અસમમાં વિનાશકારી પુરના કારણે કાજીરંગા નેશનલ પાર્કનો 70 ટકા ભાગ પાણીમાં ગરકાવ થયો છે. પુરના પાણીમાં 95 કેમ્પ પણ ડૂબી ગયા છે. આ તબાહીના કારણે વન અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.
પુરના કારણે અસમમાં ઘણુ નુકસાન થયું છે. પાર્કના અધિકારીઓએ પ્રાણીઓને પાર્કમાં સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યાં છે. વધુમાં જણાવ્યું કે વન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37 પર શિકારીઓ પર બાજ નજર રાખી રહ્યું છે.
શિકારીઓથી પ્રાણીઓની સુરક્ષાને લઇને પાર્કમાં વાહનોને પણ પાસ આપવામાં આવ્યાં છે. અને રાત્રીના વન સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના કારણે બેકી નદીનું જળ સ્તર વધ્યુ છે. પુરને ધ્યાને લેતા સેના, તંત્ર અને SDRFની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે
કેન્દ્ર સરકારની એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગના બે એશિયાટીક સિંહને આસામના ગુવાહાટી ઝૂમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે ત્યાંથી બે રીંછને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ખાતે લવાશે.
એનિમલ એક્સચેન્જ પ્રોગામ હેઠળ જુનાગઢ સક્કરબાગના બે એશિયાટીક સિંહને ગુવાહાટી મોકલવામા આવ્યા છે. આ બે એશિયાટીક સિંહોને સક્કરબાગ ઝૂથી ઓખાથી ઉપડતી ઓખા ગુવાહાટી ટ્રેનમા તબીબી ટીમની દેખરેખ હેઠળ બન્ને એશિયાટીક સિંહને રેલ યાત્રા દ્વારા આસામ ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યા છે. આ એશિયાટીક સિંહોને રસ્તામા ભોજન અને પીવાના પાંણીની વ્યવસ્થા કરવામા આવી હતી.
તેમજ R.F.Oની ટીમ દ્વારા આ બન્ને સિંહોને ગુવાહાટી મુક્યા બાદ ત્યાથી બે રીંછને સકકરબાગ માટે લાવવામા આવશે. સક્કરબાગના બે એશિયાટીક સિંહોની સામે આસમથી બે રીછની અદલા બદલી કરવામાં આવી છે. R.F.Oની ટીમ સાથે ડોક્ટરોની ટીમ સહિત 8 સભ્યોની ટીમ આ બંને એશિયાટીક સિંહોને આસામ ગુવાહાટી ઝૂ ખાતે રવાના થઈ છે.
ગુજરાત રાજયના વડોદરાના નિમેટા પાસે આવેલી નર્સરીમાં વનરક્ષક તરીકેની ફરજ બજાવતા રુપલબેને પ્રકૃતિને ખૂબ નજીકથી જોયેલી છે. તે અને તેમના પતિ એટલા પક્ષી પ્રેમી છે, કે પક્ષીઓની ફોટોગ્રાફી કરવામાં જમવાનું પણ ભૂલી જાય છે.
આ નર્સરીમાં ભાત ભાતના પક્ષીઓ આવે છે. સરકારી ફરજોની સાથે આ બહેન આ પાંખાળા દેવદૂતોની આદતો, માળા ક્યાં બાંધે છે, ક્યારે આવે છે, ક્યાં જાય છે, શું ખાય છે આ તમામ બાબતોનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરે છે અને પછી પંખીઓની આ પ્રવૃત્તિઓની શોખથી ફોટોગ્રાફી કરે છે. તેમની રજાઓ બહુધા જીવન સાથી જયેશભાઇ સાથે ટીમ્બી તળાવ, ગોરજ નર્સરી જેવા સ્થળોએ વહેલી સવારથી પક્ષીઓનું નિરીક્ષણ અને ફોટોગ્રાફી કરવામાં જાય છે.
આ દંપતિ આ કામમાં એવું તલ્લીન બની જાય છે કે વહેલી સવારથી મોડી બપોર સુધી પેટને લાગેલી ભૂખ પણ ભુલી જાય છે. વન વિભાગ કુદરતની સાચવણીનું કામ કરે છે અને રૂપલબહેને પ્રકૃત્તિ સંરક્ષણની ફરજોને માધ્યમ બનાવીને પક્ષીજગત સાથે સ્નેહ સંબંધ બાંધ્યો છે.
Social Media
એમ.એ. પીટીસીની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી આ યુવતીને બે વર્ષથી વનવિભાગમાં વન રક્ષકની નોકરી મળી અને સાગબારાના જંગલોમાં ફરજ દરમિયાન આ ફોટોગ્રાફીના શોખને બળ મળ્યું. તે અગાઉ રાજપીપળામાં છ મહિનાની તાલીમ દરમિયાન વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મનોજ ઠાકરે બર્ડ ફોટોગ્રાફી સહિત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનું જે માર્ગદર્શન આપ્યું તે પ્રેરણાના સ્ત્રોત બન્યું.
