સાવજોનો સબંધ એ શારીરિક તૃપ્તિ નહિ, લાગણીઓનો સબંધ ?
દરેક સજીવ સહવાસ ઈચ્છે છે સામન્ય રીતે બે જીવ પરસ્પર માદા અને નર હોય તો સહવાસ કુદરતી માનવામાં આવે છે. પરંતુ સજાતીય સબંધોને ન તો આપણો સમાજ સ્વીકારી શક્યો છે કે આપણે પરંતુ માનવીય સબંધો કરતા પ્રાણીઓ વચ્ચે થોડું અલગ આ જીવન છે.પ્રાણીઓ કુદરતી રીતે સજાતીય સાથીનો સાથ માણે છે પણ એ શારીરિક હોય તે જરૂરી નથી એ માત્ર રમત પણ હોય શકે, અને લાગણીથી પણ એ આવું વર્તન કરે છે.
હાલમાં જ એક સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા હતા કે સાસણ ગીરના એશિયાટીક સિંહો સજાતીય સબેધ ધરાવે છે ! જો કે આ વાસ્તવિકતા થી અલગ છે. જ્યારે એશાટીક સિંહોને સહવાસની આવશ્યકતા હોય ત્યારે એ નર સિંહ માદા સિંહ ન મળે તો અન્ય નર સિંહ શરીરીક છેડછાડ કરે છે.
જો કે એ સેક્સની કોશિશ કહી શકાય પરંતુ એ માત્ર થોડી ક્ષણો માટે જ હોય એ કોઈ પરિપૂર્ણતા નથી. જ્યારે સાસણ ગીર જંગલના વન્યવર્તુળ અધિકારીને જયારે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે સિંહો પોતાના સાથી નો સાથ ન મળે તો અન્ય સિંહ સાથે સબંધ બનાવે છે પરંતુ એ બાલસહજ છે. આ કોઈ એક સિંહ માં જ નહીં પરંતુ તમામ પ્રાણીઓ અને સજીવોમાં આ પ્રકૃતિ જોઈ શકાય છે.
પરંતુ એશાટીક સિંહો વધુ લોકપ્રિય છે એટલે કદાચ આપણને આ નવી વાત લાગે છે. અન્ય પ્રાણીઓમાં આ સામાન્ય હોવા છતાં લોકોનું ધ્યાન તે તરફ નથી જતું. હવે મોબાઈલ ને કેમેરાના કારણે જંગલોમાં થતી માનવ દખલગીરીને કારણે વન્યજીવોના ના જાણતા પહેલુંઓ પણ બહાર આવતા લોકો આશ્ર્ચર્ય ચકિત પમાડે છે..અને લોકો સુધી આ માહિતી પહોંચી રહી છે.
વાસ્તવમાં સિંહો જેવી જ પ્રકૃતિ અન્ય વન્ય જીવની હોય છે. દરેક સજીવ સહવાસ ઈચ્છે છે એટલે જ કુદરતી રીતે વીજાતીય સબંધનો સાથી ન મળે તો સજાતીય સબંધ બાંધે છે. સિંહ પણ આજ પ્રકૃતિ ધરાવે છે. આ અંગે સિંહોના જીવન અને સિંહની પ્રકૃતિ પર રિસર્ચ કરતા સતત સિંહોના સમ્પર્કમાં રહી તેમને ખૂબ નજીકથી સંશોધન ને અભ્યાસ કરતા નિષ્ણાંતો માને છે કે,
દરેક સજીવ બાળસહજ ઉત્સુકતાથી આવું કૃત્ય કરે છે જેમ માનવીય બાળક જિજ્ઞાસુ હોય છે. એમ જ પ્રાણીઓ પણ સહજ જિજ્ઞાસુ હોય છે. 2 થી 4 વર્ષના સિંહો આ પ્રકારની વર્તુણક કરતા જોવા મળે છે. પણ એ કુદરતી સ્વભાવ છે એમ માત્ર સહવાસ ની ઈચ્છા હોય છે શારીરિક તૃપ્તિ નહિ.
