ભારત વિશ્વભરનાં પ્રવાસી પક્ષીઓના લગભગ 500 પ્રજાતિઓનું ઘર છે: PM મોદી

ગાંધીનગર ખાતે CMS COP-13નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં 125થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી કર્યું હતું. મોદીએ કહ્યું કે, ભારત વિશ્વભરનાં પ્રવાસી પક્ષીઓના લગભગ 500 પ્રજાતિઓનું ઘર છે. ગાંધીનગર ખાતે વિશ્વના તમામ દેશો દ્વારા આયોજીત UN કોન્ફરન્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. જેમાં 125થી વધુ દેશોના પ્રતિનિધીઓ હાજર રહ્યાં હતાં. સોમવારથી શરૂ થયેલા સંમેલનમાં ભારતમાં વન્યપ્રાણીઓના સંરક્ષણ અને ભવિષ્યની રણનીતિઓ અંગેની ચર્ચાઓ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંમેલનની શરૂઆત કરી હતી. PM મોદીએ તેમના સંબોધનમાં ગુજરાતના એશિયાટિક સિંહોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સિંહ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. આ ઉપરાંત PM મોદીએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કરૂણા અભિયાન અંગેની પણ ચર્ચા કરી હતી.સંમેલનમાં PM મોદીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ માટે ભારત વિશ્વના શ્રેષ્ઠ દેશમાં આવે છે. વિશ્વની 2.4 ટકા જમીન ક્ષેત્રમાં આશરે 8 ટકા જેટલું યોગદાન આપે છે. ભારતમાં વિવિધ વન્યજીવો માટે રહેઠાણોના ઘણાં હોસ્પોટ પણ છે. પૂર્વી હિમાલય, પશ્ચિમ ઘાટ, ઇન્ડો-મ્યાનમાર અને અંડમાન અને નિકોબાર દ્વીપ વગેરે છે. ભારત વિશ્વભરનાં પ્રવાસી પક્ષીઓના લગભગ 500 પ્રજાતિઓનું ઘર છે, સદીઓથી ભારત વન્યજીવોના નિવાસ સ્થાન માટે આગવું ભૂમિકામાં રહ્યું છે. આપણી સંસ્કૃતિ વન્યજીવો સાથે જોડાયેલી છે. જેથી સંરક્ષણ અને સહ-જીવન ટકી રહે છે.ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમના યજમાન તરીકે આગામી ત્રણ વર્ષ માટે ભારતને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર 1983થી સ્થળાંતરિત વન્યપ્રાણીઓના સંમેલન સાથે કરારબદ્ધ છે. આ ઉપરાંત સ્થળાંતર રીતે દરિયાઈ જાતિઓ પ્રજાતિઓને સુરક્ષા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં સરકાર દ્વારા લેવામાં આવી રહ્યાં છે અને તેમના સંરક્ષણ અને બચાવ માટેની યોજના પણ તૈયાર કરવામાં આવી રહીં છે. આ સંમેલનનું આયોજનએ ભારતમાં વન્યપ્રાણી સંરક્ષણ તરફનું એક મહત્વનું પગલું સાબિત થશે. આ શિખર સંમેલનમાં 130 દેશના પ્રતિનિધિઓ પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્યપ્રાણી સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય NGOએ પણ ભાગ લીધો છે.ઉલ્લેખનીય છે કે, વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ગુજરાતના એશિયાટિક સિંહ, બેંગાલ ટાઇગરની વાત કરી હતી.

વડોદરા: વિશ્વામિત્રી નદી અને તળાવોમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરાઈ

માનવ વસતી અને હિંસક પ્રાણીઓ એકબીજા સાથે તાલમેલથી રહેતા હોય એવું ભાગ્યે જ જોવા કે સાંભળવા મળે છે. ગુજરાત રાજયના વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્ર્વામિત્રી નદીએ મગરોનું વસવાટ સ્થળ છે. અને આ નદિ મગરોનું ઘર પણ કહેવાય છે. વડોદરા શહેરના રાવપુરા ખાતે આવેલી નાયબ વન વિભાગની કચેરીના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ જીવદયા સંસ્થાઓની મદદ લઇને પાંચ વર્ષે વિશ્વામિત્રી નદી અને વડોદરા શહેરના તળાવોમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવે છે. આ વખતે વન વિભાગ અને જીવદયા સંસ્થાઓ મળી 22 ટીમો દ્વારા સવારથી મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. શિયાળાની ઋતુમાં મગરો સન બાથ માટે નદી કિનારે અને તળાવના કિનારે આવતા હોય છે.તે સમયે ગણતરી કરતી ટીમો દ્વારા મગરોની વસ્તી ગણતરી કરવામાં આવે છે.ગત વર્ષે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે મગરોની સંખ્યામાં વધારો થવાની શક્યાતાઓ છે. અગાઉ 5 વર્ષ પહેલાં જ્યારે ગણતરી કરવામાં આવી હતી.ત્યારે મગરોની સંખ્યા 370 હતી. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વેમાલી હાઇવેથી સિદ્ધાર્થ બંગલો, સમા બ્રિજથી વુડા સર્કલ, રાત્રી બજારથી નરહરી હોસ્પિટલ, નરહરી હોસ્પિટલથી કાલાઘોડા બ્રિજ, કાલાઘોડા બ્રિજથી અકોટા બ્રિજ, અકોટા બ્રિજથી મુજમહુડા બ્રિજ, મુજમહુડા બ્રિજથી વડસર બ્રિજ, વડસર બ્રિજથી કલાલી, અને કલાલીથી તલસટ સુધીની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત કાશી વિશ્વનાથ તળાવ,લાલબાગ તળાવ, માંજલપુર તળાવ, કલાલી તળાવ, માણેજા તળાવ,તલસટ અને રાજસ્થંભ પાસેના તળાવ,છાણી તળાવ,દુમાડ તળાવ,વેમાલી તળાવ, દેના તળાવ, હરણી, સમા, વાસણા, ભાયલી અને તાંદલજા તળાવમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવી હતી.

ગીધ( Vulture )ની સંખ્યામાં વધારો કરવા માટે સરકાર સજ્જ

આવનાર સમયમાં સફાઇ કામદાર તરીકે જાણીતા ગીધ( Vulture )ની સંખ્યામાં વધારો થશે.

રાજય સહિત દેશભરમાં ગીધ( Vulture )ની સંખ્યામાં વધારો થવા જઇ રહ્યો છે. સફાઇ કામદાર તરીકે જાણતા ગીધ( Vulture ) હાલમાં લુપ્ત થતાં જોવા મળે છે જે માનવ જીવન અને પર્યાવરણ માટે હાનિકારક છે. પરંતુ આવનાર સમયમાં આપણે ગીધ( Vulture )ની સંખ્યામાં વધારો જોવા મળી શકે કારણ કે ભારત સરકારે ગીધની સંખ્યા વધારવા અને ગીધ( Vulture )ના પ્રજનન ઉત્પાદનને સફળ બનાવવા માટે બહુમુખી યોજના બનાવી છે. સરકાર દ્વારા બનાવેલી આ સંરક્ષણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં જંગલ વિસ્તારમાં ગીધ( Vulture )ની સંખ્યામાં વધારો કરવાનો છે. ગીધ( Vulture )ની સંખ્યા વધારવા અને પ્રજનન કાળને સફળ બનાવવા એવા પ્રાકૃતિક ક્ષેત્રોની પસંદગી કરવામાં આવી છે. જ્યાં હાલ ગીધ( Vulture ) રહેતા હોય અને નવા ગીધ( Vulture ) જન્મ લઇ રહ્યા હોય. આવા ક્ષેત્રોની આજુબાજુમાં મુક્ત ભોજન નક્કી કરીને અનુકુળ વાતાવરણ આપી ગીધ( Vulture ) સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યુ છે. એક કાર્યક્રમમાં પર્યાવરપ્રધાને ગીધ( Vulture )ને સ્વચ્છ ભારત અભિયાનના સૌથી મોટા સ્વંયસેવક ગણાવીને ગીધ( Vulture )ની સુરક્ષા માટે તમામ જરુરી પગલાં લેવાની વાત કરી હતી.આ સાથે સરકારે ગીધ( Vulture )ના સંરક્ષણ અને પ્રજનન માટે અંદાજે 12 કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ કર્યો છે. ગીધ( Vulture )નું સંરક્ષણ ક્યાં અને કેવી રીતે થશે?
WSON Team
– ભારતમાં ગીધ( Vulture )નાં સંરક્ષણ માટે BNHS(Bombay National History Society)દ્વારા ત્રણ કેન્દ્રો બનાવાયા. -જેમાંથી પીંજોર,હરિયાણા,પશ્ચિમબંગાળ,આસામમાં કેન્દ્રો ચલાવાય છે. -આ સિવાય કેન્દ્રિય ચકલી ઘર પ્રાધિકરણ દ્રારા જૂનાગઢ,ભોપાલ,હૈદરાબાદ,ગૌહાટી અને ભુવનેશ્વરમાં ચકલી ઘરને ગીધ( Vulture ) પ્રજનન ઘર બનાવવાની માન્યતા આપવામાં આવી છે. -આ તમામ કેન્દ્રોમાં BNHS દ્વારા ગીધ( Vulture )ના પ્રજનન માટે જરુરી તમામ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. ગીધ( Vulture )ના પ્રજનન માટે શું કાળજી લેવાય છે?
WSON Team
-આ કેન્દ્રોમાં ગીધ( Vulture )ને અનુકુળ વાતાવરણ,રહેવા માટે ચોખ્ખી જગ્યા,ખાવા-પીવાનું તેમજ બીમાર પશુઓ માટે ચિકિત્સા પૂરી પાડવામાં આવે છે. -ગીધને ખોરાક માટે બકરી ભેસ વગેરેનું માંસ આપવામાં આવે છે.જે પશુઓનું માંસ ગીધ( Vulture )ને આપવામાં આવે તે પહેલા બે અઠવાડિયાં સેન્ટરમાં રાખવામાં આવે છે.તેથી માંસ કોઇપણ દવાથી સંપૂર્ણ રીતે મુક્ત થઇ શકે.આટલું નહીં બાદમાં મેડિકલ પરિક્ષણ કરી પછી જ ગીધ( Vulture )ને માંસ આપવામાં આવે છે. શા માટે ગીધ( Vulture )ની આટલી તકેદારી રાખવામાં આવે છે?
WSON Team
ગીધ( Vulture )નું જીવનકાળ અંદાજે પાંચ વર્ષ જેટલું માનવામાં આવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ગીધ( Vulture ) એક વર્ષમાં એક વખત જ ઇંડા આપે છે. અને ગીધ( Vulture )ને ઇંડા બનાવવા માટે 50થી 55 દિવસનો સમય લાગે છે. માટે આ સમયે ખાસ તકેદારી રાખવામાં આવે છે. જેથી ગીધ( Vulture )નો પ્રજનન દર વધારી શકાય. ગીધ( Vulture )ની બીજી રોચક વાત એ છે કે ગીધ( Vulture )માં નર અને માદા બન્ને એક જ સરખાં દેખાય છે. માટે ગીધ( Vulture )ને જોઇને લીંગની ઓળખ થઇ શકતી નથી. આ માટે ભારતીય પશુ ચિકિત્સા સંસ્થાનમાં આવેગ વિધી દ્વારા ગીધ( Vulture )ની પ્રજાતિમાં લીંગની ઓળખ કરી શકાય છે. ભારતની સાથે-સાથે અન્ય દેશોમાં પણ ગીધ( Vulture )ની સંખ્યા અને પ્રજનન કાર્ય વધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. Writer: Dimpal Vasoya, Traveller and Freelancer

સુરેન્દ્રનગર: ચોટીલા પંથકમાં એશિયાટિક સિંહોની ડણક, વન વિભાગે કરી પુષ્ટિ

અમરેલીથી એશિયાટીક સિંહો પોતાના બચ્ચાંને લઈને 120 કી.મી દુર પહોચી, માર્ગ ભટકી ગયા હોવાથી પરત જવાની શકયતા

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત એશિયાટીક સિંહની ગર્જનાથી સીમાડા ગુજી ઉઠયા છે. સાસણ ગીરના જંગલ વિસ્તારથી આશરે 200 કિ.મી દૂર સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા વિસ્તારમાં પ્રથમ વખત એશિયાટીક સિંહ દેખાયો છે. અને સ્થાનિક વન વિભાગે પણ એશિયાટીક સિંહ દેખાયાની પુષ્ટિ કરી છે. ચોટીલામાં જોવા મળેલ એશિયાટીક સિંહ અમરેલીના બાબરા બાજુથી આવ્યા હોવાનું અનુમાન છે. ઢેઢૂકી વિસ્તારમાં એશિયાટીક સિંહના હાજરીના નિશાન તેમજ પંજાના નિશાન અને મારણ કરેલાં પશુઓ મળી આવ્યા હતા. ત્યારે વન વિભાગે ચોટીલાના ગામમાં સતર્ક રહેવા સૂચના આપી છે. સાસણ ગીર જંગલ વિસ્તાર છોડીને હવે પોતાનો રહેણાક વિસ્તાર વધારી રહ્યા છે.
WSON Team
સાસણ ગીર નેશનલ પાર્કએ એશિયાટીક સિંહોનું ઘર છે. જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાની સરહદમાં એશિયાટીક સિંહોનો વિસ્તાર છે. જો કે સરકારના સતત પ્રયત્નોના પગલે એશિયાટીક સિંહોની વસ્તી મક્કમ ગતિએ વધી રહી છે. વનરાજ પોતાના રહેઠાણના વિસ્તાર વધારી રહ્યા છે. એવા સમયે હાલ તે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં પહોંચી ગયા છે. સાસણ ગીરના એશિયાટીક સિંહો એ ગુજરાતનું ગૌરવ અને શાન છે. ગીરનું જંગલ એશિયાટીક સિંહોને રહેણાક માટે ટૂંકું પડી રહ્યું છે. સાસણ ગીર ઉપરાંત આસપાસ ના જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં એશિયાટીક સિંહો જોવા મળી રહ્યા છે. અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના જંગલ અને રેવન્યુ વિસ્તારમાં તો એશિયાટીક સિંહોનો છેલ્લા ઘણા વર્ષોથી મુકામ જોવા મળે છે. પણ હવે છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લામાં જસદણ અને વિંછીયા તાલુકાની હદમાં અને હવે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામાં એશિયાટીક સિંહોના ધામાં અને પોતાની હાજરી હોવાના સંકેતો આપ્યા છે. ત્યારે સ્થાનિક લોકોમાં ફફડાટ વધી ગયો છે.
WSON team
ઉલ્લેખનીય છે કે, વન વિભાગની વર્ષ 2015 ની છેલ્લી ગણતરી મુજબ 523 એશિયાટીક સિંહોનો ગીર અને આસપાસ ના જિલ્લામાં વસવાટ છે. એશિયાટીક સિંહોને સૌરાષ્ટ્રનો વિસ્તાર ખુબ અનુકૂળ આવી ગયો હોય એમ એશિયાટીક સિંહોની સંખ્યા સતત વધી રહી છે. હાલ એક અંદાજ મુજબ 600 કરતા વધુ એશિયાટિક સિંહોની સંખ્યા સાસણ ગીરના જંગલ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મળીને હોવાનો સરકારનો અંદાજ છે. એશિયાટીક સિંહો એક રાતમાં 25થી 30 કી.મી અંતર કાપી શકે છે:  એશિયાટીક સિંહ દિવસે સામાન્ય રીતે આરામ કરે છે. અને રાત્રીના સમયે 25થી 30 કી.મીનું અંતર કાપી શકે છે. એશિયાટીક સિંહ એકવાર શિકાર આરોગ્યા બાદ 6 સુધી ભોજન વિના રહી શકવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે સિંહોમાં સિંહણ જ મોટા ભાગે શિકાક કરે છે. જયારે સિંહ પોતાના ગૃપનું રક્ષણ કરે છે. એશિયાટીક સિંહ માટે 120 કી.મીનું અંતર કાપવું સામાન્ય છે: ચોટીલાના આસપાસના વિસ્તારમાં એશિયાટીક સિંહની હાજરી હોવાના નિશાન તેમજ મારણ કરેલાં પશુઓ મળી આવ્યા હતા. આ વિસ્તારમાં પ્રાથમિક તપાસમાં 2 એશિયાટીક સિંહ પૈકી એક માદા સિંહણ અંદાજે 8 વર્ષની ઉંમરની તેમજ નર એશિયાટીક બાળ સિંહ અંદાજે 2 વર્ષની ઉંમરનું જાણવા મળી રહ્યું છે. હાલ આ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા એશિયાટીક સિંહોનું લોકેશન જાણવા સુરેન્દ્રનગર, વિંંછીયા, જસદણ અને હિંંગોળગઢ ફોરેસ્ટ વિભાગના 50થી વધુ કર્મચારીઓ રાત દિવસ અલગ અલગ ટીમો બનાવી આસપાસના તમામ વિસ્તારોમાં તમામ ગામોની સીમો ખુંદી રહી છે.

એશાટીક સિંહોનું વેકેશન પુર્ણ તા.16 ઓકટોબરથી સફારી પાર્ક પ્રવાસી માટે શરૂ

ગુજરાતના ગીર સાસણ સફારી પાર્ક વરસાદના કારણે ચાર મહિનાથી બંધ રાખવામાં આવ્યો હતો. જેને તા.16મી ઓક્ટોબરથી ખુલ્લો મૂકવામાં આવશે. વનવિભાગ દ્વારા પાર્ક અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી પ્રવાસીઓને પાર્કની મુલાકાત લેવા માટે ઓનલાઈન પરમીટ લેવી પડશે. ચોમાસાની સિઝન દરમિયાન વન્ય પ્રાણીઓનો પ્રજનનકાળ હોય છે. જેથી આ દરમિયાન વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે જંગલ બંધ રાખવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન નદી નાળાઓમાં ધોવાણ થતા વાહનવ વ્યવહાર પણ બંધ થઈ જતો હોય છે. જેના કારણે વનવિભાગ દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસાના ચાર મહિનામાં સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. સિંહના સંવનન કાળ અને વરસાદના કારણે ગીર સાસણ સફારી પાર્ક 4 મહિના માટે બંધ રખાયો હતો. જે આગામી તા. 16 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. હવેથી સાસણ આવતાં પ્રવાસીઓને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પરમીટ કઢાવવી પડશે.