આ તાલીમ દરમિયાન ગુજરાતના જુદાં જુદાં ભાગોની પક્ષી વિવિધતા જોવાની તેમને તક મળી. ત્યારે સારો કેમેરો ન હતો એટલે મોબાઈલથી ફોટોગ્રાફી શરૂ કરી અને નોકરી મળતાં જ પહેલું કામ સોની કેમેરો વસાવવાનું કર્યું. હવે તેઓ સરકારી ફરજોની સાથે પ્રકૃતિની અદભૂત રચના જેવા પક્ષી જગતની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમના જીવન સાથી જયેશભાઈને પણ પ્રાકૃતિક તસ્વીર કલા સાથે એટલો જ લગાવ હોવાથી તેમની જોડી જામી છે.
Social Media
તેઓ કહે છે કે વન વિભાગની નોકરી હોવાથી સાગબારાના જંગલોમાં છેક ઉંડાણ સુધી જવાની અને પક્ષીઓ જોવાની તક મળી. વડોદરા બદલી પછી આ શોખ છૂટી જશે એવો ડર લાગ્યો પરંતુ નિમેટા નર્સરીમાં ડ્યુટી મળવાથી ફરીથી પક્ષીઓનો પડોશ મળ્યો અને શોખ અંકબંધ રહ્યો.
નિમેટા નર્સરી અને ગોરજ નર્સરીમાં પક્ષીઓની વિવિધતા જોવા મળે છે એટલે મારી નોકરી મને કુદરત સાથે જોડવામાં પૂરક બને છે તેવી લાગણી વ્યક્ત કરવાની સાથે તેમણે જણાવ્યું કે, વન વિભાગની એક કામગીરી પ્રચાર, પ્રસાર અને જાગૃતિ આણવાની છે અને અમારી બર્ડ ફોટોગ્રાફી પક્ષીસંપદા અંગે લોકજાગૃતિ કેળવવાનું માધ્યમ બનશે એવી અમને શ્રદ્ધા છે. લોકોની જાણકારી અને જાગૃતિ વધશે તો જ આપણી પક્ષીસંપદા સચવાશે એવું તેઓ માને છે.
Social Media
સાગબારાના જંગલને ખૂંદીને આ દંપત્તિએ ચિલોત્રો, દૂધરાજ, ચાસ, કલકલિયો, સનબર્ડ, નાનો પતરંગો, ખેરખટ્ટો જેવા પક્ષીઓને કેમેરામાં ક્લિક કર્યા હતા. આ વિશે રુપલબેન જણાવે છે કે, પક્ષીઓની આદતો, તે માળા ક્યાં બાંધે છે, ક્યારે આવે છે, શું ખાય છે જેવી તમામ બાબતોનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરીએ છીએ ઉપરાંત પુસ્તકો અને ઈન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવ્યા બાદ ફોટોગ્રાફી કરવા નીકળી પડીએ છીએ.
Social Media
વધુમાં તેમણે જણાવ્યું કે નિમેટા અને ગોરજ નર્સરીમાં વિવિધ પક્ષીઓનો મેળાવડો જોવા મળે છે. બર્ડ ફોટોગ્રાફી લોકો માટે દુર્લભ અને લોકલ પક્ષીઓની જાણકારીનું માધ્યમ બને તે હેતુથી અમે છેલ્લા ઘણા વર્ષથી આ પ્રયત્ન કરી રહ્યા છે.
હમણાં જ તેમને આ વિસ્તારમાં દુર્લભ ગણાતો ચિલોત્રો હોવાના એંધાણ મળ્યા છે અને આ દંપતિ તેની ફોટોગ્રાફી કરવા પ્રયત્નશીલ છે. સાગબારાના જંગલોમાં તેમણે દૂધરાજને આછો પાતળો ક્લિક કર્યો એનો રોમાંચ હજુ ભૂલી શકાતો નથી. હજુ પણ તેમની પાસે બર્ડ ફોટોગ્રાફી માટે ઉત્તમ ગણાય તેવો કેમેરા સાધનો નથી.
પરંતુ સાંબેલું વગાડી બતાવે એ જ સાચો કલાકાર એ કહેવતને સાચી પાડવી હોય તેમ આ દંપતિ પક્ષીઓની શોધખોળ અને ક્લીક, ક્લીકમાં વ્યસ્ત છે. તેમણે દુધરાજ, ચાસ, કલકલીયો, સનબર્ડ, નાનો પતરંગો, ખેરખટ્ટો, ઘંટીટાંકણો જેવા પક્ષીઓને કેમેરે કંડારી લીધાં છે. રૂપલબહેને આ નોકરીને માધ્યમ બનાવીને કુદરત સાથેનું અનુસંધાન વધુ મજબૂત બનાવ્યુ છે.