સિંહોની આ પ્રકૃતિ એ કોઈ ચિંતાનો વિષય ન કહી શકાય, કારણકે અત્યાર સુધીમાં ત્રણ વખત આવી જોડીઓ નિષ્ણાતો એ જોઈ હોવાનો અહેવાલ આપ્યો છે. વાસ્તવ રૂપે આ હંમેશા નથી બનતું આ ક્યારેક બનતી કુદરતી ઘટના છે .સામન્ય રીતે પ્રાણી સંગ્રહાલય કે બંધિયાર જગ્યાઓમાં રહેતા સિંહો આ રીતે સબંધ દ્વારા શારીરીક તૃપ્તિ મેળવે છે.
ડાઈનોસોરને ટિટેનોસોરસ, એલોસોરસ, બેરિયોનાસોરસ જેવા ઘણા બધા નામે ઓળખાય છે.
ડાઈનોસોર( Dinosaur )એ રોમાંચ અને ઉત્સુકતા પેદા કરનારા પ્રાણીઓ છે. ડાઈનોસોર પૃથ્વી ઉપર ૨૩ કરોડ વર્ષ પહેલા વસતા હતા. અને આજે પણ ડાઈનોસોર( Dinosaur )વિષે શોધકર્તા વિજ્ઞાનિકો માટે રસપ્રદ વિષય રહ્યો છે.
ડાઈનાસોર( Dinosaur )ના યુગ સમયે મનુષ્ય જીવન ન હતું ઈ.સ. 1842માં અંગ્રેજ નૃવંશ શાસ્ત્રી રીચાર્ડ ઓવને ડાઈનોસોર( Dinosaur )નામ આપ્યું. ડાઈનોસોર( Dinosaur )એટલે ગ્રીક ભાષામાં વિકરાળ, મોટી અને શક્તિશાળી ગરોળી.
WSON Team
23 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર આવા પ્રાણીઓ હતા. તેની ખબર આજે કેમ પડી તે પણ જાણવા જેવું છે. પૃથ્વી પર કોઈ સ્થળે ઊંડે ખોદકામ કરતા કેટલાક સ્થળેથી ડાઈનોસોર( Dinosaur )ના દટાયેલા હાડકાં કદ વગેરેનો અભ્યાસ કરીને આ પ્રાણીઓ કેવા હતા તેનું તારણ અને સંશોધન કરે છે.
જુદા જુદા સ્થળોએ ડાઈનોસોર( Dinosaur )ના વિવિધ પ્રકાર અને આકારના અસ્થિઓ મળ્યા છે. ક્યારેક પગલાં તો ક્યારેક થાપાના હાડકા અને વનસ્પતિ ખાઈને જીવતા. 9 હજાર પ્રજાતિ ડાઈનોસોર( Dinosaur )પૃથ્વી પર હાવાનું માનવામાં આવી રહ્યું છે. કેટલાક જમીન પર તો કેટલાક દરિયામાં રહેતા.
WSON Team
કેટલાક ડાઈનોસોરને પાંખો હતી અને ઊડી શકતા. બધા ડાઈનોસોર( Dinosaur ) ઈંડા મૂકતા. ડાઈનોસોરના( Dinosaur ) ઈંડા પણ ખોદકામમાં મળી આવે છે. કેટલાક ડાઈનોસોર( Dinosaur )ને તીક્ષ્ણ દાંત હતા. વિજ્ઞાાનીઓએ ડાઈનોસોર( Dinosaur )ને ટિટેનોસોરસ, એલોસોરસ, બેરિયોનાસોરસ જેવા ઘણા બધા નામ આપ્યા છે.
પૃથ્વી પર ડાઈનોસોર( Dinosaur )વસતા તે સમયને જુરાસિક યુગ કહે છે. ડાઈનોસોરનો( Dinosaur )રંગ કેવો હતો તે ચોક્કસ જાણી શકાય નહીં. પરંતુ આજે મગર, ગરોળી વગેરે સરિસૃપો ડાઈનોસોર( Dinosaur )ના વંશજ છે. એટલે ડાઈનોસોરનો( Dinosaur )રંગ પણ તેમના જેવો હશે તેમ મનાય છે.
