખવામાં આવે છે.

સાસણ ગીર: એશિયાટિક સિંહો પર વાયરસનો ખતરો?

ગીર જંગલમાં વસતા એશિયાટિક સિંહો પર કોઈ વાયરસ ફેલાઈ રહ્યો હોય એમ લાગે છે. એક પછી એક સિંહોના મોત થઈ રહ્યા છે.

એશિયાટીક સિંહોના મોતથી વન્ય પ્રેમીઓ ચિંતાતુર બન્યા છે. છેલ્લા ત્રણ માસની અંદર 25 થી વધુ એશિયાટીક સિંહોના મોત થયા છે. અને મહત્વની વાત અત્યાર સુધીમાં મળેલા એશિયાટીક સિંહોના મોતના આંકડામાં મૃત્યુ અંગેના ચોક્કસ કારણો જોવા મળ્યા નથી. એશિયાટીક શંકાસ્પદ મોતથી વનવિભાગ પણ ચોંકી ઉઠયુ છે. અને તાત્કાલિક ધોરણે ગીર જંગલમાં વસતા તમામ એશિયાટીક સિંહોના સ્ક્રીનીંગના આદેશ આપવામાં આવ્યા છે. જેથી હાલ તો તમામ એશિયાટીક સિંહોના સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યા છે. અને તેની જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. આ અંગે વનવિભાગના મુખ્ય અધિકારી ડૉ, ડી. ટી. વસાવડાએ કહ્યું છે કે, એશિયાટીક સિંહોના સ્વાસ્થ્ય અંગે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી કરીને અસ્વસ્થ અને નિર્બળ બનેલા એશિયાટીક સિંહો અંગે તપાસ કરી શકાય તેમજ જરૂર જણાયે તેમની સારવાર કરી શકાય આ એક રૂટિન પ્રોસેસ છે. જોકે આ અધિકારીએ એમ પણ જણાવ્યું કે, એશિયાટીક સિંહોના મોતના આંકડા છેલ્લા અમુક સમયથી વધ્યા છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કારણકે હાલમાં થઈ રહેલી તપાસમાં કોઈપણ શંકાસ્પદ લક્ષણો એશિયાટીક સિંહોમાં જોવા મળ્યા નથી માત્ર બેબેશિયા કે જે ઇતડીથી થતો રોગ છે. જે બે અઠવાડિયામાં સારવારથી કાબુમાં આવે છે. આમ છતાં એશિયાટીક સિંહોના મૃત્યુના આંકડા જોઈએ તો ગત્ત ફેબ્રુઆરી માસમાં 11 માર્ચમાં 7 અને એપ્રિલમાં 7 છે જે સામાન્ય છે પરંતુ જો કુદરતી મોત હોય તો ચિંતાનો વિષય માત્ર એટલો છે કે, એશિયાટીક સિંહો કોઈ વાઈરસના ઝપટમાં આવ્યા છે. પરંતુ તે કેન્યન ડિસ્ટેમ્પર નથી જો તે કોરોના વાયરસ હોય તો ખરેખર ખૂબ ચિંતાની વાત છે. કારણકે એશિયાટીક સિંહો ભારતનું ગૌરવ છે. હાલ તો વન વિભાગ ગીર જંગલમાં વસતા આશરે એક હજાર જેટલા એશિયાટીક સિંહોનું સ્ક્રિનિંગ કરવા ફોરેસ્ટરો અને ટ્રેકરોને કામે લગાડયા છે. રેસ્ક્યુ સેન્ટર અને વન્યજી જીવના સીધા સમ્પર્ક માં આવતા તમામ લોકોને માસ્ક અને ગ્લોવ્સ પહેરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જગ્યાઓને સેનેટાઇઝિંગ કરવામાં આવ્યા છે. તમામ એશિયાટીક સિંહોના સેમ્પલિંગ કરવા આવી રહ્યા છે. અને જરૂર જણાયે રેસ્ક્યુ કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. હાલમાં 22 જેટલા એશિયાટીક સિંહો તુલસીશ્યામ રેન્જ અને ધારી રેન્જમાંથી રેસ્ક્યુ કરાયા છે અને સારવાર હેઠળ છે.

જુનાગઢ: 21 એશિયાટિક સિંહબાળના વધામણાં કરતું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય

એક અઠવાડિયાના સમયગાળામાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે પાંચ અલગ અલગ સિંહણોએ ફૂલ 21 બચ્ચાઓ ને જન્મ આપ્યા છે બધા બચ્ચા હાલ તો સ્વસ્થ અને તંદુરસ્ત છે. આ અંગે જૂનાગઢ વન્ય વર્તુળ વિભાગના મુખ્ય અધિકારી ડો ડી ટી વસાવડા એ જણાવ્યું હતું કે જૂનાગઢના એશિયાટીક સિંહો માટે ખાસ સંવર્ધન અને સંરક્ષણ નું કામ કરતા સક્કરબાગ સંગ્રહાલય ખાતે તા. 2 જી એપ્રિલે એક સિંહણે 3 બચ્ચાઓ ને જન્મ આપ્યો અને ત્યાર બાદ તા. 6 એપ્રિલ એ અન્ય 2 સિંહણે પણ 3-3 બચ્ચાઓને જન્મ આપ્યો હતો.તેમજ તા. 7 એપ્રિલ એ ફરી એક સિંહણે એક સાથે 6 બચ્ચાઓને જન્મ આપતાએક ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
Social Media
તેમજ તેજ દિવસે અન્ય એક સિંહણે 2 બચ્ચાઓને જન્મ આપતા કુલ 17 બચ્ચાંથી સક્કરબાગની કામગીરીની પ્રશંશા થઈ રહી છે ત્યારે ફરી આજે 12 એપ્રિલ એ વધુ 4 બચ્ચાઓ જન્મ થતા હવે કુલ 21 બચ્ચાઓ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ની શાન માં વધારો થયો હતો. જો કે આમાંથી મોટાભાગના બચ્ચાઓ એક કે બે વર્ષના થતા જ અન્ય પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ મોકલવામાં આવશે. હજુ હાલ તો આ તમામ 21 બચ્ચાઓ તેમની માતા સાથે જ છે અને સક્કરબાગ ઝુ ઑથોરિટી દેખરેખ રાખી રહી છે. એક મહિના બાદ જ તમામ બચ્ચાઓની સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે.

જૂનાગઢ: સક્કરબાગ ઝુમાં ઘાયલ સિંહણનું કરાયુ સફળ ઓપરેશન

તબીબોની મહેનત અને સફળ ઓપરેશન બાદ સિંહણને નવજીવન મળ્યું

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણનું સફળ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં વનવિભાગના તબીબોને સફળતા મળી હતી. થોડા સમય અગાઉ બિમાર અવસ્થામાં વનવિભાગને એક સિંહણની જાણકારી મળી હતી. જેને સારવાર માટે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. જેનું ખૂબ જ જટિલ કહી શકાય તેવું ઓપરેશન પાર પાડવામાં વનવિભાગના તબીબોને સફળતા મળી હતી.

Social Media

મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ જૂનાગઢ વનવિભાગને બિમાર હાલતમાં એક સિંહણ મળી આવી હતી. જેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તબીબોની દેખરેખ નીચે રાખવામાં આવી હતી. થોડા દિવસોની સારવાર બાદ સિંહણની તબિયતમાં કોઈ સુધારો નહીં જણાતા વનવિભાગના તબીબો પણ ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ સિંહણના વધુ પરીક્ષણ કરતા સિંહણના શરીરમાં લોખંડ જેવો કોઇ પદાર્થ હોવાનું વનવિભાગના અધિકારીઓને માલુમ પડતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાબડતોબ સિંહણના ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો.

Social Media

કલાકોની ભારે મહેનત અને તબીબોની કુશળતાને કારણે સિંહણનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું હતું. આ ઓપરેશનમાં સિંહણના જઠરમાંથી અંદાજિત ત્રણથી ચાર ઇંચ લાંબી સોય મળી આવી હતી, જેને લઇને વનવિભાગના અધિકારીઓ અને તબીબો પણ ચોંકી ઉઠયા હતા. આટલી લાંબી અને અણીદાર સોય સિંહણના જઠર સુધી કઈ રીતે પહોંચી હશે તેને લઈને વનવિભાગ પણ ચિંતિત બની રહ્યું છે. જોકે આખરે તબીબોની મહેનતને પગલે સિંહણનો જીવ બચી જવા પામ્યો હતો.