જુનાગઢ જીલ્લાના મેંદરડામાં બે બાળસિંહ અને એક એશિયાટીક સિંહણના મૃત્યુ પાછળના કારણ સામે આવ્યું છે. જેમા આંતરિક ભાગોમાં કૃમિઓના હુમલાને કારણે એશિયાટીક સિંહના મોત થયાનું વન વિભાગની તપાસમાં બહાર આવતા અન્ય 6 જેટલા એશિયાટીક સિંહોને અલગ કરીને વધુ સારવાર માટે નિરીક્ષણ નીચે રાખવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગડકબારી વિસ્તારમાં થોડા દિવસો પહેલા સમયાંતરે બે એશિયાટીક સિંહ બાળ અને એક સિંહણનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જેને લઈને વન વિભાગ દ્વારા નમૂનાઓને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પરીક્ષણ બાદ મૃતક એશિયાટીક સિંહોના આંતરડામાં કૃમિઓના ચેપના લક્ષણો જોવા મળ્યા હતા. જેને કારણે આ ત્રણ જેટલા સિંહોના મોત થયાનું બહાર આવ્યું હતું.
સિંહના મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ વન વિભાગ દ્વારા સાવચેતીના પગલાં રૂપે મૃતક એશિયાટીક સિંહોની સાથે રહેલા અન્ય 3 બચ્ચા 2 એશિયાટીક સિંહણ અને એક એશિયાટીક સિંહને પકડી પાડીને તબીબી પરીક્ષણ નીચે રાખવામાં આવ્યા છે. પરીક્ષણમાં રાખવામાં આવેલા 6 જેટલા એશિયાટીક સિંહોને કૃમિની સામે રક્ષણ પૂરું પાડે તેવા બે ડોઝ પણ આપવામાં આવ્યા છે, પરંતુ સાવચેરીના ભાગ રૂપે આ એશિયાટીક સિંહોને હજુ કેટલાક સમય માટે નિરીક્ષણ નીચે રાખવાનો નિર્ણય વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
જોકે, મૃતક એશિયાટીક સિંહોના શરીરમાંથી જે નમૂનાઓ વન વિભાગના તબીબોને મળ્યા છે. તે કોઈ ગંભીર બીમારીના જનક નથી. તેમજ તેનો જંગલ વિસ્તારમાં ફેલાવો થવાની શક્યતાઓ પણ નથી. તેમ છતાં વન વિભાગ સાવચેતીના ભાગ રૂપે પકડવામાં આવેલા 6 શિયાટીક સિંહોનું નિરીક્ષણ કરી રહ્યા છે. હાલ તમામ 6 એશિયાટીક સિંહો ભય મુક્ત હોવાનું અને આગામી દિવસોમાં ફરીથી તેને તેના વિસ્તારમાં મુક્ત કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે.
5 જિલ્લાના 75 એશિયાટીક સિંહો પર GPS સિસ્ટમથી રખાશે બાઝ નજર
જૂનાગઢનું ગીર સાસણ જંગલ અત્યાર સુધી વન વિભાગની ચાંપતી નજર હેઠળ સુરક્ષિત હતું. છતાં ગેર કાયદેસર લાયન શો થતા હોવાની ફરિયાદો અને વારંવાર વાયરલ વિડીઓને કારણે ગુજરાત સરકાર અને વન વિભાગ બન્ને ની ઊંઘ ઉડાડી દીધી હતી. આ ઉપરાંત છેલ્લા એક માસ માં 60 થી વધુ એશિયાટીક સિંહોના મોત થવા પાછળ કુદરતી કારણો અને બીમાર એશિયાટીક સિંહો ની દેખભાળ માટે તેમને શોધવા અને ગાઢ જંગલમાં તેમની દેખરેખ રાખવી મુશ્કેલ હતી.
આવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા ખાસ એશિયાટીક સિંહોની સુરક્ષિતતા વધારવા અને ગીર જંગલમાં વસતા 600 જેટલા એશિયાટીક સિંહો પર ચાંપતી નજર રાખવા ખાસ આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.
Social Media
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તા. 11 જૂન 2019 ના તોજ સાસણ ની મુલાકાત લીધી હતી અને એશિયાટીક સિંહો માટે ખાસ જર્મનીથી મંગાવેલ રેડીયો કોલર આઈડી એશિયાટીક સિંહો પર કેવી રીતે કામ કરશે એ જાણકારી મેળવી હતી .ત્યાર બાદ ગીરના એશિયાટીક સિંહો અને પાંચ જિલ્લા માં વસતા આશરે 75 સિંહોમાં આ રેડીઓ કોલર આઈડી ફિટ કરવામાં આવી રહ્યા છે.