WSON Team
વિજ્ઞાનીઓ માને છે કે સાડા છ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી સાથે એક મોટી ઉલ્કા અથડાઈ. પૃથ્વી ઉપર વાદળો છવાઈ ગયા. સૂર્ય ઢંકાઈ ગયો અને વર્ષો સુધી પૃથ્વી ઠંડી પડી ગઈ. પૃથ્વી પર સૂર્યના કિરણો નહીં હોવાથી ઊર્જા પણ બચી નહી.
ડાઈનોસોર( Dinosaur )જેવા પ્રાણીઓ આ યુગમાં નાશ પામ્યા. જો કે ડાઈનોસોર( Dinosaur )ના વંશજો નાશ થવા માટે ઘણી બધી થિયરીની ચર્ચા થાય છે. અને કયાં કયાં પરિબળોને કારણે આ ડાઈનોસોર( Dinosaur ) યુગનો અંત થયો તે ઉપર આજે પણ સંશોધન થઈ રહ્યા છે.
ગુજરાતમાં દેશના સૌ પ્રથમ ફોસીલપાર્ક-ડાયનોસોર( Dinosaur )મ્યુઝિયમ
Social Media
ગુજરાતનો આ પાર્ક દુનિયાના ત્રીજા સૌથી મોટા વિશિષ્ઠ ડાયનોસોર( Dinosaur )ફોસીલ પાર્ક ધરાવતું ગૌરવ પ્રાપ્ત કરશે. આ ફોસીલ પાર્ક દેશનો પ્રથમ પાર્ક પણ બનશે. આ દ્વારા પ્રવાસીઓને ડાયનોસોર( Dinosaur )નો ઇતિહાસ, એમની જીવન પધ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો એની અધ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ્સ અને ચાર્ટ દ્વારા જોઈ શકાય છે.
અંદાજે 36 વર્ષ પહેલાં વિશાળકાય રાજાસોરસ નર્મન્ડેન્સિસ ડાયનોસોર( Dinosaur ), રાયોલિસોરસ ગુજરાતેન્સિસ અને ટાએટેમોસોરસના હાડકાંરૂપી અવશેષો મધ્ય ગુજરાતના નવાબી નગર બાલાસિનોરથી 11 કિ.મી ર રૈયોલી ગામે સંશોધન દરમિયાન મળયા હતા. આ ડાયનોસોર( Dinosaur )ની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસીલ વસાહત છે.
અગાઉ 2003 માં, અહીંથી ડાયનોસોર( Dinosaur )ની લગભગ સાત પ્રજાતિઓને શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. જે ગુજરાત રાજયની નર્મદા નદીના વિસ્તારના સ્થળોએથી પાપ્ત થયા હતા.
આગામી તા.31ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લું મુકશે,
ગુજરાતના નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના એક વર્ષ પૂર્ણ થતાં આગામી તા.31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજનારો છે. ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં 40 થી વધુ પ્રોજેક્ટો નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે કરવામાં આવશે. જેની સાથે 30 જેટલા પ્રોજેક્ટો નું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે.
Social MediaSocial Media
સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી નર્મદામાં સૌથી મોટું આકર્ષણ જંગલ સફારી બનશે. જે પ્રવાસીઓ માટે એકદમ જંગલની અનુભુતી કરાવશે અને સુવિધા થી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. જેની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જોકે સફારી પાર્કના માટે ચાલતી તડામાર તૈયારીઓ તાલી રહી છે અને સ્ટેચ્યુ પાસે બોર્ડ હોર્ડિંગ્સ લાગ્યા લગાવવામાં આવ્યા છે.જંગલ સફરી પાર્કનો પ્રવેશ દ્વાર પણ એકદમ આકર્ષક બનાવવામાં આવી રહ્યો છે.આ જંગલ સફારી પાર્ક ને તા. 31 ઓક્ટોબર પહેલા તૈયાર કરવા તંત્રએ કમર કસી છે.
આ સફારી ની ખાસ વિશેષતાઓ
WSON Team
આ સફારી પાર્કમાં ઇકો મોટરથી પ્રવાસીઓ ફરશે.
જંગલ સફારી પાર્કમાં 7 ઝોનમાં અલગ અલગ પ્રાણીઓ રહેશે.
સપાટ સફારી ની જગ્યાએ જંગલ લૂક આપવામાં આવ્યું છે.
પ્રવાસીઓને જાણે જંગલ માં ફરતા હોય એવો અનુભવ થશે.
દેશભરના વિવિધ રાજ્યો માંથી ખાસ પ્રાણીઓ લાવવા માં આવશે.
ભારત જ નહીં વિદેશોમાં થી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવ્યા છે.
જૂનાગઢ ના સક્કર બગમાંથી વાઘ, સિંહ સહિત ના જંગલી પ્રાણીઓ લાવવામાં આવશે.
જંગલ સફારી પાર્કમાં 1800 થી વધુ પશુ પક્ષીઓ અને જળચર સરીસૃપો લાવવા માં આવશે.
જંગલ સફરી પાર્કમાં કયા-કયા પ્રાણીઓ લવાશેWSON Team
સિંહ, વાઘ,ચિત્તો,દીપડો, ઉરાન ઉટાંગ, રિછ, શાહમૃગ, ઓટરિચ, વિવિધ પક્ષીઓ વિદેશી કંગરુ, રિછ, ચિમ્પઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઈપર ,ક્રેર અજગર જેવા ઝેરી બિન ઝેરી સાપો પણ અહિયાં સફારી પાર્ક માં લવાશે.
સ્ટેચ્યુની આજુબાજુમાં કેવા પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે
સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટ ના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિત ના પ્રોજેક્ટો બનશે.
જૂનાગઢ ગિરનાર જંગલમાં એક એશિયાટીક સિંહ બાળ અશક્ત હોવાના સમાચાર મળતા 108 જેવી એક એમ્બ્યુલન્સ સાયરન વગાડતી જંગલમાં આવી પહોંચી હતી.
Social Media
એશિયાટીક સિંબ બાળને તાત્કાલિક સારવાર મળતા તેનો જીવ બચાવી લેવાયો હતો. જૂનાગઢ અને ખાસ કરીને ગીર જંગલના વન્ય જીવોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હાલ માં જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ એનિમલ કેર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કર્યો હતો.
હાલમાં જ આ એમ્બ્યુલન્સ દ્વારા ગીરનારના જંગલમાંથી નવજાત એશિયાટીક સિંહબાળને તાત્કાલિક સારવાર આપવામાં આવી અને વધુ દેખરેખ માટે જુનગઢ સક્કરબાગ ઝુ ખાતે લઈ જવાયો હતો.
Social Media
આ અંગે વધુ વિગત આપતા વન્ય વર્તુળ વિભાગના મુખ્ય અધિકારી ર્ડા, ડી. ટી વસાવડા એ જણાવ્યું હતું કે, વન વિભાગ ને જેવી ખબર પડી કે એશિયાટીક સિંહ બાળ શારીરિક રીતે બીમાર જણાઈ રહ્યું છે. તો તરત જ એનિમલ કેર એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી જેમાં એક વેટરનીતિ ડોકટર તેમજ કેર ટેકર ને મોકલવામાં આવ્યા હતા. તેઓએ ઘટના સ્થળ પર પહોંચી તાત્કાલિક સારવાર આપી તેમજ વધુ સારવાર માટે જૂનાગઢ સક્કરબાગ ઝુ ખાતે લઈ આવ્યા હતા. સમયસર પહોંચેલ એમ્બ્યુલન્સથી એશિયાટીક સિંહબાળ બચાવી શકાયું હતું.
Social Media
આવી આધુનિક સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સના આવવાથી હવે વધુ સમયસર વન્ય જીવોની સારવાર થઈ શકશે અને વનયજીવોના વધુને વધુ જાન બચાવી શકાશે. હાલ જૂનાગઢ અને ગીર જંગલ માટે આવી એનિમલ કેર એમ્બ્યુલન્સ સેવા માટે 4 એમ્બ્યુલન્સ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે.
29મી જુલાઈએ ઈન્ટરનેશનલ ટાઈગર ડે નિમિત્તે ભારતમાં વાઘની વસતીના આંકડા જાહેર થયા હતા. એ પ્રમાણે દેશમાં વાઘની વસતી વધીને 2977 થઈ છે. આ વસતીનો અંદાજ 2018નો છે. આ આંકડો ફિક્સ નથી, પરંતુ ભારતમાં મહત્તમ 3346, જ્યારે લઘુતમ 2603 વાઘ હોઈ શકે. તેના આધારે 3 હજાર વાઘનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
આ પહેલા 2014માં વાઘની વસતીના આંક જાહેર થયા હતા. ત્યારે દેશમાં 2226 વાઘ નોંધાયા હતા. એટલે આ ચાર વર્ષના ગાળામાં વાઘની વસતી અંદાજે 33 ટકા જેટલી વધી છે.
અત્યારેદુનિયાના જંગલોમાં જેટલા વાઘ છે, તેમાંથી અડધાથી વધારે ભારતમાં છે. સામાન્ય રીતે કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવતા હોય છે.
આ વખતના આંકડા પરથી રાષ્ટ્રીય પ્રાણીનું રાજ-પાટ વિસ્તર્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. વડા પ્રધાને ‘સ્ટેટસ ઓફ ટાઈગર્સ કો-પ્રિડેટર્સ એન્ડ પ્રે ઈન ઈન્ડિયા-2018’રિપોર્ટ હેઠળ આ આંકડા જાહેર કરતાં કહ્યું હતું કે વસતી વધારો દર્શાવે છે કે હવે ભારત વાઘ માટે સૌથી સલામત જગ્યા છે.
WSON Team
થોડા વર્ષો પહેલા વાઘની સતત હત્યા માટે ભારતના જંગલો બદનામ થયા હતા. આજે પણ વાઘની હત્યા થાય છે, પરંતુ હત્યાનું પ્રમાણ ઓછુ થયું છે. જેમ કે 2012થી 2017 વચ્ચે જ દેશમાં 657 વાઘની હત્યા-મોત થયા હતા. એમાંથી સૌથી વધુ 141 વાઘ મધ્યપ્રદેશે ગુમાવ્યા હતા. પરંતુ સરવાળે વાઘ સંરક્ષણની સ્થિતિ વધારે મજબૂત થઈ છે. માટે વાઘની વસતીમાં નોંધપાત્ર વધારો થયો છે.
તેમણે કહ્યું હતું કે ‘એક સમયે એક થા ટાઈગર જેવી સ્થિતિ હતી જે હવે સુધરીને ટાઈગર ઝિંદાહેની કક્ષાએ પહોંચી છે’. એ રીતે વાઘની વસતીનો વધારો તેમણે હિન્દી ફિલ્મોના બે ટાઈટલ સાથે સાંકળી લીધો હતો. આ ગણતરી મુજબ છત્તીશગઢ અને મિઝોરમને બાદ કરતા જ્યાં જ્યાં વાઘ છે એ બધા રાજ્યોમાં વસતી વધી છે.
વડાપ્રધાને કહ્યું હતુ કે નવ વર્ષ પહેલા સેન્ટ પિટ્સબર્ગની બેઠકમાં વૈશ્વિક પર્યાવરણ નિષ્ણાતોએ વાઘની વસતી 2022 સુધીમાં બમણી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતે એ કલ્પના ચાર વર્ષ વહેલી વાસ્તવિકતામાં ફેરવી દેખાડી છે. 2006માં ભારતમાં વાઘની વસતી માત્ર 1411 રહી હતી. એ વખતે વાઘની સ્થિતિ બહુ ચિંતાનો વિષય હતી. આજે ભારતમાં વાઘની વસતી ડબલથી વધી ગઈ છે.
WSON Team
ગણતરીનું સમગ્ર કામકાજ ‘નેશનલ ટાઈગર કર્નઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ)’ના હાથમાં હતું. હાલ દેશમાં લગભગ 50 જેટલા જંગલ છે, જેને ટાઈગર માટે નેશનલ પાર્ક કે અભયારણ્ય જાહેર કરાયા છે. આ ગણતરી દ્વારા ખબર પડી હતી કે પશ્ચિમ બંગાળનું બક્ષા, ઝારખંડનું પાલામુ અને મિઝોરમનું ડમ્પા ટાઈગર રિઝર્વ સાવ ખાલી છે, એટલે કે એમાં એક પણ વાઘ નોંધાયા નથી.
બીજી તરફ તમિલનાડુના સત્યમંગલા ટાઈગર રિઝર્વએ ચાર વર્ષમાં સૌથી વધુ સારી રીતે વાઘ સંરક્ષણ કરી દેખાડયુ હતું, માટે તેને બેસ્ટ રિઝર્વનો ખિતાબ અપાયોહતો. મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 526 વાઘ નોંધાયા છે, જ્યારે 2014માં છત્તીશગઢમાં 46 વાઘ હતા એ ઘટીને 19 થયા છે. એ રીતે આંધ્ર પ્રદેશની વાઘ સંખ્યા ચાર વર્ષમાં 68થી ઘટીને 48 થઈ છે. ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘની દર ચાર વર્ષે વસતી ગણતરી થાય છે.
છેલ્લી ગણતરી વખતે વિવિધ 141 સાઈટ પર 26,760 કેમેરા ટ્રેપ વપરાયા હતા. તેના દ્વારા કુલ મળીને 3,50,000 તસવીરો લેવાઈ હતી. કુલ મળીને 3,81,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર વન અધિકારીઓ ફરી વળ્યા હતા.જેના આધારે ચોકસાઈપૂર્વકની ગણતરી કરવામાં આવી છે. તો પણ આ ગણતરી એ અંદાજ છે, કેમ કે કોઈ પણ વન્યપ્રાણીની વસતીનો ચોક્કસ આંક આપવો બહુ મુશ્કેલ છે.
WSON Team
વાઘની સંખ્યાના ડેટા મેળવવા માટે મોબાઈલ એપ્લિકેશન એમ-સ્ટ્રીપ્સની મદદ લેવામાં આવી હોવાનું વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના વિજ્ઞાાનિકોએ કહ્યું હતું. વન્ય અને પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આવતી સંસૃથા ઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના વિજ્ઞાાની વાય.વી. ઝાએ જણાવ્યું હતું કે વાઘને લગતા આંકડા મેળવવામાં અને તેનું એકત્રિકરણ કરવામાં મોનિટરિંગ સિસ્ટમ ફોર ટાઈગર્સ ઈન્ટેન્સિવ પ્રોટેક્શન એન્ડ ઈકોલોજીકલ સ્ટેટ્સ (એમ-સ્ટ્રીપ્સ) નામની મોબાઈલ એપનો ઉપયોગ કરાયો હતો.
આ એપના કારણે ડેટા મેળવવામાં અને તેનું વર્ગીકરણ કરવામાં સરળતા રહી હતી. વિજ્ઞાાનીના જણાવ્યા પ્રમાણે આ એપ પર્યાવરણ વિભાગના અિધકારીઓની હલચલનો રેકોર્ડ રાખતી હતી અને એમાં ટાઈગરની હાજરી દર્જ થતી રહેતી હતી. આ એપ ફોરેસ્ટ ગાર્ડ્સ માટે બનાવવામાં આવી છે. તેમાં વાઈલ્ડલાઈફ ક્રાઈમથી લઈને વાઘ સહિતના સજીવોની હાજરી નોંધાય છે.