એશિયાટીક સિંહો સહિતના વન્ય જીવો પર કોરોનાના ખતરાને લઈને વન વિભાગ એલર્ટ

ન્યુયોર્કના બારસેલોના માં એક પ્રાણીસંગ્રાલયમાં કોરોનાગ્રસ્ત માનવીય સંપર્કમાં આવેલ વાઘમાં સૂકી ખાંસી, કફ જેવા કોરોનાના લક્ષણ જોવા મળ્યા જેના આધારિત તેના રિપોર્ટ કરાતા વાઘને પણ કોરોનાં વાયરસની અસર જોવા મળી હતી. આ ઘટના એ વિશ્વભરમાં પ્રાણીસંગ્રહાલયમાં કોરોનાથી પ્રાણીઓને બચાવવા પગલાં ભરવામાં આવી રહ્યા છે.ભારતમાં પણ સેન્ટ્રલ ઓથોરિટી ઓફ ઝુ એ એક માર્ગદર્શિકા તમામ પ્રાણીસંગ્રહલાય, અભયારણ્ય તેમજ રાષ્ટ્રીય ઉદ્યાન માં ખાસ તકેદારી લેવા જણાવી દીધું છે. આ અંગે જૂનાગઢ વન્યજીવ વર્તુળ વિભાગના મુખ્ય અધિકારી ડો ડી ટી વસાવડા એ જણાવ્યું હતું કે ગીર સાસણ ના 2500 કિ.મિ વિસ્તારમાં આશરે 600થી પણ વધુ એશિયાટિક લાયન છે. જ્યારે 3000 થી વધુ દીપડાઓ અને અન્ય પ્રાણીઓ છે. હાલ કોરોના માનવ માટે જીવતો બૉમ્બ સાબિત થઈ રહ્યો છે ત્યારે ન્યોયોર્ક માં વાઘ ને પણ કોરોના સંક્રમણ એ ભારતના વન વિભાગ ને સજાગ કરી દીધું છે. આથી જ તકેદારી રૂપે વન વિભાગે ગીર સાસણના તમામ ટ્રેકર્સ, ગાર્ડ,બીટ ગાર્ડસ, રેસ્ક્યુ સેન્ટરમાં કામ કરતા લોકો તમામ ને માસ્ક ગ્લોવ્સ પહેરવા જણાવી દીધું છે. પ્રોટોકોલ મુજબ તમામ સુરક્ષાના સાધનો સજ્જ છે.પ્રાણીઓમાં કોરોના ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
Social Media
આ અંગે ગીર સાસણ ના ડીસીએફ ડો મોહન રામ એ જણાવ્યું હતું કે, ગીર સાસણમાં રેસ્ક્યુ સેન્ટર માં તેમજ ફિલ્ડમાં પ્રાણીઓની સારવાર માટે જતા કર્મચારીઓ માટે ખાસ ડ્રેસ બનાવ્યો છે એ પહેરવો ફરજીયાત કરી દીધો છે. જેથી કોઈ પણ પ્રાણી સીધો માનવીય સંપર્ક માં ન આવે. આ ઉપરાંત સિંહ સદન અને રેસ્ક્યુ સેન્ટરમાં ડીસ ઇન્ફેકટેડ કરવાનું શરૂ કરી દેવામાં આવેલ છે, રેસ્ક્યુ સેન્ટરમાં કામ કરતા લોકોના તાપમાનની ચકાસણી નિયમિત કરવામાં આવે છે. ખાસ સીસીટીવી થી તમામ પ્રાણીઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેથી તેના વર્તન માં થતો ફેરફાર સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવી શકાય. જો કોઈ પ્રાણીમાં કોરોનાને લગતા કોઈ લક્ષણ જણાશે તો તરત જ ક્વોરોનાઈન કરવામાં આવશે અને સારવાર આપવા માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. સાસણ ખાતેની ખાસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ બનાવ્યો છે જરૂર પડ્યે  જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રાહલાય ખાતેના આઇસોલેશન વોર્ડ ખાતે લઈ જવામાં આવશે.હાલ તો તમામ તૈયારી પ્રાણીઓને ખાસ કરીને સિંહોને કોરોના ના સંક્રમણથી બચાવવાની કામગીરી ચાલી રહી છે.
Social Media
આ અંગે જૂનાગઢ સક્કરબાગ ઝુના મુખ્ય અધિકારી ડો. અભિષેક એ જણાવ્યું હતું કે એશિયાના સૌથી મોટા ઝુ પૈકીના ચોથા નંબરના જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહલાયમાં પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એશિયાટીક સિંહ,વાઘ તેમજ અન્ય પ્રાણીઓના તમામ પિંજરા સહિત તમાંમ સ્થળો પર સેનેટાઇઝિંગ કરવામાં આવી રહ્યું છે. ઝુ માં કામ કરતા તમામ કર્મચારીઓ, સફાઈ કામદાર, ખોરાક પહોચડનાર, તબીબી સારવાર આપનાર તેમજ દેખરેખ રાખનાર તમામ ને ગ્લોવ્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે. જેથી માનવીય સંપર્કમાં આવતા ઝુના તમામ પ્રાણીઓને પૂરું રક્ષણ મળી રહે. જો કે હાલ લોક ડાઉનના લીધે દેશના તમામ ઝુ અને ખાસ કરીને ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પાબંધી રાખેલ છે. તેથી વનયજીવો માટે સીધો ખતરો તેમની માટે કામ કરતા ઝુના કર્મચારીઓ અને કામદારો જ બની શકે આથી જ ખાસ તકેદારી રૂપે તમામ સ્ટાફ ને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. ભારત સરકારના પ્રોટોકોલ મુજબ તમામ તૈયારીઓ તમામ પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્યમાં કરી લેવામાં આવી છે.આ પરથી કહી શકાય કે આપણા દેશમાં માનવીયજીવ જેટલી જ પ્રાણીઓના જીવની કિંમત છે. આપના માટે વન્યજીવો આપણી અમૂલ્ય સંપત્તિ છે. જેને બચાવવા વન વિભાગ અથાગ પ્રયત્નો કરી રહ્યું છે.