રેડિયો કોલર આઈ.ડી છે શું ?
Social Media
રેડિયો કોલર આઈડી એક માઇક્રોચીપ સાથેનો બેલ્ટ છે. જે એશિયાટીક સિંહોને બેભાન કરી તેના ગળા માં પહેરાવવામાં આવે છે. આ માટે સાસણ ગીર અને આસપાસ ના જંગલના દરેક સમૂહમાંથી પુખ્ત એશિયાટીક સિંહ કે સિંહણને આ બેલ્ટ ફિટ કરવામાં આવશે. જેથી આખા સમૂહની ગતિ વિધિ પર સાસણના એશાટીક સિંહ સદન ખાતે આવેલ હાઈ ટેક મોનીટરીંગ સેન્ટર દ્વારા ખાસ દેખરેખ રાખી શકાશે. આ રેડીઓ કોલર આઈડી એશિયાટીક સિંહોને પહેરાવવા પાછળ બે કારણો છે, એક તો એશિયાટીક સિંહો ની ગતિવિધિઓ પર નજર રાખી શકશે જેથી કોઈ સમૂહ ના એશિયાટીક સિંહને કોઈ બીમાંરી કે મુશ્કિલ હશે તો તરતજ સારવાર આપી શકાશે. અને બીજું એશિયાટીક સિંહો ના ગેરકાયદેસર લાયન શો કે પજવણી અને વાયરલ વિડિયો જેવા કૃત્યો પર નજર રાખી શકાસે. આ રેડીઓ કોલર આઈડી માં એક ચિપ ફિટ કરેલ છે. જેનું ડાયરેકટ કનેક્શન મોનીટરીંગ હાઈટેક સેન્ટર સાથે કરવામાં આવેલ છે. આમ એશિયાટીક સિંહોની સુરક્ષા અને સંરક્ષણ પર ખાસ ગુજરાત સરકાર દ્વારા ધ્યાન આપવામાં અવિ રહ્યું છે.
Social Media
ખાસ એશિયાટીક સિંહો માટે જર્મનીથી 75 જેટલા રેડીયો કોલર આઈડી મંગાવવામાં આવ્યા છે. જેની કિંમત આશરે 300 કરોડ જેટલી છે. અને એક રેફીઓ કોલર આઈડી નું વજન 1.7 કિગ્રા છે. એશિયાટીક સિંહોને આ પહેરાવવા માટે ખાસ એક ટિમ બનાવવામાં આવી છે, જે દરેક સમુહમાંથી પુખ્ત એશિયાટીક સિંહને પસંદ કરી તેને ટ્રેન્ગ્યુલાઈઝ (બેભાન )કરી તેના ગાળામાં એક બેલ્ટ પહેરાવવામાં આવે છે. જેમાં એક ચિપ હોય જે એશિયાટીક સિંહના દરેક મુવમેન્ટ ને કેપ્ચર કરી શકે છે. તેમજ એશિયાટીક સિંહના લોકેશન, સ્થિતિ, સ્વાસ્થ્ય જેવી મહત્વની બાબતો અંગે જાણકારી મેળવી શકાય છે.
એશિયાટીક સિંહ દર્શન કરતી જીપ્સીઓ માટે જીપીએસ સિસ્ટમ:
WSON Team
ગીર સાસણ એક ગાઢ અને વિશાળ વિસ્તાર છે, જેની દેખરેખ રાખવી વન વિભાગ માટે હંમેશા એક ચેલેન્જ રહી છે. એમ પણ ખાસ કરીને મોબાઈલ યુગ આવવાથી ગેરકાયદેસર રીતે એશિયાટીક સિંહોને પજવણી અને પીછા કરતા વિડિઓ વાયરલ થઈ રહ્યા છે. જેમાં વન વિભાગ બદનામ થઈ રહ્યું છે, ત્યારે હવે એશિયાટીક સિંહ દર્શન દરેક રૂટ પર ફરતી એશિયાટીક સિંહ દર્શનની ખાસ જીપ્સીઓમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, જેથી ક્યારે કઈ જીપ્સી ક્યાં રૂટ પર છે. તેમજ કોઈ ગેરકાયદેસર વેન આ રૂટ પર જોવા મળશે તો તરત જ વન વિભાગ તેના પર આકરા પગલાં લઈ શકશે. જીપ્સીઓ ના જિપીએસ સિસ્ટમ નું મોનીટરીંગ સિંહ સદન ખાતે આવેલ હાઈ ટેક મોનીટરીંગ સેન્ટર ખાતે કરવામાં આવશે.જેનું ઉદ્ઘાટન પણ હાલમાં જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે.